'પરિચય પુસ્તિકા’ - ૧૨૬૪ ને ‘ચિત્રલેખા'ના ઇતિહાસ અને
વિકાસનો સ-રસ અને માહિતિસભર ગ્રંથનાં સ્થાને મુકી પણ શકાય. ને તેમ છતાં ધારીએ તો
એક બેઠકે વાચી પણ જઇ શકાય તેમ છે.
ભારતમાં
અખબાર અને મૅગૅઝિન પ્રકાશનક્ષેત્રે કુટુંબદ્વારા સંચાલનથી શરૂ થયેલ, પણ સમયની માંગ
પ્રમાણે વાણિજ્યિક તેમ જ તંત્રી વિભાગોમાં વ્યાવસાયિક પ્રતિભાને વિકસવામાટેની
પૂરતી તકો આપવી તે પ્રણાલિકા તો જોવા મળે જ છે. જો કે સામાન્ય રીતે અન્ય
પ્રકાશનગૃહો કોઇને કોઇ ઔદ્યોગિકગૃહનો હિસ્સો જ હોય છે.એટલે, ત્યાં ઔદ્યોગિક
સંચાલનની કુનેહનો લાભ પ્રકાશન સંસ્થાને પણ મળી રહે.જ્યારે 'ચિત્રલેખા' ની શરૂઆતની ભાત થોડી અલગ છે. એક વ્યાવસાયિક પ્રથમ જ વાર ઉદ્યોગસાહસિકના સ્વાંગમાં મંચ પર આવ્યા હતા, પ્રકાશનો હજૂ સયંસંચાલનના વેગમાં પહોંચે તે પહેલાં અકાળે ‘મંચ’ છોડી પણ દીધો.તે પછીથી ગૃહિણિમાંથી વ્યવસાય સંચાલન, અને તે પણ મૅગૅઝીન પ્રકાશન જેવું સંકુલ સંચાલન મધુરીબેને સંભાળ્યું,હરકિશનભાઇ જેવા શુભચિંતક વ્યાવસાયિકને એવા કપરા સંજોગોમાં સંસ્થામાં જોડવા માતે પ્રેરિત કરવા એ બધું 'ચિત્રલેખા'ને અન્ય પ્રકાશનોથી સંજોગોના પ્રભાવની બાબતે તેટલાં પૂરતું અલગ પાડી દે છે.
અને તે પછીનો ઇતિહાસ આ પુસ્તિકામાં જીવંત સ્વરૂપે લખાયો છે.
ચિત્રલેખાની
તવારીખના ઉતાર-ચડાવ તૉ હરકિશન મહેતાની નવલકથાનું વાંચન યાદ કરાવી દે.
ચિત્રલેખાના
આજ સુધીની આ સફલયાત્રા માટે તેમની મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ યશનું હકદાર છે. જે સંસ્થાને ઉત્તરોત્તર આવું બાહોશ અને નિષ્ઠાવાન નૅત્રુત્વપુરું
પાડે તેવી વ્યક્તિઑ
મળી રહે તે સદ્ભાગ્ય તૉ ખરું જ,પરંતુ દરેક પુરોગામી નેતાની
દુરંદેશીભરી દ્રશ્ટિ
સિવાય આવું ભાગ્ય સદ્ભાગ્ય સુધીની કક્ષાએ પહોંચે નહીં તેમ પણ સ્વિકારવું
જોઇએ.
ચિત્રલેખા
કુટુંબ - ટીમની દરેક વ્યક્તિ
તરફ હું એક વાચક્ની
દ્રષ્ટિથી ખુબ જ અહોભાવ અનુભવું છું.
No comments:
Post a Comment