Showing posts with label Rajkumari. Show all posts
Showing posts with label Rajkumari. Show all posts

Thursday, November 9, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : રાજકુમારી



૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોમાં આપણે સુરૈયા, ગીતા રોય અને શમશાદ બેગમનાં
સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના આ અંકમાં આપણે રાજકુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.. રાજકુમારીનો બહુ સક્રિય કાળ મહદ અંશે વીન્ટેજ એરામાં વધારે રહ્યો હતો. તેમ છતાં વીન્ટેજ એરાથી સુવર્ણ કાળના સંક્રાંતિ કાળનાં વર્ષો દરમ્યાન પણ તેમની હાજરી નોંધપાત્ર રહી છે.
આપણે હજૂ સુધી સાંભળી ચૂકેલ સ્ત્રી પાર્શ્વગાયકોની સરખામણીમાં ૧૯૪૮નાં વર્ષ દરમ્યાન રાજકુમારીનાં ગીતો સંખ્યાની દૃષ્ટિએ ઓછાં જરૂર કહી શકાય, પરંતુ વીન્ટેજ એરા તેમ જ સુવર્ણ કાળ એમ બન્ને સમયગાળાનાં હિંદી ફિલ્મનાં ચાહકોને આજના અંકનાં ગીતો સંભાળવાનું ગમશે જરૂર તેટલું તો ચોક્કસપણે કહી શકાય.
વો પૂછતે રહે હમ હાલ-એ-દિલ બતા ન શકે - આપ બીતી - હરિ ભાઈ - જી.એસ. નેપાલી 
મોપે ડારો ના તીરછી નજ઼રિયા, મોરે અંગના આઓ પરદેસીયા - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ચાર દિનો કા મેલા સાજન જરા બાલમ જરા મેલા દેખ લો - હુઆ સવેરા  - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
દીવાના બના ડાલા હો દીવાના બના ડાલા - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી 
મૈં હો ગયી દીવાની તેરી યાદ મેં - સત્યનારાયણ - હંસરાજ બહલ - સેવક
મન મેં લાગી આગ સજનવા મન મેં લાગી આગ - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
દુખ કે દર્દ કે મારોં કા કૌન સૂને ફસાના -  ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
છોટા સા મન્દિર હૈ કહીં ભૂલ ના જાના - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
ન કીસીકી આંખ કા નૂર હૂં - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - મુઝ્તર ખૈરાબાદી 
આટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં જોવા મળ્યાં, પણ તેની સૉફ્ટ લિંક નથી મળી શકી
જુગ જુગ જિયે હો લલ્લા હમારા - આપ બીતી - હરિ ભાઈ - હસરત લખનવી
છાયી વૃંદાવનમેં ભોર ઊઠા કે ઘૂંઘટ શ્યામ નિશા કા - અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ. એ.
પ્રેમી કી નિશાની રાતોં કો નીંદ ન આયે - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી મૈં ઝૂલુંગી ઝૂલા સખીયોં બોલો કૌન ઝૂલાયે હો - સત્યનારાયણ - હંસરાજ બહલ – સેવક
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં સુરીન્દર કૌરનાં  સૉલો ગીતો સાંભળીશું.

Thursday, September 15, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી સૉલો ગીતો



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, આશા ભોસલે તથા સુરીન્દર કૌર, ઉમા દેવી તથા મીના કપૂર, અને   લલિતા દેઉલકર, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો, ઝીનત બેગમ તથા પુષ્પા હંસનાં સૉલો ગીતોને ચર્ચાની વિગતે એરણે સાંભળી ચૂક્યાં છીએ.
લતા મંગેશકર સિવાયનાં અન્ય ગાયિકાઓનાં ૧૯૪૯નાં વર્ષનાં સૉલો ગીતો પૈકી કેટલાંક તો સદાબહારની કક્ષાનાં જ છે. એટલે એ ગીતો તો  પસંદની યાદીમાં  આપોઆપ જ પોતાની જગ્યા બનાવી લે છે. એક જ ફિલ્મનાં એકથી વધારે ગીતો પણ આ કક્ષાનાં છે. એવા કિસ્સાઓમાં મેં મારી પસંદને અહીં અગ્રતા આપીને એક ફિલ્મનું એક જ ગીત અહીં મૂક્યું છે.
જો કે મોટા ભાગનાં અન્ય ગાયિકાઓનાં ૧૯૪૯નાં ગીતો આપોઆપજ પસંદ થી જાય તે કક્ષાની ન તો લોકચાહના પામ્યાં હતાં કે નથી મેં એટલાં સાંભળ્યાં કે તેમના માટે આપોઆપ જગ્યા બને. આથી મેં આ બધાં ગાયિકાઓના ૧૯૪૯નાં ગીતોમાંથી કમસે કમ એક ગીત તો પસંદ કરવું જ એમ નક્કી કર્યું.
આ બંને ગણતરીઓના આધારે મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી સૉલો ગીતો આ રહ્યાં –


૧૯૪૯નાં વર્ષ માટે શ્રેષ્ઠ અન્ય પાર્શ્વગાયિકા અને શ્રેષ્ઠ ગીત માટે હવે મેં ત્રણ વિકલ્પો માટે બોલી લગાવી છે -

સુરૈયા - વોહ પાસ રહે યા દૂર રહે નઝરોંમેં સમાયે રહતે હૈં (બડી બેહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી)
શમશાદ બેગમ - ન બોલ મોરે અંગના પી પી પછી જા રે જા (દુલારી - નૌશાદ - શકીલ બદાયુની)
રાજકુમારી - ઘબરા કે જો હમ સર ટકરાયે તો અચ્છા હો  (મહલ - ખેમચંદ પ્રકાશ - નખ઼શબ જારચવી)
                          ત્રણમાંથી નક્કી કોઈ પણ થાય, મને તો ગમતું જ મળશે....

સોંગ્સ ઑફ યોર દ્વારા પણ , હવે સુસ્થાપિત થઈ ચૂકેલ પ્રથા મુજબ, બધાં જ વાચકોના આ વિષયના દૃષ્ટિકોણ સાથે લેખકના પોતાના દૃષ્ટિકોણને સંતુલિત કરતી સમીક્ષા, Best songs of 1949: Wrap Up 2, રજૂ કરાયેલ છે. અહીં શમશાદ બેગમ અને તે પછી સુરૈયાને એમ શ્રેષ્ઠતાના અનુક્રમને નક્કી કરવામાં આવેલ છે.
  
હવે પછી આપણે ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે  લતા મંગેશકરનાં સૉલો ગીતો સાંભળીશું.