Tuesday, September 19, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ મહીનાના બ્લૉગોત્સવના અંકનો વિષય ઈન્ડસ્ટ્રી ૪.૦ છે. આ વિષયનો આપણે જુલાઈ, ૨૦૧૭ના અંકમાં ઉલ્લેખ કરતી વખતે તે વિષે પરિચય કરીશું તેમ વિચારેલું. સૌ પહેલાં તો આપણે ગુગલ સર્ચ પર પહેલાં જ દેખાતા કેટલાક લેખ પર નજર કરીશું.
ઈન્ડસ્ટ્રી ૪.૦ એ ઉત્પાદન ટેક્નોલોજિનાં ક્ષેત્રે તાજેતરમાં સ્વયંસંચાલિત સાધનોના ઉપયોગ અને માહિતી સામગ્રી વિનિમયના વધેલા ઉપયોગનાં વલણને કહેવામાં આવે છે. તેમાં સાયબર-ભૌતિક તંત્રવ્યવસ્થાઓ, ઈન્ટરનેટ ઑવ થિંગ્સ, ક્લાઉડ કંપ્યુટીંગ અને  જ્ઞાનપ્રક્રિયાત્મક કંપ્યુટીંગ (cognitive computing) જેવાં ક્ષેત્રોનો સમાવેશ થતો હોય છે.ઈન્ડસ્ટ્રી ૪.૦ જેને 'સ્માર્ટ ફેક્ટરી' તરીકે ઓળખવામાં આવે છે તેની રચના કરે છે. મોડ્યુલર માળખામાં ગોઠવાયેલી સ્માર્ટ ફેક્ટરીમાં  સાયબર-ભૌતિક તંત્રવ્યવસ્થાઓ ભૌતિક પ્રક્રિયાઓ પર દેખરેખ રાખે છે, ભૌતિક જગતની આભાસી નકલ ખડી કરે છે અને વિકેન્દ્રિત નિર્ણયો લે છે.
Industry 4.0 - The future of the Factory: ચોથી ઔદ્યોગિક ક્રાંતિ થોડાં વર્ષોથી જ શરૂ થયેલ કહી શકાય. એમ કહી શકાય કે ઈન્ડસ્ટ્રી ૪.૦નાં કારખાનાંમાં,સુરક્ષિત નેટવર્ક્ડ્ વાતાવરણમાં, RFID સાધનોથી સજ્જ વસ્તુઓ અને મશીનો એકબીજાંને  સમજીવિચારીને સંદેશા મોકલતાં હશે. એકબીજાંને સંદેશા મોકલી શકવાને કારણે સ્માર્ટ ફેક્ટરીનાં મશીનો ઘણાં વધારે જટિલ કામો પણ કરી શકે છે. મશીનમાં કંઇ ખૂટપો થાય કે કોઈ માલની તંગી પડે તો મશી્ન સંકળાયેલ માણસને સંદેશો મોકલીને સમસ્યાથી તરત જ અવગત કરી દેશે.
What Everyone Must Know About Industry 4.0 - Bernard Marr - હવે સવાલ એ નથી કે ઈન્ડસ્ટ્રી ૪.૦ આવે છે કે નહીં, પણ સવાલ એ છે કે કેટલી જલદી આવી પહોંચશે.
5 things you should know about Industry 4.0 - Jamie Hinks - સૌથી પહેલી વાત તો એ કે આ કોઈ નવી ટેક્નોલોજિ નથી કે નથી વ્યાપારઉદ્યોગની કોઈ નવી શાખા. હકીકતે તો ટેક્નોલોજિમાં છેલ્લાં ૧૦ વર્ષમાં જે ઉન્નતિ થઈ છે તેને કારણે પહેલાં જે પરિણામો સિધ્ધ કરવાં શક્ય નહોતાં જણાતાં તેના ઉપાયો ખોળવા માટેનો આ એક નવો અભિગમ છે.
Industry 4.0: Building the digital enterprise  PwCનું આ સંશોધન જણાવે છે કે જે વહેલા જાગ્યાં હતાં તે ડિજિટલ ઔદ્યોગિક સાહસોમાં પહેલાં પરિવર્તિત થઈ રહ્યાં છે. બીજાં ઔદ્યોગિક સાહસોએ આવતીકાલનાં સંકુલ ઔદ્યોગિક પરિસ્થિતિય તંત્રવયવસ્થામાં મોખરાનું સ્થાન જાળવી રાખવા માટે અત્યારથી પગલાં લેવાં રહ્યાં.
Manufacturing’s next act - Cornelius Baur અને Dominik Wee - ઈન્ડસ્ટ્રી ૪.૦ની અંદર નજર કરતાં કેટલાક ખૂબ પ્રભાવશાળી પ્રવાહો જોવા મળે છે જેના કારણે કારખાનાઓની કાર્યપધ્ધતિઓ બદલી જઈ શકે છે.તેને નવી ઔદ્યોગિક ક્રાંતિ કહેવું કદાચ વધારે પડતું કહી શકાય. ખેર, તેને ગમે તે નામે ઓળખો, ઈન્ડસ્ટ્રી ૪.૦નું જોર વધતું જાય છે અને આવનારાં પરિવર્તનો સંચાલકોએ બહુ ઝીણી નજરે જોતા રહેવું પડશે અને નવી તકોનો ફાયદો ઉઠાવવા માટેની નવી નવી વ્યૂહરચનાઓ ઘડતા રહેવું પડશે.
Industry 4.0: It’s all about the people- Douglas K. Gates   : ઈન્ડસ્ટ્રી ૪.૦ને લાગૂ કરવાની અસરો ઉત્પાદન ક્ષેત્રે કામ કરતાં લોકો પર બહુ વ્યાપક પ્રમાણમાં પડશે. સંસ્થાઓએ આ પરિવર્તન માટેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઇએ.
આજના વિષયને લગતા કેટલાક વિડીયો પણ જોઈએ:
Industry 4.0 - Germany's 4th industrial revolution
Industrie 4.0 - The Fourth Industrial Revolution
Documentary | The Fourth Industrial Revolution
The next manufacturing revolution is here | Olivier Scalabre
Implementing Industrie 4.0: This is how it works!
The World In 2050 - Future Earth - BBC Documentary 2017
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ –Measuring Performance (People & Enterprise)- માંનો લેખ  The 3 Reports Every Manager Should Use To Identify High-Performers છે. પ્રસ્તુત લેખ Entrepreneur માં પ્રકાશિત થયેલ મૂળ લેખનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને રીઆઝ ખાદેમ અને લિન્ડા ખાદેમનાં પુસ્તક  Total Alignmentપર અધારિત છે. કેન્દ્રિત ધ્યાન અહેવાલ (The Focus Report) કર્મચારીઓની તેમને સોંપવામાં આવેલ પ્રક્રિયાઓના સૂચકાંકોના સંદર્ભમાં તેમની વાસ્તવિક કામગીરીનો અહેવાલ છે. પ્રતિસાદ અહેવાલ(The Feedback Report) કર્મચારીઓની તેમને સોંપવામાં આવેલ પ્રક્રિયાઓના સૂચકાંકોના સંદર્ભમાં તેમની વાસ્તવિક કામગીરીને લગતા 'સારા' અને 'ખરાબ' સમાચારોનો સારાંશ છે. તેના દ્વારા અપેક્ષિત કામગીરી કરતાં નીચે ગયેલ સ્તરની તેમ જ કામગીરીનાં સ્વીકૃત સંતોષકારક કામગીરીની ઉપર રહેલ કામગીરીની જાણ થાય છે. આ બન્નેની વચ્ચે રહેલાં સ્તર એ સ્વીકાર્ય સ્તર કહેવાય છે. ત્રીજો અહેવાલ છે મૅનેજમેન્ટ અહેવાલ (The Management Report).આ અહેવાલ તમારી સાથે કામ કરતી, પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ, ટીમનાં કામના સ્તરના મુખ્ય મુદ્દાઓ પિરામિડનાં આકારમાં રજૂ કરે છે. આ દૃષ્ટિકોણને આપણે 'અપવાદ દ્વારા મેનેજમેન્ટ (management by exception) તરીકે ઓળખીયે છીએ.
ASQ પરના વિભાગ - Ask The Experts માંથી આજના આપણા આ અંક માટે માટે મેં Special Process NCRs During Audit  સવાલ પસંદ કર્યો છે. જવાબ બહુ સ્પષ્ટ 'ના' છે. જરૂરી માત્ર એટલું છે કે સંસ્થા પાસે એ માટે આવશ્યક પ્રક્રિયા હોવી જોઇએ, તેનો અમલ અસરકારક રીતે થતો રહેવો જોઈએ અને આવશ્યકતાઓની પૂર્તતાના નિરપેક્ષ પૂરાવા ઉપલબ્ધ હોય.
ASQ CEO, Bill Troy વિભાગ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત થઈ ગયેલ જોવા મળે છે. માટે જ્યારે આ કૉલમમાં લેખ નહીં મળે ત્યારે આપણે ASQ Home page પરનો એક લેખ વિચારણા માટે લઈશું. આજના આપણા અંક માટે Why Customer Service Teams Are Crying Out for Artificial Intelligence પસંદ કરેલ છે.લેખમાં કેટલાક મૂળભૂત ફાયદાઓ જણાવાયા છે. તે સાથે લેખનાં શીર્ષકમાંના 'કેમ'ને પણ સમજાવાયું છે. લેખના અંતમાં બહુ સ્પષ્ટપણે જણાવાયું છે કે 'અનૈસર્ગિક બુધ્ધિમતા(AI)થી ડર રાખવાનું કોઈ કારણ નથી, તેમ જ તેની પસંદગી કર્યા વિના ચાલવાનું પણ નથી. આપણે નહીં વાપરીએ પણ આપણા સ્પર્ધકો, ગ્રાહકો કે પૂરવઠાકારો તે વાપરવા લાગશે ત્યારે શું કરીશું? ચૅટબૉટ અને વર્ચ્યુઅલ મદદનીશના ઉપયોગ અત્યારે બહુ સિમિત જણાતા હશે, પણ આવી તકનીકોમાં સુધારાવધારો થયા જ કરે છે,અને સંસ્થાની ગ્રાહક સેવા પર તેની અસરો બહુ દૂરગામી નીવડી શકે છે.નિષ્ણાતો તો એકમત છે કે અનૈસર્ગિક બુધ્ધિમતા હવે જવા માટે નથી આવી.'
 ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:
Supply Chain Management: Building a Stronger Supply Chain - પૂરવઠાકારોમાટેનાં કોષ્ટકો અને ગુણ-નોંધ પાટિયાં જાળવી રાખીને વધારે સારી પૂરવઠા સાંકળ કેમ ઘડી કાઢવી તે આજના આ વૃતાંતમાં સમજાવાયું છે.
વધારાનું વાંચન:
          Scorecard Article 1
          Scorecard Article 2
          Scorecard Article 3
Jim L. Smithનાં ઓગસ્ટ, ૨૦૧૭નાં Jim’s Gems:-
§  The Role of Specification Limits - પ્રક્રિયા આંકડાકીય નિયમનની સ્થિતિમાં છે કે નહીં તે નક્કી કરો.- ગયા મહિનાના કૉલમમાં, જિમ સ્મિથે    The Role of Specification Limits ની વાત ઉત્પાદનનાં ક્ષેત્રના સંદભમાં કરી હતી, જેમાં પ્રક્રિયા નિયમન સીમાઓની ચર્ચાનો ઉલ્લેખ
કર્યો હતો.  માપણીના કોઈ ચોક્કસ માપ સૂચકાંકોનાં પરિણામો જ્યારે નિયમન સીમાની બહાર પડેલાં જોવા મળતાં હોય ત્યારે કોઈ ખાસ-ઘટના ભાગ ભજવી રહી છે તેવો ઈશારો મળે છે એમ કહી શકાય. આવા સંજોગોમાં પ્રક્રિયાને આગળ ચલાવતાં પહેલાં આવાં પરિણામો મળવા પાછળનાં મૂળભૂત કારણો શોધીને તેને દુર કરવાનાં સુધારણા પગલાં લીધા સિવાય પ્રક્રિયાને આગળ ન વધવા દેવી જોઈએ. એ પછીથી પ્રક્રિયા ચાલુ કર્યા બાદ હવે જોવા મળતાં પરિણામો આંકડાકીય સીમાઓની અંદર જ રહે છે તે તપાસીને સુધારણા પગલાંઓની અસરકારકતા પણ પ્રસ્થાપિત કરી લેવી જરૂરી છે. જો કે આટલું જાણ્યા પછી પણ મોટા ભાગનાં લોકો માટે પ્રક્રિયા નિયમનનો અસરકારક અમલ ખરા અર્થમાં પકડમાં નથી આવતો. પ્રક્રિયા નિયમનની સીમાઓ પ્રક્રિયાની વર્તણૂક વિષે માહિતી પૂરી પાડે છે. તેને એન્જિનીયરીંગ  સ્પેસીફીકેશન્સ સાથે સ્વાભાવિક સંબંધ નથી. નિયમન આલેખનો અમલ કરતાં પહેલાં પ્રક્રિયાની ક્ષમતાનો પૂરતો અભ્યાસ કરી લેવો આવશ્યક છે જેમાં પ્રક્રિયાની સ્વાભાવિક સીમાઓ અને પ્રક્રિયાથી પરિણમતાં એન્જિનીયરીંગ સ્પેસીફેશન્સ વચ્ચેના સંબંધ નક્કી કરી શકાય. જ્યારે પ્રક્રિયાની ક્ષમતા ખબર હોય ત્યારે નિયમન આલેખો પ્રક્રિયાના અમલ દરમ્યાન થઇ રહેલા ફેરેફારોને નજર સમક્ષ લાવવામાં મદદરૂપ થાય છે.જ્યારે પરિણામો કોઈ ખાસ વલણ બતાવવા લાગે ત્યારે કોઈ ચોક્કસ કારણ આ વધઘટ માટે ભૂમિકા ભજવી રહ્યું છે તેમ માની શકાય, અને એ કારણોને દૂર કરવાથી પ્રક્રિયા ફરીથી સામાન્ય વર્તણૂકની સ્થિતિમાં આવેલી જોવા મળવી જોઈએ.…..અને છેલ્લે, પ્રક્રિયા ક્ષમતા અભ્યાસ કરી લીધા પછી ઉત્પાદન પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલાં લોકો એન્જિનીયરીંગ સ્પેસીફીકેશન્સની બહુ પડપૂછ કરતાં નથી હોતાં.
આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: