Showing posts with label Geeta Dutt. Show all posts
Showing posts with label Geeta Dutt. Show all posts

Thursday, December 21, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે, જૂદા જૂદા સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે, ૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે ગીતો ગમ્યાં છે તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય, જેને આપણે બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલો જે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય, આ મુજબ છે –
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
લતા મંગેશકર - કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
લતા મંગેશકર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
મીના કપૂર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
શમશાદ બેગમ - ધરતી કો આકાશ પૂકારે આ જા આ જા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ગીતા રોય - નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર
સુરૈયા - ઓ દૂર જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
સુરૈયા - કીનારે કીનારે ચલે જાયેંગે જીવન કી નૈયા ખેતે જાયેંગે- વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી
પસંદ પડેલાં આ ગીતોમાંથી મારે સૌથી વધારે ગમતાં ગીતો નક્કી કરવાનાં આવે તો મારી પસંદગી, દરેક ગીત માટે સરખી, આ પ્રમાણે રહે
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female Playback Singer  તરીકે લતા મંગેશકર અને શમશાદ બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.

પાદ નોંધઃ ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં એક સાથે વાંચી શકાશે. 

Sunday, September 24, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : ગીતા રોય [૩]


ગીતા રોયનાં ૧૯૪૮નાં સોલો ગીતોના આ પહેલાં સાંભળેલા ભાગ [૧] અને [૨] જેવી જ મારી પરિસ્થિતિ આ ભાગમાં છે - એક પણ ગીત મેં પહેલાં કદી સાંભળ્યું હોય એવું યાદ નથી. જો કે આ બધાં ગીતો સાંભળવાવામાં ગીતા રોયની ગાયકીનાં અનોખાપનને માણવાની મજા છે એ વાત પણ નક્કી જ છે.

સુન-સુન રી બુલબુલ દીવાની આજ સુની હૈ મૈને છૂપકર
- જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી 
આયી હૂં તેરે દ્વાર પે તુઝકો પુકારને - જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી
રાખી કા મૌસમ આયા રે, બન્જારે રાખી બાંધ લે - જીને દો - શૌકત હુસૈન (દેહલ્વી) - શેવાન રીઝ્વી
મીઠી બાતેં સુના કે લુભા જે કોઈ હાયે દિલ લે ગયા - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મુન્શી શમ્સ 
ભલા હો તેરા ઓ રૂલા દેનેવાલે - લાલ દુપટ્ટા - જ્ઞાન દત્ત - મુન્શી શમ્સ

મૈં તો રહ ગયી આજ અકેલી રે, મેરા કોઈ નહી
- મજબૂર - ગ઼ુલામ હૈદર - નઝીમ પાણીપતી 
કુછ બોલે અય દો અખીયાં - મેરી ભાભી - આર એ પૈજનકર - ગુલશન જલાલાબાદી
હમ ભી જિયે તુમ ભી જિયો - મેરી ભાભી - આર એ પૈજનકર - ગુલશન જલાલાબાદી
રો રો કે સુનાતે હૈ જો અપના ફસાના - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
સુન લે મેરી કહાની ઉજડી હુઈ જવાની - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
આતા હૈ જિંદગીમેં - મેરી કહાની - દત્તા કોરેગાંવકર - ઝીયા સરહદી
મોરા જિયા નહીં બસ મેં - પદ્મિની - ગ઼ુલામ હૈદર - વલી સાહબ 
મોરે અંગના કાગા ના બોલે - પદ્મિની - ગ઼ુલામ હૈદર - વલી સાહબ
આ જા બેદર્દી બાલમા – શહીદ - ગ઼ુલામ હૈદર - રાજા મહેંદી અલી ખાન 
નઝર સે મિલી હૈ નઝર પહલે-પહલે - ટૂટે તારે - શૌકત અલી (નાશાદ) 

અરમાન ભરે દિલ કો
- ટૂટે તારે - શૌકત અલી (નાશાદ) 

આ ઉપરાંત આ ગીતોની સૉફ્ટ લિંક મળી નથી શકી :

બીના પરોંકા એક પંછી ઉડતા ડોલે
- જીને દો - ડી વી ગડકર - શેવાન રીઝ્વી

હમ ઉનકો દેખનેવાલે, અય ચાંદ તૂઝે ક્યા દેખેં
- જીને દો - શૌકત હુસ્સૈન (દેહલવી) - શેવાન રીઝ્વી

તોરે અંગના બીચ ખડા બીરન તોરા તુઝકો પુકારે
- જીને દો - શૌકત હુસ્સૈન (દહેલવી) - શેવાન રીઝ્વી

પૈગામ ગરીબોં કા દે દો જમાને કો
- જીને દો - શૌકત હુસૈન (દહેલવી) - શેવાન રીઝવી હવે પછી આપણે આ શૃંખલામાં શમશાદ બેગમનાં સૉલો ગીતો સાંભળીશું.

Sunday, September 17, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : ગીતા રોય [૨]



૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોમાં ગીતા રોયનાં સૉલો ગીતોને ચર્ચાને એરણે લીધાં ત્યારે બે પૉસ્ટમાં બધાં ગીતો આવરી લેવાશે તેવો અંદાજ હતો. પહેલો ભાગ પૂરો કર્યા પછી બાકીનાં ગીતોની યાદી બની રહી ત્યારે નક્કી થઇ ગયું હતું કે ગીતા રોયનાં સૉલો ગીતોની ચર્ચા ત્રણ પૉસ્ટમાં પહોંચે એટલાં સૉલો ગીતો મળી આવ્યાં છે.
પહેલા ભાગનાં બધાં જ ગીતો આ ચર્ચાને એરણે પહેલી જ વાર સાંભળ્યાં હતાં. આજના બીજા ભાગમાં પણ પરિસ્થિતિ એ જ છે - એક અપવાદ સિવાય.
એ અપવાદ છે 'ગુણસુંદરી'નાં સૉલો ગીતો. આ ફિલ્મ પણ ગુજરાતીમાં પણ બની હતી. ગુજરાતી ફિલ્મનાં ગીતો મેં ખરીદેલી '૭૦ના દાયકાની રેકોર્ડ્સમાં મારી પાસે હતાં. તે પછીથી ઇન્ટરનેટ યુગમાં એ ગુજરાતી ગીતોનાં સમકક્ષ હિંદી 'ગુણસુંદરી'નાં ગીતો પણ સાંભળ્યાં છે અને સંગ્રહ્યાં છે. એ ગીતો છે -
નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર

ગુજરાતી ગીત - આજ મારી નણદીયે મહેણું માર્યું


ભાભી ઓ ભાભી બદલો થોડા થોડા રંગ - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર

ગુજરાતી ગીત : હવે થોડા થોડા તમે થાઓ વરણાગી ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી


ખોયે હુએ કો ઢૂંઢે પ્રભુ - ગુણસુંદરી - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર

ગુજરાતી - ખોવાયાને ખોળવા પ્રભુ - ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ


અહીં એક બહુ રસપ્રદ બાબત આપ સૌના ધ્યાન પર આવી હશે - પહેલાં બે ગીતો તો એકબીજાંની પ્રતિકૃતિ છે, જ્યારે ત્રીજાં ગીતમાં ભાવ એ જ છે પણ બન્નેની સંગીત રચના માટેના માર્ગ જૂદા પડેલ છે. કારણ હોઈ શકે ગુજરાતી અને હિંદી વર્ઝનના જૂદા સંગીતકારો.
++++
દિલ બુઝા જાતા હૈ નાશાદ હુઆ જાતા હૈ - હીર રાંઝા - વર્માજી, શર્માજી - વલી સાહબ
તેરી જાત હૈ અકબરી સર્વરી - હીર રાંઝા
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને સાચા માની લીધા છે.]

દિલ યું યું કરતા હૈ કિ દિલ યું યું કરતા હૈ - હીર રાંઝા
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો પણ ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને અહીં પણ સાચા માની લીધા છે.]
ચુભ ગયે નૈના બાન મોરે દિલ મેં - હિપ હિપ હુર્રે - પંડિત હનુમાન પ્રસાદ - મૉતી બી.એ.
મૈને ક્યા થા કિયા જો બુઝા કે દિયા મુઝે રોતે અંધેરોમેં - હિપ હિપ હુર્રે
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો પણ ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને એક વધારે વાર સાચા માની લીધા છે.]
ઓ બન કે આઝાદ પંછી ભુલ જા મધુબનમેં - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
મોરે મન મેં સમાયા હૈ પ્યાર બન જાયે કોઈ પ્યાર કી બહારમેં - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
બદલી હવા ખુશી કા જમાના બદલ ગયા - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ઓ હો હો જાન લિયા મૈંને જાન લિયા ઉન્હે પહચાન લિયા - હુઆ સવેરા - ભગવતી પ્રસાદ બાજપેયી
રઘુવીર દીન દયાલ, તુમ કો લાજ હમારી - જય હનુમાન- બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
મોહે રામ નામ ધુન લાગી જુગ જુગકી પ્રીત જાગી - જય હનુમાન - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર


૧૯૪૮નાં ગીતા રોયનાં સૉલો ગીતોની ચર્ચા આપણે હવે પછીના અંકમાં પૂરી કરીશું.

Sunday, August 27, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો ::સ્ત્રી સૉલો ગીતો :::: ગીતા રોય [૧]



૧૯૪૮નાં વર્ષ માટે ગીતા રૉયનાં સૉલો ગીતોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. અને તેમ છતાં મેં લગભગ એમાંનાં બધાં જ ગીત આજે પહેલી જ વાર સાંભળ્યાં છે. ગીતા રોય / દત્તનાં મેં બહુ ઘણાં ગીતો સાંભળ્યાં છે અને બહુ ઘણાં ગીતો મને ગમે પણ છે. એટલે એનો અર્થ એ થયો કે મેં સાંભળેલાં ગીતો- કોઈ અપવાદને બાદ કરતાં -  '૫૦ કે '૬૦ના દાયકાનાં જ હોવાં જોઈએ!
ગીતા રૉયનાં ગીતોની સંખ્યા આપણે એ પૂર્વમાન્યતાને બળ આપે છે કે ૧૯૪૮નાં વર્ષ સુધી લતા મંગેશકર અન્ય ગાયિકાઓના સંદર્ભે '૫૦ અને ૬૦ના દાયકાનું કાઠું કાઢવાથી ખાસ્સાં દૂર જણાય છે.
ગીતોની સંખ્યાને ધ્યાનમાં લેતાં ગીતા રૉયનાં ૧૯૪૮નાં ગીતો આપણે બે પૉસ્ટમાં વહેંચીને સાંભળીશું.
[૧]
દિલ કે ગીત ગાયેંગે મિલ કે ગાયેંગે - અન્જના - ડી સી દત્ત - વિશ્વામિત્ર આદિલ 
મુઝે કુછ યાદ આતા હૈ...મેરી આંખોંમેં આંસુ હૈ - અન્જના - ડી સી દત્ત - ભરત વ્યાસ
રિમ ઝિમ બરસે નૈન ડરાએ બિરહાકી બરસાત - અન્જના - ડી સી દત્ત - ભરત વ્યાસ
ઓ જાદુગર કાહે તિહારી ગલી આયે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
પિયા પિયા બાગોંમેં પપીહા બોલે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
ઉલ્ફતકે દર્દ કા કભી મજ઼ા લે લો - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
જબ યાદ તેરી આતી હૈ દિલ મેરા ભર ભર આયે - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
હમ કો ભૂલા દિયા તો ક્યા યાદ મેરી ભૂલાઓગે તો જાને - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
જબ કાલી કાલી રાતેં હોગી સિલ સે દિલ કી બાતેં હોગી - ચંદા કી ચાંદની - જ્ઞાન દત્ત - ડી એન મધોક
આજા રે બાલમા કૈસી સુહાની રાત હૈ - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
દિલ બાર બાર ઘબરાયે કોઈ ઘડી ઘડી યાદ આયે - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
દિલ સે તુમ્હારી યાદ ભુલાયે ન જાયેગી - ચાંદ સિતારે - પ્રેમનાથ - અઝીઝ કશ્મીરી
તેરે મિલને કો જી ધડકે કહાં ગયે પત્થર દિલ કરકે - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી
ઓ મોટરવાલે બાબૂ મિલને આ જા રે - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી 
કોઈ નૈન મિલાકે ચલા ગયા એક આગ લગાકે ચલા ગયા - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાખરી
ચૂપકે ચૂપકે આના મેરે પાસ - દીદી - મુકુંદ મસૂરેકર - ઈન્દિવર 

હવે પછીના ૧૯૪૮નાં ગીતોની ચર્ચાને એરણેના અંકમાં આપણે ગીતા રૉયનાં બાકી રહેલાં ગીતો સાંભળીશું.