Thursday, August 23, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર [૨]


ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કાર્ણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક લોકોમાં ઝીનત બેગમ એ સમયે સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચૂક્યાં હત> ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
ફિંદી ફિલ્મ જગત'સુવર્ણકાળ'ના મધ્યાહ્નમાં જેમનો હિદી ફિલ્મ્નાં ગીતો માટે રસ કેળવાયો એ પેઢી માટે ઝીનત બેગમનાં ગીતો સાંભળવાનું ઇન્ટરનેટ યુગ બાદ જ સંભવ બન્યું  છે. આ કારણે, હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી તેમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોની બનાવતી વખતે જે ગીતો જોવાં મળતાં હતાં તેમાંથી કેટલાંકની સક્રિય વિડીયો લિંક મળશે એવો કોઈ અંદાજ નહોતો. આનંદ અને આશ્ચર્ય સાથે કહેવું જોઈએ કે એ તો બધાં જ ગીતોની લિંક તો મળી જ તે ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષમાં ઝીનત બેગમનાં નામે જે ગીતો નથી નોંધાયાં એવાં પણ કેટલાંક ગીતો પણ મળી શક્યાં.
સરવાળે, ઝીનત બેગમનાં ૧૯૪૭નાં સૉલો  ગીતોની સંખ્યા એક અલગ પૉસ્ટ જેટલાં ગીતોની થઈ ગઇ. તેમ છતાં, આ લેખમાળામાં હવે આટલે સુધી આગળ વધી ગયા પછી આ ગીતોને 'અન્ય' સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની પૉસ્ટના એક હિસ્સા તરીકે જ સમાવવાં પડે છે તે મારી મર્યાદા છે.
પડે ઈશ્ક઼ મેં જાન કે હમ કો લાલે - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર 

તેરે બીના બાલમ જિયા મોરા ડોલે મનમેં ઓર હૂક ઊઠે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની

ઓ મેરી અખિયાં નીત દિન રોયે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની 

કૌન સુને ફરિયાદ મેરી હાયે - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

યે કૈસા ઝમાના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઈસ દેશ કે જવાનો કો અજમાયા જાયેગા - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઓ સાજન સમજો ના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

અબ કહાં જાઉં દુશ્મન જમાના મેરા હો ગયા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

ઓ રૂઠનેવાલે, છુપ છૂપ કે ન જિયા જલા, આ મનકી લગી બુઝા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

મુહબ્બત મેં તેરી અય બેવફા, કુછ તો વફા હોતી - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

અલ્લાહ ખતા ક્યા હૈ ગરીબોંકી બતા દે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

હૈ દિલ હી દિલમેં તમન્ના હાયે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

ઈક બાંવરા પંછી...નદીયા કે કિનારે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

અય લો બાદલ આયે વો નહીં આયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

તુમ જુગ જુગ જિયો માં કે જાયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

પરદેસી બાલમ, છાઈ ઘટા ઘનઘોર, પપીહે મોર મચાયે શોર - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


ઓ મેરે રાજા જી મેરી ગલી આના - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હજૂ પણ ચાલુ રહે છે.

No comments: