નવનીત સમર્પણનો ઑક્ટૉબર
૨૦૧૧નો દીપોત્સવી અંક શક્તિ વિશેશાંક છે.તેથી 'ભાષા અને શક્તિ' જેવું લેખ-શિર્ષક જોઇને આ લેખ પણ શક્તિનાં અન્ય સ્વરૂપોપર
લખાયેલ ટેક્નીકલ લેખ સમજીને કુદાવી જવાની ભૂલ કે ભાષાપર કોઇ અઘરો લેખ વાંચવામાટે
બે-ત્રણ બદામ ખાઇને મગજને તૈયાર કરવાની જરૂર નથી.
શ્રી અજય સરવૈયા આ વિષયના
નિષ્ણાત છે તે લેખના વિષયની પસંદગી પરથી અને વ્યવસાયે અધ્યાપક છે તે તેમની સરળ
શૈલીથી જણાઇ આવે છે.
ચાર ચઢતા ક્રમમાં ભાષાને
આધારે સૃષ્ટિનાં વર્ગીકરણની સમજ તેઓ પહેલા જ ફકરામાં આપી દઇને વાંચકને આગળ વધવા
માટેનું પ્રોત્સાહન પુરૂં પાડે છે.
ભાષાના જન્મ જેવો અતિગહન
વિષય તેમણે ધ્વનિઓનાં જોડાણથી (કેવી રીતે) થયેલ છે તે વાત ઘીથી લથબથ ગરમ ગરમ શીરો
ગળેથી ઉતરી જાય તેવી અસરકારકતાથી સમજાવેલ છે.
તો વળી, વ્યાકરણના અર્થ અને તેની સમયસાથેની પરિવર્તનશીલતાને
સમજાવવામાંતો તેમણે કમાલ જ કરી છે.
શક્તિના બંને મુળભુત
ગુણો- સતત સંચલન અને બે સંદર્ભ બિંદુને જોડવામાટેનું માધ્યમ- ભાષામાં પણ (કઇ રીતે)
છે તે સમજાવ્યું પણ છે અને ભાષાને તેને કારણે શક્તિનો દરજ્જો શા કારણે મળ્યો છે તે
શાસ્ત્રોક્તરીતે સાબિત પણ કર્યું છે.
ભાષાના અન્ય ઉપયોગોની
સાથે સાથે 'સ્વ' (capital I, 'હું જાતે')ને સમજવા, પામવા કે ખોળવા જેવા વૈદિક ફીલૉસૉફી ઉપયોગને સમજાવવા ઉપરાંત
તત્વમીમાંસાનાં ગહનસ્તલની દુનિયા સુધીની ડુબકીઓ પણ ખવડાવે છે.
બીજામાટે જેટલું ઉપયોગી તેટલું જ પોતાનેમાટે ઉપયોગી -
જેવા વિચારને અંગ્રેજી ભાષાની માતબરતા reflexitivity
જેવા એક જ શબ્દમાં કહી શકે છે, પણ ગુજરાતીમાં તેનો
પર્યાય - સ્વનિરિક્ષણ- થોડો ઓછો પડતો જણાય છે.
આ લેખ વાંચ્યા પછીથી અંગ્રેજી
માધ્યમમાં ભણતા કે જીવતા સાંપ્રત ગુજરાતી
સમાજને ગુજરાતી ભાષા આટલી સમૃધ્ધ અને શક્તિશાળી થવી ઘટે તેવો પડકાર જીલી લેવાનો
સામુહિક ઉમળકો થવો જોઇએ.
No comments:
Post a Comment