Monday, August 24, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૭) : અન્ય ગાયિકાઓ : ગીતા દત્તનાં તેમ જ અન્ય કેટલાંક ગાયિકાઓનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are? દ્વારા આપણે વર્ષ ૧૯૫૦નાં ગીતોની વિગતે ફેર-મુલાકાત કરી રહ્યાં છીએ. આ પહેલાં આપણે સ્ત્રી-પાર્શ્વગાયિકાઓનાં યાદગાર ગીતોમાંથી લતા મંગેશકરનાં  સી રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી રાની અને વિનોદનાં ગીતો તેમ જ અન્ય ગાયિકાઓમાં સુરૈયા, શમશાદ બેગમ અને રાજકુમારીનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
ગીતા રોય (દત્ત)નાં યાદગાર ગીતો
વીન્ટેજ ઍરાના અંતમાં દાખલ થયેલાં અને સુવર્ણ કાળમાં પોતાનો દબદબો જાળવી રાખનારાં ગીતો રૉયની સંખ્યાની દૃષ્ટિએ ૧૯૫૦નાં ગીતોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. જો કે 'જોગન'નાં તેમનાં ગીતોને અપાર લોકપ્રિયતાની રોશનીમાં બીજાં ગીતો બહુ ધ્યાન ન ખેંચી શક્યાં હોય તેમ જણાય છે.
ઘુંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે - જોગન - મીરાબાઈ - બુલો સી રાની
મૈં તો ગિરધર કે ઘર જાઉં - જોગન - મીરાબાઈ - બુલો સી રાની
મૈં તો પ્રેમ દિવાની મેરા પ્રેમ ના જાને કોઈ (બે ભાગ) - જોગન - મીરાબાઈ - બુલો સી રાની
જોગી મત જા - જોગન - મીરાબાઈ - બુલો સી રાની
પ્યારે દર્શન દીજો આજ - જોગન - મીરાબાઈ - બુલો સી રાની
ડારો રે રંગ ડારો રે ફાગુન કે દિન આયે રે - જોગન - પંડિત ઈન્દ્ર - બુલો સી રાની
કૈસી મુરલી બજાઈ શ્યામ ને - નિશાના - નક્શાબ - ખુર્શીદ અન્વર
અબ ભૂલ જા ઉનકો ન યાદ કર - નિશાના - નક્શાબ - ખુર્શીદ અન્વર
હમેં અપને દિલ સે જુદા કર રહે હો - જલતે દીપ - નાઝીમ પાનીપતી - ટી  કે દાસ
અન્ય ગાયિકાઓનાં કેટલાંક યાદગાર ગીતો
નિર્મલા દેવી - લાખોંમેં એક હમારે સૈંયા - અનમોલ રતન - ડી એન મધોક - વિનોદ
મીના કપુર - મોરી અટરિયા પે કાગા બોલે કોઈ આ રહા હૈ - આંખેં - મદન મોહન
સુધા મલ્હોત્રા - મિલા ગયે નૈન - આરઝૂ - મજરૂહ સુલ્તાનપુરી - અનિલ બિશ્વાસ
આશા ભોસલે - બિરહા કી રાત મો સે કાટી નહીં જાતી - બીવી - નાઝીમ પાનીપતી - અઝીઝ હિન્દી 
......... અને બધાંમાં સિરમોર અચરજ સ્વરૂપે નુતન - તુઝે કૈસા દુલ્હા ચાહિયે રી બાંકી દુલ્હનીયાં - હમારી બેટી - સ્નેહલ ભાટકર-નો સ્વર પણ પોતાની હાજરીની નોંધ લેવડાવે છે. લગભગ એક દાયકા પછી છબીલીમાં નુતન ફરીથી ગીત ગાવાનાં છે.

ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૧) : મુકેશનાં યાદગાર ગીતો

No comments: