Showing posts with label Male-Female Duets. Show all posts
Showing posts with label Male-Female Duets. Show all posts

Thursday, January 7, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - યુગલ ગીતો : સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો

 આપણી ચર્ચાને એરણે હવે ‘Best songs of 1946: And the winners are?ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. ૧૯૪૫નાં ગીતોને 'ચર્ચાને એરણે' લેવાના 'પ્રવેશક'ના Memorable Songs of 1945 તબક્કે જ એટલું નિશ્ચિત જણાઈ ગયું હતું કે ૧૯૪૫નાં વર્ષ માટે આપણે અત્યાર સુધી અનુસરી રહ્યાં હતાં તે પુરુષ-સ્ત્રી, પુરુષ, સ્ત્રી-સ્ત્રી અને ત્રિપુટી, ત્રિપુટી+ એ મુજબનાં વર્ગીકરણ મુજબ ચર્ચા નહીં કરી શકીએ. આથી ૧૯૪૫નાં વર્ષનાં યુગલ ગીતોને નીચે મુજબ વર્ગીકૃત કરીશું -

  • સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો
  • વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં યુગલ(+) ગીતો
  • સ્ત્રી-સ્ત્રી યુગલ(+) ગીતો

સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો

આ પ્રકારમાં આવરી લેવાયેલ યુગલ ગીતોને આ મુજબનું શીર્ષક આપવાનું કારણ એટલું જ કે પુરુષ ગાયક ફિલ્મ સંગીતમાં જેને 'સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે  તે સમયે તેમની કારકિર્દીની ટોચે પહોંચ્યા હતા. તે સાથે યુગલ ગાયક તરીકે ૧૯૪૫માં તો વિન્ટેજ એરાનાં જ સ્ત્રી ગાયક જ હોય એ તો સ્વાભાવિક જ છે કેમકે સુવર્ણ યુગમાં ટોચે પહોંચેલ સ્ત્રી ગાયિકાઓ હવે પછીનાં વર્ષોમાં તો પદાર્પણ કરશે.

અહીં પુરુષ - પુરુષ યુગલ ગીતો તેમજ સ્ત્રી-પુરુષ કે પુરુષ-પુરુષ ત્રિપુટી (+) ગીતો પણ સમાવી લીધાં છે.

દસ્તાવેજીકરણની સરળતા માટે પુરુષ ગાયકનું નામ પહેલાં નોંધેલ છે. તે જ રીતે ગીતોને પુરુષ ગાયકો દીઠ વર્ગીકૃત કરેલ છે.

મોહમ્મદ રફી, મોહનતારા  - દિલ દીયે ચલ, દિલ લીયે ચલ, હમ જિયે ઐસે - બેગમ - સંગીતકાર" એચ પી દાસ - ગીતકાર" જી એસ નેપાલી


મોહમ્મદ રફી, જી એમ દુર્રાની - અજી દિલ હો કાબુ મેં - વિલેજ ગર્લ - સંગીતકાર: શ્યામ સુંદર - ગીતકાર: વલી સાહબ


મોહમ્મદ રફી, ઝોહરાબાઈ, શમશાદ બેગમ - છોટી  સે બનાયેંગે એક નૈયા - હમારા સંસાર - સંગીતકાર: પંડિત ગોવિંદ રામ - ગીતકાર: પંડિત રમેશ ગુપ્તા


મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - ટોપીવાલે બાબુને દિલ છીના,મોરા મન છીના - કુલ કલંક - સંગીતકાર: અલ્લા રખા - ગીતકાર: રૂપબાની 


મન્ના ડે, અમીરબાઈ કર્ણાટકી - યે રંગ બીરંગી ડોર હૈ - મઝદૂર - સંગીતકાર એચ પી દાસ - ગીતકાર જી એસ નેપાલી

મન્ના ડે, રાજકુમારી - હૈ ગગનમેં બાદલ ઠહરે હુએ - વિક્રમાદિત્ય - સંગીતકાર શંકર રાવ વ્યાસ - ગીતકાર રમેશ ગુપ્તા


મુકેશ, હમીદા બાનો, ખુર્શીદ - બદરીયા બરસ ગયી ઉસ પાર, લિયે ખડી હૈ પ્રીત ગગરીયા - મૂર્તિ - સંગીતકાર: બુલો સી રાની - ગીતકાર: પંડિત ઈન્દ્ર


મુકેશ, નસીમ અખ્તર - પહેલી નઝર કા તીર લગા.. - પહેલી નઝર - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ, સફદર 'આહ'


મુકેશ, નસીમ અખ્તરજવાની યે ભરપૂર દિલકશ અદાયેં, બતાઓ તુમ્હીં કૈસે દિલ કો બચાયેં - પહેલી નઝર - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉસફદર 'આહ'


મુકેશ, મોહનતારા તલપડે - પરદેસી ઢોલા, કાહે કો જગાએ સારી રાત રે - પ્રભુ કા ઘર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ/ બુલો સી રાની - ગીતકાર: પંડિત ઈન્દ્ર


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં યુગલ(+) ગીતો ને ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, October 24, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી- પુરુષ યુગલ ગીતો [૪]


અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો  [૨]
સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ૧૯૪૬નાં વર્ષની પહેલી બારીમાંથી  ડોકીયૌં કરતાં ગાયકોનાં વૈવિધ્યનાં જે દર્શન થયાં તે આ બીજી બારીમાંથી પણ એટલી જ સમૃદ્ધિથી ચર્ચાની એરણે સાંભળવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોના વિન્ટેજ એરાના વધારે ઘનિષ્ઠ પરિચય થવાના જે કંઈ અવસર મળ્યા છે તેને કારણે ગાયકોનાં નામ પરિચિત હોય, પણ તેમનો સ્વર તો આ ગીતોમાં ફરી એક વાર સાંભળવા મળે ત્યારે પહેલી વાર સાંભળવાનો જ અનુભવ થાય છે. આ અનુભવમાં હેમંત કુમાર, મન્ના ડે કે જગમોહન જેવાં વધારે પરિચિત નામો પણ અપવાદ નથી બન્યાં તે બાબત પણ નોંધપાત્ર જરૂર છે. આ ગીતો પણ પહેલી જ વાર સાંભળવાની તક મળી છે.

 કે એસ રાગી + શમશાદ બેગમ - બીત ગયે દિન રાહ તકત મન હારા - નામુમકીન – સંગીતકાર: અયુબ ખાન - ગીતકાર એ. કરીમ

ફિરોઝ નિઝામી + નસીમ અખ્તર - હાયે ઝાલિમ તુને પી હી નહીં - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી

ફિરોઝ દસ્તુર + અમીરબાઈ કર્ણાટકી - નૈનો મેં આ કે ચલે જાના ના કર કે બહાના - પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

અજ્ઞાત પુરુષ ગાયક (યુ ટ્યુબ અનુસાર ખાન મસ્તાના) + શમશાદ બેગમ - ઓ સજની સાવન કી કાલી ઘટાયેં દિલ કો તડપાયેં તો ક્યા કરૂં - પંડિતજી – સંગીતકાર: ખાન અઝીઝ

એ આર ઓઝા + અમીરબાઈ કર્ણાટકીપતંગા ચલા હૈ દીપક કી ઔર, મનમેં લે કર પ્રેમકી આશા – પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

ક઼ાદિર ફરીદી + ઝીનત બેગમ - અય ક઼ાફિલે વાલે, મેરા પૈગામ લિયે જા - રેહાના – સંગીતકાર: ક઼ાદિર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશીયારપુરી

યશવંત ભટ્ટ + હુસ્નબાનુ - અય ફૂલ બતા કૈસા હોગા મેરા પિયા સજન પ્યારા - રોયલ મેલ – સંગીતકાર: નારાયણ રાવ – ગીતકાર: મુસ્તફા એન ઉસ્માની

યશવંત ભટ્ટ + હુસ્નબાનુઅય સાક઼ી તુઝે ગ઼મ કૌન કહે - રોયલ મેલ – સંગીતકાર: નારાયણ રાવ – ગીતકાર: મુસ્તફા એન ઉસ્માની

જગમોહન +  કલ્યાણી દાસ - પરવાને કો બુજ઼ે દિયે પર કભી ન જાને દેના - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

જગમોહન +  કલ્યાણી દાસ - એક ગીત સુનાના હૈ - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

હેમંત કુમાર + કલ્યાણી દાસ - પપીહા - તુ પિયુ કો પુકાર, મૈં જાઉં બલ્હાર - ઝમીન આસ્માન – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ હાશ્મી

હવે પછીના અંકમાં ૧૯૪૬નાં યુગલ ગીતોની ચ્રર્ચાની એરણેના અંતિમ ચરણમાં સ્ત્રી-સ્ત્રી- યુગલ ગીતો, પુરુષ - પુરુષ યુગલ ગીતો અને ત્રિપુટી/ત્રિપુટી+ગીતો સાંભળીશું.

Thursday, October 17, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી- પુરુષ યુગલ ગીતો [૩]


૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં અને બીજા અંકમાં મૂકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.

અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]
૧૯૪૬નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ  ગીતોની સંખ્યાની વધારે છે, તેટલી ગાયકો, સંગીતકારો અને વિષયોનાં વૈવિધ્યની માત્રા પણ વિશાળ છે. જોકે મોટા ભાગનાં સૉલો ગીતોની જેમ મોટા ભાગનાં ગીતો અહીં ચર્ચાની એરણે પહેલી વાર જ સાંભળ્યાં છે.


કેટલાક ગાયકો ચિરપરિચિત નામો છે, પરંતુ અહીં તેમનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા એટલી નથી કે આ યુગલ ગીતોને અલગથી ચર્ચાની એરણે સાંભળી શકાય.
પારો દેવી - અજ્ઞાત ગાયક - ઓ પરદેસી ભૂલ ન જાના, દેખ કે દેશ પરાયા- ધનવાન – સંગીતકાર: શાન્તિ કુમાર – ગીતકાર: રૂપબાની
હિંદી ફિલ્મ ગીતકોષમાં ગાયકોનાં નામની નોંધ નથી.

આસિત બરન + કાનન દેવી - સુનો, સુનો, કયા..ઈક નયા ફસાના - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ
યુ ટ્યુબ પર આ ગીતના પુરુષ ગાયક તરીકે રોબિન મઝુમદાર દર્શાવાયા છે.

? , ? - હે હે ઓ દેખનેવાલો એક નઝર દેખો - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

રોબિન મઝુમદાર, કાનન દેવી , કોરસ - કુર્ર જ઼ા...કુર્ર જ઼ા, આ કે તુ નક્કાર એ દિલ - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

રોબિન મઝુમદાર + અન્ય સ્ત્રી સ્વર - અય વતન-એ-કારવાં હોશિયાર - અરેબીયન નાઈટ્સ – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: ફૈયાઝ

ખાન મસ્તાના + શમશાદ બેગમ - બેચૈન જુદાઈમેં હું સરકાર-એ-મદિના - બૈરામ ખાન – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: બી આર  શર્મા

અમર + કલ્યાણી દાસ  - બાદલ બરસ બરસ કે તૂ પૈગામ સુના દે - બિંદિયા – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત મધુર

મોતી + શમશાદ બેગમ - ભંવરા શોર ન કરના ગુલશનમેં - દિલ – સંગીતકાર: ઝફર ખુર્શીદ

મન્ના ડે  + અમીરબાઈ કર્ણાટકી - અય દુનિયા જ઼રા સુન લે હમારી ભી કહાની - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત – ગીતકાર: નીલકંઠ તિવારી

રેવાશંકર + ઝોહરાબાઈ અંબાલેવાલી - હમારી ગલી આના હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ

હવે પછીના અંકમાં ૧૯૪૬નાં વર્ષનાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ના બીજા ભાગને ચર્ચાની એરણે સાંભળીને સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચા પૂરી કરીશું.

Thursday, October 10, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી- પુરુષ યુગલ ગીતો [૨]

૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.

મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં આ સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાં મુકેશ તેમની વિન્ટેજ એરાવાળી સાયગલની અસરના પ્રભાવ હેઠળની અને આપણે જેનાથી વધારે પરિચિત છીએ તેવી સુવર્ણ યુગની તેમની ગાયન શૈલીના બન્ને રંગમાં સાંભળવા મળે છે.
મુકેશ, શમ્શાદ બેગમ - ક્યા જાદુ હૈ તેરે પાસ પિયા, સુરત દેખી દિલ હાર દિયા - ચેહરા - સંગીતકાર એમ એ મુખ્તાર - ગીતકાર ઈશ્વર ચંદ્ર કપૂર

મુકેશ, બીનાપાની મુખર્જી - મૈં નાગન હું, બડી ઝહરીલી, બડી કટીલી - દરબાન - સંગીતકાર ગુલશન સુફી - ગીતકાર તનવીર નક઼્વી

મુકેશ, સુશીલા રાની - લાગત નઝર તોરી છલીયા, મોરે ગોરે બદન કો - ગ્વાલન - સંગીતકાર હંસરાજ બહલ - ગીતકાર પંડિત ઈન્દ્ર

મુકેશ, હમીદા બાનુ - જા પરવાને જા કહીં શમા જલ રહી હૈ - રાજપૂતાની - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર  પંડીત ઈન્દ્ર

ચિતળકરનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
ચિતળકર સામાન્યતઃ પોતે સંગીતબધ્ધ કરેલાં ગીતો જ ગાતા હોય છે. આ વર્ષે તેમના કંઠે એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલ એક રચના પણ સાંભળવા મળી રહી છે.
ચિતળકર, મીના કપૂર - એક નઈ કલી, સસુરાલ ચલી,દુબલી સી દુલ્હન - આઠ દિન – સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: જી એસ નેપાલી

ચિતળકર, બીનાપાની મુખર્જી - કભી યાદ કરકે, ગલી પાર કર કે, ચલી આના હમારે અંગના - સફર - સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી

ચિતળકર, બીનાપાની મુખર્જી - નઝર બચાના બાબુજી નઝર બચાના - સફર - સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી 

ચિતળકર, બીનાપાની મુખર્જી - છોટી સેઠાનીજી તેરે ફિરાક઼ મેં હમ તો હો ગયે  બદનામ - સફર - સંગીતકાર સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી

અશોક કુમારનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
અહીં બન્ને યુગલ ગીતોમાં અશોક કુમારના ફાળે ધુનનો ખાસો અઘરો હિસ્સો આવ્યો છે એમ કહી શકાય, જોકે તેમણે તેમને ન્યાય કરવામાં જરા પણ ક્ચાશ નથી દાખવી તેની નોંધ પણ લેવી જ જોઈએ.
અશોક કુમાર, પારો દેવી - જગમગ હૈ આસમાન, ડગમગ હૈ મેરે પ્રાણ , ડોલ રહી હૈ નૈયા મેરી - શિકારી - સંગીતકાર એસ ડી બર્મન

અશોક કુમાર, અમીરબાઈ કર્ણાટકી - હર દિન હૈ નયા, હર રાત નિરાલી હૈ - શિકારી - સંગીતકાર એસ ડી બર્મન

સુરેન્દ્રનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
સુરેન્દ્રના બે અલગ અલગ યુગલ ગીતોમાં એકમાં તેમનો સાથે ખુબ પ્રતિષ્ઠિત થઈ ચૂકેલ અને બીજામાં પ્રમાણમાં નવોદિત કહી શકાય તેવાં ગાયિકાઓ છે. બન્ને યુગલ ગીત પર્દા પર પણ એ ગીતનાં ગાયકોએ જ અદા કર્યાં છે.
સુરેન્દ્ર, નૂર જહાં - આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ - અનમોલ ઘડી - સંગીતકાર નૌશાદ અલી - ગીતકાર તનવીર નક઼્વી

સુરેન્દ્ર, સુરૈયા - તેરી નઝરમેં મૈં રહું, મેરી નઝર મેં તૂ - ૧૮૫૭ - સંગીતકાર સજ્જાદ હુસૈન - ગીતકાર શેવાન રિઝ્વી 

હવે પછી ૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનો પહેલો ભાગ સાંભળીશું

Thursday, October 3, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]


આપણી ચર્ચાને એરણે હવે Best songs of 1946: And the winners are? ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને એરણે' પ્રસ્થાપિત કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે, ૧૯૪૬નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરમાં યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો, પુરુષ-પુરુષ યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
હિંદી ફિલ્મોનાં સંગીતમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જેટલું જ મહત્ત્વનું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો સૉલો ગીતો કરતાં ઓછાં હોય તે સ્વાભાવિક ગણી શકાય, પણ વિષય, ગીતની બાંધણી, ગાયકીની શૈલી જેવી અનેક બાબતોમાં યુગલ ગીતોમાં સૉલો ગીતો જેટલું જ,ક્યારેક વધારે પણ, વૈવિધ્ય જોવા મળે છે.
૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો પણ એ દૃષ્ટિએ અપવાદરૂપ નથી.
'ચર્ચાની એરણે XXXXનાં ગીતો'ની આ પહેલાંની શ્રેણીઓની રજૂઆત સાથે સુસંગતતા જાળવી રાખવા માટે આ વર્ષે પણ સ્ત્ર_પુરુષ યુગલ ગીતોનું વર્ગીકરણ પુરુષ ગાયકનાં નામને ધ્યાનમાં રાખીને કરેલ છે. ૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાંથી જે પુરુષ ગાયકો વધારે જાણીતા કહી શકાય તેમનાં બે અથવા બેથી વધારે યુગલ ગીતો હોય તો એ યુગલ ગીતોને એ દરેક પુરુષ ગાયકો પ્રમાણે અલગ તારવેલ છે. બાકીનાં બધાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો 'અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ  ગીતો'નાં શીર્ષક હેઠળ વર્ગીકૃત કરેલ છે. 'અન્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતો'ની સંખ્યા કોઈ એક પુરુષ ગાયકનાં યુગલ ગીત કરતાં ઘણી વધારે છે. જોકે પહેલાં પણ સાંભળ્યાં હોય એવાં સ્ત્રી-પુરુષ ગીતો તો રડ્યા ખડ્યા અપવાદ જેવાં બહુ જ જૂજ છે.
જે પુર્ષ ગાયકનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો બધારે હોયે તેને પહેલાં લઈને પછીથી ઉતરતા ક્રમમાં અહંઈ બધાં ગીતોને દસ્તાવેજ કરેલ છે.
મોહમ્મદ રફીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં વર્ષ મટે મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા ઓછી છે એ જેટલું સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક એ પણ છે કે અહીં દસ્તાવેજ થયેલાં લગભગ દરેક યુગલ ગીત, વિન્ટેજ એરાનાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાની આપણી હવે પ્રસ્થાપિત થઈ ચૂકેલ વ્યવસ્થાને કારણે આપણને પહેલી જ વાર સાંભળવા મ્ળે છે.
મોહમ્મદ રફી, નિર્મલા દેવી - ગાએ જા...ભુલ જા અપને ગીત પુરાને - ઘુંઘટ – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા
હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયકોનાં નામનો ઉલ્લેખ નથી.

મોહમ્મદ રફી, હમીદા બાનુ - રૂખી સુખી મૈં ખા લુંગી, પાસ બુલા લો મેરે રાજા - ઈન્સાફ – સંગીતકાર:  એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - ખુદ સમઝ લો કે ઈલ્તઝા ક્યા હૈ - રણભૂમિ – સંગીતકાર: પ્રેમનાથ – ગીતકાર: આરઝૂ લખનવી

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - યે નયન ક્યું શરમાયે - રસીલી – સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: ગ઼ાફિલ હરયાણવી 

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - વતનકી અમાનત મેરી ઝિંદગી હૈ - રૂપા – સંગીતકાર: ગોવિંદ રામ - 

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - બૈઠે હૈ તેરે દર પર કુછ કર કે ઊઠેંગે - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી - ગીતકાર વલી સાહબ

મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મનકી સુની નગરિયા સુહાની બની - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી – ગીતકાર: ખવાર જુમાં

જી એમ દુર્રાનીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
પોતાની કારકીર્દીની શરૂઆતમાં ગી એમ દુર્રાની ગાયકીની દૃષ્ટિએ મોહમ્મદ રફીના આદર્શ હતા એવું કેટલીક જગ્યાએ નોંધવામાં આવેલું જોવા મળે છે. ૧૯૪૬નાં વર્ષનાં ગી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો એમ હોવા માટે શું કારણો હોઈ શકે તે માટે દિશાનિર્દેશ કરતાં જણાશે. 
જી એમ દુર્રાની, મોહનતારા તલપડે - જોબના શર્માએ મોહે જોબના શર્માએ - કુલદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર:  નવા નક઼્વી
 
જી એમ દુર્રાની, શમશાદ બેગમ - દેખો જી ક્યા સમા હૈ, ચમન પે ફિઝા હૈ - સસ્સી પુન્નુ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

જી એમ દુર્રાની, શમશદ બેગમ - ઈક યાદ કીસી કી આ રહી - શમા – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: એહસાન રિઝ્વી 

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ચીનાબ કા બહતા હુઆ પાની, મેરે દિલબર કો કહ દે તુ મેરી કહાની - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ઓ તુઝ પે સલામ અય મેરે નાકામ-એ-મોહબ્બત - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ

હવે પછીના અંકમાં આપણે મુકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.