Sunday, July 23, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો : પુરૂષ સૉલો ગીતો : અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતો



૧૯૪૮નાં વર્ષમાં પુરૂષ ગાયકોનાં સૉલો ગીતોના ચિત્રને જોતાં મોહમ્મદ રફી, મૂકેશ, જી એમ દુર્રાની અને સુરેન્દ્રનાં ગીતો તો સંખ્યાની દૃષ્ટિએ ધ્યાન ખેંચે જ છે, પરંતુ તે પછીનું ચિત્ર પહેલી નજરે કંઈક અસ્પષ્ટ દેખાય છે એમ કહી શકાય.
હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી જ્યારે યાદી બનવીએ છીએ ત્યારે નીનુ મઝુમદાર, મન્ના ડે, શંકર દાસગુપ્તા, ચીતળકર કે વિદ્યાનાથ શેઠ જેવા ગાયકોનાં સૉલો ગીતોની સંખ્યા પણ ધ્યાનાકર્ષક કહી શકાય તેવી ઊભરે છે.સમગ્રપણે જોતાં ગાયકો અને ગીતોનાં વૈવિધ્યને કારણે આ ગીતો સાંભળવાની મને બહુ મજા આવી છે.
યુટ્યબ પર આમાંનાં મોટા ભાગનાં ગીતો હજૂ પૉસ્ટ થયાં જોવા નથી મળતાં, તેથી જે કંઈ મને મળ્યું છે એટલું જ હું અહીં રજૂ કરી શક્યો છું.
કારે બાદર બરસ બરસ કર જાઓ બાર બાર - ગોપીનાથ – ગાયક : નીનુ મઝુમદાર - નીનુ મઝુમદાર - રામ મૂર્તી


આ ગીતનું કૌમુદી મુન્શી અને કોરસ સાથેનું પણ એક વર્ઝન જોવ મળે છે. બન્ને ગીતોની રજૂઆત સાવ જ અલગ રીતે કરાઈ છે.

મન્ના ડે
ચલ તૂ પ્રીત નગરીયા પ્રીત નગર કે કોયલ કૂકે - વીણા - અનિલ બિશ્વાસ પ્રેમ દહેલ્વી

હમ તેરે હૈ હમકો ન ઠુકરાના - હમ ભી ઈન્સાન હૈ - મન્ના ડે, એચ પી દાસ જી એસ નેપાલી
કોઈ મુજ઼સે ભી બોલે - હમ ભી ઈન્સાન હૈ - મન્ના ડે, એચ પી દાસ જી એસ નેપાલી
ઘર ઘર કે દિયે બુઝાકર બને કોઈ ધનવાન - હમ ભી ઈન્સાન હૈ - મન્ના ડે, એચ પી દાસ જી એસ નેપાલી

જય શિવશંકર, ગૌરીશ્વર, જય રામેશ્વર - જય હનુમાન - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર 

જબ સે દેખા હૈ તુમ્હેં - ગોપીનાથ - ગાયક : અજ્ઞાત - નીનુ મઝુમદાર 

દો ઘડી બીત ગયી, તૈને સૂરત નહી દીખાયી - હમભી ઈન્સાન હૈ ગાયક: પરવેઝ કાપડીઆ - મન્ના ડે, એચ પી દાસ - જી એસ નેપાલી

(હિંદી ફિલ્મોમાં બાળ ગીતો સ્ત્રી સ્વરોમાં જ ગવાતાં આવ્યાં છે. એ દૃષ્ટિએ આ ગીત સ્ત્રી અવાજમાં છે, પરંતુ તે ફિલ્માવાયું છે એક કિશોર પર એટલે અહીં સમાવવાનું ઉચિત જણાયું છે.]

કોઈ શામ રંગ ગોરી - વીણા ગાયક: ચીતળકર - સી. રામચંદ્ર - નરેન્દ્ર શર્મા 
સંસાર કે આધાર દયા હમપે - અન્જાનગઢ ગાયક: પંકજ મલિક - આર સી બોરાલ 

તૂ ડર ના જરા ભી - અન્જાનગઢ ગાયક: પંકજ મલિક - આર સી બોરાલ પંડિત ભુષણ

એક ભોલી ભોલી ગોરી ને આય હાય દિલ પે જાદૂ કિયા - અંધો કા સંસાર ગાયક: દોસ્ત મોહમ્મદ - શ્રીધર પાર્સેકર - કેસરીનાથ વૈદ્ય
શંકર દાસગુપ્તા
અબ કીસ નગરી જાઉં રે જાને સે જા ન સકૂંગા - અન્જાના - ડી સી દત્ત  - વિશ્વામિત્ર આદિલ
કીસીકા દીપક જલતા હૈ, કીસીકા દીપ બુજ઼તા હૈ - દીદી - મુકુંદ મૌરેકર - સરસ્વતીકુમાર દીપક

સાજન કે ઘર જાના પગલે સાજન કે ઘર જાના - સાજન કે ઘર - કે એસ સાગર - સરસ્વતીકુમાર દીપક 

સુહાગન કાહે કો તૂ આંસૂ બહાએ કરમ લેખા ન ટલે - બીછડે બાલમ – ગાયક: મોહમ્મદ ફારૂક઼ી - બુલો સી રાની - પંડિત ઈંદર

બને હૈ હમ તો ઘર જવાઈ - ઘર કી ઇઝ્ઝત – ગાયક: રામ કમલાની - પંડિત ગોવિંદરામ 
વિદ્યાનાથ શેઠ
આજ ગીત કે બોલ મેં ઉમડા હૈ તૂફાન - રૂપ રેખા - પંડિત અમરનાથ - હરિકૃષ્ણ પ્રેમી

ઓ ગોરી કાહે પ્રીત કરે - રૂપ રેખા - પંડિત અમરનાથ - હરિકૃષ્ણ પ્રેમી 

મરને કી દુઆ ક્યોં માગૂં, જીનેકી તમના કૌન કરે - ઝીદ્દી - ગાયક કિશોર કુમાર - ખેમચંદ પ્રકાશ - પ્રેમધવન 


હવે પછીના અંકમાં આપણે  ૧૯૪૮નાં પુરૂષ સૉલો ગીતો પૈકી મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતોથી ૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણેના પહેલા ભાગનું સમાપન કરીશું.

Sunday, July 16, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૧૭

સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત - ૧૯૪૯
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ અને મૃત્યુતિથિની યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો આપણે ભાગ ǁ૧ǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁ૨ǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં.૧૯૫૦થી ૧૯૫૪નાં હવે પછીનાં પાંચ વર્ષનો સમયખંડ આપણે ૨૦૧૭નાં વર્ષમાં હાથ પર લઈશું.
[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]

૧૯૪૯નું વર્ષ મોહમ્મદ રફીની કારકીર્દીની સીડીમાં એવું પગથિયું ગણી શકાય જેના પછી તેમણે પુરુષ પાર્શ્વ ગાયકોમાં ટોચનું સ્થાન મેળવવામાં બહુ સમય નથી વિતાવવો પડ્યો. ૧૯૪૯નાં વર્ષમાં તેમણે ગત વર્ષોમાં જેમની સાથે જોડાણ સંધાયાં હતાં એવા હુસ્નલાલ ભગતરામ, હંસરાજ બહલ, નૌશાદ, સી રામચંદ્ર કે શ્યામ સુંદર જેવા સંગીતકારો સાથે પુષ્કળ કામ કર્યું. આ ગીતોમાંથી બહુ ઘણાં ગીતો એ સમયે તો લોકજીભે ચડ્યાં જ હતાં, પણ તે સાથે લગભગ સાત દાયકા બાદ પણ તેમની ચાહત બનવી રાખી શક્યાં છે. ૧૯૪૯નાં વર્ષમાં તેમણે આજે હવે ખૂબ જાણીતા થયેલા એ સમયના નવોદિત સંગીતકારો તેમ જ કેટલાક બહુ જાણીતા ન કહી શકાય તેવા સંગીતકારો સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોની સંખ્યા જ એક સ્વતંત્ર પૉસ્ટ માટે પૂરતી બની રહે છે. આ પૈકી ઘણા સંગીતકારો સાથેનાં તેમનું સંયોજન આગળ જતાં પણ બહુ જ ફળદાયી નીવડ્યાં.

પ્રસ્તુત પૉસ્ટ માટેની સામગ્રીની તૈયારી કરવાનું શરૂ કર્યું ત્યારે એક આખી પૉસ્ટ માટે પૂરતી થઈ જાય એટલી સામગ્રી મળશે તેવો અંદાજ નહોતો. પરંતુ જેમ જેમ ગીતો મળતાં ગયાં અને સાંભળતો ગયો તેમ તેમ જોયું કે હજૂ પણ તેમનાં જાણીતાં કરતાં ઓછાં જાણીતાં ગીતો વધારે છે. હિંદી ફિલ્મનાં સુવર્ણ કાળના ટોચના પુરુષ પાર્શ્વ ગાયક તરીકે આપણે મોહમ્મદ રફીનાં સૉલો ગીતોને માણ્યાં છે તેનો પાયો ઘડવામાં આ ગીતોનો ફાળો પણ આપણી સમક્ષ સ્પષ્ટ થવા લાગે છે.

લો રૂખ બદલ રહા હૈ ઝીંદગી કા, ધરા લે કર ચલી હૈ દુઆ, અલ્લાહ કા સહારા ખુદર્દ યે નઝારા - બાનૂ - પંડિત રામ પ્રસાદ

પંજાબી લોક ધૂન હીરની શૈલીમાં ઢાળાયેલ ધૂન.


મૈં ઝીંદગીમેં હરદમ રોતા હી રહા હૂં - બરસાત - શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

બરસાત શંકર જયકિશનની કારકીર્દીની સૌથી પહેલી ફિલ્મ હતી. ફિલ્મની વાર્તાની માંગ અનુસાર, ફિલ્મનાં ગીતોમાં સિંહ ફાળો લતા મંગેશકરનાં ગીતોનો છે. પુરૂષ પાર્શ્વ ગાયકના ફાળે આવેલાં ગીતોમાં મૂકેશનું સ્થાન આગવું રહ્યું છે. આમ, પ્રસ્તુત ગીત મોહમ્મદ રફીને ફાળે આવેલું એક માત્ર સૉલો ગીત છે અને તે પણ કરૂણ ભાવથી છલકાતું. રાજ કપૂર ઉપર ગીત ફિલ્માવાયું છે, પણ છે બેકગ્રાઉન્ડ ગીત. આરકે-શંકરજયકિશનનાં સંયોજનમાં બનેલી બધી જ ફિલ્મોમાં આ જ પ્રવાહ જોવા મળશે. હા, આહ (૧૯૫૫) અને જિસ દેશમેં ગંગા બહેતી હૈ (૧૯૬૧)ના અપવાદ સિવાય આરકેની મેરા નામ જોકર સુધીની બધી જ ફિલ્મોમાં રફીના ભાગે એકાદ ગીત તો હોય જ. કોઈક ઓછું ચાલે, કોઈક બીજાં ગીતોની ટક્કર લે એટલું ચાલે.


જબ યાદ કિયા હમ આને લગે, આને લગે.....તુમ જ઼િડકીયાં હમ કો દેને લગે, હાં દેને લગે - ચીલ્મન - હનુમાન પ્રસાદ શર્મા – ગીતકાર: એમ કે છીબ્બર

'ચીલ્મન‘માં રફીનું બીજું પણ એક સૉલો ગીત છે - ઝહે કિસ્મત તેરી મહેફિલ સે. હનુમાન પ્રસાદ અને રફીની આ વર્ષમાં 'દૌલત' પણ આવી હતી, જેમાં પણ એક સૉલો ગીત હતું - મોહબ્બત કી સભામેં હમ કલેક્ટર બન કે. જો કે આ ગીત નેટ પરથી મને નથી મળી શક્યું. હિંદી ફિલ્મ ગીતકોશની નોંધ મુજબ 'ચીલ્મન'નાં ૧૨માંથી ૧૦ ગીતો આ જ વર્ષની એક અન્ય ફિલ્મ 'જન્નત'ની રેકર્ડ્સ પર પણ છે.

એક દિન એક અરમાન ભરા દિલ ઉલ્ફતસે દો ચાર હુઆ - ગરીબી - બુલો સી રાની - ગીતકાર: બી આર શર્મા

બુલો સી રાનીએ મોહમ્મ્દ રફીનો સૉલો અવાજ પહેલી વાર પ્રયોગ કર્યો. ફિલ્મમાં પ્રસ્તુત ગીત ઉપરાંત એક બીજું સૉલો ગીત - કીસીસે હમને પૂછ મોહબ્બત કિસકો કહતે હૈ -અને શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત પણ છે.

તાલીમ કા તરાના ઉંચે સૂરોમેં ગા - નઈ તાલીમ - વસંત દેસાઈ - ગીતકાર: એસ આર ચોપડા 'સાઝ'

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ફિલ્મ હેઠળ માત્ર બે જ ગીતો નોંધાયાં છે. જેમાં આ ગીતના ગાયકની નોંધ નથી. આ વર્ષમાં વસત દેસાઈની એક બીજી ફિલ્મ 'નરસિંહ અવતાર' પણ જોવા મળે હે. યુટ્યુબના એક અનુભવી અપલોડર યશવંત વ્યાસ 'નરસિંહ અવતાર'નાં ગીત નારાયણ જાગો, જાગો કરૂણાનિધિ જાગોના ગાયક તરીકે મોહમ્મદ રફીની નોંધ કરે છે. 
 
એક દિલને સુના એક દિલને કહા, એક દર્દ ભરા અફસાના હાયે દર્દ ભરા અફસાના - પર્દા - શર્માજી – ગીતકાર: સ્વામી રામાનન્દ

હિંદી ફિલ્મનાં ગીતોના સુજ્ઞ ચાહકોને તો ખબર જ છે કે 'શર્માજી' આપણે જેમને ખય્યામનાં નામથી ઓળખીએ છીએ તેમનું શરૂઆતની ફિલ્મોનું તખલ્લુસ છે. આ ફિલ્મ બીજું પણ એક સૉલો - સીતમગર સે લેતા હૈ તૂ ઇતન્કામ 

સમયકા ચક્કર સૌ બલ ખાયે - રાઝ - મલીક સરદાર – ગીતકાર: મીરાજી

મોહમ્મદ રફીની પોતાની આગવી શૈલી તરીકે જાણીતી થયેલ ગાયકીનો એક બહુ ઉત્કૃષ્ટ નમૂનો. હિંદી ફિલ્મ ગીત કોષમાં સંગીતકારનું નામ મલીક સરદાર તરીકે નોંધવામાં આવ્યુ છે. નેટ પરના અન્ય સંદર્ભોમાં તે સરદાર મલીક તરીકે જોવા મળે હે. જો કે આ બન્ને એક જ વ્યક્તિ છે કે કેમ તે વિષે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.

તીર પે તીર ખાયે જા, ઝુલ્મો સીતમ ઉઠાયે જા - રૂપલેખા - સજ્જદ હુસૈન – ગીતકાર: ખુમાર બારાબંક્વી

સજ્જદ હુસૈનને ચોપડે મોહમ્મદ રફીનાં સૉલો ગીતોનું ખાતું ખૂલ્યું છે. આજના અંકમાંનાં બધાં ગીતોમાં પ્રસ્તુત ગીત સૌથી વધારે લોકચાહના મેળવેલ ગીત કહીએ તો તે અતિશયોક્તિ નહીં કહેવાય.

ભજ મન કમલનયન કમલેશ - સંત જનાબાઈ - સુધીર ફડકે – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

હિંદી ફિલ્મ ગીતકોષ આ ફિલ્મમાં ૨૨ ગીતો છે એવી નોંધ લે છે, જે પૈકી માત્ર બે જ ગીતોના ગાયકની ઓળખ નોંધવામાં આવી છે. યુ ટ્યુબ પર દિલ્મનાં બે ભજન મોહમ્મદ રફીના નામે જોવા મળે છે. મોહમ્મદ રફીની ભજન ગાયકીની આગવી શૈલીના પગરવનો અણસાર અહીં સાંભળવા મળશે.

મેહમાન બન કે આયે થે અરમાન બન ગયે - શોહરત - અઝીઝ (હીન્દવી) – ગીતકાર: ગુલશન જ઼મા

આ ગીતનું એક બીજું યુગલ વર્ઝન પણ ફિલ્મમાં છે જેમાં રફીનો સાથ હમીદા બાનો કરે હે. અહીં મૂકેલી ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળવા મળે છે. 
૧૯૪૯નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતોનાં ખાતાં ૧૦ સંગીતકારોને ચોપડે ખૂલ્યાં. ૧૯૪૮ના વર્ષ માટે પણ આ સંખ્યા આટલી જ હતી. ફરક એ છે કે ૧૯૪૯માં રફીએ ૪૯ ફિલ્મોમાં ૨૧ સંગીતકારો માટે બધું મળીને ૧૨૧ ગીતો ગાયાં જ્યારે ૧૯૪૮માં એ આંકડા અનુક્રમે ૨૧, ૨૫ અને ૫૨ છે. તે ઉપરાંત જોઈએ તો ૧૯૪૪થી ૧૯૪૯ સુધીમાં મોહમ્મદ રફીએ ૧૧૩ ફિલ્મોમાં બધું મળીને ૨૪૮ ગીતો ગાયાં હતાં. આમ કહી શકાય કે ૧૯૫૦થી મોહમ્મદ રફી ઘોડાપૂર તરીકે જે રીતે હિંદી ફિલ્મનાં પુરુષ પાર્શ્વગાયનના ક્ષેત્રે છવાતા ગયા તે માટેના દરવાજા ૧૯૪૯માં પૂરેપૂરા ખુલી ગયા હતા.



આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

Sunday, July 9, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૫ - પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન :: [૨]

ગત અંકમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનાં યુગલ કે કોરસ ગીતનાં એ જ ફિલ્મમાં પ્રયોજાયેલાં બીજાં સ્વરૂપનાં ૧૯૪૧થી ૧૯૫૭ સુધીનાં ગીતો સાંભળ્યાં

આજે આ સફરને આગળ ધપાવીશું

કદમ બઢાયે જા તૂ ન ડર કદમ બઢાયે જા - બડા ભાઈ (૧૯૫૭)- નાશાદ

ફિલ્મમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરોવાળું સ્વરૂપ પહેલાં મુકાયું હોવું જોઇએ કેમ કે એ તબક્કે આખું કુટુંબ એક સાથે મળીને ખુશી ખુશીથી જીવનમાં આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કરતાં હોય તેમ જણાય છે.

મોહમ્મદ રફીના સ્વરનું સૉલો વર્ઝન ફિલ્મમાં પછીથી આવતું જણાય છે કેમકે અહીં હવે નાયક જિંન્દગીની મુશ્કેલો સામે એકલો લડી રહ્યો છે અને તે સમયે સારા સમયમાં બધાંએ સાથે મળીને આગળ વધવાનો જે નિર્ધાર કર્યો હતો તે હવે તેને આજની મુશ્કેલીઓ સામે લડવાનું બળ પૂરૂં પાડે છે.

હમ પંછી એક ડાલ કે - હમ પછી એક ડાલકે (૧૯૫૭) - એન દત્તા
હિંદી ફિલ્મોમાં છોકરાઓનો અવાજ પણ પુરુષ જેવો ઘેરો ન થયો હોય એ ઉમરનાં બાળકોનાં ગીતમાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓના સ્વરનો જ ઉપયોગ કરાતો. આ ગીતમાં પણ આશા ભોસલે અને સાથીઓ (જેમાં શમશાદ બેગમ, સુમન હેમાડી(કલ્યાણપુર જેવાં નામો પણ છે એવી નોંધ પણ જોવા મળે છે)ના સ્વર-સમુહનો ઉપયોગ શાળાનાં બાળકો સમૂહ કાર્યયજ્ઞના એક સામાજિક કામમાં ભાગ લઇ રહ્યાં છે તે સમયે ગવાયેલ ગીત છે. 
પાછળથી હાસ્ય કલાકારો તરીકે નામ કાઢનાર કલાકારો જગદીપ અને મોહન ચોટી પોતાના મિત્રોને સમૂહ યજ્ઞ વખતે કરેલા નિર્ધારની ફરીથી યાદ અપાવે છે. મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલ સૉલો ગીતમાં એ નિર્ધારના અમલ કરવા માટેનો થનગનાટ ધબકે છે.


રાત ભર કા હૈ મહેમાં અંધેરા કિસકે રોક રૂકા હૈ સવેરા - સોનેકી ચિડીયા (૧૯૫૮) - ઓ પી નય્યર
સામાન્યતઃ હલકાંફૂલકાં ગીતો આપવા માટે જાણીતા ઓ પી નય્યરને જ્યારે જ્યારે અર્થપૂર્ણ ગીત આપવાની તક મળી છે ત્યારે તેમણે એ તકને બન્ને હાથોથી ઝડપવામાં નથી તો પાછી પાની કરી કે નથી તો સરખામણીના કોઈ પણ માપદંડમાં અંશ ભર પણ ઊણા ઉતર્યા.
મોહમ્મદ રફીનું સૉલો વર્ઝન રાતના અંધારાની ગમગીનીને હટાવી દેવાનો સંદેશો આપે છે.
મોહમ્મદ રફી અને આશા ભોસલેનું યુગલ વર્ઝન એકમેકના સાથથી દુનિયાની સામે લડી લેવા માટે એકબીજાંને બળ પૂરૂં પાડવાનો સંવાદ રૂપ છે.
બેદર્દ ઝમાના તેરા દુશ્મન હૈ તો ક્યા હૈ દુનિયામેં જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ - મહેંદી (૧૯૫૮)-
હેમંત કુમારના સ્વરનું પહેલું વર્ઝન પરદા પર એક ફકીર ગાય છે. લતા મંગેશકર સાથેનાં યુગલ વર્ઝનમાં શરૂઆતમાં નાયિકા ગીતના સંદેશ માટે સવાલ ઉઠાવે છે પણ અંતમાં તો એ પણ  દુનિયામાં જેનું કોઈ નથી એનો ભગવાન છે એ વાતનો સ્વીકાર કરે છે.
હમ ચલ રહે થે વો ચલ રહે થે મગર દુનિયાવાલોંકે દિલ જલ રહે થે - દુનિયા ના માને (૧૯૫૯) - મદન મોહન 

આ ગીતમાં પણ મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત ફિલ્મમાં પહેલાં આવે છે . પ્રેમના અંકુર તાજા તાજા ફૂટ્યા છે, નાયક નાયિકાને સાથે સાથે ચાલવાના રોમાંસને માણવાના સંજોગો સાનુકૂળ છે, એટલે દુનિયા તેમને જોઈને જલે તો પરવા નથી....

મૂકેશનું સૉલો વર્ઝન ગીતનું બીજું વર્ઝન છે જેમાં નાયક પોતાનો અફસોસ વ્યક્ત કરે છે કે અમે બે સાથે ચાલતાં હતાં અને જલન દુનિયાને થતી હતી. આ જ વાદિયાં હતી પણ એ સમય જૂદો હતો અને આજનો આ એકલાપણાનો સમય કેટલો જૂદો છે.

મૂકેશ અને મદન મોહનનો સંગાથ પણ બહુ લાંબો નથી રહ્યો, પણ એ ટુંકા સંગાથમાં પણ તેઓ આપણા માટે યાદગાર ગીતો છોડતા ગયા છે.

પ્યાર જગાનેવાલા - ઝરા બચકે (૧૯૫૯) - નાશાદ – ગીતકાર: અસદ ભોપાલી
આ લેખશ્રેણી માટે શોધખોળ કરતાં ઘણી વાર સાવ જ ન સાંભળેલાં ગીત હાથ લાગી જતાં હોય છે. પ્રસ્તુત ગીત આવાં ગીતોમાંનું એક ગીત છે.
યુગલ વર્ઝન મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં છે. હીરો અને હીરોઈન (કિશોરી ઉમરની નંદા)એક બીજાને મળવા બેતાબ છે તે પ્રેમભર્યો તલસાટ ગીતમાં વણી લેવાયો છે. ગીત પૂરૂં થતાં સુધીમાં તો બન્ને સાથે ગીત ગાઈને મિલનનો આનંદ વ્યક્ત કરતાં થઇ ગયાં છે.
બન્ને છૂટાં પડી ગયાં પછી હીરોઇનને રસ્તામાં ગીત ગાઈને પેટીયું કમઈ લેતાં કલાકારો પાસે આ ગીત ફરીથી સાંભળવા મળે છે. એ વર્ઝનમાં એક આખો અંતરો મન્ના ડેના સૉલો સ્વરમાં છે.
અહીં આ બન્ને વર્ઝન એક ક્લિપમાંથી સાંભળવા મળશે.

લહરોં પે લહર ઉલ્ફત હૈ જવાં રાતોંકી સહર ચલી આઓ યહાં - છબીલી (૧૯૬૦) - સ્નેહલ ભાટકર

હેમંત કુમારનું સૉલો વર્ઝન હેમંત કુમારના શ્રેષ્ઠ ગીતોની પહેલી હરોળમાં માનભર્યાં સ્થાન શોભાવતું રહ્યું છે..

ગીતનાં યુગલ વર્ઝનમાં હેમંત કુમારના સાથમાં ખુદ નુતન જોડાય છે અને એક અદ્‍ભૂત રચના આપણા કાનોમાં ગૂંજે છે.


આડવાત

આ ગીતના પ્રેરણા સ્ત્રોત તરીકે ડિન માર્ટીનનું ધ મેન હુ પ્લેઇડ મેન્ડેલીનો કહેવાય છે.



ઝીંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત - બરસાત કી રાત (૧૯૬૦  ) - રોશન - ગીતકાર સાહિર લુધ્યાનવી
એ ગાયકનાં ગાયેલાં ગીતો, ગાયન શૈલી, શાયરના શબ્દો કે સંગીતકારની ધુન કોઈ પણ માપદંડથી સૉલો ગીત તરીકે પણ શ્રેષ્ઠતાની ઉંચાઈઓ આંબતું અને યુગલ ગીત તરીકે પણ શ્રેષ્ઠતાની ઊંચાઈ આંબતું દરેક વર્ઝન હોય એવાં ગીતો ભાગ્ય જોગે જ બનતાં હશે. પ્રસ્તુત ગીત એમાનું એક છે.
સૉલો વર્ઝન મોહમ્મદ રફીના માર્દવ સ્વરમાં છે જ્યારે યુગલ વર્ઝનમાં લતા મંગેશકર સાથ આપે છે.

ઈતના ન મુઝસે તૂ પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા – છાયા (૧૯૬૧ ) - સલીલ ચૌધરી - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

ગીતનું એક વર્ઝન રોમાંસથી છલકતું  હોય અને  એજ ધુનની લય અને વાદ્ય સજ્જામાં આમૂલ ફેરફાર કરવાથી ગીતમાંથી નરી કરૂણા નીતરી રે એવાં ઉત્તમ ગીતોમાં આ જોડી ગીતોનું સ્થાન ગણી શકાય. જાણકારોનું કહેવું છે કે મોઝાર્ટની ૪૦મી સિમ્ફનીની પ્રેરણા આ ગીતની રચનામાં વણી લેવાઈ છે. આપણા માટે તો તલત મહમૂદ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ગવાયેલ આનંદની પળોનું ગીત આપણને પણ સ્વપ્નલોકની સફરે લઇ જાય છે.

તો તલત મહમૂદના સ્વરનું કરૂણ સૉલો આપણાં મનને પણ ગમગીનીથી આળું કરી મૂકે છે. ગીતની વાદ્ય સજ્જા સલીલ ચૌધરીની અનોખી છાપને બહુ જ સ્પષ્ટતાથી ઉજાગર કરે છે.

દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલ સે ભી દૂર નીકલતે - ગ્યારહ હજ઼ાર લડકીયાં (૧૯૬૨) - એન દત્તા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

પહેલું ગીત યુગલ ગીત છે, મુખાડાની શરૂઆત મોહમ્મદ રફી કરે છે જેમાં પરદા પર નાયિકાની નાપસંદગીને દૂર કરવા માટેની અરજ છે. સ્વાભાવિક જ છે કે આવી મીઠાશ તો જો પ્રેમી મનાવે તો પ્રેમિકા પહેલા અંતરા પહેલાં પીગળી જ જાય. આશા ભોસલે ગીતમાં જોડાય છે અને હીરો-હીરોઈન બાગની સૈર કરવા નીકળી પડે છે. બન્ને ગાયકોએ રોમાંસની એ ઘડીઓને તેમના સ્વરમાં તાદૃશ કરી છે.

પછી હીંદી ફિલ્મોની ખાસીયત મુજબ બધું સવળું ન પડે. હવે હીરો એક જાહેર કાર્યક્રમમાં પોતાની ગમગીનીને ઠાલવે છે. ગીતને અંતે શ્રોતાગણ ગીતને તાળીઓથી વધાવે છે અને હીરોઈન આંસુઓથી...

 


હવે પછીના અંકમાં પુરુષ સૉલો ગીતોનાં યુગલ કે કોરસ વર્ઝનનાં ગીતોનો ત્રીજો અને અંતિમ મણકો સાથે મળીને માણીશું.