૧૯૪૪નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ અમુક જ ગાયિકાઓનાં ગીતોની સંખ્યા વધારે છે. બહુ ઘણી સંખ્યામાં એવાં ગાયિકાઓ છે કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય.
તદુપરાંત સ્ત્રી ગાયિકાઓનાં કુલ સૉલો ગીતોમાંથી ૧૯૪૪નાં વર્ષ માટે
લગભગ અડધાં જેટલાં ગીતોનાં તો ગાયિકાઓની જ ઓળખ નથી થઈ શકી.
વળી, એવાં પણ કેટલાંય ગીતો છે જેનાં ગાયિકાની ઓળખ બાબતે હિંદી ફિલ્મ ગીત
કોશ અને યુ ટ્યુબ પર ગીત અપલોડ કરનારની માહિતીમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.
તે સાથે એ પણ હકીકત છે કે ૧૯૪૪નાં વર્ષ માટે ચર્ચાની એરણે સાંભળેલાં
બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી
ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૪નાં ગીત કે
ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો
ગીતોની પસંદગી મારી અંગત મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.
આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો
મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક
આધાર જ નથી.
એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનં એક જ વાર સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને
પહેલી જ વાર ગમી ગયું,
તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં
એક જ ગીત મળ્યું છે,
તેમનાં તે ગીતને જ અહીં સમાવેલ છે.
આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ
ક્રમમાં ૧૯૪૪નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ
છે.
અમીરબાઈ કર્ણાટકી - બાજ રહી કિસ ઔર મુરલીયા -પોલીસ – ગીતકાર:રમેશ ગુપ્તા – સંગીતકાર: પન્નાલાલ ઘોષ
ઝોહરાબાઈ અંબાલેવાલી - રાતકી મલકા બન ઠન કે મુઝે
દુલ્હન બનાને આઈ હૈ
- ઇસ્મત – ગીતકાર: શમ્સ લખનવી – સંગીતકાર:પંડિત
ગોવર્ધન પ્રસાદ
હમીદા બાનો
- છેડ ગયા બેદર્દ મેરી
દિલરૂબા કે તાર ક્યોં –
શહેનશાહ બાબર – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર:ખેમચંદ પ્રકાશ
ઝીનત બેગમ - સુબહ હુઈ ઔર પંછી જાગે ચુગા ચુગન કો ભાગે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર:
પંડિત અમરનાથ
રાજકુમારી - મેરા બાલમ બડા હરજાઈ રે, મૈં તો પ્રીત લગા
પછતાઈ - બડી બાત – ગીતકાર: સ્વામી રામાનન્દ સરસ્વતી - સંગીતકાર:
ફિરોઝ નિઝામી
સુશીલા રાની - સુહાગન કાહે આંસુ ડાલે …. લેખ
ટલેના ટાલે - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: હનુમાન
પ્રસાદ
ખુર્શીદ - બુલબુલ આ તુ ભી ગા…. પ્યાર કે
ગાને મૈં ગાઉં - શહેનશાહ બાબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ
શમશાદ
બેગમ - સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર
સીતારા - ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ
- ગીતકાર: ક઼મર
જલાલાબાદી - સંગીતકાર:
હુસ્નલાલ ભગતરામ
લીલા ચીટણીસ - હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા
ફાગુનકી
- ચાર આંખેં - ગીતકાર: નરેન્દ્ર
શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
નિર્મલા
દેવી - અખીયાં મિલાકે ભાગના ના - જીવન - ગીતકાર: ડી
એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી
નસીમ અખ્તર - ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી
- સંગીતકાર: ગુલામ
હૈદર
મંજુ
- અંગડાઈ હૈ
તેરા બહાના – રતન - જીવન - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી
કલ્યાણી - મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી
હુસ્ન બાનુ
- ખુશી કે તરાને સુનાતા ચલા
જા - આઈના - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી
નુરજહાં - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે - દોસ્ત
- ગીતકાર: શમ્સ
લખનવી - સંગીતકાર: સજ્જાદ
હુસ્સૈન
પારૂલ ઘોષ - મેરે આંગનમેં ચીટકી ચાંદની - જ્વાર ભાટા - ગીતકાર: નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ
કુસુમ મંત્રી - ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ
સરસવતી - સંગીતકાર: ફિરોઝ નિઝામી
તારા - આંખેં યે કહ રહી હૈ કી….. રામ
કરે કહીં નૈના ન ઉલઝે
- ચાર આંખેં - ગીતકાર: નરેદ્ર શર્મા - સંગીતકાર:
અનિલ બિશ્વાસ
લીલા સાવંત - લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા
= કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી
શાન્તા આપ્ટે - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા
પર સો જાયે = કાદંબરી
- ગીતકાર:
મિસ કમલ બી એ - એચ પી દાસ
ઉત્પલા સેન - જલ જાને દો ઇસ દુનિયા કો - મેરી બહેન - પંડિત
ભુષણ - સંગીતકાર: પંકજ મલ્લિક
વિમલા - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - મેરી બહેન - ગીતકાર: પંડિત ભુષણ - સંગીતકાર: પંકજ મલ્લિક
૧૯૪૪નાં વર્ષ માટે શ્રેષ્ઠ સૉલો ગીત અને તેનાં ગાયિકાની
વરણી માટેની સોંગ્સ ઑફ યોરની સર્વગ્રાહી સમીક્ષા, Best songs of
1944: Wrap UP 2 ,માં ચંદા દેશ પિયા કે જા (ભર્તૃહરી – ગીતકાર: પંડિત
ઈન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ) માટે અમીરબાઈ કર્ણાટકી પસંદ કરાયાં
છે.
૧૯૪૪નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાની અલગ અલગ પ્રકાશિત પૉસ્ટ્સ, ચર્ચાની એરણે : ૧૯૪૪નાં સ્ત્રી સૉલો ગીતો@ Songs of Yore પર ક્લિક કરવાથી એક સાથે વાંચી/ડાઉનલોડ કરી શકાશે.
No comments:
Post a Comment