Sunday, September 11, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૧૬



'વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો'ના સપ્ટેમ્બર, ૨૦૧૬ અંકમાં આપ સૌનું સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૬નો અંક આપણે મોહમ્મદ રફીની ૩૬મી મૃત્યુતિથિની યાદની અંજલિ સ્વરૂપે રજૂ કર્યો હતો. હવે, સપ્ટેમ્બર, ૨૦૧૬નો આજનો અંક આપણે મુકેશ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગ્સ્ટ, ૧૯૭૬)ની ૪૦મી મૃત્યુ તિથિની અંજલિ સ્વરૂપે રજૂ કરીએ છીએ..
સોંગ્સ ઑફ યોર પર મુકેશની મૃત્યુ તિથિની અંજલિ રૂપે મુકેશનાં વીન્ટેજ એરાનાં યુગલ ગીતો પરનો એક બહુ જ મુકેશની આરંભકાળની કારકીર્દીનું એક મહત્ત્વનું પાસું સમજવા માટે ખૂબ જ પ્રાસંગિક અને એ સાથે એટલો જ રસપ્રદ લેખ - Mukesh’s vintage duets, - રજૂ કરાયો છે. લેખકશ્રી અને સક્રિય વાચક મિત્રોએ ત્યાં બધાં જ મુકેશની કારકીર્દીથી માંડીને વીન્ટેજ એરાની છેલ્લી સાલ ગણી શકાય એવાં ૧૯૪૯નાં વર્ષ સુધીનાં બધાં જ ગીતો માણવાનો મંચ ત્યાં ખડો કરી દીધો છે..
એટલે આપણે આજના અંકમાં મુકેશનાં વીન્ટેજ એરાનાં સૉલો ગીતોને યાદ કરીશું. આપને યાદ કરાવી લઉં કે આપણે સમાંતરે ચાલી રહેલ ૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર શ્રેણીમાં મુકેશનાં સૉલો ગીતો ની વિગતે ચર્ચા કરેલ છે.
આજની ચર્ચા પૂરતું મેં જે કોઈ ફિલ્મમાં મુકેશનું એકથી વધારે સૉલૉ ગીત છે તેમાંથી કોઈ એક જ ગીત અહીં મૂકેલ છે.
વીન્ટેજ એરાનું છેલ્લું વર્ષ હોવા ઉપરાંત મુકેશની કારકીર્દીમાં ૧૯૪૯નું વર્ષ એક બીજું મહત્ત્વ ધરાવતું જોવા મળે છે. આ વર્ષે મુકેશે સુવર્ણ યુગની 'ત્રિમુર્તિ'ઓ સમા રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર માટે એક જ વર્ષમાં ઊપરા ઉપરી બીજાં વર્ષમાટે ગીતો ગાયાં. આ પહેલાં મુકેશ પોતાનો અવાજ આ દરેક ઊભરતા સિતારાઓની કારકીર્દીની છેક શરૂઆતથી તેમના માટે જૂદી જૂદી ફિલ્મોમાં ગીત તો ગાતા જ આવ્યા હતા.તેમનાં ગીતોને વિવેચકો અને સંગીત ચાહકની બહુ ઊંચી દાદ પણ આ પહેલાં એ ફિલ્મોનાં ગીતો માટે મળી ચૂકી હતી.
રાજ કપૂર :
૧૯૪૯ સામાન્યતઃ રાજ કપૂરની અભૂતપૂર્વપણે સફળ રહેલી ફિલ્મ 'બરસાત' માટે તો ફિલ્મ જગતના ઈતિહાસમાં એક આગવું સ્થાન ધરાવે જ છે. નોંધનીય વાત એ છે કે 'બરસાત'માં રાજ કપૂર ફિલ્માવાયેલું એક માત્ર સૉલો ગીત મોહમ્મદ રફીએ ગાયું છે. ગીતોની દૃષ્ટિએ 'બરસાત' એ માત્ર લતા મંગેશકરની જ ઋતુ હતી. મુકેશના ફાળે બે યુગલ ગીતો જ આવેલાં, જે બંને એકબીજાનાં સામા છેડાનાં કહી શકાય એવાં હતાં. જોકે મુકેશ બંને ગીતોને બરાબર ન્યાય કરી શકયા હતા એ વાતની પણ નોંધ તો લેવી જ રહી.
બહારોંને જિસે છેડા વો સાઝ-એ-જવાની હૈ - સુનેહરે દિન - જ્ઞાન દત્ત - શેઝવાન રીઝ્વી
મુકેશની રાજ કપૂરના અવાજ તરીકેની જે એક આગવી ઓળખ '૫૦ અને તે પછીના દાયકાઓમાં પ્રસ્થાપિત થઈ તેનાં એંધાણ અહીં બહુ ચોક્કસપણે જોવા મળે છે.
દેવ આનંદ :
યે દુનિયા હૈ... યહાં દિલ કા લગાના કિસ કો આતા હૈ - શાયર - લતા મંગેશકર સાથે - ગુલામ મોહમ્મદ  - શકીલ બદાયુની
૧૯૪૯માં દેવ આનંદ માટે મુકેશે ગાયેલાં ગીતોમાં કોઈ સૉલો ગીત નથી મળ્યું, એટલે એક બહુખ્યાત યુગલ ગીત આપણે અહીં લીધેલ છે.

દિલીપ કુમાર:

'અંદાઝ'માં દિલીપ કુમારની સાથે રાજ કપૂર પણ બહુ મહત્ત્વની ભૂમિકામાં હતા. દિલીપ કુમારનું પાત્ર તો તેમની અત્યાર સુધી ઊભી થયેલી ઓળખને અનુરૂપ હતું, પણ રાજ કપૂરનું પાત્ર બહુ જ એન્ટિ-હીરો પ્રકારનું હતું. પર્દા પર 'અંદાઝ'નાં દિલીપ કુમારે ગાયેલાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં હતાં અને રાજ કપૂરે ભજવેલાં મોહમ્મદ રફીના સ્વરમાં. એ સમયે કોઈને ખબર નહીં હોય કે હવેના દસકાઓમાં આ બાબતે સાવ જ, અને કાયમી, ઊલ્ટી ગંગાનાં ઘોડાપૂર વહેવા લાગી ગયાં હશે!

ટૂટે ના દિલ ટૂટે ના - અંદાઝ - નૌશાદ - મજરૂહ સુલ્તાનપુરી


આપણે હવે આપણા વિષયના સમયખંડના એક અંતિમ પરથી શરૂઆતના છેડા તરફ કાંટૉ ફેરવી દઈશું....
૧૯૪૧ : 

દિલ હી બુઝા હુઆ તો ફ઼સલ-એ-બહાર ક્યા - નિર્દોષ - અશોક ઘોષ - નિલકંઠ તિવારી
આ ગીતને ફાળે મુકેશનું હિંદી ફિલ્મ ગીત હોવાનું છોગું છે તો ફિલ્મને ફાળે પણ એક છોગું મુકેશની કારકીર્દીના સંદર્ભમાં છે - મુકેશે પોતે અભિનય પણ કર્યો હોય એવી આ પહેલી ફિલ્મ છે.

૧૯૪૨ :
આ વર્ષમાં મુકેશે અભિનય કર્યો હોય એવી બીજી ફિલ્મ - દુઃખસુખ - પણ આવી. આ ફિલ્મમાં મુકેશનાં સિતારા(કાનપુરવાળાં) સાથે બે યુગલ ગીતો છે. ફિલ્મના સંગીત નિર્દેશક, ખેમચંદ પ્રકાશ એટલી લાંબી જીવનરેખા લખાવીને નહોતા આવ્યા કે સુવર્ણ યુગનાં લતા મંગેશકરમાટે બધા જ દરવાજા ખોલી કાઢનાર ગીત - આયેગા આનેવાલા- રચ્યા પછીના સમયમાં મુકેશ પણ જે સ્થાને પહોંચવાના હતા તેને તેમ જ  ખેમચંદ પ્રકાશની પોતાની આગવી શૈલીને અનુરૂપ કોઈ સૉલો ગીત બંનેનાં સંયોજનથી બને !
૧૯૪૩:
મુકેશના અભિનય સાથેની ત્રીજી ફિલ્મ - આદાબ અર્ઝ. આ ફિલ્મમાં મુકેશ એક રઈસ મુસ્લીમ યુવકની ભૂમિકા ભજવે છે જે પોતાના માળીની દીકરીને પરણે છે.. ફિલ્મનું સંગીત જ્ઞાન દત્તે નિર્દશિત કર્યું હતું. ફિલ્મમાં મુકેશના ફાળે કોઈ ગીત ગાવાનું આવ્યું નથી...જ્ઞાન દત્ત અને મુકેશ ફરી ૧૯૪૯માં 'સુનેહરે દિન'માં સાથે કામ કરી શકયા.
૧૯૪૪માં મુકેશનામ ગીત સાથેની એક ફિલ્મ - ઉસ પાર- જરૂર પ્રદર્શિત થઈ, પણ ફિરોઝ નિઝામીના સંગીતમાં મુકેશેને ફાળે કુસુમ સાથે એક માત્ર યુગલ ગીત - જરા બોલો રી હાં - ગાવાનું આવ્યું.

૧૯૪૫ મુકેશની કારકીર્દીમાં નવા અધ્યાય સમાં સીમાચિહ્ન તરીકે યાદ કરાશે. આ વર્ષે તેમને અનિલ બિશ્વાસનાં સંગીત નિદર્શન હેઠળ દિલ જલતા હૈ જેવું એક નવી જ કેડી કંડારતું સૉલો ગીત ગાવાની તક મળી ! ગીતમાં ભલે મુકેશ કે એલ સાયગલના પડછાયામાં જ રહ્યા પણ હવે તેમની ઓળખનું વજન પડવા લાગ્યું હતુ.ફિલ્મમાં એક બીજું પણ સૉલો ગીત છે -
તય કર કે બડી દૂરસે પૂરપેચ નગરિયા - પેહલી નઝર - અનિલ બિશ્વાસ - ડૉ. સફદર 'આહ'

૧૯૪૫માં મુકેશે એક બીજી ફિલ્મ માટે પણ ફરી મોતીલાલ માટે જ ગીત ગાયાં. બુલો સી રાનીએ તર્જબધ્ધ કરેલ હસીનોં કો હસીનોસે મુહોબ્બત હો હી જાતી હૈ જેવું ખાસ્સું લોકપ્રિય ગીત ગવડાવ્યું. આ ગીતમાં પણ સાયગલનો ઓછાયો તો છે. આપણે ફિલ્મમાં મુકેશનું બીજું એક સૉલો ગીત છે તે સાંભળીશું
માના કે તુમ હસીન હો એહલ-એ-શબાબ હો - મૂર્તિ - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર ચંદ્ર
સાયગલ જો ગ઼ઝલની શૈલીનાં ગીતો માટે ખ્યાત હોય તો તેમના પદચિહ્નો પર પગલાં ભરતો ગાયક એ શૈલીનો પ્રયોગ તો કરે જ ....
૧૯૪૬માં હવે મુકેશે ગાયેલાં ગીતોવાળી ફિલ્મોની સંખ્યા ત્રણ પર પહોંચી.

ચેહરામાં શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત હતું અને એક સૉલો ગીત હતું -

ઓ પ્રાણી ક્યા સોચે ક્યા હોવે - ચેહરા - એમ એ મુખ્તાર - ઈશ્વર ચંદ્ર કપૂર
રાજપુતાનીમાં પણ એક યુગલ ગીત - હમીદા બાનુ સાથે- અને એક સૉલો ગીત હતાં -

કિયે જા પ્યાર કિયે જા ન હિમ્મત હાર, કભી ઈન્કાર કભી ઈકરાર - રાજપુતાની - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
રસીલીમાં એક જ યુગલ ગીત છે, પણ એ પુરૂષ - પુરૂષ યુગલ ગીત છે, જે મુકેશની કારકીર્દીનું પહેલું પુરૂષ-પુરૂષ યુગલ ગીત હતું...

આગ઼ાઝ ચલા, અન્જામ ચલા, વહ રોતા હુઆ નાકામ ચલા - રસીલી - નારાયણ સાથે - લખ્યું અને તર્જ બનાવી: હનુમાન પ્રસાદ
૧૯૪૭નાં વર્ષમાં મુકેશે ગીતો ગાયાં હોય એવી ફિલ્મોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આવી ફિલ્મોની સંખ્યા હવે ૬ સુધી પહોંચી.–

બીતે દિનમાં એક સૉલો ગીત છે -

અર્શો પે સિતારા હૈ વોહ - બીતે દિન - પંડિત દિનકર રાવ - પંડિત ફાની / એચ. તનવીર (?)

દો દિલમાં સુરૈયા સથે બે અને રાજકુમારી સાથે એક યુગલ ગીત ઉપરાંત ત્રણ સૉલો ગીતો પણ છે. આપણે એ પૈકી એક જ અહીં મૂક્યું છે -

જિયા બેઈમાન.. બસમેં પરાયે હૈ, ઘડી ઘડી ભર આયે હૈ - દો દિલ - પંડિત ગોવિંદરામ - ડી એન મધોક
નીલ કમલમાં રાજ કપૂરને સૌથી પહેલી વાર મુખ્ય ભૂમિકા ભાજવવાનો મોકો મળ્યો. પરંતુ હજૂ મુકેશ તેમના માટે ગીત ગાવા સુધી પહોંચ્યા નથી. ફિલ્મમાં બે યુગલ ગીતો જોહરાબાઈ સાથે અને એક હમીદા બાનુ સાથે છે. ફિલ્મનું એક માત્ર મુકેશનું ગીત છે જે આમ જૂઓ તો તો સમૂહ ગાન સ્વરૂપે છે.

શ્રી કમલ નેત્ર સ્તોત્રમ્- નીલ કમલ - બી. વાસુદેવ

ફિલ્મનાં ટાઈટલ્સમાં આ ગીત ગવાય છે.

છીન લે આઝાદીમાં શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત છે જ્યારે ડાક બંગલામાં સુરૈયા સાથે એક યુગલ ગીત છે.

તોહફામાં હમીદા બાનુ સાથેનાં બે યુગલ ગીતો ઉપરાંત ત્રણ સૉલો ગીતો પણ છે.–

કિસને છેડા મન કા તાર - તોહફા - એમ એ રૌફ - શાંત અરોરા

આપણે મુકેશનાં ગીતોની વિન્ટેજ સફરનાં આપણાં વર્તુળના છેલ્લા તબક્કામાં હવે આવી પહોંચ્યાં છીએ.

૧૯૪૮માં મુકેશ બહુ ઘણા સંગીતકારો સાથે કામ કરતા જોવા મળવા લાગે છે.

અન્જુમનમાં શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત છે અને એક તેમનું સૉલો ગીત છે -

વોહ તીર કલેજે પર ઈક શોખને મારા હૈ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ગુલામ મોહમ્મદે મુકેશનો બે ફિલ્મોમાં પ્રયોગ કર્યો, પણ એ બધાં ગીતો યુગલ ગીતો હતાં. ગૃહસ્થીમાં શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત અને પગ઼ડીમાં (કાનપુરવાળાં) સિતારા સાથે એક યુગલ ગીત હતું. તે જ રીતે અલી હુસૈન મુરાદાબાદદ્વારા સંગીત નિર્દશિત ફિલ્મ ઓ જાનેવાલેમાં શમશાદ બેગમ સાથે બે શૌકત અલી (ઉર્ફ નાસાદ)નાં સંગીત નિદર્શનવાળી ફિલ્મ ટૂટે તારેમાં ગીતા રોય સાથે બે યુગલ ગીતો હતાં.

ગુંજનમાં મુકેશનાં બે સૉલો ગીત છે, આપણે એ પૈકી એક અહીં લીધેલ છે :

કોઈ દિન ઝિંદગી કે ગુનગુનાકર હી બિતતા હૈ - અશોક ઘોષ - સરસ્વતી કુમાર 'દીપક'

પરદેસી (ગ઼ુલામ હૈદર)માં પણ લતા મંગેશકર સાથે એક યુગલ ગીત છે, જેને આ બંનેની સથેની લાંબી ઈનિંગ્સનો પ્રારંભ ગણી શકાય.

પરદેશી મહેમાનમાં એક યુગલ ગીત હમીદા બાનુ સાથે અને એક સૉલો ગીત હતાં -

હોશીયાર નૌજવાન, જલ રહા તેરા મકાન, જલ રહ અતેરા હિન્દોસ્તાન - પરદેસી મહેમાન - હંસરાજ બહલ - પંડીત ઈન્દ્ર
હિંદી ફિલ્મ ગીત કોષમાં શ્રી રામભક્ત હનુમાનનાં ગીતો પૈકી બે ગીતો જ મુકેશે ગાયાં તેમ ઓળખી શકાયું હોય તેમ જણાય છે.

તુમ બીના સૂના જીવન મેરા - શ્રી રામભક્ત હનુમાન - એસ એન ત્રિપાઠી - પંડિત ઈન્દ્ર / બી.ડી મિશ્ર(?)

સુહાગ રાતમાં રાજકુમારી સાથે એક યુગલ ગીત અને એક સૉલો ગીત છે -

લખિ બાબુલ મોરે કાહે કો દીન્હી બિદેસ - સ્નેહલ (ભાટકર) - અમીર ખુસરો
વીણામાં મુકેશનાં ત્રણ સૉલો ગીતો છે, જે પૈકી એક જ આપણે અહીં મૂકેલ છે

મેરે સપનોંકી રાની રે - વીણા - અનિલ બિશ્વાસ - પંડિત નરેન્દ્ર શર્મા
અને હવે ૧૯૪૮ની મુકેશની કારકીર્દીમાં ઐતિહાસિક મહત્ત્વની નોંધ લઈએ. વીન્ટેજ એરામાં મુકેશે પહેલી વાર એક જ વર્ષમાં સુવર્ણયુગની ત્રિમૂર્તિ માટે ગીત ગાયાં.

ઝિંદા હૂં ઈસ તરાહ કે જિંદગી નહીં - આગ - રામ ગાંગુલી - બેહઝાદ લખનવી

'આગ' રાજ ક્પૂરની દિગ્દર્શનની એક અદ્‍ભુત કારકીર્દીનું પહેલું પગથિયું હતું એ તો આપણને બધાંને સુવિદિત જ છે.
દેવ આનંદ-સુરૈયાની ફિલ્મ 'વિદ્યા'માં સુરૈયા સાથે એક મુકેશનું એક યુગલ ગીત અને એકે સૉલો ગીત હતાં

બહે ના કભી નૈન સે નીર, ઊઠી હો ચાહે મનમેં પીર- વિદ્યા - એસ ડી બર્મન - યશોદા નદન જોશી

દિલીપ કુમારની બે ફિલ્મો - અનોખા પ્યાર અને મેલા-માં મુકેશે દિલીપ કુમાર માટે કંઠ આપ્યો.

જીવન સપના તૂટ ગયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝિયા સરહદી
આ ગીતનું લતા મંગેશકરે ગાયેલું વર્ઝન વધારે કર્ણપ્રિય બન્યું છે.
આ ફિલ્મમાં લતા મંગેશકર સાથેનું એક યુગલ ગીત પણ છે.

મેલામાં શમશાદ બેગમ સાથેનાં ત્રણ યુગલ ગીતોએ અને એક સૉલૉ ગીતે ધૂમ મચાવી દીધેલી -

ગાયે જા ગીત મિલન કે તૂ આપની લગન એ, સજન ઘર જાના હૈ – મેલા – નૌશાદ – શકીલ બદાયુની
તો આ હતી વિન્ટેજ મુકેશની એક ઝલક.

એ ઝલકની પૂર્ણાહુતિ કરવા તેમની સાથે વિન્ટેજ મોહમ્મદ રફીની જુગલબંધી થાય તો....

જલે જલનેવાલે હમકો જૈસે મોમબત્તી - ચિલ્મન (૧૯૪૯) - હૌનુમાન પ્રસાદ - પી એલ સંતોષી


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Thursday, September 8, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - લલિતા દેઉલકર, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો, ઝીનત બેગમ, પુષ્પા હંસ



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, આશા ભોસલે તથા સુરીન્દર કૌર અને ઉમા દેવી તથા મીના કપૂર નાં સૉલો ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
અહીં રજૂ કરેલી ફિલ્મોમાં તેમ જ અન્ય કોઈ ફિલ્મોમાં આ ગાયિકાઓ અહીં રજૂ કરેલાં ગીતો સિવાય બીજાં ગીતો ગાયાં તો છે, પરંતુ મેં મારી પસંદની મર્યાદિત ક્ષમતા અનુસાર જ ગીતો મૂક્યાં છે. આમ અહીં મૂકેલાં ગીતો તેમનાં ૧૯૪૯નાં ગીતોનું પ્રર્તિનિધિત્ત્વ કરે છે એમ ન માની શકાય.
લલિતા દેઉલકરનાં સૉલો ગીતો
ક્યા સચ હૈ કસમ વોહ ભૂલાને લગે - બેદર્દ - રામપ્રસાદ - બાદલ 
રંગીલી દુલ્હન શર્મીલી દુલ્હન - દૌલત - હનુમાન પ્રસાદ - ક઼મર જલાલાબાદી 
મેરે દિલ કો ખિલોના ન સમજ ના સનમ - સાંવરિયા - સી રામચંદ્ર - પી એલ સંતોષી 
હમ કિસકો સુનાયે હાલ યે દુનિયા પૈસો કી - શબનમ - એસ ડી બર્મન - ક઼્મર જલાલાબાદી 
અમીરબાઈ કર્ણાટકી નાં સૉલો ગીતો
મેરે છૈલ છબીલે તેરે નૈન રસીલે - નેકી ઔર બદી - રોશન - કિદાર શર્મા 
પહને પીલા રંગકી સારી - સાવન આયા રે - ખેમચંદ પ્રકાશ - ભરત વ્યાસ 
 હમીદા બાનોનાં સૉલો ગીતો
દિલ મેરા તડપાનેવાલે શાદ રહે આબાદ રહે - જનમપત્રી - ગુલશન સુફી - અઝીઝ કશ્મીરી 
દિલ તૂટ ગયા , મિટ ગયે અરમાન - સોહરત - અઝીઝ હિન્દી - નઝીમ પાનીપતી 

ઝીનત બેગમનાં સૉલો ગીતો
ઘટ કારી મતવારી આયી - એક થી લડકી - વિનોદ - અઝીઝ કશ્મીરી 
જા ઊડ જારે કાગવા લે જા સંદેશવા - કનીઝ - ગુલામ હૈદર - હસરત લખનવી 
પુષ્પા હંસનાં સૉલો ગીતો
'અપના દેશ'નાં મુખ્ય નાયિકા પણ પુષ્પા હંસ હતાં એ નાત તેમણે આ ફિલ્મમાં ઘણા ગીતો ગાયાં છે. આપણે તો અહી તેમનું એક જ ગીત લીધું છે.
દિલ-એ-નાદાન તૂઝે હુઆ ક્યા હૈ - અપના દેશ - પુરુષોત્તમ - મિર્ઝા ગ઼ાલિબ 


આ સાથે 'અન્ય' સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતો વિષે વિગતે ચર્ચાનો દૌર અહીં પૂરો થાય છે.


હવે પછી આપણે મને સૌથી વધારે ગમેલાં લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી સૉલો ગીતોની વાત કરીશું.

Sunday, September 4, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૬)


૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર ૭-૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૨૪-૭-૨૦૧૬ અને ૭-૮-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડેનાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતા નથી થયા. ૭-૮-૨૦૧૬ના રોજ રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે એ કળાકારોની ઓળખ આજના અંકના અંતમાં કરીશું.

આપણી આ સફરના આજના પડાવમાં આપણે મોહમ્મદ રફીએ ગાયેલાં મોટા ભાગે બહુ જ જાણીતાં થયેલાં ગીતોની સાથે કેટલાંક યાદદાસ્તોનાં પડ ઉખેળવાં પડે એવાં ગીતોને સાંભળીશું. આ બધાં જ ગીતોને પર્દા પર ભજવનારાં કાળાકારો પૈકી કેટલાંય હજૂ આજે પણ ગુમનામ છે.

'ગુમનામ' કાને પડતાં જ આ નામની એક બહુ સફળ ગણાયેલી રહ્સ્ય ફિલમનાં મોહમ્મદ રફીએ ગાયેલ ગીતની યાદ આવે છે. તો આજનો આપણો અંક આપણે એ ગીતથી જ કરીએ...

જાન પહચાન હો જીના આસાન હો - ગુમનામ (૧૯૬૫) - સંગીતકાર શંકર જયકિશન   

આ ગીત પર નૃત્ય કરી રહેલ સુંદરી તો લક્ષ્મી છાયા છે એ કદાચ જણાવવું નહીં પડે.


આડવાતઃ

'ગુમનામ'ની પ્રેરણા અગાથા ક્રિસ્ટીની બહુ જ જાણીતી રચના And Then There Were None, અને કદાચ તેનાં પછીથી થયેલાં નાટ્ય અને ફિલ્મ સ્વરૂપો ગણવામાં આવે છે. મૂળ પુસ્તક વિષે વધારે માહિતી માટે And Then There Were None પરનો લેખ વાંચવા અનુરોધ છે.

બીજી વાત: 'જાન પહેચાન હો'ની લોકપ્રિયતા પશ્ચિમ જગતના સીમાડાઓ સુધી પણ પહોંચી ગઈ હતી. જેનું મૂળ શ્રેય ૨૦૦૧ની ફિલ્મ 'ધ ઘૉસ્ટ વર્લ્ડ'ને અપાય કેમ કે એ ફિલ્મમાં આપણા આ ગીતને સીધે સીધું જ મૂકાયું હતું.

એ પછી હૈનકીન (બીયર)ની જાહેરાત માટે આપણ આ ગીતનો બહુ ખૂબીથી ઉપયોગ કરાયો છે.

બ્રિટીશ બૅન્ડ વ્હાઈટ લાઈઝની એક રચના, There Goes Our Love Again માં પણ આ ગીતની ધૂન, પહેરવેશ ને અદાકારીને અપનાવવામાં આવી છે.

અને છેલ્લી વાતઃ

'જાન પહેચાન' પણ આગળની એક ધૂન પર પ્રેરિત હતું. શંકર જયકિશનનાં ગીતો પહેલાંનાં વાદ્ય પ્રીલ્યુડ તેમની આગવી ઓળખાણ હતી.

અને જે ગીતનાં પ્રીલ્યુડની અહીં પ્રેરણાસ્ત્રોત તરીકે વાત થઇ છે તે ગીત -


આ પ્રીલ્યુડ અપણ શંકર જયકિશનનાં કેટલાંક અન્ય ગીતોના પ્રેરણ સ્ત્રોત મનાતા ઍલ્વીસ પ્રીસ્લીનાં જ કોઈ ગીત પરથી પ્રેરિત થયેલ છે. ગીતની રચનામાં શંકર જયકિશનની આગવી છાપ ઊભરી છે.


ખેર, આ તો આજનાં ગીતોની થોડી લાંબી પ્રસ્તાવના બની ગઈ.

હવે આપણે આજનાં અન્ય ગીત તરફ ધ્યાન આપીશું.

રાજ ક્પૂરની ફિલ્મ હોય એટલે સામાન્યતઃ ગીતોમાં પ્રાધાન્ય મુકેશનું જ હોય તે તો સ્વાભાવિક છે. જો કે લગભગ દરેક ફિલ્મમાં એકાદ ગીતમાં રફીનો પણ હિસો નોંધપાત્ર હોય એમ પણ જોવા મળે. એવાં કેટલં ગીતોને સાંભળીએ

નૈયા તેરી મઝધાર...- આવારા (૧૯૫૧) - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર

ગીતનું ચિત્રીકરણ સીલ્હૂટ ફ્રેમમાં કરવાનો અનોખો પ્રયોગ પ્રયોજાયો છે. એટલે આમ પણ તેને પર્દા પર કોણ ગાય છે તે કદાચ મહત્ત્વનું નથી


રમૈયા વસ્તાવૈયા મને દિલ તુમકો દિયા - શ્રી ૪૨૦ - સંગીતકાર: શંકર જયકિશન - ગીતકાર: શૈલેન્દ્ર



ગીતની પહેલાં  નાદીરાનું સંગીત નૃત્ય બસ્તીમાંના લોકોની હાલત માટેનો વિરોધાભાસ ઊભો કરે છે. ગીતના ઉપાડમાં કે ગીતના અંતમાં રફીના ભાગે જે આલાપ આવ્યો છે તે તો રફીની આગવી પહેચાનની છાપ સમાન છે.

સાયકલ પર દૂધ દેવા નીકળેલ દૂધવાળો પસાર થાય અને એક લીટી લલકારતો જાય તો નરગીસના હોઠો પરથી એક લીટી ફૂટી નીકળે એવી કલ્પના રાજ કપૂર જેવો નિર્દેશક જ કરી શકે.

તેકી મૈં જૂઠ બોલીયાં કોઈના ભાઈ કોઇના - જાગતે રહો  (૧૯૫૬) - બલબીર અને સાથી સાથે - સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: પ્રેમ ધવન

પંજાબી લોક નૂત્ય ભાંગરાની ધૂનનો આ પ્રયોગ ભાંગરા ગીતોની એક કાયમી ઓળખ સમું બની રહ્યું છે.

તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ - બુટ પૉલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને સાથીઓ સાથે - સંગીતકાર: શંકર જયકિશન- ગીતકાર: શૈલેન્દ્ર 



આપણી શ્રેણીના પહેલા જ અંકમાં આપણે જોયું હતું કે એ સમયની હિંદી ફિલ્મોમાં 'ભીખારી ગીત' એક મહત્ત્વનો પ્રકાર ગણાતો હતો. પ્રસ્તુત ગીત એ પ્રકારનું છે. આ ગીતોમાં બહુધા પર્દા પર ગાનાર કળાકારોનું મહત્ત્વ ન હોય એટલે તેઓ તો અજ્ઞાત જ રહે.

ચૂન ચૂન કરતી આયી ચિડીયા દાલકા દાન લાઈ ચિડીયા - અબ દિલ્લી દૂર નહીં (૧૯૫૭)- સંગીતકાર દત્તારામ ગીતકાર હસરત જયપુરી

બાળગીતોમાં સદા અગ્રેસર રહેલું એક બેનમૂન ગીત

ભીખારી ગીતની વાત ચાલી જ છે તો શંકર જયકિશને સ્વરબ્દદ્ધ કરેલું એવું જ બીજું મહત્ત્વનું  ગીત પણ સાંભળી જ લઈએ.

હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ - સીમા (૧૯૫૫) - સાથીઓ સાથે - સંગીતકાર શંકર જયકિશન - ગીતકાર શૈલેન્દ્ર

આ પ્રકારનાં ગીત અચૂકપણે કંઇક સંદેશો કહી જતાં હોય.અહીં નુતન માટે તેમાં કંઇ ક સંદેશ છે જેમકે ભૂખને માર્યું માનવી ઈમાન પણ ચાતરી જાય છે એ પહેલા અંતરામાં બતાવાયું છે.

હાર્મોનિયમના ટુકડાઓ પણ આ પ્રકારનાં ગીતોનું બહુ મહત્ત્વનું અંગ છે. પ્રસ્તુત ગીતમાં પણ તેની કમાલ સાંભળવા મળે છે.

મહલોં મેં રહનેવાલે હમેં તેરે દરસે ક્યા, નગરી હૈ અપની પ્યારી હમે તેરે દૂજે ઘર સે ક્યા  - શબાબ (૧૯૫૪) - સાથીઓ સાથે - સંગીતકાર નૌશાદ ગીતકાર શકીલ બદાયુની પરદા પર કળાકાર

આ પ્રકારનાં ગીતોને કેટલું મહત્ત્વ અપાતું હશે તેનું એક વધારે ઉદાહરણ.

ફિલ્મમાં ભારત ભૂષણ એક કુશળ ગાયક છે. ફિલ્મની વાર્તા અનુસાર તે શહેરમાં ભીકહ મગીને ગુજરાન ચલાવતા લોકોની વસ્તીમાં જઈને પોતાના મનની વેદના આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. પણ તેનાં દીન સાથીઓ માટે તો બીજે દિવસે એ ગીત આજિવિકા રળી આપે છે.

આ ગીતોની એક બહુ જ નોંધપાત્ર ખૂબી હાર્મોનિયમ બજાવવાના અવનવા પ્રયોગો થતા તે છે. અહીં પણ હાર્મોનિયમનું ગીતસજ્જામાં મહત્ત્વનું અંગ બની રહ્યું છે.

અને આજના અંકના અંતમાં એક એવું 'ભીખારી' ગીત જે બધી જ રીતે અંદાઝ-એ-બયાં ઔર છે

હૈ બસ કે હર એક ઈશારેમેં નિશાં ઔર - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - સંગીતકાર ગુલામ મોહમ્મદ - ગ઼ઝલકાર મિર્ઝા ગ઼ાલિબ

આમના સ્વાદની લિજ્જત માણતી મિર્ઝા ને તેના 'મિત્રો'ની 'મહેફિલ'માં પણ મિર્ઝાની શાયરી મજાકનો વિષય તો બની જ રહે છે. બસ તે વખતે એક ફકીર તેમની એવી ગ઼ઝલ ગાતા નીકળે છે જેમાં મિર્ઝા ગ઼ાલિબ તેમની કેફિયત 'અંદાઝ-એ-બયાં ઔર'માં રજૂ કરી નાખે છે. બાદશાહનાં મયખાનાંઓમાં અન્યથા કેદ એવી ગંઝલ એક તવાયફથી માંડીને એક ફકીરની આજિવિકા પૂરૂં પાડવાની કાબિલીયત મિર્ઝા ગ઼ાલિબના કલામમાં હતી એ વાત ફિલ્મના દિગ્દર્શક સોહરાબ મોદી પણ 'ઔર' અંદાઝમાં રજૂ કરી દે છે. 

આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, -૮-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-


  •  મામા હો મામા - પરવરીશ (૧૯૫૮) - મન્ના ડે, મોહમ્મદ રફી – સંગીતકાર: દત્તારામ ગીતકાર: હસરત જયપુરી - પરદા પર કળાકારો: રાજ કપૂર અને મહેમૂદના મામા જાણીતા ચરિત્ર અભિનેતા રાધાકિશન છે.
  • અરે હટો કાહેકો જૂઠી બનાઓ બતીયાં - મંઝિલ (૧૯૬૦) - મન્ના ડે – સંગીતકાર: એસ ડી બર્મન -  ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર : મહેમૂદ
  • કિસને ચિલમન સે મારા નઝ઼ારા મુઝે - બાત એક રાત કી (૧૯૬૨) - મન્ના ડે – સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પર્દા પર: મૂળ ગીત તો જ્હોની વૉકર ગાય છે પણ જેના વિષે ગવાયું તે નાયિકા, આ ક્લિપ અપલોડ કરનારના કહેવા મુજબ, સબિતા ચેટરજી છે.
  • ફૂલ ગેંદવા ન મારો, લગત કરેજવામેં ચોટ - દૂજ કા ચાંદ (૧૯૬૪) – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી - પરદા પર કળાકાર: ગાયક આગા, જેના માટે ગવાયું છે તે અજ્ઞાત
  • પૈસા નહીં હોતા જો યે .....ઐસા મૈં નહીં હોતા - સૌતેલા ભાઈ (૧૯૬૨) - મન્ના ડે, અનિલ બિશ્વાસ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: શૈલેન્દ્ર - પરદા પર કળાકારો - અજ્ઞાત
  • હૈ બહોત દિનોંકી બાત - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ - પરદા પર (મુખ્ય) કળાકારો - 'રંગલા'ની ભૂમિકામાં માસ્ટર ભગવાન (મન્ના ડેનો સ્વર) અને મજનૂના દીદારમાં ઓમપ્રકાશ (બલબીરનો સ્વર)
  • ફિર વોહી દરદ હૈ ફિર વોહી જિગર - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર કળાકારો : મુકરી અને કુમુદ ત્રિપાઠી
  • હૈ પ્યાર કે દો મતવાલે એક હમ હૈ ઔર એક તુમ - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે, ગીતા દત્ત – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી - પરદા પર કળાકારો: કુમુદ ત્રિપાઠી અને કમ્મો
  • જા રે બેઈમાન તૂઝે દેખ લિયા જા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) – સંગીતકાર: ડી. દિલીપ – ગીતકાર: પ્રેમ ધવન - પરદા પર કળાકાર: અશોક કુમાર
  • ઓ ગોરી તોરી બાંકી બાંકી - આધી રાત કે બાદ (૧૯૬૫) - મન્ના ડે – સંગીતકાર: ચિત્રગુપ્ત ગીતકાર: પ્રેમ ધવન - પરદા પર કળાકાર: આગા


હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.