Showing posts with label Rajkumari. Show all posts
Showing posts with label Rajkumari. Show all posts

Thursday, August 11, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - રાજકુમારી



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, અને શમશાદ બેગમનાં ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરાનાં પાર્શ્વગાયિકાઓમાં રાજકુઆરીનું સ્થાન મોખરાની હરોળમાં હતું. ૧૯૪૯નાં વર્ષમાં તેમનાં ગીતોની સંખ્યા સન્માનીય ગણી શકાય એટલી તો હતી, ગીતોની સીચ્યુએશન, કઈ કક્ષાની અભિનેત્રી માટે ગીત ગાવું,સંગીતકારોની બહુવિધતા જેવાં પરિમાણો પણ  ગુણવતા નોંધપાત્ર જરૂર હતી.'મહલ'નાં તેમણે ગાયેલાં ગીતો એ જ ફિલ્મનાં 'આયેગા આનેવાલા'ની લોકપ્રિયતા પાછળ ગ્રહણ પામતાં જણાય પણ તેમ છતાં એ ગીતોની લોકભોગ્યતાનો પણ ફિલ્મની સફળતામાં મહદ ફાળો હતો એ વાત હંમેશાં સ્વીકારાતી રહી છે.
મૈં તો હાર ગયી હૂં લગાકે નૈન - ભીખારી - હંસ રાજ બહલ - સેવક રામ 
ક્યું દિલ મેરા તડપાતી હૈ - ધૂમ ધામ - સૂફી સમાજ - અઝીઝ કસ્મીરી 
મેરે દિલ કી દુનિયા હૈ જિનકે હવાલે - જીગર - સી રામચંદ્ર - એહસાન રીઝ્વી

મૈં વોહ દુલ્હન હું રાઝ ન આયા જિસે સિંગાર - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી 
યુ ટ્યુબ પર આ ગીતનું બીજું વર્ઝન પણ સાંભળવા મળે છે :
ઘબરા કે જો હમ સર ટકરાયે તો અચ્છા હો - મહલ - ખેમચંદ પ્રકાશ - નખ્શાબ જરાચવી 

લો વોહ સપનોંકી દુનિયા બસાને લગે, હમેં ભાને લગે - નેકી ઔર બદી - રોશન (રોશનની સંગીત નિર્દેશક તરીકેની સૌથી પહેલી ફિલ્મ) - કીદાર શર્મા
હે ચંદ્રવદન, ચંદા કી કિરન, તુમ કિસકા ચિત્ર બનાતી હો - રામ વિવાહ - શંકર રાવ વ્યાસ
જલ બિન મછલી, પિયા બિન સજની, તડપ તડપ હી મરે - રંગીલા રાજસ્થાન - એસ કે પાલ - ભરત વ્યાસ 
હમ ભી આસીર-એ-ગ઼મ હૈં - ઠેસ - સ્નેહલ (વી બી) ભાટકર - પ્રેમ સારંગ 

અરી હો મોહે છેડ ગયા - સિંગાર - ખુર્શીદ અન્વર - ડી એન મધોક


હવે પછીના અંકમાં આપણે આશા ભોસલે અને સુરીન્દર કૌરનાં ૧૯૪૯નાં સૉલો ગીતો સાંભળીશું.

Tuesday, November 3, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૫) : પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો



Best songs of 1950: And the winners are?ની ચર્ચામાં આપણે પુરુષ-સ્ત્રી યુગલ ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આ વર્ષનાં ગીતોની એક ખાસિયત એ કહી શકાય કે પુરુષ + પુરુષ અને સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોની સંખ્યા નોંધપાત્ર કહી શકાય તેવાં પ્રમાણમાં રહી છે.
પુરુષ-પુરુષ ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
અહીં રજૂ કરાયેલાં પુરુષ-પુરૂષ યુગલ ગીતો બે મિત્રોની નોંક ઝોંક,મજાક-મસ્તીની જ આસપાસ રચાયાં છે. જો કે ગીતોમાં ગાયકોની જોડીઓમાં અનોખાપણું જરૂર છે.
મુકેશ + જી એમ દુર્રાની - ઐસેમેં જો કોઈ છમ સે આ જાએ - હંસતે આંસૂ - શેવાન રીઝવી - ગુલામ મોહમ્મદ 
 મોહમ્મદ રફી + રાજા ગુલ - એક ચક્કર પાંઓમેં હૈ, એક ચક્કર સરમેં હૈ - શાદીકી રાત - સર્શાર સૈલાની - પંડિત ગોબિંદરામ
ચીતળકર + મોહમ્મદ રફી - કહનેવાલે સચ કહ ગયે હૈ - નિરાલા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
ચીતળકર + મોહમ્મદ રફી - અરે કિસ્મતકા સિતારા ચમકા....સબ કુછ દેતા છપ્પડ ફાડકર દેતા - સંગીતા - પી એલ સંતોષી - સી રામચંદ્ર
સ્ત્રી-સ્ત્રી ગાયકોનાં યાદગાર યુગલ ગીતો
ગીતોની સંખ્યા અને વૈવિધ્યની દૃષ્ટિએ ૧૯૫૦નું વર્ષ સ્ત્રી-સ્ત્રી  યુગલ ગીતો માટે યાદગાર કહી શકાય, તો વળી કેટલાંક  ગીતો તો માત્ર આ ગીતોની કક્ષામાં જ નહીં, પણ બધાં જ પ્રકારનાં ગીતોમાં પણ અગ્રેસર બની રહે તેવાં પણ રહ્યાં છે.
શમશાદ બેગમ + લતા મંગેશકર -  કિસીકે દિલમેં રહના થા - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ
લતા મંગેશકર + શમશાદ બેગમ - કસકે કમર હોજા તૈયાર - સંગ્રામ - પી એલ સંતોષી - સી રામચંદ્ર  
[આડ વાત : ગીતને પર્દા પર સાવ નાનાં-સાં શશી કપૂર અને તબસ્સુમે ભજવ્યું છે.]
લતા મંગેશકર + ઉમા દેવી - ન જાને ક્યોં ગભરા રહી હો, નઝર કુછ બહકી - માંગ - પ્રકાશ - ગુલામ મોહમ્મદ 
લતા મંગેશકર, ગીતા રોય અને કોરસ - પનઘટ પર ન જૈયો ઘુંઘટ ઉતાર કે - રાજ મુકુટ - ભરત વ્યાસ - ગોબિંદરામ 
લતા મંગેશકર + અમીરબાઈ કર્ણાટકી - ગોરે ગોરે ઓ બાંકે છોરે - સમાધિ - રાજેન્દ્ર કૃષ્ણ - સી રામચંદ્ર 
લતા મંગેશકર + સરસ્વતી રાણે - જબ દિલકો સતાયે ગમ, છેડ સખી સરગમ - સરગમ - પી એલ સંતોષી - સી રામચંદ્ર
લતા મંગેશકર + સરસ્વતી રાણે - તિનક તિન તાની.. દો દિનકી જિંદગાની - સરગમ - પી એલ સંતોષી - સી રામચંદ્ર
લતા મંગેશકર + રાજ કુમારી - હમ આહ ભી કરતે હૈં - નઝરને લૂટ લિયા - વફા - હસરત જયપુરી - વિનોદ 
ગીતા રોય + મીના કપૂર - મૈને બાલમ સે - આધી રાત - રાજેન્દ્ર કૃષ્ણ - હંસરાજ બહલ 
ગીતા રોય + સુરૈયા - પ્રીતકા નાતા જોડનેવાલે - અફસર - નરેન્દ્ર શર્મા - એસ ડી બર્મન
ગીતા રોય + આશા ભોસલે - મૌસમ હૈ નમકીન સાંવરીયા , આ જા રે - બીવી - નઝીમ પાણીપતી - અઝીઝ હિન્દી 
ગીતા રોય + ઝોહરાબાઈ અંબાલેવાલી - એક તરફ જલ રહા દીપક….પ્રીત કા ગીત - શ્યામ બાબુ પાઠક 
મુબારક બેગમ + સુલોચના કદમ - શામ હુઈ ઔર દીપ જલે...આકાશ પે તારે નાચેંગે - બસેરા - સરદાર ઈલ્હમ - એમ એ રૌફ

[મુબારક બેગમ અને સુલોચના કદમની જોડીનું ગીત બહુ જ અસામાન્ય સંયોજન કહી શકાય, પણ આ ગીતની ઑડિયો કે વિડીયો લિંક મળી શકી નથી.]

રાજ કુમારી + લલિતા દેઉલકર - મોરા ભોલા સા બાલમા રે, નહી સમઝે હમારે ઈશારે - ખામોશ સિપાહી - ડી એન મધોક - હંસરાજ બહલ  


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૬) : યાદગાર ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતો

Thursday, August 20, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૬) : અન્ય ગાયિકાઓ : રાજ કુમારીનાં યાદગાર ગીતો ‘



Best songs of 1950: And the winners are? દ્વારા આપણે વર્ષ ૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પા ર્શ્વગાયિકાઓનાં યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં  સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય ગાયિકાઓમાં સુરૈયા અને શમશાદ બેગમનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરાનાં સ્ત્રી-પાર્શ્વગાયિકાઓમાં રાજ કુમારી (દુબે)ગાયકીની એક આગવી શૈલીનાં ગાયિકા રહ્યાં છે. ૧૯૫૦માં તેમનાં ગીતોનો ફાળો પણ નોંધપાત્ર તો રહ્યો જ છે, તે સાથે 'બાવરે નૈન'જેવી ફિલ્મમાં તો રોશન જેવા બીજી જ ફિલ્મમાં સંગીત આપી રહેલ સંગીતકારે તેમને મુખ્ય ગાયિકાની ભૂમિકા પણ આપી. તેમનું 'સુન બૈરી બલમ કુછ બોલ' તો દાયકાઓ પછી ઝી ટીવીના 'સા રે ગ મ' કાર્યક્રમમાં ફરીથી છવાઈ ગયું હતું.
આજે આપણે રાજકુમારીનાં ગીતો સાંભળીશું.
સુન બૈરી બલમ કુછ બોલ ઈબ ક્યા હોગા - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન

 અહીં મૂકેલી ક્લિપમાં મૂળ ગીત સાથે 'સા રે ગ મ'વાળો ટુકડો પણ સાંભળવા મળશે.

ઘિર ઘિર કે આસમાન પર છાને લગી ઘટાયેં  - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન
ક્યું મેરે દિલ મેં દર્દ જગાયા જવાબ દો - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન 
મેરે રૂઠે હુયે બલમા - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન 
ચલે જૈહો બેદર્દા મૈં રોયે મરૂંગી - બેક઼સુર - અનિલ બિશ્વાસ - અહીં રાજ કુમારી એક દમ અદાથી મુજરાને પણ ન્યાય આપે છે.

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૭) : અન્ય ગાયિકાઓ : ગીતા રોય(દત્ત)નાં તેમ જ અન્ય કેટલાંક ગાયિકાઓનાં યાદગાર ગીતો