Saturday, February 27, 2016

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૮ :હીર (૧૯૫૬), પૈસા હી પૈસા (૧૯૫૬), જલ્તી નિશાની (૧૯૫૭)

હીર (૧૯૫૬) - નુતન અને પ્રદીપ કુમાર - પંજાબની લોકકથા, હીરરાંઝા, પર બનેલી આ ફિલ્મ છે. ફિલ્મમાં આશા ભોસલેનાં ૪ સૉલો ગીતો છે અને ગીતા દત્તનાં ત્રણ સૉલો અને એક યુગલ ગીત છે.
પૈસા હી પૈસા (૧૯૫૬) - કિશોર કુમાર, શકીલા, માલા સિંહા - વીસમી સદીના મધ્ય ભાગ સુધી ભૌતિકવાદ માટેનું આકર્ષણ ન હોવું એ એક આદર્શ ગણાતો હતો ! પહેલાંની પેઢીની પૈસા માટેની ગાંડી કહી શકાય એ હદે સામાજિક ચાહત સામે પછીની પેઢીની પૈસા સિવાયના મૂલ્યોની ચાહતની આસપાસ વણાયેલી કૉમેડી ફિલ્મ. એ સમયે 'ઔરત' જેવા સામાજિક વિષયની અતિ ગંભીર રજૂઆત બાદ એટલા જ સંકુલ સામાજિક વિષયને લ ઈને મહેબુબ ખાને આ ફિલ્મને કૉમેડીના સ્વરૂપે રજૂ કરીને ભૌતિકવાદ માટેનાં ગાંડપણ પર જાણે કટાક્ષ કર્યો છે !
જલ્તી નિશાની (૧૯૫૭) - ગીતા બાલી, કમલ કપૂર - આ પહેલાં ૧૯૩૨માં વી. શાંતારામે આ જ નામથી એક ફિલ્મ બનાવી હતી.
હીર (૧૯૫૬)

અહીં લતા મંગેશકરનો સ્વર કરૂણ ભાવનાં ગીતોમાં વપરાયો હોય તેમ જણાય છે.
તેરે દિલદાર કી હસરત, કબ તક રહેગા પરદા - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

અય મેરે રાંઝા, રુખસત કા હૈ સામાન - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
હીરની શાદી થઇ રહી છે, રાંઝા તેને મળવાના મરણિયા પ્રયાસ કરે છે. જાલિમ દુનિયા તેને મારી મારીને પણ દૂર રાખવામાં કસર બાકી નથી રાખી રહેલ. હીરને તેનાં કુટુંબીજનો સભાળવા મથે છે, પણ દર્દની કસક તો એમ શેની દબાયેલી રહે !
આડવાતઃ
હીર રાંઝાની પ્રેમ કહાની પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૭૦માં ચેતન આનંદે ફિલ્મના બધાજ સંવાદ કૈફી આઝમી પાસે પદ્યમાં લખાવીને આ પ્રેમકથાની રજૂઆતને સાવ નવો અંદાજ આપ્યો હતો. આ ફિલ્મમાં લગભગ આ જ સિચ્યુએશનમાં મદન મોહને,  'હીર'ના જ નામથી જાણીતી, પંજાબી વિદાય ગીતની લોક ધૂનનો પ્રયોગ કર્યો છે.
દો દિલ ટૂટે, દો દિલ હારે, દુનિયાવાલોં સજદે તુમ્હારે
જો કે હીરની પાલકી તેનાં સાસરાં તરફ વિદાય થતી હોય છે તે દૃશ્યોને ચેતન આનંદે થોડા અલગ અંદાજમાં રજૂ કર્યાં છે.
પૈસા હી પૈસા (૧૯૫૬)ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
 
પાયલ મોરી બાજે, કૈસે પિયા મિલન કો જાઉં સજના

બલમા તુમ્હારે નૈન, લડ ગઈ અખિયાં જાને ના બાલમ

બસ એક તુમ બિન,આ ભી જા સનમ -  કિશોર કુમાર અને આશા ભોસલે સાથે
ભાગ ૧
ભાગ ૨

જલ્તી નિશાની (૧૯૫૭)
બાદલોંકી પાલકીમેં દિલ હૈ બેક઼રાર ક્યું - મુકેશ સાથે

ચાંદ પે બાદલ છા ગયા
અનોખે બોલના પૂર્વાલાપથી સજ્જ સ્વરરચના

જબ સે તુમને હાથ છોડે....આ ભરી મહેફિલમેં અય દિલ

રૂઠ કે તુમ જો ચલ દિયે, અબ મૈં દૂઆ સે ક્યા કરૂં
પોતાની કારકીર્દીનાં પંદરથી પણ વધારે સર્જનાત્મક વર્ષો બાદ, લતા મંગેશકર પાસે લગભગ એક દાયકાથી અવનવી ખૂબીઓને ન્યાય અપાવાડવા રહેવા, ઉપરાંત અનિલ બિશ્વાસ હજૂ પણ આવી ધૂન અને આવી ગાયકી લઇ શકે છે અને રજૂ કરી શકે છે!

હો રહા હૈ મેરી ઉલ્ફત....જલને લગા પ્યારકા આશિયાના

ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે, ઓ સાક઼ી રે.....હે ઐસા જામ પીલા નઝરોંસે - હેમંત કુમાર અને સાથીઓ સાથે
'ઓ સાક઼ી રે'ને બંગાળની લોકધૂનના પૂર્વાલાપમાં આવરી લઈને પૂર્ણપણે ઉર્દુ વાતાવરણને પેશ કરતા શબ્દોને આવો અકલ્પનિય સ્વરદેહ તેમણે કેમ કલ્પ્યો હશે તે તો આ ગીતની સીચ્યુએશન જોઈએ તો જ કદાચ ખયાલ આવે !

૨૭ માર્ચ, ૨૦૧૬નો હવે પછીનો અંક, અનિલ બિશ્વાસ - લતા મંગેશકરનાં સંયોજનમાં સર્જાયેલી ગીત રચનાઓની શ્રેણીનો અંતિમ મણકો થશે....
Post a Comment