Tuesday, August 22, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ મહીનાના બ્લૉગોત્સવના અંકના વિષય - અનુવાદની ગુણવત્તા - માટેનું શ્રેય Hindi Center  /Modlingua Learning Pvt. Ltd. ના શ્રી રવિ કુમારે મોકલેલા એક ઈ-મેલને ફાળે રહે છે.
આ બાબતે વિષે વધારે વાત કરતાં પહેલાં આપણે વિષય સાથે થોડો મૂળભૂત પરિચય કરીએ:
Quality of translation : 'અનુવાદની ગુણવત્તા'નો સંદર્ભ અનુવાદમાં ઈચ્છનીય લક્ષણો કે વિશેષતાઓની સાથે છે.
"ઉત્પાદન ક્ષેત્રમાં ગુણવત્તાનો સંદર્ભ પેદાશોને, ઓછામાં ઓછી ત્રૂટીઓ સાથે, ઉપયોગ માટે ઉપયુક્ત કરવા વિષે છે.ઉત્પાદનમાં ઓછામાં ઓછી ત્રૂટિઓ પરિણમવા અંગે શૂન્ય ત્રૂટીઓ, સિક્સ સિગ્મા, હાઉસ ઑવ ક્વૉલિટી જેવી કેટલીય તકનીકો અને પ્રણાલિઓને અજમાવાતી રહી છે."
અનુવાદની ગુણવત્તાનો સંદર્ભ અનુવાદની પ્રક્રિયામાં મૂળ સામગ્રીમાં જે કહેવાયું  છે તેના અર્થ સાથે અનુરૂપતા, વ્યાકરણ, જોડણી-શુદ્ધિ, શૈલી, મૂળ સામગ્રીમાંથી કંઈ ચૂકી નથી જવાયું જેવી બાબતોને લગતી ઓછામાં ઓછી ભૂલો રહે એ મુજબ અનુવાદ કરવા સાથે છે.
What is a “quality” translation? : અનુવાદની ગુણવત્તાનાં બે પાસાં છે - અનુવાદની ગુણવત્તા સ્વીકારવા યોગ્ય છે એ એક અને બીજું છે કોઈ પણ અનુવાદને લગતી ગુણવત્તાની વિવિધ કક્ષાઓ.
‘What is the quality of a translation?’ એ એન્થની પીમનાં ૧૩ એપ્રિલ, ૨૦૧૩ના રોજ યુનિવર્સિટી ઑવ વિયેનાના અનુવાદ અભ્યાસક્રમને લગતાં શૈક્ષણિક વ્યક્તવ્યની વિડીઓ રજૂઆત છે:
અને હવે જોઈએ અનુવાદની ગુણવત્તાની કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો –
10-Step Quality Assurance Process: શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અનુવાદ કરી આપવા માટે કરીને દરેક અનુવાદ પરિયોજનાઓ વિવિધ તબક્કની ચાકસણી અને સમીક્ષાની પ્રક્રિયાઓમાંથી પસાર થતી હોય છે. અચૂક અનુવાદ અને શ્રેષ્ઠ ગુણવત્તાસભર નિપજની સોંપણી શક્ય કરી શકવા માટે અહીં ૧૦-પગલાંની ગુણવત્તા પ્રતિતીકરણ પ્રક્રિયા રજૂ કરાઈ છે.
10 crucial ways to ensure high quality translations માં ૧૦ બ્લૉગ પોસ્ટ્સની લિંક આપી છે જેમાં ઉચ્ચ ગણવત્તાયુક્ત અનુવાદ કરવા માટે અને પ્રક્રિયાને નજર હેઠળ રાખવા માટેની અઢળક ટિપ્સ અને વ્યાવસાયિક સલાહો આપવામાં આવી છે.
Ten Common Myths About Translation Quality જે સારૂં કરવા કરતાં નુકસાન વધારે કરી શકે છે.
Measuring Translation Quality: Constraints, Challenges and Solutions: સ્પષ્ટ લક્ષ્ય અને વારંવાર કરી શકાય એતેવી હેતુલક્ષી અને સચોટ કાર્યપ્રણાલી વિના ગુણવત્તા માપવી અઘરી છે, ખાસ તો સ્થાનિકીકરણ ઉદ્યોગમાં. પૂરતાં જ્ઞાનના અભાવથી માંડીને બાહ્ય પરિબળોથી લઈને વસ્તુલક્ષી સમીક્ષાઓ જેવાં બીજાં પણ ઘણાં કારણો ગુણવત્તાની માપણી મુશ્કેલ બનાવવામાં ફાળો આપે છે. “A Practical Approach to Measuring Translation Quality” વેબિનારમાં ડેવીડ સૉમ્મર ગુણવત્તા માપણીના પડકારો અને તેના ઉપાયોની ચર્ચા કરે છે:
અને હવે આપણે આવીએ છીએ શ્રી રવિ કુમારના ઈ-મેલના વિષય તરફ જેમાં તેઓ આપણો પરિચય અનુવાદને લગતાં સ્ટાન્ડર્ડ્સનો પરિચય કરાવે છે:
Translation-quality standards: ઉત્પાદનો કે સેવાઓના કોઈ પણ પુરવઠાકારની જેમ જ અનુવાદક પણ તેના પુરસ્કર્તા કે નિયોક્તા પ્રત્યે સંભવતઃ નૈતિક અને કાયદાકીય ફરજ ધરાવે છે. અનુવાદ ઉદ્યોગના વૈશ્વિલ સ્તરે ફૂલેલા વિકાસને કારણે આ બાબતનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. બન્ને પક્ષનાં હિતોનાં રક્ષણ માટે એવાં સ્ટાન્ડર્ડ્સ વિકસાવાયાં છે જે બન્ને પક્ષની ફરજો જણાવે છે.
આજના લેખની શરૂઆતમાં શ્રી રવિ કુમારના જે ઈ-મેલનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓએ મૉડ્લિંગ્વાએ પ્રકાશિત કરેલ અનુવાદને લગતાં સ્ટાન્ડર્ડ્સને લગતા વિડીયો પ્રકાશિત કરેલ તે વિષે જાણ કરી છે
Quality Standards and Translation:  
Seven Quality Standards one must know
અનુવાદનાં સ્ટાન્ડર્ડ્સ વિષે બહુ સરળ સમજ આપવા સાથે અનુવાદ કરવામાટે વધારે સંરચિત અભિગમ અપનાવવા વિષે પણ બહુ સચોટપણે સમજ પૂરી પાડવામાં આવી છે.
આ બે વીડીયો ઉપરાંત મૉડ્લિંગ્વાએ અનુવાદ સેવાઓમાં પરિયોજના સંચાલન અભિગમ વિષે પણ પ્રકાશ પાડેલ છે. 
Fundamentals of Project Management: 
Project Management in Translation Business: 
આવનારા દિવસોમાં તેમની યુ ટ્યુબ ચેનલ, Modilingua, પર હજૂ બીજા વિડીયો પણ મૂકાશે જેના પર નજર રાખવા માટે આ ચેનલમાં આપણી નોંધણી કરાવી લેવી જોઈએ.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ - The Drucker Todayપરના બે લેખ પસંદ કર્યા છે.

  • તમારો વ્યવસાય શું છે? - સંસ્થાનાં કાર્યક્ષેત્રનો મૂળભૂત હેતુ
  • આપણો વ્યવસાય શું હશે?આપણને ખાત્રી છે એવું બદલતું વાતાવરણ
  • આપણો વ્યવસાય શું હોવો જોઈએ?ભવિષ્યનું ચિત્ર (દીર્ઘદર્શન)

પોતાનાં પુસ્તક - The Strategic Drucker - નાં બીજાં અને ત્રીજાં પ્રકરણમાં ડૉ. રોબર્ટે સ્વૈમે આ બાબતે વિગતે ચર્ચા કરી છે.

Notes From A Drucker Lecture: Six Questions Every Manager Must Ask To Empower Their Team

૧. તમારી સાથેનાં લોકોની કામગીરી.
૨. બીજાં સાથેના તમારા સંબંધોની જવાબદારી સ્વીકારવી
3. અન્ય લોકો સાથે સંબંધ બાંધવા અને ટકાવવા
૪. પરિણામો માટે ઉત્તરદાયિત્ત્વ
૫. તમારા ઉપરી સાથેના સંબંધ
૬. કામ વિશેનું નિયમન અને કયાં તેમ જ કેટલાં લોકોને એ કામમાં આવરી લેવાં

આ વિશ્લેષણ કરી લીધા પછી તમારી જાતને એક વધારે સવાલ પણ પૂછી લેવો જોઇએ : જો અને જ્યારે હું આ સંસ્થા (કે પદ) છોડું ત્યારે મારા ત્યાં હોવાને કારણે શું ફરક પડી શક્યો?

ASQ પરના વિભાગ - Ask The Experts માંથી આજના આપણા આ અંક માટે માટે મેં જે સવાલ પસંદ કર્યો છે એ ISO પ્રમાણીકરણને જોખમમાં મૂક્યા સિવાય પ્રક્રિયાની કેટલી વિગતો અને તેને લગતું કેટલું દસ્તાવેજી કરણ પૂરતું હોય એ વિષે છે. જવાબમાં કહેવાયું છે કે પ્રક્રિયા 'નિયંત્રિત સ્થિતિમાં' (ISO 9001:2015ની કલમ ૮.૫.૧) ચાલી રહી છે તેના (વ્યક્તિ/વસ્તુ/સંદર્ભ)નિરપેક્ષ પુરાવા તેવા પુરાવા મળી રહે એટલા પ્રમાણમાં.
 ASQ CEO, Bill Troy વિભાગમાં આ મહિને હજૂ સુધી કોઈ નોંધપાત્ર લેખ મુકાયાનું જોવા નથી મળ્યું. જુલાઇ, ૨૦૧૭ના અંકમાં આપણે Industry 4.0 વિષેની વિગતે ચર્ચા આ માહિના આપણા અંકમાં કરવાના હતા. આ મહિને એક બીજો વધારે રસપ્રદ વિષય મળી જવાને કારણે આપણે એ ચર્ચા નથી કરી શક્યા, માટે હજૂ એક મહિનાની મહેતલ પાડીશું..
 ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:

  • Customer Journey Maps: એક સાધન અને ઉદાહરણ - ફાયરફ્લાય કન્સલ્ટીંગનાં લીસા કસ્ટર ગ્રાહક સફરનો નકશો કેમ બનાવવો, તેને સબળ ગ્રાહક અભિવ્યક્તિમાં કેમ રૂપાંતરિત કરવો તે સમજાવવાની સાથે વાસ્તવમાં અમલમાં મૂકાયેલ ગ્રાહક સફર નકશાનું ઉદાહરણ પણ રજૂ કરે છે.

Jim L. Smithનાં જુલાઈ, ૨૦૧૭નાં Jim’s Gems:-

  • The Role of Specification Limits - વિશેષ વિગતવર્ણન મુખ્યત્ત્વે ગ્રાહક અને સંચાલન મંડળ સાથે પારસ્પરિક વ્યવહાર માટે છે - એન્જિનીયર્સથી લઇને સંચાલોકો કે ગુણવત્તા વ્યાવ્સાયિકો કે તકનીકીવિદ સુધીનાં ઘણાં લોકોમાં પેદાશ અને  (ઉત્પાદન) પ્રક્રિયાની સીમાઓ (Process limits) વિશે મર્યાદિત સમજ જોવા મળે છે Mઆ બે ઉપરાંત ત્રીજા પ્રકારની સીમાઓ છે - નિકાલ કરવાની સીમાઓ (disposition limits) વિશેષ વિગતવર્ણન સીમા(The specification limits)ની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે - વ્યાપક વ્યાખ્યા મુજબ એવી
    સીમાઓ જેની અંદર પેદાશ ગ્રાહકના વપરાશને લગતાં તેનાં નિર્દિષ્ટ અને અભિપ્રેત કામ કરી શકવી જોઈએ. એ દૃષ્ટિએ વિશેષ વિગતવર્ણન સીમાને વધારે સંબંધ પેદાશની ડીઝાઇન સાથે છે એમ કહી શકાય. ડીઝાઈનના તબક્કામાં જે તે નક્કી કરાવી જોઈએ જેથી ઉત્પાદન સમયે તેનો અસરકારક અમલ થઈ શકે... વિગતવર્ણન સીમા ઉત્પાદનમાં પ્રક્રિયા નિયમન સીમા નક્કી કરવામાં સીધી ભૂમિકા કદાચ ન ભજવી શકે
    , પરંતુ પેદાશનાં વેચાણ / નિકાલ સીમા નક્કી કરવાં તે મહત્ત્વનું પ્રદાન કરી શકે છે. તે ઉપરાંત પ્રક્રિયા નિયમન સીમાની સંવેદનશીલતા નક્કી કરવામાં પણ તેમનું પ્રદાન લેવાઈ શકે છે... તે ઉપરાંત વિગતવર્ણન સીમા  ગ્રાહક અને સંચાલન મંડળના પારસ્પરિક વ્યવહારોમાં ઉપયોગી બની શકે છે. વળી, પ્રક્રિયા ક્ષમતા આંક - Process Capability Index (Cpk)ની - આંકડાકીય ગણતરીમાં તો તેમનો ઉપયોગ છે જ.

આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: