Sunday, September 17, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : ગીતા રોય [૨]



૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોમાં ગીતા રોયનાં સૉલો ગીતોને ચર્ચાને એરણે લીધાં ત્યારે બે પૉસ્ટમાં બધાં ગીતો આવરી લેવાશે તેવો અંદાજ હતો. પહેલો ભાગ પૂરો કર્યા પછી બાકીનાં ગીતોની યાદી બની રહી ત્યારે નક્કી થઇ ગયું હતું કે ગીતા રોયનાં સૉલો ગીતોની ચર્ચા ત્રણ પૉસ્ટમાં પહોંચે એટલાં સૉલો ગીતો મળી આવ્યાં છે.
પહેલા ભાગનાં બધાં જ ગીતો આ ચર્ચાને એરણે પહેલી જ વાર સાંભળ્યાં હતાં. આજના બીજા ભાગમાં પણ પરિસ્થિતિ એ જ છે - એક અપવાદ સિવાય.
એ અપવાદ છે 'ગુણસુંદરી'નાં સૉલો ગીતો. આ ફિલ્મ પણ ગુજરાતીમાં પણ બની હતી. ગુજરાતી ફિલ્મનાં ગીતો મેં ખરીદેલી '૭૦ના દાયકાની રેકોર્ડ્સમાં મારી પાસે હતાં. તે પછીથી ઇન્ટરનેટ યુગમાં એ ગુજરાતી ગીતોનાં સમકક્ષ હિંદી 'ગુણસુંદરી'નાં ગીતો પણ સાંભળ્યાં છે અને સંગ્રહ્યાં છે. એ ગીતો છે -
નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર

ગુજરાતી ગીત - આજ મારી નણદીયે મહેણું માર્યું


ભાભી ઓ ભાભી બદલો થોડા થોડા રંગ - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર

ગુજરાતી ગીત : હવે થોડા થોડા તમે થાઓ વરણાગી ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી


ખોયે હુએ કો ઢૂંઢે પ્રભુ - ગુણસુંદરી - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર

ગુજરાતી - ખોવાયાને ખોળવા પ્રભુ - ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ


અહીં એક બહુ રસપ્રદ બાબત આપ સૌના ધ્યાન પર આવી હશે - પહેલાં બે ગીતો તો એકબીજાંની પ્રતિકૃતિ છે, જ્યારે ત્રીજાં ગીતમાં ભાવ એ જ છે પણ બન્નેની સંગીત રચના માટેના માર્ગ જૂદા પડેલ છે. કારણ હોઈ શકે ગુજરાતી અને હિંદી વર્ઝનના જૂદા સંગીતકારો.
++++
દિલ બુઝા જાતા હૈ નાશાદ હુઆ જાતા હૈ - હીર રાંઝા - વર્માજી, શર્માજી - વલી સાહબ
તેરી જાત હૈ અકબરી સર્વરી - હીર રાંઝા
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને સાચા માની લીધા છે.]

દિલ યું યું કરતા હૈ કિ દિલ યું યું કરતા હૈ - હીર રાંઝા
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો પણ ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને અહીં પણ સાચા માની લીધા છે.]
ચુભ ગયે નૈના બાન મોરે દિલ મેં - હિપ હિપ હુર્રે - પંડિત હનુમાન પ્રસાદ - મૉતી બી.એ.
મૈને ક્યા થા કિયા જો બુઝા કે દિયા મુઝે રોતે અંધેરોમેં - હિપ હિપ હુર્રે
[હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનો પણ ઉલ્લેખ નથી, એટલે યુ ટ્યુબ પર અપલોડ કરનારને એક વધારે વાર સાચા માની લીધા છે.]
ઓ બન કે આઝાદ પંછી ભુલ જા મધુબનમેં - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
મોરે મન મેં સમાયા હૈ પ્યાર બન જાયે કોઈ પ્યાર કી બહારમેં - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
બદલી હવા ખુશી કા જમાના બદલ ગયા - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ઓ હો હો જાન લિયા મૈંને જાન લિયા ઉન્હે પહચાન લિયા - હુઆ સવેરા - ભગવતી પ્રસાદ બાજપેયી
રઘુવીર દીન દયાલ, તુમ કો લાજ હમારી - જય હનુમાન- બુલો સી રાની - પંડિત ઈન્દ્ર
મોહે રામ નામ ધુન લાગી જુગ જુગકી પ્રીત જાગી - જય હનુમાન - બુલો સી રાની - પંડિત ઈન્દ્ર


૧૯૪૮નાં ગીતા રોયનાં સૉલો ગીતોની ચર્ચા આપણે હવે પછીના અંકમાં પૂરી કરીશું.

No comments: