Sunday, August 20, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો ::સ્ત્રી સૉલો ગીતો :::: સુરૈયા'૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર'ના પહેલા પડાવ પર પુરુષ સૉલો ગીતોને ચર્ચાને એરણે સાંભળ્યા પછી આપણે હવે 'સ્ત્રી સૉલો ગીતો'ને ચર્ચાને એરણે સાંભળીશું.
અત્યાર સુધી આપણે દરેક વર્ષની ઓછાં ગીતોની સફર દરમ્યાન આ પડાવમાં લતા મંગેશકર સિવાયનાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓનાં સૉલો ગીતો અને લતા મંગેશકરનાં સૉલો ગીતો એમ બે પેટા વિભાગમાં ગીતોને ચર્ચાને એરણે સાંભળતાં આવ્યાં છીએ. પરંતુ, ૧૯૪૮નાં ગીતોની યાદી બનાવતી વખતે એવ્યં જણાય છે કે, કમ સે કમ, સંખ્યામાં લતા મંગેશકર સિવાયનાં ગાયિકાઓનાં સૉલો ગીતો ખાસ્સાં નોંધપાત્ર કક્ષાનાં જણાય છે. એટલે ૧૯૪૮નાં વર્ષ માટે આપણે બે પેટા વિભાગ પાડ્યા સિવાય જ આપણી સફર આગળ વધારીશું.
આપણે મોટા ભાગની પૉસ્ટમાં એક સમયે સાંભળવા માટે સગવડ ભરી સંખ્યા ૧૦થી ૧૨/૧૫ ગીતોની રાખતાં હોઈએ છીએ. પરંતુ વીન્ટેજ એરાની મશાલ સુવર્ણ યુગમાં પણ ઝગવતાં રહેલાં સ્ત્રી ગાયઓ સુરૈયા, ગીતા રોય કે શમશાદ બેગમ નાં ૧૯૪૮નાં ગીતો, પહેલી નજરે, સંખ્યામાં એટલા જોવા મળે છે કે આ હિસાબે દરેકની કમ સે કમ બે પૉસ્ટ થાય. આ ઉપરાંત 'અન્ય' ગાયિકાઓએ ગાયેલાં ગીતોની સંખ્યા  પણ બે ત્રણ પૉસ્ટ જેટલી હોય તેવું જણાય છે. જો આ બધાં જ ગીતો યુટ્યુબ પર મળી જાય તો તો સ્ત્રી ગાયિકાઓની પૉસ્ટ બે ત્રણ મહિના સુધી ચાલ્યા જ કરે. આમ કરવું પણ બહુ યોગ્ય નથી જણાતું. એટલે આપણે સ્ત્રી ગાયિકાઓની સૉલો ગીતોની પૉસ્ટ્સમાં વીસેક ગીત સુધી પણ સમાવવાં પડે.
સૌથી પહેલાં આપણે સાંભળીશું
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૮નાં વર્ષમાં સુરૈયાની છ ફિલ્મો રજૂ થયેલ છે. આ ફિલ્મોમાં બધું મળીને તેમનાં ૨૧ સૉલો ગીતો છે. આપણે આ ૨૧ ગીતોને એક જ પૉસ્ટમાં લીધેલ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
ઓ દૂર જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 
તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
કીનારે કીનારે ચલે જાયેંગે જીવન કી નૈયા ખેતે જાયેંગે- વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી
ઓછાં સાંભળેલાં ગીતો
દિન ખુશીકા છૂપ ગયા રાત ગમકી કી આ ગયી - આજકી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
ક્યોં લે ચલા અય દિલ મુજ઼કો પ્યારકી ગલી મેં - આજકી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
આજ કી રાત મોહબ્બત હૈ જવાં આજ કી રાત - આજકી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 
રો રો કે સારે રાત કટી ઈન્તઝાર મેં - આજકી રાત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
મેરે દિલમેં કોઈ આયે કી ન રહા મેરા નાજૂક દિલ હાએ રે - કાજલ - ગુલામ મોહમ્મદ = દી એન મધોક, શકીલ બદાયુની (?)
દિન પે દિને બીતે જાયે જાનેવાલે આ આયે મૈં ક્યા કરૂં  - કાજલ - ગુલામ મોહમ્મદ ડી એન મધોક, શકીલ બદાયુની (?)
દિન ગુજરા રાત આયી હો બાલમ ધડકન - કાજલ - ગુલામ મોહમ્મદ -ડી દી એન મધોક, શકીલ બદાયુની (?)
મોહે મેરા બચપન લા દે જવાની ભાએ ના - કાજલ -કોરસ સાથે - ગુલામ મોહમ્મદ ડી એન મધોક, શકીલ બદાયુની (?)
ન તડપને કી ઇજાજત હૈ.... કોઈ દુનિયામેં હમારી તરહા બરબાદ ન હો - પ્યારકી જીત - હુસ્નલા ભગતરામ - ક઼મર જલાલાબાદી
જાનેવાલે જરા દુનિયા કા ચલન દેખતા જા - રંગ મહલ - કે દત્તા / વી એ બલસારા (?) - શિવ કુમાર
ઉસ વક્ત ક્યા કરે કોઈ - રંગ મહલ - કે દત્તા / વી એ બલસારા (?) - શિવ કુમાર
કાલી ઘટાઓ જાઓ સાજન કો સમજાઓ - શક્તિ - રામપ્રસાદ - અન્જુમ બૈગ (?)- અસદ જાફ્રી
પરદેસી પિયા તોસે લાગે જિયા ચલે આના સાજન ધીરે ધીરે - શક્તિ - રામપ્રસાદ - અન્જુમ બૈગ (?)- અસદ જાફ્રી
ઝન ઝનન બાજે દિલકા સિતાર - શક્તિ - રામપ્રસાદ - અન્જુમ બૈગ (?)- અસદ જાફ્રી
અરમાન ભરા દિલ...બૈઠ ગયા ઉલ્ફત કે સહારે ટૂટ ગયા - શક્તિ - રામપ્રસાદ - અન્જુમ બૈગ (?)- અસદ જાફ્રી
ઝૂમ રહી ખુશીયોં કી નાવ - વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી 
ઓ ક્રિશ્ના .. આશાઓંકી દુનિયામેં હૈ ક્યોં આગ લગાઈ - વિદ્યા - એસ ડી બર્મન - અન્જુમ પીલીભીતી
કિસે માલૂમ થા દો દિન મેં સાવન બીત જાયેગા - વિદ્યા - એસ ડી બર્મન - અન્જુમ પીલીભીતી

૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણે સ્ત્રી સૉલો ગીતો માં આપણે હવે પછીના અંકમાં ગીતો રોયનાં સૉલો ગીતો સાંભળીશું.


Post a Comment