અલ્પ અપેક્ષા સામાન્યતઃ સ્વયં-પૂર્ત ભવિષ્યકથન બની રહેતી
હોય છે.આપણે નિષ્ફળતાથી મોઢું ફેરવી લેતા હોઇએ છીએ,કસીને મહેનત નથી કરતા, સહુથી ખરાબ થશે તે માટે તૈયાર
રહીએ છીએ,અને અવારનાર તે મેળવીએ પણ છીએ.
સામે પક્ષે,ઉંચી અપેક્ષા ખચીત નિરાશાને નોતરે છે. તમારી અપેક્ષા
વધારતા જાઓ તો વહેલી કે મોડી [લગભગ તો વહેલી જ]તે ફળીભૂત નથી થવાની.અને આપણે જાણીએ
છીએ કે આપણે કલ્પેલ ઉંચાં પરિણામની સરખામણીમાં સામાન્ય સારૂં પરિણામ આવે તો આપણને
તે નિષ્ફળતા જ અનુભવાય છે.
ક્દાચ, કોઇ
અપેક્ષા ન રાખવા વિષે વિચારવું જોઇએ.જોરદાર પ્રયત્નો પછીથી જે પરીણામ આવે તેને
સ્વિકારી લઇએ. આ કદાચ સારી જાહેરાત ન હોઇ શકે ,પણ આ શિસ્તથી
સારા વ્યાવસાયિક જરૂર થવાશે.
-
સેથ
ગૉડીનની ઑક્ટૉબર 30, ૨૦૧૧ ની બ્લૉગપૉસ્ટનુ અશોક વૈશ્નવદ્વારા
ગુજરાતીમાં ભાષાંતરણ
[कर्मण्ये वाधिकारस्ते, मा फलेशु कदाचन – गीताबोध]
n મુળ બ્લૉગ-પૉસ્ટ માટે મુલાકાત લોઃ http://sethgodin.typepad.com/seths_blog/2011/10/the-paradox-of-expectations.html
No comments:
Post a Comment