‘Best songs of 1950: And the
winners are?
દ્વારા આપણે વર્ષ
૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પા ર્શ્વગાયિકાઓનાં
યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય
ગાયિકાઓમાં સુરૈયા અને શમશાદ બેગમનાં
ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
વીન્ટેજ એરાનાં સ્ત્રી-પાર્શ્વગાયિકાઓમાં રાજ
કુમારી (દુબે)ગાયકીની એક આગવી શૈલીનાં ગાયિકા રહ્યાં છે. ૧૯૫૦માં તેમનાં ગીતોનો
ફાળો પણ નોંધપાત્ર તો રહ્યો જ છે,
તે સાથે 'બાવરે નૈન'જેવી ફિલ્મમાં તો રોશન જેવા બીજી જ ફિલ્મમાં
સંગીત આપી રહેલ સંગીતકારે તેમને મુખ્ય ગાયિકાની ભૂમિકા પણ આપી. તેમનું 'સુન બૈરી બલમ કુછ બોલ' તો દાયકાઓ પછી ઝી ટીવીના 'સા રે ગ મ' કાર્યક્રમમાં ફરીથી છવાઈ ગયું હતું.
આજે આપણે રાજકુમારીનાં ગીતો સાંભળીશું.
સુન બૈરી બલમ કુછ બોલ ઈબ
ક્યા હોગા - બાવરે નૈન -
કેદાર શર્મા - રોશન
અહીં મૂકેલી ક્લિપમાં મૂળ ગીત સાથે 'સા રે ગ મ'વાળો ટુકડો પણ સાંભળવા મળશે.
ઘિર ઘિર કે આસમાન પર છાને
લગી ઘટાયેં - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન
ક્યું મેરે દિલ મેં દર્દ
જગાયા જવાબ દો - બાવરે નૈન -
કેદાર શર્મા - રોશન
મેરે રૂઠે હુયે બલમા - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન
ચલે જૈહો બેદર્દા મૈં
રોયે મરૂંગી - બેક઼સુર -
અનિલ બિશ્વાસ - અહીં રાજ કુમારી એક દમ અદાથી મુજરાને
પણ ન્યાય આપે છે.
ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર
સ્ત્રી-ગીતો (૭) : અન્ય ગાયિકાઓ : ગીતા રોય(દત્ત)નાં તેમ જ અન્ય કેટલાંક ગાયિકાઓનાં યાદગાર ગીતો
No comments:
Post a Comment