હિંદી
ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના, '૫/૨૦૧૩' બ્લૉગૉત્સવ
સંસ્કરણમાં આપનું સ્વાગત
છે.
આ સંસ્કરણની શરૂઆત આપણે
(આપણા માટે) બે નવા બ્લૉગની મુલાકાતથી કરીશું.
“'આવારા'નું સ્વપ્નગીત એ ત્રણ અલગ
ગીતો ને ત્રણ અલગ અલગ 'સ્થળ' (કાળ)ની ભૂમિકામાં
ફિલ્માવાયેલ છે. તેમનાં રાષ્ટ્રીય પુરસ્કૃત પુસ્તક, "આવારા"માં ગાયત્રી
ચેટર્જી આ ગીતને "પૃથ્વી-નર્ક-સ્વર્ગ"નાં
ત્રિ-તખ્તી ચિત્રણ સ્વરૂપે જૂએ છે." "તેરે બિના આગ યે ચાંદની" એ
પહેલાં બે ચિત્રો - પૃથ્વી અને નર્ક -નું પ્રતિનિધિત્વ કરે છે. ઘણાં લોકો
"મુઝકો ચાહિયે બહાર"ને નર્કની રજૂઆત સ્વરૂપનાં એક અલગ જ ગીત તરીકે જ જૂએ
છે. અને છેલ્લા "સ્વર્ગ"નાં ચિત્રણનું પ્રતિનિધિત્વ "ઘર આયા મેરા
પરદેશી" કરે છે.
આ સ્વપ્નગીતમાં એક ઑર
નવાઇ છૂપાયેલી છેઃ હિંદી ફિલ્મ જગતની (પછીથી થયેલ) સુપ્રસિધ્ધ
"કૅબ્રૅ" નર્તકી , હેલન, આ ગીતમાં પાછળ સાથ આપી
રહેલ સાથી નર્તકીઓમાં છુપાયેલ છે. આમ ફિલ્મના પર્દા પરનું આ હેલનનું
સહુથી પહેલું નૃત્ય પણ કહી શકાય! આ ગીતમાં તમને ક્યંય હેલન નજરે ચડી જાય તો અમને
જણાવજો.
અને આવી પ્રથમ મુલાકાત
માટે આજે આપણી પાસે Coolone160ની Rajendra Kumar- The
Jubilee King પૉસ્ટ છે. રાજેન્દ્ર કુમારના
ફિલ્મોના નાયક તરીકેની જ બહુ લાંબા સમયની
કારકીર્દીમાંથી કેટલાંક ગીતોને પસંદ કરીને મુકવાં, તે થોડું કપરૂં કામ તો
છે. અહીં રજૂ થયેલાં ગીતો વડે રાજેન્દ્ર કુમારની 'જ્યુબિલી કુમાર"ની છબીને ન્યાય મળ્યો
છે.
અને હવે આપણે જેમનાથી પરિચિત
છીએ તેવા બ્લૉગ્સની નવી પૉસ્ટની મુલાકાત કરીએ -
Raat Akeli Hai (geniosity514)
- Songs of Yore: In which a Moving Vehicle is the Cause of
a Delay- માં રસ્તે ચાલતાં અટકી પડેલાં વાહનોમાંથી જન્મતી વાત પરનાં
ગીતોને રજૂ કરીને વિષયની પસંદગીમાં એક નવી જ ભાત પાડી છે. તેમને પહેલા પ્રયત્ને ૭
ગીત જ મળ્યાં છે. પણ વાંચકો પણ કંઇ કમ નથી - બાકીના ગીતો તેમણે પૂરાં કરી આપ્યાં
છે. એ બધાં સિવાય પણ, આ નવા જ વિષય
પર હજુ કોઇ બીજાં ગીતો યાદ આવે છે
ખરાં........??
Dances on
Footpath’ હિંદી ફિલ્મ જગતમાં યહુદી
કલાકારોની વાત કરતાં આપણને એક બહુ જ અછૂતા કલાકાર ગોપનો પરિચય, Five Songs with Gope દ્વારા કરાવે છે.
ક્યારેક હાસ્ય કલાકાર તો, ક્યારેક ખલનાયકની ભૂમિકાઓમાં ગોપ તેમની બેનમૂન અદાકારી રજૂ
કરતા રહ્યા હતા. તેમની અદાકારીવાળી ફિલ્મોની એવી વિડીયો ક્લિપ રજૂ કરવામાં આવી છે, જેમાં ગોપ એક અગ્ર
ભૂમિકામાં જોવા મળતા હોય. મજાની વાત તો એ છે કે ગોપની અદાકારીની મજા માણવા સાથે
સાથે આપણને કેટલાંક એટલાં જ બેનમૂન ગીતો પણ માણવા મળે છે. વાત આટલેથી જ નથી અટકતી.
આની પહેલાં, એવી જ એક અનોખી પૉસ્ટ પણ - Gope’s beautiful wife,Latika - માણવાનું ચુકવા જેવું નથી.
આજ વિષય પર, ‘Dances on
Footpath’ ની Azurie પૉસ્ટ એ તો મોતી શોધવા
જતાં ખજાનો હાથ લાગી જવા જેવી લૉટરી કહી શકાય તેમ છે. "સિનેપ્લૉટના કહેવા
મુજબ તેમની પહેલી ફિલ્મ ૧૯૩૪માં બનેલી -સંયોગવશાત, એક બહુ જ જાણીતી, યહુદી, અદાકારા -
"નાદીરા" હોઇ શકે છે, જ્યારે ભારતમાં તેમની
છેલ્લી ફિલ્મ,
૧૯૬૦માં
પ્રદર્શીત થયેલી "બહાના" હતી. તેમણે "જૂમર" - જે ૧૯૫૯માં
પ્રદર્શીત થયેલી- જેવી અન્ય પાકિસ્તાની ફિલ્મોમાં પણ કમ કર્યું હતું. લગભગ ૯૦ કે
૯૧ વર્ષની વયે,
૧૯૯૮માં, તેમનું પાકિસ્તાનમાં
મૃત્યુ થયું.
આનંદસ્વરૂપ ગડ્ડેએ ઉપરોકત પૉસ્ટની
ચર્ચામાં Jewish Stars of
Bollywood વિષય પર બની રહેલ એક દસ્તાવેજી ફિલ્મ વિષેના લેખની લિંક
આપીને આપણને વધારે સમૃધ્ધ કરી આપ્યાં છે.
આપણી આ બ્લૉગૉત્સવ શ્રેણીનાં
આ પહેલાંનાં સંસ્કરણામાં Conversations Over Chaiના my-favourites-songs-of-cynicism લેખની વાત કરતી વખતે જ આપણને અંદાજ તો આવી જ ગયો હતો કે આ
લેખનો અનુસરણીય લેખ પણ આવવો જ જોઇએ.
Conversations Over Chaiનાં લેખિકા અનુરાધા વૉરીયર આપણને નિરાશ તો કરે જ
નહીં! એટલે તેમનો લેખ, My Favourites: Philosophical Songs, આમ તો નવાઇ ન પમાડે, પણ ફિલૉસૉફીઓનો વ્યાપ તો
ઘણો વિશાળ, એટલે અનુરાધા વૉરીયર કઇ
શરતો લાગુ કરશે તે જાણવાની ઉત્સુકતા તો રહે. "જે ગીતોમાં અંગત ફીલૉસૉફી ગવાઇ
હોય" તેવાં ગીતો ને રજૂ કરી, Conversations Over Chai આપણને એક નવી દિશામાં જ
લઇ જાય છે.
Song of
Yore (SoY), Multiple Version
Songs શ્રેણીના સળંગ ત્રણ લેખ
રજૂ ક્રે છે.એન. વેંકટરામન દ્વારા કરાયેલ તામિલ ભાષાના હિંદી ફિલ્મના સંબંધો પરના પહેલા લેખને Multiple Version Songs
(8): Hindi-Tamil film songs (2) Songs from Dubbed Versions આગળ વધારે છે. પહેલો ભાગ
વાંચ્યો ત્યારે એમ હતું કે હવે તો હિમશીલા અને સમુદ્રની સપાટીના મિલન સુધી
પહોંચીશુ, પણ આ બીજા લેખ પછીથી પણ
વિષયમાં આપણે હજુ હિમશીલાની ટોચ પરથી જ વિષયની મજા માણી રહ્યાં છીએ.
આપના આ લેખક દ્વારા જ
લખાયેલ લેખ - Multiple Versions Songs
(9) : Gujarati to, and fro, Hindi (film) songs (1) અને Multiple Versions Songs
(10): Gujarati to, and fro, Hindi (film) songs (2) - ગુજરાતી સુગમ સંગીત તેમ જ
લોક સંગીત અને હિંદી ફિલ્મ સંગીતની અસરને કારણે પ્રભાવીત થયેલ એક ગીતનાં વિવિધ
સ્વરૂપની ચર્ચા જોવા મળે છે. SoY ના, શ્રી અરૂણકુમાર દેશમુખ, ખ્યાતિ ભટ્ટ, બ્લ્યુફાયર, ગડ્ડૅસ્વરૂપ વગેરે, અન્ય સહ-વાચકો બીજાં ઘણાં ગીતો ઉમેરવાની
સાથે સાથે, ચર્ચાને એક બહુ જ નવી ઊંચાઇ પર લઇ ગયાં છે.
તો વળી,
અહીં ચર્ચા
દરમ્યાન, વેદ આપણને ઑડિયા ભાષા સાથે
ફિંદી ફિલ્મ ગીતોના સંબંધોની દુનિયામાં
ડોકિયું કરાવે છે.
થોડા સમય પહેલાં
બ્લૉગભ્રમણ કરતાં કરતાં My Music Movies and
Mutterings પર જઇ ચડવાનો
લ્હાવો મળ્યો. આ સાઇટ પર અંગ્રેજી, હિંદી અને રશિયન ભાષાની અત્યાર સુધીની ગણત્રી મુજબ , ૧૫૦૦થી વધારે રેકર્ડ્સ,મોટી સંખ્યામાં સીડી અને
કેસેટ્સ અને ડીવીડી ના સંદર્ભો અને લિંક ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. હવે પછીના
દિવસોમાં આ સાઇટની મુલાકાત લેતાં રહીશું.
આપણાં આ સંસ્કરણના અંતમાં
આપણે થોડો રંજ થાય તેવી વાત કરવી છે. Harveypam
Blog એ તેમનાં અન્ય
રોકાણોની પ્રાથમિકતાને કારણે "થોડા" સમય સુધી બ્લૉગલેખન પ્રવૃત્તિને
અટકાવવી પડશે એવી જાહેરાત કરી છે. Harveypam
Blog પર છેલ્લી બે
પૉસ્ટ, Happy 3rd Birthday to My
Blog and a Quiz
અને
3rd Anniversary Quiz Answers બ્લૉગના ત્રીજા
જન્મદિવસને લગતી હતી. આપણે આશા કરીએ કે Harveypam Blog ખરેખર થોડા સમયમાં જ આપણી સાથે કાર્યરત થઇ જશે.
આવજો.....આવતે મહિને
ફરીથી મળીશું...........તે દરમ્યાન આપના પ્રતિભાવોની રાહ જોઉં છું.
No comments:
Post a Comment