Showing posts with label Anil Bishwas. Show all posts
Showing posts with label Anil Bishwas. Show all posts

Saturday, February 27, 2016

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૮ :



હીર (૧૯૫૬), પૈસા હી પૈસા (૧૯૫૬), જલ્તી નિશાની (૧૯૫૭)

હીર (૧૯૫૬) - નુતન અને પ્રદીપ કુમાર - પંજાબની લોકકથા, હીરરાંઝા, પર બનેલી આ ફિલ્મ છે. ફિલ્મમાં આશા ભોસલેનાં ૪ સૉલો ગીતો છે અને ગીતા દત્તનાં ત્રણ સૉલો અને એક યુગલ ગીત છે.
પૈસા હી પૈસા (૧૯૫૬) - કિશોર કુમાર, શકીલા, માલા સિંહા - વીસમી સદીના મધ્ય ભાગ સુધી ભૌતિકવાદ માટેનું આકર્ષણ ન હોવું એ એક આદર્શ ગણાતો હતો ! પહેલાંની પેઢીની પૈસા માટેની ગાંડી કહી શકાય એ હદે સામાજિક ચાહત સામે પછીની પેઢીની પૈસા સિવાયના મૂલ્યોની ચાહતની આસપાસ વણાયેલી કૉમેડી ફિલ્મ. એ સમયે 'ઔરત' જેવા સામાજિક વિષયની અતિ ગંભીર રજૂઆત બાદ એટલા જ સંકુલ સામાજિક વિષયને લ ઈને મહેબુબ ખાને આ ફિલ્મને કૉમેડીના સ્વરૂપે રજૂ કરીને ભૌતિકવાદ માટેનાં ગાંડપણ પર જાણે કટાક્ષ કર્યો છે !
જલ્તી નિશાની (૧૯૫૭) - ગીતા બાલી, કમલ કપૂર - આ પહેલાં ૧૯૩૨માં વી. શાંતારામે આ જ નામથી એક ફિલ્મ બનાવી હતી.
હીર (૧૯૫૬)

અહીં લતા મંગેશકરનો સ્વર કરૂણ ભાવનાં ગીતોમાં વપરાયો હોય તેમ જણાય છે.
તેરે દિલદાર કી હસરત, કબ તક રહેગા પરદા - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

અય મેરે રાંઝા, રુખસત કા હૈ સામાન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
હીરની શાદી થઇ રહી છે, રાંઝા તેને મળવાના મરણિયા પ્રયાસ કરે છે. જાલિમ દુનિયા તેને મારી મારીને પણ દૂર રાખવામાં કસર બાકી નથી રાખી રહેલ. હીરને તેનાં કુટુંબીજનો સભાળવા મથે છે, પણ દર્દની કસક તો એમ શેની દબાયેલી રહે !
આડવાતઃ
હીર રાંઝાની પ્રેમ કહાની પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૭૦માં ચેતન આનંદે ફિલ્મના બધાજ સંવાદ કૈફી આઝમી પાસે પદ્યમાં લખાવીને આ પ્રેમકથાની રજૂઆતને સાવ નવો અંદાજ આપ્યો હતો. આ ફિલ્મમાં લગભગ આ જ સિચ્યુએશનમાં મદન મોહને,  'હીર'ના જ નામથી જાણીતી, પંજાબી વિદાય ગીતની લોક ધૂનનો પ્રયોગ કર્યો છે.
દો દિલ ટૂટે, દો દિલ હારે, દુનિયાવાલોં સજદે તુમ્હારે
જો કે હીરની પાલકી તેનાં સાસરાં તરફ વિદાય થતી હોય છે તે દૃશ્યોને ચેતન આનંદે થોડા અલગ અંદાજમાં રજૂ કર્યાં છે.
પૈસા હી પૈસા (૧૯૫૬)ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
 
પાયલ મોરી બાજે, કૈસે પિયા મિલન કો જાઉં સજના

બલમા તુમ્હારે નૈન, લડ ગઈ અખિયાં જાને ના બાલમ

બસ એક તુમ બિન,આ ભી જા સનમ -  કિશોર કુમાર અને આશા ભોસલે સાથે
ભાગ ૧
ભાગ ૨

જલ્તી નિશાની (૧૯૫૭)
બાદલોંકી પાલકીમેં દિલ હૈ બેક઼રાર ક્યું - મુકેશ સાથે

ચાંદ પે બાદલ છા ગયા
અનોખે બોલના પૂર્વાલાપથી સજ્જ સ્વરરચના

જબ સે તુમને હાથ છોડે....આ ભરી મહેફિલમેં અય દિલ

રૂઠ કે તુમ જો ચલ દિયે, અબ મૈં દૂઆ સે ક્યા કરૂં
પોતાની કારકીર્દીનાં પંદરથી પણ વધારે સર્જનાત્મક વર્ષો બાદ, લતા મંગેશકર પાસે લગભગ એક દાયકાથી અવનવી ખૂબીઓને ન્યાય અપાવાડવા રહેવા, ઉપરાંત અનિલ બિશ્વાસ હજૂ પણ આવી ધૂન અને આવી ગાયકી લઇ શકે છે અને રજૂ કરી શકે છે!

હો રહા હૈ મેરી ઉલ્ફત....જલને લગા પ્યારકા આશિયાના

ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે.....હે ઐસા જામ પીલા નઝરોંસે - હેમંત કુમાર અને સાથીઓ સાથે
'ઓ સાક઼ી રે'ને બંગાળની લોકધૂનના પૂર્વાલાપમાં આવરી લઈને પૂર્ણપણે ઉર્દુ વાતાવરણને પેશ કરતા શબ્દોને આવો અકલ્પનિય સ્વરદેહ તેમણે કેમ કલ્પ્યો હશે તે તો આ ગીતની સીચ્યુએશન જોઈએ તો જ કદાચ ખયાલ આવે !

૨૭ માર્ચ, ૨૦૧૬નો હવે પછીનો અંક, અનિલ બિશ્વાસ - લતા મંગેશકરનાં સંયોજનમાં સર્જાયેલી ગીત રચનાઓની શ્રેણીનો અંતિમ મણકો થશે....

Saturday, January 30, 2016

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૭ :



રાહી (૧૯૫૩), માન (૧૯૫૪), નાઝ (૧૯૫૪)
રાહી (૧૯૫૩) - દેવ આનંદ, નલીની જયવંત, બલરાજ સાહની - ખ્વાજા અહમદ અબ્બાસે પ્રોડ્યુસ અને ડીરેક્ટ કરેલ ફિલ્મ છે. ફિલ્મ મુલ્ક રાજ આનંદની આસામના ચાના બગીચાઓનાં પશ્ચાદભૂ પર લખાયેલ નવલકથા - “Two Leaves and a Bud” પરથી પ્રેરિત હતી. ફિલ્મનો સમયકાળ ૧૯૪૫નાં આસામનો છે. આ ફિલ્મ અંગ્રેજીમાં ‘The Wayfarer’ નામે પણ બનાવાઈ હતી.

તે પછી ૧૯૫૪માં અનિલ બિશ્વાસનાં સંગીતમાં ‘માન’ અને ‘નાઝ’ એમ બે ફિલ્મો આવી.

'માન'માં મુખ્ય કલાકારો ચિત્રા, ગજાનન જાગીરદાર, કુમાર અને અચલા સચદેવ હતાં.

'નાઝ'માં અશોક કુમાર અને નલીની જયવંત મુખ્ય ભૂમિકામાં છે.
 
રાહી (૧૯૫૩) - પ્રેમ ધવન

એક કલી દો પતિયાં, જાને સબ હમારી બતીયાં
- હેમંત કુમાર, મીના કપુર અને સાથીઓ સાથે 
આ ગીત ફિલ્મમાં ' થીમ સોંગ તરીકે ચાર જૂદી જૂદી રીતે રજૂ થતું રહ્યું છે.

ઓ જાનેવાલે રાહી રૂક જાના જાના

આ ગીતને આપણે મોટા ભાગે ધીમી લયમાં [@5.52 ]જ સાંભળ્યું છે. પ્રસ્તુત વિડીઓ ક્લિપમાં સુધી ગીત પૂર્વાલાપ તરીકે (1.30 સુધી) એક અનોખું વાતાવરણ જમાવે છે અને તે પછી તરત જ દ્રુત લયમાં નવા જ અંદાજમાં નાયિકાના ભાવને રજૂ કરે છે. @11.12 પર ગીતના, અને ફિલ્મના, અંતમાં પણ આલાપની શૈલીનો પ્રયોગ કરાયો છે. 


 'માન' (૧૯૫૪)
અલ્લાહ ભી હૈ મલાહ ભી હૈ - કૈફ ભોપાલી

યેહ પહાડ રૌંદ ડાલે....કહ દો કે મોહબ્બતસે ન ટકરાયે ઝમાના - કૈફ ભોપાલી


ફૈલી હૈ આજ યે ખબર ફૂલોંકી ઝબાની, આઈ હૈ જવાની - કૈફ ભોપાલી


ગુઝરા હુઆ ઉલ્ફતકા ઝમાના - સરદાર 'આહ' 


મેરે પ્યારમેં તુઝે ક્યા મિલા, મેરે દેવતા મૂઝે ભૂલ જા - રાજા મહેંદી અલી ખાન 


                                               'નાઝ' (૧૯૫૪) 
 
અય દિલ દુખડા કિસે સુનાયેં, જિસ ડાલી પે બૈઠે વહી ટૂટી - કિદાર શર્મા 

આખોંમેં દિલ હૈ, હોઠોં પે જાન, તુમ કહાં હો તુમ કહાં - સત્યેન્દ્ર અથૈયા 


ઝિલમિલ સિતારોં તલે, મેરા દામન થામ લે - સત્યેન્દ્ર અથૈયા


કટતી હૈ અબ તો ઝિંદગી, મરને કે ઈંતઝારમેં - પ્રેમ ધવન 


મૈં હૂં એક ઉઝડા હૂઆ આશિયાં, એક મિટતા હૂઆ નિશાન - પ્રેમ ધવન



આ બે ફિલ્મોનાં ગીતો સાંભળીને કદાચ એવું અનુભવાય કે લતા મંગેશકરના સ્વરની કુદરતી ખૂબીઓનો પૂરેપૂરો લાભ ઉઠાવે તેવી ધૂનો બનાવવામાં અનિલ બિશ્વાસની રચનાઓ કંઇક અંશે સુગેય ન હોય. સમાંતરે '૪૦ના દાયકાના અંતમાં, લતા મંગેશકરના ઉદય સાથે ફિલ્મ જગતમાં પ્રવેશેલા સંગીતકારો હવે વધારે પ્રચલિત થવા લાગ્યા હતા.

અનિલ બિશ્વાસની હિંદી ફિલ્મની સફરમાં આવતે મહિને આપણે તેમની ૧૯૫૬ અને ૧૯૫૭ની ફિલ્મોમાં તેમણે રચેલાં લતા મંગેશકરનાં ગીતો સાંભળીશું.