Wednesday, December 31, 2014

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧૨ /૨૦૧૪

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૧૨ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
દર વખતની જેમ આપણે બ્લૉગોત્સવના આ મહિનાના અંકની સફર પણ તિથિઓની યાદમાં લખાયેલ પોસ્ટ્સ વડે કરીશું.

સુક્ષ્મ હાસ્યને પરદા પર આગવું સ્થાન બક્ષનારા કચ્છી માડુ દેવેન વર્માએ બીજી ડીસેમ્બરે તેમના જીવનના ખેલનો પરદો કાયમ માટે પાડી દીધો.

ટીવી ચેનલોનાં માધ્યમ પર તેમને અપાયેલ બે અંજલિઓ -Tribute to Great Actor Deven Verma અને Tribute to Deven Verma - તેમની કારકીર્દીને ન્યાય આપી રહે છે.

Remembering Deven Varma બહુ જ લાગણીથી તેમને હિંદી સિનેમાના બહુ જ અચ્છા કલાકાર અને અનોખા ટીખળી વ્યક્તિ તરીકે તેમને યાદ કરે છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હૃષીકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્ય અને ગુલઝારની ફિલ્મોમાં સ્થૂળ હાસ્યની સામે સૂક્ષ્મ રમૂજને તેમણે પરદા પર ખીલવી. આ ફિલ્મોમાં તેમણે સૂત્રધાર, વિદુષક, નાટક-રચિતા જેવા અનેક પાઠ એક સાથે સફળતાપૂર્વક (અને લોકભાગ્ય શૈલીમાં, પણ) ભજવ્યા હતા.

લોકોને છીછરાપણું શા માટે વધુ આકર્ષે છે? માં દીપક સોલિયા લખે છે કે “દેવેન વર્મા સૂક્ષ્મ અને ગરિમાપૂર્ણ કોમેડીના માણસ હતા. એમણે ૧૯૬૦ના દાયકામાં ફિલ્મજગતમાં પ્રવેશ મેળવ્યો ત્યારે પણ લાઉડ અભિનયની બોલબાલા હતી જ. એ જમાનામાં રાજેન્દ્રનાથ ચટાપટાવાળો ચડ્ડો પહેરીને કોમેડી કરતા અને ટુનટુન સ્થૂળ કાયાથી લોકોને હસાવતાં. ખુદ દેવેન વર્માને પણ જે ત્રણ ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા એમાંના બે તો ‘ચોર કે ઘર ચોર‘ અને ‘ચોરી મેરા કામ’ જેવી એવરેજ ફિલ્મોમાંની એમની પ્રમાણમાં સ્થૂળ કોમેડી માટે મળેલા. આવાં ચીલાચાલુ પાત્રોને પણ દેવેન વર્મા પોતાના સૂક્ષ્મ અભિનયના જોરે જરા ઊંચી કક્ષાએ લઈ જતા. છેવટે એમને બેસ્ટ કોમેડિયન માટેનો જે ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો એ ‘અંગૂર’ માટે હતો. ‘અંગૂર’ એક એવી ફિલ્મ છે કે જે પ્રત્યેક સાચા હિન્દી ફિલ્મરસિકે જોયેલી હોવી જોઈએ (પછી ભલે તેનો જન્મ અંગૂરની રિલીઝ -૧૯૮૩- પછી થયો હોય). શોલે, ગર્મ હવા, પ્યાસા, ગાઈડ અને જાને ભી દો યારોની જેમ ચુપકે ચુપકેગોલમાલ - અંગૂર પણ હિન્દી ફિલ્મજગતની ટોચની સિદ્ધિ ગણાવી શકાય એવી ફિલ્મો છે.”

દેવેન વર્માએ ફિલ્મના પર્દા પર ગાયેલાં અનેક ગીતોમાંથી આપણે આજ ઔર કલ(૧૯૬૩ - રવિ)નું બા અદબ બા મુલાઇઝા તેમના કસબના નમુના સ્વરૂપે માણીશું.

શર્મીલા ટાગોરના ૭૦મા અને આજે ૭૯ વર્ષે પણ સૌષ્ઠવપુર્ણ દેખાતા ધર્મેન્દ્રના જ્ન્મદિવસે બંનેનાં ચાર ચાર અલગ ફિલ્મોનાં અને ચાર ગીતો તેમણે સાથે કરેલી ફિલ્મોનાં ગીતો Happy Birthday, Sharmila Tagore and Dharmendra! માં રજૂ કરાયાં છે.

Ten of my favourite Dharmendra songs માં લેખિકાએ જોઇ હોય તેવી ૧૯૭૦ પહેલાંની ધર્મેન્દ્રની ફિલ્મોમાંથી તેના પર જ ફિલ્માવાયેલાં માત્ર સોલો ગીતો (યુગલ ગીતો નહીં!) રજૂ કરાયાં છે.

Ten of my favourite Geeta Dutt solos અને તેના અનુગામી Ten of my favourite Geeta Dutt duetsની જેમ અનુક્રમે The Unforgettable Geeta Dutt અને Unforgettable Geeta Dutt – Part 2ગીતા દત્તની યાદ તાજા કરે છે. અહીં રજૂઅ થયેલાં ગીતોમાંથી આપણે છબીલી (૧૯૬૦ - સ્નેહલ ભાટકર)નું નુતન સાથેનું યુગલ ગીત યારોં કિસીસે ન કહેના અહીં ખાસ યાદ કરીશું.

Happy Birthday, Dilip Saab દિલિપ કુમારના ૯૨મા જ્ન્મ દિવસની ખુશી મનાવે છે.

The joker and his disguises - Raj Kapoor as innocent and masochist માં રાજ કપૂરનાં અલગ અલગ પાસાઓની બહુ સૂક્ષ્મ છણાવટ કરાઇ છે. આ અવસર પર સંગમ (૧૯૬૪)નાં યે મેરા પ્રેમ પત્ર પઢકરનાં ફિલ્માંકન અને તેની સાથે વણાયેલાં પ્રતિકાર્થ સંદેશાઓની વાત કરતાં ક્રવાની સાથે લેખક એ ગીત માટે પોતાની ખાસ પસંદ પણ નોંધાવી દે છે.

જિયો તો ઐસે જિયો જૈસે સબ કુછ તુમ્હારા હૈ (બહુ બેટી ૧૯૬૫, મોહમ્મદ રફી, રવિ)એ આવાંજ ગીતોના રચયિતા શૈલેન્દ્રની હાદ કરાવી દીધી, જેના પરિપાક સ્વરૂપે My favourite Shailendra songs લખાયો. આ બ્લૉગોત્સવ શ્રેણીએ પણ ડીસેમ્બર ૨૦૧૩માં શૈલેન્દ્રને યાદ કરતા કેટલાક માહિતીપૂર્ણ લેખોની નોંધ લીધી હતી.
અને હવે આપણે અન્ય બ્લૉગ / લેખોની મુલાકાત લઈશું

SoY પરની વર્ષવાર ગીતોની અલગ અલગ પાસાંઓથી પુનઃસમીક્ષા કરતી શ્રેણીમાં Best Songs of 1951 ૧૯૫૧નાં ગીતો પરની લેખમાળાની પૂર્ણાહુતિ થઇ. લેખકની આગવી શૈલી અને વાંચકોની ઊંડાણભરી સક્રિય ચર્ચાએ આ સમગ્ર લેખમાળાને અત્યંત રસપ્રદ બનાવી રાખી છે.

Best songs of 1951: Wrap-Up 4 માં ૧૯૫૧નાં યુગલ ગીતોપર ખાસ ચર્ચા થઇ છે. લેખકે જે ૧૪૪ યાદગાર ગીતો તારવ્યાં હતાં તેમા ૩૮ તો યુગલી ગીતો જ છે. આ બધાં જ ગીતો ફિલ્મ સંગીતનાં સદાબહાર યુગલ ગીતોમાં સ્થાન મેળવવાની ક્ક્ષાનાં છે તે ખાસ મહત્ત્વની ઘટના ગણી શકાય. તરાનાનું તલત મહમૂદ અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સીનેમેં સુલગતે હૈ અરમાં અને આવારાનું મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત દમ ભર જો ઈધર મૂંહ ફેરે સંયુક્ત પણે વિજેતા પદ માટે પસંદ થયાં છે.

Best songs of 1951: Final Wrap-Up 5માં ૧૯૫૧ના વર્ષ માટે શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી વિષે ચર્ચા બહુ જ ઉત્તેજનાપૂર્ણ રહી છે. લેખકે વિશેષણમાટે આંકડાકીય પદ્ધતિઓને પણ કામે લગાડવી પડી છે. સમ્ગ્ર ચર્ચાને અંતે ૧૯૫૧ના શ્રેષ્ઠ સંગીતકારનો તાજ અનિલ બિશ્વાસને ફાળે ગયો છે.

Item songs આપણને મધરરલૅન્ડ સામયિકના ખાસ અંકની "આઈટમ" તરફ દોરી જઇને આ વિષય પરનાં પરંપરાગત ગીતોની યાદ કરાવી આપતા કેટલાક લેખોની મુલાકાત કરાવી આપે છે.

12 must-have Hindi songs for your travel playlist! એ કોઈપણ મુસાફરે પોતાનાં ભાથામાં સાથે રાખવા લાયક ગીતોનું શીરામણ છે.

કેટકેટલા નિયમો કે બાંધણીના પ્રકારો 'પ્રાર્થના'ગીત હેઠળ આવરી શકાય તેવાં ગીતોને લાગુ પડી શકે. આવાં બંધનોમાંથી જે ગીતો રર્વસંમતિને એરણે પસાર થયાં તે Ten memorable prayer songs from Hindi filmsમાં સમાવાયાં છે.

Discussion, Info and Great Pics Related to the Earliest Appearances of Cuckooo (thanks to Mel!)માં હિંદી ફિલ્મનાં એક બહુ નૃત્યકાર, કકુ,ના શરૂઆતના સમયની માહિતી અને ફોટોગ્રાફ્સ માટે મેલના ફ્રેંચમાં લખાયેલા લેખમાં બહુ જ સર્વગ્રાહી સ્વરૂપે રજૂ કરાયેલ છે. પ્રસ્તુત લેખમાં ૧૯૪૩ની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'નાં એક દૃશ્યમાં એક બાલિકાને બતાવાઇ છે અને સવાલ એ પૂછાયો છે કે શું તે કકુ છે? આ છે એ ઈમેજઃ Is this Cuckoo
તે સાથે 'પૃથ્વીવલ્લભ'નું એક બહુ જ યાદગાર ગીત - તૈલપકી નગરીમે ગાના નહીં બજાના નહીં હૈ - યાદ કરીએ

આ મહિને આપણે નવી શોધમાં મળેલા અને જેઓ બહુ નિયમિતપણે ફિલ્મ સંગીત પર ન લખતા હોય એવા કેટલાક એવા મિત્રોના બ્લૉગની મુલાકાત પણ લઇશું.

સંગીતની કેડીએ.. સમયના પેટાળમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યાં... લતા મંગેશકરના કેટલાં યાદગાર, પણ લોકપ્રિયતાની એરણ પર ક્યાં ભૂલાવા લાગેલાં (અને કેટલાંક આજે પણ હજૂ એટલાં જ લોકપ્રિય) ગીતો ની સાથે જ્યુથિકા રૉય અને સુરૈયાનાં એક એક ગીતને કાવ્યમય ભાષામાં યાદ કરાયાં છે.

Old Hindi Songs Collection એ '૫૦થી '૯૦ના દાયકાનાં હિંદી ફિલ્મનાં ગીતોનો બ્લૉગ છે.

શ્રીકાંત તલાગેરીએ બહુ જ મહેનત લઇને 'પાકીઝા'માં જે ગીતો નથી સમાવાયાં તેની યાદી બનાવી છે. ગીતોની શૈલી ફિલ્મનાં ગીતો કરતાં કેટલી જૂદી પડે છે ! બ્લૉગોત્સવના મોહમ્મદ રફી પરના લેખથી સમાપન કરતાં પહેલાં આપણે હજૂ થોડા બીજા લેખોની મુલાકાત લેવાની રહે છે :

આપણા મિત્ર ભગવાન થરવાનીએ બોમ્બે ટુ ગોઆમાં ન સમાવાયેલાં ગીત Tum Meri Jindagi Mein Kuchh ને યાદ કર્યું છે. મૂળે આ ધુન ગુરૂદત્તની રીલીઝ ન થયેલી ૧૯૫૭ની ફિલ્મમાં પહેલી વાર સંગીત આપતી વખતે રાહુલ દેવ બર્મને હેમંત કુમાર અને ગીતા દત્તના યુગલ ગીત માટે વાપરી હતી. '૧૯૪૨- એ લવ સ્ટોરી'નાં કુમાર શાનુએ ગાયેલાં ગીત કુછ ના કહો સાથે પણ આ ધુનમાં સામ્યતા જણાશે ! કુછ ના કહો લતા મંગેશકરના સ્વરમાં પણ રાહુલ દેવ બર્મને ગવડાવ્યું છે.

અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
Mohammed Rafi and Super Star Rajesh Khanna માં રાજેશ ખન્નાની ફિલ્મો માટે જૂદા જૂદા સંગીતકારોએ મોહમ્મદ રફીના સ્વરના કરેલા ઉપયોગની ચર્ચા કરી છે.

ટેલીફોન પરની વાતચીતમાં, ઉષા તિમોથી કહે છે કે મોહમ્મદ રફી અને લતા મંગેશકરની અંટસમાં રોયલ્ટી મૂળ મુદ્દો નહોતો.ખેર, આપણા માટે તો તેમણે અહીં યાદ કરેલાં ગીતો મહત્ત્વનાં છે. ઘણા ટુંકા સમયની કારકીર્દીમાં તેમણે ટોચનાં લગભગ બધાં ગાયકો સાથે કામ કર્યું હતું તેઓ બહુ ગર્વથી કહે છે કે ગાયકીની શૈલીમાં તેમનો આદર્શ લતા મગેશકર કે આશા ભોસલે નહીં, પણ મોહમ્મદ રફી હતા. આપણે તેમનાં સહુ પ્રથમ ગીત - તૂ રાત ખડી થી છત પે કે ચાંદ નીકલા (હિમાલયકી ગોદમેં -૧૯૬૫- કલ્યાણજી આણંદજી)ને અહીં યાદ કરીશું.
ડીસેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)
‘બંદિશ એક, રૂપ અનેક’ – (૪) : મુઝસે પહેલીસી મહોબત મેરે મહેબૂબ ના માંગ
સુરૈયા : સિનેસૃષ્ટિની પહેલી મલિકા-એ- તરન્નૂમ
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૧:
                                                                                                                પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નું વર્ષ આપ સહુને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદમય રહો, જીવનભર યાદગાર રહે તેવી સુફળદાયી ઘટનાઓ આ વર્ષે પણ બનતી રહે તેવી શુભેચ્છાઓ ...

Monday, December 29, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનાં સહુથી પહેલાં પુસ્તક "માણસવલા કચ્છી માડુ: કીર્તિ ખત્રી'માં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને તેમની સાથે સંપર્કમાં આવેલે વ્યક્તિઓના દૃષ્ટિકોણથી જોવા મળ્યાં. તે પછી કચ્છની પ્રાકૃતિક / ભૌગોલિક વિશેષતાઓને લગતા વિષયોનાં વિવિધ પાસાંઓ વિષે આવાં બહુમુખી વ્યક્તિત્વધારી કીર્તિભાઇએ જાતે ભમીને કરેલા અભ્યાસનાં તારણો અને મતવ્યો થકી કચ્છનો આપણે વિગતે પરિચય કર્યો.

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનું બીજાં પુસ્તક "જોયું, જાણ્યું, લખ્યું"નો પરિચય આપણે, આજે, ગ્રંથમાળાના લગભગ અંતમાં, કરી રહ્યાં છીએ.

પુસ્તકશ્રેણીના સંપાદક, માણેકલાલ પટેલ, તેમના સંપાદકીય લેખમાં પુસ્તકના થીમનો પરિચય આ શબ્દોમાં કરાવે છે :
”કીર્તિભાઇએ કચ્છ બહાર ભારત તેમ વિદેશમાં પ્રવાસ કર્યા પછી લેખશ્રેણીઓ લખી છે એ અનોખી છાપ ઊભી કરે તેવી છે. (તત્કાલીન) વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથેના પત્રકાર કાફલામાં સામેલ થઇને કમ્બોડિયા અને ઈસ્લામાબાદના પ્રવાસે તેઓ ગયા હતા ત્યારની કે તે પછી ભારતના ત્રિપુરા, અરૂણાચલ કે મણિપુર જેવા ઇશાની રાજ્યોની પ્રવાસ શ્રેણીઓમાં સ્થળનાં વર્ણન નહીં, પરંતુ પ્રજાની પીડાની અને સમસ્યાઓની વાત, તેમાં ઊંડા ઊતરીને કરી છે. ભારતની એકેએક બોર્ડર અને તેની આસપાસ રહેતા લોકોની પરેશાની અને સમસ્યાઓને વાચા આપી છે”.
'કચ્છમિત્ર'ના તંત્રી તરીકે તેમને કચ્છની બહાર ફરવાનું થયું તે વિષેના દરેક લેખ એક એક અલગ પુસ્તક્નો વિષય બની શકવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ છતાં કીર્તિભાઇએ એ વિપુલ, રસપ્રદ માહિતી અને સમસ્યાઓને એક લેખ સ્વરૂપે જ રજૂ કરેલ છે. આ પુસ્તકમાં સમાવાયેલા ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો પરના લેખો તો તેમણે પોતાના જોખમે અને હિસાબે ખેડેલા પ્રવાસોની ફળશ્રુતિ છે.’

'જોયું, જાણ્યું, લખ્યું'નાં કુલ ૩૪૧ પાનામાં ૬૯ લેખો છે. તેમાંથી કેટલાક લેખો અહીં વિગતે પરિચય માટે પસંદ કરેલા છે.

"અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિનું રોમાંચક પગેરું" (પૃ. ૪૧ -૪૫) - નવેમ્બર, ૨૦૦૦૨.
‘ઇતિહાસકારોના તારણ અનુસાર બૌદ્ધ-હિન્દુ સંસ્કૃતિઓ એક સમયે તિબેટ, સિલોન, બ્રહ્મદેશ, જાવા, બાલી, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને છેક મધ્ય અમેરિકા સુધી વિસ્તરી હતી...હિન્દુ અને બૌદ્ધ ધર્મ..ના ફેલાવાની ..નોંધપાત્ર બાબત એ હતી કે ક્યાંયે ધર્મપરિવર્તન બળજબરી કે બળના પ્રયોગથી નથી થયું કે નથી ક્યારે કોઇ કત્લેઆમ થઇ...અંકોરવાટના અજોડ મંદિરથી માંડીને નાનામાં નાનાં હિન્દુ કે બૌદ્ધ ધર્મસ્થાનોના શિલ્પ-સ્થાપત્યમાં ભારતીય અને પૌર્વાત્ય શૈલીનો સંગમ જોવા મળે છે. એવું જ પ્રજાજીવનમાં પણ ડોકાય છે…. અરે, રાજા નોરોદોમ સિંહાનુકના શાહી રાજમહેલમાં મહિનામાં બે વાર, હિન્દુ વિધિ અનુસાર પૂજન થાય છે. ધોતિયું પહેરેલા 'મહારાજ' રાજમહેલ પરિસરમાં દેખાય એ સામાન્ય ચિત્ર છે...એક સાથી પત્રકારે માહિતી આપી કે થાઇલૅન્ડમાં તો મકાન બાંધકામ શરૂ કરતાં પહેલાં તેની લગોલગ એક ખૂણામાં નાનકડું મંદિર બંધાય છે. જેમાં બુદ્ધ અને બ્રહ્માની મૂર્તિઓ મુકાય છે.. આપણે..(ત્યાં) ખેડબ્રહ્મા કે પુષ્કર સિવાય બીજે ક્યાંય બ્રહ્માના મંદિર વિશે જાણ્યું નથી....લાઓસ, કમ્બોડિયા, થાઇલૅન્ડ બૌદ્ધધર્મી છે, પરંતુ ઇંડોનેશિયા તો ઇસ્લામિક દેશ છે..ઇંડોનેશિયાની સત્તાવાર ભાષા 'બહાસા'...માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના શબ્દોનો મોટી સંખ્યામાં સમાવેશ થયેલો છે...(જેમ કે) ડિફેન્સ વિભાગને આપણે સંરક્ષણ વિભાગ તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઇંડોનેશિયામાં એ 'આયુદ્ધ' નામે પ્રચલિત છે....ધર્મ ઇસ્લામ હોય કે બૌદ્ધ, પણ સંસ્કૃતિ ભારતીય છે...ફ્નોમપેન્હ અને વિયેનશીએનમાં રસ્તાઓ પર ફરીએ તો આપણને એમ જ લાગે છે કે જાણે ત્રિપુરા, મેઘાલય કે આસામના કોઇ વિસ્તારમાં ફરીએ છીએ.'
"લાઓસવાસીઓની હિજરત કચ્છને ભૂલાવે એવી છે !" (પ. ૫૭)
‘વર્ષોથી દુષ્કાળ સહિતની કુદરતી આપત્તિઓની વણજારનો ભોગ બનતાં કચ્છીમાડુએ રોજીરોટીની ખોજમાં હિજરત કરી છે...અત્યારે એની કુલ વસ્તી ૧૪ લાખની છે તો એથી દોઢ-બમણા કચ્છી મુંબઇ, ભારતના અન્ય પ્રદેશો ઉપરાંત વિદેશમાં સ્થાયી થયા છે. આપણે માનીએ છીએ કે આવી હિજરતનો જોટો વિશ્વમાં ક્યાયે જોવા મળે તેમ નથી, પરંતુ લાઓસ આપણાથી આગળ છે...સંભવતઃ લાઓસ એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની કુલ વસ્તીથી વધુ લોકો વિદેશમાં છે...ક્ચ્છીઓની હિજરત કુદરતસર્જિત છે, જ્યારે લાઓસવાસીઓની હિજરત માનવસર્જિત છે.’
"ભોરિંદો-સુરિંદો અને જોડિયા પાવાની રમઝટ !" (પૃ. ૭૪) - ૬-૧-૨૦૦૪
‘ઇસ્લામાબાદના આલીશાન ઝીણા કન્વેન્શન સેન્ટરના..ઑડિટોરિયમમાં સાર્ક શિખર સંમેલન શરૂ થયું એ પહેલાં..એક મોટા પરદા પર સાંસ્કૃતિક કાર્યક્રમનાં વીડિયો ચિત્ર રજૂ થઇ રહ્યાં હતાં, તેમાં સિંધના કલાકાર ભોરિંદો, સુરિંદો તેમજ જોડિયા પાવાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા....ક્ચ્છમાં બન્ની તેમ જ અન્ય વિસ્તારોમાં ભોરિંદોવાદન પ્રખ્યાત છે તેમ જોડિયા પાવા પણ જુદા જુદા કાર્યક્રમોમાં જોવા મળે છે...સુરિંદોના સૂર હવે ભાગ્યે જ સાંભળવા મળે છે.જાણવા મળ્યું કે સુરિંદો તો સિંધમાં આજેય પ્રખ્યાત છે અને વાજિંત્રનું ઉત્પાદન પણ થાય છે. વીડિયોના પરદે એ પણ જોવા મળ્યું.’
પાક નકશામાં જૂનાગઢ” (પૃ.૮૦-૮૧) - ૨૯-૪-૨૦૦૪
‘૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સાર્ક શિખર પરિષદ ઇસ્લામાબાદમાં મળી હતી, ત્યારે મહેમાન પત્રકારોને 'પાકિસ્તાન: બેઝિક ફેક્ટ્સ' શીર્ષક સાથેની એક પુસ્તિકા આયોજકોએ આપી હતી...જેના નીચેના ભાગમાં એક ખાસ ચોકઠામાં સૌરાષ્ટ્રનો નકશો મુકાયો છે. ચોકઠાની ઉપરના 'જૂનાગઢ માણાવદર' શીર્ષક લગાવેલું છે અને જૂનાગઢ જિલ્લાની હદ પાકિસ્તાનની હદ હોય એ રીતે દર્શાવેલી છે....સાર્ક પરિષદને ચાર મહિના વિત્યા પછીયે ભારતે પાકિસ્તાન સમક્ષ આ પ્રશ્ને કોઇ વાંધો નોંધાવ્યો હોય એવું સત્તાવાર જાણવા મળ્યું નથી.’
"સરહદી થાંભલો ફાડીને પીપળો રે ઊગ્યો....વાત જમ્મુ સરહદના રસપ્રદ સ્થળની" (પૃ.૯૭/૯૮) - ૪-૭-૨૦૦૮
‘જમ્મુ-કાશ્મીરની સરહદ પર કેટલાંક સ્થળ બંને દેશમાં લોકપ્રિય છે.... જમ્મુ શહેરથી ચાળીસેક કિ.મી. દૂર પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પર પીપળાને જોઇને...કવિ વેણીભાઇ પુરોહિતની પ્રખ્યાત કાવ્ય રચનાની 'ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો..' પંક્તિ સહેજે યાદ આવી જાય... પણ આ પીપળાની કહાની કંઇ ઔર છે..જમ્મુથી માંડ પાંત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર સૂચેતગઢ નજીક સીમા સુરક્ષા દળની ઓક્ટ્રોય ચોકી આવેલી છે...અહીં જૂના રાજાશાહીના જમાના સરહદી થાંભલા આવેલા છે….(આવા એક થાંભલામાંથી ઊગ્યા પછી તેને આખેઆખો ગળીને વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી ચૂક્યો છે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પીપળો)… જેમ કચ્છરાજે સિરક્રીકના મુખથી છેક લખપત સુધીના કાદવવાળા વિસ્તારમાં થાંભલા બનાવ્યા હતા તેમ અહીં પણ એ જમાનાના થાંભલા મોજૂદ છે.’
સ્ત્રી સમાનતા ને અધિકારમાં ઓમાન ઘણું આગળ છે !”(પૃ. ૧૦૪-૧૦૭) ૧૫-૮-૨૦૧૦
‘...વિશેષ ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ ઇસ્લામિક દેશમાં પુરુષ જેટલા જ સમાન અધિકાર મહિલાઓને આપવામાં આવ્યા છે. પરિણામે યુનિવર્સિટીઓમાં યુવાનો કરતાં યુવતીઓની ટકાવારી વધી ગઇ છે...સિક્કાની બીજી બાજુ એ છે કે મહિલાઓએ તેમને મળેલી તક ઝડપી લીધી અને બે દાયકામાં જ શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું....અખાતના કે આરબ જગતના કોઈ પણ દેશમાં સ્ત્રી અધિકારની આવી આદર્શ સ્થિતિ બીજે ક્યાંયે નહીં હોય...’
અનોખી શક્તિપીઠ ઇમ્ફાલની માતૃબજાર” (પૃ.૧૫૯-૧૬૪) ૨૦-૨-૨૦૧૧
‘ (મણિપુરની રાજધાની) ઇમ્ફાલમાં સવાસો-દોઢસો વર્ષ જૂની..એક મહાબજાર છે, તેમાં ૩૦૦૦ સ્ટોલ છે, અને તેની તમામની માલિકી મણિપુરી ગૃહિણીઓની છે... દુકાનદાર માલિકણ અવસાન પામે તો વારસો પુત્રીને મળે. એ પુત્રી પરિણીત હોવી જોઇએ. સંભવતઃ તેથી આ બજાર 'ઈમા કૈથેલ" એટલે કે માતૃ બજાર નામે પ્રચલિત છે...નાની સાંકડી ગલીઓમાં ભરચક ગીરદીમાં તૈયાર કપડાંથી માંડીને વાસણ જેવી ઘરવખરીની ચીજો અને શાકભાજીથી માંડીને માછલી જેવી ખાદ્યવસ્તુઓના ધૂમ વેપાર સાથે જીવન ધબકતું રહે છે...અંગ્રેજોનું શાસન ભારત પર ભલે બે સદી સુધી રહ્યું હોય પણ મણિપુર પર માત્ર (૧૮૯૧ થી ૧૯૪૭)૫૬ વર્ષ જ અંગ્રેજોનું રાજ રહ્યું..આઝાદીની ચળવળ વખતે કે રાજ્યના જુલમ કે ગેરવહીવટ સામે જંગે ચડવામાં મણિપુરની નારીએ દુકાનો-બજારો બંધ કરીને શેરીઓમાં નીકળી પડવામાં પાછીપાની કરી નથી...એ વાતની નોંધ લેવી કોઇએ કે અહીંની નારી આટલી સક્રિય હોવા છતાં તેનો સમગ્રતયા સમાજ મેઘાલય જેવો માતૃપ્રધાન નથી...(પરંતુ) મેઘાલયમાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હોવા છતાં ત્યાંની નારીએ મણિપુરી સ્ત્રીઓની જેમ સામૂહિક હિત કે સામાજિક ન્યાય માટે ચળવળો ચલાવી નથી...મણિપુરી નારી..નાગરિક અધિકારો માટે કેમ લડતી થઇ એ સવાલનો જવાબ ભૂતકાળની પરંપરા અગર રિવાજમાં રહેલો છે. છેક ૧૮૦૦ના સમયમાં ..રાજ્યના પુખ્તવયના દરેક પુરુષે વર્ષના અમુક દિવસો સુધી વિના વળતરે રાજને સેવાઓ આપવી. ફરજિયાત મફત મજૂરી નામે ઓળખાતી વેઠપ્રથા..ને કારણે ઘરમાંથી પુરુષની લાંબા સમયની ગેરહાજરીએ સ્ત્રીને બહાર નીકળી કુટુંબના ભરણપોષણ ખાતર કમાવાની ફરજ પડી...૧૯૭૫માં - દારૂ, ચરસ-ગાંજો અને અન્ય કેફી પદાર્થોના નશાની નશાબંધી -'નિશાબંદી' નામે ચળવળ રમણીદેવીના નેજા હેઠળ માતૃ બજારની મહિલાઓએ શરૂ કરી..સામાન્ય સ્ત્રીઓ વિસ્તાર વાઇઝ જૂથ બનાવીને રાત્રિ પહેરો ભરવાનું શરૂ કર્યું. જો કોઇ પુરુષ દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર ધાંધલ કરતો દેખાય તો તેની પીટાઇ પણ મહિલાઓ કરતી.પછી દેશી દારૂ વેચનારાનાં પીઠાં પર જઇને જાહેરમાં દારૂ નાશ કરવાનું પગલું લેવાયું. આખરે ૧૯૯૧માં મણિપુરને ડ્રાય સ્ટેટ જાહેર કરાયું...૧૯૮૦..માં સશસ્ત્ર દળોને ખાસ સત્તાઓ આપતો ધારો મણિપુરમાં અમલી બન્યો.. આ ધારા હેઠળ એક સ્થાનિક નેતાને ઉગ્રવાદી હોવાની શંકાઓ પરથી લશ્કરે પકડી લીધો.. પણ મહિલાઓના મોરચાએ તેને છોડાવ્યો..એક કિસ્સામાં અર્ધલશ્કરી દળના જવાને એક સ્ત્રી પર બળાત્કાર કરતાં તેનું અવસાન થયું..આ સમયે રમણીદેવીના નેજા હેઠળ બાર જેટલી મહિલાઓએ આસામ રાયફલના મુખ્યમથક સામે 'નિઃવસ્ત્ર' દેખાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી.. … ભૂગર્ભ ઉગ્રવાદી જૂથો દ્વારા ખંડણીની માગણી કરાય છે ત્યારેય આ મહિલા મશાલચીઓ તેનો વિરોધ કરે છે.. ખૂંચે તેવી બાબત એ છે કે મહિલા અધિકારની રક્ષા માટે તો જાગૃત નથી...અને તેનો એકરાર પણ કરે છે........'
આફ્રિકાના આર્થિક જંગમાં ભારત હજુયે ચીનને મહાત કરી શકે" (પૃ.૨૧૬-૨૨૨) ૧૬-૯-૨૦૧૨
‘વૈશ્વીકરણના યુગમાં ચીનના અતિક્રમણને પગલે ભારત-આફ્રિકી દેશો વચ્ચેના સંબંધો એક નવા અને અનિશ્ચિત મોડ પર આવી ગયા છે. ખાસ તો માળખાંકીય સુવિધાઓનાં બાંધકામના ક્ષેત્રે ચીનની અતિઝડપી પેશકદમીએ અમેરિકન અને યુરોપિયન રાષ્ટ્રોનેય હંફાવી દીધાં છે...આવી સ્પર્ધામાં ખરેખર મરો તો નાના અને મધ્યમ કદના વેપારીઓ તેમ જ વ્યવસાયકારો અને નોકરિયાતોનો છે..હવે તો ભય વ્યક્ત થઇ રહ્યો છે કે રોજી-રોટી માટે 'ઊંધો પ્રવાહ' શરૂ થવાની શક્યતા છે...જો કે ઊર્જા અને ખનિજક્ષેત્રે બધું જ ..ઢસડી જવાના ચીનના ઇરાદા સામે હવે આફ્રિકી દેશોના નેતાઓ પણ લાલબત્તી ધરવા લાગ્યા છે...ઉપરાંત બધાં કામો પર, માત્ર અને માત્ર ચીની શ્રમિકોને જે રોજી આપવા સામેય સ્થાનિક વિરોધ જાગવા માંડ્યો છે...વળી રાજ્યવ્યવસ્થાને સંબંધ છે ત્યાં સુધી લોકશાહીની જાળવણી અને માનવ અધિકાર જેવા ક્ષેત્રો માટે અમેરિકા (પણ જોઇએ છે)...ઇતિહાસ પર નજર કરતાં ભારતનાં મૂળિયાં ઊંડાં જોવા મળે છે...(છેલ્લાં કેટલાંક વર્ષોથી) આફ્રિકાના આર્થિક- સામાજિક વિકાસમાં ..શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી માંડીને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં ભારતની સહાયથી અનેક દેશો સર્વાંગી અને ટકાઉ વિકાસ હાંસલ કરી શકશે...આ પ્રકારના પ્રોજેક્ટોમાં અને તાલીમ કાર્યક્રમોમાં ભારતને ચીન કરતાં વિશેષ લાભ મળે છે એ ભાષાનો છે...બાકી રહી છે પ્રજાની વાત. જે ભારતીઓ વર્ષોથી આફ્રિકામાં સ્થિર થયા છે તેઓ સ્થાનિક લોકો પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરે અને સાથેસાથે રંગભેદ તદ્દન ભૂલી જઇને તેમની સાથે ભળી જાય એ જરૂરી છે....’
"ભુજની મેઘતૃષ્ણા, લંડનની સૂર્યતૃષ્ણા" (પૃ.૨૬૩-૨૬૫)
'જુલાઇ ૨૦૧૩ના અંતિમ સપ્તાહમાં લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવમાં ભગ લેવાનો યોગાનુયોગ મોકો મળ્યો, ત્યારે "કચ્છથી આવ્યા છો, વરસાદ પડ્યો કે કેમ?" આ સવાલ જે પણ ઓળખીતા મળતા હતા એ પૂછતા હતા..વિદેશમાં સ્થાયી થયા પછીયે કચ્છી સમાજ જેમ પોતાના વતનને ભૂલ્યો નથી તેમ પાણીની અછતને ય ભૂલ્યો નથી...વિધિની વિચિત્રતા તો જૂઓ કે આવા મલકનો માડુ બેવતન થઇને જ્યાંવસ્યો છે એ લંડનના લોકોને સૂર્યતૃષ્ણા સતાવે છે.....
નિરોણાની ખરકી સ્વિત્ઝર્લેન્ડની કાઉબેલ બન્નીનું ભરત જર્મનીની કુકુઝ ક્લૉક” (પૃ. ૨૯૩ - ૨૯૮) ૨૨-૯-૨૦૧૩
'રણની અસહ્ય ગરમી કે બર્ફીલી પહાડીઓની કાતિલ ઠંડીએ માનવીને બક્ષેલી સમયની મોકળાશ અનેક કામણગારી કલા-કારીગરીના વિકાસનું નિમિત્ત બની છે....ભરબપોરે શરીર દઝાડતા સૂર્યના તાપને લીધે ભૂંગામાં ભરાઇ રહેવું પડે..એવા સંજોગોમાં..પ્રવૃત્તિના એક ભાગરૂપે સ્ત્રી વર્ગે સોય-દોરાનો સહારો લીધો અને એક વિશિષ્ઠ ભાતીગળ કસબનો ઉદ્‍ભવ કચ્છ અને રાજસ્થાન જેવા રણપ્રદેશમાં થયો....આવું જ થયું હોવાનો અહેસાસ કાંઇક જર્મનીના બર્ફીલા, બ્લેક ફોરેસ્ટ,ના વિસ્તારમાં થયો...શિયાળામાં અહીં ચોમેર બરફની ચાદર અને હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય છવાઇ જાય, જનજીવન ઠૂંઠવાઇ જાય..અહીં પણ થીજી ગયેલા સમયનો સદ્‍ઉપયોગ કરવાના પ્રયાસોની ફળશ્રુતિરૂપે 'કુકુઝ ક્લૉક', યાને 'કોયલ ઘડિયાળ' હાથેથી બનાવવાનો કુટિર ઉદ્યોગ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે...બન્નીનું ભરત અને જર્મનીની કુકુઝ ક્લૉકની ખોજ અસહ્ય ગરમી અને કાતિલ ઠંડીએ બક્ષેલી સમયની મોકળાશને આભારી છે, પણ હસ્તકલાની પંચતીર્થી સમી નિરોણાની ખરકી અને સ્વિત્ઝર્લેન્ડની કાઉ-બેલ એટલે કે ગાયઘંટીની પરંપરા, પશુપાલનના વ્યવસાયના એક સાધનરૂપે, વૈશ્વિક છે.'
કીર્તિભાઇના લખાણોમાં 'ઉદ્દેશની સ્પષ્ટતા, મુદ્દાની તાર્કિકતા, વિશિષ્ટ શૈલી, સંદર્ભો સહિતની રજૂઆત,ખૂબ ઝીણું કાંતીને સમસ્યા કે વિષયના મૂળ સુધી જવાની ખાસિયત અને પંડિતાઇના ભાર વિનાની ભાષાનું પ્રભુત્વ' પ્રસ્તુત પુસ્તકમાં બહુ જ ખીલેલું જોઇ શકાય છે. ભવિષ્યમાં આ પ્રકારના પુસ્તકમાં જો ફોટોગ્રાફ્સ જેવી સામગ્રી પણ સમાવવામાં આવે તો એ પુસ્તક ઘણું વધારે ગ્રાહ્ય પણ બની રહેશે..

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com


વેબ ગુર્જરી પર  ૯ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

Saturday, December 27, 2014

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૧:

:: અનોખા પ્યારનાં ગીતોનાં ગાયનના અનોખાં વૈકલ્પિક સ્વરૂપ
clip_image002clip_image003


અનિલ બિશ્વાસ હિંદી ફિલ્મ સંગીતના પ્રાતઃ કાળ અને સુવર્ણકાળના સંધિકાળના સમયના એક એવા સંગીતકાર છે જેમણે ગીતોની બાંધણી, ગાયન શૈલી અને વાદ્યસજ્જામાં આમૂલ પરિવર્તનો કરીને ફિલ્મ સંગીતને ચિરયૌવન બક્ષે તેવી સંસ્કૃતિ ઘડી આપી. એ સમયે જે કેટલાંક પાર્શ્વગાયકોએ ફિલ્મ સંગીત ક્ષેત્રે પ્રવેશ કર્યો તેમાંનાં મુકેશ, તલત મહમૂદ અને લતા મંગેશકર જેવાં ગાયકોની નૈસર્ગીક લાક્ષણિકતાઓને નીખારવા માટેનો સંગીન પાયો પણ તેમણે નાખી આપ્યો.

કહેવાય છે કે અનિલ બિશ્વાસ ગાયકના અવાજની રેન્જને ધ્યાનમાં રાખીને ધૂન તૈયાર ન કરતા, પણ ધૂનની માંગ મુજબ ગાયકના ગળાંમાથી અવાજ કઢાવી રહેતા. તેમની આ પદ્ધતિનો સહુથી વધારે લાભ લતા મંગેશકરને મળ્યો એમ કહી શકાય. કુદરતી રીતે જ બહુ જ મોટી રેંજ ધરાવતો અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલિમ લતા મંગેશકરના દૈવી બક્ષિસ સમા અવાજને અનન્ય ઉંચાઇઓ લઇ જવા માટે પૂરતાં ન થઇ રહ્યાં હોત જો તેમને અનિલ બિશ્વાસ જેવા ઘાટ ઘડનારનો સ્પર્શ ન મળ્યો હોત. તો સામે પક્ષે અનિલ બિશ્વાસ પણ લતા મંગેશકરના અવાજની ખૂબીઓને બહુ જ શરૂથી જ પારખી ગયા હતા, એટલે પોતાની ધૂનોની દરેક ખૂબીઓને શત પ્રતિ શત ન્યાય મળે તે માટે એમણે લતા મંગેશકર સાથે બહુ જ દિલથી મહેનત કરી (અને લતા મંગેશકર પાસે એવી મહેનત કરાવી).

ગુલામ હૈદરે લતા મંગેશકર પાસે ૧૯૪૮માં 'મજબૂર' માટે ગીત ગવડાવ્યાં. તે પછી અનિલ બિશ્વાસે 'અનોખા પ્યાર' અને 'ગજરે' જેવી ફિલ્મોમાં લતા મંગેશકરને સમાંતર તક આપી. જો કે લતા મંગેશકર તેમનાં અનિલ બિશ્વાસસાથેના સંગાથની શરૂઆત ૧૯૪૯ની ફિલ્મ 'ગર્લ્સ સ્કૂલ'થી થયેલ ગણાવે છે. ફિલ્મ પ્રકાશિત થવાના સમયની આ ટેક્નીકાલીટીઓને નઝર અંદાજ કરીએ તો પણ આ ફિલ્મોમાં જોવા મળતી લતા મંગેશકરના અવાજમાંની 'નુરજહાં-અસર' તો ૧૯૫૦ની 'આરઝૂ' સુધીમાં ક્યાંય ઓગળી ને, ભવિષ્યમાં પાર્શ્વગાયનમાટે એક માત્ર માપદંડ બની રહેવાનો હતો તે, 'લતા મંગેશકર અવાજ' તરીકે પાંગરી ચૂકેલ જોવા મળે છે.

ખેર, આપણે સંગીતની આ બારીકીઓની ચર્ચામાં નહીં જઇએ. આપણે તો અનિલ બિશ્વાસના સ્વરનિયોજનમાં બનેલી ૩૦ ફિલ્મોનાં કુલ્લ ૧૨૩ ગીતોમાંથી જેટલાં પણ ગીતો મળશે તેમને વર્ષના ક્રમમાં ફિલ્મવાર રજૂ કરીશું. આમ આ લેખ એક નાની સી લેખમાળા બની રહેશે. અનોખા પ્યાર (૧૯૪૮)
 
મેરે ફૂલોમેં છીપી હૈ જવાની – ગીતકાર : બેહઝાદ લખનવી


ફિલ્મમાં નલીની જયવંત પર ફિલ્માવાયેલાં ગીતો માટે લતા મંગેશકરના અવાજનો ઉપયોગ કરાયો હતો...અહીં સંગીતમાં અને ગાયિકાના અવાજમાં પણ યુવાની ફુટતી અનુભવાય છે..

ઘડી ઘડી પૂછો ના જી, કીસસે મેરી પ્રીત હૈ - ગીતકાર : ગોપાલ સિંઘ ‘નેપાલી’

ગીતમાં શબ્દોના ભાવને તાનના ઉતાર ચડાવ વડે કેટલી અદાથી રજૂ કરાયા છે..


જીવન સપના ટૂટ ગયા - ગીતકાર : ઝીયા સરહદી

અનિલ બિશ્વાસ ગીતની સિચ્યુએશન મુજબ ધુનમાં જે પ્રયોગ કરવા પડે તે કરતાં અચકાતા નહીં...

આ ગીત સાંભળ્યા બાદ મુકેશના અવાજમાં ગવાયેલું જોડીદાર ગીત સાંભળીશું તો આ વાત તરત જ સમજાઇ જાય છે..



ભોલા અનાડી મેરા બલમા ન જાને - ગીતકાર : ઝીયા સરહદી

ફિલ્મમાં જે ગીતો નરગીસ પર ફિલ્માવાયાં હતાં તે મીના કપુરના અવાજમાં સાંભળવા મળે છે, પરંતુ એ જ ગીતોને રેકોર્ડ પર લતા મંગેશકરના અવાજમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે. મીના કપુરનાં ગીતો લતા મંગેશકરના અવાજમાં શા માટે રેકોર્ડ થયાં તે વિષે ઘણી વાતો થતી રહી છે, પરંતુ આ બન્ને વર્ઝન માટે અનિલ બિશ્વાસે લય કે સૂરમાં કે વાદ્યસજ્જામાં જે ફેરફારો કર્યા છે તેને જ આપણે તો માણીએ... યાદ રખના ચાંદ તારોં, ઈસ સુહાની રાત કો - ગીતકાર : ઝીયા સરહદી


આ ગીત મીના કપુરના અવાજમાં


મેરે લિયે વો ગમ-એ-ઇન્તઝાર છોડ ગયે - ગીતકાર : બેહઝાદ લખનવી


મીના કપુરના અવાજમાં



એક દિલ કા લગાના બાકી થા જો દિલ લગાકે દેખ લિયા - ગીતકાર : ઝીયા સરહદી


હવે મીના કપુરના અવાજનું ફિલ્મમાંનું ગીત



અય દિલ મેરી વફામેં કોઇ અસર નહીં હૈ - ઈરા (શ્રીમતિ રોશન)નાગરથ સાથે - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં નલીની જયવંત અને નરગીસ આ ગીત દ્વારા પોતપોતાની લાગણીઓ અનુક્રમે લતા મંગેશકર અને મીના કપુરના અવાજમાં વ્યક્ત કરે છે



અબ યાદ ના કર ભૂલ જા અય દિલ વો અફસાના - મુકેશ સાથે - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં મુકેશની સાથે મીના કપુરનો સ્વર હતો..



૧૯૪૮ અને ૧૯૪૯માં અનિલ બિશ્વાસ અને લતા મંગેશકરની બીજી ચાર ફિલ્મો પણ આવી હતી, જે હવે આપણે હવે પછીના અંકમાં ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સાંભળીશું.

સાભાર : The Swar-Saamraagyi and the the Sangeet-Maartand: Best of Lata Mangeshkar by Anil Biswas

વેબ ગુર્જરી પર ૨૭ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ છે.

Thursday, December 25, 2014

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ડીસેમ્બર, ૨૦૧૪


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ.

ઑક્ટોબર ૨૦૧૪થી ત્રણ મહિના માટે આપણે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડી છે. ઑક્ટોબર ૨૦૧૪ના અંકમાં આપણે પુનરાવૃત્ત સતત સુધારણાની મૂળભૂત પરિકલ્પના અને નવેમ્બર ૨૦૧૪ના અંકમાં પુનરાવૃત્ત સતત સુધારણા અને સતત સુધારણા વચ્ચેનાં અંતર અને સરખાપાણાંની વાત કરી હતી.

આ મહિને આપણે કેટલાક વૈવિધ્યસભર લેખો દ્વારા પ્રાયોગિક સ્તરે પુનરાવૃત્ત સુધારણાના અમલ વિષે જાણકારી મેળવીશું.
  • Continuous Improvement at Two Companies (PDF, 362 KB) ટૉડ સ્ક્નાઈડર બે કંપનીઓની કામગીરી સાથે સતત સુધારણાને સાંકળી લેવાના અનુભવો વહેંચે છે.તેમની હાલની કંપનીમાં સિક્ષ સિગ્માના ઉપયોગ વડે પેદાશ લગભગ ૨૦ % વધી, જેને કારણે ૧૦ મહિનામાં ૪૦,૦૦૦ ડૉલરની બચત થઇ અને માલ અને વેપારી પ્રબંધનમાં થયેલા સુધારાઓને પરિણામે વર્ષે ૧,૯૨,૦૦૦ ડૉલરની બચત શકય બની. | જૂન ૨૦૧૧.
  • Electric Utility Deploys Powerful Approach for Continuous Improvement (PDF, 313 KB) દક્ષિણ કેલીફોર્નીયાનાં એડિસનમાંThe Information Technology and Business Integration (IT&BI) Business Unitએ સતત સુધારણા પ્રયાસોની દૃષ્ટિગોચરતા, સભાનતા અને તેના પ્રત્યેની એકાગ્રતામાં સુધારણા દ્વારા ગ્રાહકોની જરૂરીયાતો પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનું આયોજન ઘડી કાઢ્યું. | ઓગસ્ટ ૨૦૧૦.
  • The Challenge of Overcoming Success (PDF, 428 KB) થીયરી ઓફ કન્સ્ટ્રેઇન્ટ્સ, સિક્ષ સીગ્મા અને લીનનાં સંયોજન વડે DNA testing laboratory પ્રક્રિયા સુધારણા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવી શકેલ.કાર્યપ્રવાહ અને પ્રયોગશાળાની ગોઠવણીનાં પુનઃઆલેખન વડે તેમ જ કામ માટેના નવા નિયમો દાખલ કરવાથી ખર્ચમાં વધારો કર્યા સિવાય જ ક્ષમતામાં વધારો શક્ય બન્યો. | માર્ચ ૨૦૧૦.
  • Can a Fishbone Diagram Stop a Bully? (PDF, 373 KB) In Community Consolidated School District 15માં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઉદ્દેશ્યો ઘડી કાઢવામાં અને શૈક્ષણિક પ્રગતિ પર નજર રાખવા તેમ જ રમતગમતનાં મેદાનપર દાદાગીરી જેવા વર્તણૂકને લગતા મુદ્દાઓ પર ધ્યાન રાખવા માટે ગુણવત્તા સાધનોનો ઉપયોગ કરે છે. | સપ્ટેમ્બર ૨૦૦૯.
  • PDSA: A Road Map to Improved Writing Skills (PDF, 340 KB) The plan, do, study, act ચક્રની મદદથી પેલેટાઇઅન, ઈલીનોઇસની Winston Campus Elementaryએ છઠ્ઠાં ધોરણનાં વિદ્યાર્થીઓની લેખન કસોટીના ગુણ ૩૬% જેટલા સુધાર્યા. | સપ્ટેમ્બર ૨૦૦૯.
  • Former Baldrige Recipient Rekindles Its Quality Fire (PDF, 256 KB) ૨૦૦૩માં બાલ્ડ્રીજ પુરસ્કાર મેળવ્યા બાદ શિકાગોનાં પરાંમાં આવેલ Community Consolidated School District 15ના પ્રથમ હરોળના કર્મચારી વર્ગે The plan, do, study, act modelજેવા ગુણવત્તા સાધનોના સતત ઉપયોગ વડે સુધારણાના પ્રયાસો ચાલુ જ રાખેલ છે. | ઓગસ્ટ ૨૦૦૯.
  • Quality Club Teaches Today’s Learners to Become Tomorrow's Leaders (PDF, 186 KB) જે વિદ્યાર્થીઓ પેલેટાઇઅન, ઇલીનોઇસની Hunting Ridge Schoolની ગુણવત્તા ક્લબમાં ભાગ લે છે તેઓ સતત સુધારણા પદ્ધતિઓ વિષે શીખે છે અને પછીથી તેમનાં સહયોગીઓનાં પ્રશિક્ષણનાં સત્ર પણ ચલાવે છે. | ઓગસ્ટ ૨૦૦૯.
  • Quality Engrained in Culture at Iowa Hospital (PDF, 250 KB) The plan-do-study-act (PDSA) ચક્ર, માહિતી-આધારીત નિર્ણય પ્રક્રિયા અને લીન પદ્ધતિઓ જેવી ગુણવત્તા સંસ્કૃતિ Guttenberg Municipal Hospitalનો હિસ્સો છે. ૨૦૦૮માં ઇસ્પિતાલને Iowa Recognition for Performance Excellenceકાર્યક્રમ હેઠળ રજત પુરસ્કાર પણ મળ્યો છે. | જુન ૨૦૦૯.
  • Rural Hospital Thrives With Continuous Improvement and Innovation (PDF, 210 KB) સંસ્કૃતિમાં પરિવર્તનને કારણે Wright Medical Centerમાં દર્દીઓની ઉત્કૃટ કક્ષાની સંતૃપ્તિ શક્ય બની. ઉત્તર મધ્ય આયોવામાં હવે ઇસ્પિતાલ આરોગ્ય સંભાળ માટેનું ખાસ પસંદનું કેન્દ્ર બની રહેલ છે. દર્દીઓનાં સંતોષના આંકડાનું સ્તર રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉ્ચ્ચ કક્ષાની માત્રા જાળવી રહેલ છે. | એપ્રિલ ૨૦૦૯.
  • Medical Device Manufacturer's Continuous Improvement Approach Reduces Errors in Records (PDF, 236 KB) ટેક્નૉલોજી, પ્રક્રિયા અને લોકોભિમુખી ઉકેલોના ત્રિસ્તરીય અભિગમ વડે MEDRADએ ઉત્પાદન ઇતિહાસની નોંધમાંની ત્રૂટીઓમાં ૨૬ % જેટલો ઘટાડો શક્ય બનાવ્યો. | ફેબ્રુઆરી ૨૦૦૯.
  • Match the Change Vehicle and Method To the Job (PDF, 260 KB) પ્રક્રિયા સુધારણા ટીમોએ તેમની પાસે ઉપલબ્ધ કાર્યપ્રણાલિઓ,સાધનો અને પરિવર્તન વાહનોની વ્યાખ્યા સમજી લેવી જોઇએ , નહી તો ગુણવત્તા સુધારણા કાર્યક્રમ સાથે તે બંધ ન બેસે તો તેનાં પરિણામ્પ ઘાતક નીવડી શકે છે.
  • From Continuous Improvement to Continuous Innovation (PDF, 95 KB) સતત સુધારણા, સતત નાવીન્યકરણ, બિનસતત નાવીન્યકરણ, ક્રમાનુસાર વૃદ્ધિશીલતા, પૂરેપૂરો કશ કાઢી લેતો ઉપયોગ અને સમન્વેષણની એક્દમ નજદીકથી તપાસ.
  • Continuous Improvement: Methods and Madness (PDF, 28 KB) કર્મચારીઓની ભાગીદારી, દરરોજનાં અને ક્રમિક સત્રે થતી સુધારણા અને ઉત્પાદનની લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું એ બધાં સતત સુધારણાનાં લક્ષણો છે.
હવે આપણે આપણા નિયમિત વિભાગો ભણી વળીએ:

ASQના મુખ્ય સંચાલક બિલ ટ્રૉયIs Every Quality Professional a Leader?’ દ્વારા બહુ જ સમયસરની ચર્ચા ઉપાડે છે, જે વ્યવસાયનાં ભવિષ્યનાં ઘડતર વિષે પણ મહત્ત્વની ભૂમિકા ભજવનાર બની રહી શકે છે. “કેટલાંક લોકોનું કહેવું છે કે ગુણવત્તા વ્યાવસાયિકોમાં ટોચનાં સંચાલન સાથે તાલ કદમ મેળવા માટે જરૂરી કૌશલ્યોનો અભાવ જ રહેતો હોય છે.તો વળી એક અન્ય અભિપ્રાય એમ પણ છે કે ગુણવત્તા વ્યાવસાયિકોમાં પોતાનાં ક્ષેત્રની બહાર ગુણવત્તા ક્ષેત્રનાં મહત્ત્વને અસરકારક રજૂઆત કરવા માટે જરૂરી કળા ખૂટતી હોય છે. નેતૃત્ત્વ એટલે આ બધું જ. આજના યુગમાં ધાર્યાં પરિણામ લાવવા કુશાગ્ર વ્યાપારી કુનેહ, લોકો સાથે કામ પાડવાની આવડત અને નિર્ણાયત્મકતાની તો ડગલે ને પગલે જરૂર પડશે.”

November Roundup: What Does Leadership Mean to Quality?’માં ASQ communicationsનાં જુલીઆ મૅકીન્તોશ ASQ bloggers દ્વારા રજૂ થયેલા વિભિન્ન વિચારોને રજૂ કરી આપે છે. કેટલાકનું કહેવું છે કે ઉચિત ગુણવત્તાસભર પ્રશિક્ષણ મળવું જોઇએ, તો વળી કેટલાંક અન્યનું કહેવું છે કે બધાંમાં નેતૃત્વના ગુણો સ્વાભાવિકપણે હોય તે જરૂરી નથી.

તે પછી ASQ TV Episodes તરફ મુલાકાત લઇએ:

Quality Goes to School વૃતાંતમાં ગુણવત્તાની વર્ગખંડમાં ભૂમિકા વિષે જોવા મળશે.ઓરીગામીની મદદથી "લીન" અને lotus flower diagram જેવાં વિચારમંથનનાં સાધન વિષે કેમ શીખી શકાય છે તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

Improving Healthcare With Quality: આરોગ્યસંભાળ વ્યવસાયમાં ગુણવત્તા સાધનોના વપરાશના પડકારોની વાત કરવાની સાથે એક ઇસ્પિતાલે સિક્ષ સીગ્માના ઉપયોગથી દર્દીઓને રજા આપવા માટેના સમયમાં ઘટાડો કેમ કરી શકાયોની પણ ચર્ચા જોઇ શકાશે.આ પ્રયોગમાં design of experimentsજેવાં સાધનનો પણ ઉપયોગ કરાયો છે. પૂરી case study પણ વાંચી શકાશે.

આ મહિનાના ASQ’s Influential Voice છે - રાજન થીયાગરાજન

ચેન્નાઇ સ્થિત, રાજન થિયાગરાજન ટીસીએસમાં ડીલીવરી હેડ છે અને ASQના વરિષ્ઠ સભ્ય છે. તેઓ ASQપરની ચર્ચાઓ પર પોતાના વિચારો અને અભિપ્રાયો તેમના બ્લૉગ Quality Matters પર લખતા રહે છે. જેમ કે, ગયા વર્ષનો તેમના લેખ Remembering the Great Leaders of Qualityમાં તેઓએ ગુણવત્તા ક્ષેત્રના ૧૦ સહુથી જાણીતા અગ્રણીઓનાં મહત્ત્વનાં યોગદાનને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે.

આ મહિને પણ આપણી પાસે Curious Cat Management Improvement Carnival શ્રેણીમાં કોઇ નવો લેખ નથી. તેથી આપણે બ્લૉગની વધારે વિગતે મુલાકાત કરીને ત્યાંના India વિભાગમાં પરના લેખ Frugal Innovationમાં મૂલ લેખ First break all the rulesની સંક્ષિપ્ત ચર્ચા કરાઈ છે. લેખ આગળ ઉપર ખર્ચ ઘટાડા દ્વારા નફો વધારવાની દેખીતી રીતે ભૂલ ભરી લાગતી પદ્ધતિઓની પણ વાત કરે છે. અહીં વાત પરંપરાગત ઉકેલની ઊંચી કિંમત જ્યારે ગ્રાહક્ને પોષાય ન હોય ત્યારે કરકસરયુક્ત નાવીન્યકરણ કેવું કામ આવે છે તે ઉદાહરણોથી સમજાવે છે.
જેફ બેઝૉસનું એક બહુ જ સરસ કથન છે જેમાં કરકસરયુક્ત નાવીન્યકરણનો ફાયદો ઊઠાવવામાં કેમ થાપ ખવાઇ જાય છે તેનું હાર્દ સમાયેલું જોઇ શકાય છે : “બે પ્રકારની કંપનીઓ હોય છે, એક જે વધારે કિંમત વસુલવામાં માને છે અને બીજી એ કે જે ખર્ચ ઘટાડી ઓછી કિંમત લગાડવામાં માને છે."
આપણા બ્લૉગોત્સ્વને વધારે રસપ્રદ, ઉપયોગી અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં સૂચનોનો ઈંતઝાર રહેશે....

૨૦૧૪ આપ સહુ માટે બહુ જ ફળદાયી રહ્યું હશે તેમ માનવાની સાથે સાથે ૨૦૧૫નું વર્ષ પણ હજૂ વધારે સિદ્ધિનાં શિખરો સર કરનારૂં રહે તેવી શુભેચ્છાઓ..........

Monday, December 15, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ અને ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

આપણે 'કલમ કાંતે ક્ચ્છ"શ્રેણીના ૮+૧ પુસ્તક સંપુટનો પરિચય કરી રહ્યાં છીએ.

શ્રેણીમાંનાં આઠ પુસ્તકોમાંથી ચાર પુસ્તકો રણ (૩), દરિયા કિનારો (૪), જળ(નો અભાવ) (૫) અને ધરતીકંપ (૬) જેવી કચ્છનીઅનોખી ભૌગોલિક હકીકકતની, તેને લગતા પ્રશ્નો અને ઉકેલોના સંદર્ભમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ લખાયેલા અગ્રલેખોમાં રજૂ થયેલાં તારણો અને મંતવ્યોની આત્મીય ચર્ચાને આવરી રહ્યાં હતાં.

આજે આપણે 'ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ' અને 'ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ'એમ બે પુસ્ર્તકોની એક સાથે વાત કરીશું. પુસ્તક શ્રેણીના સંપાદક શ્રી માણેકલાલ પટેલ આ પુસ્તકોના કેન્દ્રવર્તી થીમ વિષે કહે છે કે," આઝાદી પહેલાં સ્વતંત્ર રાજ્ય એવું કચ્છ કદની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં ગુજરાત સાથે જોડાયા પછી એનું અસ્તિત્ત્વ એક જિલ્લામાં સમેટાઇ જતાં અનેક અણધારી મુશ્કેલીઓ રોજબરોજના કારોબારમાં ઊભી થવા લાગી હતી. તાલુકાથી જિલ્લાસ્તરે ઊભા થતા પ્રશ્નો અને એના નિવારણની ચર્ચા સાથેના આ પુસ્તકમાં સમાવેશ કરાયેલા લેખો અને અગ્રલેખો ગ્રામ્ય પત્રકારિતાની દીવાડાંડી સમાન છે."

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્યત્વે સામાજિક, આર્થિક કે રાજકીય માનવસર્જિત પ્રશ્નો અને તેના સંભવિત ઉકેલો, કે પછી વિચારાયેલા અને અમલ કરાયેલા (અને ન વિચારાયેલા કે ન અમલ થયેલા)ઉકેલો પરથી ફરી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેના ઉકેલોનાં અનેકવિધ પાસાંઓની રજૂઆત આ બે પુસ્તકોમાં કરાઇ છે. આ સમગ્ર ચર્ચામાં કચ્છ જેવા આગવા ઐતિહાસિક વારસા, ભૌગોલિક પર્યાવરણ અને રાજકીય/સામાજિક પરંપરાઓ કે આર્થિક વિટંબણાઓ અને શક્યતાઓ ધરાવતા વિસ્તારના પ્રશ્નોને લોકજીવનની વાચા મળે તે રીતની આત્મીય છતાં વિધેયાત્મક અખબારી ભાષામાં ગ્રામીણ પત્રકારિતાની આગવી કેડી પણ કંડારાતી જોવા મળશે.

'ગ્રંથ -૭: પાંજી પીડા પાંજી ગાલ'નાં ૨૧૫ પાનામાં ૧૦૩ લેખો અને 'ગ્રંથ - ૮: પાંજા પ્રશ્ન પાંજી ગાલ'નાં ૨૨૨ પાનામાં ૧૦૧ લેખો છે. પુસ્તકનાં શીર્ષકો પરથી જ સમજી શકાય છે કે આ પહેલાંનાં પુસ્તકોની જેમ કોઇ એક વિષયનાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓના ઊંડાણથી અભ્યાસનો અહીં પ્રયાસ નથી કરાયો, પરંતુ અનેકવિધ બાબતોની કૉલાજ સ્વરૂપની રજૂઆત વડે એક બૃહદ ચિત્ર ખડું કરાયું છે.

બંને પુસ્તકોની અનુક્ર્મણિકાઓની મદદથી જો પુસ્તકોમાં સમાવાયેલા વિષયોની યાદી બનાવવા પ્રયત્ન કરીએ તો કચ્છમાં ઉદ્યોગો, ખનિજ ખનન અને તેને સંલગ્ન બાબતો, નમક ઉદ્યોગ, કચ્છના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ રાજકીય કે શાસકીય નીતિઓ, રેલવે કે બસ કે વિમાની જેવી માળખાકીય પરિવહન સેવાઓ, કચ્છના પર્વતો, કંડલા બંદર, કચ્છમાં શાળા કક્ષા તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, કચ્છનાં પ્રાકૃતિક ક્ષેત્રોની જાળવણી અને તેની સાથે સંકળાયેલ માનવ વસ્તીની સમસ્યાઓ જેવા વિષયો એ કૉલાજમાં નજરે ચડવા લાગે છે.

પુસ્તકની પહેલી આવૃત્તિ સમયે તો કચ્છમિત્રના આશરે ૩૦થી વધુ વર્ષના ૧૧,૫૦૦થી પણ વધુ અંકોમાં ફેલાયેલા ૩૦૦૦થી પણ વધુ લેખોમાંથી ૬૩૯ જેટલા લેખોને અલગ વર્ગીકરણ મુજબ તારવવા, અને પછી સંકલિત કરીને પુસ્તકના સ્વરૂપે મૂકવા, એ પણ કચ્છની બહુઆયામી તાસીરને એક બેઠકે સમજવાનું ભગીરથ કાર્ય છે તે વિષે તો કોઇ બે મત જ ન હોઇ શકે.

જેમ 'કચ્છમિત્ર' કચ્છના લોકોના લોહીમાં ભળી ગયું છે તેમ જ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી પણ કચ્છને સમજવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપી તેમ શકે છે. તેમાં પણ કચ્છનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના છેલ્લાં ત્રીસ વર્ષના પ્રવાહોને એક જ છાપરા હેઠળ રજૂ કરતાં આ બે પુસ્તકોની ઉપયોગિતા સમગ્ર ગ્રંથ શ્રેણીના સંદર્ભે મહત્ત્વની બની રહે છે.

આ બંને પુસ્તકોમાં પણ અન્ય પુસ્તકોની જેમ સ્વાભાવિક જ રીતે, ૧૯૮૦થી માંડીને છેક ૨૦૧૩ સુધીનો સમય આવરી લેવાયો છે. એટલે પુસ્તકના લેખો અનેક પ્રશ્નોને સ્પર્શે તે પણ સ્વાભાવિક છે. તો આ જ કારણોસર આ બંને પુસ્તકો એ આ સમયખંડના પ્રકાશનોની તવારીખનું દસ્તાવેજીકરણ માત્ર નથી પણ, એક ચિંતક, હિતેચ્છુ અને તળથી જાણકાર તેવા તંત્રીની વિધેયાત્મક દૃષ્ટિએ ચકાસાયેલાં મંતવ્યો અને તારણોના માધ્યમથી કચ્છના આ સમયખંડનાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રજાજીવનનું પ્રતિબિંબ છે. તેથી આ પુસ્તકો વિષેની અપેક્ષા અન્ય પુસ્તકો કરતાં અલગ જ કક્ષાની બની રહે છે.આ પુસ્તકોનાં વાચકોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય : કચ્છના સાંપ્રત પ્રવાહો સાથે ન સંકળાયેલ હોય એવાં વાચક; કચ્છના સાંપ્રત પ્રવાહોની સાથે સંકળાયેલા હોય તેવાં વાચક અને કચ્છના પ્રશ્નોનાં અભ્યાસુ વાચકો કે ખાસ જાણકારી ધરાવતાં વાચકો. દરેક શ્રેણીનાં વાચકોની આ પુસ્તકોની મૂલવણી પણ અલગ અલગ સ્તરની હશે.

કેટલાય પ્રશ્નો એવા હશે જે આ સમયમાં ક્યાં તો હલ થઇ ચૂક્યા હશે, ક્યાં તો શરૂઆતમાં જે સ્વરૂપે હશે તેમાંથી સમયની સાથે સાથે નવાં સ્વરૂપ પણ લેતા ગયા હશે કે હલ થઇ ગયા પછી ફરીથી એ જ અથવા નવા સ્વરૂપે ફરીથી પેદા થયા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. કચ્છની સમસ્યાઓના જાણકાર માટે તો આ પુસ્તકો સંદર્ભ તરીકે પણ કામ આવી શકે તેમ છે પરંતુ કચ્છના સાંપ્રત પવાહો સાથે ન સંકળાયેલ હોય એવા વાચકને આ પુસ્તકોના વાચન પછી આવા પ્રશ્નોના જવાબ શોધવામાં મુશ્કેલી પડશે..

આ બંને પુસ્તકોના સંદર્ભમાં, દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રવેશકની ભૂમિકાઓમાં મુકાયેલા લેખોની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે. જેમ કે કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિનો લેખ પુસ્તકના થીમના પરિચયની ભૂમિકા ભજવે અને 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરનો લેખ પુસ્તકના સમયખંડ દરમ્યાન વિષયના વિકાસની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે હાલ તે અંગે શું પરિસ્થિતિ છે તે રજૂ કરી શકે. આમ થવાથી કચ્છ સાથે સાવ જ અપરિચિત વાચક સમક્ષ પણ પુસ્તકના થીમના સંદર્ભમાં કચ્છનું પૂરેપુરું ચિત્ર ખડું થઇ જઇ શકે છે.

તે ઉપરાંત પુસ્તકમાં વર્ષવાર, વિષયવાર ઇન્ડેક્સિંગ પણ ઉમેરવામાં આવે તો જો કોઇ ચોક્કસ સમયખંડમાંના કોઇ ચોક્કસ વિષય વિષે ઊંડાણમાં જવા માગતું હોય, તેને માટે તો ખજાનાના અનેક દરવાજાઓમાંથી જોઇતા દરવાજાની ચાવી મળી જાય.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ
અને
કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

Saturday, December 13, 2014

એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો - ૩ - ક : પુરુષ અવાજમાં ગવાયેલ જોડીદાર – એકલ [Solo] – ગીતો

ફિલ્મ સંગીતમાં એક ગીતનાં વિવિધ સ્વરૂપોનો આ પ્રકાર બહુ જ પ્રચલિત ગણી શકાય. આ પ્રકારમાં સહુથી વધારે ગીતોમાં એ જ ફિલ્મમાં જૂદાં જૂદાં પરિપ્રેક્ષ્યમાં રજૂ થયેલ એક ગીત પુરૂષ (પાર્શ્વ)ગાયકના અને બીજું ગીત સ્ત્રી (પાર્શ્વ)ગાયકના અવાજમાં એકલ ગીતના સ્વરૂપમાં જોવા મળે છે, જેમ કે

ફિલ્મ 'જીગર અને અમી' (૧૯૭૦) નાં ગીત - સજન મારી પ્રીતડી સદિયોં પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી-માં

સુમન કલ્યાણપુરના અવાજમાં પ્રેમના ઇઝહાર ગવાયેલાં પહેલાં સ્વરૂપ

તેમ જ સુમન કલ્યાણપુરના જ અવાજમાં વિરહનાં દર્દને રજૂ કરતાં બીજાં

અને મુકેશના અવાજમાં દર્દની વેદના રજૂ કરતાં
                                                                ત્રણ સ્વરૂપોનો બહુ જ અસરકારક ઉપયોગ કરાયો છે.
પુરુષ એકલ સ્વરમાં અથવા તો સ્ત્રી એકલ સ્વરૂપમાં જ ગીતનાં જુદાં જુદાં સ્વરૂપો પણ બહુધા જોવા મળે છે. મોટા ભાગના કિસ્સાઓમાં એક સ્વરૂપ આનંદના તો બીજું સ્વરૂપ દુઃખ, કરૂણાના ભાવ રજૂ કરતું હોય છે.

પહેલાં જોઇએ પુરૂષ અવાજમાં એકલ ગીતમાં જુદાં જુદાં સ્વરૂપનો ઉપયોગ.

ફિલ્મ 'બ્રહ્મચારી'માં મોહમ્મદ રફીના અવાજમાં "મૈં ગાઉં તુમ સો જાઓ, સુખ સપનોંમેં સો જાઓ"નાં પહેલાં સ્વરૂપમાં નાયક તેની સાથે ઉછરતાં બાળકોને સુવરાવતી વખતે આનંદ વહેંચે છે,

જ્યારે બીજાં ગીતમાં હવે મુશ્કેલીઓથી ઘેરાઇ જવાની અકળામણની વ્યથા અનુભવી શકાય છે.

પુરુષ અવાજમાં ગવાયેલ ખૂબ જ આનંદની લહેર ચલાવતું 'સોલવા સાલ '(૧૯૫૮)નું સચીન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ હેમંત કુમારનું ગીત - હૈ અપના દિલ તો આવારા, ન જાને કિસપે આયેગા

અને ગીતની સાથેનાં ઓર્કેસ્ટ્રેશન અને સૂરમાં ફરક દ્વારા, જુદાઇના ગમની ઊંડાઇઓ માપતું, તેનું જોડીદાર ગીત આ પ્રકારનાં ગીતોનું બહુ જ અસરકરક ઉદાહરણ છે. [જો મારી ભૂલ ન થતી હોય તો આ ગીતમાં હાર્મોનિકા 'છોકરડા' રાહુલ દેવ બર્મને વગાડી હતી.]

પરદા પર કિશોર કુમાર ગીત ગાય, પણ તેને પાછળથી સુર મોહમ્મદ રફીએ આપ્યો હોય તેવાં 'શરારત' (૧૯૫૯)નાં ગીત 'અજબ હૈ દાસ્તાં તેરી અય ઝીંદગી'માં શંકર જયકિશને પણ બખુબી ગીતનાં બંને સ્વરૂપને અલગ નિખાર આપ્યો છે.


એકલ પુરુષ અવાજમાં ગવાયેલ અલગ સ્વરૂપનાં આનંદ અને દુઃખનાં ગીતોનાં વૈવિધ્યપૂર્ણ ઉદાહરણો માણ્યા પછી આ શ્રેણીના હવે પછીના હપ્તામાં આપણે પુરુષ અવાજમાં ગવાયેલ એકલ ગીતોમાં અલગ અલગ મૂડની ઝાંખી કરીશું......

Saturday, December 6, 2014

બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)


હિંદી ફિલ્મ જગતના બે બહુ જ લોકપ્રિય રોમૅન્ટિક નાયકો, દેવ આનંદ અને શમ્મી કપુર, એક સરખા પ્રકારની દસ પરિસ્થિતિઓમાંથી પસાર થતી વખતે જે અલગ રીતે રજૂ થતા જોવા મળતા રહ્યા છે તેમાંની ૪ પરિસ્થિતિઓ આપણે આ લેખના પહેલા ભાગમાં માણી ચૂક્યાં છીએ. હવે આગળ....

#૫# અમીર યુવક 'આમ છોકરી'ના પ્રેમમાં પડે, ત્યારે...

અમીરીગરીબીનાં અંતરે તો કંઈ કેટલીય પ્રેમકહાણીઓમાં પ્રાણ પૂર્યા છે.

તુઝે જીવનકી ડોર સે બાંધ લિયા હૈ, તેરે ઝુલ્મો સિતમ સર આંખો પર - અસલી નકલી (૧૯૬૨) | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર
અમીર યુવકે 'આમ' છોકરીનું દિલ જીતવા 'મધ્યમ વર્ગ'ના થવાનો સ્વાંગ ભજવવો પડે, પણ આપણી ફિલ્મોમાં મધ્યમ વર્ગનાં છોકરા -છોકરી બાગોમાં ગીત તો ફાંક્ડાં જ ગાય !

 મુઝે કિતના પ્યાર હૈ તુમસે, અપને હી દિલસે પૂછો તુમ, જિસે દિલ દિયા હૈ વો તુમ હો, મેરી ઝિંદગી તુમ્હારી હૈ - દિલ તેરા દિવાના (૧૯૬૨) - સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી અને લતા મંગેશકર

પહેલાંની પરિસ્થિતિમાંથી દેવ આનંદને કાઢીને શમ્મી કપુરને મૂકી દો એટલો જ ફેર કરવો પડે આ ફિલ્મમાં; અને હા, હીરોઈનો પણ બદલવી પડે ! એ જ સંગીતકાર બંને ગીતોમાં છે, પણ બંને હીરોની ઈમેજને બંધ બેસતી ધૂન બનાવવાની હથોટી આ બંને ગીતોને અલગ જ અંદાજ બક્ષે છે.


#૬# ચીડાઈ ગયેલી પ્રેમિકાને ગીત ગાઈને રીઝવવી '૬૦ના દાયકાના લગભગ દરેક હીરો એકેએક ફિલ્મમાં 'રૂઠી હુઈ હસીના"ને મનાવવાની કળામાં માહિર હતા.

માના જનાબને પુકારા નહીં, ક્યા મેરા સાથ ભી ગવારા નહીં - પેઈંગ ગેસ્ટ (૧૯૫૭) | સંગીતકાર : સચીન દેવ બર્મન - ગાયક : કિશોરકુમાર


નાયક નાયિકાને ખીજવી ખીજવીને રીઝવી લે છે. દિગ્દર્શક વિજય આનંદે ગીતનાં ફિલ્માંકનમાં સાઈકલ અને બેડમિન્ટન રૅકૅટને પણ મહત્ત્વનાં પાત્ર બનાવી દીધાં છે.

 દિવાનેકા નામ તો પૂછો કામ તો પૂછો ચાહે ફિર ન મિલના - એન ઈવનીંગ ઈન પૅરિસ | સંગીતકાર : શંકર જયકિશન - ગાયક : મોહમ્મદ રફી

શમ્મી કપુરનાં તોફાનોને વાચા આપવા આપવામાં રફી 'લાઉડ' બની ગયા હતા - ગીતના અંતમાં રફી સાહેબનાં ઊંચા સૂરનો લાં….બો આલાપ સાંભળજો - એવી લાગણી એક વર્ગમાં ઘર કરવા લાગી હતી, જેને પરિણામે નાયકોની બદલતી પેઢીમાં કિશોર કુમાર થોડાં વર્ષો પછી મોખરાનું સ્થાન મેળવી શક્યા એવી વિચારધારા પણ '૭૦ના દાયકામાં બળવત્તર બની એમ કહેવાય છે.


#૭# અજાણ્યાં લોકોની સાથે નાયિકાની પહેચાન કરાવવી

આ પરિસ્થિતિ માટે શમ્મી કપુરનું જે ગીત પસંદ કર્યું છે તેની પાછળ જ એક બહુ રસિક કહાની છે. એટલે ક્ર્મ ઉલટાવી પહેલાં શમ્મી કપુરને જોઈએ.

'તીસરી મંઝિલ' માટે પહેલાં તો દેવ આનંદ નક્કી થયા હતા. પણ સંજોગવશાત ફિલ્મ આવી શમ્મી કપુરના ફાળે. દિગ્દર્શક નાસીર હુસૈને 'દિવાના મુઝસા નહીં', 'તુમને મુઝે દેખા', ‘ઓ મેરે સોના રે સોના' તો દેવ આનંદ માટે પણ એ જ સ્વરૂપે રાખ્યાં હોત, પણ 'આજા જા મૈં હું પ્યાર મેરા' કે ' ઓ હસીના ઝુલ્ફોંવાલી'ને દેવ-સ્પર્શ આપવો પડ્યો હોત !

જો કે 'દેખીયે સાહીબોં,વો કોઈ ઔર થી' [તીસરી મંઝિલ (૧૯૬૬) | સંગીતકાર - રાહુલ દેવ બર્મન | ગાયક મોહમ્મદ રફી]ને પણ દેવ સા'બ તેમની ઝૂમતી અદામાં ન્યાય તો આપી શકત.



યે હી તો હૈ વોહ, યહી તો હૈ - સોલવાં સાલ (૧૯૫૮) | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગાયક : મોહમ્મદ રફી

એકદમ ચુલબુલું, મીઠડું ગીત.

આ બંને ગીતોમાં, લગભગ દસ વર્ષોમાં રફી સાહેબની શૈલીમાં આવેલા બાહ્ય બદલાવની આલબેલ સંગીતકારની બદલી રહેલી પેઢીમાં પણ સંભળાય છે. તેમની કારકિર્દીના છેલ્લા દસકામાં રફી સા'બને પાછળ પાડી દેનારાં પરિબળોમાં નાયકોની બદલતી પેઢીની સાથે સંગીતકારોની પણ બદલતી પેઢીએ પણ કંઈક અંશે ફાળો તો ભજવ્યો. 
  
#૮# પ્રેમિકાનું મન જીતવા છોકરીઓની પિકનિકમાં

'૫૦ અને '૬૦ના દાયકાઓમાં પાર્ટીઓ અને પિકનિકો એ શહેરી યુવાન સમાજના આધુનિક હોવાનાં પ્રમાણપત્ર તરીકે ફિલ્મોમાં દર્શાવાતાં. પ્રેમને પાંગરવા માટે પિકનિક અને પ્રેમને જાહેર કરવા કે તૂટેલા સંબંધની જાહેરમાં ખાનગી રજૂઆત માટે પાર્ટી આદર્શ 'ફોર્મ્યુલા' પરિસ્થિતિ ગણાતી .
યે દુનિયાવાલે પૂછેંગે - મહલ (૧૯૬૯) | સંગીતકાર : કલ્યાણજી આનંદજી | ગાયક : કિશોર કુમાર

પિકનિક હોય કે પાર્ટી, નાયક (કે નાયિકા) સામેનાં પાત્ર માટે ગીત ગાય તેને માટે મિત્રો (કે મહેમાનો) સાંભળ્યા છતાં ન સમજ્યાં કરીને પૂરેપૂરી સગવડ કરી આપતાં.


 તુમ સે અચ્છા કૌન હૈ, લેલો જિગર લો જાન લો - જાનવર (૧૯૬૫) | સંગીતકાર : શંકર જયકિશન | ગાયક : મોહમ્મદ રફી

જો કે આ ગીતમાં બહેનપણીઓ હોંશેહોંશે નાયકની મદદમાં નીકળી પડી છે.
 આડ વાત :
લાલ છડી મૈદાન ખડી (જાનવર), મેઘા રે બોલે ઘનન ઘનન (દિલ દેકે દેખો) કે અય ગુલબદન (પ્રોફેસર) જેવાં ગીતો પરથી શમ્મી કપુર તો છોકરીઓની પિકનિકમાં ભળી જવામાં નિપુણ ગણી શકાય એવાં પાત્રોમાં બહુ સ્વાભાવિકતાથી ગોઠવાઈ જતો હોય તેવું લાગે છે ને ! Smile
#૯# ક્લબ, ખલનાયકો અને છદ્મવેશમાં નાયક

હિંદી ફિલ્મોમાં હંમેશાં બનતું આવ્યું ,છે તેમ હીરોના વેશપલટાને કારણે ખલનાયકો તેને ઓળખી ન શકે, પણ પ્રેક્ષકને તો આ પરિસ્થિતિમાં મજા પડી જ જાય.

ગુસ્તાખ નઝર ચહેરેસે હટા - જાલી નોટ (૧૯૬૦) | સંગીતકાર - ઓ પી નય્યર | ગાયક : મોહમ્મદ રફી અને આશા ભોંસલે

નાયક પોલીસ અફસર છે એટલે વેશ પલટો કરીને ગુંડાઓની વચ્ચે પહોંચી તો જાય છે, પણ ચુલબુલી નૃત્યાંગના હંમેશની જેમ વચ્ચે પડે, એટલે આપણા નાયક પણ ગીત ગાઈ લે, થોડુંઘણું ક્લેરીનેટ પણ વગાડી લે.

ધોખા ખાયેગી ન યારોંકી નઝર - સીંગાપોર (૧૯૬૦) | સંગીતકાર : શંકર જયકિશન |ગાયકઃ મોહમ્મદ રફી


અહીં પણ આમ તો પરિસ્થિતિ સરખી જ છે, પણ આ વખતે હીરો શમ્મી કપુર છે, એટલે તે પણ બે ઘડી નાચવાગાવાની મોજ પણ માણી લે છે.
 


#૧૦# નિરાશાને શરાબના નશામાં ડુબાડી દેવી

દેવ આનંદે શરાબીની દાર્શનિક, મોજમજા, ગાંડીઘેલી કે ઉદાત્ત કે અહીં રજૂ કરી છે તેવી ગમને શરાબના જામમાં ડુબાડી દેવાવાળી ભૂમિકાઓ ઘણી કરી છે. જેની સરખામણીમાં શમ્મી કપુરની તો ગમમાં ડૂબેલા શરાબીનું આ એક પાત્ર જ યાદ આવે છે.

દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે - ગાઈડ (૧૯૬૫) | સંગીતકાર : સચીન દેવ બર્મન |ગાયક : મોહમ્મદ રફી

ફિલ્મનાં પોતાનાં પાત્ર સાથે તેની પ્રેમિકાને છેતરવાની હદ સુધી પહોંચી ગયેલા નાયક માટે થતા અણગમાને પણ ગીતની ભાવુક રજૂઆત જાણે નશામાં ડુબાડીને હળવો કરી નાખે છે અને એ માટે ગીતકાર, ગાયક, સંગીતકાર અને દિગ્દર્શકને દાદ તો દેવી જ પડે !

હૈ દુનિયા ઉસીકી , જમાના ઉસીકા, મહોબ્બતમેં જો હો ગયા હો કિસીકા - કાશ્મીરકી કલી (૧૯૬૪) | સંગીતકાર : ઓ પી નય્યર |ગાયક : મોહમ્મદ રફી

અહીં ફરક માત્ર એટલો છે કે નાયકે ગમના દરિયામાં જાતે જઈને ડૂબકી નથી મારી, સંજોગો તેને ડૂબકીઓ ખવડાવી રહ્યા છે. એટલે પોતાના પ્રેમ માટેના આંસુભર્યા પસ્તાવાને બદલે અહીં નાયકને પોતાના એ પ્રેમ માટે ગર્વ છે.







"ડસ્ટેડઑફ" પરના લેખોના અનુવાદ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ સુશ્રી મધુલિકા લિડ્ડલનો હાર્દિક આભાર 

Monday, December 1, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન ૩૦૦૦થી પણ વધારે લેખો લખ્યા. તે સમયે તેમના લેખોમાં એક ખબરપત્રી કે તંત્રીની જ દૃષ્ટિ ઉપરાંત એક આગવા વ્યક્તિત્ત્વની ભાવના પણ ભળતી રહી. તેથી 'ક્ચ્છમિત્ર'ના કાર્યભારથી નિવૃત્ત થયા પછીથી એ લેખો પર નજર કરતાં તેમાં એ સમયની સ્થિતિ પરના મંતવ્ય કે તારણ ઉપરાંત એમાં સ્વાભાવિક રીતે જ કચ્છના એક સર્વગાહી ચિત્રની ઝલક ઊભરી રહી.

આ બધા લેખોમાંથી ચૂંટીને લગભગ ૬૩૯ લેખોને ૮+૧ પુસ્તકોની ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથશ્રેણીમાં સંપાદિત કરવાનું કામ કર્યું શ્રી માણેકલાલ પટેલે. આજે આપણે આ ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક -રણના રંગ બેરંગ -નો પરિચય કરીશું.

પુસ્તકના સંપાદકીય પ્રવેશક લેખમાં પુસ્તકના થીમ વિષે સંપાદકશ્રી કહે છે કે, "કચ્છનું રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. નમકનાં અજોડ મેદાનો અને એની કાંધી પર પાંગરેલી ભાતીગળ માલધારી સંસ્કૃતિ અત્યારે તો દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનુંકેન્દ્ર બની ચૂક્યાં છે. પણ કીર્તિભાઇએ છેક ૧૯૮૦ના દાયકાથી રણની વિષમતાઓ અને વિશિષ્ઠતાઓને લાગણીશીલ કવિની માફક પોતાના લેખોમાં વણી લીધી છે. રણની કોઇ પણ વાત પછી એ સલામતી સંદર્ભે સરહદને સ્પર્શતી હોય, જાસૂસીની હોય, સુરખાબની હોય, માલધારીઓની હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની હોય..પણ તેમણે વિસ્તૃત નિરૂપણ આ પુસ્તકમાં કર્યું છે."

પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર શ્રેણીની જેમ જ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કીર્તિભાઇ વિષે લખેલા વિચારો રજૂ કરતો જે લેખ પસંદ કરાયો છે તે શ્રી રઘુવીર ચૌધરીનો "મૈત્રી એ જ કીર્તિ" છે. પહેલી નજરે તો લેખ કીર્તિભાઇનાં વ્યક્તિત્વના એક પાસાનું તાદશ્ય વર્ણન દેખાય, પણ થોડી નજદીકથી જોતાં પુસ્તકના વિષય - 'રણના રંગ બેરંગ'-ના પ્રવેશની ભૂમિકા પણ રચતી બે વાત નજરે ચડી આવે છે.

પહેલી વાત છે ચેરનાં વૃક્ષોની. (સામાન્યતઃ છીછરા દરિયા કિનારે ઊગતાં)કચ્છના રણમાં ચેરનાં વૃક્ષોએ ‘કોઇને નડવું નહીં’ની પોતાની લાક્ષણિકતા ઉજાગર કરી છે. બીજાં વૂક્ષોને જ્યાં વાંકું પડે ત્યાં ત્યાં આ ચેરને ફાવે. ભલેને ગમે તેટલા ક્ષાર હોય, ચેર એમાંથી વિટામીન મેળવી લે.

બીજી વાત છે કચ્છી ભરતકામની, જેમાં પણ કચ્છના રણના રંગ બેરંગની છબીઓ પ્રતિબિંબિત થયેલી તેમ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રઘુવીર ચૌધરી વીનેશ અંતાણીના લેખમાંનું અવતરણ કંઠસ્થ કરવાનું કહે છે : “...જે આંખોથી ઓઝલ રહે છે તેનો આભાસ ભીતર જીવે છે...કચ્છી ભરતકામમાં લીલા રંગનો કળાત્મક ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ લીલપના અભાવમાંથી પ્રગટતી વિશિષ્ટ અભિવ્યક્તિ..” હોઇ શકે છે.

તે જ રીતે દરેક પુસ્તકમાં રજૂ કરાયેલ એવા કીર્તિભાઇનાં તંત્રીપદની નિવૃત્તિ સમયે લખાયેલ વિશેષ લેખ "ક્ચ્છની કેટલીક લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી"માં ખારાઇ ઊંટ, ભગાડ (ઇંડિયન વુલ્ફની એક ખાસ પ્રજાતિ), સુરખાબ વસાહતોથી માંડીને અન્ય સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓની પ્રખ્યાત પક્ષીવિદ્‍ ડૉ. સાલીમ અલીનાં પુસ્તક 'બર્ડ્સ ઑફ કચ્છ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત થયેલી માહિતી કે કચ્છી તસ્વીરકાર એલ એમ પોમલે ઝડપેલ સિમાચિહ્‍ન રૂપ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોના ઉલ્લેખ પણ કચ્છના રણના રંગની બેરંગી વિષે ઉત્સુકતા જગાવવામાં પોતાનો સક્રિય ફાળો આપે છે.

"રણના રંગ બેરંગ'નાં ૨૪૦ પાનાંઓમાંના ૬૫ લેખો પૈકી ૧૧ લેખોમાં, ડૉ. જયંત ખત્રીના શબ્દોમાં "એવી વાંઝણી ધરતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરા, અને નિઃસીમ મેદાનો" તરેકે ઓળખાવાયેલા રણની પ્રાકૃતિક લાક્ષણિકતાઓની વિગતે વાત કરાઇ છે.

અપણે તેમાનાં કેટલાંક વર્ણનો દ્વારા રણના રંગ બેરંગની ઝાંખી કરીએ :

"ઝાંઝવાં નાચે ને તરા ચૂમે ધરતીને" (પ્રુ. ૩૫-૩૮)
'કચ્છનું રણ તો કુદરત સર્જિત એક બેનમૂન કલાકૃતિ છે... શિયાળાની ઠંડી સાંજ હોય, કે તપતા ઉનાળાના ખરા બપોર, અમાસને પૂનમ જ નહીં, અંધારા-અજવાળાના બે અંતિમ છેડા વચ્ચેના સાતમના અર્ધચંદ્રની અનોખી રાત, દિવસે લાલચોળ સૂર્યના તાપ નીચે તરફડતી ધરતી પર ઝાંઝવાનાં નૃત્ય, તો રાત્રે આકાશમાંથી ધરતી પર નીતરતાં ચંદ્ર-તારાના પ્રકાશની નજાકત..રણ જિંદગી છે અને મોત પણ..એ રૌદ્ર છે અને સૌમ્ય પણ...'રણના આવા સ્વરૂપની અનુભૂતિ કરાવતા ૧૯૭૩ના જૂન મહિનાના કચ્છના સીમા રક્ષક દળ સાથે પસાર કરેલા દિવસનું વર્ણન વાંચતાં, તેમણે જોયેલ દૃશ્યો આપણી સામે પણ તાદૃશ્ય બની રહે છે." આવી લાગણી સભર ઘટનાની સાથે સીમા સુરક્ષા દળ જેવાં થેંન્કલેસ કામ કરતાં સરકારી મહેકમોમાં કામ કરતા જવાનો અને અધિકારીઓની જિંદગી કેવી મુશ્કેલીઓથી ભરી હશે એ વિષેની કીર્તિભાઇની જાગરૂક ચિંતા તો પ્રજ્વલિત રહે જ છે.
"ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં" (પ્રુ.૪૮-૫૧)
'ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ...મેઘરાજા મન મૂકીને મીઠી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિશાલ કરિશ્મા છે.... ગામડાંઓમાં તળાવ છલકાતાંની સાથે જ ઢોલ-ત્રાંસા અને શરણાઇના સૂર સાથે નાચતાં-કૂદતાં લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય એ ઘટના અમારા અમદાવાદ કે દિલ્હીના દોસ્તોને ગળે નથી ઊતરતી.....એક આખી પેઢીએ વરસાદ જ જોયો નહોતો. આકાશમાંથી પાણી વરસે એ એના માટે બાળવાર્તા જેવી વિસ્મયકારક ફેન્ટસી હતી..એને કચ્છમાં રહેનાર જ સમજી શકે....બારાતુઓ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી ..(હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની )..સ્ત્રીઓની છે....ચોતરફ લીલવો છવાઇ ગયો છે..વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત, અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઇ હોત તો કદાચ એણે પોતાના ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ .. - જ્યાં સત્ત્વહીન ધરતી પર ઝાંઝવાં નાંચતાં જોઇ નિઃસાસા નીકળી જતા.. હોય કે કે ખડીરની આસપાસ પથરાયેલું રણ હોય, આજે વરસાદી પાણીથી છલોછલ છે.. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે.' જો કે કીર્તિભાઇની અનુભવી આંખ તો 'લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ(તા)ની લીલોતરીની તલાશ કરવાનું પણ ચૂકતી નથી.
કચ્છનાં રણની સાથે કચ્છનાં સોહામણા પક્ષી સુરખાબ અને અજોડ (ક્ચ્છી જંગલી ગધેડો) ઘુડખર એકસાથે જોવા મળે તે... "કુદરતનો કરિશ્મા સર્જે છે કલ્પનાતીત દૃશ્યો" (પૃ,૧`૫૨-૧૫૩)... સૂર્યના ઉદય અને અસ્ત સમયે સર્જાય છે.

'હંજ વસાહત ઉજાણી માટે નથી' (પૃ. ૧૫૪-૧૫૮)માં રણમાં પક્ષીઓની ગતિવિધિઓનાં બયાનની સાથે સાથે માનવ જીવન વિકાસની આધુનિક શૈલી કુદરતની વ્યવસ્થાને વેરવિખેર કરવામાં કેવી કેવી રીતે ફાળો આપી દે છે તેની ચેતવણીનો સૂર પણ છે.'

"સુરખાબ યાયાવર નથી, એ તો છે કચ્છી ભારતવાસી' (પૃ. ૧૫૮-૧૬૩)માં ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સારાં ચોમાસાં ગયાં, તેનાં પરિણામરૂપ સુરખાબ, પેણ, કુંજ, ઢોંક, સીગલ જેવાં સાતથી સાડા સાત લાખ પક્ષીઓના મહાકુંભમેળાની વાત કરતાં કરતાં, કચ્છનાં રણ અને એની અનન્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અંગે વધુ સંશોઘનની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે.

આ લેખોમાં કચ્છના રણના નૈસર્ગિક કરિશ્મા અને રહસ્યોની વાત ભાવિ પેઢીને કુદરતની અકળ કરામતોને કેમ માણવી અને જાળવવી તેની શીખ આપવાનું કામ પણ કરે છે. પણ આજના ટેક્નોલોજીના ઉપયોગમાં બહુ જ આગળ નીકળી ચૂકેલ ભાવિ યંત્રયુગની પેઢીને કુદરત સાથે તાલમેલ કેમ (અને શા માટે ) જાળવવો જોઇએ તેની કોઇ જ જાતના બોધ આપ્યાના ભાર સિવાયની વાત "કચ્છી-ખારાઈ ઊંટ કૂડ ખાય ને સચ કમાય !"(પ્રુ. ૨૨૬-૨૩૦)અને "ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ" (પૃ.૨૩૧)માં કરવામાં આવી છે.”એવું નથી કે ..કચ્છની વિશેષતાઓથી આપણે અજાણ હતાં,પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયા પછી તે વિશેષતાઓ કચ્છની અજોડ દેનના રૂપમાં ઉપસી આવી છે. દા.ત. બન્નીની કુંઢી ભેંસ, એ તદ્દન અલગ પ્રકારની ઓલાદ છે. તેવું જ..કચ્છના પાટણવાડી ઘેટાની નસલનું પણ છે.આ જ પ્રકારનાં સંશોધનો વડે જ ખ્યાલ આવ્યો કે લખપતથી ભચાઉ સુધીની દરિયાઇ પટ્ટી, ખાસ તો ચેર (મેન્ગ્રોવ્ઝ)ના જંગલોવાળા વિસ્તારમાં દરિયાઇ ખારી વનસ્પતિ ચરીને ઉછરતા હોય એવા એકમાત્ર ઊંટ 'ખારાઈ ઉંટ' છે. પેટ્રોલ સંચાલિત વાહનોના આજના યુગમાં પણ રણ જેવા કઠિન વિસ્તારોમાં હેરફેર અને ભારવહન માટે ઊંટ જેવું સસ્તું અને ઉપયોગી બીજું કોઈ સાધન નથી...આપણે છારી ઢંઢ કે એવા જળાશય પર ઊંટના ધણને લઇ જતા રબારી કે જતને જોતાં જ કેમેરો ઉઠાવીને ફટાફટ સ્નેપ ઝડપી તેમની જીવનશૈલી પર ભલે આફરીન પોકારી જતા હોઇએ, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી, ક્રૂર અને ભયંકર છે. એમની રઝળપાટ પાછળ મજબૂરી, ગરીબી અને આર્થિક શોષણખોરીની કરૂણ કહાણી છે.......ભારતીય આયુર્વેદ પરંપરામાં કમળો, ક્ષય, દમ, લોહીની બીમારી અને ખાસ તો મધુપ્રમેહના ઇલાજ માટે ઊંટડીનું દૂધ લેવાની સલાહ અપાય છે...રાજસ્થાનના બિકાનેર સ્થિત સંશોધન કેન્દ્રે ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરેલ છે. ઉપરાંત ચીઝ અને આઇસક્રીમના પણ સફળ પ્રયોગો થયા છે..એના વાળ(ઉન)માંથી ગરમ કાપડ બનાવવામાં રેમન્ડ જેવી બ્રાન્ડ પ્રયોગો કરી રહી છે.......ગજબની દિશાસૂઝ ધરાવતું ઊંટ વરસો પછીયે પોતાના મૂળ સ્થાને પહોંચી શકે છે.બન્નીના સાડાઇ ગામમાંથી ચોરાયેલો ઊંટ પાકિસ્તાન મોકલી દેવાયો હતો. પાંચ વર્ષે એ ઊંટ ત્યાંથી નાસી આવીને મૂળ માલિકના ઝૂંપડે પહોંચી આવ્યો હતો’....એટલે દાણચોરી જેવાં કામોનાંunmanned missionsમાં ઊંટો બહુ મહત્ત્વનું હથિયાર બની રહે છે.

ચેરિયાં દરિયાને બદલે રણમાં ઊભાં અને એમાં બેઠા પોપટ" (પૃ. ૧૭૫)
‘ધ્રંગના વિખ્યાત મેકણ દાદાના અખાડાની ઉત્તરે અફાટ રણ ડોકાય છે. પણ, આશ્ચર્યની વચ્ચે ત્યાં શ્રવણ કાવડિયાના ધર્મસ્થાન નજીક સમુદ્રી વનસ્પતિ એવાં ચેરિયાનાં કમસેકમ ચારેક ડઝન વૃક્ષ કાળની થપાટો સહન કર્યા છતાં અડીખમ ઊભાં છે....દરિયામાં હોય એના કરતાં અહીંનાં ચેરિયાં ખાસા એવાં ઊંચાં છે, અને સૌથી મોટું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એની હરિયાળીથી આકર્ષાઇને પોપટ જેવાં પક્ષી તેમાં આશ્રય મેળવે છે.’
પૃ.૧૬૩થી ૧૭૨ પરના દીપોત્સવી ૧૯૯૦ના લેખ "મોટા રણમાં ઘૂસતાં દરિયાનાં પાણી કચ્છના બે ટુકડા કરી નાખશે ?"માં રણની ઉત્પત્તિ અને તેની પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષેના ભૂતકાળમાં થયેલા અભ્યાસોના હેવાલ, તેમ જ રાજય સરકારે નીમેલા ક્ષાર નિયંત્રણ સમિતિના હેવાલની ખૂબ જ ઝીણવટભરી, વિશ્લેષણાત્મક ચર્ચા આવરી લેવાઇ છે. કીર્તિભાઇ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી સાથેની વિગતો સમજાવવાની સાથે સાથે જણાવે છે કે “કચ્છના મોટા રણમાં કોરી ક્રીક મારફત ઘૂસતાં અરબી સમુદ્રની ભરતીનાં પાણી પવન પર સવાર થઇને ઇન્ડીયા બ્રિજ સહિતના વિસ્તારમાં એક અજોડ નમક સરોવરનાં સ્વરૂપમાં” ફેરવાઇ ગયાં છે. આપણે નજરે જોતાં હોવા છતાં તેની દૂરગામી અસરોનો આપણને ખ્યાલ નથી આવતો એવા, કુદરતના જ પ્રમાણમાં મંદ ગતિએ થતા, કરિશ્માને માનવ પ્રવૃત્તિઓ જાણ્યે અજાણ્યે એવી પરિસ્થિતિમાં ફેરવી નાખી શકે છે, જેનાં પરિણામો બહુ જ જોખમી, અને સમજ પડે ત્યારે લગભગ હાથ બહારનાં, બની જઇ શકે છે.

કચ્છનું રણ પણ કચ્છના દરિયાની જેમ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાના સંદર્ભે પણ અવનવા અને અનોખા પડકારો કરતું રહે તે સ્વાભાવિક છે. દાણચોરી, જાસૂસી અને સરહદની સલામતીની સતત માથાના દુઃખાવા સમી સમસ્યાઓ અને તેની સાથે કપરા સંજોગો અને (મોટે ભાગે)ટાંચાં સાધનોથી બાથ ભીડતાં રહેતાં સીમા સુરક્ષા દળની ગતિવિધિઓ, સીમા સુરક્ષા દળનાં જ સારાં નરસાં પાસાંઓનાં બહુ જ નજીકથી કરાયેલ વિશ્લેષણ અને તેમાંથી ફલિત થતાં મંતવ્યો અને તારણો પુસ્તકના ૬૫માંથી અન્ય ૫૪ જેટલા લેખોની સામગ્રી બની રહે છે. આપણે આ જ વિષયોની અલગ માવજતવાળા બે લેખોનો પરિચય કરીશું.

આ લેખો ૨૦૦૪માં લેખકે "સીમાના સંત્રીઓ સાથે રાજસ્થાનના રણમાં રઝળપાટ' કરતાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના ઇતિહાસને યાદ કર્યો છે.

"મુનાબાવઃ ભારત-પાક સંબંધોના ચડાવ-ઉતારનું પ્રતીક" (પૃ. ૧૭૭-૧૮૧)માં વર્ણવાયેલું મુનાબાવ એટલે 'રાજસ્થાનના બાડમેરથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખોખરાપાર ગામ વચ્ચે દોડતી ઉતારુ ટ્રેનની લાઇનનું ભારતનું છેલ્લું ગામ...ત્રણેક દાયકા પહેલાં એ દિવસભર પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. બાડમેરથી ઘી નીતરતી મિઠાઇઓ અને ચમચમ કરતી મોજડીઓ ખરીદીને લોકો પાકિસ્તાન લઇ જતા તો ત્યાંથી પાછા ફરતી વખતે વનસ્પતિ રંગોની અજરખ તેમજ અન્ય વસ્તુઓ લઇને પાછા ફરતા.... ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના સાપ ગયા અને લિસોટા રહ્યા જેવા રેલ્વે લાઇનના પાટા મૃતપ્રાય બની રહ્યા છે'..અહીંથી થતી અવરજવર લેખકને તેમનાં વતનના શહેર માંડવીની 'સ્‍હેજે' યાદ અપાવી જાય છે..૧૯૬૫ સુધી ત્યાં પણ મુંબઇથી કરાંચી વાયા માંડવીની સ્ટીમર સેવા ચાલતી હતી...પણ બે યુદ્ધની કમનસીબ ઘટનાઓએ આ વ્યવહારોની કડીઓને છૂટી કરી નાખીને બંને દેશના લોકો વચ્ચે જેટલું ભૈતિક અંતર વધારી નાખ્યું, તેનાથી ઘણું વધારે અંતર રાજકીય ભાવનાની દષ્ટિએ કરી નાખ્યું છે.

એ જ 'રઝળપાટ'માંના ઉત્તરાર્ધ સમા લેખ "સીમાદળને સહકાર આપવામાં ગુજરાત પડોશી રાજ્ય કરતાં ઘણું આગળ છે" (પ્રુ. ૧૮૨-૧૮૩)માં લેખક નોંધે છે કે ‘સીમા દળના એકમ માટે જોઇતી જમીન ફાળવવાની બાબત હોય કે પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન હોય, કે સીમા ચોકીઓ પર ટેલીવીઝન અને ડિશ જેવી સગવડો હોય, ગુજરાત સરકારે હરહંમેશ ઝડપથી પ્રતિભાવ આપ્યો છે’. તો બીજી બાજુ જેસલમેરના ઊંડાણવાળા વિસ્તારોની સીમા પર ઇન્દિરા કેનાલનું 'પાણી ખળખળાટ વહેતું હતું'. ત્યાંના લોકોનું સપનું 'સાકાર થઇ ગયું હતું, જ્યારે કચ્છમાં...નર્મદાનું પાણી હજુયે (૨૦૦૪ની આ વાત છે) મૃગજળ છે.'

રણ સરહદ હોય કે દરિયાની ક્રીક સરહદ હોય, કીર્તિભાઇએ તેમને પોતાના પગથી ખૂંદી છે, અને ત્યાંની પરિસ્થિતિનો અને તેની સાથે સંકળાયેલાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી ચિતાર રજૂ કર્યો છે. ‘'અલબત્ત..(અહીં રજૂ થયેલા ) લેખો જે તે સમયે લખેલા હોવાને કારણે (ક્યાંક) વિગતવાર” નથી એ મર્યાદા સંપાદકીય પ્રસ્તાવનામાં સ્વીકરાઇ છે. આશા રાખીએ કે હવે પછીની આવૃત્તિઓમાં આ ઉણપને નિર્મૂળ કરીને આ દરેક પુસ્તકને તેનાં યથોચિત મૂલ્યની કક્ષાએ પહોંચાડવામાં આવે.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

  • વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખ ¬ ૧૩-૧૧-૨૦૧૪