ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક
બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે,
જૂદા જૂદા
સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે,૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે
ગીતો ગમ્યાંછે
તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ
છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય,
જેને આપણે
બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલોજે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા
સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય,
આ મુજબ છે –
આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female
Playback Singerતરીકે લતા મંગેશકર અને શમશાદ
બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે
કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.
પાદ
નોંધઃ ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં
એક સાથે વાંચી શકાશે.
'૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની
સફર'ના પહેલા પડાવ પર પુરુષ સૉલો ગીતોને ચર્ચાને
એરણે સાંભળ્યા પછી આપણે હવે 'સ્ત્રી સૉલો
ગીતો'ને ચર્ચાને એરણે સાંભળીશું.
અત્યાર સુધી આપણે દરેક વર્ષની ઓછાં ગીતોની
સફર દરમ્યાન આ પડાવમાં લતા મંગેશકર સિવાયનાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો
અને લતા મંગેશકરનાં સૉલો ગીતો એમ બે પેટા વિભાગમાં ગીતોને ચર્ચાને એરણે સાંભળતાં
આવ્યાં છીએ. પરંતુ, ૧૯૪૮નાં
ગીતોની યાદી બનાવતી વખતે એવ્યં જણાય છે કે, કમ સે કમ, સંખ્યામાં લતા મંગેશકર સિવાયનાં ગાયિકાઓનાં
સૉલો ગીતો ખાસ્સાં નોંધપાત્ર કક્ષાનાં જણાય છે. એટલે ૧૯૪૮નાં વર્ષ માટે આપણે બે
પેટા વિભાગ પાડ્યા સિવાય જ આપણી સફર આગળ વધારીશું.
આપણે મોટા ભાગની પૉસ્ટમાં એક સમયે સાંભળવા
માટે સગવડ ભરી સંખ્યા ૧૦થી ૧૨/૧૫ ગીતોની રાખતાં હોઈએ છીએ. પરંતુ વીન્ટેજ એરાની
મશાલ સુવર્ણ યુગમાં પણ ઝગવતાં રહેલાં સ્ત્રી ગાયઓ સુરૈયા, ગીતા રોય કે શમશાદ બેગમ નાં ૧૯૪૮નાં ગીતો, પહેલી નજરે, સંખ્યામાં
એટલા જોવા મળે છે કે આ હિસાબે દરેકની કમ સે કમ બે પૉસ્ટ થાય. આ ઉપરાંત 'અન્ય' ગાયિકાઓએ
ગાયેલાં ગીતોની સંખ્યાપણ બે ત્રણ પૉસ્ટ
જેટલી હોય તેવું જણાય છે. જો આ બધાં જ ગીતો યુટ્યુબ પર મળી જાય તો તો સ્ત્રી
ગાયિકાઓની પૉસ્ટ બે ત્રણ મહિના સુધી ચાલ્યા જ કરે. આમ કરવું પણ બહુ યોગ્ય નથી
જણાતું. એટલે આપણે સ્ત્રી ગાયિકાઓની સૉલો ગીતોની પૉસ્ટ્સમાં વીસેક ગીત સુધી પણ
સમાવવાં પડે.
સૌથી પહેલાં આપણે સાંભળીશું
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૮નાં વર્ષમાં સુરૈયાની છ ફિલ્મો રજૂ થયેલ
છે. આ ફિલ્મોમાં બધું મળીને તેમનાં ૨૧ સૉલો ગીતો છે. આપણે આ ૨૧ ગીતોને એક જ
પૉસ્ટમાં લીધેલ છે.
બહુ જાણીતાં
થયેલાં ગીતો
ઓ દૂર
જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
ફિલ્મના સંગીતકારની પોતાની આગવી શૈલી અને ફિલ્મની જરૂરિયાત અનુસાર ગીતા રોયનાં અન્ય પુર્ષ ગાયકો સાથેનાં યુગલ ગીતો જૂદા જૂદા ભાવ અનુસાર રચાયાં હોય તેવું જણાશે.
કદમ હૈ રાહ-એ-ઉલ્ફત મેં નાજ઼ૂક દિલ હૈ દિલ કી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
યહી દિલ કી બસ્તી, દિલકી બસ્તી - દિલકી બસ્તી - જી એમ દુર્રાની સાથે - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
કામ કરો ભાઈ કામ કરો, જગમેં અપના કામ કરો - જીત - વિનોદ સાથે - શ્યામ બાબુ પાઠક - પ્રેમ ધવન
'નણંદ ભોજાઈ' મૂળે ગુજરાતીમાં બનેલ હતી, જેનું સંગીત અવિનાશ વ્યાસે સ્વરબદ્ધ કરેલ હતું. અહીં આ જ સીચ્યુએશન માટે તેમણે સાવ જ જૂદી રીતે ગીતને રજૂ કરેલ છે - જિંદગી છે દિલ્લગી
મેરે મન મેં ડોલ આંખોંમેં ડોલ મતવારી સજનિયા - નઝારે - જી એમ દુર્રાની સાથે - બુલો સી રાની
ધન્ય હૈ ધન્ય હૈ અવધપુરી, ધન્ય વહાં કી ફુલવારી - રામ વિવાહ - મન્ના ડે સાથે - શંકર રાવ વ્યાસ - મોતી, બી એ
મોહમ્મદ રફી અને મુકેશ સિવાયના અન્ય પુરુષ ગાયકો સાથે લતા મંગેશકરનાં યુગલ ગીતોની સંખ્યા ઓછી છે. આ ઘટનાને મુખ્ય ધારાનાં ગાયકોનો જૂદો પ્રવાહ બનવાની ઘટના કહેવી કે કેમ તે કદાચ વહેલું પડે. જો કે લોકપ્રિયતાની દૃષ્ટિએ લતા મંગેશકરનાં કરણ દિવાન સાથેનાં શ્યામ સુંદરે 'લાહોર' માટે સંગીતબધ્ધ કરેલ ગીતો જરા પણ પાછળ નથી રહ્યાં તેને અપવાદ ગણીને પણ નોંધ તો લેવી રહી.
હાયે છોરે કી બાત બડી બેવફા, બેવફા સે કોઈ દિલ લગાયે ના - ચાંદની રાત - જી એમ દુર્રાની સાથે - નૌશાદ અલી - શકીલ બદાયુની
તુમ સોચ રહી હો - ગર્લ્સ સ્કૂલ - શંકર દાસગુપ્તા સાથે - અનિલ બિશ્વાસ - પ્રદીપ