'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના સપ્ટેમ્બર, ૨૦૧૬ અંકમાં
આપ સૌનું સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૬નો અંક
આપણે મોહમ્મદ રફીની ૩૬મી મૃત્યુતિથિની યાદની અંજલિ સ્વરૂપે રજૂ કર્યો હતો. હવે,
સપ્ટેમ્બર, ૨૦૧૬નો આજનો અંક આપણે મુકેશ (૨૨ જુલાઈ
૧૯૨૩ - ૨૭ ઓગ્સ્ટ, ૧૯૭૬)ની ૪૦મી મૃત્યુ તિથિની અંજલિ સ્વરૂપે
રજૂ કરીએ છીએ..
સોંગ્સ ઑફ યોર પર મુકેશની મૃત્યુ તિથિની અંજલિ રૂપે
મુકેશનાં વીન્ટેજ એરાનાં યુગલ ગીતો પરનો એક બહુ જ મુકેશની આરંભકાળની કારકીર્દીનું
એક મહત્ત્વનું પાસું સમજવા માટે ખૂબ જ પ્રાસંગિક અને એ સાથે એટલો જ રસપ્રદ લેખ - Mukesh’s
vintage duets, - રજૂ કરાયો
છે. લેખકશ્રી અને સક્રિય વાચક મિત્રોએ ત્યાં બધાં જ મુકેશની કારકીર્દીથી માંડીને
વીન્ટેજ એરાની છેલ્લી સાલ ગણી શકાય એવાં ૧૯૪૯નાં વર્ષ સુધીનાં બધાં જ ગીતો માણવાનો
મંચ ત્યાં ખડો કરી દીધો છે..
એટલે આપણે આજના અંકમાં મુકેશનાં
વીન્ટેજ એરાનાં સૉલો ગીતોને યાદ કરીશું. આપને યાદ કરાવી લઉં કે આપણે સમાંતરે ચાલી
રહેલ ૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર શ્રેણીમાં મુકેશનાં સૉલો ગીતો ની વિગતે ચર્ચા કરેલ છે.
આજની ચર્ચા પૂરતું મેં જે
કોઈ ફિલ્મમાં મુકેશનું એકથી વધારે સૉલૉ ગીત છે તેમાંથી કોઈ એક જ ગીત અહીં મૂકેલ
છે.
વીન્ટેજ એરાનું છેલ્લું
વર્ષ હોવા ઉપરાંત મુકેશની કારકીર્દીમાં ૧૯૪૯નું વર્ષ એક બીજું મહત્ત્વ
ધરાવતું જોવા મળે છે. આ વર્ષે મુકેશે સુવર્ણ યુગની 'ત્રિમુર્તિ'ઓ સમા રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર માટે એક જ વર્ષમાં ઊપરા
ઉપરી બીજાં વર્ષમાટે ગીતો ગાયાં. આ પહેલાં મુકેશ પોતાનો અવાજ આ દરેક ઊભરતા
સિતારાઓની કારકીર્દીની છેક શરૂઆતથી તેમના માટે જૂદી જૂદી ફિલ્મોમાં ગીત તો ગાતા જ
આવ્યા હતા.તેમનાં ગીતોને વિવેચકો અને સંગીત ચાહકની બહુ ઊંચી દાદ પણ આ પહેલાં એ
ફિલ્મોનાં ગીતો માટે મળી ચૂકી હતી.
રાજ કપૂર :
૧૯૪૯ સામાન્યતઃ રાજ
કપૂરની અભૂતપૂર્વપણે સફળ રહેલી ફિલ્મ 'બરસાત' માટે
તો ફિલ્મ જગતના ઈતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે જ છે. નોંધનીય વાત એ છે કે 'બરસાત'માં રાજ કપૂર
ફિલ્માવાયેલું એક માત્ર સૉલો ગીત મોહમ્મદ રફીએ ગાયું છે. ગીતોની દૃષ્ટિએ 'બરસાત' એ માત્ર લતા મંગેશકરની જ
ઋતુ હતી. મુકેશના ફાળે બે યુગલ ગીતો જ આવેલાં, જે બંને એકબીજાનાં સામા છેડાનાં કહી શકાય એવાં હતાં.
જોકે મુકેશ બંને ગીતોને બરાબર ન્યાય કરી શકયા હતા એ વાતની પણ નોંધ તો લેવી જ રહી.
બહારોંને જિસે છેડા વો
સાઝ-એ-જવાની હૈ - સુનેહરે દિન - જ્ઞાન
દત્ત - શેઝવાન રીઝ્વી
મુકેશની રાજ કપૂરના અવાજ
તરીકેની જે એક આગવી ઓળખ '૫૦
અને તે પછીના દાયકાઓમાં પ્રસ્થાપિત થઈ તેનાં એંધાણ અહીં બહુ ચોક્કસપણે જોવા મળે
છે.
દેવ આનંદ :
યે દુનિયા હૈ... યહાં દિલ
કા લગાના કિસ કો આતા હૈ - શાયર - લતા મંગેશકર
સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
૧૯૪૯માં દેવ આનંદ માટે
મુકેશે ગાયેલાં ગીતોમાં કોઈ સૉલો ગીત નથી મળ્યું, એટલે એક બહુખ્યાત યુગલ ગીત આપણે અહીં લીધેલ છે.
દિલીપ કુમાર:
'અંદાઝ'માં દિલીપ કુમારની સાથે રાજ કપૂર પણ બહુ મહત્ત્વની ભૂમિકામાં હતા. દિલીપ કુમારનું પાત્ર તો તેમની અત્યાર સુધી ઊભી થયેલી ઓળખને અનુરૂપ હતું, પણ રાજ કપૂરનું પાત્ર બહુ જ એન્ટિ-હીરો પ્રકારનું હતું. પર્દા પર 'અંદાઝ'નાં દિલીપ કુમારે ગાયેલાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં હતાં અને રાજ કપૂરે ભજવેલાં મોહમ્મદ રફીના સ્વરમાં. એ સમયે કોઈને ખબર નહીં હોય કે હવેના દસકાઓમાં આ બાબતે સાવ જ, અને કાયમી, ઊલ્ટી ગંગાનાં ઘોડાપૂર વહેવા લાગી ગયાં હશે!
ટૂટે ના દિલ ટૂટે ના - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી
આપણે હવે આપણા વિષયના સમયખંડના એક અંતિમ પરથી શરૂઆતના છેડા તરફ કાંટૉ ફેરવી દઈશું....
૧૯૪૧ :
દિલ હી બુઝા હુઆ તો ફ઼સલ-એ-બહાર ક્યા - નિર્દોષ - અશોક ઘોષ - નિલકંઠ તિવારી
આ ગીતને ફાળે મુકેશનું હિંદી ફિલ્મ ગીત હોવાનું છોગું છે તો ફિલ્મને ફાળે પણ એક છોગું મુકેશની કારકીર્દીના સંદર્ભમાં છે - મુકેશે પોતે અભિનય પણ કર્યો હોય એવી આ પહેલી ફિલ્મ છે.
૧૯૪૨ :
આ વર્ષમાં મુકેશે અભિનય કર્યો હોય એવી બીજી ફિલ્મ - દુઃખસુખ - પણ આવી. આ ફિલ્મમાં મુકેશનાં સિતારા(કાનપુરવાળાં) સાથે બે યુગલ ગીતો છે. ફિલ્મના સંગીત નિર્દેશક, ખેમચંદ પ્રકાશ એટલી લાંબી જીવનરેખા લખાવીને નહોતા આવ્યા કે સુવર્ણ યુગનાં લતા મંગેશકરમાટે બધા જ દરવાજા ખોલી કાઢનાર ગીત - આયેગા આનેવાલા- રચ્યા પછીના સમયમાં મુકેશ પણ જે સ્થાને પહોંચવાના હતા તેને તેમ જ ખેમચંદ પ્રકાશની પોતાની આગવી શૈલીને અનુરૂપ કોઈ સૉલો ગીત બંનેનાં સંયોજનથી બને !
૧૯૪૩:
મુકેશના અભિનય સાથેની ત્રીજી ફિલ્મ - આદાબ અર્ઝ. આ ફિલ્મમાં મુકેશ એક રઈસ મુસ્લીમ યુવકની ભૂમિકા ભજવે છે જે પોતાના માળીની દીકરીને પરણે છે.. ફિલ્મનું સંગીત જ્ઞાન દત્તે નિર્દશિત કર્યું હતું. ફિલ્મમાં મુકેશના ફાળે કોઈ ગીત ગાવાનું આવ્યું નથી...જ્ઞાન દત્ત અને મુકેશ ફરી ૧૯૪૯માં 'સુનેહરે દિન'માં સાથે કામ કરી શકયા.
૧૯૪૪માં મુકેશનામ ગીત સાથેની એક ફિલ્મ - ઉસ પાર- જરૂર પ્રદર્શિત થઈ, પણ ફિરોઝ નિઝામીના સંગીતમાં મુકેશેને ફાળે કુસુમ સાથે એક માત્ર યુગલ ગીત - જરા બોલો રી હાં - ગાવાનું આવ્યું.
૧૯૪૫ મુકેશની કારકીર્દીમાં નવા અધ્યાય સમાં સીમાચિહ્ન તરીકે યાદ કરાશે. આ વર્ષે તેમને અનિલ બિશ્વાસનાં સંગીત નિદર્શન હેઠળ દિલ જલતા હૈ જેવું એક નવી જ કેડી કંડારતું સૉલો ગીત ગાવાની તક મળી ! ગીતમાં ભલે મુકેશ કે એલ સાયગલના પડછાયામાં જ રહ્યા પણ હવે તેમની ઓળખનું વજન પડવા લાગ્યું હતુ.ફિલ્મમાં એક બીજું પણ સૉલો ગીત છે -
તય કર કે બડી દૂરસે પૂરપેચ નગરિયા - પેહલી નઝર - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ'
૧૯૪૫માં મુકેશે એક બીજી ફિલ્મ માટે પણ ફરી મોતીલાલ માટે જ ગીત ગાયાં. બુલો સી રાનીએ તર્જબધ્ધ કરેલ હસીનોં કો હસીનોસે મુહોબ્બત હો હી જાતી હૈ જેવું ખાસ્સું લોકપ્રિય ગીત ગવડાવ્યું. આ ગીતમાં પણ સાયગલનો ઓછાયો તો છે. આપણે ફિલ્મમાં મુકેશનું બીજું એક સૉલો ગીત છે તે સાંભળીશું
માના કે તુમ હસીન હો એહલ-એ-શબાબ હો - મૂર્તિ - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર ચંદ્ર
સાયગલ જો ગ઼ઝલની શૈલીનાં ગીતો માટે ખ્યાત હોય તો તેમના પદચિહ્નો પર પગલાં ભરતો ગાયક એ શૈલીનો પ્રયોગ તો કરે જ ....
ચેહરામાં શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત હતું અને એક સૉલો ગીત હતું -
ઓ પ્રાણી ક્યા સોચે ક્યા હોવે - ચેહરા - એમ એ મુખ્તાર - ઈશ્વર ચંદ્ર કપૂર
કિયે જા પ્યાર કિયે જા ન હિમ્મત હાર, કભી ઈન્કાર કભી ઈકરાર - રાજપુતાની - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
આગ઼ાઝ ચલા, અન્જામ ચલા, વહ રોતા હુઆ નાકામ ચલા - રસીલી - નારાયણ સાથે - લખ્યું અને તર્જ બનાવી: હનુમાન પ્રસાદ
બીતે દિનમાં એક સૉલો ગીત છે -
અર્શો પે સિતારા હૈ વોહ - બીતે દિન - પંડિત દિનકર રાવ - પંડિત ફાની / એચ. તનવીર (?)
દો દિલમાં સુરૈયા સથે બે અને રાજકુમારી સાથે એક યુગલ ગીત ઉપરાંત ત્રણ સૉલો ગીતો પણ છે. આપણે એ પૈકી એક જ અહીં મૂક્યું છે -
જિયા બેઈમાન.. બસમેં પરાયે હૈ, ઘડી ઘડી ભર આયે હૈ - દો દિલ - પંડિત ગોવિંદરામ - ડી એન મધોક
શ્રી કમલ નેત્ર સ્તોત્રમ્- નીલ કમલ - બી. વાસુદેવ
ફિલ્મનાં ટાઈટલ્સમાં આ ગીત ગવાય છે.
છીન લે આઝાદીમાં શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત છે જ્યારે ડાક બંગલામાં સુરૈયા સાથે એક યુગલ ગીત છે.
તોહફામાં હમીદા બાનુ સાથેનાં બે યુગલ ગીતો ઉપરાંત ત્રણ સૉલો ગીતો પણ છે.–
કિસને છેડા મન કા તાર - તોહફા - એમ એ રૌફ - શાંત અરોરા
આપણે મુકેશનાં ગીતોની વિન્ટેજ સફરનાં આપણાં વર્તુળના છેલ્લા તબક્કામાં હવે આવી પહોંચ્યાં છીએ.
૧૯૪૮માં મુકેશ બહુ ઘણા સંગીતકારો સાથે કામ કરતા જોવા મળવા લાગે છે.
અન્જુમનમાં શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત છે અને એક તેમનું સૉલો ગીત છે -
વોહ તીર કલેજે પર ઈક શોખને મારા હૈ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ગુંજનમાં મુકેશનાં બે સૉલો ગીત છે, આપણે એ પૈકી એક અહીં લીધેલ છે :
કોઈ દિન ઝિંદગી કે ગુનગુનાકર હી બિતતા હૈ - અશોક ઘોષ - સરસ્વતી કુમાર 'દીપક'
પરદેસી (ગ઼ુલામ હૈદર)માં પણ લતા મંગેશકર સાથે એક યુગલ ગીત છે, જેને આ બંનેની સથેની લાંબી ઈનિંગ્સનો પ્રારંભ ગણી શકાય.
પરદેશી મહેમાનમાં એક યુગલ ગીત હમીદા બાનુ સાથે અને એક સૉલો ગીત હતાં -
હોશીયાર નૌજવાન, જલ રહા તેરા મકાન, જલ રહ અતેરા હિન્દોસ્તાન - પરદેસી મહેમાન - હંસરાજ બહલ - પંડીત ઈન્દ્ર
તુમ બીના સૂના જીવન મેરા - શ્રી રામભક્ત હનુમાન - એસ એન ત્રિપાઠી - પંડિત ઈન્દ્ર / બી.ડી મિશ્ર(?)
સુહાગ રાતમાં રાજકુમારી સાથે એક યુગલ ગીત અને એક સૉલો ગીત છે -
લખિ બાબુલ મોરે કાહે કો દીન્હી બિદેસ - સ્નેહલ (ભાટકર) - અમીર ખુસરો
મેરે સપનોંકી રાની રે - વીણા - અનિલ બિશ્વાસ - પંડિત નરેન્દ્ર શર્મા
ઝિંદા હૂં ઈસ તરાહ કે જિંદગી નહીં - આગ - રામ ગાંગુલી - બેહઝાદ લખનવી
'આગ' રાજ ક્પૂરની દિગ્દર્શનની એક અદ્ભુત કારકીર્દીનું પહેલું પગથિયું હતું એ તો આપણને બધાંને સુવિદિત જ છે.
બહે ના કભી નૈન સે નીર, ઊઠી હો ચાહે મનમેં પીર- વિદ્યા - એસ ડી બર્મન - યશોદા નદન જોશી
દિલીપ કુમારની બે ફિલ્મો - અનોખા પ્યાર અને મેલા-માં મુકેશે દિલીપ કુમાર માટે કંઠ આપ્યો.
જીવન સપના તૂટ ગયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝિયા સરહદી
મેલામાં શમશાદ બેગમ સાથેનાં ત્રણ યુગલ ગીતોએ અને એક સૉલૉ ગીતે ધૂમ મચાવી દીધેલી -
ગાયે જા ગીત મિલન કે તૂ આપની લગન એ, સજન ઘર જાના હૈ – મેલા – નૌશાદ – શકીલ બદાયુની
એ ઝલકની પૂર્ણાહુતિ કરવા તેમની સાથે વિન્ટેજ મોહમ્મદ રફીની જુગલબંધી થાય તો....
જલે જલનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલ્મન (૧૯૪૯) - હૌનુમાન પ્રસાદ - પી એલ સંતોષી
આવતા મહિનાના બીજા
રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો
યાદ આવે તો જરૂરથી જણાવશો……
No comments:
Post a Comment