Monday, October 31, 2011

અપેક્ષાનો વિરોધાભાસ - સેથ ગૉડીન


અલ્પ અપેક્ષા સામાન્યતઃ સ્વયં-પૂર્ત ભવિષ્યકથન બની રહેતી હોય છે.આપણે નિષ્ફળતાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ,કસીને મહેનત નથી કરતા, સહુથી ખરાબ થશે તે માટે તૈયાર રહીએ છીએ,અને અવારનાર તે મેળવીએ પણ છીએ.
સામે પક્ષે,ઉંચી અપેક્ષા ખચીત નિરાશાને નોતરે છે. તમારી અપેક્ષા વધારતા જાઓ તો વહેલી કે મોડી [લગભગ તો વહેલી જ]તે ફળીભૂત નથી થવાની.અને આપણે જાણીએ છીએ કે આપણે કલ્પેલ ઉંચાં પરિણામની સરખામણીમાં સામાન્ય સારૂં પરિણામ આવે તો આપણને તે નિષ્ફળતા જ અનુભવાય છે.
ક્દાચ, કોઇ અપેક્ષા ન રાખવા વિષે વિચારવું જોઇએ.જોરદાર પ્રયત્નો પછીથી જે પરીણામ આવે તેને સ્વિકારી લઇએ. આ કદાચ સારી જાહેરાત ન હોઇ શકે ,પણ આ શિસ્તથી સારા વ્યાવસાયિક જરૂર થવાશે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર 30, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
[कर्मण्ये वाधिकारस्ते, मा फलेशु कदाचन – गीताबोध]
n  મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-paradox-of-expectations.html

Saturday, October 29, 2011

સફળતા સાથે દલીલબાજી - સેથ ગૉડીન


"સફળતા સામે દલીલ ન કરવી"
તમારે જરૂરથી દલીલ કરવી જોઇએ.
પ્રણાલિકાગત ડહાપણમુજબ તો પરવા ન કરવી જોઇએ. પરંતુ, નિષ્ફળતાસામે દલીલ કરવી તો મૂર્ખામી છે. નિષ્ફળતાસામે દલીલ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તો ખતમ થઇ ચુકેલ છે.
સફળતાસામે દલીલ કરવામાટે કુનેહ જોઇએ, કુનેહ તેમ જ આંતરસૂઝ. જે છે તેને વધારે સારૂં  કરવાનો આ ઉત્તમ ઉપાય છે.
-          સેથ ગૉડીનની ઑક્ટૉબર ૨૮, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા ગુજરાતીમાં ભાષાંતરણ
મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/arguing-with-success.html

Sunday, October 16, 2011

ભાષા અને શક્તિ - અજય સરવૈયા - નવનીત સમર્પણ - ઑક્ટૉબર ૨૦૧૧

નવનીત સમર્પણનો ઑક્ટૉબર ૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે) છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી - જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.

આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી માધ્યમમાં ભણતા કે જીવતા  સાંપ્રત ગુજરાતી સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો સામુહિક ઉમળકો થવો જોઇએ.

બત્રીસીની બારાત - સ્નેહલ ન મઝુમદાર

૯મી ઑક્ટૉબર ૨૦૧૧નાં જન્મભુમિ પ્રવાસીની મધુવન પુર્તીમાં તીર કીટ ધા કોલમમાં શ્રી સ્નેહલ ન મઝુમદારની સાથે બત્રીસીની બારાતમાં સહેલ માણવા જેવો અવસર હતો.
હાલમાં બહુ ગવાઇ ગયેલ આયોજન પંચની દરર્રોજની રુ.૩૨ની આવકની મદદથી આપણા દેશની ગરીબીનિ વ્યાખ્યા કરતી ઍફૅડેવીટનો હોબાળૉ વાચતી વખતે ૩૨ના આંકડામાં ૩૨ ખુબીઓ છે તેવું કલ્પ્યું ન હોતું.પણ શ્રી સ્નેહલભાઇનો આ લેખ જે સરળતાથી ૩૨નું મહત્વ સ્મજાવ્યું છે તે તો જરુર નવાઇ પમાડે.
બત્રીસની સંખ્યાની બત્રીસ ખુબીઓ વર્ણવ્યાબાદ છેલ્લી લીટીમાં બત્રીસનો ઉપયોગ આ લેખમાં બત્રીસ વખત  થયો છે કે નહિં તે સવાલ એટલો ખુબીથી પુછ્યો છે કે દરેક વાંચકે લેખમાંના બત્રીસના ઉલ્લેખ જરુરથી ગણ્યા હશે જ.
જેમનાથી આ લેખ તે દિવસનાં અખબારપત્રમાં ન વાંચી શકાયો હોય તેમણે જન્મભુમિ પ્રવાસીની વેબસાઇટ, www.janmabhoominewspapers.com,પરની digital આવ્રુત્તિમાં આ લેખ વાચવાનું અને માણવાનું ચુકવું ન જોઇએ.
બત્રીસનું આવું મહાત્મ્ય આટલી ખુબીથી સમજાવવામાટે શ્રી સ્નેહલભાઇનો ૩૨વખત આભાર પણ માનવો જોઇએ.

Saturday, October 15, 2011

મારી દુનિયા...: ફુલ

મારી દુનિયા...: ફુલ

અમારા પેઢી, જેમણે હવે આવી રહેલ નવી પેઢીને ઉછરતી અને પાંગરતી જોવાની છે, પણ જેમાં અમારું સીધું યોગદાન હોય પણ અથવા ન પણ હોય, માટે તો બાળકોનું બાળપણ વેડફાઇ જતું જોવું એ એક અકથ્ય વેદના છે.

Friday, October 14, 2011

Jhaverchand Meghani

Jhaverchand Meghani:

'via Blog this'

મેઘાણી પરિવારે માત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીનો જ સાહિત્ય વારસો નહીં, ગુજરાતી સાહિત્યનો વારસો જાળવવામાં બેનમૂન ,અવર્ણીય અને અમુલ્ય સેવા કરી છે.

તે સૌને મારી શત શત સલામ......

Wednesday, October 12, 2011

નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં - બ્રાયન ટ્રેસી



કોઇ નવી ટેવ પાડતાં કેટલો સમય જોઇએ? આ સમયગાળો એક સેકંડથી થોડાં વરસોનો હોઇ શકે! નવી ટેવનાં એક ઢાંચામાં સ્થાઇ થવાની ગતિ, જે રીતે નિર્ણય લેવાયો હોય તે, લાગણીની ઉત્કટતાપર આધાર રાખે છે. ઘણા લોકો વરસો સુધી વજન ઘટાડવા તેમ જ ચુસ્ત રહેવા અંગે વિચારતા કે વાત કરતા કે નિશ્ચય કરતા રહે છે. અને એક દિવસ અચાનક જ ડૉક્ટર જાહેર કરે છેઃ 'જો તમે તમારૂં વજન નહીં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારશો નહીં તો વહેલાં મૃત્યુને આવકારશો."
મૃત્યુનો ખયાલ એટલો ડરામણો અને પ્રબળ હોય છે, કે અચાનક જ વ્યક્તિ તેનો આહાર બદલી નાંખે છે, કસરત શરૂ કરી દે છે, ધુમ્રપાન બંધ કરી દે છે અને એક  તંદુરસ્ત અને ચુસ્ત વ્યક્તિ બની જાય છે.માનસશાસ્ત્રીઓ આને 'સૂચક લાગણીશીલ અનુભવ' [Significant Emotional Experience - S E E] કહે છે. કોઇપણ વર્તન સાથે જોડાયેલ ઉત્કટ આનંદ કે પીડા, જીવનપર્યંત ટકી રહે તેવી સ્વાભાવીક, ટેવ બની જાય છે.
દાખલા તરીકે, ગરમ સ્ટવ કે  વીજળીના જીવંત તારનો સ્પર્શ  થોડીક ક્ષણોમાટે ખુબ જ તિવ્ર અને અચાનક જ પીડા અને આઘાત આપે છે. આ અનુભવ થોડીક ક્ષણ માટેનો જ હોય છે. પરંતુ, બાકીની આખી જીંદગી, આપણને ગરમ સ્ટવ કે વીજળીના જીવંત વાયરને હાથ ન અડાડવાની ટેવ પડી જાય છે. ટેવ પડે છે થોડી ક્ષણોમાં પરંતુ ટકે છે હંમેશમાટે.
નિષ્ણાતોનું માનવું છે કે મધ્યમ કક્ષાની જટીલતાવાળી ટેવ સામાન્યતઃ ૨૧ દિવસમાં રૂઢ થઇ જતી હોય છે, જેમ કે કોઇ ચોક્કસ સમયે વહેલા ઉઠવું, કામે ચડતાં પહેલાં સવારે કસરત કરવી, ગાડીમાં કાર્યક્રમો સાંભળવા, ચોક્કસ સમયે ઉંઘી જવું, મુલાકાત માટે નિશ્ચિત સમયે પહોંચવું, દરરોજનું આગોતરૂં આયોજન કરવું, દિવસની શરૂઆત મહત્વનાં કામોથી કરવી, કે પછી, નવું કામ હાથમાં લેતાં પહેલાં હાથપરનું કામ પુરૂં કરવું. આ બધી ૧૪થી ૨૧ દિવસના અભ્યાસ અને પુનરાવર્તનથી વિકસી તેવી મધ્યમ કક્ષાની ટેવો છે.
ટેવને વિકસાવવાની રીત કઇ? આટલાં વરસો દરમ્યાન,ટેવ વિકસાવવામાટે એક સરળ, જોરદાર અને સિધ્ધ, વાનગી બનાવવાના નુસ્ખા જેવી, પધ્ધતિ સુનિશ્ચિત થયેલ છે. તમે તેનો કોઇ પણ ટેવ વિકસાવવામાટે પ્રયોગ કરી શકો છો. આ પધ્ધતિ વડે તમે તમારાં વ્યક્તિત્વના વિકાસમાટેની ટેવો સરળતાથી વિકસાવતા થઇ જશો.
નવી ટેવ પાડવા માટેનાં સાત પગલાં
પહેલું, નિર્ણય લો.
જ્યારે જ્યારે કોઇ ચોક્કસ વર્તનની જરૂર પડે ત્યારે ત્યારે હરહંમેશ એક ચોક્કસ રીતે જ વર્તશો તેમ નક્કી કરો. દાખલા તરીકે સવારે ચોકકસ સમયે ઉઠી જવું અને કસરત કરવી, તમારાં ઘડીયાળનાં ઍલાર્મને નિશ્ચિત સમય માટે ગોઠવવું અને જેવું ઍલાર્મ વાગે તેવું તરત જ ઉઠી જઇ કસરતનો પોષાક પહેરીને કસરત શરૂ કરી દેવી.
બીજું, ટેવ ઘડતરના સમયે તેમાં કોઇ અપવાદની જગ્યા ન રાખશો.
કોઇ બહાનાં કે તાર્કિક કારણો ન શોધી કાઢશો.તમારી જાતને ચુંગાલમાંથી છોડાવશો નહીં. જો સવારે ૬ વાગ્યે ઉઠવાનું નક્કી કર્યું હોય, જ્યાં સુધી આપમેળે દરરોજ સવારે ઉઠી ન જવાય ત્યાં સુધી તો નિયમિત રીતે ૬ વાગ્યે ઉઠી જવાનું શિસ્ત પાળવું જ.
ત્રીજું, અન્યોને કહો કે તમે એક ચોક્કસ વર્તનની ટેવ પાડી રહ્યા છો.
બહુ નવાઇ લાગશે કે આપણને જ્યારે કોઇ જોતું હોય, કે તમારામાં તમારા નિશ્ચયને પાર ઉતારવાની માનસીક તાકાત કેટલી છે, ત્યારે આપણે  કેટલા શિસ્તબધ્ધ અને કૃતનિશ્ચયી થઇ જતા હોઇએ છીએ.
ચોથું, તમારાં મન સમક્ષ તમારી જાતને કોઇ ચોક્કસ સંજોગોમાં એક નિશ્ચિતરીતે જ વર્તન કરતા હો તેવી કલ્પના કરો.
જેટલી વધારે  તમને આ ટેવ પડી જ ગઇ છે તેવી પરિકલ્પ્ના તેમ ધારણા કરશો, તેટલીજ ઝડપથી તમારી સુષુપ્ત ચેતના એ વર્તનને સ્વીકારી લેશે અને સ્વયંસચાલિત કરી દેશે.
પાંચમું,તમારી આંખો સમક્ષ ફરી ફરીને આવ્યા કરે તેવું કલ્પના-ચિત્ર બનાવો.
આવી પુનરોક્તિથી વર્તનનું ટેવમાં નાટકીય ઝડપથી રૂપાંતર થતું જણાશે. દાખલા તરીકે, દરરોજ સુતાં પહેલાં 'હું ૬ વાગ્યે ઉઠીને તરત જ તૈયાર થઇ જઇશ' વાક્ય બોલવાથી તમે ઍલાર્મ વાગ્યા પહેલાં જ આપમેળે ઉઠી જઇ શકશો. થોડા સમય પછીથી ઍલાર્મની પણ જરૂર પડવાનું બંધ થઇ જશે.
છઠું, નવાં વર્તનને ત્યાં સુધી વળગી રહો, કે તે એટલી હદે સ્વાભાવીક અને સરળ બની જાય કે તે પ્રમાણે ન કરવાથી તમે અસ્વસ્થ બની જાઓ.
સાતમું, અને મહત્વનું,નવાપ્રકારનાં વર્તનમાં ભાગીદાર થવા માટે તમારા માટે કોઇ પુરસ્કાર રાખો.
તમે જ્યારે જ્યારે તમને પુરસ્કૃત કરશો ત્યારે ત્યારે તમારા નિર્ણયને તમે વધુ સુદ્રઢ્ઢ કરશો તેમ જ નવાં વર્તનને વધુ ઘૂંટશો.પછીથી તુરંત તમે પુરસ્કારના આનંદની સાથે તમારાં વર્તનને અજાણતાં જ જોડી દેશો. આમ તમે અજાણ્યે જ એ નક્કી કરેલ વર્તણૂક કે ટેવ પ્રમાણે વર્તવા ઇચ્છવા લાગો તે પ્રકારની શક્તિનું આવરણ તમારી આસપાસ રચાઇ જશે.
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ તારીખઃ ૧૩ ઑક્ટોબર,૨૦૧૧