Sunday, August 2, 2015

શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબને આખરી વિદાય



શ્રી (શિરીષ ત્રિલોકચંદ્ર) પરીખ સાહેબની સદા સકારાત્મક સૂરમાં છેલ્લાં થોડાં વર્ષોથી કુદરત સાથે ચાલી રહેલી લડાઈ જુલાઈ, ૨૦૧૫ની ૩૧મી તારીખે સંકેલાઈ ગઈ. છેલ્લાં થોડાં વર્ષોની તેમની નાનીમોટી બીમારીઓ, તેમનાં પત્ની (સુરેખાભાભી)ની પણ નિષ્ફળ પરિણામ સામે દેખાતી બીમારી અને આખરે સંગાથ છોડીને લીધેલી કાયમી વિદાય બીજાં કોઈમાં નિરાશા, ચીડ કે હાર કબુલી લેવાની લાગણી જન્માવી જ દે. પરંતુ આ બધાં વર્ષોમાં જ્યારે તેમને મળવાનું થયું છે કે તેમની સાથે વાત કરવાનું થયું છે, ત્યારે પરીખ સાહેબની સકારાત્મકતા અને જીવનની પ્રત્યેક અપેક્ષિત કે અનઅપેક્ષિત ઘટના પ્રત્યેની વિધેયકતામાં એક અંશ પણ કમી નથી અનુભવાઈ.  
એમની આ લાક્ષણિકતા તો સ્વાભાવિક જ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોના તેમના સંજોગોને કારણે વધારે નજરે ચડે. છેલ્લે જ્યારે ગયે અઠવાડિયે તેમની સાથે વાત કરી ત્યારે તેમના અવાજ કે સૂરમાં જરા સરખો પણ અંદાજ ન આવે કે પછીના અઠવાડીયે તેઓ હશે પણ નહીં! એ વાત કર્યા પછી તેમને તરત જ મળવા ન જઇ શકવાનો રંજ હંમેશાં મનમાં ખટક્યા કરશે.
આજે હવે ગુજરાત સ્ટીલ ટ્યુબમાં તેમની સાથે કામ કરવા મળેલાં ૧૯૭૩થી ૧૯૭૯નાં વર્ષો યાદ આવે છે ત્યારે પણ તેમની આ લાક્ષણિકતાનાં તો કેટકટલાંય ઉદાહરણો યાદ આવે છે. કોઈ જે કામ કરી શકે તેમ ન હોય (કે કરવા માગતું ન હોય) તે પરીખ સાહેબને ફાળે આવતું. માંડ કરીને એક આવા પ્રશ્નનો નીવેડો આવ્યો હોય, ત્યાં બીજા પ્રશ્નનું માથે આવી પડવું પણ સાવ સહજસામાન્ય હતું.  આવી આકસ્મિક, પહેલાં ક્યારે પણ કામ ન પડ્યું  હોય એવી ઘટનાઓને વિધેયાત્મકતાથી અવલોકવાની, ઘટનાની આસપાસ અને અંદર-બહારના પ્રવાહોને સમજી લેવાની અને પછી નવા જ દૃષ્ટિકોણથી તેની સાથે કામ પાર પાડવાના નિર્ણયો લેવાના તેમના અભિગમમાં ક્યારે પણ ફરક પડ્યો હોય તેમ યાદ નથી આવતું. સાવ જ બીનપરંપરાગત નિર્ણયો લેવામાં પણ તેમણે કદી પાછી પાની નહોતી કરી. આ કારણે દરેક વખતે બધાં જ લાગતાં વળગતાં લોકોને ખૂબ જ વિગતથી, ચીવટથી અને ઘણી બધી સરળતાથી આવા નિર્ણયો સમજાવવા પણ પડતા. પણ એવી કોઈ પણ વાત સમજાવતી વખતે તેમનામાં કંટાળો કે નિરાશા કે ચીડ નહોતી ભાળી.
અંગત રીતે, મને તો તેમની ખોટ બહુ જ સાલશે. મારી વ્યાવસાયિક કારકીર્દીના પાયાનું તેમણે ખૂબજ પ્રેમ અને ધીરજપૂર્વક જતનથી ઘડતર કર્યું છે. એ માટે હું કેટલાય જન્મો સુધી તેમનો ૠણી રહીશ એ શબ્દો પણ મારી અંદરની ભાવનાનો બહુ જ થોડો અંશ વ્યકત કરી શકે છે.
સ્ટીલ ટ્યુબ ઉદ્યોગને ફાળવવામાં આવેલ સ્ટીલ અને ઝિંકના આંકડાઓને કોઠામાં ગોઠવવાનું કામ સોપતા ત્યારે એ ખ્યાલ નહોતો આવતો કે મને આ કામ તેઓ શા કારણથી સોંપતા હશે. તે પછી જ્યારે તેની વિગતે ચર્ચા કરે ત્યારે સરવાળામાં ભૂલો જેવી બાબતો એટલી સરળતાથી બતાવતા કે બીજી વાર એ અને એવી કોઈ ભૂલ ન કરવાની ચીવટની મનોમન ગાંઠ વળી જ જતી. એ સાથે કાચામાલની ફાળવણીની નીતિના પ્રવાહો આ કોઠાઓમાંથી કેમ સમજવા, કંપની પર કે સમગ્ર ઉદ્યોગ પર નજીકના સમયમાં કે દૂરગામી તેનાં કેવાં પરિણામો , શા માટે આવી શકે તે અંગે તેમના અનુભવોનો નિચોડ પણ એટલી જ સહજતાથી સમજાવતા. જીવનમાં સફળ થવા માટે મોટી મોટી આવડતો સાથે નાની નાની બાબતોની કાળજીના પાઠ કોઈ જ ભાર રાખ્યા સિવાય (કે કોઈ ભાર પડવા દેવા સિવાય) તેમણે ભણાવ્યા.
જ્યારે જ્યારે તેમણે મને કોઈ નવું કામ સોંપ્યું હતું ત્યારે ત્યારે તેમના કહ્યાં કે વણકહ્યાં પીઠબળની મને જાણ તો થઈ જ જતી.તો બહારનાં લાગતાં વળગતાં લોકોને પણ એ પીઠબળ અને અધિકાર ખ્યાલ આવે તેવી ભૂમિકા પણ તેમણે ગોઠવી જ રાખી હોય. તેમણે જે બાબતોમાં મારા પર વિશ્વાસ મૂક્યો, તેમાં ક્યારે પણ અધૂરાશ તો છોડતા જ નહીં.મારી કારકીર્દીમાં મારા કેટલાય સાથીદારો સાથે હું પણ આ જ પ્રકારે કામ કરી શક્યો છું, અને એ રીતે તેમની મહેનતનું કંઈક વળતર હું વાળી શક્યો છું તેનો થોડો સંતોષ છે.
આવી તો કેટલીય વાતો મારી યાદપટ્ટી પર આજે તાજી થાય છે, જે એ સમયે કદાચ સાવ સામાન્ય જણાઈ હશે, પણ મારી કારકીર્દીના પાયાનાં ઘડતરમાં એ દરેકનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
તેમણે તેમના કામના ગાણાં કદી પણ ગાયાં નહોતાં. બીજાંએ એ કામોની કેટલી કદર કરી કે ન કરી તે વાત પણ તેમને ભાગ્યે જ સ્પર્શતી. એ ખરા અર્થમાં કર્મયોગીનો ભેખ લઈને બેઠા હતા.
ખેર, જેનો આદિ છે તેનો અંત પણ છે જ. પરીખ સાહેબનું જીવન એવી સુવાસ છોડી ગયું છે જેની નોંધ કહ્યે વણકહ્યે તેમની સાથે સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિનાં મનમાં ઊંડે ઊંડે રહી જ ગઈ છે.

Friday, July 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૭_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૭_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
હંમેશની જેમ આપણે આ સંસ્કરણની શરૂઆત પણ અંજલિઓથી કરીશું -

How the groovy saxophonist Manohari Singh helped redefine Hindi film music - Rudradeep Bhattacharjee - ૧૩ જૂલાઇ, ૨૦૧૫ના રોજ મનોહરી સિંગની પાંચમી મૃત્યુ તિથિ હતી. મનોહરી સિંગની સૌથી વધારે ખ્યાતિ સૅક્ષૉફૉનના વાદક તરીકે પ્રસ્થાપિત થઈ 'સટ્ટા બાઝાર'નાં ગીત થી. બાસુમનોહરીની જોડી તરીકે તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું, તેમ જ બાસુ મનોહરી અને મારૂતિ ત્રિપુટિનો રાહુલ દેવ બર્મનના મદદનીશ તરીકે પણ ફિલ્મ સંગીતના ક્ષેત્રે ફાળો બહુ મહત્ત્વનો રહ્યો છે. તેમના વાદ્યસૂરના પ્રભાવથી રંગાયેલ કેટલાંક ગીતો -
Even before ‘Pyaasa’, the shadows had started gathering in Guru Dutt’s ‘Mrs & Mrs 55’ - Nasreen Munni Kabir - ગુરૂદત્તની ૯૦મી જન્મતિથિના ઉપલક્ષ્યમાં 'મિ. એન્ડ મીસીસ ૫૫' એટલે યાદ આવે કે એ માત્ર ગુરૂદત્તની દિગ્દર્શક તરીકેને પરિપક્વતાનું જ મહત્ત્વનું સોપાન નહોતું પણ તે પછીની તેની અતિ ગંભીર ફિલ્મો અને અંગત જીવનમાં પણ અનાગત ઉથલ પુથલનું પણ અનાયાસ સોપાન બની રહ્યું.

Unfinished business: The movies that Guru Dutt announced and abandoned - Karan Bali - ગુરૂ દત્ત કેટલીય હલકી ફુલકી કે સદાબહાર ક્લાસિક કૃતિઓ માટે યાદ કરાશે, પણ તેમણે કેટલી ય ફિલ્મો વિચારી હતી જેને તેઓ અંજામ સુધી ન લઇ જઈ શકયા.

An Afternoon Tryst with Madan Mohan and Lata Mangeshkar - એક સદાબહાર જોડી, જેમણે હિંદી ફિલ્મ સંગીતને હંમેશાં એક નવું પરિમાણ બક્ષ્યું.

Anatomy of a Debate: Jab Jab Phool Khile (1965)માં ફિલ્મ વિષેના આજના દર્શકની પસંદ અને બેહદ નાખુશીના પ્રતિભાવોને સમાવી લેવાયા છે.

Sanjeev Kumar એ કળાકારોમાંનો એક હતો જેને માટે કથામાં તેનાં પાત્રથી વધારે મહત્ત્વનું કંઇ જ ન હોય. …..મોતીલાલ અને બલરાજ સાહની જેવા ખુબ જ પ્રભાવશાળી કળાકારોએ કંડારેલી કેડી પર તેણે પણ પોતાની કળાનો ઉજાસ પાથર્યો. તેમ કરતાં કરતાં તેમણે પરંપરાગત સ્ટાર પ્રથાને તો ન જ અનુસરી, પણ બૉલીવુડની બીજી કેટલીય પ્રણાલિઓને પણ તેમણે નવા આયામ આપ્યા.

Naushad’s exceptional Mukesh મુકેશના ૯૨મા જન્મ દિવસ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગસ્ટ ૧૯૭૬) પરની અંજલિમાં નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ૨૬ ગીતોમાંથી ૧૦ ગીતોને રજૂ કરે છે.

અને હવે આપણે અન્ય વિષયો પરના આપણા નિયમિત બ્લૉગ્સ પર નજર કરીએ -

Memorable Guitar songsમાં પસંદ કરાયેલાં ગીતોમાં ગિટાર સ્પષ્ટપણે સાંભળી શકાય છે.પૉસ્ટમાં પસંદ કરાયેલાં ગીતોમાં ગિટારના ટુકડાઓની એક સરસ મિલાવટ અને 'દમ મારો દમ'નું ગિટાર પરનો બહુ જ ધ્યાનાકર્ષક પ્રવેશક ટુકડો પણ બહુ રસપ્રદ રહ્યાં છે. પસંદ કરાયેલાં પંદર ગીતો અહીં સાંભળી શકાય છે.

[More] Dances from Indian Dance Group Mayuri, from Petrozavodsk, Russiaમાં આ ડાન્સ ગ્રૂપના ૧૯૬૦નઈ શરૂઆતથી અત્યારના દાયકા સુધીની ફિલ્મોમાં આવેલાં ન્રુત્યોને તાજાં કરાયાં છે. પહેલું જ ગીત આજના દાયકાનું છે, તે હિંદી નહીં પણ મરાઠી ફિલ્મનું છે.

My favourite ‘car’ songs માં પસંદ થયેલાં ગીતોની પસંદગીમાં બે નિયમો લાગૂ કરાયા છે - ગીતનો કમ સે કમ ૮૦% ભાગ તો ચાલતી કારમાં ગવાયો હોવો જોઈએ અને કોઈ પણ એક કળાકારનું એકથી વધારે ગીત ન સમાવાવું જોઇએ, જેમાં ગુરૂદત્ત એક અપવાદ છે. જો કે બંને ગીતમાં તે પોતે તો ગીત ગાતા નથી એટલે નિયમનો ભંગ તો નથી જ થયો !

My favourite songs with the word ‘Badal/ Badra’ એ બાદલ, બદરવા કે બદરા શબ્દ પહેલી જ પંક્તિમાં વપરાયેલ હોય એવાં દસ ગીતો છે. આ 'મારી પસંદનાં વાદળ ગીતો'નો લેખ તો નથી જ, એટલે મેઘા અને ઘટા જેવા શબ્દોવાળાં ગીતો આ યાદીમાં નથી સમાવાયાં. આ યાદીમાંથી ઓછાં સાંભળવા મળતાં એવાં બે ગીતોની આપણે પણ નોંધ લઈશું :
Wedding Songs - And Beyondમાં લગ્ન સુધી લઇ જતા પ્રસંગો અને તે પછીની ઘટનાઓનાં ગીતો રજૂ કરાયાં છે.

Some songs from Gopinath 1948માં આ ગીતને યાદ કરા યેલ છે –
આયી ગોરી રાધિકા - નીનુ મઝુમદાર અને મીના કપુર - વર્ષો પછી રાજ કપુરે 'સત્યમ શિવમ સુંદરમ'માં આ ધુનને યશોમતી મૈયાસે પૂછે નંદલાલાનાં સ્વરૂપે રજૂ કરી.
આપણે પણ 'ગોપીનાથ'નાં બીજાં ગીતોને પણ યાદ કરી લઈએ –
MUSINGSમાં નુતનની કારકીર્દીના સમય કાળની એક અભ્યાસપૂર્ણ ચર્ચા તેના શારીરીક અને કળાકાર તરીકેના વિકાસને અનુલક્ષીને કરાઇ છે. ૧૯૫૦-૧૯૫૧[Cradle, Cheshire Cat?], ૧૯૫૨ -૧૯૫૪ [The delicate Bud], ૧૯૫૫-૧૯૫૬[The Pink Tip], ૧૯૫૭ - ૧૯૫૮ [The Rosebud], ૧૯૫૯-૧૯૬૦ [Parijata], ૧૯૬૨ - ૧૯૬૩ [Eternal Spring], અને ૧૯૬૩ -૧૯૭૦[Bed of Thorns]ના સમયખંડો માં આવેલી ફિલ્મોની નુતનના વિકાસના સંદર્ભે સમીક્ષા અને તેની સાથેની ઘટનાઓને આ પોસ્ટ્સમાં સાંકળી લેવામાં આવે છે. બ્લૉગ પર બીજા પણ ઘણા લેખ મુકાયેલ છે, જેમની પણ મુલાકાત લેવા જેવી છે.

Five psychedelic sitar classics by Ananda Shankar - Nate Rabe - આનંદ શંકર બહુ ખ્યાત શંકર કુટુંબના બહુ ગાજતા ન હોય એવા સભ્ય છે. સિતાર પર તેમણે રચેલી હલકી ફુલકી રચનાઓ 'Light My Fire' અને 'Jumpin' Jack Flash'ને યુટ્યુબ પરની આ ચેનલ પર સાંભળી શકાશે.

Five Pakistani-Christian singers who were the mainstay of Lollywood's golden years - Nate Rabe -સલીમ રાઝા (નોએલ ડાયસ), આઈરીન પરવીન અને બીજાં ગાયકોના ટુંક પરિચયમાંથી આપણે સલીમ રાઝાનું 'સાત લાખ'નું યારોં મૂઝે માફ કરો મૈં નશેમેં હૂં પસંદ કર્યું છે, કેમ કે આ રચનાને બીજાં ગાયકોએ પણ પોતપોતાની રીતે રજૂ કરેલ છે. એ અન્ય સ્વરૂપો પૈકી ગુલામ અલીના સ્વરની રચનાની પણ આપણે નોંધ લઈએ. એ સિવાયનાં અન્ય સ્વરૂપોને તો અલગ લેખ વડે જ ન્યાય કરી શકાય.

Book Review: Sidharth Bhatia’s ‘The Patels of Filmindia: Pioneers of Indian Film Journalism’ - ૧૯૬૦ના દાયકામાં ફિલ્મ પત્રકારત્વ ક્ષેત્રે બાબુરાવ પટેલનાં 'ફિલ્મ ઈન્ડિયા' એક બહુખ્યાત નામ હતું. તેમાં રજૂ થતા વિચારો સાથે આપણે સહમત થતાં હોઇએ કે નહીં, પણ '૩૦, '૪૦ અને '૫૦ના દાયકાની ફિલ્મોની કળા, તે સમયની જાહેરાતો જેવી બાબતો માટે તેનું અગત્ય ઐતિહાસિક ગણી શકાય તેમ છે.

જય અર્જુન સિંઘ (Jabberwock)નાં હૃષિકેશ મુખર્જી પરનાં પુસ્તકના કેટલાક અંશો રજૂ કરતી પોસ્ટ્સ - a photo from the Satyakam set; Biswajit and a five-year-old movie star and Hrishi-da in a house full of bitches - પુસ્તક વાંચવાની ઉત્સુકતા જગાડવામાં સફળ થવાની સાથે તેમાં પસંદ કરાયેલા વિષયને પૂરતો ન્યાય આપવામાં સફળ રહી છે.
મૂળ દિગ્દર્શક ચૂપચાપ જૂએ છે અને જાણે ડેવીડ ધર્મેન્દ્રને 'સત્યકામ'ના સેટ કંઇક મહત્વની સૂચના આપી રહ્યા હોય તેવું દેખાય છે ને ?
 સોંગ્સ ઑફ યૉર multiple versions of songs પરની શૃંખલાને આગળ ધપાવે છે. આ મહિને પ્રકાશિત થયેલ પોસ્ટ્સ - Multiple Versions Songs (22): Female Solo and A Duet or A Chorus અને Multiple Versions Songs (23): A Male / Female solo / duet or a Chorus – More than two versions of a song -ની સાથે વાંચકોના પ્રતિભાવ પણ હંમેશની જેમ આ શૃંખલાને સમૃદ્ધ કરે છે.

હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……

સમીર ધોળકિયા :
Ik din tumne kahaa thha ji માં અરૂણ કુમાર દેશમુખ એક પછી એક એકએકથી અજાણ્યાં નામ રજૂ કરતા જાય છે અને પછી ચોખવટ કરે છે કે આ બધાં નામો ફિલ્મ સંગીતમાં જે ૧૦૦૦થી પણ વધારે સંગીતકારોએ પોતાનું યોગદાન આપ્યું છે તેમાંથી માત્ર ૧૯૬૦ના દાયકાના સંગીતકારોનાં નામ છે. આવા કેટલાય સંગીતકારો છે જેમણે એક થી લઈને પાંચ - છ ફિલ્મોમાં જ સંગીત આપ્યું હશે. આવા સંગીતકારોને અંજલિ સ્વરૂપે તેમણે ઈક દિન તુમને કહા થા જી [એક થા લડકા - ૧૯૫૧ - શમશાદ બેગમ, જી એમ દુર્રાની; ગીતકાર રાજેશ કુમાર; સંગીતકાર - રાજહંસ કટારીયા] રજૂ કર્યું છે.
ભગવાન થાવરાની :
સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are? પરની ચર્ચાનું શ્રેષ્ઠ પુરૂષ ગાયક વિષેનું તારણ - Best songs of 1950: Wrap Up 1 - પ્રકાશિત થઇ ચૂક્યું છે. એ ચર્ચામાં ભાગ લેવા માટે કરીને આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે લઈશું –

આ ચર્ચા આપણે આગળના મહિનાઓમાં પણ ચાલુ રાખીશું.

જુલાઈ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ગ઼ઝલ, અ-ગ઼ઝલ અને મદન મોહન: પૂર્વાર્ધ

શ્યામ : રંગીન તબિયતનો જામ

ગ઼ઝલ, અ-ગ઼ઝલ અને મદન મોહન: ઉત્તરાર્ધ

બંદિશ એક, રૂપ અનેક (૯) : ગુલોમેં રંગ ભરે
                                                                                          પ્રકાશિત થયેલ છે.

અંતમાં, આજના સંસ્કરણમાં આવરી ભગવાન થાવરાનીની પસંદનાં ગીતો પરથી સંદર્ભ લઇને મળેલાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ –
ઝીમ્બો શૃંખલાની ફિલ્મોમાં મોહમ્મદ રફીનાં ગીતોની પણ એક અલગ ભાત છે -
સમીર ધોળકિયા એ દેખ લિયા મૈંને કિસ્મતકા તમાશા દેખ લિયા (દીદાર - ૧૯૫૧ - લતા મંગેશકર સાથે યુગલ ગીત - સંગીતકાર : નૌશાદ)યાદ કર્યું છે.
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

Tuesday, July 28, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુલાઈ ૨૦૧૫


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics વિષે આપણી શોધખોળ આગળ ધપાવી. તે પછી જુન ૨૦૧૫માં આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા' વિષે પ્રાથમિક માહિતીની તપાસ કરી. હવે આ મહિને આપણી તપાસમાં હવે પછીનાં પગલાં રૂપે આપણે 'Deploying the Improvement Process /સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’ વિષે શોધખોળ કરીશું.

Techniques and lessons for improvement of deployment processes - આમ જૂઓ તો આ લેખ સૉફ્ટવેરને તૈનાત કરવા વિષે લખાયેલો છે. પણ તેનો મૂળ થીમ સાતત્યપૂર્ણ અને ભરોસાપાત્ર અમલને લગતો છે. તેથી 'સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’ના આપણા વિષય સાથે પ્રસ્તુત હોય તેવી કેટલીક રસપ્રદ ટેકનીક્સ અને શીખ જેવા તેના તેટલા ભાગમાં આપણે રસ લઈશું.
૧. પ્રક્રિયાના વિકાસના શરૂઆતના તબક્કાથી જ અમલમાં આવનારી જટિલતાઓની સાથે કામ લેવાની તૈયારી રાખવી જોઈએ.

૨. અમલ કરવાની પ્રક્રિયાને પણ લખીને દસ્તાવેજીકરણ થઈ શકે તે જ રીતે ઘડવી

3. આપણી તંત્ર વ્યવસ્થાનાં ઘટકો તેમજ તેની ઘડતરની પ્રક્રિયાનાં ઘટકોને છૂટાં જ રાખવાં, કારણકે :
ક. જે ઘટકમાં ફેરફાર થયા હોય તેટલાને જ ફરીથી ઘડવાના રહે. આમ સુધારણા પ્રક્રિયાનાં ઘડતરના સુધારા બહુ ઓછા સમયનો વ્યય કરીને કરવા શકય બની રહે છે.
ખ. જ્યાં ફેરફાર થયા છે તેવાં જ ઘટકોને બદલવાની હવે જરૂર રહે છે, જેને પરિણામે પ્રક્રિયાની પરિવર્તનક્ષમતામાં ઘણો વધારો શકય બની રહે છે.
ગ. સમગ્ર વ્યવસ્થા તંત્ર સાથે ઘટકોની વહેંચણી સરળ બની રહે છે. વળી તંત્ર વ્યવસ્થાનાં જુદાં જુદાં પર્યાવરણમાં અલગ અલગ સમયે કરવું પડતું સમન્વયીકરણ પણ સહેલું બની શકે છે. અલગ અલગ પરિપ્રેક્ષ્ય ધરાવતાં વાતાવરણમાં સુધારણા પ્રક્રિયાનો અમલ એ આજના સમયની બહુ જ મહત્વની જરૂરિયાત છે.

ઘ. સમાંતરે કામ કરી શકવાનું શક્ય થવાને કારણે જુદાં જૂદાં ઘટકોનાં ઘડતર (કે પછી જૂદાં જૂદાં ઘટકની અલગ અલગ તંત્ર વ્યવસ્થામાં વહેંચણી)ને ઓછા સમયમાં કરવાનું શકય બને છે.
[અહીંથી પછીનો લેખ સૉફટવેર સાથે વધારે સંબંધ ધરાવે છે, પણ આપણા માટે તેનો પરિચય કરી લેવો લાભદાયક તો છે જ.]
The Practical Deployment of a Continuous Improvement Process માં સુધારણા પ્રક્રિયાના અમલ માટે જરૂરી શરૂઆતના તબક્કાની તૈયારીઓ આવરી લેવાઈ છે.
Process Deployment and Monitoringમાં સફળ અમલીકરણ અને તે પછીનાં દેખરેખ-નિયંત્રણની રજૂઆત છે.
Deploy Continuous Improvementમાં બ્રાયન એન્ડરસન | @branderlog Improvement Kata તરીકે જાણીતાં માળખાંના અમલ વિષે સમજણ પાડે છે. બહુ મોટા પાયાના (સુધારણા) પ્રકલ્પોમાટે આ એક મહત્ત્વનું પહેલું પગલું બની રહી શકે છે. The Improvement Kata
The Improvement Kata - માઈક રૉથરનાં સૌજન્યથી
Process Improvement using a Deployment Chart માં જોહ્ન હૉલ્ટર જણાવે છે કે અત્યુત્તમ વલણ, પુષ્કળ પ્રતિબધ્ધતા અને વાજતી ગાજતી તાકીદ હોવા છતાં પણ પરિણામો નીચે તરફ જ જતાં જોવા મળે એવાં અણ-ગુણવતા ચક્ર \ Cycle of Un-Quality નાં સર્જન સંચાલક માટે માથાનો દુખાવો બની રહી શકે છે....
Cycle of Un- Quality
અણ-ગુણવતા ચક્ર \ Cycle of Un-Quality

શકય છે આવા સમયે યોગ્ય લોકો સાચાં જ કામ કરી રહ્યાં, પણ તેમની રીત ખોટી હોય. પ્રક્રિયા જ્યારે આડે પાટે ચડી ગઇ હોય અને તેનાં કારણોની તપાસ કરવાની હોય ત્યારે ડૉ. ડબલ્યુ. ઍડવર્ડ્સ ડેમિંગે વિકસાવેલ Deployment Chart જેવાં એક સાદાં સાધનની મદદ લેવા જેવી છે.Deployment Chart એક પ્રકારનો ફ્લૉચાર્ટ છે જેમાં પ્રક્રિયા સાથે સંકળાયેલાં જૂદાં જૂદાં લોકોના જુદાં જુદાં કામ સાથેના, અને એક બીજાં સાથેના, સંબંધોની ફેરતપાસ કરવી સરળ બની શકે છે……. પૂર્ણ થયેલા Deployment Chartનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે પ્રક્રિયા અસરકારકપણે એક્સૂત્ર પ્રવાહમાં વહી રહી છે કે નહી.મોટા ભાગે આ Deployment Chartમાં લોકોની વચ્ચે, કે કદાચ જૂદાં જૂદાં ખાતાઓ વચ્ચે, થતી બિનજરૂરી હેરફેર કે ક્યાંક પ્રવાહમાં અકલ્પ્ય ત્રૂટકતા નજરે ચડી આવે છે. 'દડો હવે ક્યાં જઈને પડશે' અને કયાં ખાતાંની કઇ દિવાલ તેમાં રોડાં નાખી શકે તેમ છે તે પણ સ્પષ્ટપણે નજરે ચડે છે. પ્રક્રિયાના જે તબક્કામાં જે બે વ્યક્તિઓનું એકબીજાં સાથે જોડાણ જરૂરી જ હોય તેમને સાવ છૂટાં પડી રહેલાં અને પ્રક્રિયાના પ્રવાહથી સાવ જ અલગ પડી રહેલાં જેવી દુઃખદ સંભાવનાઓ પણ નજર સમક્ષ તરવા લાગે છે.

An Integrated Approach to Deploying Performance Improvement - લિંડ્સે ડન્ન - Performance Improvement for Healthcare: Leading Change with Lean, Six Sigma, and Constraints Management by Bahadir Inozu, Dan Chauncey, Vickie Kamataris, and Charles Mount (McGraw-Hill; 2011)માંથી ટુંકાવીને.

Successfully deploying Lean in healthcare - આ શ્વેત પત્રનો હેતુ આરોગ્ય સંભાળમાં કામ કરતાં વ્યાવસાયિકોને તેમનાં વરિષ્ઠ સંચાલક મંડળને લીનનાં સફળ અમલીકરણમાં રસ લે તેમ કરવામાં મદદ કરવાનો છે.

સમજી શકાય જ તેમ છે કે સુધારણાની પ્રક્રિયાના અમલ માટે કોઈ એક જ પધ્ધતિ જ વધારે અસરકારક રહી શકે તેમ ન જ જોવા મળે. સુધારણાની પ્રક્રિયા સતત ચાલુ રહે તે માટે તેને એક વ્યૂહાત્મક પરિવર્તનની દૃષ્ટિકોણથી જ જોવી જોઇએ અને તે માટે જરૂર મુજબ તેમાં જે ફેરફારો જરૂરી બને તે આવરી લેવાય તેટલી લવચિકતા તેનાં બંધારણ અને અમલમાં રાખવી જોઈએ.

આજના વિષય બાબતે આપણે આટલેથી જ અટકીશું. સુધારણા પ્રક્રિયાનાં હવે પછીનાં સોપાનોની આપણી સફર હજૂ પણ થોડા હપ્તા સુધી ચાલુ રહેશે.

આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ માટે ડેવીડ લૅવીના બ્લૉગ, David on Quality, ની મુલાકાત લઈશું. અહીં તેઓ ASQ Influential Voiceની ભૂમિકામાં થતી ચર્ચાઓને સ્થાન આપેલ છે.તેમની મૂળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિષે તેઓ Levy Quality Consulting LLC પર સક્રિય છે.

અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice મનુ વોરાના લેખ, The Gift of Knowledge Transfer Through Technology,ને રજૂ કરે છે. પ્રસ્તુત લેખમાં લેખકે વ્યાવસાયિકોએ પોતપોતાના વ્યવસાયમાં વ્યાપક સફળતા મેળવવા માટે પ્રત્યાયન પધ્ધતિઓ અને સિદ્ધાંતોમાં પ્રાવીણ્ય મેળવવું જોઇએ તે વાત પર ભાર મૂકે છે.આ વાતના ટેકામાં તેમણે Google Hangout on Airની મદદથી ભારતની યુનિવર્સિટીઓ, મોટી કંપનીઓ અને ASQ સભ્ય એકમો જેવા વિવિધ શ્રોતાઓ સાથે કેવી સફળ ચર્ચા કરી તેનો દાખલો ટાંક્યો છે. આ જ પ્રકારના અન્ય કાર્યક્ર્મોનું આયોજન પણ કરાયું છે.

Julia McIntosh, ASQ communications તેમના June Roundup: Using Quality Tools In Everday Life’માં ગુણવત્તા વ્યાવસાયિકોએ ગુણવત્તા (મૂળભૂત ભાવના, સિદ્ધાંતો, પધ્ધતિઓ અને વ્યવહારો)ને પોતાના વ્યવાસાય સિવાયનાં ક્ષેત્રોમાં પણ શી રીતે ઉપયોગમાં લીધી છે તેની ચર્ચા કરેલ છે.

આ માસનાં ASQ TV વૃતાંત છે :
  • Building Effective Teams - ટીમને પૂર્વ-આયોજિત માર્ગ પર ટકાવી રાખવી એ હંમેશાં એક બહુ મોટો પડકાર જ રહ્યો છે. એમાં પણ ટીમ આજનાં પ્રત્યાયન સાધનોથી જોડાયેલી, વાસ્તવિક રીતે અલગ અલગ જગ્યાએથી કામ કરતી હોય તો વળી આ પડકાર અનેક ગણો વધી જઈ શકે છે. પ્રસ્તુત વૃતાંતમાં આવી વર્ચ્યુઅલ ટીમોની અસરકારતા સિદ્ધ કરવા માટે ટીમના પ્રકલ્પોમાં પ્રાથમિકતા પ્રસ્થાપિત કરવાનાં સાધનની રજૂઆત કરવા સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમોની ટીમને પૂર્વનિશ્ચિત માર્ગ પર ટકાવી રાખવાની ટિપ્સ પણ છે.
  • Corporate Sustainability - ઘણાં કૉર્પોરેશન્સ નિવિષ્ટ સામગ્રીઓ અને સંસાધનોના વધારે પડતા વપરાશ, બીનજરૂરી બગાડ અને પર્યાવરણને નુકસાન માટે કુખ્યાત થઇ ચૂકેલ છે. કૉર્પોરેટ ટકાઉપણું એ કાર્યક્ષમતાને વધારવા, બગાડને ઘટાડવા અને પર્યાવરણને બચાવવા માટેનો સભાન અને લીન અભિગમ છે. આ બધા પ્રયત્નો કંપનીને નફાકારકતા સહિત અન્ય બીજાં ગણાં ક્ષેત્રોમાં મદદરૂપ થઇ શકે છે.
આ મહિનાનાં ASQ’s Influential Voice છે – લ્યુસીઆના પૌલીસ.
લ્યુસીઆના પૌલીસ બીઝનેસ કન્સલટન્ટ છે અને Biztorming Training & Consultingનાં સ્થાપક છે. આર્જેન્ટીનાની CEMA યુનિવર્સિટીનાં એમ બી એ , ASQનાં પ્રમાણિત ગુણવત્તા એન્જીનીયર, ASQનાં વરીષ્ઠ સભ્ય અને આર્જેન્ટીનાના રાષ્ટીય ગુણવત્તા પારિતોષિકનાં પરીક્ષક છે. BizTorMing Quality Consulting પર તેઓ સ્પેનિશમાં ગુણવત્તા અને લઘુ તેમ જ મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાટે સતત સુધારણા વિષે લખે છે. કોઈ પણ સારાં બ્રાઉઝર પર તેનું અંગ્રેજીમાં ભાષાંતર ઉપલબ્ધ બની રહે છે.
તેમના બ્લૉગ પરની કેટલીક પોસ્ટ્સ:
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Friday, July 24, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૩) : અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો



Best songs of 1950: And the winners are?' પરની ચર્ચા પરની ચર્ચામાં  સ્ત્રી-પાર્શ્વગાયિકાનાં યાદગાર ગીતોની વાતમાં આપણે આ પહેલાં સી. રામચંદ્રનાં, હુસ્નલાલભગતરામનાં અને ગુલામ મોહમ્મદનાં  લતા મંગેશકરનાં ગીતોની મુલાકાત કરી.
આજે અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો સાંભળીશું.
અનિલ બિશ્વાસનાં લતા મંગેશકરનાં ગીતો
અનિલ બિશ્વાસે લતા મંગેશકરની પોતાની નિશ્રામાં બહુ પહેલેથી લીધાં હતાં. આ વર્ષે પણ હજૂ તેમનો લતા મંગેશકર માટેનો વિશ્વાસ જળાવાઈ રહ્યો છે તેમ ચોક્કસપણે કહી શકાય.
મેરા નરમ કરેજવા ડોલ ગયા - આરઝૂ - પ્રેમ ધવન
આંખોં સે દૂર જા કે જાના ના દિલસે દૂર - આરઝૂ - મજરૂહ સુલ્તાનપુરી
કહાં તક હમ ઊઠાયેં ગમ - આરઝૂ - જાન નિસ્સાર અખ્તર
આ ચારેય ગીતો એક જ ક્લિપમાં સાંભળી શકાશે.
મતવાલે નૈંનોવાલે કે મૈં વારી વારી જાઉં - બેક઼સૂર - આરઝૂ લખનવી
એસ ડી બર્મનનાં લતા મંગેશકરનાં ગીતો
એસ ડી બર્મનની આ વર્ષની અન્ય ફિલ્મોમાં 'અફસર'માં તો સુરૈયા મુખ્ય ભૂમિકામાં છે, એટલે એ ફિલ્મનાં ગીતોમાં તો તેનું વર્ચસ્વ હોય તે સ્વાભાવિક છે, પણ તેમની આ વર્ષની બીજી એક ફિલ્મમાં મુખ્ય ગાયિકાનું સ્થાન ગીતા રૉય (દત્ત)ના ફાળે રહ્યું છે. અહીં રજૂ કરાયેલી 'મશાલ'માં પણ ગીતા રૉયને પણ એક ગીત તો ફાળવવામાં આવ્યું જ છે. 'અફસર'માં સુરૈયા સાથે તેમણે જે જાદુ કર્યો, લતા સાથે એવાં સમીકરણ સાથે રચાયેલાં તેમનાં અદૂભૂત ગીતો - ઝન ઝન ઝન ઝન પાયલ બાજે ….....- બુઝદીલ || ઠંડી હવાયેં લહરાકે આયેં – નૌજવાન - માટે આપણે હજૂ એક વર્ષ રાહ જોવી પડશે.
આંખોંસે દૂર દૂર હૈં પર દિલ કે પાસ - મશાલ - પ્રદીપ 
આજ નહીં તો કલ બિખરેંગે યે બાદલ - મશાલ - પ્રદીપ
નૌશાદનાં લતા મંગેશકરનાં ગીતો
આ વર્ષની નૌશાદની એક માત્ર ફિલ્મ 'બાબુલ'નાં ગીતોની લોકપ્રિયતા સદાબહાર રહી છે. ફિલ્મમાં બે મુખ્ય નાયિકાઓ મુન્નવર સુલ્તાના અને નરગીસ એમ બંને માટે શમશાદ બેગમનો સ્વર વપારો છે, જ્યારે લતા મંગેશકરને ફાળે બે સૉલો અને શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત આવેલ છે. અ પહેલાંના વર્ષમાં આવેલ'અંદાઝ'માં લતા મંગેશકર મુખ્ય નાયિકા નરગીસ માટેનાં પર્દા પાછળનાં ગાયિકા હતા, તેનાથી પણ પહેલાનાં 'મેલા'માં આ સ્થાન શમશાદ બેગમના ફાળે હતું. જો કે હવે પછીનાં વર્ષોમાં નૌશાદ માટે મુખ્ય ગાયિકા લતા મંગેશકરનું સ્થાન બીનહરીફ બની રહેવાનું હતું.
પંછી બનમેં પિયા પિયા ગાને લગા - બાબુલ - શકીલ બદાયુની
લગન મોરે મનકી બલમ નહીં જાને  - બાબુલ - શકીલ બદાયુની
બુલો સી. રાનીનાં લતા મંગેશકરનાં ગીતો
બુલો સી રાની ફિલ્મ જગતના એ અનેક સંગીતકારોમાં છે જેમને તેમની સંગીતની સૂઝના પ્રમાણમાં બોક્ષ ઑફિસની સફળતા કદી પણ મળી નહીં. અહીં રજૂ કરાયેલાં ગીતો ખરેખર બહુ જ મધુર છે.
હંસ હંસ કે મેરે ચૈન પે બીજલી ગિરાયે જા - રસિયા
 વો હમસે ચૂપ હૈં હમ ઉનસે ચૂપ હૈ, દિલોંકે અરમાં મચલ રહે હૈં - રસિયા - ડી એન મધોક

[આડ વાત :
મુખડાની પંક્તિમાં સરખા શબ્દોવાળું બીજું એક ગીત યાદ આવી ગયું? એ ગીત થયું હતું પણ બહુ લોકપ્રિય.
હા, આપણે વાત કરી છીએ , આ વર્ષમાં જ રજૂ થયેલાં ગીત વો હમસે ચૂપ હૈ હમ ઉનસે ચૂપ હૈ, મનાનેવાલે મના રહા હૈં. પર્દા પર રાજ કપુર માટે અહીં ચીતલકરના સ્વરનો પ્રયોગ કરાયો છે.]

વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો
પોતાની પ્રતિભાને અનુરૂપ સફળતા ન વરેલા સંગીતકારોની ક્લબમાં વિનોદની પણ આગવી બેઠક રહી.
મોરે દ્વાર ખુલે હૈં આનેવાલે કબ આઓગે - અનમોલ રતન - ડી એન મધોક


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૪) : અન્ય ગાયિકાઓ : સુરૈયાનાં યાદગાર ગીતો