Showing posts with label Shamshad Begum. Show all posts
Showing posts with label Shamshad Begum. Show all posts

Thursday, June 28, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ


૧૯૪૭માં પણ શમશાદ બેગમનાં સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. આમાંના પણ મોટા ભાગનાં ગીતો મને અહીં પહેલી વાર સાંભળવા મળ્યાં છે. એકબે વાર સાંભળ્યા પછી આ ગીતોની ખૂબીઓ મનમાં ઉતારવાનું મારા જેવા, '૬૦ના દાયકામાં હિંદી ફિલ્મ સંગીત સાથે પરિચિત થવાનું શરૂ કરેલ,  'સંગીતરસીક(!!)'  માટે સહજ નથી. એટલા પૂરતું, ગીતોને બહુ જાણીતાં થયેલાં ' કે 'ઓછાં સાંભળેલાં ' જેવાં વર્ગીકરણમાં વહેંચવામાં મારી સમજની મર્યાદા જરૂરથી નડે. જો કે, આ પ્રકારનું વર્ગીકરણ કરતી વખતે, મેં વધારે આધાર તો એ વાત પર રાખ્યો છે કે હું જ્યારે ફિલ્મનાં ગીતો રેડીયો પર જ સાંભળતો એ '૬૦ના દાયકામાં જે ગીતો સાંભળ્યાં હોવાનું મને યાદ છે તેમને મેં ' બહુ જાણીતાં થયેલાં' ગીત ગણ્યાં છે. 'ઝુમકા ગીરા રે'ને 'જાણીતાં' ગીતોમાં સ્થાન આપવા માટેનું પરિબળ છે નેટ પરનાં 'મેરા સાયા'નાં "નવાં" વર્ઝનના દરેક ઉલ્લેખમાં અચૂકપણે તેનું સ્થાન પામવું. બન્ને વર્ઝન ગીત રચનાની સાવ જ અલગ શૈલીના સમયકાળની રચનાઓ છે, એટલે કોઈ પણ પ્રકારની સરખામણીમાં ઉતારવાં જ ન જોઇએ.
આ વર્ષે શમશાદ બેગમનાં ઘણાં જ ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી. જો એ બધાં ગીતોની લિંક મળી હોત તો શમશાદ બેગમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોને બે પૉસ્ટમાં વહેંચવાં જ પડત.
બહુ જાણીતાં થયેલાં ગીતો
હમ દર્દકા અફસાના દુનિયા કો સુના દેંગે - દર્દ - નૌશાદ અલી - શકીલ બદાયુની

યે અફસાના નહી ઝાલિમ મેરે દિલકી હક઼ીક઼ત હૈ - દર્દ - નૌશાદ અલી - શકીલ બદાયુની

ઝુમકા ગીરા રે બરૈલી કે બાઝાર મેં - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

ઓછાં સાંભળેલાં ગીતો
ગા કુછ બાવરી ગા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

અય ફલક તૂ હૈ સતાને કે લિયે - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

અય ફલક કબ તક સતાતા જાએગા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો - છીન લે આઝાદી - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર

ન સતા ન સતા બૈરી સપને ન સતા  - છીન લે આઝાદી - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર

બાલમ મોહે લા દે સાજન મોહે લાદે ચુનરીયા હરી - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

બાંસુરીયા હાયે તૂટ ગયી મનકી વો જો ગીત નહીં ગાયે મૈને - દેખોજી - તુફૈલ ફારૂક઼ી - વલી સાહબ

ઓ રસિયા તુને કાહે કો નૈન મિલાયે - દેખોજી - સાબીર હુસૈન- વલી સાહબ 

અંગના બોલે કાગ રે ઉજડા મનકા બાગ રે - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - નઝિમ પાણીપતી

તેરા મન કાહે ડોલે મૈં જાન ગયી - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજરૂહ સુલ્તાનપુરી

કિસી દીપક કી ધુન મેં બેચારા જલતા ગયા પતંગા પ્યારા - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજ્રૂહ સુલ્તાનપુરી

મન ભૂલી કથાયેં યાદ ન કર ફિર સાવન કે દિન આયેંગે - દૂસરી શાદી - ગોવિંદ રામ - ઈશ્વર ચંદ્ર કપૂર

ઘટ પર ઈક મટકા ઈક મટકી દોનો પ્યાસે જાતે હૈ - દુનિયા એક સરાઈ - હંસ રાજ બહલ - કેદાર શર્મા 

ચંદાકી ચાંદની ન સુહાયે તો ક્યા કરેં - દુનિયા એક સરાઈ - હંસ રાજ બહલ - કેદાર શર્મા

પંછી ભૂલ ગયા વો ગાના ભૂલ ગયા આઝાદ હવાએં - એક કદમ - પ્રકાશ નાથ શર્મા - અવતાર વિશારદ 

ઓ રાજા રે મોહે અપની બના લે રે - લીલા - સી રામચંદ્ર - ક઼મર જલાલાબાદી 
[નોંધ: નેટ પરના મોટા ભાગના સંદર્ભમાં આ ગીત ગીતા રોયે ગાયું હોવાનો ઉલ્લેખ મળતો હોવાને કારણે મેં તેન ગીતા રોયનાં સૉલો ગીતોમાં પણ આ જ પ્રકાની નોંધ સાથે સમાવેલ. હિંદી ફિલ્મ ગીત કોષમાં તો આ ગીત શમશાદ બેગમે જ ગાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.]

ઝૂલે જિયા નાચે નૈયા...આયે પિયા હો આયે પિયા - નૈયા - અનિલ બિશ્વાસ 

હમેં જિનસે પ્યાર ઉનસે ક્યા કહું, ક્યા કહું - પહેલા પ્યાર - પ્રેમનાથ - બાલમ 

હાયે રે ઘિર કે બાદલ આયે જિયા ગબરાયે - પહેલા પ્યાર - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર

યે દુનિયા મુહબ્બત નિભાના ન જાને - પતિ સેવા - ગુલશન સફી - વાહીદ ક઼ુરૈશી

દો નયનોં કે ઓટ મેં મોરે પ્રીતમ કા ડેરા - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'

આ ગીતોની ડિજિટલ લિંક મને નથી મળી શકી :

  • છૈલ છબીલી મસ્ત હવાએં - ભંવર - ખાન મસ્તાના
  • દુખ દર્દકી મારી હું - ભંવર - ખાન મસ્તાના
  • મિઠી મિઠી લોરીયાં - ભંવર - ખાન મસ્તાના
  • બાંકા છલીયા મોટરવા ઉડાય લિયે જાય, જિયા ડોલ રહા - ભૂખ - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ'
  • બાલમ પરદેસીયા સાજન પરદેસીયા - દેખોજી - સાબિર હુસૈન - વલી સાહબ
  • અબ ફિર સે ફિર ફિર સે યાદ આયે ક્યું - એક કદમ - પ્રેમનાથ શર્મા
  • એક કદમ ઔર એક કદમ - એક કદમ - પ્રેમનાથ શર્મા
  • ખેલો જી ખેલો ખેલો ખેલો બાબુજી ઓ રાજા - ઈન્તઝાર કે બાદ - ખાન અઝીઝ - ગફિલ હરનાલવી
  • નઝરીયોં સે દિલ ભર દૂંગી છૂને નહીં દૂંગી શરીર - પહેલા પ્યાર - પ્રેમનાથ - બાલમ
  • મૈંને લિખ લિખ ચિટ્ઠીયાં ડાલી સાજન કો હાં હાં બાલમ કો - પતિ સેવા - ગુલશન સુફી - વાહીદ ક઼ુરૈશી
  • બીચ ભંવર મોરી નૈયા... છોડ બાલમ પરદેસ ઘર આ જા - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'
  • તેરે બગૈર ફિર કોઈ બાત મેરી બની નહીં - શિકારપુરી - મુહમ્મદ શફી - એ શાહ 'અઝીઝ'
હવે પછી આપણે ૧૯૪૭નાં રાજકુમારીનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, December 21, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે, જૂદા જૂદા સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે, ૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે ગીતો ગમ્યાં છે તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય, જેને આપણે બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલો જે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય, આ મુજબ છે –
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
લતા મંગેશકર - કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
લતા મંગેશકર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
મીના કપૂર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
શમશાદ બેગમ - ધરતી કો આકાશ પૂકારે આ જા આ જા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ગીતા રોય - નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર
સુરૈયા - ઓ દૂર જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
સુરૈયા - કીનારે કીનારે ચલે જાયેંગે જીવન કી નૈયા ખેતે જાયેંગે- વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી
પસંદ પડેલાં આ ગીતોમાંથી મારે સૌથી વધારે ગમતાં ગીતો નક્કી કરવાનાં આવે તો મારી પસંદગી, દરેક ગીત માટે સરખી, આ પ્રમાણે રહે
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female Playback Singer  તરીકે લતા મંગેશકર અને શમશાદ બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.

પાદ નોંધઃ ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં એક સાથે વાંચી શકાશે. 

Sunday, October 29, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : શમશાદ બેગમ [૪]



૧૯૪૮નાં શમશાદ બેગમનાં સૉલો ગીતો આપણે પહેલા, બીજા અને ત્રીજા એમ ત્રણ ભાગમાં ચર્ચી ચૂક્યાં છીએ. આજે હવે ચોથો અને અંતિમ ભાગ સાંભળીશું.
તેરે બીના રસીયા મોહે ચૈન ન આયે - સંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફાની 
જવાની ન આતી ન દિલ - રંગીન ઝમાના - પંડીત ગોવીંદ રામ - પંડિત ફાની 
તેરે બીના ઝીંદગી મેરે કિસ કામ કી - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા 
મેરા મન બન ફૂલ ફૂલા ન સમાયે રે વીણા અનિલ બિશ્વાસ - નરેન્દ્ર શર્મા 
જવાની ન આતી દિલ ન હમ લગાતે - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ 
યહી થા અગર વાદા મેરા તુમ્હારા - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ
પંછી ઔર પરદેસી દોનો નહીં કિસી કે મીતા - વીણા - અનિલ બિશ્વાસ - સ્વામી રામાનન્દ 
દુખીયા બીન ભિખારિની બાંસુરીયાં તુઝે પુકારતી હૈ, નિર્મોહી બંસીવાલે - વીણા - અનિલ બિશ્વાસ - પ્રેમ દહેલવી 
ચલી પી કે મિલન કે દુલ્હન - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન 
એક બાત કહું એક બાત કહું તુમસે, બુરા  ન માનોગો ઓ પિયા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી 

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં રાજકુમારીના સૉલો ગીતો સાંભળીશું.