૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો આ બીજો ગુલદસ્તો આપણે સાંભળી
ચૂકેલ પહેલા ભાગથી એક વાતમાં બરાબર અને એક વાતમાં જૂદો પડતો જણાય છે. આ ભાગમાં પણ
જે ગીત યાદગાર ગીતની કક્ષામાં મૂકી શકાય છે તે અનિલ બિશ્વાસનું રચેલું છે એ કંઈક
અંશની સામ્યતા ગણીએ તો એ સિવાયનાં ગીતો ૧૯૪૮નાં સ્ત્રી ગાયિકાઓનાં અન્ય સૉલો ગીતો
જેટલાં જ ઓછાં જાણીતાં પણ છે. પહેલા ભાગ કરતાં આ ભાગમાં આ પ્રકારનાં ગીતોનું પ્રમાણ વધારે છે તેટલા અંશે આ ભાગ પહેલા ભાગથી
જૂદો પડે છે. આ ભાગમાં સંગીતકારોનું વૈવિધ્ય પણ વધારે કહી શકાય એમ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
કબ આઓગે બાલમા... બરસ બરસ
બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ઓછાં
સાંભળેલાં ગીતો
દિલ-એ-નાશાદ કો જીને કી હસરત હો ગયી - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાકરી
જબ દિલ મેં તેરે દર્દ હો ઔર રંગ તેરા જૂદા હો - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અય દિલ કે માલિક મુઝે તુઝ સે ગિલા હૈ - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
મેરી નાવ ચલે ધીરે ધીરે - ચાંદ સિતારે
- પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અબ કિસકો સુનાઉં મૈં કથા કૃષ્ણ મુરારી – દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ ક઼ૈસર
કબ તક કટેગી ઝિંદગી કિનારે કિનારે - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
પ્રીતમ તેરા પ્યાર ગુપ ચુપ ક્યા જલે સંસાર - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ઘર યહાં બસાને આયે થે હમ ઘર હી છોડ ચલેં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
કાહે કો બ્યાહી બિદેસ રે સુન બાબુલ મેરે - હીર રાંઝા – અઝીઝ ખાન - અમીર ખુશરો
આડ
વાતઃ
એક જ વર્ષમાં એક જ ગીતકારનું એક જ ગીત
બે અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ સંગીતકારોએ અલગ અલગ ગાયકોના સ્વરમાં રજૂ કર્યું હોય
એ કદાચ એક બહુ અનોખો વિક્રમ હશે. એવું એ બીજું ગીત છે - લખી બાબુલ મેરે કાહે કો
બ્યાહી બિદેશ - સોહાગ રાત - મૂકેશ - સ્નેહલ ભાટકર
આડ
વાત :૨:
આ ફિલ્મમાં ખય્યામ પણ તેમનાં શરૂઆતનાં
તખલ્લુસથી સંગીતકાર તરીકે જોવા મળે છે. મજાની વાત એ છે કે તેમણે છેક ૧૯૮૧માં 'ઉમરાવ જાન'માં આ મુખડાને ફરીથી પ્રયોજ્યો છે - જગજીત કૌરના સ્વરમાં
આ બન્ને વર્ઝનના વચ્ચેના સમય ગાળામાં સુહાગન (૧૯૫૪)માં અને આધા દિન આધી રાત (૧૯૭૭)માં એક મુજરા
સ્વરૂપે આ મુખડા પર ગીતો બની ચૂક્યાં છે.
અમીર ખુશરોની આ રચના પણ ઘણાં અન્ય ગાયકોએ
પણ ગૈર ફિલ્મી ગીત સ્વરૂપે રજૂ કરી છે જે
યુટ્યુબ પર સાંભળી શકાય છે.
કૈસે કાટૂં યે કાલી રાતેં આ બલમા આ સજના – હીર રાંઝા - અઝીઝ ખાન - વલી સાહબ
આ બે ગીતોની સૉફ્ટ લિંક નથી મળી શકી -
મિટ કે રહેગા યે જહાં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલીચલી દુલ્હનિયા બારાતીયોં કે પીછ - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
હવે પછીના અંકમાં ૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો ત્રીજો અને અંતિમ ભાગ સાંભળીશું.
No comments:
Post a Comment