Friday, June 21, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - જૂન, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાં જૂન, ૨૦૧૩ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. 

આ મહિનાના આ બ્લૉગોત્સવનાં સંસ્કરણની શરૂઆત કામગીરી - માપણીમૂલ્યાંકનના વિષયથી કરીશું.
પ્રસ્તુત સંસ્કરણાના પહેલા લેખ તરીકે આપણે, 'ગુણવત્તા'સાથે વ્યાવસાયિક રીતે સંકળાયેલ કે પછી, ગુણવત્તામય જીવન વ્યતિત કરવા ઇચ્છતી કોઇપણ વ્યક્તિમાટે સાશ્વત આશાવાદને જીવનમાં વણી લેવાનો સંદેશ આપતા, ઑલિન મૉરૅલ્સના લેખ, You Will Recover From Thisને પસંદ કર્યો છે.
   “જો સત્યમાં ઊંડા ઉતરવું હશે, તો આપણે ભ્રમણાઓનાં પડળ ઉખેડી નાખવાં પડશે.
    એ બધાંથી વિમુખ થયા વિના, એ બધાંને ત્યજી દીધા સિવાય, આપણને કદી પણ ખબર નહીં પડે કે, આપણી પાસે, પહેલેથી જ , એ બધું જ હતું. આપણને કદી ખબર નહીં પડે કે આપનાં અસ્તિત્વનું હાર્દ તો આપણી અંદર રહેલી આપણી શક્તિઓ છે, કોઇ જ બાહ્ય પરિબળ જેને અસર કરી શકવા શક્તિમાન નથી."
    બીજું કશું જ ન કરી શકીએ તેમ હોઇએ તો, કમ સે કમ, રાતના અંધકરને ઓસરી જવા દઇએ. આપણી આટલી અમથી લવચીકતા, પ્રભાતનાં ઉજાસની સાથે જ, આપણને શાણપણ, શક્તિ અને ધ્યેય સ્પષ્ટતાથી પુરસ્કૃત કરી દેશે. અને આપણી કલ્પના કરતાં સવાર પણ વહેલું જ પડશે!
હવે પછી આપણે 'કામગીરી મૂલ્યાંકન' વિષય બાબતે રસપ્રદ સવાલો પેદા કરતા, અને તેને પરિણામે,તે સાથે સંકળાયેલા પાયાના મુદ્દાઓ પર આપણાં ધ્યાનને કેન્દ્રીત કરતા, લેખો જોઇએ.
કામગીરીના, આકડાકીય વિરૂધ્ધ ગુણાત્મક, મહત્વનાં સૂચકો\ Quantitative Versus Qualitative KPIs - સ્ટેસી બાર્ર
   કામગીરીના મહ્ત્વનાં સુચકો (KPI)ના આંકડાકીય કે ગુણાત્મક તફાવત અંગે ઘણી ગેરસમજણ રહી છે. તાત્વિક રીતે, તો કોઇ પણ 'માપ' આંકડાકીય જ ગણાય.
આંકડા શાસ્ત્રમાં જ્યારે કોઇ માપ (કે લાક્ષણીકતા) કોઇ ચોક્કસ માત્રા નક્કી કરવાને બદલે માત્ર એક સરખી માપવા લાયક કક્ષાઓ / સ્થિતિઓ નક્કી કરી આપતું જોય તેને આપણે આપણે ગુણાત્મક ચલ કહીએ છીએ. આમ ગુણાત્મક ચલ એ સીધી રીતે, કામગીરીનાં માપ નથી દેખાડતાં. પણ માપ અંગે એકત્રિત થઇ રહેલી સામગ્રીનાં પૃથ્થકરણ કરવામાં તે મદદ કરે છે.
આંકડાશાત્રમાં સતત અને પૃથક એમ બે પ્રકારના આંકડાકીય ચલ વપરાય છે.
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, શ્રેષ્ઠ કામગીરી પૂરી પડવા માટેના ત્રણ નિયમો \ Three Rules to Deliver the Best Possible Performance for as Long as Possible
માઇકૅલ રૅનૉર અને મુમતાઝ અહમદએ, લાંબા સમય સુધી,નસીબના જોરની ફાવટનાં પરીબળો સિવાય, અપવાદરૂપ સતત સારી કામગીરી કરતી રહેલ કંપનીઓની ખોજ આદરી હતી. તેમનાં તારણોને તેમણે The Three Rules: How Exceptional Companies Thinkમાં રજૂ કરેલ છેઃ 

૧. સસ્તાથી પહેલાં, બહેતર - ઓછા દામને બદલે વધારે બીન-કિંમત મૂલ્ય.
૨. ખર્ચથી પહેલાં, આવક - ઓછા ખર્ચને બદલે વધારે આવકની મદદથી કામગીરીની ઉત્કૃષ્ટતા.
૩. તે સિવાય કોઇ બીજા નિયમ જ નથી - કોઇ પણ સ્પર્ધાત્મક કે બાહ્ય પરીબળો કે પડકારો હેઠળ પણ આ બે સિધ્ધાંતો ને ન ત્યજી દેવા.

માપવામાં સહુથી મુશ્કેલ બાબતો \The Toughest Things to Measure - સ્ટૅસી બાર્ર
“‘કર્મચારીઓનો ઉત્સાહ, જીવનની ગુણવત્તા, ગ્રાહક સંબંધઓની તાકાત, વ્યવસાય/સંસ્થાનની આબરૂ’ જેવાં પરિમાણો, માપવામાં સહુથી વધારે મુશ્કેલ ગણાતાં માપની કોઇ પણ યાદીમાં જોવા મળશે.”
“અહીં પ્રશ્ન માપણીનો નથી, પણ આપણે જે પરિણામો સિધ્ધ કરવા કે સુધારવા કે સર્જવા માગીએ છીએ, તેમની સ્પષ્ટ સમજનો છે. જો કોઇ વાતનો પૂરાવો રજૂ થઇ શકતો હોય, તો તેની માપણી શકય છે."
સંસ્થાકીય કામગીરીનાં માપણીનાં સાધનો અને આલેખન તેમ જ આંકાડાનાં વિશ્લેષણનાં સાધનોને અળગાં રાખો \ Separate your charting and data analysis tools from your enterprise tools - સ્ટીવ દૌમ
બટેટા અને ડુગળીને કે સાથે સંઘરવાં જોઇએ કે નહી તે ચર્ચા ઉગ્ર જ રહે છે, 'ના"-પક્ષનું કહેવું છે કે બન્ને માંથી બહાર નીકળાતા વાયુઓ તેમને બગાડી કાઢે છે, જ્યારે "હા"-પક્ષનું કહેવું છે કે એક સાથે સંગ્રહ કરવાથી કોઇ ફરક નથી પડતો. આપણે આની સાથે સહમત થઇએ કે ન થઇએ, આપણે જે વાત નોંધ લેવાની જરૂર છે તે એ છે કે ઉત્કૃષ્ટ કામગીરીમાટે કરીને કોઇ કોઇ બાબતોને અલગ રાખવું હિતાવહ છે. અને તેથી જ કદાચ જોડીયાં બાળકોને અલગ અલગ વર્ગમાં બેસાડવામાં આવે છે!
જોનથન જૅકૉબીના લેખ "'સલામતી એ બધાની જવાબદારી છે' તે વાત નું શું થયું? \ What happened to belief that safety is “everyone’s responsibility?” માં કામગીરીનાં મૂલ્યાંકનને એક નવા, પાયાના, દ્ર્ષ્ટિકોણથી જૂએ છે:
હું તો માનું જ છું કે "સલામતી એ દરેકની જવાબદારી છે" જ. પણ, જે જવાબદારી "સહુ"ની હોય છે તે જવાબદારી ખો-ખોના દાવની જેમ ફરતી રહે છે.અને તેથી જ, ANSI Z10 કે OHSAS 18001 જેવી અગ્રણી સંચાલન તંત્રવ્યવસ્થાઓનાં સ્ટાન્ડર્ડસ્‍માં, સુનિશ્ચિત ઉત્તરદાયિત્વ અને અસરકારકતાનાં માપ એ બન્નેને જરૂરી અંગ ગણવામાં આવેલ છે. "સલામતી એ સહુની જવાબદારી છે"ને એક સૂત્રમાંથી આગળ વધીને, રોજબરોજનાં કામનાં અંગ તરીકે વણી લેવા માટે સુનિયોજિત પ્રમાણે વહેંચાયેલ અને સ્પષ્ટપણે સ્વીકારાયેલ ઉત્તરદાયિત્વની ભાવના મહત્વની ભૂમિકા ભજવે છે. તદુપરાંત, માત્ર બલિના બકરાઓ પર નિષ્ફળતાઓ રોકવાની જવાબદારીઓ થોપી દેવાને બદલે પુરોગામી પરિમાણો સૂચકોના આધાર પર કામગીરીનું મૂલ્યાંકન અને પુરસ્કૃત થવું, સકારાત્મક અને સક્રિય, સલામતી સભર, વાતાવરણ ઊભું કરવામાં, અને પ્રસારીત કરવામાં, મહ્ત્વનાં બની રહે છે.
આ વિષય પર ઇ ડી રોબીન્સનનો લેખ - Leadership Thought #436 – Are You Aligned With Your Values And Priorities? - પણ નવો જ પ્રકાશ પાડે છે -
મેં બહુ વાર એમ સાંભળ્યું છે કે કોઇ પણ વ્યક્તિનાં મૂલ્યોને પારખવાં હોય, તો તે જે કહે છે તેના પર નહીં, પણ જે કરે છે તેના પર ધ્યાન આપવું જોઇએ. બોલાયેલા શબ્દો કરતાં અમલ કરાયેલાં પગલાંઓનો સંદેશ વધારે બુલંદ હોય છે.
હું તમને આગ્રહપૂર્વક કહીશ કે બે ઘડી થંભી જઇને, આપણે જીવનના આ તબક્કે અત્યારે ક્યાં છીએ તેના વિશે જરૂરથી મનન કરો. તમારાં મૂલ્યો અને પ્રાથમિકતાઓની સાથે સુસંગત છો? તમે જે થવા ઇચ્છો તે "વ્યક્તિ"થી તમે નજદીક જઇ રહ્યાં છો કે દૂર જઇ રહ્યાં છો" સકારક ફેરફારો કરવા માટે જીવનમાં ક્યારે પણ મોડું નથી થયું હોતું.
લોકો કે પ્રક્રિયાઓ? \ People or Process? - પૉલ ઝૅક, ક્લૅરમૉન્ટ ગ્રેડ્યુએટ યુનિવર્સીટીનાં ‘સેન્ટર ફૉર ન્યુરૉઇકૉનૉમીક્સ સ્ટડીઝ્‍’ના વડા અને 'ધ મોરલ મોલૅક્યુલ'ના લેખક
માર્શલ મૅકલુહાન પાસેથ જાણે ઉધાર લીધેલ હોય તેમ, પીટર ડ્રકર લખે છે કે, "ટેક્નોલૉજી કે લોકો એકબીજાણે પસંદ નથી કરતાં, પણ એકબીજાંને ઘડે છે." હું પણ એવું જ માનું છું - યોગ્ય લોકો અને યોગ્ય પ્રક્રિયાઓ જ સફળતાનો સંગીન પાયો બની રહે છે.
લોકોને ઉત્તરદાયી બનાવવા માટેના ૮ હોવા-જોઇએ-અભિગમ \ 8 “Be-Attitudes” of Holding People Accountable - રૉબર્ટ વ્હીપ્પલ
પોતે દિલથી કરવા માગે છે, તેથી કરીને લોકો તેમનું શ્રેષ્ઠ યોગદાન આપતાં રહે તેવું વાતાવરણ ખડું કરવું એ અસરકારક નેતૃત્વની મહત્વની લાક્ષણિકતા છે. પોતાનાં સ્વૈ્છિક યોગદાનનું માત્ર પોતાનાં જ ભલાં માટે નહીં પણ, જ્યારે લોકો પોતાની સંસ્થામાટે પણ મહત્વ જાણતાં હોય છે, તે પછી સંચાલકે, વારંવાર, સોટી ચલાવવાની જરૂર નથી પડતી. એ વાતાવરણમાં, લોકોને તેમનાં પરિણામ માટે ઉત્તરદાયી બનવવાં એ હંમેશાં નકારક નહીં પણ, સકારક ઘટના જ બની રહેશે. [છે ને એકદમ તરોતાજા દ્રષ્ટિકોણ!!]
લોકોની પ્રેરણાઃ પૈસાના પ્રભાવથી પણ આગળ \ Motivating people: Getting beyond money
કેટલાક પ્રદેશો અને વ્યાપાર ક્ષેત્રોમાં નફાકારકતાનાં પુનરાગમનની સાથે બોનસ પણ ફરીથી દેખા દેવા લાગ્યાં છે, જેમ કે અમારી મોજણીના ૨૮% પ્રતિભાવકોનું કહેવું છે કે તેમની કંપની, આવતે વર્ષે, નાંણાંકીય પ્રોત્સાહનો ફરીથી અમલ કરવા વિચારી રહેલ છે. આ પ્રકારનાં વળતરનું પોતાનું એક આગવું મહત્વ છે તે ખરૂં, પણ વ્યાપાર અગ્રણીઓએ હમણાં જ પસાર થઇ ગયેલ કટોકટીના પાઠ ભૂલ્યા સિવાય, નાંણાં-પ્રોત્સાહનોની પેલે પાર, કર્મચારીઓને સંસ્થાની નીતિઓ અને વ્યૂહરચનાની સાથે રાખીને પ્રોત્સાહીત રાખવાના ઉપાયો અંગે વિચાર કરવા જોઇએ. કંપની ના કપરા, તેમ જ સારા એમ બંને સમયમાં કર્મચારી ક્ષમતાની એ વ્યૂહરચના જ વધારે અસરકારક નીવડે છે જેમાં બીનનાંણાંકીય પ્રેરકોનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જો અત્યારથી જ આ દિશામાં પગલાં લેવાશે તો હાલની અવદશામાં દાખલ થતી વખતે થયેલી સ્થિતિને બદલે તેમાંથી બહાર નીકળતી વખતની સ્થિતિ વધારે સબળ બની રહેશે.
દરેક કંપનીને નિયમિત રીતે નિષ્ફળ રહેતાં લોકોની જરૂર રહેતી હોય છે. \ EVERY COMPANY NEEDS PEOPLE WHO CAN REGULARLY FAIL - લૅસ હૅમનનો બ્લૉગ
“એમ જોવા મળે છે કે મોટા ભાગની કંપનીઓ પરિવર્તનના પ્રયોગ કરનારાઓને બદલે, જે સ્થિતિ છે તેને જાળવી રાખનારાંઓને વધારે રક્ષણ પૂરૂં પાડતી હોય છે. તેને કારણે કોઇ પણ નિષ્ફળતા એ કારકીર્દીના વિકાસમાં બહુ મોટી અડચણ બની રહે છે. સમય જતાં લોકો જોખમ ખેડવાનું ટાળશે અને પોતે જે પહેલાં કરતાં હતાં તે જ કરવા તરફ ઢળતાં રહેશે (એપ્રિલ ૨૯,૨૦૧૩ના રોજ પ્રકાશીત, “If you always do what you have always done” , લેખ પણ જૂઓ) જોખમ ટાળવાની મનોવૃતિ કેળવાય એવું વાતાવરણ એટલે એવાં જ લોકોને લેવાં, જે હાલનાં ચોકઠાંમાં બંધ બેસવાનું પસંદ કરે, નહી કે હાલની સીમાઓને પાર કરવાનો વિચાર સુધ્ધાં પણ કરે. " અહીં તો આમ જ થતું રહ્યું છે" વિચારધારાને પોષવી એટલે નવાં કર્મચારીઓમાં પણ અલગ રીતે વિચાર કરવા બાબતે ભય દાખલ કરી દેવો."
આપણે હવે પછીથી જે લેખ જોઇશું , તેનું શિર્ષક - છ સાદા સવાલો- પરિવર્તનનું માળખું\ Six Simple Questions: A framework for change - આમ તો પરિવર્તનના વિષયને ઉદ્દેશીને જ લખાયેલો છે, પરંતુ એ છ સવાલોને આપણે કામગીરીનાં મુલ્યાંકનના ક્ષેત્રમાં પણ ઉપયોગમાં લઇ શકીએ તેમ છીએ. કારણ કે કામગીરીનાં મુલ્યાંકનનાં વિષ્લેષણ પછી જે કંઇ પગલાં લેવાય તે, નાનાં કે મોટાં, પરિવર્તન તો ગણાય જ ને!.
વિવિધ સંસ્થાઓ સાથેના મારા સંસર્ગ દરમ્યાન હું હંમેશાં એવા સાદા સવાલોની ખોજમાં રહું છું,જેના વડે સંકુલ સંવાદોના પ્રવાહો અને વ્યાપક સંવાદો પેદા કરી શકાય. 

કોઇ પણ સંસ્થાને આ બાબતે મદદરૂપ થાય તેવા આ છે એ છ સવાલોઃ 
 
૧. આપણી સામેના પડકારોનો આપણે સહુથી વધારે ફાયદો કેમ કરીને ઉઠાવી શકીએ? (કયાં સાધનો કે કાર્યપધ્ધતિઓ વધારે સારાં પરિણામો લાવી શકે)
૨. આપણે સહુ સાથે મળીને કેમ કરીને વધરે સારાં પરિણામો લાવી શકીએ (ઉપર મુજબ) ૩. આપણને નવા પાઠ, નવું શીખવાનૂ ક્યાંથી મળી શકે, આપણે નવા અનુભવો અને જ્ઞાનનો આપણા નવા પડકારોનો હલ શોધવામાં શી રીતે ઉપયોગ કરી શકીએ? (ઉપર મુજબ)
૪. સતત સુધારણા કરતા રહેવા માટે આપણે બહુ જ શક્યતાઓથી ભરેલા વિકલ્પો અને વિચારો ક્યાંથી ખોળી લવી શકીએ? (ઉપર મુજબ)
૫. સુધારણા માટેની પ્રતિબધ્ધતા કેમ કરીને હંમેશ સજીવન રહે તેમ કરીશું?
૬. આપણે જે કંઇ પરિણામો સિધ્ધ કરી રહેલ છે તે "વધારે ઝડપઈ, વધારે સારાં અને બહુ જ ઓછા ખર્ચથી" મેળવી સ્કયાં છે એટલું જ નહીં પણ પણ કર્મચારીઓને, ગ્રાહકોને કે અન્ય હિતધારકોને પણ "વધારે ખુશી અને સંતોષ આપનારાં છે" તે શી રીતે નક્કી કરીશું?

પરિવર્તન થતાં રહે છે \ change happens - ડેનીસૅ લી યૉહ્‍ન
પીપલ રીપોર્ટ / બ્લૅક બૉક્ષ ઇન્ટૅલીજન્સના જૉની ડૂલીન પરિવર્તનની આડઅસરની સમજાવતાં એક મહત્વનો ફરક નોંછે છે : પરિવર્તન પોતે તો પરોક્ષ કે નિષ્ક્રિય છે, પણ સર્વાંગી પરિવર્તન આપણને વધારે સક્રિય ભૂમિકા ભજવવાનો અને વધારે સારાં ભવિષ્યનાં નિર્માણ કરવાની તક પૂરી પાડે છે.
પરિવર્તન પર્વતની ટોચ પર ફુંકાતા પવન જેવું છે. તે તેટ્લું અકળ છે, તેટ્લું જ અફર છે, અને માટે ભાગે કોઇ જ આગોતરી જાણ કર્યા વગર જ આવી ધમકે છે. અનુભવી પર્વતારોહક જેમ તેનાં પહાડ ચડવાનાં અને સલામતીનાં સાધનો હાથવગાં રાખે છે તેવું જ સુસ્પષ્ટ હેતુ અને હિતધારકોની પ્રગાઢ પસંદગીસાથેનાં એકસૂત્ર જોડાણનું પણ છે. પરિવર્તનતો થશે જ - પણ તેથી આપણે શું પર્વતનાં સહુથી ઊંચાં શિખર પર પહોચવાનાં જ નથી ?
બીજા વિષયો તરફ જતાં પહેલાં આપણે એક સમયાતીત વિષય,"ટૉયૉટાની રીતે" પર પણ નજર કરીએ. હા, આપણે વાત કરીએ છીએ ટીમ મૅક્‍મોહન વડે કરાયેલા "ટૉયૉટાની સતત સુધારણાની રીત"ના પુસ્તક પરિચયની.
જેફ્રી લાઇકરની આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ટૉયૉટાની રીત શ્રેણીની પરંપરાને આગળ ધપાવતાં લીન [lean] પ્રક્રિયાઓને વિવેચનાત્મક દ્રષ્ટિથી જોવાની સાથે, તે બધાંની નિષ્ફળતાઓ મટેનાં મૂળભૂત કારણોની વાત કરે છે.
પુસ્તક, The Toyota Way to Continuous Improvementને ત્રણ મહત્વના ભાગમાં વહેચી નંખાયું છેઃ 

૧. લીન (lean) સાધનો ના ઉપયોગથી પણ આગળ જવું, તેમ જ તેની સાથે સાથે કામગીરીની ઉત્કૃષ્ટતાને વ્યાપારની વ્યૂહરચનાસાથે સાંકલી લેતી સતત સુધારણાની સંસ્કૃતિ પણ શા માટે જરૂરી બની રહે છે
૨. લીન (lean) આમૂલ પરિવર્તનના પ્રણેતા અને ગુરૂના દ્રષ્ટિકોણથી લખાયેલ સાત અલગ અને આગવા ઉદ્યોગો પરથી તૈયાર કરાયેલ કૅસ-સ્ટડી
૩. એક આદર્શ સંસ્થાને વાસ્તવિકતામાં રૂપાંતરીત કરવાની, ખુદની, સુદૂરદ્રષ્ટિનાં પાઠ

ગુણવતા સંચાલન કે ગુણવત્તા જીવનપધ્ધતિમાં પ્રત્યાયનનું મહત્વ તો આપણને સુવિદિત જ છે. તે વિષય પર કૅરિન હર્ટ એક એક બહુ જ રસપ્રદ લેખ - Pause for Effectiveness: 9 Powerful Times to Pause- રજૂ કરે છે.
 
કોઇ પણ વાત કરતાં કરતાં વચ્ચે લેવાતો ક્ષણિક વિરામ વિચારવામાટે અને લાગણીઓને ઠંડી પાડવા માટે જરૂરી એવો મહ્ત્વનો સમયગાળો પૂરો પાડે છે.સગર્ભ વિરામમાંથી જ ગુંજાર કરતા વિચારો પેદા થાય છે.
છેલ્લે, આપણા બ્લોગૉત્સવની પરંપરા દરેક માસના સંસ્કરણની આપણે જેનાથી સમાપ્તિ કરીએ અને હવે પછીથી જેને આપણા બ્લૉગૉત્સવના કાયમી સ્તંભ બનાવી દેવાનું વિચાર્યું છે. એવી બે શ્રેણીની વાત કરતાં પહેલાં તેનેમાટે કારણભૂત કહી શકાય તેવા, શ્રી અંશુમન તિવારીના, લેખ, Maintaining 'Continued Relevance' of Quality ,ને પણ જોઇ લઇએ

તેમના કાયમી સ્તંભમાં આ મહિને પૉલ બૉરવસ્કી એ બે પાયાના સવાલો રજૂ કર્યા છે. જો તેના જવાબ અપાય અને તેના પર અમલ કરવામાં આવે તો "ગુણવત્તા"નો નિખાર જ બદલી જઇ શકે તેમ છે. એ બે સવાલો છે:
     - ગુણવતાનો પૂરેપૂરો લાભ સમાજને મળે તેમ કરવામાટે ગુણવત્તા વ્યવસાય સમક્ષ સહુથી મોટો પડકાર કયો છે?
     - અને, ગુણવત્તાની પધ્ધતિઓને આગળની કક્ષા સુધી વિકસાવવામાં માટે ગુણવત્તા વ્યવસાયે કયા સવાલોના જવાબ શોધવા જરૂરી છે?

અંશુમન તિવારી એ " ના "ASQ - પ્રભાવશાળી સૂરો \ ASQ Influential Voices."ના એક સક્રિય સભ્ય છે. “"ASQ - પ્રભાવશાળી સૂરો \ ASQ's Influential Voicesએ 'ગુણવતા' ક્ષેત્રમાં કાર્યરત એવા વ્યાવસાયિકોનું જૂથ છે ્જે તેમના વ્યક્તિગત બ્લૉગ પર 'ગુણવત્તા'ની બાબતો પર ભિન્ન ભિન્ન સ્તરે ઑનલાઇન, પ્રભાવશાળી યોગદાન આપી રહેલ છે.આ જૂથનું સંકલિત માળખું, ભારત, ઍક્યુડૉર,ચીન, મલયેશિયા, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશો સમગ્ર વિશ્વમાં, અને બહુ વિધ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં, ફેલાયેલું છે. ગુણવત્તા ક્ષેત્રમાં સુધારણ અને એવા મહ્ત્વના વિષયો પરત્વે આ "પ્રભાવશાળી સૂરો'ને અદમ્ય લગાવ છે. આપણા આ બ્ળોગોત્સવના માવતા મહિનાનાં સંસ્કરણાથી આપણે ક્રમાનુસારે આ એક એક પ્રભાવશાળી સૂર અને તેમની બ્લૉગ પ્રવૃત્તિનો પરિચય કરીશું. 

એ જ રીતે આપણે "ASQ" પર શરૂ થયેલા એક નવા વિભાગ, ASQ TV, પર પણ દરેક મહિને મુકાયેલા વીડીયોની યાદી પણ આપણા માસિક સંસ્કરણમાં રજૂ કરીશું. 

જેમ કે અત્યાર સુધી ત્યાં મૂકાયેલા ઘણા વિડિયો પૈકી કેટલાક વીડિયો –

ASQ પર દરેક મહિને કરાતાં પશ્ચાતવર્તી સામુદાયીકકીરણને પણ આ પણે આપના સંસ્કરણના અંતભાગનો એક નિયમિત સ્તંભ કરી શેમ, જેમ કે May Roundup: Deming, Management & More

અને આ બધાંની સથે આપણા નિયમિત સાથી, Curious Cat Management Improvement Blog Carnival #194 તો ખરા જ.

આશા કરૂં છું કે આ માસનું સંસ્કરણ આપને પસંદ પડ્યું હશે. આપના પ્રતિભાવોનો ઇંતઝાર રહેશે....

No comments: