Sunday, December 10, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર, ૨૦૧૭



સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત ૧૯૫૦૧૯૫૧
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ અને મૃત્યુતિથિની યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં પાંચ વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં  ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો આપણે  ભાગ ǁǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં. ૨૦૧૭નાં વર્ષમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડમાં મોહમ્મદ રફીએ પહેલી વાર જે સંગીતકારો સાથે સૉલો ગીત ગાયું તેને યાદ કરી રહ્યાં છીએ. ૧૯૪૯નાં આ ગીતો સાંભળ્યા પછી આજે આપણે ૧૯૫૦ અને ૧૯૫૧નાં ગીતોને યાદ કરીશું.

[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]
૧૯૫૦
૧૯૫૦નાં વર્ષમાં મોહમ્મદ રફીને ફાળે ૧૦૮ જેટલાં ગીતો આવ્યાં હતાં જેમાંથી ૨૯ સૉલો ગીતો હતાં. તેમની સાથે વધારે નિયમિતપણે કામ કરતા જણાતા સંગીતકારો પૈકી હંસરાજ બહલે ૩ હિંદી અને બે પંજાબી ફિલ્મોમાં, હુસ્નલાલ ભગતરામે ૫ ફિલ્મોમાં રફીના સ્વરનો ઉપયોગ કર્યો. આજે પણ યાદ કરાતું હોય એવું સૉલો ગીત તો અકેલેમેં વો ગબરાતે તો હોંગે છે, જે શર્માજી(ખય્યામ)ની કે આ વર્ષની એક માત્ર ફિલ્મ 'બીવી'નું છે. નૌશાદે જે એક માત્ર ફિલ્મમાં રફીના સ્વરનો ઉપયોગ કર્યો એ ફિલ્મ 'મેલા'માં નાયક દિલીપ કુમાર માટે મૂકેશના સ્વરને ઉપયોગમાં લીધો હતો.
હમ ઈશ્ક઼મેં બરબાદ હૈ - આંખેં – સંગીતકાર: મદન મોહન - ગીતકાર: રાજા મહેંદી અલી ખાન 
આવતાં વર્ષોમાં મદન મોહન અને રફી તેમ જ આ ત્રણે કલાકારોનાં અનેક યાદ્ગાર ગીતો સાંભળવા મળવાનાં છે.

સાહિલ જો ડૂબો દે કશ્તિ કો...સાહિલકી તમન્ના કૌન કરે -બાવરા – સંગીતકાર: કૃષ્ણ દયાલ – ગીતકાર: અમર એન ખન્ના
રાજ કપૂર માટે મૂકેશ સિવાય ગીત ગાનારા ગાયકોમાં મોહમ્મદ રફીનું સ્થાન પણ મહત્ત્વનું રહ્યું છે. 
જલતે દીપ બુઝ ગયે છા ગયા અન્ધેરા - જલતે દીપ - સંગીતકાર : શાર્દુલ ક્વાત્રા  + ટી કે દાસ - ગીતકાર: એમ એ તાજ
કરૂણ ભાવનું ગીત હોવા છતાં ગીત ઘણું કર્ણપ્રિય છે. 
ઝમાના જો આંખેં દીખાતા હૈ ઝમાને કો આંખેં દીખાતા ચલ - મન કા મીત – સંગીતકાર: શાર્દુલ ક્વાત્રા – ગીતકાર: સર્શાર શૈલાની
આ ફિલ્મમાં માત્ર શાર્દુલ ક્વાત્રા સંગીતકાર તરીકે દસ્તાવેજ થયા છે, એટલે આ ગીતને પણ અહીં સમાવ્યું છે. 
ગીતના શબ્દો પરથી એમ માની શકાય કે ગીત ક્યાં તો બેકગ્રાઉન્ડ ગીત તરીકે પણ ફિલ્માવાયું હોય.
દેખો દેખો પાંવમેં પહેન કે પાયલિયા - જન્માષ્ટમી – સંગીતકાર: શ્યામ બાબુ પાઠક – ગીતકાર: ભરત વ્યાસ
ફિલ્મનું શીર્ષક સૂચવે છે કે ફિલ્મ ધાર્મિક વિષય પરથી બની હશે. જો કે ગીતના શબ્દો ખાસા રમતિયાળ છે. ફિલ્મમાં ગીત કઈ સીચ્યુએશનમાં ફિલ્માવાયું હશે એ જોવું રસપ્રદ બની રહે.
નારી તેરે જીવનકી કરૂણ કહાની - વીર બબ્રુવાહન – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: અન્જુમ જયપુરી
આ પહેલાંના વર્ષોમાં ચિત્રગુપ્ત અને મોહમ્મદ રફીનાં ગીતો તો આવ્યાં હતાં, પણ સૉલો ગીત તરીકે આ ગીત પહેલું છે.મોહમ્મદ રફીએ બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતોના પ્રકાર માટે એક આગવી શૈલી વિકસાવી હતી. ચિત્રગુપ્ત- રફીનું 'ચલ ઊડ જા રે પંછી' એ આ શ્રેણીનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આ અને 'ભાભી' ફિલ્મનાં ગીતોની સફળતાને કારણે ચિત્રગુપ્ત '' ફિલ્મોના સંગીતકાર તરીકે પોતાનું સ્થાન જમાવી શક્યા.

આમ ૧૯૫૦નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતોનું ખાતું અન્ય પાંચ સંગીતકારો સાથે પણ ખૂલ્યું, જેમાંથી બે ખાતામાં તો ભવિષ્યમાં બહુ સમૃધ્ધ વહેવારો થવાના છે.
૧૯૫૧
૧૯૫૧માં મોહમ્મદ રફીને ફાળે આવેલાં કુલ ૭૨ ગીતોમાં ૨૬ સૉલો ગીતો હતાં. આ વર્ષે નૌશાદે દિલીપ કુમાર માટે પાર્શ્વસ્વર તરીકે (ફિલ્મ 'દીદાર'માં) મોહમ્મદ રફીને લીધા અને એ બધાં જ ગીતો બેહદ લોકપ્રિય સાબિત થયાં.આ ઉપરાંત હુસ્નલાલ ભગતરામે મોહમ્મદ રફીના સ્વરમાં રચેલું, 'અફસાના'નું, જોડીયું ગીત દુનિયા એક કહાની રે ભૈયા પણ બહુ જ લોકપ્રિય રહ્યું હતું. શંકર જયકિશને 'આવારા'માં બે ગીતો માટે રફીના સ્વરનો ઉપયોગ કર્યો. 'મેરા નામ જોકર' સુધીની ફિલ્મોમાંથી 'આહ' અનેજિસ દેશમેં ગાંગા બહેતી હૈ' એ અપવાદોને બાદ કરતાં આરકે ફિલ્મ્સમાં કમ સે કમ એક ગીત રફીના સ્વરમાં સાંભળવા મળે એ ચલણની કેડી પણ આ વર્ષે મજબૂત બનતી જોવા મળી.
ધનવાનોકી ધન નગરી કી સુન લો એક કહાની - દશાવતાર – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: સાગર હુસૈન
અવિનાશ વ્યાસે મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ તેમની હિંદી કે ગુજરાતી ફિલ્મોમાં બહુ ખાસ સંદર્ભમાં જ કર્યો હતો. 
હે શંકર હે પ્રલયંકર રાખો મોહે અપની શરન - હનુમાન પાતાલ વિજય – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: બી ડી મિશ્ર
એસ એન ત્રિપાઠીનાં નસીબે તેમને ધાર્મિક કે એવી બી ગ્રેડની ગણાતી ફિલ્મોમાં કેદ કરી લીધા હતા, પણ એવી પરિસ્થિતિઓમાં પણ તેમણે મોહમ્મદ રફી સાથે 'લાલ કિલ્લા'ની બે બહુ ખ્યાત ગઝલો કે યે હે જનમ જનમ કે ફેરે કે બિનાકા ગીતમાલાનું સરતાજ જરા સામને તો આ છલિયે કે હાતીમતાઈનાં પરવર દિગાર-એ-આલમ જેવાં અવિસ્મરણીય રત્નો આપ્યાં છે.
સૂરજ ઘૂમે ચંદા ઘૂમે ઘૂમે ગગન સારા - ઈશ્વર ભક્તિ – સંગીતકાર: સોનિક-ગિરધર – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા j
૧૯૫૧નાં વર્ષમાં મોહમ્મદ રફીને ફાળે આવેલું સંગીતકારનું પહેલ વહેલું સૉલો ગીત ધાર્મિક ફિલ્મોનું છે એ વાતનો આપણને ફાયદો એ થયો કે પછીથી રફીના સ્વરમાં કેટલીક ઉત્કૃષ્ટ ભજન રચનાઓ આપણને સાંભળવા મળી. 

કિસીકો ઈસકા પતા હો ન હો - જૌહરી - સંગીતકાર પંડિત હરબંસ લાલ -  ગીતકાર તાજનાથ ઝાર 
ધાર્મિક ભાવનાં ગીતોમાંથી હલકાં ફુલકાં ગીત તરફ વહેણ હવે ચાલી નીકળ્યું લાગે છે.
આ ગીતનું બીજું જોડીયું વર્ઝન ભારે રસપ્રદ લાગે છે.
પૂછીયે ન હાલ જી, પલ્લે નહીં માલ જી - મુખડા - સંગીતકાર વિનોદ - ગીતકાર અઝીઝ કાશ્મીરી 
વિનોદ અને મોહમ્મદ રફીની યુગલ ગીત ભાગીદારીના બહુપ્રસંગો પછી આ એક સૉલો (જો કે થોડો કોરસનો હિસ્સો છે) ગીત સાંભળવા મળે છે. આ ગીત પણ હાસ્યધમાલનું જ છે.

આમ ૧૯૫૧માં પણ પાંચ સંગીતકારો સાથે મોહમ્મદ રફીનાં સૉલો ગીતનાં ખાતાં ખૂલ્યાં છે. તે ઉઅપરાંત ૧૯પ૧નું વર્ષ મોહમ્મદ રફીની કારકીર્દીની સીડીમાં બહુ મહત્ત્વનું પગથિયું બની રહે તેમ નિશ્ચિત જણાય છે.

મોહમ્મદ રફીની સમગ્ર કારકીર્દીનાં ૧૯૪૯-૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષનાં છેલ્લાં બે વર્ષ - ૧૯૫૨ અને ૧૯૫૩-માં તેમણે કોઈ પણ સંગીતકાર સાથે ગાયું હોય એવું પહેલું સૉલો  ગીત આપણે હવે પછીના અંકમાં સાંભળીશું.

Thursday, December 7, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : લતા મંગેશકર [૨]



૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો આ બીજો ગુલદસ્તો આપણે સાંભળી ચૂકેલ પહેલા ભાગથી એક વાતમાં બરાબર અને એક વાતમાં જૂદો પડતો જણાય છે. આ ભાગમાં પણ જે ગીત યાદગાર ગીતની કક્ષામાં મૂકી શકાય છે તે અનિલ બિશ્વાસનું રચેલું છે એ કંઈક અંશની સામ્યતા ગણીએ તો એ સિવાયનાં ગીતો ૧૯૪૮નાં સ્ત્રી ગાયિકાઓનાં અન્ય સૉલો ગીતો જેટલાં જ ઓછાં જાણીતાં પણ છે. પહેલા ભાગ કરતાં આ ભાગમાં આ પ્રકારનાં ગીતોનું  પ્રમાણ વધારે છે તેટલા અંશે આ ભાગ પહેલા ભાગથી જૂદો પડે છે. આ ભાગમાં સંગીતકારોનું વૈવિધ્ય પણ વધારે કહી શકાય એમ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી 

ઓછાં સાંભળેલાં ગીતો
દિલ-એ-નાશાદ કો જીને કી હસરત હો ગયી - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાકરી 
જબ દિલ મેં તેરે દર્દ હો ઔર રંગ તેરા જૂદા હો - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અય દિલ કે માલિક મુઝે તુઝ સે ગિલા હૈ - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
મેરી નાવ ચલે ધીરે ધીરે - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અબ કિસકો સુનાઉં મૈં કથા કૃષ્ણ મુરારી દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ ક઼ૈસર 
કબ તક કટેગી ઝિંદગી કિનારે કિનારે - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
પ્રીતમ તેરા પ્યાર ગુપ ચુપ ક્યા જલે સંસાર - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ઘર યહાં બસાને આયે થે હમ ઘર હી છોડ ચલેં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી 
કાહે કો બ્યાહી બિદેસ રે સુન બાબુલ મેરે - હીર રાંઝા અઝીઝ ખાન - અમીર ખુશરો 
આડ વાતઃ
એક જ વર્ષમાં એક જ ગીતકારનું એક જ ગીત બે અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ સંગીતકારોએ અલગ અલગ ગાયકોના સ્વરમાં રજૂ કર્યું હોય એ કદાચ એક બહુ અનોખો વિક્રમ હશે. એવું એ બીજું ગીત છે - લખી બાબુલ મેરે કાહે કો બ્યાહી બિદેશ - સોહાગ રાત - મૂકેશ - સ્નેહલ ભાટકર
આડ વાત ::
આ ફિલ્મમાં ખય્યામ પણ તેમનાં શરૂઆતનાં તખલ્લુસથી સંગીતકાર તરીકે જોવા મળે છે. મજાની વાત એ છે કે તેમણે છેક ૧૯૮૧માં 'ઉમરાવ જાન'માં આ મુખડાને ફરીથી પ્રયોજ્યો છે - જગજીત કૌરના સ્વરમાં
આ બન્ને વર્ઝનના વચ્ચેના સમય ગાળામાં સુહાગન (૧૯૫૪)માં અને આધા દિન આધી રાત (૧૯૭૭)માં એક મુજરા સ્વરૂપે આ મુખડા પર ગીતો બની ચૂક્યાં છે.
અમીર ખુશરોની આ રચના પણ ઘણાં અન્ય ગાયકોએ પણ ગૈર ફિલ્મી ગીત સ્વરૂપે  રજૂ કરી છે જે યુટ્યુબ પર સાંભળી શકાય છે.
કૈસે કાટૂં યે કાલી રાતેં આ બલમા આ સજના હીર રાંઝા - અઝીઝ ખાન - વલી સાહબ 
આ બે ગીતોની સૉફ્ટ લિંક નથી મળી શકી -

મિટ કે રહેગા યે જહાં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ચલી દુલ્હનિયા બારાતીયોં કે પીછ - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
હવે પછીના અંકમાં ૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો ત્રીજો અને અંતિમ ભાગ સાંભળીશું.

Sunday, December 3, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૭ - પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૨]



સૉલો કે યુગલ ગીતનાં ત્રણ સૉલો કે યુગલ કે કોરસ વર્ઝન એક જ ફિલ્મમાં હોય એવાં કેટલાંક ગીતો આપણે પહેલા અંકમાં સાંભળ્યાં. આજે હવે આ મણકાનો બીજો અને અંતિમ ભાગ સાંભળીશું.
વો સુબહ કભી તો આયેગી... - ફિર સુબહ હોગી (૧૯૫૮) - સંગીતકાર ખય્યામ ગીતકાર સાહિર લુધ્યાનવી
ફિલ્મનો આધાર પ્રખ્યાત રશિયન નવલથાકાર ફ્યોદૉર દૉસ્તોવસ્કીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથા ક્રાઈમ એન્ડ પનીશમેન્ટ માનવામાં આવે છે. અમદાવાદમાં જશવંત ઠાકરની સંસ્થા ભરત નાટય પીઠ દ્વારા ક્રાઈમ  એન્ડ પનીશમેન્ટપરથી અંતરનો અપરાધીનાટક પણ થયું છે.
આટલાં સંવેદનશીલ કથાવસ્તુ માટે 'વો સુબહ કભી તો આયેગી' થીમ ગીતનાં માધ્યમ તરીકે ફિલ્મમાં પ્રયોજાયું છે. અહીં જે ક્લિપ લીધેલ છે તેમાં જૂદા જૂદા ચાર પ્રસંગોએ ગવાયેલ આ ગીત સાંભળી શકાય છે. મૂળ ગીત મૂકેશ અને આશા ભોસલેના યુગલ સ્વરમાં છે, જેમાં અશા ભોસલેના સ્વરનો ઉપયોગ અદૂભૂત રીતે કરાયો છે. આશા ભોસલેનું સૉલો વર્ઝન તો હૃદયની અંદર છે ઊંડે સુધી સ્પર્શી જાય છે..આ ઉપરાંત ફિલ્મનાં ટાઈટલ્સમાં પણ મૂકેશનું સૉલો વર્ઝન સાથ આપે છે.

આ ગીત મૂળે સાહિર લુધ્યાનવીની કવિતા છે. આ કવિતાનાં બીજાં સ્વરૂપમાં કવિ પૂર્ણ આશાવાદી બની જાય છે. આ આશાવાદી કવિતાનો એક ટુક્ડો ઉપર રજૂ કરેલ ક્લિપના અંતમાં સાંભળવા મળે છે.
વર્ષો પછી 'બેગમજાન'માં આ ગીતનો ફરી એક વાર પ્રયોગ થયો –
૧૯૬૭માં પાકિસ્તાનમાં પણ 'ફિર સુબહ હોગી' શીર્ષકથી એક ફિલ્મ બની હતી. એ ફિલ્મનું ટાઈટલ ગીત પણ સાંભળીએ...

યાદ આ ગયી વો નશીલી નિગાહેં - મંઝિલ (૧૯૬૦) સંગીતકાર: એસ ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીત પણ ફિલ્મમાં જૂદા જૂદા સંદર્ભમાં આવતું રહ્યું છે. ગીતના ગાયક હેમંતકુમાર છે.
પહેલી વાર દેવ આનંદ પિયાનો પર ગીતની તર્જ વાગડે છે. નુતન કંઈ ગૂઢ મસ્તીમાં ઊપર પોતાના રૂમમાં જાય છે, પાછી આવે છે.એ વખતે દેવ આનંદના હોઠો પર ગીત સ્ફુરી ઉઠેછે.
હિંદી ફિલ્મોમાં બનતું રહે છે તેમ સંજોગોએ કંઈક એવો પલટો ખાશો છે કે નાયક હવે શરાબને સહારે નશીલી નિગાહેં યાદ કરે છે
ત્રીજી વાર ગીત હવે જાહેર મંચ પર જાય છે. ફ્લ્યુટના એક મીઠા ટુકડાથી શરૂઆત થતું આ વર્ઝન હવે નાયકની યાદોની આર્દ્ર સફર છે, જેને તે યાદ કરે છે તે અંતમાં હૉલના દરવાજે આવે છે.....
જબ જબ બહાર આયી ઔર ફુલ મુસ્કરાયે મુઝે તુમ બહુત યાદ આયે - તક઼દીર (૧૯૬૭) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: આનંદ બક્ષી
ફિલમાં ગીત ત્રણ વાર જૂદા જૂદા સમયના અંતરાલના સંદર્ભમાં પ્રયોજાયું છે. દરેક પ્રસંગે ગીતને જૂદાં જૂદાં પાત્રોએ ગાયું છે એટલે સ્વાભાવિક છે કે ગીત માટે જૂદા જૂદા ગાયકોના સ્વર ઉપયોગમાં લેવાયા હોય.
પહેલી વાર ભારત ભુષણ પોતાના કુટુંબ સાથે ગીત ગાય છે, મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં ગીતમાં પરદા પર ભારત ભુષણનાં છોકરાં પણ ગીતમાં સંગાથ કરે છે.
બીજી વાર માતા શાળાના એક કાર્યક્રમ કૉયરના અંદાજમાં આ ગીત લતા મંગેશકરના સ્વરમાં ગવડાવે છે. ગીતને ઝીલનારાં બાળકોમાં તેમનાં બાળકો પણ છે.
ત્રીજી વાર મોટાં થયેલાં છોકરાંઓ એક પાર્ટીમાં ગીત ગાય છે મા પણ સ્વર પૂરાવે છે. ભારત ભૂષણ પણ દૂરથી ગીત સાંભળે છે. આ વર્ઝન ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને ઊષા તિમોટીના સ્વરમાં છે
આ ફિલ્મ મલાયલામાં વિધિ શીર્ષક હેઠળ બની લાગે છે, જેમાં આ ગીત યેસુદાસ
અને એસ જાનકીના સ્વરમાં પણ સાંભળવા મળે છે.
તુમ બીન જાઉં કહાં - પ્યારકા મૌસમ (૧૯૬૯) – સંગીતકાર: આર ડી બર્મન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ફિલ્મમાં ગીત ચાર વખત પ્રયોજાયું છે.
પહેલી વાર યુવાન ભારત ભુષણ તેના પુત્રની સાથે ગીત ગાય છે. 
ફરી વાર મોટો થયેલો એ પુત્ર, શશી કપૂર, પોતાની પ્રિયતમાને ઉદ્દેશીને ગીત ગાય છે. 
તે પછી શશી કપૂરને ભરી મહેફિલમાં અપમાનભરી રીતે ગીત ગાવાનું કહેવામાં આવે છે, જેના પ્રતિભાવની ફરિયાદ એ આ ગીતના સ્વરૂપે કરે છે. 
છેલ્લે વૃધ્ધ ભારત ભુષણ નાની મોટી વસ્તુઓ વેંચીને ગીત ગાઈને ભૂતકાળને યાદ કરી લે છે. મોટો થયેલો પુત્ર, શશી કપૂર પણ આ ગીતને સાંભળે છે.
ભારત ભૂષણ પર ફિલ્માવાયેલાં બન્ને ગીતો કિશોર કુમારે લાગણીસભર સૂરમાં ગાયાં છે., જ્યારે શશી કપૂર પર ફિલ્માવાયેલાં બન્ને વર્ઝન અનુક્રમે પ્રેમના ઇજ઼્હાર અને તરછોડાવાના ક્રોધને દબાવવાના પ્રયાસના સૂરમાં, મોહમ્મદ રફીએ ગાયાં છે. ચારે ચાર વર્ઝન જૂદા જૂદા ભાવમાં ફિલ્માવાયાં છે.
ગીતનું મૂળ આ બંગાળી ગીત છે, જે પણ કિશોર કુમારે જ ગાયું હતું.
ઝિંદગી એક સફર હૈ સુહાના કલ ક્યા કિસને જાના - અંદાઝ (૧૯૭૧) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: હસરત જયપુરી.
બેફિક્ર મસ્તીમા ગાવાયેલું કિશોર કુમારના સ્વરમાં ગવાયેલું ગીત તો આપણને બધાંને સુપરિચિત છે.

એવા આ મસ્તમિજાજ યુવાનનું અકસ્માત અવસાન થાય છે.એ સમયે ફરીથી આ ગીતના કરૂણ ભાવને યાદ કરાયેલ છે.

ફિલ્મમાંથી જે વર્ઝન કદાચ હટાવી દેવાયું છે એ વર્ઝન મોહમ્મદ રફીના સ્વરમાં છે. રાજેશ ખન્નાનાં અકસ્માત અવસાનથી વ્યાકુળ રહેતી નાયિકાને હવે નવેસરથી જિંદગી જીવવા માટેની ગુજ઼ારિશ તેની સાથે નવા પરિચયમાં આવેલ શમ્મી કપૂર કરે છે.
છેલ્લે નાયિકા પોતાના પુત્રને બહેલાવવા આ જ ગીત બાળ ગીત સ્વરૂપે ગાય છે,. 


આડવાત:
 ન યે ચાંદ હોગા ન યે તારે રહેંગે
૧૯૫૪ની ફિલ્મ 'શર્ત'નું એસ એચ બિહારીએ લખેલ આ ગીત આમ તો હેમંતકુમારના  અને ગીતા દત્ત સૉલો  સ્વરોમાં ગવાયેલું જોડીદાર ગીત છે.

પરંતુ એક રસપ્રદ આડવાતને કારણે આ ગીતને અહીં સમાવવાની લાલચ રોકી નથી શકાઈ.
એ જ વર્ષમાં પાકિસ્તાનમાં એક ફિલ્મ બને છે જેમાં કૌસર પરવીનના સ્વરમાં જી એ ચિસ્તીએ આ ગીત ની ધુન પરથી બનાવેલું ગીત મૂકી દીધું જેના મુખડાના શબ્દો પણ એ જ રાખવામાં આવ્યા હતા.


એક જ ગીતનાં અનેક વર્ઝનની આ શ્રેણીમાં આપણે હવે પછી બન્ને વર્ઝ્ન યુગલ ગીતો હોય તેવાં ગીતો સાંભળીશું.