Sunday, September 19, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના  સપ્ટેમ્બર, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે ગુણવત્તા - સંચાલન - (વ્યાવસાયિક) કાર્યનું ભવિષ્ય વિશે ટુંકમાં વાત કરીશું.-

How the World of Work is Changing - આજનું કાર્યસ્થળ ગત વર્ષોનાં કાર્યસ્થળ કરતાં નાટકીય રીતે અલગ દેખાય છે. ટાઈપ મશીનને બદલે કમ્પ્યુટર કે ઘણાં કામોમાં માણ્સને બદલે મશીન દ્વારા થતાં કામો જેવા દેખીતા ટેક્નોલિજિને લગતા ફેરફારો ઉપરાંત સામાજિક ફેરફારોએ અત્યાર સુધી પુરુષોનાં જ આધિપત્ય ગણાતાં કાર્યસ્થળોમાં સ્ત્રીઓની હાજરી પણ મહત્ત્વની ભૂમિકાઓએ લાવી મુકી છે.

આ સમગ્ર અભ્યાસ અને તેમાં રજુ કરાયેલ બહુ જ ઇન્ફોગ્રાફિક અહી વાંચી શકાશે- https://www.nextgeneration.ie/blog/2016/04/how-the-world-of-work-is-changing  



The 5 Trends Shaping the Future of Work - Jacob Morgan - કાર્યનાં ભવિષ્ય વિશે આપણે જે કંઈ જાણીએ છે તે સામાન્યપણે પાંચ પ્રવાહો - વૈશ્વિકીકરણ, ટેક્નોલોજિ, વસ્તીનાં ઘટકોમાં થતા ફેરફારો, નવા પ્રકારની વર્તણૂકો, અને સ્થળાંતરશીલતા - થી પ્રભાવિત થાય છે. પહેલી જ વાર આ પાંચે પ્રવાહો એક સાથે કાર્યશીલ થવાથી સંસ્થામાંની કામગીરી કેમ કરવી  તે વિશે નવેસરથી અને નવી દૃષ્ટિથી વિચારવાની સંસ્થાઓને ફરજ પડી રહી છે.

The big debate about the future of work માં સમજાવાયું છે કે અર્થશાસ્ત્રીઓ અને આગમનાં એંધાણ પારખનારા નિષ્ણાતો ભવિષ્યનાં મજુર બજાર વિશે શા માટે સહમત નથી થઈ શકતા.


The future of work: is your job safe? | The Economist - આ છે ભવિષ્યનાં કાર્ય કરનારાંઓ. કાર્યસ્થળોમાં ટેક્નોલોજિએ ઓળખાય નહીં તેવા બહુ મોટા ફેરફારો કરી નાખ્યા છે, જેને પરિણામે નવી જ તકો પણ ઉભરી છે. તે સાથે કામદારોના હક્કો પણ ઘસાતા જાય છે. કેટલાંક તો કામધંધા વિનાનાં, બહુ જ મનહૂસ, ભવિષ્યની કલ્પના કરી રહ્યાં છે. કાર્યની આ ભાવિ દુનિયાનો આપણે કેવી રીતે હિંમતભેર સામનો કરીશું તેના થકી ભવિષ્યના સમાજનું પેઢીઓ સુધી નિર્માણ થશે. લોકો શી રીતે જીવી રહ્યાં છે અને કામ કરી રહ્યાં છે તેના પર પ્રભાવ કરતાં પરિબળો કયાં છે અને આજના સમયમાં વર્ચસ્વ સભર ક્ષમતા કેમ વાપરી શકાય છે? દબાણો, વૈશ્વિક પરિવર્તનોની સામે  ટકી શકાય એવાં આયોજનો અને સંતુલનો પલટાવી નાખતી સંભવિત ઘટનાઓને હવે અને પછી છતાં કરે છે.

The Future of Work - CQI Quality Futures Reportમાં કાર્યસ્થળ પરનાં ડિજિટલીકરણની અસરો દરેક પ્રકારનાં કામો કરતી દરેક વ્યક્તિને શી રીતે અસર કરે છે અને સંસ્થાઓ પોતાની સંદર્ભિત સંચાલન વ્યૂહરચનાઓમાં આ બાબતોની સાથે સક્રિયપણે શી રીતે કામ લઈ શકે તે વિશે કહેવાયું છે.

https://www.quality.org/future-of-work પર ક્લિક કરવાથી આ અહેવાલને  ડાઉનલોડ કરી શકાય છે.

Transitioning to the future of work and the workplace - ફેસબુક દ્વારા પ્રયોજિત ડેલોઈટની મોજણીમાં ઉચ્ચ કક્ષાના સંચાલક વર્ગને કાર્યનાં ભવિષ્ય વિશે તેમના દૃષ્ટિકોણ માટે પુછવામાં આવ્યું. તેઓના પ્રતિભાવોથી ભવિષ્યનાં કાર્યસ્થળ માટે  છ મુખ્ય સુર  અને સંસ્થાના અગ્રણીઓ માટે સંક્રાંતિ સમય માટે છ પદાર્થપાઠ  છતા થાય છે —

: સંસ્કૃતિ પર ધ્યાન આપો; સંસ્કૃતિના વિકાસ અને પ્રસારમાં અગ્રણીઓ પણ સક્રિયપણે ભાગ લે તે સુનિશ્ચિત કરો.

: માહિતી આદાનપ્રદાન અને નવી તંત્રવ્યવસ્થાઓ, નીતિઓ અને ડિજિટલ કાર્યસ્થળને કારણે બદલતી કોર્પોરેટ સંસ્કૃતિનાં પુનઃઅર્થઘટન જેવી બાબતોમાં વધારે પારદર્શિતા રહે તેમ સક્રિયપણે કરવું. તેમ ન થાય તો કર્મચારીઓને ખોવાનાં, ઉત્પાદકતા ઘટવાનાં અને કદાચ ગ્રાહકો પણ ખોવાનાં જોખમો આવી પડી શકે છે.

: નવી સદીનાં કર્મચારીઓને જાળવવા માટે કંપનીઓએ તેમનાં લોકોની ક્ષમતાઓનાં સંવર્ધન અને વિકાસ તરફ, વધારે રસપ્રદ અને અર્થપૂર્ણ કામગીરી ઘડવા તરફ અને કારકિર્દીઓની બાબતમાં વધારે લવચીકતા જાળવવા તરફ  અને કર્મચારીઓ પોતાના વિચારોનું આદાનપ્રદાન અને એકબીજાં સાથેનો સહકાર વધારે પારદર્શિતાથી કરી શકે તેવાં સાધનો વિકસાવવા તરફ વધારે ધ્યાન આપવું જોઈશે.

: સંસ્થાના વ્યવસાયને થતા લાભો વાસ્તવિક અને નક્કર છે - તેને કરી બતાવવું અને વહેંચી બતાવવું પડે.

: નવાં સહકાર્ય તરફ વળવાની તૈયારી શરૂ કરો, પરંતુ કાર્યસ્થાળની કાર્યપદ્ધતિઓની અને કર્મચારીઓની અપેક્ષાઓની નવી નવી ઉપલબ્ધ થતી ક્ષમતાઓની સાથે સુસંસગતા જળવાય તે માટે પણ મદદ કરો.

૬: અગ્રણીઓ દ્વારા ઘણી વાર  કાર્યસ્થળ ઉપર સામાજિક સાધનોની ઉપયોગીતા ઓછી અંકાઈ શકે છે. વધારે સારાં માહિતી આદાનપ્રદાન, સહકાર અને આપસી જોડાણો માટે સહકાર્ય અને વ્યાપાર સંબંધી સામાજિક સાધનોના ઉપયોગ વિશે તેમણે પણ જરૂર પડ્યે શીખવું જોઈશે.

અહેવાલની નકલ https://www2.deloitte.com/content/dam/Deloitte/global/Documents/HumanCapital/gx-hc-us-cons-transitioning-to-the-future-of-work-and-the-workplace.pdf  પરથી ડાઉનલોડ થઈ શકશે.

વધુ અભ્યાસ માટે કેટલાક વધારે વિડિયો

·       How we'll earn money in a future without jobs | Martin Ford

·       The Future of Work | SingularityU Germany Summit 2017

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Readying Yourself for Digital Transformation Initiatives - વેન્ગાર્ડના મૅનેજર અને રજિસ્ટર્ડ પ્રિન્સિપલ રીસ્પોન્સીબલ (RPR), રિચર્ડ અપહૉફ્ફ ડિજિટલ રૂપાંતરણ માટે આવશ્યક કૌશલ્યોની ચર્ચા કરવાની સાથે પડકારભરી પહેલો સાથેના તેમના ૨૫ વર્ષોના અનુભવો અને પદાર્થપાઠ શી રીતે શીખવા વિશે વાત કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Enhancing Effectiveness - કોઈ પણ કામ કરતી વખતે જો અસરકારકતા કે ઉત્પાદકતા ઓછી પડવાનું અનુભવાય, તો તેને પરિણામે વ્યક્તિ નિરાશાનાં વમળમાં ફસાઇ જવાની સંભાવના રહે છે. જોકે, મોટા ભાગે, આપણે  જે અસરકારકતાથી અત્યારે કામ કરી રહ્યાં છીએ તેના કરતાં વધારે અસરકારક બનવું, અને આપણે સકારાત્મક જોશની ઉર્ધ્વ દિશા તરફ જવાનું અનુભવ કરી શકીએ તેમ કરવું શક્ય જરૂર છે.

એ માટે કેટલાંક જાણીતાં પણ (કદાચ તેથી ) ઓછાં અજમાવાતાં સુચનો અહીં રજુ કર્યાં છે -

૧. તમારા સમયને તમારા અંકુશમાં કરો અને શક્ય એટલું તેનું વ્યવસ્થાપન તમારા હાથમાં લઈ લો. એકાદ બે અઠવાડીયાં સુધી તમારા દિવસનો સમય ક્યાં ક્યાં વપરાય છે તેની નોંધ કરી અને પછી તેનું વિશ્લેષણ કરો. તેના પરથી, તમારાં લક્ષ્ય સુધી પહોચવાને બદલે ખોટી પ્રાથમિકતાઓમાં તમને  ફસાવી દેતાં કામો શોધી અને એ વેડફાટને કાપી કેમ નાખવો તેનું આયોજન કરી અને અમલમાં મુકો.

૨. બીજી એક સરસ તક છે પોતાના વિષયનાં નવાં નવાં સંસાધનો,પરિવર્તનના પ્રવાહો, નવી ઘટનાઓ કે નવા ઉપાયો જેવી પ્રગતિઓ  સાથે સંપર્ક વધારે ઘનિષ્ઠ બનાવો. તે અંગેનાં પુસ્તકો, સામયિકો, નેટ વગેરે જેવાં સંસાધનોના ઉપયોગ માટે જરૂરી ચોક્કસ સમય જરૂરથી ફાળવો.

૩. ત્રીજો ઉપાય છે  એવાં લોકો સાથેનાં તમારાં નેટવર્કને વિસ્તારો જે તમને સમજીને તમને મદદરૂપ થાય તેમ હોય, તમને વધારે પ્રોત્સાહન આપે તેમ હોય. તેમને માટે વધારે સમય ફાળવો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

  • Answers & Questions - આપણે એવી ફિલ્મો જોઈ છે જેમાં અગ્રણી પોતાની ટીમ કે લોકોને પોતાનાં પ્રોત્સાહક સંભાષણથી મુશ્કેલ જણાતાં કામને પાર પાડવામાં અનેરા ઉત્સાહથી જોડી દે. આવા પ્રસંગોએ એક ખાસ લાક્ષણિકતા જોવા નથી મળતી.

તમે ક્યારે પણ તેમને સવાલો પુછતા જોયા છે?

તમારે શું કરવું જોઇએ, તે તો જાણે કે તેમને ખબર જ હોય.

આવી પરિસ્થિતિઓમાં મુકાતાં દરેક અગ્રણી, અનુયાયી, પુરવઠાકાર, હિતધારક માટે એ આવશ્યક છે એ લોકોને એ રીતે અને એવા સવાલો પુછે કે સામેની વ્યક્તિના મુકત પ્રતિસાદ જાણવા મળે. મુકત પ્રતિસાદો અને તેને શક્ય બનાવતા સવાલોથી બન્ને પક્ષને ભરોસો બેસે છે કે એ વિષય પર બન્ને પક્ષો એક જ સ્તરે છે.

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: