૧૯૪૮
માટે અલગ અલગ પુરુષ ગાયકોનાં સૉલો ગીતોને ચર્ચાને એરણે લીધા પછી, ‘Best songs of 1948: And the winners are?’ પ્રમાણેનાં નક્કી કરેલ ઢાંચા મુજબ
'મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો' વડે પુરુષ
સૉલો ગીતોની ચર્ચાનું સમાપન કરવામાં નિયમ કરતાં વધારે સમય વીતી ગયો છે. બીજાં
કામોમાં વ્યસ્ત થઈ જવાયું હતું એવું કારણ આપવા ખાતર તો આપી શકાય. પણ એ છે તો એક
બહાનું જ. વ્યસ્તતાની સાથે ખરૂં કારણ તો એ છે કે મારી નજર સામેથી '૫૦ પછીના દાયકાઓનાં ગીતો પર જ થયેલા મારા ઉછેરની મર્યાદા અંદરથી મને ઢીલ
કરાવતી હતી.
૧૯૪૮નાં
વર્ષનાં જી
એમ દુર્રાની કે સુરેન્દ્ર
કે 'અન્ય' ગાયકો કે પછી રફી
કે મૂકેશનાં
લોકપ્રિય થયાં હતાં એ સિવાયનાં ગીતો ખરા અર્થમાં તો આ ચર્ચા દરમ્યાન પહેલીજ વાર
સાંભળ્યાં છે. બે ત્રણ વાર સાંભળવા છતાં મારા રેડીયો સાંભળતા થવાનાં વર્ષોમાં જે
ગીતો (તેમની તે સમયની લોકપ્રિયતાને કારણે) વધારે સાંભળવા મળતાં હતાં એ સિવાયનાં આ
ગીતો સાંભળવાં ગમ્યાં ખરાં, પણ મનમાં વસતાં નહોતાં.
જો કે
મારી એ મર્યાદાને સ્વીકારીને જ હવે હું 'મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો'ને રજૂ કરી રહ્યો છું:
યે ઝિંદગી કે મેલે દુનિયામેં
કમ ન હોંગે, અફસોસ હમ ન હોંગે -
મેલા - મોહમ્મદ રફી - નૌશાદ અલી - શકીલ બદાયુની
એક દિલ કે ટુકડે હજ઼ાર હૂએ
કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા - પ્યારકી જીત - મોહમ્મદ રફી -
હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી
જ઼િંદા હું ઈસ તરહા કે
ગમ-એ-જ઼િંદગી નહીં - આગ - મૂકેશ - રામ ગાંગુલી - બેહઝાદ લખનવી
જીવન સપના ટૂટ ગયા -
અનોખા પ્યાર - મૂકેશ - અનિલ બિશ્વાસ - જીયા સરહદી
ગાયે જા ગીત મિલન કે તૂ
અપની લગન કે સજન ઘર જાના હૈ -
મેલા - મૂકેશ - નૌશાદ અલી - શકીલ બદાયુની
બહે ના કભી નૈન સે નીર -
વિદ્યા - મૂકેશ - એસ ડી બર્મન - વાય એન જોશી
મરને કી દૂઆ ક્યોં માગું, જીને કી તમન્ના કૌન કરે - ઝીદ્દી -
કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
આ
બધાં ગીતોમાંથી મને જે સૌથી વધારે પસંદ પડ્યું છે એ ગીત છે - બહે ના કભી નૈન સે નીર
૧૯૪૮નાંવર્ષનાં
પુરુષ સૉલો ગીતોની ચર્ચાનાં સમાપન સાથે હવે પછીથી, નિયમિતપણે,
આપણે સુરૈયાનાં સૉલો ગીતોથી શરૂ કરીને ૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો
ગીતોને ચર્ચાને એરણે લઈશું -
પાદ નોંધઃ ૧૯૪૮નાં પુરુષ સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં એક સાથે વાંચી શકાશે.
No comments:
Post a Comment