Showing posts with label Female Solo Songs. Show all posts
Showing posts with label Female Solo Songs. Show all posts

Thursday, August 25, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી

 

૧૯૪૩નાં વર્ષનાં પુરુષ સોંલો ગીતોને ચર્ચાની એરણે સાંભળ્યા પછી હવે Best songs of 1943: And the winners are?  માં સ્ત્રી સોલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશું.

આ વર્ષના પ્રવેશકમાં આપણે જોયું તેમ હિંદી ફિલ્મ ગીતકોષમાં ૨૫૬ સ્ત્રી સોલો ગીતો માટે ગાયિકાઓની ઓળખ શકી બની હતી. આ ઉપરાંત યુ ટ્યુબ પર કેટલાંજ બીજાં એવાં ગીતો હોઈ શકે છે જ્યાં પણ ગાયકોની ઓળખ શક્ય બની હોય.

Memorable Songs of 1943 જે ગીતો આવરી લેવાયાં છે તે ગીતોને અહીં ફરીથી નથી સમાવાયાં. 

અમીરબાઈ કર્ણાટકીનાં  સૉલો ગીતો

Memorable Songs of 1943  માં અમીરબાઈ કર્ણાટકીનાં આઠ ગીતો છે, જેમાંથી 'કિસ્મત'ના ૪ ગીતો છે તો બે ગીતોમાં ગાયિકા તરીકે રેકોર્ડ પર મિનાક્ષીનું નામ છે અને એક ગીત પર રતન પિયાનું નામ છે

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ઉપરાંત જે ગીતો અમીરબાઈ કર્ણાટકીને નામે ઓળખાયામ છે અને યુ ટ્યુબ પર મળેલા છે તે અહીં રજૂ કરેલ છે. જોકે છ/સાત ગીતો યુ ટ્યુબ પર નથી મળ્યાં.

હમ તુમ સે માંગતે હૈં, આહોંકે બદલે આહેં - બંસરી ગીતકાર: ડી એન મધોક  / પંડિત ઈન્દ્ર (?)- સંગીત: જ્ઞાન દત્ત 

યું દેખોગે અગર લગ જાયેગી નજ઼ર, ઓ બાંકે નયનાવાલે - ખંજરવાલી  - ગીત અને સંગીત અફઝલ

તોરે મનમેં બસુંગી હો સજના, તુમ ચંદા બનો મૈં ચાંદની - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

મન રે મત રો કૈસે તુઝે મનાઉં - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

ક્યોં તુમને ડરાયા, પીછે પીછે પ્રેમ તું.. - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ  - સંગીત: એસ કે પાલ

જીવન કા જુગ આયા… દેખ દેખ કર મન લલચાયા - પૃથ્વી વલ્લભ - ગીતકાર: પંડિત સુદર્શન - સંગીત: રફીક઼ ગઝનવી 

હવાને બાંધા હૈ રંગ, દેખો ઈસકી ચાલ નિરાલી - પૃથ્વી વલ્લભ - ગીતકાર: પંડિત સુદર્શન - સંગીત: રફીક઼ ગઝનવી

ભોલી ભાલી કો લલચાઈ રે મૈં કૈસે કહું - શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

કિનકો ઢુંઢત નૈન સખી રી, કૌન તેરા ચિતચોર - શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત


Thursday, September 23, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

 ૧૯૪૪નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ અમુક જ ગાયિકાઓનાં ગીતોની સંખ્યા વધારે છે. બહુ ઘણી સંખ્યામાં એવાં ગાયિકાઓ છે કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય.

તદુપરાંત સ્ત્રી ગાયિકાઓનાં કુલ સૉલો ગીતોમાંથી ૧૯૪૪નાં વર્ષ માટે લગભગ અડધાં જેટલાં ગીતોનાં તો ગાયિકાઓની જ ઓળખ નથી થઈ શકી.

વળી, એવાં પણ કેટલાંય ગીતો છે જેનાં ગાયિકાની ઓળખ બાબતે હિંદી ફિલ્મ ગીત કોશ અને યુ ટ્યુબ પર ગીત અપલોડ કરનારની માહિતીમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.

તે સાથે એ પણ હકીકત છે કે ૧૯૪૪નાં વર્ષ માટે ચર્ચાની એરણે સાંભળેલાં બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૪નાં ગીત કે ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની પસંદગી મારી અંગત મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.

આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક આધાર જ નથી.

એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનં એક જ વાર સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને પહેલી જ વાર ગમી ગયું, તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં એક જ ગીત મળ્યું છે, તેમનાં તે ગીતને જ અહીં સમાવેલ છે.

આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ ક્રમમાં ૧૯૪૪નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ છે.

અમીરબાઈ કર્ણાટકી - બાજ રહી કિસ ઔર મુરલીયા -પોલીસ – ગીતકાર:રમેશ ગુપ્તા – સંગીતકાર: પન્નાલાલ ઘોષ

ઝોહરાબાઈ અંબાલેવાલી - રાતકી મલકા બન ઠન કે મુઝે દુલ્હન બનાને આઈ હૈ - ઇસ્મત – ગીતકાર: શમ્સ લખનવી સંગીતકાર:પંડિત ગોવર્ધન પ્રસાદ

હમીદા બાનો - છેડ ગયા બેદર્દ મેરી દિલરૂબા કે તાર ક્યોં – શહેનશાહ બાબર – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર:ખેમચંદ પ્રકાશ

ઝીનત બેગમ - સુબહ હુઈ ઔર પંછી જાગે ચુગા ચુગન કો ભાગે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

રાજકુમારી - મેરા બાલમ બડા હરજાઈ રે, મૈં તો પ્રીત લગા પછતાઈ - બડી બાત – ગીતકાર: સ્વામી રામાનન્દ  સરસ્વતી - સંગીતકાર:  ફિરોઝ નિઝામી

સુશીલા રાની - સુહાગન કાહે આંસુ ડાલે …. લેખ ટલેના ટાલે - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ખુર્શીદ - બુલબુલ આ તુ ભી ગા…. પ્યાર કે ગાને મૈં ગાઉં - શહેનશાહ બાબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

શમશાદ બેગમ - સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

સીતારા - ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

લીલા ચીટણીસ - હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા ફાગુનકી - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

નિર્મલા દેવી - અખીયાં મિલાકે ભાગના ના - જીવન  - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

નસીમ અખ્તર - ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

મંજુ - અંગડાઈ હૈ તેરા બહાનારતન - જીવન  - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

કલ્યાણી - મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી

હુસ્ન બાનુ - ખુશી કે તરાને સુનાતા ચલા જા - આઈના  - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી

નુરજહાં - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

પારૂલ ઘોષ - મેરે આંગનમેં ચીટકી ચાંદની - જ્વાર ભાટા - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

કુસુમ મંત્રી - ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ સરસવતી  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

તારા - આંખેં યે કહ રહી હૈ કી….. રામ કરે કહીં નૈના ન ઉલઝે - ચાર આંખેં - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

લીલા સાવંત - લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા = કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી

શાન્તા આપ્ટે - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા પર સો જાયે = કાદંબરી - ગીતકાર: મિસ કમલ બી એ - એચ પી દાસ

ઉત્પલા સેન - જલ જાને દો ઇસ દુનિયા કો - મેરી બહેન -  પંડિત ભુષણ - સંગીતકાર:  પંકજ મલ્લિક

વિમલા - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - મેરી બહેન - ગીતકાર:  પંડિત ભુષણ - સંગીતકાર:  પંકજ મલ્લિક

૧૯૪૪નાં વર્ષ માટે શ્રેષ્ઠ સૉલો ગીત અને તેનાં ગાયિકાની વરણી માટેની સોંગ્સ ઑફ યોરની સર્વગ્રાહી સમીક્ષા, Best songs of 1944: Wrap UP 2 ,માં  ચંદા દેશ પિયા કે જા (ભર્તૃહરી – ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ) માટે અમીરબાઈ કર્ણાટકી પસંદ કરાયાં છે. 

Thursday, September 16, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, પારૂલ ઘોષ અને હજુ બીજાં અન્ય ગાયિકાઓ

 નૂરજહાંનાં સૉલો ગીતો

૧૯૪૪માં નુરજહાંની બે ફિલ્મો હતી. Memorable Songs of 1944  માં તે પૈકી 'દોસ્ત'નાં બે સૉલો ગીતો - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે અને કોઈ પ્રેમકા દે દો સંદેસા હાયે લૂટ ગયા - અને 'લાલ હવેલી'નું - ભૈયા હમારોજી અને તેરી યાદ આયે સાંવરીયા - આવરી લેવાયાં છે.

અબ કૌન મેરા, અબ કૌન મેરા - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

અલમ પર અલમ સિતમ પર સિતમ હમ ઉઠાએ હુએ હૈ - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

બનતી નઝર નહીં આતી તદબીર હમારી - લાલ હવેલી - ગીતકાર: મુન્શી શમ્સ લખનવી -  સંગીતકાર: મીર સાહબ


પારૂલ ઘોષનાં સૉલો ગીતો

પારૂલ ઘોષનાં 'જ્વાર ભાટા'નાં બે સૉલો ગીતો - મેરે આંગનમેં ચીટકી ચાંદની અને ભુલ જાના ચાહતી હું ભુલ નહીં પાતી - Memorable Songs of 1944  માં આવરી લેવાયાં છે.

ભાભી રૂઠે ભાઈ મનાએ….તુ રૂઠે તો બોલ દિવાની - ઈન્સાન - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: જ્ઞાન દત્ત

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનાં નામની નોંધ નથી.

જરા બંસી બજા ઓ ગીરધારી ક્રુષ્ણ મુરારી - રૌનક઼ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીતકાર: સી. રામચંદ્ર

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનું નામ શ્રીમતી ઘોષ તરીકે નોંધાયું છે.

કુસુમ મંત્રીનાં સૉલો ગીતો

ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ સરસવતી  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

કૌશલ્યાનાં સૉલો ગીતો

માં, પ્યારી માં, ગોદમેં તેરી ખેલા બચપન મેરા - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન

કુછ બોલ બોલ પંછી, ઓ પર ખોલ ખોલ પંછી  - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન /ગુલશન સુફી

તારાનાં સૉલો ગીતો

આંખેં યે કહ રહી હૈ કી….. રામ કરે કહીં નૈના ન ઉલઝે - ચાર આંખેં - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

લીલા સાવંતનાં સૉલો ગીતો

લીલા સાવંતનાં 'કલીયાં'માં ત્રણ સૉલો ગીતો છે, પરંતુ યુ ટ્યુબ પર એક જ જોવા મળ્યું છે.

લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા - કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી

૧૯૪૪ માટે સ્ત્રી સૉલો ગીતોમાં આ બધાં ઉપરાંત, 'કાદંબરી'માં શાન્તા આપ્ટેનાં ૬ સૉલો અને ૨ સાથીઓ સાથેનાં ગીતો હતાં. આ પૈકી યુ ટ્યુબ પર ઉપલબ્ધ ૧ માત્ર ગીત  - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા પર સો જાયે - Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. તે જ રીતે ઉત્પલા સેનનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - જલ જાને દો ઇસ દુનિયા કો – અને વિમલાનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - પણ Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે.

આ ઉપરાંત પણ હજુ કોઈ રડ્યાંખડ્યાં સ્ત્રી સૉલો ગીત મારી નજરમાં ન આવ્યાં હોય તેમ બનવાની શકયતા પણ છે. પરંતુ, ૧૯૪૪નાં વર્ષ માટેનાં મારાં સાવ નગણ્ય જ્ઞાનની તે મર્યાદા સ્વીકારીને ૧૯૪૪નાં સ્ત્રી સૉલો ગીતોની એરણે લીધેલી આ ચર્ચાને અહીં પુરી કરૂં છું.

Thursday, September 9, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નિર્મલા દેવી અને અન્ય ગાયિકાઓ

નિર્મલા દેવીનાં સૉલો ગીતો

‘ગાલી’માં નિર્મલાનાં નામે બે સૉલો ગીતો બોલે છે, આપણે માની લઈશું કે તે નિર્મલા દેવી જ છે, જોકે યુટ્યુબ પર આ બન્ને ગીતો નથી. 'ગીત'માં નિર્મલા (દેવી)નાં ૪ સૉલો ગીતો છે, જે પૈકી - મૈં અકેલી રાજા આ જા આ જા રે - Memorable Songs of 1944માં આવરી લેવાયું છે. તે ઉપરાંત, હુઆ સવેરા પ્રીતમ મેરા, યાદ તેરીને ઘેર લિયા યુટ્યુબ પર જોવા નથી મળતું. 

મૈં તો પિયા કી જોગનીયા હું - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

ચાંદ ખીલા તારે મુસ્કાએ, મેરી હંસી ઉડાએ - ગીત - ગીતકાર: મહર-ઉલ- કાદરી - સંગીતકાર: નૌશાદ અલી

જાઓ જી જાઓ દેખેંગે કહાં જાઓગે - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

અખીયાં મિલાકે ભાગના ના - જીવન - - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

આએ હો અભી બૈઠો તો સહી દો પ્યારકી બાતેં હો જાએં – જીવન - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

નસીમ અખ્તરનાં  સૉલો ગીતો

'ભાઈ'માં નસીમ અખ્તરને નામે બે ગીતો બોલે છે, જેમાનું કુછ યાદ દીલાતી હૈ હમેં બીતી હુઈ બાતેં  યુટ્યુબ પર જોવા નથી મળ્યું.

ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

મંજુનાં  સૉલો ગીતો

Memorable Songs of 1944 માં મંજુનાં દો દિલોંકો યે દુનિયા મિલને હી નહીં દેતી (ચાંદ), હોલી મૈં ખેલુંગી ઉન સંગ ડટ કે અને પરદેસી હો અબ હમ સે રખિયાં બંધાઓ =(ગાલી) તેમ જ અંગડાઈ હૈ તેરા બહાના અને જૂઠે હૈ સબ સપને સુહાને (રતન) આટલાં સૉલો ગીતોને આવરી લેવાયાં છે. 'ગાલી'નાં મંજુનાં ત્રણ અન્ય સૉલો ગીતોને નૅટ પર કોઈ લિંક નથી મળી શકી.

આ બધાં ઉપરાંત એક અન્ય ગીત અહીં રજ્ કરેલ છે -

આયી….મુસીબત આયી, મુસાફિર ભાગ ચલો - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

કલ્યાણીનાં  સૉલો ગીતો

બદમાશ (સંગીત ખાન મસ્તાના / દત્તા કોરેગાંવકર)નાં કલ્યાણીના નામે હિંદી ફિલ્મ ગીત અકોશમં બે સૉલો ગીતો બોલે છે. પરંતુ નેટ પરથી તેની લિંક નથી મળી શકી.

મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશ શમાના સ્વરમાં આ ગીતનું બીજું વર્ઝન પણ છે તેમ જણાવે છે, પરંતુ તે નેટ પર નથી મળી શક્યું.

હુસ્ન બાનુનાં  સૉલો ગીતો

ખુશી કે તરાને સુનાતા ચલા જા - આઈના  - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી


Thursday, September 2, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ + સીતારા + લીલા ચીટણીસ

 શમશાદ બેગમનાં સૉલો ગીતો

હિંદી ફિલ્મ ગીત કોશમાં રાજકુમારીએ જણાવ્યું છે કે 'પન્ના'નાં ગીતો ફિલ્મમાં શમસાદ બેગમના સ્વરમાં હતં પણ પહીથી રેકોર્ડ રાજકુમારીનાં સ્વરમાં થયાં હતાં. એ ફિલ્મ હાલ પુરતી ગણતરીમાં ન લઈએ તો વર્ષ ૧૯૪૪ માટે શમશાદ બેગમના સ્વરની હાજરી બે ફિલ્મોમાં જ જોવા મળે છે.

Memorable Songs of 1944માં તે પૈકી બે સૉલો ગીતો - મૈં જોગન બન જાઉંગી...મીરે દેવતા લો મેરી આરતી (ચલ ચલ રે નવજવાન) અને જાઓ સજન મેરે હરજાઈં, બાલ્મ મોરે સાજન મોરે, છેડો ના (દાસી - સંગીત પંડિત અમરનાથ)- આવરી લેવાયેલ છે.

તે સિવાયનાં બીજાં કેટલાંક ગીતો અહીં સાંભળીએ

લાયે….બાલમવા મેરે લિયે ફૂલોંકા હાર - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

હો ગોરી પ્યાર ભરા દિલ, પ્રીત કે નૈના, કોઈ છુપાયે….અપને બાલમે અપને સાજનસે મિલ કે આયી હો - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર


સીતારાનાં સૉલો ગીતો

Memorable Songs of 1944 માં સીતારાનું એક ગીત - મેરે દિલરૂબા આ જા મેરે દિલરૂબા (ચાંદ) - આવરી લેવાયેલ છે. આ ગીત એક નૃત્ય ગીત છે  એટલે ગાયિકા પ્રખ્યાત નર્તક સીતારા દેવી છે એમ માની શકાય.

ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ 

હિંદી ફિલ્મ ગીત કોષમાં  'મનકા મીત'નાં પાંચ ગીત સીતારાના નામે છે. પરંતુ એ સીતારા નર્તક ગાયિકા સીતારા દેવી છે કે પાર્શ્વગાયિકા સિતારા કાનપુરી છે તે સ્પષ્ટ નથી થતું. આ પાંચ પૈકી બે ગીતો - નગરી મેરી કબ તક યું હી બરબાદ રહેગી અને પરદેસી ક્યું યાદ આતા હૈ -Memorable Songs of 1944માં પણ આવરી લેવાયેલ છે. પરંતુ સીતારા દેવી કે સીતારા કાનપુરીએ સ્પષ્ટતા નથી થતી. અન્ય કેટલા સંદર્ભમાં આ બધાં ગીતો સીતારા કાનપુરીએ ગાયાં છે તેવું દર્શાવાયું છે. આટલી અસ્પષ્ટતાની સ્પષ્ટતા સાથે બાકીનાં બધાં ગીતો અહીં રજુ કરેલ છે.  

મન કાહે ઘબરાયે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

અય ચાંદ ન ઈતરાના, આતે હૈ મેરે સાજન - મનકા મીત - ગીતકાર:  ભરત વ્યાસ - સંગીતકાર: એસ કે પાલ



અય ચાંદ ઉમ્મીદોંકો મેરી શમા દીખા દે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

હિંદી ફિલ્મ ગીતકોશમાં 'નગરી મેરી કબ તક બરબાદ રહેગી'ને અલગ જોડીયાં ગીત તરીકે દર્શાવાયેલ છે. અહીં ક્લિપમાં આ બન્ને વર્ઝન સામેલ છે.


લીલા ચીટણીસનાં સૉલો ગીતો

અમારી પેઢીએ તો લીલા ચીટણીસને (દુઃખમાં ગરકાવ જ રહેતાં) મા તરીકે જ પરદા પર જોયાં છે. અહીં તેમને તેમની ભર યુવાનીના દીવસોમાં હીરોઈન-ગાયિકા તરીકેની બેવડી ભૂમિકામાં જોવા સાંભળવાનો લ્હાવો મળે છે.

હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા ફાગુનકી - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

દો ઐસે વરદાન પ્રભુ, મેરે સપને સચ હો જાયે - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

મૈં રોઉં તું રુલાયે જા,જો ચાહે જ઼ુલ્મ ઢાયે જા - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

હમ ક્યોં બતાયે હમેં કિસકા ઈંતઝાર હૈ - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ