Showing posts with label Dusted Off. Show all posts
Showing posts with label Dusted Off. Show all posts

Saturday, April 16, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૧)



પૂર્વભૂમિકા
આપણી ફિલ્મોમાં ગીતોનું એક અદકેરૂં સ્થાન રહ્યું છે. જે ગીત બહુ જ લોકપ્રિય થાય તે ગીતનાં (પાર્શ્વ) ગાયકનો સિક્કો તો વજનદાર થાય જ, પણ તેને પર્દા પર ભજવનારાં પાત્રને લોકો વધારે સારી રીતે ઓળખતાં થતાં હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે બહુ જ જાણીતાં કળાકારે જે અદાથી પર્દા પર ગીત રજૂ કર્યું હોય તેને કારણે ગીતને વધારે પ્રસિદ્ધ મળી હોય.
ફિલ્મોમાં પાર્શ્વ ગાયન પ્રચલિત થયું તે પહેલાં તો જે કળાકાર પર્દા પર ગીત ભજવે તેણે જ ગીત ગાયું પણ હોય જ. ગીત લોકપ્રિય ન થાય તો એ કળાકારની રેકર્ડ્સ પણ બજારમાંથી અલોપ જ થ ઈ જાય અને કળાકારની કાર્કીરર્દી પણ ગુમનામીમાં સરી પડે.! પરંતુ એ સમયનાં એવાં કેટલાંય ગીતો છે જે આજે ઇન્ટરનેટના પ્રભાવને કારણે તેમની તે સમયની લોકપ્રિયતા ટકાવી રહ્યાં છે, પણ એ ગીતોનાં વિડીયો ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે આપણને એ કળાકારનો ચહેરો યાદ નથી. આપણે અહીં આ પ્રકારનાં ગીતોની વાત નથી કરવાનાં.
આપણે એવાં ગીતોની પણ વાત નથી કરવાનાં કે જેમાં મુખ્ય કળાકાર સાથે ફિલ્મની સામાન્ય વ્યવહારની ભાષામાં જેમને 'એક્સ્ટ્રા' તરીકે ઓળખવામાં આવે છે, તે સાથ પૂરાવતાં હોય.
જેમકે નાયક કે નાયિકા સાથે તેમનાં મિત્રોનું ઝુંડ નીકળી પડ્યું હોય અને આખું ગીત તો મુખ્ય કળાકાર જ ગાય, પણ એકાદ પંક્તિ કે નાનકડો ટૂકડો આ ઝુંડમાંની સહેલી કે મિત્ર ગાઈ નાખતું હોય. ઉદાહરણઃ ફિલ્મ 'પડોસન'(૧૯૬૮)નાં રાજેન્દ્ર કૃષ્ણનાં રાહુલ દેવ બર્મનનાં દ્વારા સંગીતબદ્ધ થયેલ લતા મગેશકર (અને સાથીઓ) ગાયેલ, મૈં ચલી મૈં ચલી દેખો પ્યારકી ગલીમાં  @ ૦.૦૮થી ૦.૧૪ સુધીમાં બે સખીઓ 'લા..રા...લા'નોનો સૂર પૂરાવે છે....

જવાનીયાં હૈ મસ્ત મસ્ત બીન પીયે……………....ન જાને ઈનમેં કિસકે વાસ્તે હૂં મૈં ન જાને કૌન હૈ મેરે લિયે - તુમસા નહીં દેખાગાયક: મોહમ્મદ રફી સંગીતકાર: ઓ પી નય્યર ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
હીરો પોતાની પ્રેમિકાની તલાશમાં છે....રસ્તે મળતા દરેક યુવાન ચહેરામાં તે પોતાના પ્રેમને ખોળે છે.. ખબર નથી પોતે કોને માટે સર્જાયો છે કે કોણ તેને માટે બનેલ હશે....



આપણે જે ગીતોની વાત કરવા માગીએ છીએ તે ગીત એ સમયે જાણીતું તો થયું જ હોય પણ તે ગીતને પર્દા પર જે ગાયકે ગાયું હોય તે કળાકાર તો ઓછા (કે મોટા ભાગના કિસ્સાઓમાં સાવ જ ન જાણીતા) થયા હોય. મોટા ભાગના કિસ્સાઓમાં આ ગીતો ફિલ્મનાં પરિપ્રેક્ષ્યમાં અગત્યનાં  હોય પણ તે કોણ ગાય છે તે મહત્ત્વનું ન હોય. આપણી ફિલ્મોમાં આવી સીચ્યુએશનમાં ગીત અચૂક હોય જ છે. અને આવી સિચ્યુએશન બહુ બધાં વૈવિધ્યપૂર્ણ ગીતો પણ આપણા માટે મુકી જાય છે.
# કોઈ સાધુ કે ભિક્ષુક આવીને ગીત દ્વારા સંદેશ આપી જાય….
ઓ બાબુ ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે  - વચન (૧૯૫૫) - મોહમ્મદ રફી, આશા ભોસલે - સંગીતકાર રવિ ગીતકાર
ફિલ્મની નાયિકા, ગીતા બાલી, પોતાની બાલ્કનીમાંથી ગીત સાંભળે છે, તેના મનમાં તેને કારણે કંઈ કેટલી ય યાદો જાગી ઊઠે છે.....

# કોઈ નૃત્યાંગના કેબરે કરતાં કરતાં નાયક કે નાયિકાને આવનારા ભયની ચેતવણી આપી જાય
'જ્વેલ થીફ'નું આ કેબરે નૃત્ય   - સંગીતકાર સચિન દેવ બર્મન
માત્ર વાદ્ય સંગીત પર જ રજૂ થયેલું નૃત્ય પણ રહસ્યમય વાતાવરણને વધારે ઘેરૂં કરે છે..


# ગીતમાં મુખ્ય કળાકારને સાથ આપનાર તેનાં મિત્રો કે સહનૃત્યકાર ક્યાં તો ફિલ્મનું જ કોઈ ગૌણ પાત્ર હોય કે પછી તેને ભાગે માત્ર સાથ પૂરાવવાનું જ મહત્ત્વનું હોય... જેમ કે
હૈ આગ હમારે સીને મેં હમ આગસે ખેલતે આયે હૈં - જિસ દેશમે ગંગા બહેતી હૈ (૧૯૬૧) - ગાયક મન્ના ડે, મહેન્દ્ર કપૂર, મુકેશ, ગીતા દત્ત, લતા મંગેશકર -  સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર
આ ગીતની શરૂઆત પ્રાણ કરે છે, મુકેશના સ્વરવાળી પંક્તિઓ ફિલ્મમાં રાજક્પૂર ભજવે છે, લતા મંગેશકરના સ્વરવાળી પંક્તિઓ પદ્મિની ભજવે છે, પણ અંતરામાં મહેન્દ્ર  ક્પૂર કે મન્ના ડે કે ગીતા દત્તના સ્વરને જે કળાકારોએ પર્દા પર રજૂ કરેલ છે તે કળાકારો જલદી નથી ઓળખાતાં.

હો કે મજબૂર હમેં ઉસને ભૂલાયા હોગા.. જહર ચુપકે સે દવા જાન કે ખાયા હોગા - હક઼ીકત (૧૯૬૪) – ગાયક: મન્ના ડે, તલત મહમૂદ, મોહમ્મદ રફી, ભૂપિન્દરસંગીતકાર: મદન મોહન ગીતકાર: કૈફી આઝમી
હતાશ થઈ ગયેલ સૈનિકોની પોતપોતાની યાદોમાં સરી પડ્યા છે. આ પ્રકારના ભાવ રજૂ કરવા દિગ્દર્શક ચેતન આનંદ ગીતને અલગ અલગ કળાકારો પાસે રજૂ કરાવવા માગતા હતા. આ માટે કરીને મદન મોહને  દરેક અંતરામાં માત્ર જૂદા જૂદા પાર્શ્વગાયકોનો જ ઉપયોગ ન કર્યો પણ દરેક અંતરાની તર્જને, અને તેની બાંધણીને  પણ અલગ અલગ અંદાજમાં સજાવી છે.  ફિલ્મના મુખ્ય કાળાકારો તો ગીતમાંથી વહેતી લાગણીઓને સાક્ષી  ભાવે અનુભવી રહ્યા છે.

કહે બાહર બાહર તોહે ક્યા સમઝાયે પાયલકી ઝંકાર.. - આરતી (૧૯૬૨ ) ગાયક લતા મંગેશકર, મોહમ્મ્દ રફી, સંગીતકાર રોશન - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ફિલ્મનાં મુખ્ય કળાકારો નદી કિનારે ટહલવા નીકળ્યાં છે, પણ મનમાં કંઈક ગુંચવાય છે જે જબાન પર આવતાં આવતાં અટકી રહ્યું છે...આ ભાવને વાચા આપતું એક ગીત કોઈ અજાણ્યાં જ કળાકારો પોતાનું પેટિયું રળવા ગાય છે... મૂળ ગીતના પ્રીલ્યુડ સમી સાખીની પંક્તિઓ - કહે બાહર બાહર તોહે ક્યા સમઝાયે પાયલ કી ઝંકાર.. -  ને રોશને જૂદા જૂદા ભાવની રજૂઆતનાં સ્વરૂપમાં સ્વરબદ્ધ કરી છે. જેમ જેમ એ પંક્તિઓ ગવાતી જાય છે તેમ તેમ મીના કુમારીનાં મનમાં પણ ભાવ પલટાતા રહે છે...અને પરિણામે મૂળ ગીત બાર બાર તોહે ક્યા સમઝાયે પાયલકી ઝંકાર તેના હોઠો પરથી સરી પડે છે.. નાયિકાના આટલા અંતરના ભાવ અને તેની આટલી નાજૂક રજૂઆત નાયકને પણ સ્પર્શી જાય છે. તે જવાબમાં ગાઈ ઊઠે છે - છૂપ છૂપ કે કરતા હૈ ઈશારે ચંદા સો સો બાર......

# અથવા તો પછી ગીત ફિલ્મનાં મુખ્ય કળાકારોની બાલ્યાવસ્થાના સમયને લગતું હોય....
બચપન કે દિલ ભૂલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના - દિદાર  - ગાયક : લતા મંગેશકર, શમશાદ બેગમ – સંગીતકાર: નૌશાદ ગીતકાર: શકીલ બદાયુની
આ ગીતને પર્દા પર રજૂ કરી રહેલ બંને બાળ કળાકારો પણ મોટાં થયાં ત્યારે પોતાની રીતે મોટાં ગજાંનાં કળાકારો થયાં.....

# ફિલ્મમાં ગીત બાળ કળાકારે જ ગાયું હોય, પણ ન તો તે સમય તે બાળકળાકાર બહુ જાણીતું થયેલ છે કે ન તો પછીથી એ બાળ કળાકાર મોટાં થયાં પછી જાણીતાં થયાં હોય
એક સે ભલે દો દો સે ભલે ચાર, મંઝિલ અપની દૂર હૈ રસ્તા કરના પાર - હમ પંછી એક ડાલ કે (૧૯૫૭) - આશા ભોસલે અને સાથીઓ સંગીતકાર : નારાયણ દત્તાગીતકાર :  પી એલ સંતોશી
પર્દા પર કળાકાર ભલે 'બાળ' હોય, પણ ગીતનું પાર્શ્વગાયન તો 'મોટાં' ગાયકે જ કર્યું હોય !

# ઘણી હિંદી ફિલ્મો દક્ષિણ ભારતમાં બની. આ ફિલ્મોનાં મુખ્ય કળાકારો તો હિંદી ફિલ્મના બહુ જ જાણીતા ચહેરા હતાં, પણ તે સાથે ફિલ્મનાં અમુક ગીતો માટે દક્ષિણ ભારતનાં કળાકારોને તક આપવામાં આવી. આ કળાકારોને દક્ષિણ ભારતનાં દર્શકો કદાચ ઓળખી શક્યાં હશે, પણ તે સિવાયનાં મોટા ભાગનાં દર્શકોએ ટાઈટલ્સમાં એમનાં નામ વાંચ્યાં પણ હોય ટાઈટલ્સનાં એ નામ અને પર્દા પર ગીત રજૂ કરી રહેલ ચહેરા સાથે ખાસ કોઈ સંધાણ ન સાદી શકાય...જેમ કે
આયે થે હઝૂર બન ઠન કે – મૈં ભી લડકી હૂં (૧૯૬૪) – ગાયક: મોહમ્મદ રફી સંગીતકાર: ચિત્રગુપ્ત  - ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
તમિળ ભાષામાં બનેલી મૂળ ફિલ્મ, 'નાનુમ ઓરૂ પેન્ન (ખરેખર તમિળ ઉચ્ચારો સાવ જ જદા હોઈ શકે છે) પરથી બનેલ આ ફિલ્મ હવે યુટ્યુબપર જોવા મળે છે. તેમાં ધર્મેન્દ્ર અને મીના કુમારી મુખ્ય ભૂમિકામાં હતાં. પણ રૂઠેલી પ્રેમિકાને મનાવવા માટે બાગબગીચામાં પ્રેમિકાની આસપાસ આંટા મારવાની, હિંદી ફિલ્મોની બહુ જ પ્રચલિત સીચ્યુએશનને રજૂ કરતાં આ ગીતનાં બંને પાત્રો દક્ષિણ ભારતનાં કળાકારો છે..

આ ગીતનાં જોડીદાર ગીતમાં હવે પ્રેમી ભાઈ વાંકા થયા છે અને તેમને મનાવવાનો વારો પ્રેમિકાનો છે
આયે થે હઝૂર બન ઠન કે - ગાયક આશા ભોસલે
બન્ને કળાકારોને આપણે આ રીતે બબ્બે વાર જોયા પછી પણ તેમને કદાચ ઓળખી નથી શક્યાં....

આ ઉદાહરણો પરથી એટલું તારણ નીકળે કે આવાં ગીતો પર્દા પર ક્યાં તો સાવ જ અનામી ગાયકના ફાળે જાય અથવા તો કળાકાર મુખ્ય ધારાનો જાણીતો ચહેરો ન હોય. પણ ગીતોની જ દૃષ્ટિએ જોઈએ તો  આ પ્રકારનાં દરેક ગીતોને અભ્યાસ માટે તેમજ તેમની મજા માણવા માટે અલગ જ વિષય તરીકે પણ જોઈ શકાય છે.
# આપણે જે ગીતોની વાત કરવા માગીએ છીએ તે ગીતો જાણીતાં જરૂર થયાં, પણ એ ગીતને પર્દા પર રજૂ કરનાર કળાકાર મુખ્ય પ્રવાહનાં, જાણીતાં, કળાકારો હતાં જ નહીં. આવાં ગીતો લોકપ્રિય પણ થયાં, પણ એને પર્દા પર રજૂ કરનાર કળાકાર ગુમનામ હતાં તો ગુમનામ જ રહ્યાં કે પછી ગીતની લોકપ્રિયતાના ચડતા સિતારાએ તેમની કારકીર્દીને ગર્દીશની બહાર લાવવામાં કોઈ જ ફાળો ન આપ્યો. આપણે જે ગીતોની વાત કરવા માગીએ છીએ તે ગીતોનાં પર્દા પરનાં ગાયકને ફિલ્મનાં ટાઈટલ્સમાં જો સ્થાન મળ્યું હશે તો આપણું તેના પર ધ્યાન પણ ગયું હોય.. ગીત બહુ જ ગમી ગયા પછી પણ એ કળાકારનું નામ જાણવા માટે બહુ ઉત્સુકતા પણ ન જાગી હોય...
આપણા વિષયને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઈએઃ
અય મેરે પ્યારે વતન તૂઝસે પે દિલ કુરબાં - કાબુલીવાલા (૧૯૬૧) – ગાયક: મન્ના ડે સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર
ગીતના માત્ર આટલા જ શબ્દો વાંચતાંની સાથે ઘણાં ચાહકોનાં મનમાં તો તેના પછીના શબ્દો - તૂ હી મેરી આરઝુ, તૂ હી મેરી આબરૂ, તુઝ પર દિલ કુરબાં - પણ યાદ આવી જ ગયા હશે. ગીત સાંભળતાંની સાથે જ ફિલ્મમાં અપ્રતિમ અભિનય આપનાર મુખ્ય કળાકાર બલરાજ સહાનીનો ચહેરો પણ કાબુલીવાલા તરીકે આપણાં મન સામે તરી જ રહે. પણ હવે આ ગીતને જોઈએ..... પર્દા પર ગીત કોણે ગાયું છે એ એ કળાકાર ઓળખાયા છે !!
આશા કરીએ કે આટલી પૂર્વભૂમિકા આજના વિષય માટે રસ જગાવવા માટે પૂરતી બની રહેશે.
આજે  આપણે જે ગીતો સાંભળ્યાં તેમાંથી એ ગીતોને પર્દા પર જે કળાકારોએ ભજવ્યાં તેમાંથી જે જે કળાકારો ઓળખી શકાયાં છે તેમની ઓળખ તમે પણ પ્રતિભાવ સ્વરૂપે આપી શકો છો. આપણે એવી બધી ઓળખની વિધિપુરઃસરની નોંધ આ ગુલદસ્તાના બીજા મણકામાં ૭મી મે, ૨૦૧૬ના રોજ લઈશું.
આ વિષય પર જેમ ઊંડાણમાં જઈએ તેમ તેમ તેમાં વધારેને વધારે રસપ્રદ સંભાવનાઓ ખુલતી જોવા મળે છે. હવે પછીના મણકા માટેનાં ગીતો માટે મારી તૈયારીઓ ચાલે છે તે દરમ્યાન આપની ધ્યાનમાં પણ જો આજના વિષયને અનુરૂપ ગીતો હોય તો તે જરૂરથી જણાવશો.
આ લેખમાળા માટે પ્રેરણા Ten of my favourite ‘Who’s that lip-synching?’ songs  પરથી મળેલ છે. એ લેખ અને તેના પરની ચર્ચાને આપણી આ લેખમાળાનો અધાર તરીકે લેવાની અનુમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડલનો હાર્દિક આભાર પણ માનીએ.

Saturday, December 6, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)


હિંદી ફિલ્મ જગતના બે બહુ જ લોકપ્રિય રોમૅન્ટિક નાયકો, દેવ આનંદ અને શમ્મી કપુર, એક સરખા પ્રકારની દસ પરિસ્થિતિઓમાંથી પસાર થતી વખતે જે અલગ રીતે રજૂ થતા જોવા મળતા રહ્યા છે તેમાંની ૪ પરિસ્થિતિઓ આપણે આ લેખના પહેલા ભાગમાં માણી ચૂક્યાં છીએ. હવે આગળ....

#૫# અમીર યુવક 'આમ છોકરી'ના પ્રેમમાં પડે, ત્યારે...

અમીરીગરીબીનાં અંતરે તો કંઈ કેટલીય પ્રેમકહાણીઓમાં પ્રાણ પૂર્યા છે.

તુઝે જીવનકી ડોર સે બાંધ લિયા હૈ, તેરે ઝુલ્મો સિતમ સર આંખો પર - અસલી નકલી (૧૯૬૨) | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
અમીર યુવકે 'આમ' છોકરીનું દિલ જીતવા 'મધ્યમ વર્ગ'ના થવાનો સ્વાંગ ભજવવો પડે, પણ આપણી ફિલ્મોમાં મધ્યમ વર્ગનાં છોકરા -છોકરી બાગોમાં ગીત તો ફાંક્ડાં જ ગાય !

 મુઝે કિતના પ્યાર હૈ તુમસે, અપને હી દિલસે પૂછો તુમ, જિસે દિલ દિયા હૈ વો તુમ હો, મેરી ઝિંદગી તુમ્હારી હૈ - દિલ તેરા દિવાના (૧૯૬૨) - સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર

પહેલાંની પરિસ્થિતિમાંથી દેવ આનંદને કાઢીને શમ્મી કપુરને મૂકી દો એટલો જ ફેર કરવો પડે આ ફિલ્મમાં; અને હા, હીરોઈનો પણ બદલવી પડે ! એ જ સંગીતકાર બંને ગીતોમાં છે, પણ બંને હીરોની ઈમેજને બંધ બેસતી ધૂન બનાવવાની હથોટી આ બંને ગીતોને અલગ જ અંદાજ બક્ષે છે.


#૬# ચીડાઈ ગયેલી પ્રેમિકાને ગીત ગાઈને રીઝવવી '૬૦ના દાયકાના લગભગ દરેક હીરો એકેએક ફિલ્મમાં 'રૂઠી હુઈ હસીના"ને મનાવવાની કળામાં માહિર હતા.

માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગવારા નહીં - પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) | સંગીતકાર : સચીન દેવ બર્મન - ગાયક : કિશોરકુમાર


નાયક નાયિકાને ખીજવી ખીજવીને રીઝવી લે છે. દિગ્દર્શક વિજય આનંદે ગીતનાં ફિલ્માંકનમાં સાઈકલ અને બેડમિન્ટન રૅકૅટને પણ મહત્ત્વનાં પાત્ર બનાવી દીધાં છે.

 દિવાનેકા નામ તો પૂછો કામ તો પૂછો ચાહે ફિર ન મિલના - એન ઈવનીંગ ઈન પૅરિસ | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી

શમ્મી કપુરનાં તોફાનોને વાચા આપવા આપવામાં રફી 'લાઉડ' બની ગયા હતા - ગીતના અંતમાં રફી સાહેબનાં ઊંચા સૂરનો લાં….બો આલાપ સાંભળજો - એવી લાગણી એક વર્ગમાં ઘર કરવા લાગી હતી, જેને પરિણામે નાયકોની બદલતી પેઢીમાં કિશોર કુમાર થોડાં વર્ષો પછી મોખરાનું સ્થાન મેળવી શક્યા એવી વિચારધારા પણ '૭૦ના દાયકામાં બળવત્તર બની એમ કહેવાય છે.


#૭# અજાણ્યાં લોકોની સાથે નાયિકાની પહેચાન કરાવવી

આ પરિસ્થિતિ માટે શમ્મી કપુરનું જે ગીત પસંદ કર્યું છે તેની પાછળ જ એક બહુ રસિક કહાની છે. એટલે ક્ર્મ ઉલટાવી પહેલાં શમ્મી કપુરને જોઈએ.

'તીસરી મંઝિલ' માટે પહેલાં તો દેવ આનંદ નક્કી થયા હતા. પણ સંજોગવશાત ફિલ્મ આવી શમ્મી કપુરના ફાળે. દિગ્દર્શક નાસીર હુસૈને 'દિવાના મુઝસા નહીં', 'તુમને મુઝે દેખા', ‘ઓ મેરે સોના રે સોના' તો દેવ આનંદ માટે પણ એ જ સ્વરૂપે રાખ્યાં હોત, પણ 'આજા જા મૈં હું પ્યાર મેરા' કે ' ઓ હસીના ઝુલ્ફોંવાલી'ને દેવ-સ્પર્શ આપવો પડ્યો હોત !

જો કે 'દેખીયે સાહીબોં,વો કોઈ ઔર થી' [તીસરી મંઝિલ (૧૯૬૬) | સંગીતકાર - રાહુલ દેવ બર્મન | ગાયક મોહમ્મદ રફી]ને પણ દેવ સા'બ તેમની ઝૂમતી અદામાં ન્યાય તો આપી શકત.



યે હી તો હૈ વોહ, યહી તો હૈ - સોલવાં સાલ (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી

એકદમ ચુલબુલું, મીઠડું ગીત.

આ બંને ગીતોમાં, લગભગ દસ વર્ષોમાં રફી સાહેબની શૈલીમાં આવેલા બાહ્ય બદલાવની આલબેલ સંગીતકારની બદલી રહેલી પેઢીમાં પણ સંભળાય છે. તેમની કારકિર્દીના છેલ્લા દસકામાં રફી સા'બને પાછળ પાડી દેનારાં પરિબળોમાં નાયકોની બદલતી પેઢીની સાથે સંગીતકારોની પણ બદલતી પેઢીએ પણ કંઈક અંશે ફાળો તો ભજવ્યો. 
  
#૮# પ્રેમિકાનું મન જીતવા છોકરીઓની પિકનિકમાં

'૫૦ અને '૬૦ના દાયકાઓમાં પાર્ટીઓ અને પિકનિકો એ શહેરી યુવાન સમાજના આધુનિક હોવાનાં પ્રમાણપત્ર તરીકે ફિલ્મોમાં દર્શાવાતાં. પ્રેમને પાંગરવા માટે પિકનિક અને પ્રેમને જાહેર કરવા કે તૂટેલા સંબંધની જાહેરમાં ખાનગી રજૂઆત માટે પાર્ટી આદર્શ 'ફોર્મ્યુલા' પરિસ્થિતિ ગણાતી .
યે દુનિયાવાલે પૂછેંગે - મહલ (૧૯૬૯) | સંગીતકાર : કલ્યાણજી આનંદજી | ગાયક : કિશોર કુમાર

પિકનિક હોય કે પાર્ટી, નાયક (કે નાયિકા) સામેનાં પાત્ર માટે ગીત ગાય તેને માટે મિત્રો (કે મહેમાનો) સાંભળ્યા છતાં ન સમજ્યાં કરીને પૂરેપૂરી સગવડ કરી આપતાં.


 તુમ સે અચ્છા કૌન હૈ, લેલો જિગર લો જાન લો - જાનવર (૧૯૬૫) | સંગીતકાર : શંકર જયકિશન | ગાયક : મોહમ્મદ રફી

જો કે આ ગીતમાં બહેનપણીઓ હોંશેહોંશે નાયકની મદદમાં નીકળી પડી છે.
 આડ વાત :
લાલ છડી મૈદાન ખડી (જાનવર), મેઘા રે બોલે ઘનન ઘનન (દિલ દેકે દેખો) કે અય ગુલબદન (પ્રોફેસર) જેવાં ગીતો પરથી શમ્મી કપુર તો છોકરીઓની પિકનિકમાં ભળી જવામાં નિપુણ ગણી શકાય એવાં પાત્રોમાં બહુ સ્વાભાવિકતાથી ગોઠવાઈ જતો હોય તેવું લાગે છે ને ! Smile
#૯# ક્લબ, ખલનાયકો અને છદ્મવેશમાં નાયક

હિંદી ફિલ્મોમાં હંમેશાં બનતું આવ્યું ,છે તેમ હીરોના વેશપલટાને કારણે ખલનાયકો તેને ઓળખી ન શકે, પણ પ્રેક્ષકને તો આ પરિસ્થિતિમાં મજા પડી જ જાય.

ગુસ્તાખ નઝર ચહેરેસે હટા - જાલી નોટ (૧૯૬૦) | સંગીતકાર - ઓ પી નય્યર | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે

નાયક પોલીસ અફસર છે એટલે વેશ પલટો કરીને ગુંડાઓની વચ્ચે પહોંચી તો જાય છે, પણ ચુલબુલી નૃત્યાંગના હંમેશની જેમ વચ્ચે પડે, એટલે આપણા નાયક પણ ગીત ગાઈ લે, થોડુંઘણું ક્લેરીનેટ પણ વગાડી લે.

ધોખા ખાયેગી ન યારોંકી નઝર - સીંગાપોર (૧૯૬૦) | સંગીતકાર : શંકર જયકિશન |ગાયકઃ મોહમ્મદ રફી


અહીં પણ આમ તો પરિસ્થિતિ સરખી જ છે, પણ આ વખતે હીરો શમ્મી કપુર છે, એટલે તે પણ બે ઘડી નાચવાગાવાની મોજ પણ માણી લે છે.
 


#૧૦# નિરાશાને શરાબના નશામાં ડુબાડી દેવી

દેવ આનંદે શરાબીની દાર્શનિક, મોજમજા, ગાંડીઘેલી કે ઉદાત્ત કે અહીં રજૂ કરી છે તેવી ગમને શરાબના જામમાં ડુબાડી દેવાવાળી ભૂમિકાઓ ઘણી કરી છે. જેની સરખામણીમાં શમ્મી કપુરની તો ગમમાં ડૂબેલા શરાબીનું આ એક પાત્ર જ યાદ આવે છે.

દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ (૧૯૬૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન |ગાયક : મોહમ્મદ રફી

ફિલ્મનાં પોતાનાં પાત્ર સાથે તેની પ્રેમિકાને છેતરવાની હદ સુધી પહોંચી ગયેલા નાયક માટે થતા અણગમાને પણ ગીતની ભાવુક રજૂઆત જાણે નશામાં ડુબાડીને હળવો કરી નાખે છે અને એ માટે ગીતકાર, ગાયક, સંગીતકાર અને દિગ્દર્શકને દાદ તો દેવી જ પડે !

હૈ દુનિયા ઉસીકી , જમાના ઉસીકા, મહોબ્બતમેં જો હો ગયા હો કિસીકા - કાશ્મીરકી કલી (૧૯૬૪) | સંગીતકાર : ઓ પી નય્યર |ગાયક : મોહમ્મદ રફી

અહીં ફરક માત્ર એટલો છે કે નાયકે ગમના દરિયામાં જાતે જઈને ડૂબકી નથી મારી, સંજોગો તેને ડૂબકીઓ ખવડાવી રહ્યા છે. એટલે પોતાના પ્રેમ માટેના આંસુભર્યા પસ્તાવાને બદલે અહીં નાયકને પોતાના એ પ્રેમ માટે ગર્વ છે.







"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર