Monday, November 28, 2011

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક - એક અનેરો અનુભવ - ભાગ - ૧

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક એક અનેરો અનુભવ રહ્યો.
લગભગ દરેક લેખ પોતપોતાનાં ક્ષેત્રમાં તેની પરકાષ્ઠાની કક્ષાએ જણાયો.
સમાન્ય રીતે, દરેક અંકમાં થોડા લેખ આટલા સારા થયા હોય તેમ થતું હોય.એટલે, તે લેખોને આનંદીએ અને અંદરોઅંદર,મિત્રોસાથે કે કુટુંબીજનોસાથે,સક્રિય ઉત્સાહથી ચર્ચાઓ કરીએ એટલે વાત થાય પૂરી.
પરંતુ આ અંકની મજાને કારણે પેદાથયેલાં વિચારવમળ તમારી સાથે પ્રતિભાવનાં સ્વરૂપે પહોંચાડવા માંગું છું.
તમે અને તમારી તંત્રી ટીમ મૅનૅજમૅન્ટની અખબારના - રોજ બ રોજ તેમ જ વરસો વરસ, ફેલાવા અને અન્ય સ્પર્ધામાંનાં અખબારોની સરખામણીમાં બજારનો હિસ્સો જેવી નિતિવિષયક માર્ગદર્શિકાઓ, અખબારની જ અન્ય પૂર્તિઓ તેમ જ અન્ય અખબારોની સમકક્ષ પૂર્તિઓ તેમ જ આ જ પ્રકારનાં અન્ય પ્રકાશનો સાથે સ્પર્ધાત્મક તેમ જ ગુણાત્મક સરખામણી; તમારી પોતાની વ્યક્તિગત તેમ જ તમારી તંત્રી ટીમની તમારી પોતાની સર્જનાત્મક અપેક્ષાના સદર્ભે કામગીરીની તેમ જ આ ક્ષેત્રના માન્ય લોકોદ્વારા ઔપચારિક તેમ જ અનૌપચારિક મુલવણી, સમગ્ર અંક નાં આયોજીત સ્વરુપ તેમ જ આવરી લેવાતી સામગ્રી તેમ જ કોઇ એક લેખના સદર્ભે  તમારા વ્યાવસયિક ક્ષેત્રની તેમ જ સાહિત્ય ક્ષેત્રના અન્ય માન્ય લોકોની દ્રષ્ટિમાં તમારૂ સ્થાન જેવા અનેક પરિબળોના પરિપ્રેક્ષ્યને કારણે થતાં દબાણોની હું સારીરીતે કલ્પના કરી શકું છું.
આ બધી દ્રષ્ટિકોણથી વિચારીએ તો ,કમ સે કમ,તમારા લગભગ બધા જ પ્રકારના વાચકોમાટે 'કળશ'ની આગવી ઓળખ જરૂર થઇ ચૂકી છે.
જો કે હું તમારા કેટલાક લેખકોની સરસ લખાયેલાં ગુજરાતીમાં કારણ વગરનાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાની શૈલી સમજી નથી શક્યો. જ્યાં ગુજરાતી શબ્દનો પ્રયોગ શ્રી ભદ્રંભદ્રની યાદ અપાવે અથવા તો અંગ્રેજી શ્બ્દ કોઇપણ સામાન્ય ગુજરાતીની વાતચીતની ભાષામાં પણ સહજરીતે વપરાતો હોય ત્યાં અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે  તે સમજી શકાય અને સ્વિકાર્ય છે. સિવાય કે '૮૦ પછીનીઅડધાંપડધાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને હવે તેમનાં બાળકોસાથે ગુજ્જુગ્રેજીમાં વાત કરે તો જ મૉડર્ન  કહેવાવાય એ પેઢીને ધ્યાનમાં રાખીને આ શૈલિ પ્રયોગ કરાતી હોય તો પછી કંઇ કહેવામાટે રહેતું નથી.
'કળશ' તેના વાચકના રસને કેળવી શકે એવાં અન્ય પ્રકાશનો, જેવાં કે ચિત્રલેખા,ની કક્ષાએ પહોંચી ચૂક્યું છે. એટલે 'કળશ' ઇચ્છે તો તે તેના વાચકોને 'સારાં' ગુજરાતીની ટેવ જરૂર પાડી શકે. જો કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવી તેવા બીન-વ્યાવસાયિક ઉદ્દાત આદર્શો સેવવા કે નહીં તે તમારી એડીટોરિયલ ટીમ તેમ જ દિવ્ય ભાસ્કર મૅનૅજમેન્ટનો અબાધિત હક છે, તેથી મારા જેવા વાચકે તે અંગે માત્ર પોતાની લાગણીને વાચા આપી અટકી જવું જોઇએ.
તમને, તમારી તંત્રીગણ ટીમ અને તમારા લેખકોને સાંપ્રત વિષયો, આધુનીક ભાષામાં ઉચ્ચ વ્યાવસાયિક માપદંડથી સજ્જ શૈલિમાં સરસ ગુજરાતી વાંચન, દર અઠવાડીએ પીરસવામાટે અભિનંદન અને અભાર.


આશોક વૈષ્ણવ

P.S.
-- 'કળશ'નાં તંત્રીમંડળને લખેલો પત્ર
--- આ અંકના જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને આ સાથે અલગથી પૉસ્ટ કરીશ. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.

Tuesday, November 15, 2011

'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪: ‘ચિત્રલેખા'


'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪ ને ‘ચિત્રલેખા'ના ઇતિહાસ અને વિકાસનો સ-રસ અને માહિતિસભર ગ્રંથનાં સ્થાને મુકી પણ શકાય. ને તેમ છતાં ધારીએ તો એક બેઠકે વાચી પણ જઇ શકાય તેમ છે.
ભારતમાં અખબાર અને મૅગૅઝિન પ્રકાશનક્ષેત્રે કુટુંબદ્વારા સંચાલનથી શરૂ થયેલ, પણ સમયની માંગ પ્રમાણે વાણિજ્યિક તેમ જ તંત્રી વિભાગોમાં વ્યાવસાયિક પ્રતિભાને વિકસવામાટેની પૂરતી તકો આપવી તે પ્રણાલિકા તો જોવા મળે જ છે. જો કે સામાન્ય રીતે અન્ય પ્રકાશનગૃહો કોઇને કોઇ ઔદ્યોગિકગૃહનો હિસ્સો જ હોય છે.એટલે, ત્યાં ઔદ્યોગિક સંચાલનની કુનેહનો લાભ પ્રકાશન સંસ્થાને પણ મળી રહે.
જ્યારે 'ચિત્રલેખા' ની શરૂઆતની ભાત થોડી અલગ છે. એક વ્યાવસાયિક પ્રથમ જ વાર ઉદ્યોગસાહસિકના સ્વાંગમાં મંચ પર આવ્યા હતા, પ્રકાશનો હજૂ સયંસંચાલનના વેગમાં પહોંચે તે પહેલાં અકાળે મંચ છોડી પણ દીધો.તે પછીથી ગૃહિણિમાંથી વ્યવસાય સંચાલન, અને તે પણ મૅગૅઝીન પ્રકાશન જેવું સંકુલ સંચાલન મધુરીબેને સંભાળ્યું,હરકિશનભાઇ જેવા શુભચિંતક વ્યાવસાયિકને એવા કપરા સંજોગોમાં સંસ્થામાં જોડવા માતે પ્રેરિત કરવા એ બધું 'ચિત્રલેખા'ને અન્ય પ્રકાશનોથી સંજોગોના પ્રભાવની બાબતે તેટલાં પૂરતું અલગ પાડી દે છે.
અને તે પછીનો ઇતિહાસ આ પુસ્તિકામાં જીવંત સ્વરૂપે લખાયો છે.
ચિત્રલેખાની તવારીખના ઉતાર-ચડાવ તૉ હરકિશન મહેતાની નવલકથાનું વાંચન યાદ કરાવી દે.
ચિત્રલેખાના આજ સુધીની આ સફલયાત્રા માટે તેમની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ યશનું હકદાર છે. જે સંસ્થાને ઉત્તરોત્તર આવું બાહોશ અને નિષ્ઠાવાન નૅત્રુત્વપુરું પાડે તેવી વ્યક્તિઑ મળી રહે તે સદ્‌ભાગ્ય તૉ ખરું જ,પરંતુ દરેક પુરોગામી નેતાની દુરંદેશીભરી દ્રશ્ટિ સિવાય આવું ભાગ્ય સદ્‌ભાગ્ય સુધીની કક્ષાએ પહોંચે નહીં તેમ પણ સ્વિકારવું જોઇએ. 
ચિત્રલેખા કુટુંબ - ટીમની દરેક વ્યક્તિ તરફ હું એક વાચક્ની દ્રષ્ટિથી ખુબ જ અહોભાવ અનુભવું છું.

Saturday, November 12, 2011

BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत

BBC Hindi - मनोरंजन - ‘टिनटिन’ के लिए अमरीका से पहले भारत:

'via Blog this'

સ્ટીવન સ્પિલબર્ગનાં ટીનટીન પરનું ઍનીમૅશન ચલચિત્ર ભારતમાં, તેની અહીં વધારે લોકચાહનાને કારણે, પહેલાં રજૂ કરાઈ રહ્યું છે તે જેટલી આનંદની વાત છે તેટલી મારે માટે નવાઇની પણ વાત છે.
ટીનટીનનું બંગાળીમાં અને હિન્દીમાં ભાષાંતર પણ થયું છે તે પણ મારામાટે તો 'સમાચાર' જ છે. ભાષાંતર વિશે તેમ જ ટીનટીનની ભારત ની બે સફર [એક વધુ અચરજ!] 'બીબીસી ન્યુઝ'પરના તેમના દિલ્હીના સંવાદદાતા શ્રી સૌતિક બિશ્વાસનો સ-રસ લેખ [http://www.bbc.co.uk/news/15680397] પણ વાંચવા યોગ્ય છે.

ટીનટીનના લેખક ની સંશોધનની મહેનતની વાત આપણા લેખકોએ બોધ લેવાપાત્ર છે.....

Tuesday, November 8, 2011

'मिर्झा गालिब' सीरीयलके लिये जगजीत सिंहकी गायी एक गझल


न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता
डुबोया मुझको होने ने, न होता मैं तो क्या होता
हुआ जब गमसे युं बेहिस, तो गम क्या सर कटने का
न होता गर जुदा तनसे, तो झानों पर धरा होता
हुइ मुद्दत के 'गालिब'मर गया,पर याद आता है
वो हर इक बात पे कहते के, यूं होता तो क्या होता.

Saturday, November 5, 2011

મમળાવવાની મજા આવશે......


મોટા ભાગના લોકો હૈયામાં એક ગીતનો ડૂમો દબાવીને મૂંગે મોંઢે અંતિમયાત્રા સમેટી લે છે, તેમના ઓરતા અધૂરા રહી જાય છે. -- હેન્રી ડૅવિડ થોરો
ભય આવે છે,દરવાજો ખટખટાવે છે, એજ વખતે આસ્થા, શ્રધ્ધા એટલે ભરોસો આવે છે, અને દરવાજો ખોલે છે અને જુએ છે તો ત્યાં કોઇ નથી હોતું. - અંગ્રેજી કહેવત
 સાભાર ---- 'ગુફ્તગૂ' - લેખક રમેશ પુરોહિત -- મધુવન , જન્મભૂમિ પ્રવાસી, ૨-૧૦-૨૦૧૧

આજના જમાનામાં,
કશુંય મફત નથી મળતું,
હાર્ટ ઍટેક પણ મફત નથી મળતો.
એ માટે કિંમત ચૂકવવી પડે છે.
રાત-દિવસ તાણ વેઠો,
ખાવામાં જબરી બેદરકારી રાખો,
શરીરનું વજન વધતું રહે
એ માટે બેઠાડુ કલાકો ગાળો;
પછી હૃદયરોગનો હુમલો થાય તો થાય!
મને હાર્ટ એટેક આવે
એ માટે મેં ભારે તૈયારી કરી હતી.
હૃદય રોગને પણ સ્વમાન હોય છે
એ વગર બોલાવે નથી આવતો!
-- ગુણવંત શાહ, 'કાર્ડિયોગ્રામ', ચિત્રલેખા, ઑક્ટોબર, ૨૦૧૧

 ઇર્ષાળુ માણસની ખામોશી પણ ખુબ કોલાહલ ભરેલ હોય છે. - ખલીલ જિબ્રાન
 ૧૪મી નવેમ્બર,૨૦૧૧નાં 'ચિત્રલેખા'ની 'એલચી' કૉલમમાંથી સાભાર


આજથી વીસ વર્ષ પછી, તમે જે કર્યું છે તેના કરતાં તમે જે પ્રયત્ન નથી કર્યા તેના લીધે વધુ દુ:ખી હશો.

માટે તમારી હદોને ફેંકી દો, તમારા સુરક્ષિત સીમાડાઓમાંથી બહાર આવો, સ્વપ્ન જુઓ, પ્રયત્ન કરો અને સફળતા મેળવો
માર્ક ટ્વેઇન

સર્વસમાવેશક વિકાસ આવો હોય! - સનત મહેતા -- દિવ્ય ભાસ્કર, અમદાવાદ આવૃત્તિ, ૩જી નવેમ્બર, ૨૦૧૧


શ્રી સનત મહેતા તેમના સમયના 'સાચા' સમાજવાદી ગણાતા, તેમ જ તેમના જાહેર રાજકીય જીવનમા તેમણે ખુબ‌ તડકી છાયડી જોઇ છે. તેથી તેથી તેમની અનુભવસિધ્ધ વિચારસરણીની પ્રક્રિયાની કસોટીમાથી પસાર થયેલ અભિપ્રાય કે મતવ્યની તરફેણમા કે સામે દલીલમા કહી કહેવાનો અત્રે આશય નથી.
ખાનગી સાહસની ભાગીદારી ઉચ્ચ શિક્ષણના પ્રમાણમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરે વહેલી થઇ છે. પરંતુ, તેનાથી જરૂરી માત્રામાં શાળાઓની ઉપલબ્ધીનો આશય સિધ્ધ થયેલો ગણી શકાય. પરંતુ, એ સ્તરનુ શિક્ષણ આર્થિક કે નાત-જાતના કોઇ જ ભેદભાવવગર સાચા અર્થમાં સમાન રીતે સમાજના દરેક વર્ગને ઉપલબ્ધ છે તેમ કહેવુ અતિવિવાદાસ્પદ વિધાન બની રહે.
'શિક્ષણને બંધારણીય હક્કનો દરજ્જો મળ્યા પછી પણ જાહેર-સંચાલનહેઠળની શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામ્ય શાળાઓનાં શૈક્ષણિક માળખાંને એ સ્તરે લઇ જવામાટે હજૂ ઘણું અંતર કાપવાનુ બાકી જણાય છે કે જયારે તે શાળાઓ સમાજના 'ઉપલા' વર્ગને પણ શિક્ષણની ગુણવત્તાના આધારે પોતાતરફ ખેંચી શકે.
આપણું ખાનગી સાહસ હજૂ પણ આર્થિક લાભોથી દોરાતું વધારે દેખાઇ રહ્યું છે, તો બીજી બાજૂએ સરકારી તંત્ર પણ હજૂ તેની 'કાયદો પળાવવાવાળાં ઇન્સપેક્ટર રાજની મનોદશા'માથી બહાર આવી અને અપેક્ષીત પરિણામો અને તે માટે ફાળવાયેલ સાધનોનાં કાર્યદક્ષ અને અસરકારક અમલીકરણનો  proactive watchdog બની શકેલ નથી જણાતું.
આ પરિસ્થિતિમાં ઘઉંમાંથી કાંકરા અલગ કરવાની જવાબદારી, જાણ્યે અજાણ્યે, મુક્ત બજાર વ્યવસ્થાની પ્રક્રિયાથી થવા દેવી જ ઉચિત નથી જણાતી? હા, જંગલના ન્યાય પ્રમાણે, તેમાં સુકાં ભેગું થોડું લીલું બળે તેટલું જોખમ લેવું પડે અને તેના પરિણામે ભાગે પડતી ખોટ પણ સહન કરવાની તૈયારી રાખવી જોઇએ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા

૧૯૭૦ના દાયકામાં તેમની 'અસૂર્યલોક' વાંચી ત્યારથી શ્રી ભગવતીકુમાર શર્મા મારા પહેલી પસંદના સામ્પ્રત ગુજરાતી લેખક હતા. તેમનું પદ્ય 'નવનીત સમર્પણ'માં તેમ જ 'કવિતા' વાંચવાનું થતું રહ્યું છે, તે જ રી તે તેમની નવલિકાઓ પણ [સામાન્યતઃ] કોઇ ને કોઇ દીપોત્સવી અંકમાં વાંચાઅનું થતું રહ્યું છે, પરંતુ તે હું સંગ્રહી નથી શક્યો. તે ઉપરાંત તે પછીથી તેમની અન્ય ગદ્ય- નવલકથાઓ કે વિવેચનો સાથે પણ ખાસ સંપર્ક નથી રહ્યો તે મારાં કમનસીબ.

અટારી નથી – ભગવતીકુમાર શર્મા