Thursday, January 7, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - યુગલ ગીતો : સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો

 આપણી ચર્ચાને એરણે હવે ‘Best songs of 1946: And the winners are?ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. ૧૯૪૫નાં ગીતોને 'ચર્ચાને એરણે' લેવાના 'પ્રવેશક'ના Memorable Songs of 1945 તબક્કે જ એટલું નિશ્ચિત જણાઈ ગયું હતું કે ૧૯૪૫નાં વર્ષ માટે આપણે અત્યાર સુધી અનુસરી રહ્યાં હતાં તે પુરુષ-સ્ત્રી, પુરુષ, સ્ત્રી-સ્ત્રી અને ત્રિપુટી, ત્રિપુટી+ એ મુજબનાં વર્ગીકરણ મુજબ ચર્ચા નહીં કરી શકીએ. આથી ૧૯૪૫નાં વર્ષનાં યુગલ ગીતોને નીચે મુજબ વર્ગીકૃત કરીશું -

  • સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો
  • વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં યુગલ(+) ગીતો
  • સ્ત્રી-સ્ત્રી યુગલ(+) ગીતો

સુવર્ણ યુગના (પુરુષ) ગાયકોનાં યુગલ(+) ગીતો

આ પ્રકારમાં આવરી લેવાયેલ યુગલ ગીતોને આ મુજબનું શીર્ષક આપવાનું કારણ એટલું જ કે પુરુષ ગાયક ફિલ્મ સંગીતમાં જેને 'સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે  તે સમયે તેમની કારકિર્દીની ટોચે પહોંચ્યા હતા. તે સાથે યુગલ ગાયક તરીકે ૧૯૪૫માં તો વિન્ટેજ એરાનાં જ સ્ત્રી ગાયક જ હોય એ તો સ્વાભાવિક જ છે કેમકે સુવર્ણ યુગમાં ટોચે પહોંચેલ સ્ત્રી ગાયિકાઓ હવે પછીનાં વર્ષોમાં તો પદાર્પણ કરશે.

અહીં પુરુષ - પુરુષ યુગલ ગીતો તેમજ સ્ત્રી-પુરુષ કે પુરુષ-પુરુષ ત્રિપુટી (+) ગીતો પણ સમાવી લીધાં છે.

દસ્તાવેજીકરણની સરળતા માટે પુરુષ ગાયકનું નામ પહેલાં નોંધેલ છે. તે જ રીતે ગીતોને પુરુષ ગાયકો દીઠ વર્ગીકૃત કરેલ છે.

મોહમ્મદ રફી, મોહનતારા  - દિલ દીયે ચલ, દિલ લીયે ચલ, હમ જિયે ઐસે - બેગમ - સંગીતકાર" એચ પી દાસ - ગીતકાર" જી એસ નેપાલી


મોહમ્મદ રફી, જી એમ દુર્રાની - અજી દિલ હો કાબુ મેં - વિલેજ ગર્લ - સંગીતકાર: શ્યામ સુંદર - ગીતકાર: વલી સાહબ


મોહમ્મદ રફી, ઝોહરાબાઈ, શમશાદ બેગમ - છોટી  સે બનાયેંગે એક નૈયા - હમારા સંસાર - સંગીતકાર: પંડિત ગોવિંદ રામ - ગીતકાર: પંડિત રમેશ ગુપ્તા


મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - ટોપીવાલે બાબુને દિલ છીના,મોરા મન છીના - કુલ કલંક - સંગીતકાર: અલ્લા રખા - ગીતકાર: રૂપબાની 


મન્ના ડે, અમીરબાઈ કર્ણાટકી - યે રંગ બીરંગી ડોર હૈ - મઝદૂર - સંગીતકાર એચ પી દાસ - ગીતકાર જી એસ નેપાલી

મન્ના ડે, રાજકુમારી - હૈ ગગનમેં બાદલ ઠહરે હુએ - વિક્રમાદિત્ય - સંગીતકાર શંકર રાવ વ્યાસ - ગીતકાર રમેશ ગુપ્તા


મુકેશ, હમીદા બાનો, ખુર્શીદ - બદરીયા બરસ ગયી ઉસ પાર, લિયે ખડી હૈ પ્રીત ગગરીયા - મૂર્તિ - સંગીતકાર: બુલો સી રાની - ગીતકાર: પંડિત ઈન્દ્ર


મુકેશ, નસીમ અખ્તર - પહેલી નઝર કા તીર લગા.. - પહેલી નઝર - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉ, સફદર 'આહ'


મુકેશ, નસીમ અખ્તરજવાની યે ભરપૂર દિલકશ અદાયેં, બતાઓ તુમ્હીં કૈસે દિલ કો બચાયેં - પહેલી નઝર - સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ડૉસફદર 'આહ'


મુકેશ, મોહનતારા તલપડે - પરદેસી ઢોલા, કાહે કો જગાએ સારી રાત રે - પ્રભુ કા ઘર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ/ બુલો સી રાની - ગીતકાર: પંડિત ઈન્દ્ર


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૫નાં વર્ષનાં વિન્ટેજ એરાના પુરુષ ગાયકોનાં યુગલ(+) ગીતો ને ચર્ચાની એરણે સાંભળીશું.

No comments: