ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
‘Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની
ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ
(સૉલો)ગીતોની ફેરમુલાકાત કરીશું.
સ્ત્રી-સૉલો ગીતોની સરખામણીમાં પુરુષ સૉલો
ગીતોની સંખ્યા ઓછી જ રહી છે. એટલે આપણા મૂળ લેખની યાદી -Best Songs of
1950 - Memorable Songs andSpecial Songs-માં પણ આ ગીતોનું પ્રતિનિધિત્વ પાંખું કહી શકાય
તેવું રહ્યું છે. આ કારણે ૧૯૫૦નાં વર્ષમાં પુરુષ સૉલો ગીતોનાં વૈવિધ્યનો ન તો પૂરો
અંદાજ આવે કે ન તો અલગ અલગ ગાયકોની એ સમયે શૈલી કેવી રહી હતીતેનો પણ પૂરો ખયાલ આવે. તેથી , આપણેBest Songs of
1950 - Memorable Songs andSpecial Songsઉપરાંત હરમિન્દર સિંધ 'હમરાઝ'ના હિંદી ફિલ્મ ગીત કોશ'ની પણ મદદ લઈને આપણી પ્રસ્તુતિને થોડી વધારે વિશદ અને વિગત પ્રચુર બનાવેલ છે.
૫૦.(ખ) –દેખો દેખો દેખો, બાઈસ્કોપ દેખો (દુશ્મન–૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ| ગાયક લતા મંગેશકર)
ચાલતાંફરતાં થિયેટરથી માત્ર લોકોનું મનોરંજન કે પોતાનો ગુજારો જ નહીં પણ જેને સંભળાવવું છે તેને સંદેશો પણ પહોંચાડવાની કળા પણ અહીં જોવા મળે છે. આમ એક જ માધ્યમનો એકથી વધારે ઉપયોગ પણ કરવાની આવડત પણ સફળ રીતે કામે લગાડાવની કોઠાસૂઝની પણ દાદ તો દેવી જ રહી !
૫૧.દુનિયામેં રહના હો તો કામ કર પ્યારે (હાથી મેરે સાથી- ૧૯૭૧| સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક: કિશોર કુમાર
આ ગીતમાં કશું વેચવાનું નથી, પણ હુન્નરના કરતબ બતાવીને નાણાં કમાય છે. તે સાથે 'ઉપયોગી' ન બની રહીએ – There is no free lunch -, તો દુનિયામાં ટકવું મુશ્કેલ બની રહેશે તેવો સણસણતો સંદેશ પણ કહી જાય છે.
૫૩.લે લોચંપા, ચમેલી, ગુલાબ લઈ લો (સોને કે હાથ – ૧૯૭૩| સંગીતકાર : રવિ | ગાયક : આશા ભોસલે)
માત્ર ફુલો જ નહીં આ માલણ તો ખુશી અને આશાની પણ વહેંચણી કરે છે…
૫૪.ઉપરવાલે તેરી દુનિયામેં, કભી જેબ કિસી કી ના ખાલી મિલે (હાથ કી સફાઈ -૧૯૭૪ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ કોચિંગ ક્લાસમાં ગ્રાહકોનાં ખીસ્સાં સદા ગરમ રહે તેવી (ખિસ્સાકાતરુઓની)પ્રાર્થના કરાતી રહે છે !
'૭૦ના દાયકા સુધીની સ્વરોજગારને ફિલ્મનાં ગીતોમાં ઢાળતાં રહેવાની, અને તે રીતે સ્વરોજગારકારને પણ સમાજમાં મુઠ્ઠી ઉંચેરૂં સ્થાન બક્ષવાની એક આગવી રીત પછીના સમયની ફિલ્મોમાં આગળ ચાલતી રહી છે કે તે તો જોયું નથી, કારણકે આપણે 'ફિલ્મ સંગીતની સફર' ૧૯૬૦ /૭૦ના દાયકા સુધી જ કરવી તેમ નક્કી કર્યું હતું.પણ જો એ સફર ચાલુ રહી હોય, તો બદલતા જતા સમયની સાથે સ્વરોજગારના પ્રકાર અને તેની રજૂઆતમાં કોઇ ફેરફાર આવ્યા કે નહીં તે જાણવું રસપ્રદ તો બની રહે..........
'૮૦ પછીના દાયકાનાં આ પ્રકારનાં ગીતોની જાણ કરવાનું આ સાથે ઈજન પાઠવીએ છીએ, જો એક લેખ જેટલાં ગીતો મળશે, તો આ લેખમાળાના હપ્તા વધારીશું....