Showing posts with label Songs of 1948. Show all posts
Showing posts with label Songs of 1948. Show all posts

Sunday, December 24, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: યુગલ ગીતો : સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મુકેશ +



આપણી ચર્ચાને એરણે હવે Best songs of 1948: And the winners are? ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને એરણે' પ્રસ્થાપિત કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે, ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરમાં યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો, પુરુષ-પુરુષ યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
યુગલ ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેટલાં કેટલાંક સૉલો ગીતો સીમાચિહ્નરૂપ મનાયાં છે તેમ જ કેટલાંક સ્ત્રી-પુરુષ યુગલ ગીતો પણ માનક સીમાચિહ્ન તરીકે માનભર્યું સ્થાન મેળવી ચૂક્યાં છે.
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૮નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. તેમાં પણ શમશાદ બેગમ સાથેનાં યુગલ ગીતોનો તો સિંહ ફાળો તો અસાધારણ કક્ષાનો જ કહી શકાય એટલો છે. જો કે આ બધાં ગીતોમાંથી લોકપ્રિય રહેલાં યુગલ ગીતોમાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો સંખ્યા અને લોકપ્રિયતામાં બહુ પાછળ નથી રહ્યાં.
લતા મંગેશકર સાથે
અબ ડરને કી કોઈ બાત નહીં અંગ્રેજી છોરા ચલા ગયા - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
અબ યાદ ન કર ભૂલ જા અય દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અઝીમાબાદી 

શમશાદ બેગમ સાથે
રાત કો જી ચમકે તારે દેખો બાલમ મોહે અખિયાં મારે - આગ - રામ ગાંગુલી - મજરૂહ સુલ્તાનપુરી
કૈસે બતાઉં ઉનસે દિલ કો પ્યાર ક્યું હૈ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ભૂલ ગયે ક્યોં કે દેકે સહારા લૂટનેવાલે ચૈન હમારા - અનોખી અદા - નૌશાદ - શકીલ બદાયુની
તેરે નાઝ ઊઠાને કો જી ચાહતા હૈ - ગૃહસ્થી ગુલામ હૈદર - શકીલ બદાયુની 
ધરતી કો આકાશ પુકારે આજા આજા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
ફિલ્મમાં આ ગીતને મૂકેશના સૉલો સ્વરમાં અને ફિલ્મના અંતમાં શમશાદ બેગમના સૉલો સ્વરમાં પણ પ્રયોજાયું છે.
આયી સાવન ઋતુ આયી સજન મોરા ડોલે હૈ મન - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
મૈં ભવરા તૂ ફૂલ યહ દિન મત ભૂલ - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
મેરા દિલ તોડનેવાલે દિલકી દુઆ લેના - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
ઓ જાનેવાલે ઓ જાનેવાલે હમ કો ભૂલ ના જાના – ઓ જાનેવાલે - અલી હુસૈન મોરાદાબાદી - કૈફ મુસ્તફા
સજનવા પ્રેમ કહાની ...ઓ ધીરે ધીરે કહના - ઓ જાનેવાલે - અલી હુસૈન મોરાદાબાદી - કૈફ્ફ મુસ્તફા
ગીતા રોય સાથે
રાજા મોહે લે ચલ તૂ દિલ્લી કી સૈર કો - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ)
રેહતે હો અબ હર ઘડી મેરી નઝર કે સામને - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) 
અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથે
હુસ્ન બાનો સાથે - પરવાને ઓ પરવાને તૂ ક્યા જલના જાને - પરદેસી મહેમાન - હંસરાજ બહલ - પંડિત ઈન્દ્ર 
રાજકુમારી સાથે - યે બુરા કિયા જો સાફ સાફ કહે દિયા - સુહાગ રાત - સ્નેહલ - કેદાર શર્મા 
મીના કપૂર સાથે - અબ યાદ ના કર ભૂલ જા દિલ વો ફસાના - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - શમ્સ અઝીમાબાદી  
સીતારા (કાનપુરી) સાથે - એક તીર ચલાનેવાલેને દિલ લૂટ લિયા - પગડી - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
સુરૈયા સાથે - લાયી ખુશીયોંકી દુનિયા હંસતી હુઈ જવાની - વિદ્યા - એસ ડી બર્મન - અન્જુમ પીલીભીતી 

હવે પછી આપણે ૧૯૪૮નાં મોહમ્મદ રફીનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળીશું.

Thursday, December 21, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી ગીતોને ચર્ચાને એરણે લીધા પછી એક બાબત સ્પષ્ટ થઇ ગઈ કે ગીત ગમવાની બાબતમાં ગીતને જૂદા જૂદા પ્રસંગે, જૂદા જૂદા સમ્દર્ભમાં, અનેક વાર સાંભળવાની એક ખાસ અસર તો જરૂર છે. જેમ કે, ૧૯૪૮નાં સ્ત્રી ગીતોમાં મને જે ગીતો ગમ્યાં છે તે ગીતો એવાં છે જ કે જે રેડીયો પર ગીતો સાંભળવાના સમયથી જે પસંદ પડતાં હતાં તે જ છે. કોઇ એક વાત વારંવાર જોવા સાંભળવા મળે તો જે કાયમી ગમો (કે અણગમો) ઘર કરી જાય, જેને આપણે બીજા શબ્દોમાં આપણાં માનસીક વલણ તરીકે ઓળખીએ છીએ, તે કદાચ આ જ કહી શકાય.
મારી પસંદગીમાં આટલો જે પક્ષપાત જોવા મળે તેની મર્યાદા સ્વીકારીને મારી પસંદના ૧૯૪૮નાં સ્ત્રી ગીતો, કોઈ ચોક્કસ ક્રમ સિવાય, આ મુજબ છે –
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
લતા મંગેશકર - કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
લતા મંગેશકર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
મીના કપૂર - એક દિલ કા લગાના બકી થા તો વો ભી લગા કે દેખ લિયા - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
શમશાદ બેગમ - ધરતી કો આકાશ પૂકારે આ જા આ જા પ્રેમ દ્વારે - મેલા - નૌશાદ - શકીલ બદાયુની
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ગીતા રોય - નનદીયા મારે બોલી કે બાન, બાલમ મૈં તુમ સે ના બોલું - ગુણસુંદરી - અવિનાશ વ્યાસ - પંડિત ઈન્દ્ર
સુરૈયા - ઓ દૂર જાને વાલે વાદા ન ભૂલ જાના - પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
સુરૈયા - કીનારે કીનારે ચલે જાયેંગે જીવન કી નૈયા ખેતે જાયેંગે- વિદ્યા - એસ ડી બર્મન - વાય એન જોશી
પસંદ પડેલાં આ ગીતોમાંથી મારે સૌથી વધારે ગમતાં ગીતો નક્કી કરવાનાં આવે તો મારી પસંદગી, દરેક ગીત માટે સરખી, આ પ્રમાણે રહે
સુરૈયા - તેરે નૈનોને ચોરી ક્યા મોરા નન્હા સા જિયા -  પ્યારકી જીત - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
શમશાદ બેગમ -  કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
મીના કપૂર -  યાદ રખના ચાંદ તારોં યે સુહાની રાત કો - અનોખા પ્યાર - અનિલ બિશ્વાસ - ઝીઆ સરહદી
સુરીન્દર કૌરબદનામ ન હો જાયે મોહબ્બત કા ફસાના - શહીદ - ગુલામ હૈદર - ક઼મર જલાલાબાદી
લતા મંગેશકર - ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

આ સાથે આપણે એ પણ નોંધ લઈએ કે સોંગ્સ ઑવ યોરના તારણ અનુસાર, the Best Female Playback Singer  તરીકે લતા મંગેશકર અને શમશાદ બેગમ, અનુક્રમે ચંદા જા રે જા રે અને કાહે કોયલ શોર મચાએ રે માટે પસંદ થયેલ છે.

પાદ નોંધઃ ૧૯૪૮નાં સ્ત્રી સૉલો ગીતોની બધી જ પૉસ્ટ અહીં એક સાથે વાંચી શકાશે. 

Thursday, December 14, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : લતા મંગેશકર [૩]

લતા મંગેશકરનાં ૧૯૪૮નાં સૉલો ગીતોનો ત્રીજા ભાગમાં પણ તેમનાં સૉલો ગીતોના પહેલા અને બીજા ભાગને સમાંતર પ્રવાહો જોવા મળે છે. પહેલા ભાગમાં જોયું હતું કે એક કે બે ગીત સદાકાલીન લોકચાહનાની યાદમાં રહે એવાં હતાં. તે ઉપરાંત આપણે એ પણ જોયું કે લતા મંગેશકરની પસંદગી કરતા સંગીતકારોની યાદીમાં વૈવિધ્ય ઘણું છે, પણ તેમાંથી સર્વકાલીન લોકપ્રિયતા મેળવી શકનાર ગીતના સર્જક તો અનિલ બિશ્વાસ અને ખેમચંદ પ્રકાશ એ બે જ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
ચંદા રે જારે જારે પીયા સે સંદેશા મોરા કહીયો જા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન

ઓછાં સાંભળેલાં ગીતો
પીયા મિલને કો આ, મૈં તો જીતી હૂં તેરે ભરોસે - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દિલ મેરા તોડા મુઝે કહીં કા ન છોડા મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દામન હૈ ચાક ચાક મેરા.. અબ કોઈ જી કે ક્યા કરે જબ કોઈ આસરા નહી - મજબૂર - ગુલામ હૈદર - નઝીમ પાણીપતી
દિલવાલોં દીલોં કા મેલ દીલોં કા ખેલ દેખો જો જો જીત ગયા વો હારા મેરી કહાની - દત્તા કોરેગાંવકર વહીદ ક઼ુરૈશી
નન્હી બુંદીયા જીયા લહરાયે બાદલ ગીર આયે - મેરી કહાની  - દત્તા કોરેગાંવકર - નખ્શાબ જરાચ્વી
દેખો દુનિયાવાલો ઉઝડા હૈ - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર (મૂળ નામ રામકૃષ્ણ શિંદે) - બનવાસી
મોહન ક્યું નહીં આયે - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર - બનવાસી
આઓ સેજ બીછાયેં સજની - હમારી કહાની (રીલીઝ ન થયેલ) - હેમંત કેદાર - બનવાસી
બેદર્દ તેરે દર્દ કો સીને સે લગા કે - પદ્મિની - ગુલામ હૈદર - વલી સાહબ
તેરે નૈનો મેં નીંદીયાં નીંદીયાં મેં સપને, સપનોં મેં સજના - દીદી - મુકુન્દ મસુરેકર - ઈન્દીવર
તુઝે ઓ બેવફા હમ ઝિંદગીકા આસરા સમઝે - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - રાજા મહેંદી અલી ખાન
જાદૂ કર ગયે કીસી કે નૈના કી મન મોરે બસમેં નહીં - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
અબ કૌન સહારા હૈ જબ તેરા સહારા છૂટ ગયા - ઝીદ્દી - ખેમચંદ પ્રકાશ - પ્રેમ ધવન
હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૮નાં વર્ષનાં, સ્ત્રી ગીતોની સમીક્ષા કરીશું

Thursday, December 7, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : લતા મંગેશકર [૨]



૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો આ બીજો ગુલદસ્તો આપણે સાંભળી ચૂકેલ પહેલા ભાગથી એક વાતમાં બરાબર અને એક વાતમાં જૂદો પડતો જણાય છે. આ ભાગમાં પણ જે ગીત યાદગાર ગીતની કક્ષામાં મૂકી શકાય છે તે અનિલ બિશ્વાસનું રચેલું છે એ કંઈક અંશની સામ્યતા ગણીએ તો એ સિવાયનાં ગીતો ૧૯૪૮નાં સ્ત્રી ગાયિકાઓનાં અન્ય સૉલો ગીતો જેટલાં જ ઓછાં જાણીતાં પણ છે. પહેલા ભાગ કરતાં આ ભાગમાં આ પ્રકારનાં ગીતોનું  પ્રમાણ વધારે છે તેટલા અંશે આ ભાગ પહેલા ભાગથી જૂદો પડે છે. આ ભાગમાં સંગીતકારોનું વૈવિધ્ય પણ વધારે કહી શકાય એમ છે.
બહુ જાણીતાં થયેલાં ગીતો
કબ આઓગે બાલમા... બરસ બરસ  બદલી ભી બીખર ગયી - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી 

ઓછાં સાંભળેલાં ગીતો
દિલ-એ-નાશાદ કો જીને કી હસરત હો ગયી - ચુનરિયા - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાકરી 
જબ દિલ મેં તેરે દર્દ હો ઔર રંગ તેરા જૂદા હો - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અય દિલ કે માલિક મુઝે તુઝ સે ગિલા હૈ - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
મેરી નાવ ચલે ધીરે ધીરે - ચાંદ સિતારે - પ્રેમનાથ - ઈશ્વર ચંદ્ર કપૂર
અબ કિસકો સુનાઉં મૈં કથા કૃષ્ણ મુરારી દુખીયારી - જ્ઞાન દત્ત - એફ એમ ક઼ૈસર 
કબ તક કટેગી ઝિંદગી કિનારે કિનારે - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
પ્રીતમ તેરા પ્યાર ગુપ ચુપ ક્યા જલે સંસાર - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ઘર યહાં બસાને આયે થે હમ ઘર હી છોડ ચલેં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી 
કાહે કો બ્યાહી બિદેસ રે સુન બાબુલ મેરે - હીર રાંઝા અઝીઝ ખાન - અમીર ખુશરો 
આડ વાતઃ
એક જ વર્ષમાં એક જ ગીતકારનું એક જ ગીત બે અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ સંગીતકારોએ અલગ અલગ ગાયકોના સ્વરમાં રજૂ કર્યું હોય એ કદાચ એક બહુ અનોખો વિક્રમ હશે. એવું એ બીજું ગીત છે - લખી બાબુલ મેરે કાહે કો બ્યાહી બિદેશ - સોહાગ રાત - મૂકેશ - સ્નેહલ ભાટકર
આડ વાત ::
આ ફિલ્મમાં ખય્યામ પણ તેમનાં શરૂઆતનાં તખલ્લુસથી સંગીતકાર તરીકે જોવા મળે છે. મજાની વાત એ છે કે તેમણે છેક ૧૯૮૧માં 'ઉમરાવ જાન'માં આ મુખડાને ફરીથી પ્રયોજ્યો છે - જગજીત કૌરના સ્વરમાં
આ બન્ને વર્ઝનના વચ્ચેના સમય ગાળામાં સુહાગન (૧૯૫૪)માં અને આધા દિન આધી રાત (૧૯૭૭)માં એક મુજરા સ્વરૂપે આ મુખડા પર ગીતો બની ચૂક્યાં છે.
અમીર ખુશરોની આ રચના પણ ઘણાં અન્ય ગાયકોએ પણ ગૈર ફિલ્મી ગીત સ્વરૂપે  રજૂ કરી છે જે યુટ્યુબ પર સાંભળી શકાય છે.
કૈસે કાટૂં યે કાલી રાતેં આ બલમા આ સજના હીર રાંઝા - અઝીઝ ખાન - વલી સાહબ 
આ બે ગીતોની સૉફ્ટ લિંક નથી મળી શકી -

મિટ કે રહેગા યે જહાં - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
ચલી દુલ્હનિયા બારાતીયોં કે પીછ - ગજરે - અનિલ બિશ્વાસ - જી એસ નેપાલી
હવે પછીના અંકમાં ૧૯૪૮નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો ત્રીજો અને અંતિમ ભાગ સાંભળીશું.