ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
હિંદી ફિલ્મનાં
ગીતોમાં મારો લગાવ કંઈક અંશે યુગલ ગીતો તરફ વધારે રહ્યો છે. તેમાં ૧૯૪૯નાં યુગલ
ગીતોમાં વૈવિધ્ય, ગુણવત્તા, લોકપ્રિયતા અને ગાયકોની શૈલીમાં જે વિપુલતા છે તેને કારણે મને સૌથી
વધારે ગમતાં યુગલ ગીતો પસંદ કરવાનું જેટલું અઘરૂં બને છે એટલું જઆનંદદાયક પણ બની અર્હે છે.
પુરુષ-સ્ત્રી યુગલ ગીતો
અહીં મોહમ્મદ
તેમ જ મુકેશનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો વધારે જોવા મળે તેને મારી સંગીતની
મર્યાદિત સમજને કારણે સીમિત થતી પસંદગીની મર્યાદા ગણવા અનુરોધ છે.
સ્ત્રી-સ્ત્રી
યુગલ ગીતો અને ત્રિપુટી ગીતોમાંના ઘણાં ગીતો બહુ સાંભળેલાં ન હોવાને કારણે તેમનો
સારી રીતે પરિચય પણ હવે જ થઈ રહ્યો છે. એટલે આ ગીતોમાં પસંદગીનો માપદંડ ગીતોની આજ
સુધી બની રહેલી લોકપ્રિયતાને જ લીધો છે.
આટલાં ગીતોમાંથી
મને સૌથી વધારે ગમેલાં ગીતો પસંદ કરવાનું હજૂ વધારે મુશ્કેલ બની ગયું છે. એટલે મેં
મોહમ્મદ રફી, મુકેશઅને અન્ય એમ ત્રણ પ્રકારનાં યુગલ ગીતોમાંથી એકએક ગીત પર પસંદગી ઉતારી છે.
તેમની
કારકીર્દીના પ્રારંભના સમયે બધાં જ ગાયકો - તલત મહમૂદ, મોહમ્મદ
રફી, કિશોર કુમાર, મુકેશ, ગીતા દત્ત, જી એમ દુર્રાની, મીના
કપૂર, કમલ બારોટ, મુબારક બેગમ અને અન્ય
તલત મહમૂદના જન્મ (૨૪-૨-૧૯૨૪)ના ફેબ્રુઆરી
મહિનામાટે તેમનાં વિસારે પડેલાં યુગલ ગીતોની યાદી બનાવવાનું વિચાર્યું ત્યારે એક
પૂરા અંક પૂરતાં ગીતો મળી શકે તેવી સંભાવના નહોતી જણાઈ. તેમ છતાં પહેલેથી જ નક્કી
રાખ્યું હતું કે યુગલ ગીતનાં કોઈપણ સહગાયકોસાથેનું તેમ જ એક જ સંગીતકારનું એકથી
વધારે ગીત આ યાદીમાં નથી લેવું. પરંતુ મજાની વાત એ છે કે તલત મહમુદનાં ગીતોના
સમુદ્રમાં તમે ગમે તેટલી આકરી શરતો સાથે ડૂબકી મારો તો પણ તેમનાં ગીતોનાં મોતીઓથી
તમારી ઝોળી તો કાયમ જ ભરાઈ જ રહેવાની એ તો નક્કી જ રહે.
ચાલો એ ગીતોની માળાનાં મોતીઓને યાદ કરીએ અને
માણીએ -
પહેલાં રીલીઝ થવાની તકનીકી દૃષ્ટિએ મધુબાલા ઝવેરી
માટે આ ફિલ્મ તેમની ફિલ્મ સંગીતની કારકીર્દીનું પહેલું પગથીયું હતી. ગીતના શબ્દો
સાંભળતાં એમ લાગે છે કે ગીતની સીચ્યુએશન 'સ્વયંવર'ને લગતી હશે.
યુધ્ધનાં પડઘમ વાગે ત્યારે રજપુતાણી તેના
રજપૂતનાં મનોબળને પોરસતી વિદાય આપે છે. ગીતના અંતમાં મન્ના ડે પણ જોડાય છે.
તેલુગુ
ફિલ્મની હિંદી રીમેઈકમાં પણ સંગીત ઘંટશાલએ જ આપ્યું છે. (વેંકટશ્વેર રાવ) ઘંટશાલ
બહુ સારા સંગીતકાર હોવાની સાથે એક સારા ગાયક પણ હતા. પ્રસ્તુત ગીતમાં તલત મહમૂદ
યુવાન એનટીઆર માટે સ્વર આપે છે જ્યારે ગીતા દત્ત માલતી માટે સ્વર આપે છે.
ગીતની
ઑડીયો ક્લિપ જ મળેલ છે એટલે ત્રણ ત્રણ બહુખ્યાત પાર્શ્વગાયિકાઓને ફાળે કેવાં કેવાં
પાત્રનું ગાયન આવ્યું હશે કે ગીતનો નાયક કેમ 'આઓ કર લે કરાર' જેવો પ્રતિભાવ આપતો હશે તે સમજાતું
નથી. જો કે આપણા માટે તો ગીતનું માધુર્ય પણ પૂરતું છે.
આ પણ તેલુગુમાં બનેલી ફિલ્મની હિંદી રીમેઈક છે. એનટીઆર સાથે
ગીતનાં ગાયિકા ભાનુમતી જ હીરોઈન પણ છે. તે ઉપરાંત નોંધપાત્ર બાબત એ છે કે ફિલ્મનું
દિગ્દર્શન પણ ભાનુમતીએ કરેલ છે અને નિર્માણમાં પણ તેમનો હિસ્સો છે.
સુમન કલ્યાણપુરજ્યારે હજૂ સુમન હેમાડી તરીકે ઑલ ઈન્ડીયા
રેડીયોનાં ઉભરી રહેલાં ગાયક હતાં ત્યારે હિંદી ફિલ્મો માટે ગાયેલું આ તેમનું પહેલું
(યુગલ) ગીત છે.એક ઇન્ટરવ્યુમાં તેમણે આ ગીતને યાદ કરીને કહ્યું છે કે, 'ગીતનાં માધુર્ય અને સૌંદર્યની જેમને
બક્ષિસ હતી એવા તલત મહમૂદ સાથે પહેલું ગીત ગાવાની તક મળી તેથી હું તો ખુશખુશ હતી.
તેમના મખમલી અવાજથી તલત મહમૂદે ગીતને દિવ્ય ઉઠાવ આપ્યો હતો. મેં તેમની સાથે રહેવા
પૂરા પ્રયાસો કર્યા હતા. તલત મહમૂદ મારાં ગાયનથી ઘણા ખુશ થયા હતા'.
'સંગમ' નામથી
બનેલી ત્રણ ફિલ્મોમાં આ ફિલ્મ બીજી ફિલ્મ હતી.ગીતની રચાનાથી એટલું તો જરૂર નક્કી
થાય કે રામ ગાંગુલીને માત્ર 'આગ' (૧૯૪૮)માટે
જ યાદ કરવામાં આવે એ તેમની પ્રતિભાને ધરાર અન્યાય હતો !
દૂર હોતે નહીં જો દિલમેં
રહા કરતે હૈં - વારિસ (૧૯૫૪) તલત મહમૂદ, સુરૈયા - અનિલ બિશ્વાસ - મજરૂહ સુલ્તાનપુરી
તલત મહમૂદ-સુરૈયાનાં 'મિર્ઝા ગ઼ાલિબ'નું 'દિલ-એ-નાદાં તૂઝે હુઆ
ક્યા હૈ કે આ જ ફિલ્મનુંરાહી મતવાલે એટલી હદે લોકપ્રિય થયાં કે પ્રસ્તુત ગીત જેવાં કેટલાંય
રત્નો તે ચમક નીચે ઢંકાઈ ગયાં.
મારા પૂરતું તો આ ગીત વિસારે પડતું ગીત તો નથી, પરંતુ હેમંત કુમાર, તલત
મહમૂદ અને ગીતા દત્તનું સંયોજન બહુ વિરલ ઘટના હોવાથી અહીં આ ગીતને સમાવતાં મને બહુ
ખુશી થાય છે.
નઝર આ નિગાહોં સે છૂપ
જાનેવાલે - પિયા ('૫૦ના દાયકાનું રજૂ ન થયેલું ગીત) - તલત મહમૂદ, નિર્મલા
- એસ બેનર્જી - મજનૂન લખનવી
આ ગીતનાં ગાયિકા નિર્મલા દેવી તરીકે જાણીતાં શાસ્ત્રીય
ગાયિકા જ છે. નવી પેઢીને તેમની ઓળખાણ '૯૦ના દાયકાના ગોવિંદાના માતુશ્રી તરીકે કરાવીશું.
આ ગીતનાં ગાયિકા અને સંગીતકાર બન્ને ખાસ્સાં
અજાણ્યાં છે. ગુગલ પર શોધ કરતાં પણ ઉષા બલસાવર વિષે બહુ માહિતી મળી નથી.આપની પાસે
તેમને લગતી કઈ વધારે માહિતી હોય તો અહીં જરૂરથી જણાવશો.
લતા મંગેશકર અને તલત મહમૂદને પણ બહુ લાંબા સમયે
સાથે ગાવાનું થયું હશે તેનાથી વધારે આ ગીતની ખાસ વાત એ છે કે લક્ષ્મીકાંત
પ્યારેલાલે, સંજય ખાન માટે, તલત મહમૂદનો અવાજ લેવાનું પસંદ કર્યું છે. લક્ષ્મી-પ્યારેનું તલત મહમૂદનું
આ એક માત્ર ગીત છે. ફિલ્મનાં બીજાં બધાં ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં છે.
આ
વિડીયો ક્લિપમાં પૂરૂં ગીત નથી સમાવાયું જે આ ઑડીયો ક્લિપમાં સાંભળવા મળે છે.
આજના આ તલત મહમૂદને સમર્પિત અંકના અંતમાં આપણે તેમનાં
મોહમ્મદ રફી સાથે ગાયેલાંગીતો પૈકી બે
ગીતો સાંભળીશું –
એક નઝરમેં દિલ લે જાએ... સુરત હો તો ઐસી હો– બારીશ (૧૯૫૭)– તલત મહમૂદ, મોહમ્મદ રફી, ફ્રાંસીઝ
વાઝ, ચીતળકર - સી. રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
આજના સમયમાં આ ગીતને કારણે નારી સન્માનનાંરક્ષકો
રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડી બેસે ! તલત મહમૂદ જેવા સૂંવાળા ગાયક પણ જો જાહેર નળ પર
પાણી ભરવા આવેલી, ફૂટડી, યુવતીને
જોઈ તેની પ્રશસ્તિમાં છેડતી લાગે તેમ વર્તી બેસે તો પછી તેને જોઈને બીજા યુવાનીયાઓ
ભૂરાંટા ન થાય તો જ નવાઈ!
કે. આસિફના એક બહુસ્વપ્નેલ પ્રકલ્પ 'લવ એન્ડ ગૉડ'નાં એક
ગીતમાં નૌશાદે સાત સાત ગાયકોને એક કોરસમાં ગાવા માટે રાજી કર્યાં હતાં - તલત મહમૂદ,
મોહમ્મદ રફી, મન્ના ડે, હેમંત
કુમાર, સુમન કલ્યાણપુર, ખાન મસ્તાના,
મૂકેશ અને બલબીર(www.talatmahmood.net)
કે. આસિફની આ ફિલ્મ પણ તેનાં નિર્માણ દરમ્યાન અનેક ઘાંચમાં
ફસાતી રહી હતી. તેના પહેલા હીરો ગુરુ દત્તના અવસાન પછી અધૂરી ફિલ્મ સંજીવ કુમારને
લઈને પૂરી કરવામાં આવી. ફિલ્મ રજૂ થતાં સુધીમાં ગુરુ દત્તને બદલે આવેલા સંજીવકુમાર
અને ખુદ કે. આસિફ પણ મૃત્યુ પામ્યા હતા.
આજના
આ અંકમાં રજૂ કરેલ ગીતો તલત મહમૂદનાં યુગલ ગીતોના બહુરંગી રંગપટનો એક જ રંગ કહી
શકાય. હવે પછી જ્યારે ફરી તક મળશે ત્યારે બીજા રંગની મજા પણ માણીશું.
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં
બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે
તો જરૂરથી જણાવશો……