૧૯૪૯નાં જાણીતાં
અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, શમશાદ
બેગમ, રાજકુમારી, આશા
ભોસલે તથા સુરીન્દર કૌર, ઉમા
દેવી તથા મીના કપૂર, અને લલિતા
દેઉલકર, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો, ઝીનત બેગમ તથા પુષ્પા હંસનાં સૉલો ગીતોને
ચર્ચાની વિગતે એરણે સાંભળી ચૂક્યાં છીએ.
લતા મંગેશકર
સિવાયનાં અન્ય ગાયિકાઓનાં ૧૯૪૯નાં વર્ષનાં સૉલો ગીતો પૈકી કેટલાંક તો સદાબહારની
કક્ષાનાં જ છે. એટલે એ ગીતો તો પસંદની
યાદીમાં આપોઆપ જ પોતાની જગ્યા બનાવી લે
છે. એક જ ફિલ્મનાં એકથી વધારે ગીતો પણ આ કક્ષાનાં છે. એવા કિસ્સાઓમાં મેં મારી
પસંદને અહીં અગ્રતા આપીને એક ફિલ્મનું એક જ ગીત અહીં મૂક્યું છે.
જો કે મોટા
ભાગનાં અન્ય ગાયિકાઓનાં ૧૯૪૯નાં ગીતો આપોઆપજ પસંદ થી જાય તે કક્ષાની ન તો લોકચાહના
પામ્યાં હતાં કે નથી મેં એટલાં સાંભળ્યાં કે તેમના માટે આપોઆપ જગ્યા બને. આથી મેં
આ બધાં ગાયિકાઓના ૧૯૪૯નાં ગીતોમાંથી કમસે કમ એક ગીત તો પસંદ કરવું જ એમ નક્કી
કર્યું.
આ બંને ગણતરીઓના
આધારે મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી સૉલો ગીતો આ રહ્યાં
–
- સુરૈયા - વોહ પાસ રહે યા દૂર રહે નઝરોંમેં સમાયે રહતે હૈં - બડી બેહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
- સુરૈયા - તેરા ખયાલ દિલસે ભૂલાયા ન જાયેગા - દિલ્લગી - નૌશાદ - શકીલ બદાયુની
- ગીતા રોય (દત્ત) - એક યાદ તેરી જીને કા સહારા - તારા - વિનોદ – અઝીઝ કશ્મીરી
- શમશાદ બેગમ - ન બોલ મોરે અંગના પી પી પછી જા રે જા - દુલારી - નૌશાદ - શકીલ બદાયુની
- શમશાદ બેગમ - નહીં ફરીયાદ કરતે હમ, તુમ્હેં બસ યાદ કરતે હૈં - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
- રાજકુમારી - ઘબરા કે જો હમ સર ટકરાયે તો અચ્છા હો - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ઼શબ જારચવી
- રાજકુમારી - હે ચંદ્રવદન, ચંદા કી કિરન, તુમ કિસકા ચિત્ર બનાતી હો - રામ વિવાહ - શંકર રાવ વ્યાસ
- આશા ભોસલે - હૈ મૌજ મેં અપને બેગાને, દો ચાર ઈધર દો ચાર ઉધર - રાત કી રાની - હંસ રાજ બહલ - આરઝૂ લખનવી
- સુરીન્દર કૌર - ક્યા તુમ ન આઓગે, ઉમિંદોં પે ઉદાસી છાયી હુઈ હૈ - કનીઝ - ગુલામ હૈદર - હરીશચંદ્ર અખ્તર
- ઉમા દેવી - દિલ દેકે પછતા ગયે હમ - એક તેરી નિશાની - સાર્દુલ ક્વાત્રા - સર્શાર શૈલાની
- મીના કપૂર - મેરી યાદ તૂ અપને દિલ સે ભૂલા - રૂમાલ - અઝીઝ ખાન - નઝીમ પાનીપતી
- લલિતા દેઉલકર - મેરે દિલ કો ખિલોના ન સમજ ના સનમ - સાંવરિયા - સી રામચંદ્ર - પી એલ સંતોષી
- અમીરબાઈ કર્ણાટકી - પહને પીલા રંગકી સારી - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ
- હમીદા બાનો - ઘડી ઘડી તેરી યાદ સતાયે - જનમપત્રી - ગુલશ્ન સુફી - અઝીઝ કશ્મીરી
- ઝીનત બેગમ - ઘટ કારી મતવારી આયી - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી
- પુષ્પા હંસ - દિલ-એ-નાદાન તૂઝે હુઆ ક્યા હૈ - અપના દેશ - પુરુષોત્તમ - મિર્ઝા ગ઼ાલિબ
૧૯૪૯નાં વર્ષ માટે શ્રેષ્ઠ અન્ય પાર્શ્વગાયિકા અને શ્રેષ્ઠ ગીત માટે હવે મેં ત્રણ વિકલ્પો માટે બોલી લગાવી છે -
સુરૈયા - વોહ પાસ રહે યા દૂર રહે નઝરોંમેં સમાયે રહતે હૈં (બડી બેહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી)
ત્રણમાંથી નક્કી કોઈ પણ થાય, મને તો ગમતું જ મળશે....
સોંગ્સ ઑફ યોર દ્વારા પણ , હવે સુસ્થાપિત થઈ ચૂકેલ પ્રથા મુજબ, બધાં જ વાચકોના આ વિષયના દૃષ્ટિકોણ સાથે લેખકના પોતાના દૃષ્ટિકોણને સંતુલિત કરતી સમીક્ષા, Best songs of 1949: Wrap Up 2, રજૂ કરાયેલ છે. અહીં શમશાદ બેગમ અને તે પછી સુરૈયાને એમ શ્રેષ્ઠતાના અનુક્રમને નક્કી કરવામાં આવેલ છે.
હવે પછી આપણે ૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે લતા મંગેશકરનાં સૉલો ગીતો સાંભળીશું.
No comments:
Post a Comment