Sunday, August 26, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૭]


મુખડાના શબ્દો મહદ અંશે સરખા હોય પણ બાકીની આખી રચના જૂદી જ ફિલ્મમાં પ્રયોજવામાં આવી હોય એવાં અલગ અલગ વર્ઝનનાં હિંદી ફિલ્મ ગીતોની આ શૃંખલામાં છેલ્લા બે એક હપ્તાથી આપણે સમાંતરે ચલી રહેલ અન્ય શ્રેણીઓમાંથી અચાન્ક મળી આવેલાં ગીતો સાંભળી રહ્યાં છીએ.
આજે પણ પણ એ યોગાનુયોગને કારણે મળી શકેલ હજૂ કેટલાંક ગીતો સાંભળીશુ.
પિયા તૂને ક્યા કિયા - ઝિંદગી ઝિંદગી (૧૯૭૨)- ગાયક: એસ ડી બર્મન – સંગીતકાર: સચિન દેવ બર્મન – ગીતકાર: આનંદ બક્ષી
ગીતના મુખડાના બોલને સંગીતકારે આર્તનાદના સવાલ અને આજીજીના ભાવના પૂર્વાલાપ તરીકે રજૂ કરેલ છે. પિયાની ગેરહાજરીમાં સાલતી એકલતાનો ભાવ ગીતનું કેન્દ્ર છે. બીજા અંતરામાં હવે કવિ પિયા વિનાની એકલતા માટે'મૈંને ક્યા કિયા' અને 'તૂને ક્યા કિયા'ની અવઢવમાં પણ પડી જાય છે.

પિયા મૈને ક્યા કિયા મુઝે છૉડકે જઈયો ના - ઉસપાર (૧૯૭૪) – ગાયક: મન્ના ડે – સંગીતકાર: સચિન દેવ બર્મન – ગીતકાર: યોગેશ
મુખડામાં જ 'તૂને’ બદલે 'મૈને'નો પ્રયોગ દેખાય બહુ સામાન્ય ફેરફાર, પણ ગીતની સીચ્યુએશન ઘણી જૂદી છે. અહીં પ્રેમિકા સાથેનો વિજોગ સમાજ અને સંજોગોના બેરહમ હાથોથી ઘડી કઢાયો છે. મુખડાના બોલની શરૂઆત થતાં પહેલાં સંગીતકારે ગીતની શરૂઆત માં 'મિતવા'ના ઘુંટાતા આર્તનાદને તીવ્ર ગતિ દર્શાવતાં વાદ્ય સંચાલનમાં વણી લીધેલ છે.



બતા દો કોઈ કૌન ગલી ગયે શ્યામ - મધુ (૧૯૫૯) – સંગીતકાર: રોશન – ગીતકાર: શૈલેન્દ્ર
ભજનના ભાવમાં રજૂ થયેલ આ ગીત લતા મંગેશકરના તેમ જ મન્ના ડેના સ્વરમાં ટવીન વર્ઝન રૂપે ફિલ્મમાં સમાંવાઈ લેવાયું છે.

'કૌન ગલી ગયો શ્યામ' શબ્દપ્રયોગને શોધ કરવાથી ફિલ્મમાં આ શબ્દપ્રયોગને મુખડામાં વણી લીધેલ હોય એવાં ગીતો ઉપરાંત શાસ્ત્રીય / અર્ધશાસ્ત્રીય અંદાજમાં ગવાયેલ બીજી કેટલીક બંદિશો પણ મળી આવે છે. એ બધી બંદિશોનો પરિચય આપણે 'બંદિશ એક, રૂપ અનેક' શ્રેણીમાં આવરી લેવા માટે વિનંતિ કરીશું.
બતા દો કૌ ગલી ગયો મોરા શ્યામ - કંચન (૧૯૪૧) – ગાયક: લીલા ચીટણીસ – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ડી એન મધોક
અહીં પણ ગીત ભજન રૂપે જ પ્રયોજાયું હોય એમ જણાય છે.

કૌન ગલી ગયો શ્યામ - પાકીઝા (૧૯૭૨) – ગાયક: પરવીન સુલ્તાના – સંગીતકાર: ગ઼ુલામ મોહમ્મદ / નૌશાદ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
અહીં આ રચનાને તેનાં ઠુમરી અંગમાં એક નૂત્ય ગીતના રૂપમાં રજૂ કરાયેલ છે.

કૌન ગલી ગયો શ્યામ...રંગમહલ કે દસ દરવાજે સૈંયા નિકસ ગયે - સત્યમ શિવમ સુંદરમ (૧૯૭૮) – ગાયક: ભુપિન્દર, લતા મંગેશકર – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: વિઠ્ઠલભાઈ પટેલ
રાજકપૂર આ કલ્પનાને સાવ અલગ જ અંદાજમાં રજૂ કરે છે.



પિયા બિન આવત નહીં ચૈન - દેવદાસ (૧૯૩૫) - ગાયક કે એલ સાયગલ - સંગીતકાર તિમ્ર બરન
પ્રેમ ભગ્ન દેવદાસ પિયા વિના ચૈન ન મળવાને કારણે શરાબને શરણે જવાનો મર્ગ અખત્યાર કરે છે.

૧૯૨૫-૨૬માં ખાન સાહેન અબુલ કરીમખાં સાહેબે રાગ ઝિંઝોટીમાં આ બંદિશ ઠુમરીના અંગમાં પેશ કરી હતી. કહેવાય છે કે સાયગલે ગાયેલ બંદિશ સાંભળ્ય પછી ખાં સાહેબ કલકત્તા ગયા હતા ત્યારે સાયગલને ખાસ મુબારકબાદ કહેવા ગયા હતા.

આજ મુખડામાં રચાયેલી એક અન્ય શાસ્ત્રીય રચના પંડિત ભીમસેન જોશી અને લક્ષ્મીશંકરના સ્વરોમાં સંગીતકાર રામ કદમે 'પતિવ્રતા' (૧૯૫૯)માં પણ પ્રયોજેલી છે.



સજન સંગ નેહા લગાયે - મૈં નશે મેં હૂં (૧૯૫૮) – ગાયક:: લતા મંગેશકર – સંગીતકાર:: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર
આ મુખડું પણ મૂળે તો પરંપરાગત ઠુમરી અંગમાં જ ગવાતું. પરંતુ અહીં સંગીતકાર તેને ફિલ્મની સીચુએશનની માંગ મુજબ પાશ્ચાત્ય વાદ્યસંગીતની સજાવટ સાથે રજૂ કરે છે.

શંકર જયકિશને મૂળ બોલની રજૂઆતમાં પરંપરાગત રજૂઆતને કેટલે અંશે જાળવી લીધી છે તે શોભા ગુર્તુની આ રજૂઆત સાંભળવાથી ખયાલ આવે છે.

અનિલ બિશ્વાસે 'જાસુસ'(૧૯૫૭)મા આ મુખડાને આશા ભોસલેના સ્વરમાં સાવ અલગ જ અંદાજમાં રજૂ કરી છે. ગીતની બાંધણી પરથી એટલો ખ્યાલ આવે છે કે ગીત કોઠા પર ગવાતાં ગીતોના ઢાળ પર રચાયેલ છે.

લગભગ એક સરખા મુખડા પરથી અલગ અલગ ફિલ્મોમાં જૂદાં જૂદાં સ્વરૂપે રજૂ થયેલાં વર્ઝન ગીતોની શૃંખલામાં હજૂ એક મણકામાં આવરી શકાય એટલાં ગીતો આપણે સાંભળવાનાં બાકી રહે છે, જે આપણે હવે પછીના અંકમાં સાંભળીશું.


































Thursday, August 23, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર [૨]


ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કાર્ણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક લોકોમાં ઝીનત બેગમ એ સમયે સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચૂક્યાં હત> ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
ફિંદી ફિલ્મ જગત'સુવર્ણકાળ'ના મધ્યાહ્નમાં જેમનો હિદી ફિલ્મ્નાં ગીતો માટે રસ કેળવાયો એ પેઢી માટે ઝીનત બેગમનાં ગીતો સાંભળવાનું ઇન્ટરનેટ યુગ બાદ જ સંભવ બન્યું  છે. આ કારણે, હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી તેમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોની બનાવતી વખતે જે ગીતો જોવાં મળતાં હતાં તેમાંથી કેટલાંકની સક્રિય વિડીયો લિંક મળશે એવો કોઈ અંદાજ નહોતો. આનંદ અને આશ્ચર્ય સાથે કહેવું જોઈએ કે એ તો બધાં જ ગીતોની લિંક તો મળી જ તે ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષમાં ઝીનત બેગમનાં નામે જે ગીતો નથી નોંધાયાં એવાં પણ કેટલાંક ગીતો પણ મળી શક્યાં.
સરવાળે, ઝીનત બેગમનાં ૧૯૪૭નાં સૉલો  ગીતોની સંખ્યા એક અલગ પૉસ્ટ જેટલાં ગીતોની થઈ ગઇ. તેમ છતાં, આ લેખમાળામાં હવે આટલે સુધી આગળ વધી ગયા પછી આ ગીતોને 'અન્ય' સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની પૉસ્ટના એક હિસ્સા તરીકે જ સમાવવાં પડે છે તે મારી મર્યાદા છે.
પડે ઈશ્ક઼ મેં જાન કે હમ કો લાલે - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર 

તેરે બીના બાલમ જિયા મોરા ડોલે મનમેં ઓર હૂક ઊઠે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની

ઓ મેરી અખિયાં નીત દિન રોયે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની 

કૌન સુને ફરિયાદ મેરી હાયે - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

યે કૈસા ઝમાના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઈસ દેશ કે જવાનો કો અજમાયા જાયેગા - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઓ સાજન સમજો ના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

અબ કહાં જાઉં દુશ્મન જમાના મેરા હો ગયા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

ઓ રૂઠનેવાલે, છુપ છૂપ કે ન જિયા જલા, આ મનકી લગી બુઝા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

મુહબ્બત મેં તેરી અય બેવફા, કુછ તો વફા હોતી - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

અલ્લાહ ખતા ક્યા હૈ ગરીબોંકી બતા દે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

હૈ દિલ હી દિલમેં તમન્ના હાયે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

ઈક બાંવરા પંછી...નદીયા કે કિનારે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

અય લો બાદલ આયે વો નહીં આયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

તુમ જુગ જુગ જિયો માં કે જાયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

પરદેસી બાલમ, છાઈ ઘટા ઘનઘોર, પપીહે મોર મચાયે શોર - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


ઓ મેરે રાજા જી મેરી ગલી આના - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હજૂ પણ ચાલુ રહે છે.