Sunday, September 30, 2018

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - ૯_૨૦૧૮


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - _૨૦૧૮
હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૮ બ્લૉગોત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮ માટે કપૂર કુટુંબે આર કે સ્ટુડીઓને વૈંચવાના લીધેલા નિર્ણયને કેન્દ્ર સ્થાને રાખીશું..

RK Studios: The final curtain - Madhu Jain - કપૂર કુટુંબે ગયા વર્ષે લાગેલી આગમાં બહુ જ નુકસાન પામેલ આર કે સ્ટુડીઓને વેંચવાનો નિર્ણય ફિલ્મ ઈતિહાસનાં એક પ્રકરણનો અંત લાવી આપનાર નીવડશે.ઘણાં વર્ષો સુધી આર કે ફિલ્મ્સ એ નરગીસ- રાજ કપૂરનો વ્યવસાય  હતો. બહાર લોકોને ખબર છે તેનાથી ઘણો વધારે રસ નરગીસ આર કે ફિલ્મ્સમાં લેતાં. ખાસ પ્રસંગોએ લાઈટીંગ, પ્રોડક્શનની વિગતોમાં રસ લેવો, નાદીરા જેવી અભિનેત્રીનાં સામર્થ્યને પારખવું, જ્યારે જ્યારે પૈસાનીખેંચ અપડે ત્યારે ઉદાર મનથી મદદ કરવી અને એવાં કેટલાંય કામોમાં નરગીસ સક્રિય રહેતાં હતાં. તેમનાં બન્નેનાં સુવર્ણ કાળ સમાં વર્ષોમાં તેમણે રાજ કપૂરને ખૂબ સાથ આપ્યો. એ બન્નેએ આર કેની આગ (૧૯૪૮)થી જાગતે રહો (૧૯૫૬) સુધી સાથે કામ કર્યું.
આ ઉપરાંત સપ્ટેમબ્ર,૨૦૧૮માં જન્મભૂમિ-પ્રવાસીના આ લેખોમાં પણ આ ઘટનાની બહુ મનનીય અને લગણીશીલ ચર્ચા કરવામાં આવી છે.
ઔર ન રહેંગી નિશાનિયા - આશિષ ભીન્ડે - વાઈડ એન્ગલ
હવે આપણે ઓગસ્ટ મહિનામાં આવતી  વર્ષગાંઠ અને અવસાનતિથિઓને ઉદ્દેશીને લખાયેલ પૉસ્ટ્સ વાંચીશું.
Tere mandir ka hoon deepak jal raha - વિજય કુમાર - પંકજ મલ્લિકના અવાજમાં એક સ્પષ્ટ આ અને પ્રભાવ હતો જેના કારણે છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિ પણ સરળતાથી  તેમને સાંભળતી. એ અવાજ એક શ્રેષ્ઠ ભકતની પોકાર સમો હતો !

Madan Mohan’s tuning with Lata Mangeshkar - લતા મંગેશકર અને મદન મોહનનાં વ્યાવસાયિક સંબંધોનાં તાદાત્મ્ય વિષે ખુબ લખાયું છે, પણ કશે એવો ઉલ્લેખ નથી મળી શક્યો કે મદન મોહને તેમના સ્વરનો પોતાની પહેલી જ ફિલ્મમાં પ્રયોગ કયાં કારણોસર નહીં કર્યો હોય.!
Lata Mangeshkar and S D Burman gave Bollywood many Immortal Songs એ શીર્ષક જ અપનેઆપમાં એક પૂરું કથન બની રહે છે.
Happy 92nd Birthday, Noor Jehan! માં નૂરજહાંનાં ગીતોનું તાજેતરમાં જ સુધારેલું પ્લેલિસ્ટ સાંભળવા મળશે.
O Nigahen Mastana – the most romantic songs ever created by any music director, જેમાં આશા ભોસલેને ભાગે માત્ર ગણગણવાનું જ આવ્યું છે અને જે ગીતનો એક બહુ મીઠો ભાગ બની રહેલ છે.
The One and Lonely Kidar Sharma: An Anecdotal Autobiography અને Anirudha Bhattacharjee and Balaji Vittal’s ‘S D Burman: The Prince Musician’ એ બન્ને ખૂબ સ-રસ પુસ્તક પરિચયો છે.
Hats off to Dev Anand  દેવ આનંદ લગભગ દરેક ફિલ્મમાં નવી જ હેટ કે ટોપી સાથે જોવા મળતા. તેમને અંગત જીંદગીમામ પણ જૂદા જૂદા પોષાકોનો બહુ જ શોખ હતો.
દેવ આનંદના જન્મ દિવસ In Memory માં હેમંત કુમારે ગાયેલાં તેમનાં ગીતોને યાદ કરાયાં છે.
Guide: A Spiritual Odyssey - દેવ આનંદની સર્જનાત્મક શક્તિનું શિખર નવકેતનની ફિલ્મ ગાઈડને ગણવામાં આવે છે. ફિલ્મમાં એકથી વધારે દૃષ્ટિકોણ સમાવી લેવાયા છે. દેવ આનંદના ૯૫મા જન્મ દિને વિજય કુમાર ફિલ્મની બારીકીઓને ફિલ્મમાંના વિચારો અને દૃશ્યોના પ્રવાહોની નજરે ફરીથી નિહાળે છે.
Dev Anand's dreams that couldn't be Fulfilled માં દેવે આનંદે વિચારી રાખેલ પણ અધુરી રહી ગયેલ પરિયોજનાઓની વાત કહેવામાં આવી છે.
G P Sippy- A carpet merchant to the maker of Sholay કાર્પેટના વેપારીમાંથી બાંધકામના વ્યવસાયમાં નામ કાઢ્યા પછી જી પી સિપ્પી એ ૧૯૫૧માં દેવ આનંદ અભિનિત ફિલ્મ 'સઝા' (૧૯૫૧)નું નિર્માણ કર્યું. તેમને બધું  થઈને ૧૭ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
૧૨ સપ્ટેમ્બર, ૧૯૫૮ના રોજ રજૂ થયેલ 60 Years of Madhumati.. ફિલ્મ કોઈ આદર્શવાદી સંદેશ સાથેની ફિલ્મ નહોતી, પણ સાવ વાણિજ્યિક કક્ષાની ફિલ્મ પણ નહોતી. ટિકિટ બારી પણ તેણે ટંકશાળ પાડી અને અનેઆનેક અવોર્ડ્સ અ પોતાને નામે અંકે કર્યા હતા.
૮ સપ્ટેમ્બર, ૧૯૩૩નાં રોજ જન્મેલાં આશા બોસલેને The Musical Journey Of Asha Bhosle  માં અંજલિ સ્વરૂપ ગીતો રજૂ કરાયાં છે.
Asha sings for Madan Mohan – I અને Asha sings for Madan Mohan – II માં મદન મોહને રચેલાં આશા ભોસલેનાં અનુક્રમે, કેટલાંક સૉલો અને કેટલાંક યુગલ ગીતો છે.
Roshan aur Madan Mohan ki Asha માં આશા ભોસલેના સંદર્ભના રોશન અને મદન મોહનની રચનાઓના સમાંતર પ્રવાહો અને અસમાંતર પ્રવાહોની ચર્ચા ગીતોનાં માધ્યમથી કરવામાં આવી છે.
Messenger of Love and Peace૭મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ગીતકાર પી એલ  સંતોષીની ૪૦મી પુણ્યતિથિ હતી. પ્રસ્તુત પોસ્ટમાં તેમણે રચેલાં કેટલાંક અદભૂત ગીતોને યાદ કારાયાં છે, જે પૈકી આપણે કે ઉદાહરણ સ્વરૂપે સાંભળીશું - તુમસે હૈ પ્યાર મુઝે તુમ સે હી પ્યાર - તીન બત્તી ચાર રસ્તા (૧૯૫૩)

King of Ghazal Talat Mahmood with Ghazal Maestros Madan Mohan and Roshan અને Best of Mukesh by Roshan and Madan Mohanમાં રોશન અને મદન મોહને રચેલી અનુક્ર્મે તલત મહમૂદ અને મુકેશ્ના સ્વરની રચનાઓની બારીકીઓને વણી લેતાં ગીતો યાદ કરાયાં છે.
That Salil Chowdhry - A Creative Genius હતા તે તો તેમની સંગીતકાર, પાર્શ્વસંગીત રચયિતા, કંપોઝર, એરેન્જર, વાર્તા લેખક, સંવાદ લેખક જેવી અનેક ભૂમિકાઓ ભજવી શકવાની તેમની કાબેલિયત પરથી જ સમજી શકાય છે.
The Masters: Rajinder Krishan માં એક તરફ રાજેન્દ્ર કૃષ્ણનાં મદન મોહને સંગીતબધ્ધ કરેલાં અને બીજી તરફ અન્ય સંગીતકારો સંગીતબધ્ધ કરેલાં ગીતો રજૂ કરાયાં છે.
The Guitar That Sang માં લેખિકાના પિતાજી પોતાથી નવ વર્ષ મોટા ગિટારીસ્ટ, ડેવિડ વર્નોન (વર્ની) લિડ્ડલનાં કેટલાંક હિંદી ફિલ્મનાં ગીતોને યાદ કરે છે.
Sadhana - One photograph that changed her life!  એ જાણીતાં ફિલ્મ અખબાર 'સ્ક્રીન'માં સીંધી ફિલ્મ 'આબના'નો પ્રચાર કરવા છપાયો હતો.

Piya aiso jiya mein samaye - વિજય કુમાર - મીના કુમારી આ ગીતમાં દેખાય છે એટલાં સુંદર અને પોતાની ભૂમિકાં તદ્રુપ થયેલાં ક્યારે પણ નહીં લાગ્યાં હોય ! તેમના ચએરા પર અંગત પળોમાં માનેલી જગ્યએ પતિ સાથે થનાર મિલનની ઉત્સુકતા અંકાંઈ ગયેલ છે. આ ક્ષણોની નજ઼ાકત શકીલ બદાયુનીએ જે ખુબીથી વર્ણવી છે તેટલી જ માર્દવતાથી ગીતા દત્તે સ્વરમાં ઢાળી છે.
આ વિષયની નજદીક હોય એવા અન્ય બે લેખ - Jaiksihan ‘s forte was romantic and western tunes અને Hasrat Jaipuri - A Love Letter written in Real Life becomes Immortal in Reel in the form of Ye Mera Prempatra Padhkar -  પણ છે
હવે આપણે અન્ય વિષયો પરના લેખો તરફ નજર કરીએ.
Some of the Great Background Songs of Bollywood - પશ્ચાદભૂમાંથી સંભળાતાં ગીતો એ હિંદી ફિલ્મો ગીતો એક બહુ આગવો પ્રકાર રહ્યો છે.
Aaj Kal Tere Mere Pyar Ke Charche – Brahmachari – Talk Of The Townપંચાત સુકાં વનમાં ફેલાતી આગ જેવો વિષય છે, જેની પંચાત થાય તેને બહુ દઝાડે પણ જે કરે તેને તો મજા પડે. એક વાર શરૂ થાય તો ક્યાં જઈને અટકે તે પણ કહેવું મુશ્કેલ છે.
In praise of visible film craftનું હાર્દ એટલું જ છે કે ફિલનિર્માણનાં અલગ અલગ ઘટકો તરફ ફિલ્મ જોનારનું ધ્યાન આકર્ષાવું ન જોઈએ. તેને તો ફિલ્મ માણવા મળવી જોઈએ.
Royal Singing -  સામાન્યતઃ એમ મનાય છે ગાવા બજાવવાનાં ક્ષુદ્ર કામો રાજવી પરિવારોને ન પાલવે, તેઓ તો કળાનાં પાલક છે. જો કે હિંદી ફિલ્મોમાં રાજાઓ, રાણીઓ, કુંવરો કે કુંવરીઓને ગીત ગાવામાં બહુ છોછ નથી નડ્યો.
Shola Jo Bhadke – Albela – Sparks Of Love -  ચિક ચોકલેટે સજાવેલ કુબન પર્ક્સન ધુનમાં જ ગીતોમાં દેખાવા મળનારા તણખાઓનો અણસાર આવી જાય છે, ફુલોથી સજાયેલ ટોપ, હવાઈઅન લેઈ અને વીટાળી શકાય એવાં સ્કર્ટમાં ગીતા બાલી તો પોતે જ એક આગની જ્વાળા જણાય છે.
Hindi songs featuring Umbrella,માં એવાં ગીતો સમાવાયાં છે જેમાં ગીતના મોટા ભાગમાં છત્રી દેખાતી હોય. તે ઉપરાંત કોઈને કોઈએ ગીતમાં છત્રીનો કંઇને કંઈ ઉપયોગ પણ કરેલો હોવો જોઈએ. એટલે ખોલ્યા વગરની ખુલ્લી રાખી મૂકેલી છત્રીનાં ગીતો ન લેવાય.
Badi Der Se Megha Barsa – Namkeen – Withering Woes -  ઘણાં લોકો પોતે કરેલ ઈંતઝારનાં ગાણાં ગાતાં હોય છે. પોતાનાં પિયજન માટે ઈંતઝારની ઉત્સુકતામાં કાઢેલી એ પળો પ્રેમની માત્રા અનેક ગણી વધરી મૂકી શકે છે. જોકે રોમેંન્ટીક દેખાવનું સ્વરૂપ આપીને પ્રેમની માત્રા વધારવા માટે થોડુંક રૂઠવાનું મનાવવાનું પણ કરી લેવામાં આવતું હોય છે. અને  જો આ બધું આશા ભોસલેના સ્વરમાં થતું હોય તો તેની મજા જ કંઈ ઓર હોય છે.

‘Heroine teasing Hero’ songs -  હિંદી ફિલ્મોમાં હીરોને હીરોઇનની છેડછાડ કરવાનો અબાધિત પરવાનો મળતો હોય છે. જો કે હીરોઈનો પણ કમ નથી હોતી, તેઓ પણ બદલો વાળી લેતી હોય છે. અહીં એક પ્રકાર છે કામુક સ્તરે પુરુષને લલચાવવો. એ પ્રકારનાં ગીતો અહીં નથી સમાવ્યાં. તે ઉપરાંત છેડછાડ કોઈ એક જ વય્ક્તિની થતી હોવ જોઈએ આખાં ગ્રૂપની નહીં.
Of Trees And Hindi Film Songs કુદરતે વૃક્ષની રચના ભાલે પર્યાવરણની જાળવણી કરીને માનવીને મદદ કરવા, છાંયડૉ આપવા કરી હોય, પણ હિંદી ફિલ્મોમાં તો તે પ્રેમનાં ગીતો ગાવા માટેનું એક આદર્શ સ્થળ પણ છે.
The Ring Given to Suraiya by Dev Anand is still lying in the Arabian Sea -  સુરૈયા - દેવ આનંદના રોમાંસના અંતની ખરી વાત દેવ આનંદની આત્મકથા "Romancing with Life"માં કહેવાઈ છે. સુરૈયાએ જ એ વીંટી જાતે મુંબઈના દરિયામાં ફેંકી દીધી હતી. એ છેલ્લી મુલાકાત બાદ એ બન્ને ક્યારે પણ મળ્યાં નથી. દેવ આનંદે તો  મોટા ભાઈની સલાહ માની જીવનમાં પાછો રસ લેવાનું કરી લીધું, પણ સુરૈયા છેક સુધી અપરિણિત રહ્યાં.
Can’t Play Sad Music -  ટેમ્બોરીન - ખંજરી- એક બહુ મનભાવક વાદ્ય હોવા છતાં અને સેંકડૉ ગીતોમાં પોતાની જાદૂ પાથર્યા છતાં તેન મળવો જોઈએ તેટલો ન્યા નથી મળ્યો. અને આ માત્ર આપણે ત્યં જ બનેલ છે એવું નથી, પશ્ચિમમાં પણ તેની સ્થિતિ એ જ છે. ભારતં તેનૂં રણકતઈ ઝાંઝરીઓ સિવાયનું બીજું એક સ્વરૂપ છે ડફલી અને તેનો મોટો ભાઈ છે ડફ.પ્રતુત પૉસ્ટમાં ખંજરી, ડફલી કે ડફના પ્રયોગવાળાં ગીતો સમાવાયાં છે.
અહીં The Songs shot in Shimla કે તેની નજદીકનાં લોકેશન્સ પર શૂટીંગ થયાં છે.
Ventriloquism in Hindi Films એ એક બહુ રસપ્રદ વિષય પરની રસદાયક પૉસ્ટ બની છે.
સોંગ્સ ઑફ યોર પરની નિયમિત શ્રેણી Best songs of yearમાંનો Best songs of 1947: And the winners are? લેખ પ્રકાશિત થઈ ચૂક્યા પછી આપણે પણ ૧૯૪૭નાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાનું શરૂ કરેલ છે. સ્ત્રી સૉલો ગીતોની ચર્ચામાં નાં સૉલો ગીતો આપણે અત્યાર સુધી સાંભળી ચૂક્યાં છીએ.
૧૯૪૭નાં સ્ત્રી ગાયકોનાં સૉલો ગીતોમાં આ મહિને આપણે આ મહિને આપણે લલિતા દેઉલકર, શારદા ગાંગુલી અને મોહનતારા, હમીદા બાનુ, બીનાપાની મુખર્જી, સીતારા દેવી અને લતા મંગેશકર નાં સૉલો ગીત સાંભળ્યા પછીથી મારી પસંદનાં સૉલો ગીતોની સમીક્ષા પણ કરી હતી. છે. હવે આપણે ૧૯૪૭નાં યુગલ ગીતોના વિભાગની શરૂઆત મુકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોથી કરેલ છે.
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ'  કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૮ના લેખો:
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના સપ્ટેમ્બર, ૨૦૧૮ના લેખોની નિયમિત.:



'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટ સપ્ટેમ્બર, ૨૦૧૮માં 'મદન મોહન પરની લેખમાળા આગળ ધપાવે છે.:
     મદન મોહનને વિદાય આપતાં પહેલાં માણી લઇએ બે ચાર મહામૂલા રત્નો જેવાં ગીતો
'મદન મોહન પરની લેખમાળા ને હવે પૂર્ણ કરી છે. અને હિણ્દી ફિલ્મ જગતની પહેલી સંગીતજ્કાર જોડી હુસ્નલા ભગતરામ પરની શ્રેણીનો આરંભ કર્યો છે
સુવર્ણયુગની પહેલી સંગીતકાર જોડી- ખીલી લતાજીની સાથોસાથ, પરંતુ બહુ જલદી મુરઝાઇ ગઇધુરંધર સંગીતકારોની ફિલ્મો રજૂ થઇ એની સાથોસાથ આ બંનેએ પણ ધૂમ મચાવી દીધી
મહિનાના આખરી શુક્ર્વારે નવા સંગીતકાર પરના લેખની પરંપરામાં હાલમાં પ્રીતમ ઉપર લેખમાળા ચાલી રહી છે. સપ્ટેમ્બર, ૨૦૧૮ના છેલ્લા શુક્રવારે, તેઓ જણાવે છે કે નવી પ્રતિભાનો ઉદય: એને એે આર રહેમાનની નબળી નકલ સમો ગણી શકાય ખરો ?...
સપ્ટેમ્બર, ૨૦૧૮માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
ફિલ્મીગીતો અને ઘોડાગાડી
ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧૧)
એક બંદિશ, અનેક રૂપ – ૪૭ – "તેરી કટીલી નિગાહો ને મારા"
સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન : ગૈર ફિલ્મી ગીતો [૧]
તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૫) – નવરાત્રિ
એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૮]
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીને લગતો લેખ અથવા તો પોસ્ટમાં સામાન્યતઃ જે વિષયનું પ્રાધાન્ય હોય તેને અનુરૂપ ઓછાં સાંભળવા મળતાં મોહમ્મદ રફીનાં ગીતને યાદ કરતાં હોઈએ છીએ. આજના અંકમાં એક પૉસ્ટ, અને કેટલાંક ગીતો પસંદ કરેલ છે.
The story behind the song"Chahoonga Main Tujhe Saanj Savere" માં ગીતને ક્યાં ય નહોતું તેમાંથી શી રીતે લોકપ્રિય સ્થાન મળ્યું તેની વાત છે.
રસવારે મતવારે કજરારે નૈન તિહારે - હોલીડે ઈન બોમ્બે (૧૯૬૩) - બલબીર સાથે – સંગીતકાર: એન દત્તા -  ગીતકાર:  પી એલ સંતોષી 

લે ગયે ઝાલિમ ઘડી સમજકે મેરા ધડકતા દિલ - બોમ્બે રેસ કૉર્સ (૧૯૬૫) સંગીતકાર: મદન મોહન ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

કિસી સે હમને યે પૂછા મોહબ્બત કિસકો કહતે હૈં - ગરીબી (૧૯૪૯) – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ઓ ગોવાલન ક્યું મેરા મન તેરી ચિતવન લે ગઈ - ચંપાકલી (૧૯૫૭) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હિંદી ફિલ્મોનાં સુવર્ણ યુગની આપણી આ સફરને વધારે રસમય, આનંદપ્રદ અને વાચ્ય બનાવવા માટે આપનાં સૂચનો, ટીકા-ટિપ્પણીઓ તેમજ નવા સ્ત્રોતો માટેના સુઝાવો માટે  દિલથી ઈંતઝાર રહેશે.

Thursday, September 27, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મુકેશનાં યુગલ ગીતો


યુગલ ગીતો
આપણી ચર્ચાને એરણે હવે Best songs of 1947: And the winners are? ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને એરણે' પ્રસ્થાપિત કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે, ૧૯૪૭નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર માં યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો, પુરુષ-પુરુષ યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
યુગલ ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં મહદ અંશે સીમાચિન ગીતો રૂપે સામાન્યતઃ (સ્ત્રી કે પુરુષ) સૉલો ગીતોને સ્થાન જ મળતું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો એ સીમાચિહ્ન ગીતોની યાદીમાં ભલે ઓછાં રહ્યાં હશે, પણ સ્થાનની દૃષ્ટિએ તેમની ગણના સન્માનીય તો જરૂર જ રહી છે.
૧૯૪૭નાં વર્ષનાં ગીતોની કાચી યાદી કરતાં કરતાં મુકેશનાં, અને ઘણે અંશે, મોહમ્મદ રફીનાં યુગલ ગીતો તેમની સંખ્યાને કારણે તરત જ અલગ અરી આવ્યાં, આ યુગલ ગીતોની એક બીજી મારા માટે નોંધપાત્ર બાબત એ હતી કે, બીજાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સરખામણીમાં, આ ગીતો મેં બહુ સાંભળ્યાં હતાં
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૭ નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. આવો જ દબદબો આ ગીતોનાં સંગીતકારો અને સહગાયિકાઓનાં વૈવિધ્યમાં પણ, એટલો જ, નોંધપાત્ર કક્ષાએ જણાઈ આવે છે. આને કારણે મુકેશના સ્વરની મૂળભુત ખુબીઓની પિછાન પણ થતી જાય છે.
હવે પછી આપણે ૧૯૪નાં મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોને ચર્ચાને એરણે સાંભળીશું.
મુકેશ, હમીદા બાનો - દૂર કહીં દૂર કહીં ઈસ જગ સે દુનિયા હમ તુમ નઈ બસાયેંગે - બુત તરાશ – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: અમીન ગિલાની 

મુકેશ, શ્મશાદ બેગમ - મોતી ચુગને ગયી રે હંસી માન સરોવર તીર - છીને લી અઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મુકેશ સુરૈયા - જબ બાદલ ઘીર ઘીર આએંગે કહો જી કીત જાએંગે - ડાક બંગલા – સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર:  ડી એન મધોક

મુકેશ, રાજકુમારી - હમારે સૈયા દારૂ પી કર આયે આકે હમેં બુલાયે - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

મુકેશ, સુરૈયા - માટી કા બુત ભા ગયા, દિલ હી તો હૈ આ ગયા - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક

મુકેશ, સુરૈયા - કાગઝ કી નાવ મેરી,ઔર દૂર કિનારા હૈ  - દો દિલ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ડી એન મધોક 

મુકેશ, હમીદા બાનો - દેખ હમેં મુસ્કરાયે ક્યોં બાલમવા સજનવા - દુનિયા એક સરાઈ – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: કેદાર શર્મા

મુકેશ, ગીતા રોય - વતનકી મિટ્ટી હાથમેં લે કર, માથે તિલક લગા લે - ગાંવ – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ - ગીતકાર ડી એન મધોક

મુકેશ, જોહરાબાઈ - પથ્થર સે તુમ દુધ બહાઓ, આગ સે ફૂલ ખિલાઓ - નીલ કમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા

મુકેશ, જોહરાબાઈ - પ્યાર સે હમકો કલેજે સે જો તુમ ન લગાઓ તો કૌન લગાએ - નીલ કમલ - સંગીતકાર બી વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા  

મુકેશ, હમીદા બાનો  - સોચતા ક્યા હૈ સુદર્શન ચલાનેવાલે - નીલ કમલ – સંગીતકાર: બી વાસુદેવ – ગીતકાર: કેદાર શર્મા  

મુકેશ, હમીદા બાનો  - જીને કી સુરત હો ગઈ ઔર તેરી બદૌલત હો ગઈ - તોહફા- સંગીતકાર: એમ એ રૌફ – ગીતકાર: નઝીર હૈદરાબાદી 

મુકેશ, હમીદા બાનો  - મોહબ્બત કર ...જવાની હૈ જવાની હૈ - તોહફા – સંગીતકાર: એમ એ રૌફ – ગીતકાર: નઝીર હૈદરાબાદી

હવે પછીના અંકમાં આપણે મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Sunday, September 23, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ISO 19011: 2018નો એક સૌથી મહત્ત્વનો કહી શકાય તેવો ફેરફાર છે ઑડીટમાં જોખમ આધારિત અભિગમ. જેના વિષે અપ્ણે આજના આ સપ્ટેમ્બર, ૨૦૧૮ના અંકમાં વાત કરીશું.
What is risk-based auditing? – Meaning, process and importance of risk-based auditing માં પ્રતુત વિષયની રજૂઆત સાવ સરળ ભાષામાં કરવામાં આવી છે.
Risk-based Auditing - પરિવર્તનો અને જોખમો બાબતે સચેત રહેવું એ આજનાં કોર્પોરેટ અભિગમની તેમજ આંતરિક ઑડીટની એક આદર્શ લાક્ષણિકતા છે. InternalAuditor.org પરના છેલ્લા વિડીયો બ્લૉગમાં IIA પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક રિચાર્ડ ચેમ્બર્સ જોખમ આધારિત ઑડીતની ચર્ચા દરમ્યાન જોખમ આધારિત ઑડીટના ત્રણ ઘટકો અને જોખમ પર દેખરેખ રાખવા માટેનીત્રણ વ્યૂહરચનાઓની ચર્ચા કરે છે.

Managing Risks in Management Systems Auditing Frameworks – Jacob McLean

ISO 19011: 2018માં પણ હવે હવે બહુ સ્પ્ષ્ટપણે Risk-based auditing પર ભાર મુકવામાં આવ્યો છે, એટલે કે સંચાલન વ્યવસ્થા માટે મહત્ત્વની બાબતો પર વધારે ધ્યાન અપાવું જોઈએ એ વિષે ખાસ આવસ્ય્કતાઓ નક્કી કરવામાં આવી છે.
-          હવે પછીથી ઑડીટનો સમય, ઑડી કરવું અને ઓડીટનો અહેવાલ તૈયાર કરવો અને રજૂ કરવો એ બાબતો વિષે ઑડીટ આધારિત અભિગમની દૃષ્ટિએ વિચારવાનું  મહત્ત્વનું નિર્ણાયક પરિબળ બની રહેશે.
આને કારણે ઑડીટર્સે સંસ્થાનાંઅલગ અલગ સ્તરનાં સંચાલકો તેમનાં કામનાં નિયમન માટે શું  શું કરે છે તે વિષે સમજ્યા વિના ઑડીટ કરવા માટે કુદી પડવાની ઉતાવળ કરવાનું અચૂકપણે ટાળશે.

-          કલમ ૫.૩ સાથેની અહીં નીચે બતાવેલ આકૃતિમાં ઑડીટ કાર્યક્રમનાં જોખમો અને તકો નક્કી કરવાં અને તેમનું મૂલ્યાંકન કરવું એ ઑડીટ કાર્યક્રમ પ્રક્રિયાનું મહત્ત્વનું ઘટક બની રહે છે.
-          ઑડીટ માટેનું આયોજન (કલમ ૬.૩) પણ સ્વીકૃતિ માપદંડનું સ્તર ઉંચું લઈ જાય છે.
-          ઓડીટરની ઉચ્ચ કક્ષાની વ્યાવસાયિક નિર્ણય શક્તિને કામે લગાડવાની વાત અહીં કરવામાં આવી છે. ઑડીટરની વ્યાવસાયિક વિવેક બુધ્ધિ હવે ઑડીટરની એક બહુ મહત્ત્વની આવશ્યક ખાસીયત બની રહેશે.
-          સંચાલન વયવસ્થાના ઑડીટરમાં હવે શું શું લાયકાતો / ક્ષમતાઓ વધારે મહત્ત્વની ગણાવી જોઈએ એ બાબતે પણ ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. ઓડીટનાં પરિણામો ગ્રાહકને વધારે ને વધારે ઉપયોગી નીવડે તેવાં ઑડીટ કરતા રહેવા માટે ઑડીટરે પોતાનાં કૌશલ્ય, જ્ઞાન અને અભિગમમાં સતત સુધારા કરતાં રહેવું અતિઆવશ્યક બની ગયું છે.
 Incorporating Risk-Based Thinking into Internal Quality Audits for ISO 9001 - આ વેબિનારમાં જાણીતા નિષ્ણાત, ડ્યુક ઑક્સ, જોખમ આધારિત વિચારસરણીનો ઉપયોગ ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થામાં શી રીતે કરી શકાય તે સમજાવશે. QMS પ્રક્રિયાઓમાં જોખમનું મૂલ્યાંકન કરવાની સરળ રીતો પણ અહી સમજાવી છે. તદુપરાંત ઓડીટની આવશ્યકતાત્રુટીઓને પણ જોખમ આધારિત વિચારસરણીના દૃષ્ટિકોણથી કેમ સમજાવવી તે પણ સમજાવાયું છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Essential Management for Doers, Doubters and Darers માંનો Jim Champy નોલેખ Keeping it Simple આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. મૅનેજમૅન્ટના સિધ્ધાંતોને બહુ જ સરળ સ્વરૂપે રજૂ કરી શકવા એ પીટર ડકરની આગવી ખૂબી હતી.જેમ કે તેઓ 'વ્યૂહરચના'ને આ રીતે સમજાવતા  - ૧. આજે તમે ક્યાં છો એ સમજો; ૨. હવે તમારે ક્યાં જવું છે?, અને ૩. ત્યાં પહોંચવા માટે તમારે શું શું કરવું પડે? સરળતાની અગત્ય સમજાવતા અને તેને સરળ રીતે સમજાવવા માટેના કેટલાક સિધ્ધાંતો આ મુજબ ગણી શકાય :
          I.        આપણે શું કહેવા માગીએ છે સ્પષ્ટ હોવું જોઈએ;
         II.        કારણ વગરના અઘર શબો કે પારિભાષિક સંજ્ઞાઓનો ઉપયોગ શકય બને ત્યાં સુધી ટાળો;
        III.        તમારા મૌલિક વિચારો કેળવો;
          IV.            તમારા વિચારોને વાસ્તવિક સ્તરના રાખો.
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત:

  • Blockchain and Quality -  ગુણવત્તા ૪.૦ કે ઇન્ડસ્ટ્રી ૪.૦ ની વાતમાં બ્લૉકચેઇન શબ્દ વારંવાર વપરાતો જોવા મળે છે.અત્યારે એનો સૌથી વધારે જાણીતો વપરાશ  કદાચ બીટ્કોઈન તરીકે કહી શકાય. બ્લોકચેઈન શું છે તેનો ગુણવત્તા ક્ષેત્રમાં શું ઉપયોગ છે તે અહીં સમજાવાયું છે.


  • Digital Transformation - ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવત્તા ૪.૦ જેવા શબ્દો આજે મોટ અભાગની સંસ્થાઓ માટે 'અમને હજૂ લાગુ નથી પડતા'ની કક્ષાના ગણાય છે એમ કહી શકાય. જો એ દિશામાં શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરવી? એક એવું ક્ષેત્ર છે ડિજિટલ રૂપાંતરણ….


Jim L. Smithનાં ઓગસ્ટ, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Commit to Success - સફળતા મેળવવા માટે શિસ્ત, મહેનત, ખંત, લગન, ઈચ્છાશક્તિ, હિંમત અને શ્રધ્ધા જરૂરી છે. સારા ખેલાડીઓ અને સફળ ખેલાડીઓની વચ્ચેની ભેદ રેખા અંકત કરે છે
    તેમની સફળતા માટેની પ્રતિબધ્ધતા. સફળ થવા માટે જે કરવું પડે તે કરી છૂટવા એ લોકો તૈયાર હોય છે
    , બશર્તે તેનાથી બીજાંને નુકસાન ન થતું હોય. એ લોકોના દરેક નિર્ણય અને દરેક પગલાંમાં આ પ્રતિબધ્ધતા પ્રતિબિંબિત થતી જોવા મળે છે.
  • Creativity - મગજ બીજા બધા સ્નાયુઓની જેમ જેટલું વધારે વપરાય એટલું વધારે સશક્ત બનતું રહે છે. સર્જકતા એટલે કોઈ પણ વસ્તુ જૂદી જૂદી રીતે કરી શકવાની ક્ષમતા. એ માટે જેટલી જરૂર છે સફળ થતં રહેવાની તેનાથી વધારે જરુર છે નિષ્ફળ થતાં રહેવાની અને એ બન્ને સંજોગોમાં નવા નવ માર્ગ વિચારીને અમલ કરતા રહેવાની.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.