Sunday, June 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ -૬ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, ' ૬/૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આજનાં આ સંસ્કરણની શરૂઆત આપણે મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોને અલગ અલગ રીતે યાદ કરતા લેખો દ્વારા કરીશું –
  •   વિજય બવડેકર દ્વારા પ્રસ્તુત રફીકી ભક્તિરસધારા
  •    'અતુલ'સ સૉન્ગ અ ડૅ' તેની યાદદાસ્તની ગર્તામાં ભુલાયેલાં ગીતો ને રજૂ કરતા રહેવાની પરંપરાને આગળ ધપાવતાં nahmના મહેમાન લેખમાં સબક (૧૯૫૦) - સંગીતકારઃ એ આર કુરેશી, ગીતકારઃ ડી એન મધોક - ફિલ્મનું રફીના અવાજનું એક માત્ર ગીત આ જા આ જા ઓ જાને વાલે રજુ કર્યું છે. બહુ સામાન્ય જણાતું ગીત છે, પણ છે બહુ જ ખાસ. 
  •   Inde Bollywood et cie પણ એવું જ એક છૂપાઇ ગયેલું ગીત જો દિલકી બાત હોતી હૈ - બાઝ (૧૯૫૩), સંગીતકાર - ઓ પી નય્યર) લઇ આવેલ છે. 'બાઝ' એ ગુરૂ દત્તની કલાકાર અને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. ૧૬મી સદીમાં, પોર્ચુગીઝ તાબા હેઠળના મલાબાર કિનારાની પૃષ્ઠભૂમાં  દરિયાઇ જોખમ ખેડતા જવાનની વાત ને 'બાઝ'માં વણી લેવામાં આવી છે.
  •    Mohammed Rafi 25 A to Z letters songs actors moviesમાં, શરદ દેસાઇએ એક આગવી રીતથી મોહમ્મદ રફીનાં ગીતોની યાદી બનાવી છે. અંગ્રેજી વર્ણમાળાના ૨૫ અલગ અલગ અક્ષરોથી શરૂ થતાં અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ કલાકારો પર ફિલ્માવાયેલાં ગીતો તેમેણે આ યાદીમાં આવરી લીધાં છે.તેઓ એ ‘X’થી શરૂ  થતાં ગીત માટે આપણી મદદ પણ માગી છે. તમને એવું કોઇ ગીત મળી આવશે?

ફિલ્મ ગીતની સીધી વાત ન હોય, પણ હિંદી ફિલ્મના સુવર્ણકાળની એક બહુ જ મહત્વની અદાકારા નુતનની ફિલ્મની રેકર્ડ્સનાં  કવરને બહુ જ મહેનતથી શોધીને  રજૂ કરેલ છે, તેથી Let’s talk about Bollywoodના લેખ Nutan film postersની આપણે અહીં ખાસ નોંધ લઇએ છીએ.
આપણા આ મચ પર આપણે પહેલી વાર જેમની મુલાકાત લઇ રહ્યાં છીએ તે Maitri Manthan मैत्री मंथन પણ એક બહુ જ અનોખા વિષયને RAJ KUMARમાં રજૂ કરી રહેલ છે. આ નામથી જેમણે, ૧૯૫૦ના દાયકામાં, પોતાની રજત પડદાની કારકીર્દી શરૂ કેરેલ હોય, તેવાં પાંચ 'રાજ કુમાર'ની અહીં ઓળખ થશે.
બ્લૉગૉત્સવના સંસ્કરણમાં પ્રથમ મુલાકાતની હેટ ટ્રીક પૂરી કરવા આપણે હવે HINDI FILM SINGER - WINE PAIRINGS, An Oenophile's Primer સાથે પરિચય કરીએ. શિર્ષક જોતાંવેંત જ અંદાજ આવી ગયોને કે આ લેખમાં પાર્શ્વગાયકની સાથે એક બહુ જ યોગ્ય અને એટલા જ પરિચિત વાઇનની જોડી બનાવવાનો એક અલગ જ અંદાજ છે. વાઇન ભલે ન ચાખ્યો હોય, પણ જો આપણે તે ગાયકને સાંભળેલ હશે,તો તે વાઇનના અનુભવને સમજી જવાશે. અને જો ગાયકને ન સાંભળેલ હોય, તો તો વાઇનની પ્યાલી એક હાથમાં લઇને તે ગાયકનાં ગીતને યુટ્યુબ પર પસંદ કરીને... બસ.... માણો.
ત્રણ "પહેલી" મુલાકાતોથી જ શરૂ થયેલો આપણો "ત્રણ"સાથેનો સંબંધ SoYની ત્રીજી વર્ષગાંઠની મદદથી સુગઠીત તો બને જ છે,  પરંતુ સાથે સાથે, આ વર્ષગાંઠની ઉજવણીના Songs of Yore completes three years લેખમાં ત્રણ અલગ અલગ સમયકાળનાં ગાયકોની ત્રિપુટીવાળાં ત્રણ અદભૂત ગીતોથી એ ગાંઠનું જોર પણ ત્રેવડાય છે.
Conversations Over Chaiનાં લેખિકા તરીકે આપણે જેમનાથી પરિચિત છીએ તેવાં અનુરાધા વરીયરના લેખ Multiple Version Songs (11): Similar songs in Hindi and Malayalam, અને હીંદી ફિલ્મ સંગીત વિષેના બ્લૉગ જગતમાં બહુ જ માનથી સ્વિકૃત એવા અરૂણકુમાર દેશમુખના લેખMultiple Version Songs (12): Similar songs in Hindi and Kannada વડે  Multiple Versions Songs શ્રેણી  ઉત્તરોત્તર નવી ઊંચાઇઓ પાર કરી રહેલ છે.
આ વર્ષે જૂન મહિનાની શરૂઆતથી જ આપણ વર્ષા ઋતુનાં વિવિધ સ્વરૂપોની સાક્ષી બની રહ્યા છીએ. હાથમાં છત્રી, અને કબાટમાંથી તાજો જ કાઢેલો રેઇનકૉટ ચડાવીને,   My Favourites: Rain Songsવડે  તો Conversations Over Chai આપણને આપણા આ સુવર્ણકાળની ચોમાસાની ઋતુની સફરમાં લઇ ગયાં હતાં જ. ક્યાંક ભીનાં થયેલાં કપડાં , ક્યાંક ભીના થયેલા વાળ પર પાણીની છાલકોની મજા હજુ તો માણી જ રહ્યાં હતાં, તેટલી વારમાં તો સમયયાનમાં કુદકો મરાવડાવીને આપણને My Favourites: Rain Songs-2  વડે સાંપ્રત વર્ષા ઋતુની મજા પણ કરવા મળી રહે છે. અને હવે જ્યારે વરસાદમાં થોડાં કે ઘણાં પલળ્યાં જ છીએ તો ચાલો,   Dusted Off નાં ૧૦ પ્રિય વર્ષા ગીતોની મજાTen of my favourite monsoon songs વડે માણી જ લઇએ.
ઋતુની જેમ જ આપણે આ સંસ્કરણમાં, સમયની માંગ અનુસાર, કેટલીક ફિલ્મ જગતન વ્યક્તિઓને યાદ કરતા લેખોની પણ મુલાકાત લઇશું.
સહુ પ્રથમ તો વધતી જતી વયન તકાજાએ જેમને માંદગીને બીછાને પટકી દીધા હતા એવા મહાન ગાયક મન્નાડેને યાદ કરતો લેખ, The Legends: Manna Dey,  જોઇએ. તેમની નાદુરસ્ત તબિયતના સમાચાર જાણીને તેમનાં સ્વાસ્થ્ય માટેની, તેમના ચાહકોની બુલંદ બનેલી પ્રાર્થનાઓનાં બળથી તેઓની તબિયત સુધારા પર આવી ગઇ છે.
તે ઉપરાંત આપણી પાસે જન્મદિવસોને યાદ કરાવતા બે લેખો પણ છે - Dusted Offનો Ten of my favourite Shyama songs  અને Dance On The Footpathનો Happy Birthday, Padmini!. નૃત્યકલાકાર સ્ટાર પદ્મિની વિષે તો યુ ટ્યુબ પર આ Padmini162  ચેનલ પણ છે.
ગયા મહિનાનાં સંસ્કરણમાં આપણે  Dance On The Footpathના Azurieપરના લેખ વિશે વાત કરી હતી, તે લેખ પરની "કૉમેન્ટ્સ" - Songs Of Yores on Azurie , Anandaswarup Gadde - માં અઝુરી વિશે કેટલીક વધારે, ખુબ જ રસપ્રદ માહિતિ પણ મુકાઇ છે.

બસ, આ સાથે પ્રસ્તુત સંસ્કરણ પુરૂં કરીએ. આશા કરું છું કે આપણે પણ આ સંસ્કરણ પસંદ પડ્યું હશે. હવે ફરીનાં સંસ્કરઅનાં આપને મળાવાનું થાય, તે પહેલાં આપના અભિપ્રાય અને સુચનો માટે ઇંતઝાર રહેશે.....

Tuesday, June 25, 2013

"ક્લીઓપેટ્રા", એલીઝાબેથ 'લીઝ' ટેલર અને રીચર્ડ બર્ટન - LIFE

"ક્લીઓપેટ્રા" ફિલ્મની ૫૦મી જયંતિના અવસરપર "લાઇફ"એ આ ફિલ્મના સેટ પર પાંગરેલા આંતરરાષ્ટ્રીય ફલક પર સહુથી વધારે ચર્ચીત એવા પ્રણય, લગ્ન અને છૂટાછેડાઓ પૈકી 'લીઝ" ટેલર અને રીચર્ડ બર્ટનના એ સમયના કદી પણ પ્રકાશીત ન થયા હોય એવા, Paul Schutzerના ફોટૉગ્રાફ્સ રજૂ કર્યા છે.

 Richard Burton and Elizabeth Taylor on the set of Cleopatra, Rome, 1962.



લીઝ ટેલર પર "લાઇફ" માટે એક બહુ જ ખાસ વિષય રહ્યો છે.
આપણે પણ તેને માણવાનું ન જ ચૂકવું જોઇએ ને?
આવો સફર કરીએ –
"Elizabeth Taylor: Photos From a Legendary Life."   અને  All of TIME.com's coverage of Elizabeth Taylor


Friday, June 21, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - જૂન, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં જૂન, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

આ મહિનાના આ બ્લૉગોત્સવનાં સંસ્કરણની શરૂઆત કામગીરી - માપણીમૂલ્યાંકનના વિષયથી કરીશું.
પ્રસ્તુત સંસ્કરણાના પહેલા લેખ તરીકે આપણે, 'ગુણવત્તા'સાથે વ્યાવસાયિક રીતે સંકળાયેલ કે પછી, ગુણવત્તામય જીવન વ્યતિત કરવા ઇચ્છતી કોઇપણ વ્યક્તિમાટે સાશ્વત આશાવાદને જીવનમાં વણી લેવાનો સંદેશ આપતા, ઑલિન મૉરૅલ્સના લેખ, You Will Recover From Thisને પસંદ કર્યો છે.
   “જો સત્યમાં ઊંડા ઉતરવું હશે, તો આપણે ભ્રમણાઓનાં પડળ ઉખેડી નાખવાં પડશે.
    એ બધાંથી વિમુખ થયા વિના, એ બધાંને ત્યજી દીધા સિવાય, આપણને કદી પણ ખબર નહીં પડે કે, આપણી પાસે, પહેલેથી જ , એ બધું જ હતું. આપણને કદી ખબર નહીં પડે કે આપનાં અસ્તિત્વનું હાર્દ તો આપણી અંદર રહેલી આપણી શક્તિઓ છે, કોઇ જ બાહ્ય પરિબળ જેને અસર કરી શકવા શક્તિમાન નથી."
    બીજું કશું જ ન કરી શકીએ તેમ હોઇએ તો, કમ સે કમ, રાતના અંધકરને ઓસરી જવા દઇએ. આપણી આટલી અમથી લવચીકતા, પ્રભાતનાં ઉજાસની સાથે જ, આપણને શાણપણ, શક્તિ અને ધ્યેય સ્પષ્ટતાથી પુરસ્કૃત કરી દેશે. અને આપણી કલ્પના કરતાં સવાર પણ વહેલું જ પડશે!
હવે પછી આપણે 'કામગીરી મૂલ્યાંકન' વિષય બાબતે રસપ્રદ સવાલો પેદા કરતા, અને તેને પરિણામે,તે સાથે સંકળાયેલા પાયાના મુદ્દાઓ પર આપણાં ધ્યાનને કેન્દ્રીત કરતા, લેખો જોઇએ.
કામગીરીના, આકડાકીય વિરૂધ્ધ ગુણાત્મક, મહત્વનાં સૂચકો\ Quantitative Versus Qualitative KPIs - સ્ટેસી બાર્ર
   કામગીરીના મહ્ત્વનાં સુચકો (KPI)ના આંકડાકીય કે ગુણાત્મક તફાવત અંગે ઘણી ગેરસમજણ રહી છે. તાત્વિક રીતે, તો કોઇ પણ 'માપ' આંકડાકીય જ ગણાય.
આંકડા શાસ્ત્રમાં જ્યારે કોઇ માપ (કે લાક્ષણીકતા) કોઇ ચોક્કસ માત્રા નક્કી કરવાને બદલે માત્ર એક સરખી માપવા લાયક કક્ષાઓ / સ્થિતિઓ નક્કી કરી આપતું જોય તેને આપણે આપણે ગુણાત્મક ચલ કહીએ છીએ. આમ ગુણાત્મક ચલ એ સીધી રીતે, કામગીરીનાં માપ નથી દેખાડતાં. પણ માપ અંગે એકત્રિત થઇ રહેલી સામગ્રીનાં પૃથ્થકરણ કરવામાં તે મદદ કરે છે.
આંકડાશાત્રમાં સતત અને પૃથક એમ બે પ્રકારના આંકડાકીય ચલ વપરાય છે.
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, શ્રેષ્ઠ કામગીરી પૂરી પડવા માટેના ત્રણ નિયમો \ Three Rules to Deliver the Best Possible Performance for as Long as Possible
માઇકૅલ રૅનૉર અને મુમતાઝ અહમદએ, લાંબા સમય સુધી,નસીબના જોરની ફાવટનાં પરીબળો સિવાય, અપવાદરૂપ સતત સારી કામગીરી કરતી રહેલ કંપનીઓની ખોજ આદરી હતી. તેમનાં તારણોને તેમણે The Three Rules: How Exceptional Companies Thinkમાં રજૂ કરેલ છેઃ 

૧. સસ્તાથી પહેલાં, બહેતર - ઓછા દામને બદલે વધારે બીન-કિંમત મૂલ્ય.
૨. ખર્ચથી પહેલાં, આવક - ઓછા ખર્ચને બદલે વધારે આવકની મદદથી કામગીરીની ઉત્કૃષ્ટતા.
૩. તે સિવાય કોઇ બીજા નિયમ જ નથી - કોઇ પણ સ્પર્ધાત્મક કે બાહ્ય પરીબળો કે પડકારો હેઠળ પણ આ બે સિધ્ધાંતો ને ન ત્યજી દેવા.

માપવામાં સહુથી મુશ્કેલ બાબતો \The Toughest Things to Measure - સ્ટૅસી બાર્ર
“‘કર્મચારીઓનો ઉત્સાહ, જીવનની ગુણવત્તા, ગ્રાહક સંબંધઓની તાકાત, વ્યવસાય/સંસ્થાનની આબરૂ’ જેવાં પરિમાણો, માપવામાં સહુથી વધારે મુશ્કેલ ગણાતાં માપની કોઇ પણ યાદીમાં જોવા મળશે.”
“અહીં પ્રશ્ન માપણીનો નથી, પણ આપણે જે પરિણામો સિધ્ધ કરવા કે સુધારવા કે સર્જવા માગીએ છીએ, તેમની સ્પષ્ટ સમજનો છે. જો કોઇ વાતનો પૂરાવો રજૂ થઇ શકતો હોય, તો તેની માપણી શકય છે."
સંસ્થાકીય કામગીરીનાં માપણીનાં સાધનો અને આલેખન તેમ જ આંકાડાનાં વિશ્લેષણનાં સાધનોને અળગાં રાખો \ Separate your charting and data analysis tools from your enterprise tools - સ્ટીવ દૌમ
બટેટા અને ડુગળીને કે સાથે સંઘરવાં જોઇએ કે નહી તે ચર્ચા ઉગ્ર જ રહે છે, 'ના"-પક્ષનું કહેવું છે કે બન્ને માંથી બહાર નીકળાતા વાયુઓ તેમને બગાડી કાઢે છે, જ્યારે "હા"-પક્ષનું કહેવું છે કે એક સાથે સંગ્રહ કરવાથી કોઇ ફરક નથી પડતો. આપણે આની સાથે સહમત થઇએ કે ન થઇએ, આપણે જે વાત નોંધ લેવાની જરૂર છે તે એ છે કે ઉત્કૃષ્ટ કામગીરીમાટે કરીને કોઇ કોઇ બાબતોને અલગ રાખવું હિતાવહ છે. અને તેથી જ કદાચ જોડીયાં બાળકોને અલગ અલગ વર્ગમાં બેસાડવામાં આવે છે!
જોનથન જૅકૉબીના લેખ "'સલામતી એ બધાની જવાબદારી છે' તે વાત નું શું થયું? \ What happened to belief that safety is “everyone’s responsibility?” માં કામગીરીનાં મૂલ્યાંકનને એક નવા, પાયાના, દ્ર્ષ્ટિકોણથી જૂએ છે:
હું તો માનું જ છું કે "સલામતી એ દરેકની જવાબદારી છે" જ. પણ, જે જવાબદારી "સહુ"ની હોય છે તે જવાબદારી ખો-ખોના દાવની જેમ ફરતી રહે છે.અને તેથી જ, ANSI Z10 કે OHSAS 18001 જેવી અગ્રણી સંચાલન તંત્રવ્યવસ્થાઓનાં સ્ટાન્ડર્ડસ્‍માં, સુનિશ્ચિત ઉત્તરદાયિત્વ અને અસરકારકતાનાં માપ એ બન્નેને જરૂરી અંગ ગણવામાં આવેલ છે. "સલામતી એ સહુની જવાબદારી છે"ને એક સૂત્રમાંથી આગળ વધીને, રોજબરોજનાં કામનાં અંગ તરીકે વણી લેવા માટે સુનિયોજિત પ્રમાણે વહેંચાયેલ અને સ્પષ્ટપણે સ્વીકારાયેલ ઉત્તરદાયિત્વની ભાવના મહત્વની ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માત્ર બલિના બકરાઓ પર નિષ્ફળતાઓ રોકવાની જવાબદારીઓ થોપી દેવાને બદલે પુરોગામી પરિમાણો સૂચકોના આધાર પર કામગીરીનું મૂલ્યાંકન અને પુરસ્કૃત થવું, સકારાત્મક અને સક્રિય, સલામતી સભર, વાતાવરણ ઊભું કરવામાં, અને પ્રસારીત કરવામાં, મહ્ત્વનાં બની રહે છે.
આ વિષય પર ઇ ડી રોબીન્સનનો લેખ - Leadership Thought #436 – Are You Aligned With Your Values And Priorities? - પણ નવો જ પ્રકાશ પાડે છે -
મેં બહુ વાર એમ સાંભળ્યું છે કે કોઇ પણ વ્યક્તિનાં મૂલ્યોને પારખવાં હોય, તો તે જે કહે છે તેના પર નહીં, પણ જે કરે છે તેના પર ધ્યાન આપવું જોઇએ. બોલાયેલા શબ્દો કરતાં અમલ કરાયેલાં પગલાંઓનો સંદેશ વધારે બુલંદ હોય છે.
હું તમને આગ્રહપૂર્વક કહીશ કે બે ઘડી થંભી જઇને, આપણે જીવનના આ તબક્કે અત્યારે ક્યાં છીએ તેના વિશે જરૂરથી મનન કરો. તમારાં મૂલ્યો અને પ્રાથમિકતાઓની સાથે સુસંગત છો? તમે જે થવા ઇચ્છો તે "વ્યક્તિ"થી તમે નજદીક જઇ રહ્યાં છો કે દૂર જઇ રહ્યાં છો" સકારક ફેરફારો કરવા માટે જીવનમાં ક્યારે પણ મોડું નથી થયું હોતું.
લોકો કે પ્રક્રિયાઓ? \ People or Process? - પૉલ ઝૅક, ક્લૅરમૉન્ટ ગ્રેડ્યુએટ યુનિવર્સીટીનાં ‘સેન્ટર ફૉર ન્યુરૉઇકૉનૉમીક્સ સ્ટડીઝ્‍’ના વડા અને 'ધ મોરલ મોલૅક્યુલ'ના લેખક
માર્શલ મૅકલુહાન પાસેથ જાણે ઉધાર લીધેલ હોય તેમ, પીટર ડ્રકર લખે છે કે, "ટેક્નોલૉજી કે લોકો એકબીજાણે પસંદ નથી કરતાં, પણ એકબીજાંને ઘડે છે." હું પણ એવું જ માનું છું - યોગ્ય લોકો અને યોગ્ય પ્રક્રિયાઓ જ સફળતાનો સંગીન પાયો બની રહે છે.
લોકોને ઉત્તરદાયી બનાવવા માટેના ૮ હોવા-જોઇએ-અભિગમ \ 8 “Be-Attitudes” of Holding People Accountable - રૉબર્ટ વ્હીપ્પલ
પોતે દિલથી કરવા માગે છે, તેથી કરીને લોકો તેમનું શ્રેષ્ઠ યોગદાન આપતાં રહે તેવું વાતાવરણ ખડું કરવું એ અસરકારક નેતૃત્વની મહત્વની લાક્ષણિકતા છે. પોતાનાં સ્વૈ્છિક યોગદાનનું માત્ર પોતાનાં જ ભલાં માટે નહીં પણ, જ્યારે લોકો પોતાની સંસ્થામાટે પણ મહત્વ જાણતાં હોય છે, તે પછી સંચાલકે, વારંવાર, સોટી ચલાવવાની જરૂર નથી પડતી. એ વાતાવરણમાં, લોકોને તેમનાં પરિણામ માટે ઉત્તરદાયી બનવવાં એ હંમેશાં નકારક નહીં પણ, સકારક ઘટના જ બની રહેશે. [છે ને એકદમ તરોતાજા દ્રષ્ટિકોણ!!]
લોકોની પ્રેરણાઃ પૈસાના પ્રભાવથી પણ આગળ \ Motivating people: Getting beyond money
કેટલાક પ્રદેશો અને વ્યાપાર ક્ષેત્રોમાં નફાકારકતાનાં પુનરાગમનની સાથે બોનસ પણ ફરીથી દેખા દેવા લાગ્યાં છે, જેમ કે અમારી મોજણીના ૨૮% પ્રતિભાવકોનું કહેવું છે કે તેમની કંપની, આવતે વર્ષે, નાંણાંકીય પ્રોત્સાહનો ફરીથી અમલ કરવા વિચારી રહેલ છે. આ પ્રકારનાં વળતરનું પોતાનું એક આગવું મહત્વ છે તે ખરૂં, પણ વ્યાપાર અગ્રણીઓએ હમણાં જ પસાર થઇ ગયેલ કટોકટીના પાઠ ભૂલ્યા સિવાય, નાંણાં-પ્રોત્સાહનોની પેલે પાર, કર્મચારીઓને સંસ્થાની નીતિઓ અને વ્યૂહરચનાની સાથે રાખીને પ્રોત્સાહીત રાખવાના ઉપાયો અંગે વિચાર કરવા જોઇએ. કંપની ના કપરા, તેમ જ સારા એમ બંને સમયમાં કર્મચારી ક્ષમતાની એ વ્યૂહરચના જ વધારે અસરકારક નીવડે છે જેમાં બીનનાંણાંકીય પ્રેરકોનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જો અત્યારથી જ આ દિશામાં પગલાં લેવાશે તો હાલની અવદશામાં દાખલ થતી વખતે થયેલી સ્થિતિને બદલે તેમાંથી બહાર નીકળતી વખતની સ્થિતિ વધારે સબળ બની રહેશે.
દરેક કંપનીને નિયમિત રીતે નિષ્ફળ રહેતાં લોકોની જરૂર રહેતી હોય છે. \ EVERY COMPANY NEEDS PEOPLE WHO CAN REGULARLY FAIL - લૅસ હૅમનનો બ્લૉગ
“એમ જોવા મળે છે કે મોટા ભાગની કંપનીઓ પરિવર્તનના પ્રયોગ કરનારાઓને બદલે, જે સ્થિતિ છે તેને જાળવી રાખનારાંઓને વધારે રક્ષણ પૂરૂં પાડતી હોય છે. તેને કારણે કોઇ પણ નિષ્ફળતા એ કારકીર્દીના વિકાસમાં બહુ મોટી અડચણ બની રહે છે. સમય જતાં લોકો જોખમ ખેડવાનું ટાળશે અને પોતે જે પહેલાં કરતાં હતાં તે જ કરવા તરફ ઢળતાં રહેશે (એપ્રિલ ૨૯,૨૦૧૩ના રોજ પ્રકાશીત, “If you always do what you have always done” , લેખ પણ જૂઓ) જોખમ ટાળવાની મનોવૃતિ કેળવાય એવું વાતાવરણ એટલે એવાં જ લોકોને લેવાં, જે હાલનાં ચોકઠાંમાં બંધ બેસવાનું પસંદ કરે, નહી કે હાલની સીમાઓને પાર કરવાનો વિચાર સુધ્ધાં પણ કરે. " અહીં તો આમ જ થતું રહ્યું છે" વિચારધારાને પોષવી એટલે નવાં કર્મચારીઓમાં પણ અલગ રીતે વિચાર કરવા બાબતે ભય દાખલ કરી દેવો."
આપણે હવે પછીથી જે લેખ જોઇશું , તેનું શિર્ષક - છ સાદા સવાલો- પરિવર્તનનું માળખું\ Six Simple Questions: A framework for change - આમ તો પરિવર્તનના વિષયને ઉદ્દેશીને જ લખાયેલો છે, પરંતુ એ છ સવાલોને આપણે કામગીરીનાં મુલ્યાંકનના ક્ષેત્રમાં પણ ઉપયોગમાં લઇ શકીએ તેમ છીએ. કારણ કે કામગીરીનાં મુલ્યાંકનનાં વિષ્લેષણ પછી જે કંઇ પગલાં લેવાય તે, નાનાં કે મોટાં, પરિવર્તન તો ગણાય જ ને!.
વિવિધ સંસ્થાઓ સાથેના મારા સંસર્ગ દરમ્યાન હું હંમેશાં એવા સાદા સવાલોની ખોજમાં રહું છું,જેના વડે સંકુલ સંવાદોના પ્રવાહો અને વ્યાપક સંવાદો પેદા કરી શકાય. 

કોઇ પણ સંસ્થાને આ બાબતે મદદરૂપ થાય તેવા આ છે એ છ સવાલોઃ 
 
૧. આપણી સામેના પડકારોનો આપણે સહુથી વધારે ફાયદો કેમ કરીને ઉઠાવી શકીએ? (કયાં સાધનો કે કાર્યપધ્ધતિઓ વધારે સારાં પરિણામો લાવી શકે)
૨. આપણે સહુ સાથે મળીને કેમ કરીને વધરે સારાં પરિણામો લાવી શકીએ (ઉપર મુજબ) ૩. આપણને નવા પાઠ, નવું શીખવાનૂ ક્યાંથી મળી શકે, આપણે નવા અનુભવો અને જ્ઞાનનો આપણા નવા પડકારોનો હલ શોધવામાં શી રીતે ઉપયોગ કરી શકીએ? (ઉપર મુજબ)
૪. સતત સુધારણા કરતા રહેવા માટે આપણે બહુ જ શક્યતાઓથી ભરેલા વિકલ્પો અને વિચારો ક્યાંથી ખોળી લવી શકીએ? (ઉપર મુજબ)
૫. સુધારણા માટેની પ્રતિબધ્ધતા કેમ કરીને હંમેશ સજીવન રહે તેમ કરીશું?
૬. આપણે જે કંઇ પરિણામો સિધ્ધ કરી રહેલ છે તે "વધારે ઝડપઈ, વધારે સારાં અને બહુ જ ઓછા ખર્ચથી" મેળવી સ્કયાં છે એટલું જ નહીં પણ પણ કર્મચારીઓને, ગ્રાહકોને કે અન્ય હિતધારકોને પણ "વધારે ખુશી અને સંતોષ આપનારાં છે" તે શી રીતે નક્કી કરીશું?

પરિવર્તન થતાં રહે છે \ change happens - ડેનીસૅ લી યૉહ્‍ન
પીપલ રીપોર્ટ / બ્લૅક બૉક્ષ ઇન્ટૅલીજન્સના જૉની ડૂલીન પરિવર્તનની આડઅસરની સમજાવતાં એક મહત્વનો ફરક નોંછે છે : પરિવર્તન પોતે તો પરોક્ષ કે નિષ્ક્રિય છે, પણ સર્વાંગી પરિવર્તન આપણને વધારે સક્રિય ભૂમિકા ભજવવાનો અને વધારે સારાં ભવિષ્યનાં નિર્માણ કરવાની તક પૂરી પાડે છે.
પરિવર્તન પર્વતની ટોચ પર ફુંકાતા પવન જેવું છે. તે તેટ્લું અકળ છે, તેટ્લું જ અફર છે, અને માટે ભાગે કોઇ જ આગોતરી જાણ કર્યા વગર જ આવી ધમકે છે. અનુભવી પર્વતારોહક જેમ તેનાં પહાડ ચડવાનાં અને સલામતીનાં સાધનો હાથવગાં રાખે છે તેવું જ સુસ્પષ્ટ હેતુ અને હિતધારકોની પ્રગાઢ પસંદગીસાથેનાં એકસૂત્ર જોડાણનું પણ છે. પરિવર્તનતો થશે જ - પણ તેથી આપણે શું પર્વતનાં સહુથી ઊંચાં શિખર પર પહોચવાનાં જ નથી ?
બીજા વિષયો તરફ જતાં પહેલાં આપણે એક સમયાતીત વિષય,"ટૉયૉટાની રીતે" પર પણ નજર કરીએ. હા, આપણે વાત કરીએ છીએ ટીમ મૅક્‍મોહન વડે કરાયેલા "ટૉયૉટાની સતત સુધારણાની રીત"ના પુસ્તક પરિચયની.
જેફ્રી લાઇકરની આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ટૉયૉટાની રીત શ્રેણીની પરંપરાને આગળ ધપાવતાં લીન [lean] પ્રક્રિયાઓને વિવેચનાત્મક દ્રષ્ટિથી જોવાની સાથે, તે બધાંની નિષ્ફળતાઓ મટેનાં મૂળભૂત કારણોની વાત કરે છે.
પુસ્તક, The Toyota Way to Continuous Improvementને ત્રણ મહત્વના ભાગમાં વહેચી નંખાયું છેઃ 

૧. લીન (lean) સાધનો ના ઉપયોગથી પણ આગળ જવું, તેમ જ તેની સાથે સાથે કામગીરીની ઉત્કૃષ્ટતાને વ્યાપારની વ્યૂહરચનાસાથે સાંકલી લેતી સતત સુધારણાની સંસ્કૃતિ પણ શા માટે જરૂરી બની રહે છે
૨. લીન (lean) આમૂલ પરિવર્તનના પ્રણેતા અને ગુરૂના દ્રષ્ટિકોણથી લખાયેલ સાત અલગ અને આગવા ઉદ્યોગો પરથી તૈયાર કરાયેલ કૅસ-સ્ટડી
૩. એક આદર્શ સંસ્થાને વાસ્તવિકતામાં રૂપાંતરીત કરવાની, ખુદની, સુદૂરદ્રષ્ટિનાં પાઠ

ગુણવતા સંચાલન કે ગુણવત્તા જીવનપધ્ધતિમાં પ્રત્યાયનનું મહત્વ તો આપણને સુવિદિત જ છે. તે વિષય પર કૅરિન હર્ટ એક એક બહુ જ રસપ્રદ લેખ - Pause for Effectiveness: 9 Powerful Times to Pause- રજૂ કરે છે.
 
કોઇ પણ વાત કરતાં કરતાં વચ્ચે લેવાતો ક્ષણિક વિરામ વિચારવામાટે અને લાગણીઓને ઠંડી પાડવા માટે જરૂરી એવો મહ્ત્વનો સમયગાળો પૂરો પાડે છે.સગર્ભ વિરામમાંથી જ ગુંજાર કરતા વિચારો પેદા થાય છે.
છેલ્લે, આપણા બ્લોગૉત્સવની પરંપરા દરેક માસના સંસ્કરણની આપણે જેનાથી સમાપ્તિ કરીએ અને હવે પછીથી જેને આપણા બ્લૉગૉત્સવના કાયમી સ્તંભ બનાવી દેવાનું વિચાર્યું છે. એવી બે શ્રેણીની વાત કરતાં પહેલાં તેનેમાટે કારણભૂત કહી શકાય તેવા, શ્રી અંશુમન તિવારીના, લેખ, Maintaining 'Continued Relevance' of Quality ,ને પણ જોઇ લઇએ

તેમના કાયમી સ્તંભમાં આ મહિને પૉલ બૉરવસ્કી એ બે પાયાના સવાલો રજૂ કર્યા છે. જો તેના જવાબ અપાય અને તેના પર અમલ કરવામાં આવે તો "ગુણવત્તા"નો નિખાર જ બદલી જઇ શકે તેમ છે. એ બે સવાલો છે:
     - ગુણવતાનો પૂરેપૂરો લાભ સમાજને મળે તેમ કરવામાટે ગુણવત્તા વ્યવસાય સમક્ષ સહુથી મોટો પડકાર કયો છે?
     - અને, ગુણવત્તાની પધ્ધતિઓને આગળની કક્ષા સુધી વિકસાવવામાં માટે ગુણવત્તા વ્યવસાયે કયા સવાલોના જવાબ શોધવા જરૂરી છે?

અંશુમન તિવારી એ " ના "ASQ - પ્રભાવશાળી સૂરો \ ASQ Influential Voices."ના એક સક્રિય સભ્ય છે. “"ASQ - પ્રભાવશાળી સૂરો \ ASQ's Influential Voicesએ 'ગુણવતા' ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યાવસાયિકોનું જૂથ છે ્જે તેમના વ્યક્તિગત બ્લૉગ પર 'ગુણવત્તા'ની બાબતો પર ભિન્ન ભિન્ન સ્તરે ઑનલાઇન, પ્રભાવશાળી યોગદાન આપી રહેલ છે.આ જૂથનું સંકલિત માળખું, ભારત, ઍક્યુડૉર,ચીન, મલયેશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો સમગ્ર વિશ્વમાં, અને બહુ વિધ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં, ફેલાયેલું છે. ગુણવત્તા ક્ષેત્રમાં સુધારણ અને એવા મહ્ત્વના વિષયો પરત્વે આ "પ્રભાવશાળી સૂરો'ને અદમ્ય લગાવ છે. આપણા આ બ્ળોગોત્સવના માવતા મહિનાનાં સંસ્કરણાથી આપણે ક્રમાનુસારે આ એક એક પ્રભાવશાળી સૂર અને તેમની બ્લૉગ પ્રવૃત્તિનો પરિચય કરીશું. 

એ જ રીતે આપણે "ASQ" પર શરૂ થયેલા એક નવા વિભાગ, ASQ TV, પર પણ દરેક મહિને મુકાયેલા વીડીયોની યાદી પણ આપણા માસિક સંસ્કરણમાં રજૂ કરીશું. 

જેમ કે અત્યાર સુધી ત્યાં મૂકાયેલા ઘણા વિડિયો પૈકી કેટલાક વીડિયો –

ASQ પર દરેક મહિને કરાતાં પશ્ચાતવર્તી સામુદાયીકકીરણને પણ આ પણે આપના સંસ્કરણના અંતભાગનો એક નિયમિત સ્તંભ કરી શેમ, જેમ કે May Roundup: Deming, Management & More

અને આ બધાંની સથે આપણા નિયમિત સાથી, Curious Cat Management Improvement Blog Carnival #194 તો ખરા જ.

આશા કરૂં છું કે આ માસનું સંસ્કરણ આપને પસંદ પડ્યું હશે. આપના પ્રતિભાવોનો ઇંતઝાર રહેશે....

Thursday, May 30, 2013

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૫ /૨૦૧૩

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૫/૨૦૧૩' બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ સંસ્કરણની શરૂઆત આપણે (આપણા માટે) બે નવા બ્લૉગની મુલાકાતથી કરીશું.
“'આવારા'નું સ્વપ્નગીત એ ત્રણ અલગ ગીતો ને ત્રણ અલગ અલગ 'સ્થળ' (કાળ)ની ભૂમિકામાં ફિલ્માવાયેલ છે. તેમનાં રાષ્ટ્રીય પુરસ્કૃત પુસ્તક, "આવારા"માં ગાયત્રી ચેટર્જી  આ ગીતને "પૃથ્વી-નર્ક-સ્વર્ગ"નાં ત્રિ-તખ્તી ચિત્રણ સ્વરૂપે જૂએ છે." "તેરે બિના આગ યે ચાંદની" એ પહેલાં બે ચિત્રો - પૃથ્વી અને નર્ક -નું પ્રતિનિધિત્વ કરે છે. ઘણાં લોકો "મુઝકો ચાહિયે બહાર"ને નર્કની રજૂઆત સ્વરૂપનાં એક અલગ જ ગીત તરીકે જ જૂએ છે. અને છેલ્લા "સ્વર્ગ"નાં ચિત્રણનું પ્રતિનિધિત્વ "ઘર આયા મેરા પરદેશી" કરે છે.
આ સ્વપ્નગીતમાં એક ઑર નવાઇ છૂપાયેલી છેઃ હિંદી ફિલ્મ જગતની (પછીથી થયેલ) સુપ્રસિધ્ધ "કૅબ્રૅ" નર્તકી , હેલન, આ ગીતમાં પાછળ સાથ આપી રહેલ સાથી નર્તકીઓમાં છુપાયેલ છે. આમ ફિલ્મના પર્દા પરનું આ હેલનનું સહુથી પહેલું નૃત્ય પણ કહી શકાય! આ ગીતમાં તમને ક્યંય હેલન નજરે ચડી જાય તો અમને જણાવજો.
અને આવી પ્રથમ મુલાકાત માટે આજે આપણી પાસે Coolone160ની Rajendra Kumar- The Jubilee King    પૉસ્ટ છે. રાજેન્દ્ર કુમારના ફિલ્મોના નાયક તરીકેની જ  બહુ લાંબા સમયની કારકીર્દીમાંથી કેટલાંક ગીતોને પસંદ કરીને મુકવાંતે થોડું કપરૂં કામ તો છે. અહીં રજૂ થયેલાં ગીતો વડે રાજેન્દ્ર કુમારની 'જ્યુબિલી કુમાર"ની છબીને ન્યાય મળ્યો છે. 
અને હવે આપણે જેમનાથી પરિચિત છીએ તેવા બ્લૉગ્સની નવી પૉસ્ટની મુલાકાત કરીએ -  
Raat Akeli Hai (geniosity514)  -  Songs of Yore: In which a Moving Vehicle is the Cause of a Delayમાં રસ્તે ચાલતાં અટકી પડેલાં વાહનોમાંથી જન્મતી વાત પરનાં ગીતોને રજૂ કરીને વિષયની પસંદગીમાં એક નવી જ ભાત પાડી છે. તેમને પહેલા પ્રયત્ને ૭ ગીત જ મળ્યાં છે. પણ વાંચકો પણ કંઇ કમ નથી - બાકીના ગીતો તેમણે પૂરાં કરી આપ્યાં છે. એ બધાં સિવાય પણ, આ નવા જ વિષય પર  હજુ કોઇ બીજાં ગીતો યાદ આવે છે ખરાં........?? 
Dances on Footpath’  હિંદી ફિલ્મ જગતમાં યહુદી કલાકારોની વાત કરતાં આપણને એક બહુ જ અછૂતા કલાકાર ગોપનો પરિચય, Five Songs with Gope દ્વારા કરાવે છે. ક્યારેક હાસ્ય કલાકાર તો, ક્યારેક ખલનાયકની ભૂમિકાઓમાં ગોપ તેમની બેનમૂન અદાકારી રજૂ કરતા રહ્યા હતા. તેમની અદાકારીવાળી ફિલ્મોની એવી વિડીયો ક્લિપ રજૂ કરવામાં આવી છે, જેમાં ગોપ એક અગ્ર ભૂમિકામાં જોવા મળતા હોય. મજાની વાત તો એ છે કે ગોપની અદાકારીની મજા માણવા સાથે સાથે આપણને કેટલાંક એટલાં જ બેનમૂન ગીતો પણ માણવા મળે છે. વાત આટલેથી જ નથી અટકતી. આની પહેલાં, એવી જ એક અનોખી પૉસ્ટ પણ - Gope’s beautiful wife,Latika  - માણવાનું ચુકવા જેવું નથી. 
આજ વિષય પર, ‘Dances on Footpath  ની Azurie પૉસ્ટ એ તો મોતી શોધવા જતાં ખજાનો હાથ લાગી જવા જેવી લૉટરી કહી શકાય તેમ છે. "સિનેપ્લૉટના કહેવા મુજબ તેમની પહેલી ફિલ્મ ૧૯૩૪માં બનેલી -સંયોગવશાત, એક બહુ જ જાણીતી, યહુદી, અદાકારા  - "નાદીરા"  હોઇ શકે છે, જ્યારે ભારતમાં તેમની છેલ્લી ફિલ્મ, ૧૯૬૦માં પ્રદર્શીત થયેલી "બહાના" હતી. તેમણે "જૂમર" - જે ૧૯૫૯માં પ્રદર્શીત થયેલી- જેવી અન્ય પાકિસ્તાની ફિલ્મોમાં પણ કમ કર્યું હતું. લગભગ ૯૦ કે ૯૧ વર્ષની વયે, ૧૯૯૮માં, તેમનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું.
આનંદસ્વરૂપ ગડ્ડેએ ઉપરોકત પૉસ્ટની ચર્ચામાં Jewish Stars of Bollywood  વિષય પર બની રહેલ એક દસ્તાવેજી ફિલ્મ વિષેના લેખની લિંક આપીને આપણને વધારે સમૃધ્ધ કરી આપ્યાં છે.
આપણી આ બ્લૉગૉત્સવ શ્રેણીનાં આ પહેલાંનાં સંસ્કરણામાં Conversations Over Chaiના  my-favourites-songs-of-cynicism લેખની વાત કરતી વખતે જ આપણને અંદાજ તો આવી જ ગયો હતો કે આ લેખનો અનુસરણીય લેખ પણ આવવો જ જોઇએ. Conversations Over Chaiનાં લેખિકા અનુરાધા વૉરીયર આપણને નિરાશ તો કરે જ નહીં! એટલે તેમનો લેખ, My Favourites: Philosophical Songs,  આમ તો નવાઇ ન પમાડે, પણ ફિલૉસૉફીઓનો વ્યાપ તો ઘણો વિશાળ, એટલે અનુરાધા વૉરીયર કઇ શરતો લાગુ કરશે તે જાણવાની ઉત્સુકતા તો રહે. "જે ગીતોમાં અંગત ફીલૉસૉફી ગવાઇ હોય" તેવાં ગીતો ને રજૂ કરી, Conversations Over Chai આપણને એક નવી દિશામાં જ લઇ જાય છે. 
Song of Yore (SoY), Multiple Version Songs શ્રેણીના સળંગ ત્રણ લેખ રજૂ ક્રે છે.એન. વેંકટરામન દ્વારા કરાયેલ તામિલ ભાષાના હિંદી ફિલ્મના સંબંધો પરના પહેલા લેખને Multiple Version Songs (8): Hindi-Tamil film songs (2) Songs from Dubbed Versions આગળ વધારે છે. પહેલો ભાગ વાંચ્યો ત્યારે એમ હતું કે હવે તો હિમશીલા અને સમુદ્રની સપાટીના મિલન સુધી પહોંચીશુ, પણ આ બીજા લેખ પછીથી પણ વિષયમાં આપણે હજુ હિમશીલાની ટોચ પરથી જ વિષયની મજા માણી રહ્યાં છીએ.
આપના આ લેખક દ્વારા જ લખાયેલ લેખ - Multiple Versions Songs (9) : Gujarati to, and fro, Hindi (film) songs (1) અને   Multiple Versions Songs (10): Gujarati to, and fro, Hindi (film) songs (2)ગુજરાતી સુગમ સંગીત તેમ જ લોક સંગીત અને હિંદી ફિલ્મ સંગીતની અસરને કારણે પ્રભાવીત થયેલ એક ગીતનાં વિવિધ સ્વરૂપની ચર્ચા જોવા મળે છે. SoY ના, શ્રી અરૂણકુમાર દેશમુખ, ખ્યાતિ ભટ્ટ, બ્લ્યુફાયર, ગડ્ડૅસ્વરૂપ વગેરે, અન્ય સહ-વાચકો બીજાં ઘણાં ગીતો ઉમેરવાની સાથે સાથે, ચર્ચાને એક બહુ જ નવી ઊંચાઇ પર લઇ ગયાં છે.  તો વળી, અહીં ચર્ચા દરમ્યાન, વેદ આપણને ઑડિયા ભાષા સાથે ફિંદી ફિલ્મ ગીતોના સંબંધોની દુનિયામાં  ડોકિયું કરાવે છે.
થોડા સમય પહેલાં બ્લૉગભ્રમણ કરતાં કરતાં My Music Movies and Mutterings પર જઇ ચડવાનો લ્હાવો મળ્યો. આ સાઇટ પર અંગ્રેજી, હિંદી અને રશિયન ભાષાની અત્યાર સુધીની ગણત્રી મુજબ , ૧૫૦૦થી વધારે રેકર્ડ્સ,મોટી સંખ્યામાં સીડી અને કેસેટ્સ અને ડીવીડી ના સંદર્ભો અને લિંક ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. હવે પછીના દિવસોમાં આ સાઇટની મુલાકાત લેતાં રહીશું.
આપણાં આ સંસ્કરણના અંતમાં આપણે થોડો રંજ થાય તેવી વાત કરવી છે.  Harveypam Blog એ તેમનાં અન્ય રોકાણોની પ્રાથમિકતાને કારણે "થોડા" સમય સુધી બ્લૉગલેખન પ્રવૃત્તિને અટકાવવી પડશે એવી જાહેરાત કરી છે.  Harveypam Blog પર છેલ્લી બે પૉસ્ટ, Happy 3rd Birthday to My Blog and a Quiz અને 3rd Anniversary Quiz Answers બ્લૉગના ત્રીજા જન્મદિવસને લગતી હતી. આપણે આશા કરીએ કે Harveypam Blog  ખરેખર થોડા સમયમાં જ આપણી સાથે કાર્યરત થઇ જશે.

આવજો.....આવતે મહિને ફરીથી મળીશું...........તે દરમ્યાન આપના પ્રતિભાવોની રાહ જોઉં છું.

Friday, May 24, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - મે, ૨૦૧૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં મે, ૨૦૧ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

જે તે લેખમાં જ વ્યક્ત થયેલ શબ્દોમાં જ તે લેખનાં વસ્તુનો પરિચય મુકવાની જે પધ્ધતિ આપણે અખત્યાર કરી છે, તેને આપણે આ સંસ્કરણમાં પણ ચાલુ રાખીશું. 

આવો, બ્લૉગૉત્સવનાં આ સંસ્કરણની શરૂઆત ગુણવત્તાની કેટલીક પાયાની વાતોથી કરીએ. 

"ધ ડબ્લ્યુ. ઍડવર્ડ્સ ડેમિંગ ઇન્સ્ટીટ્યુટ'ની સંશોધીત વેબસાઇટ \ New Website for The W. Edwards Deming Institute
    “વેબસાઈટ પરની મને કેટલીક પસંદ સામગ્રી પૈકી લેખો, ફોટૉગ્રાફ્સ, વીડીયો, સમય રેખા અને ડૉ. ડેમિંગના પ્રખ્યાત વિચારોનું ટુંક વિવરણ વગેરે આવરી લેવાયાં છે."

રાષ્ટ્રીય ગુણવત્તા પુરસ્કાર એ સાતત્યપૂર્ણ સફળતાનો એક હિસ્સો છે \ Having a National Quality Award is Only Part of Sustainable Success
   ફરી ફરીને કોઇ આ પુરસ્કાર કેમ નથી જીતતું?
   
   કેટલીક વિચારસરણીઓઃ
 
      નાના ઉદ્યોગો માટે - ખર્ચ એ એક અવરોધ છે, જો કે કેટલાંક રાજ્યોએ આ અંગે મદદ કરવાની જોગવાઇ કરેલ છે.
     નેતૃત્વમાં ફેરફારો - દરેક ગુણવત્તા પુરસ્કાર કાર્યક્રમને વરિષ્ઠ સંચાલક મડળના પૂરા સાથની જરૂર પડે જ છે, MBNQA પણ એમાં અપવાદ નથી.
      આર્થિક પરિસ્થિતિઓ - આ કારણ તો જો નહીં-નફો કે સરકારી સંસ્થા વિજેતાઓને લાગૂ પડે છે, કારણકે તેઓ વેચાણની આવક નથી ધરાવતાં. અંદાજપત્રીય કાર્યદક્ષતા અહીં મુખ્ય ભાગ ભજવે છે. સંચાલનના ઉપર પૂછાતા સવાલો જ, બહુધા અહીં પણ પૂછવામાં આવે છે.
      MBNQA, એક 'વધારાનું છોગું' – આ સિધ્ધાંત મને બહુ જ પ્રિય છે, કારણ કે હજુ સુધી આપણે ગુણવત્તા કાર્યક્રમોનું હાર્દ સમજ્યાં નથી. ગુણવત્તા તો જ સફળ રહી શકે જો તેને સંસ્થાસ્તરે સંકલિત કરી લેવામાં આવેલ હોય. મોટા ભાગે, એક નાનાં જૂથને પુરસ્કારની તૈયારી માટે અલગથી કામે લગાડવામાં આવતું હોય છે. " MBNQA તો તેમનું કામ છે." આર્થિક પરિસ્થિતિઓને કારણે જેને સહુથી પહેલી કાપકૂપ સહન કરવાનું આવે છે તે MBNQA કાર્યક્રમ નાં 'ખરાં' વળતર તરફની કેડી જ અહીંથી મળી આવે છે. .
હું તો એવું ચોક્કસપણે માનું છું કે MBNQA માપદંડોને બદલે ડેમિંગના ૧૪ સિધ્ધાંતોને પુરસ્કારના માપદંડ તરીકે અપનાવવા જોઇએ.
ગુણવત્તા : માલિકી ભાવ અને વધારે ને વધારે સારૂં થતું જવું - તન્મય વોરા\ Quality: Ownership and Getting Better - @ Tanmay
    જે ગુણવતા આપણે આપીએ છીએ તેનો આપણાં કામમાં આપણો કેટલો માલિકીભાવ છે તેના પર બહુ જ આધાર રાખે છે. આપણું કામ એ આપણાં આંગળાંની (આગવી) છાપ છે. તે આપણી કહાણી કહી જાય છે.
    લાંબે ગાળે,બાહ્ય કારણોસર આપણાં કામની ગુણવત્તા સાથે સમજૂતીકરવી અને આપણાં કામ દ્વારા વિકાસ ન પામવો, એ પીડાદાયક, અને મોંઘું પણ, પરવડી શકે છે!

ગુણવત્તાની સંસ્કૃતિ - ASQ TV \ A Culture of Quality from ASQ TV
     માત્ર પેદાશો કે સેવાઓનાં જોર પર સંસ્થાઓ ટકી નથી શકતી. 'મેકીંગ ચેન્જ વર્ક' \ ‘પરિવર્તનને કામે લગાડવું’ ના સંપાદક બ્રાયન પાલ્મર, કોઇ પણ સંસ્થાનાં ગુણવતાની સંસ્કૃત સાથેનો સંબંધ અહીં રજૂ કરે છે.

મિશેલીનનું ગુણવત્તાનું વળગણ - ઉત્તર અમેરિકાની કંપનીના પ્રમુખની દ્ર્ષ્ટિએ 'મિશેલીનની રીતે' ઉત્પાદન એટલે ગુણવતાને રાજસિંહાસનનું સ્થાન આપવું - ટ્રૅવીસ હૅસ્મૅન – ઇન્ડસ્ટ્રીવીક \ Michelin's Obsession with Quality - Travis Hessman | IndustryWeek
     સૅલેકનું કહેવું છે કે, "અમે ટાયરો બનાવવામાં એ જ સાધનો અને મશીન વાપરીએ છે જે અમારા હરીફો વાપરે છે. એટલે મશીનોને કારણે ફરક નથી પડ્યો તે તો સમજાય છે. અને અમારા ઉદ્યોગમાં પ્રક્રિયા નિયંત્રણ મહત્વનું છે તે આના થકી જ સિધ્ધ થાય છે. મશીન, માલ અને કર્મચારીના મિલનના ત્રિભેટે, વ્યક્તિની લાયકાત અને પ્રશિક્ષણ જ આ ફરક પાડી આપે છે."
"લોકો માટે માન" અને "તંત્રની રૂપરેખા" - લૅરી મિલર \ “Respect for People” and “The Design of the System” - Larry Miller
     સાથી બ્લૉગર અને લેખક, મીશેલ બૌદીને ચર્ચાની એક વીડિયો લિંક પૉસ્ટ કરી છે, જેમાં 'ધ ટૉયોટા વે' અને ટૉયોટા લીડરશીપ)ના જેફ્રી લાઇકર પણ હાજર હતા. આ ચર્ચામાં બ્રીટીશ સલાહકાર જોહ્‍ન સેડ્ડન એક ટીપ્પણી કરતાં કહે છે કે, "લોકો માટે માન હોવું વિગેરે સાવ રદ્દી જેવી વાત છે." તેઓ આગળ કહે છે કે જે કંઇ સુધારા થાય છે તે તંત્રને કારણે થાય છે, નહીં કે લોકો સાથે માનથી પેશ આવવાને કારણે, કે તેમની સાથે સારા વર્તાવ કરવાને કારણે.
    
 પછીથી, મિશેલના બ્લૉગ પર આ વિષય પર મીશેલ, માર્ક ગ્રૅબન અનએ મારી વચ્ચે બહુ રસપ્રદ કહી શકાય તેવી ચર્ચા થઇ.
૪૫ મિનિટની એ સંપૂર્ણ ચર્ચા આ વીડિયો લિંકની મુલાકાત લેવાથી જોઇ/સાંભળી શકાશે: http://vimeo.com/42297077. લીન, પ્રમાણભૂત કામ અને તંત્રના પ્રકાર વિષે આ ચર્ચા બહુ જ મહત્વની કહી શકાય.
     લોકોમાટેનું માન એ માત્ર કોઇ અંગત સંવાદનાં વલણને કારણે નહીં, પણ તેનાં, અને તદુપરાંત તંત્રના પ્રકારને પણ, પરિણામે છે.
લોકો માટેનાં માનને આવરી લે તે રીતે સંસ્થાનાં તંત્રની રૂપરેખા ઘડી કાઢવાના આ છે કેટલાક રસ્તા :
 
       ૧. સંસ્થામાં જોડાવાના સમયે - સંસ્થામાં જ્યારે કોઇ, તેમાં પણ ખાસ કરીને કોઇ સંચાલક, પહેલી વાર જોડાય ત્યારે તેમની સાથે જે વર્તણૂક કરવામાં આવે છે તે સંસ્થામાં તેમની સમગ્ર કારકીર્દીનું વલણ નક્ક્કી કરી શકે છે.
       ૨. ગેમ્બા ["ખરી જગ્યા"]એ અગ્રણીની નમુનેદાર કાર્યપધ્ધતિ - દરેક અગ્રણીએ જ્યાં ખરેખર કામ થઇ રહ્યું છે એ પહેલી હરોળ સાથે થોડો પણ સમય ગાળવો જોઇએ. તે સમયે તે જો "હું તેમને શી રીતે મદદરૂપ થઇ શકું અને /અથવા હું તેઓ પાસેથી શું શીખી શકું?" તે ભાવના જો ખરાં દિલથી વ્યક્ત થઇ શકે તો લોકો માટેનું માન જણાઇ જ આવશે. અગ્રણીની નમુનેદાર કાર્યપધ્ધતિની સમાલોચના તેના પછીનાં , અને તેનાથી પણ પછીનાં સ્તરે કરતાં રહેવું જોઇએ.
      ૩. નિર્ણય પ્રક્રિયામાં લોકો માટેનાં માનને આવરી લો
      ૪. પ્રયોગાત્મકતા અને નાવીન્યકરણને પ્રોત્સાહીત કરો - મોટા ભાગના સાત સુધારણા કાર્યક્રમનો હેતુ લોકો વિચારે અને શક્ય સુધારણાના પ્રયોગ કરી જૂએ તે છે, PDCA ઘટના ચક્રનો પણ મૂળભૂત આશય પણ એ જ છે. પ્રયોગ કરવામા અને તેમાં મળતી ક્યારેક અસફળતાનો ડર ન હોવો જોઇએ. પ્રયોગાત્મકતાને પ્રોસ્તાહન આપવાથી અને તેને પુરસ્કૃત કરવાથી લોકોમાટેનૂ માન ઉદાહરણીય સ્વરૂપે જોઇ શકાતું હોય છે.

પ્રમાણિક સંવાદનાં ઘટનાચક્ર માટે પ્રતિબધ્ધતા કેળવીએ \Committing to a cycle of honest communication - સેથ ગૉડીન
'જૈસે થે'ને બદલી નાખવાના ડર થી, બધું જ ખુબ જ સાફ સુથરૂં થઇ જાય તેમ ન કહી શકવાની અણાવડત (કે અશક્તિ કે મનોવૃત્તિ) પરિયોજના મટે ઘાતક નીવડી શકે છે. 

આજે લેવાનો સહુથી સારો નિર્ણય\ The Best Decision You’ll Make Today: Read This Post
નિર્ણય-પ્રક્રિયાનો પીટર ડ્રકરે બહુ જ નજદીકથી અભ્યાસ કર્યો છે, તેમ જ તેના વિશે બહુ જ લખ્યું પણ છે. નિર્ણય-પ્રક્રિયાને તેમણે સાત સ્તરની શ્રેણીમાં વહેંચી નાખેલ છે :
      • નિર્ણયની જરૂર છે કે કેમ તે સહુથી પહેલાં નક્કી કરો.
      • સમસ્યા ફરી ફરીને આવનારી છે કે આગવી છે, તેમ વર્ગીકરણ કરો.
      • સમસ્યાની વ્યાખ્યા બાંધો. ખરેખર પરિસ્થિતિ છે શું?
       • શું યોગ્ય છે તે નક્કી કરો, એટલકે ઉપયુક્ત સમાધાન કરો.
      • બીજાં લોકોપાસે નિર્ણયને સ્વિકારડાવો.
      • નિર્ણયને ઠોસ પગલાંમં ફેરવો. કોઇ ચોક્કસ વ્યક્તિને તે કામ સોંપો અને તેની જવાબદારી નિશ્ચિત કરો.
ભૂલથી ખોટો નિર્ણય લેવાઇ ગયો હોય, તે સંજોગોમાં, લોકોને મદદરૂપ થવા વિશે તો ડ્રકર બહુ જ સીધો માર્ગ સૂચવે છે, જે તેમના સાતમા માર્ગદર્શક સિધ્ધાંતમાં આવરી લેવાયેલ છે : નિર્ણયને ખરેખર મળેલ પરિણામોની સાથે સરખાવો.
પીટર ડ્રકર આને “નિર્ણયોની પધ્ધતિસરની સમીક્ષા' તરીકે ઓળખાવે છે. ૨૦૦૪માં તેમણે હાવર્ડ બીઝનેસ રીવ્યૂમાં લખ્યું છે કે “અપેક્ષાની સાથે નિર્ણયને સરખાવવાથી, તેમનાં જમા પાસાં, ક્યાં તેમણે હજૂ વધારે સુધારો કરવાનો રહે છે, ક્યાં તેમની પાસે જ્ઞાન કે માહિતિની ઉણપ છે તેવા મુદ્દાઓ સંચાલકોને સ્પષ્ટ થઇ જાય છે.તેમના પૂર્વગ્રહો પણ તેમને દેખાઇ આવે છે.

ઉત્પાદકે તેમના દરેક વિભાગમાં માહિતિની આપલે કેમ કરીને સુધારી? \ How a Manufacturer Improved Communication in Every Department
નેશન પીઝ્ઝા અને ફૂડ્સ તેમની કાર્યદક્ષતા ૧૦% જેટલી કેમ વધારી શક્યા? ૧,૯૦,૦૦૦ ચોર ફૂટ જગ્યા, ૬ દ્રુત-ગતિ માર્ગ, ૬૦૦થી વધારે કર્મચારીઓનાં મિશ્રણમાં કામકાજ ઠપ પડી જવાનો સમય ઉમેરો, એટલે કાર્ય્દક્ષતા સુધારણા વાનગી બનાવવાની સામગ્રી તમારી સામે હાજર થઇ જશે. આ પુરસ્કૃત ઉત્પાદકે કામકાજ ઠપ પડી જવાના સમયને કેમ ઘટાડ્યો, પ્રતિસાદ માટેનો સમય કેમ ઝડપી બનાવ્યો, કાર્ય-સલામતી વધારી અને બધા જ વિભાગોમાં માહિતિની આપલે ક્મ કરીને સુધારી તે વિશે જાણવા માટે આ શ્વેત પત્ર અહીંથી ડાઉનલૉડ કરો.
અને હવે નજર કરીએ નેતૃત્વની લાક્ષણીકતાઓના સમયાતીત વિષય પરના કેટલાક લેખો પરઃ
તમારા બૉસ પણ 'ખરાબ' છે? \ Do You Have a Bad Boss?
સારા બૉસ થવા માટેની ૧૦ સહુથી અગત્યની જરૂરિયાતો -
      ૧. તેમના પણ બૉસ સાથે સંવાદ સાધો.
      ૨. પ્રશ્નો ઊભા થતાં પહેલાં જ નિરાકરણ કરો.
       3. કર્મચારીનાં કૌશલને કામની જરૂરિયાત સાથે અનુરૂપ કરો.
      ૪. અઘરા કર્મચારી પાસેથી પણ કામ લો.
      ૫. દરેક કર્મચારી માટે માન બતાવો અને તેમનું મૂલ્ય સમજો.
      ૬. ઘડિયાળ સામે નહીં, પણ કામ પૂરૂં કરવા પર ધ્યાન કેન્દ્રીત કરો.
      ૭. સાતત્યપૂર્ણ, પારખી શકાય તેવાં અને સાચું બોલનાર બનો
      ૮. કર્મચારીઓ સાથે ,બહુ , સંવાદ સાધતાં રહો.
      ૯. બીજાંઓને માર્ગદર્શન અને પ્રશિક્ષણ પૂરૂં પાડતાં રહો.
      ૧૦. કર્મચારીની પ્રશંસા કરો અને સારાં થયેલાં કામને પુરસ્કૃત કરો.

'લીન[Lean]' અગ્રણીની ૭ લાક્ષણિકતાઓ - જિલ જૂસ્કો । ઇન્ડસ્ટ્રીવીક Ariens: Seven Skills of a Lean Leader .- Jill Jusko | IndustryWeek
   ઍરીન્સના મુખ્ય પ્રબંધક 'લીન' યાત્રાને ટકાવી રાખવા માટે જરૂરી લાક્ષણિકતાઓ વર્ણવે છે -
       ૧. સેવક નેતૃત્વ - માર્ગદર્શક પણ, અને સાથે સાથે, ખેલાડી પણ
       ૨. અથાક પરિવર્તન - "યાત્રાનો કોઇ અંત નથી, સદા શીખતાં રહીએ."
       ૩. શિસ્તબધ્ધ ધાંધલ - ગમે તેટલી ધાંધલમાં પણ આપણા ધ્યેયથી વિચલીત ન થવું
      ૪. શુભાષયી તાનાશાહ - ફરજીયાત પણે, બધાંનું ભલું જ થાય તેમ કરાવડાવે
           • પ્રમાણિક બનો.
           • ન્યાયી બનો.
           • જે કહો તે કરો.
           • સામેની વ્યક્તિનું માન રાખો.
           • બૌધ્ધિક જીજ્ઞાસાને વિકસાવડાવો.
      ૫. ડર વિનાની ચિંતા - પડકારોને માત્ર ગતિ-અવરોધક જ માનો.
      ૬. સાંસ્કૃતિક ક્રાંતિ - ઍરીયન્સ કંપનીનાં મૂળભૂત મૂલ્યોને "સીમેંન્ટ" કહે છે. તેની "ઉપર જે કંઇ થાય તે આ સીમેંન્ટને કારણે થઈ શકે છે."
      ૭. વિશ્વસ્ત નમ્રતા - બધુંજ બરાબર જ થશે તેમ, નિષ્ફિકર થઇ ગયા વિના, માનવું.
ગંતવ્ય જ યાત્રા છે. જ્યારે તે સમજાય, ત્યારે આપણે પહોંચી ગયાં એમ જાણવું."

અને એ સમજ સાથે આપણે હવે અવિરત સુધારણા તરફ આગળ વધીએ:
બધા જ સુધાર કંઇ અણધારી સફળતામાં જ પરિણમે એવું જરૂરી નથી.\ Not every improvement has to be a breakthrough - જેમી ફ્લીન્ચબાઉઘ
     રોકાણ પર મહત્તમ વળતર મેળવવામાટે ઘણીવાર ઊંચાં વળતરને બદલે ઓછાં રોકાણોના વિકલ્પો પણ વિચારવા જોઇએ. સરળ રાખતાં રહીએ .. બાકીનું તો તમે જાણો જ છો ને. 

રૂપાંતરીય પરિવર્તન અને અવિરત સુધારણા \ Transformational Change vs. Continuous Improvement - લૉરેંસ એમ. મીલર,'ગેટીંગ ટુ લીન - ટ્રાંસફોર્મેશનલ ચેન્જ મેનેજમેન્ટ'નાં લેખિકા
    અવિરત સુધારણા એ હંમેશાં સાચો જવાબ ન પણ હોય, એમ કહેવું કદાચ બહુ અજુગતું જણાતું હશે. લીન[lean] સંચાલનનો તો તે પાયાનો સિધ્ધાંત જરૂર છે, પણ ક્યારેક એવા સંજોગો પણ બનતા હોય છે કે બહુ ઝડપી ફેરફારો જ અર્થ સારી શકે - ઉત્કાંતિ નહીં, પણ ક્રાંતિ જ સમયની માંગ હોય.
         રૂપાંતરીય ફેરફાર માટે પહેલી વાત તો એ સમજવી જરૂરી છે કે ટેક્નૉલૉજી, નિયંત્રણો, હરીફાઇ, અર્થતંત્ર જેવાં બાહ્ય પરિબળો તેને આપણા પર ઠોકી બેસાડે છે. આપણી સંસ્થા પણ કોઇને કોઇ કોઇ મોટાં તંત્રનો એક હિસ્સો જ છે, અને એટ્લે આપણે આપણી તંત્ર વ્યવસ્થાને તે જે બાહ્ય તંત્રનો હિસ્સો છે તેની સાથે એકરાગ તો કરવી જ રહી. ક્યારેક એ બાહ્ય તંત્ર એટલા ઝડપથી ફેરફારો લાદી દેતું હોય છે કે આપણે અકળાઇ ઉઠીએ.
         બીજી વાત એ ધ્યાન રાખવી જોઇએ કે દરેક સંસ્થા એ એક 'સંપૂર્ણ-તંત્રવ્યવસ્થા' છે. લીન સંચાલન પણ 'સંપૂર્ણ-તંત્રવ્યવસ્થા' જ છે. એ કંઇ 5S કે ટીમ્સ કે પ્રક્રિયા નકશા નથી. સંસ્થાનાં માળખાં, માહિતી તંત્ર, નિર્ણય-પ્રક્રિયા કે માનવ સંસાધન તંત્ર, વગેરેથી માંડીને, એ બધું જ છે.
          ત્રીજી વાત એ જાણવી જોઇએ કે 'સંપૂર્ણ-તંત્રવ્યવસ્થા'ની અંદરની તંત્રવ્યવસ્થાઓ પણ એકરાગે હોવી જોઇએ.
  રૂપાંતરીય ફેરફારો એ કંઈ સમસ્યા-નિવારણ પરિકલ્પના નથી. તે તો છે ગ્રાહકની, અને ભાવિ વાતાવરણની, જરૂરીયાતોને પહોંચી વળવા માટે જરૂરી 'સંપૂર્ણ-તંત્રવ્યવસ્થા'ની રૂપરેખાનું આલેખન. એ કંઇ નાની મોટી મરમ્મતનું કામ નથી, તે તો નવસર્જન છે.
રૂપાંતરીય ફેરફારો તો સંસ્થાની સંસ્કૃતિ અને કાર્ય પ્રક્રિયાઓમાં મહત્વનાં પરિવર્તનો અને કામગીરીમાં ધરખમ સુધારા લાવવા માટેની પ્રક્રિયા છે.

ફીલ બકલૅનો લેખ "જે કરવું જોઇએ તે આપણને ખબર છે તે આપણે કેમ નથી કરતાં?" \ Why don't we do the things we know we should do? એ આમ તો નેતૃત્વના વિષયને ધ્યાનમાં રાખીને લખાયેલ લેખ છે, પરંતુ અવિરત સુધારણાની આપણી ચર્ચામાટે પણ તેમાં રજૂ થયેલા વિચારો એટલા જ પ્રસ્તુત છે.
    તેમાંના થોડા અંશઃ
       મારી જન્મજાત ટેવ તો છે કે જ્યાં સુધી હાથ પર લીધેલું કામ પૂરૂં ન થાય, ત્યાં સુધી તેના પર જ કામ કર્યે રાખવું, પછી ભલેને સાધનોની ટાંચ વર્તાવા લાગતી હોય.
      જો કે તેમાં ફેર કરવાનો સમય હવે પાકી ગયો છે. આ બિન-ઉત્પાદકીય ટેવ સુધારવા માટે આ છે મારૂં આયોજન:
              • દરેક રાતે, બીજે દિવસે જ્યારે સમય મળે ત્યારે કરવાની નકામી પ્રવૃત્તિઓની યાદી બનાવવી. (હું તો યાદીમય વ્યક્તિ છું!)
             • મારી પ્રાથમિકતાઓની યાદીની બાજુમાં દેખાય તેમ જ આ યાદીને પણ ગોઠવવી. (નજર સામે હોય તે જલદી ભૂલાય નહીં)
             • દરરોજ રાતે પ્રગતિની સમક્ષા કરવી. (દરેક સમીક્ષાને અંતે ટુંકી નોંધો પણ ટપકાવતાં રહેવું)
             • મારાં મિત્રને પણ મારી પ્રગતિની સમીક્ષા કરતાં રહેવાનું કહેવું. (મને તો ખબર જ છે કે હું તો 'સબસલામત' જ કહેવાનો છું)
             • ઇચ્છીત પરિણામ આવે તો શાબાશીથી પુરસ્કૃત કરવું. (મનમાં જેને માટે હવે ખટકો ન રહે તેવા ફુર્શતના સમયને કુટુંબ કે મિત્રો સાથે માણવો)

હંમેશની જેમ, સંસ્કરણના અંતમાં
Management Improvement Blog Carnival #192
Management Improvement Blog Carnival #193
                                                                        ની મુલાકાત લઇએ.

આપના સુચનો, વિચારો, ટીપ્પ્ણીઓ, નવા વિષયો, નવા લેખોનો આતુરતાપૂર્વક રાહ જોઉં છું....


આવજો.... આવતે મહિને ફરીથી મળીશું........

Sunday, May 19, 2013

ગંભીર વાત.. હળવા સ્વરમાં.....

હસતાં રમતાં વિચાર કરી મુકે એવા આ મણકાઓને અહીં રજુ કરીને હું તેને કોઇ ભાવાંજલી કે "બે શબ્દ વખણ'ના નથી કહેવા માગતો.

બસ, હસતાં રમતાં પણ 'ગંભીર' વિચાર થઇ શકે કે ગમે તેવી ભારેખમ વાતને જેટાલી હળવાશથી લઇએ તેટલું તેનું વજન સમજવું / સમજાવવું સહેલું થઇ પડે છે - એ વાતનો પ્રસાર કરવાનો આશય તો જરૂર છે.

રજૂઆતની મારી ભાષા જો હળવી ન લાગે તો મારી ભાષા પર જરૂર હસી કાઢજો, પણ Ken Juddના આ બ્લૉગ Bear Talesની આ શ્રેણી ને હસી કાઢવાની રખે ચેષ્ટા કરતાં......


Friday, May 17, 2013

એવરેસ્ટને પહેલી જ વાર સર કર્યાંને ૬૦વર્ષ થયાં.......

એડમન્ડ હિલેરી અને તેન્શીંગે હોમાલયની ટૂક 'એવરેસ્ટ'ને સર કર્યાંને ૬૦ વર્ષ થયાં.

"નેશનલ જ્યોગ્રાફીકે" તેની આજની (બેહાલ) સ્થિતિનો તાદ્ર્શ્ય ચિતાર - Maxed Out on Everest -

લેખમાં રજૂ કર્યો છે.

આ લેખ અને તેની સાથેનું સાહિત્ય એકઠું કરવાં માટે લેખ માટે માર્ક જેન્કીન્સે ખુબ જ સંશોધન અને મનન કર્યું છે, તો તો આ લેખ વાંચતા (અને જોતાં) જ સમજાઇ છે.

માર્ક જેન્કીન્સે નેશનલ જ્યોગ્રાફીકનાં The Call of Everest: The History, Science, and Future of the World’s Tallest Peak પુસ્તકમાં પણ યોગદાન કરેલ છે.

ઍવરેસ્ટ ૨૦૧૨ અભિયાન વિષે વધારે માહિતિ માટે ngm.nationalgeographic.com/everest ની મુલાકાત લેશો.

આશા કરીએ કે તેની સાથે સંલગ્ન જે સંદેશ છે તે પણ આપણને સહુને સમજાય અને આપણી રોજબરોજ નાં જીવનમાં આપણે ડગલે ને પગલે આ વિશે સચેત રહીએ.