ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ડીસેમ્બર, ૨૦૧૪ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ગુણવત્તા સંચાલનનાં હાર્દને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોની ચર્ચા રૂપ શરૂ કરેલી શ્રેણીમાં આપણે બિનઅનુપાલનનાં વિવિધ પાસાંઓ અને તે પછીનાં સુધારણાત્મક પગલાંની ચર્ચા કરતા અંક અગાઉના મહિનાઓમાં જોઈ ચૂક્યાં છીએ.
ઑક્ટોબર ૨૦૧૪થી ત્રણ મહિના માટે આપણે તેના પછીનાં સ્વાભાવિક કદમ - પુનરાવૃત્ત સતત સુધારણા-ની વાત માંડી છે. ઑક્ટોબર ૨૦૧૪ના અંકમાં આપણે પુનરાવૃત્ત સતત સુધારણાની મૂળભૂત પરિકલ્પના અને નવેમ્બર ૨૦૧૪ના અંકમાં પુનરાવૃત્ત સતત સુધારણા અને સતત સુધારણા વચ્ચેનાં અંતર અને સરખાપાણાંની વાત કરી હતી.
આ મહિને આપણે કેટલાક વૈવિધ્યસભર લેખો દ્વારા પ્રાયોગિક સ્તરે પુનરાવૃત્ત સુધારણાના અમલ વિષે જાણકારી મેળવીશું.
- Continuous Improvement at Two Companies (PDF, 362 KB) ટૉડ સ્ક્નાઈડર બે કંપનીઓની કામગીરી સાથે સતત સુધારણાને સાંકળી લેવાના અનુભવો વહેંચે છે.તેમની હાલની કંપનીમાં સિક્ષ સિગ્માના ઉપયોગ વડે પેદાશ લગભગ ૨૦ % વધી, જેને કારણે ૧૦ મહિનામાં ૪૦,૦૦૦ ડૉલરની બચત થઇ અને માલ અને વેપારી પ્રબંધનમાં થયેલા સુધારાઓને પરિણામે વર્ષે ૧,૯૨,૦૦૦ ડૉલરની બચત શકય બની. | જૂન ૨૦૧૧.
- Electric Utility Deploys Powerful Approach for Continuous Improvement (PDF, 313 KB) દક્ષિણ કેલીફોર્નીયાનાં એડિસનમાંThe Information Technology and Business Integration (IT&BI) Business Unitએ સતત સુધારણા પ્રયાસોની દૃષ્ટિગોચરતા, સભાનતા અને તેના પ્રત્યેની એકાગ્રતામાં સુધારણા દ્વારા ગ્રાહકોની જરૂરીયાતો પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનું આયોજન ઘડી કાઢ્યું. | ઓગસ્ટ ૨૦૧૦.
- The Challenge of Overcoming Success (PDF, 428 KB) થીયરી ઓફ કન્સ્ટ્રેઇન્ટ્સ, સિક્ષ સીગ્મા અને લીનનાં સંયોજન વડે DNA testing laboratory પ્રક્રિયા સુધારણા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવી શકેલ.કાર્યપ્રવાહ અને પ્રયોગશાળાની ગોઠવણીનાં પુનઃઆલેખન વડે તેમ જ કામ માટેના નવા નિયમો દાખલ કરવાથી ખર્ચમાં વધારો કર્યા સિવાય જ ક્ષમતામાં વધારો શક્ય બન્યો. | માર્ચ ૨૦૧૦.
- Can a Fishbone Diagram Stop a Bully? (PDF, 373 KB) In Community Consolidated School District 15માં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઉદ્દેશ્યો ઘડી કાઢવામાં અને શૈક્ષણિક પ્રગતિ પર નજર રાખવા તેમ જ રમતગમતનાં મેદાનપર દાદાગીરી જેવા વર્તણૂકને લગતા મુદ્દાઓ પર ધ્યાન રાખવા માટે ગુણવત્તા સાધનોનો ઉપયોગ કરે છે. | સપ્ટેમ્બર ૨૦૦૯.
- PDSA: A Road Map to Improved Writing Skills (PDF, 340 KB) The plan, do, study, act ચક્રની મદદથી પેલેટાઇઅન, ઈલીનોઇસની Winston Campus Elementaryએ છઠ્ઠાં ધોરણનાં વિદ્યાર્થીઓની લેખન કસોટીના ગુણ ૩૬% જેટલા સુધાર્યા. | સપ્ટેમ્બર ૨૦૦૯.
- Former Baldrige Recipient Rekindles Its Quality Fire (PDF, 256 KB) ૨૦૦૩માં બાલ્ડ્રીજ પુરસ્કાર મેળવ્યા બાદ શિકાગોનાં પરાંમાં આવેલ Community Consolidated School District 15ના પ્રથમ હરોળના કર્મચારી વર્ગે The plan, do, study, act modelજેવા ગુણવત્તા સાધનોના સતત ઉપયોગ વડે સુધારણાના પ્રયાસો ચાલુ જ રાખેલ છે. | ઓગસ્ટ ૨૦૦૯.
- Quality Club Teaches Today’s Learners to Become Tomorrow's Leaders (PDF, 186 KB) જે વિદ્યાર્થીઓ પેલેટાઇઅન, ઇલીનોઇસની Hunting Ridge Schoolની ગુણવત્તા ક્લબમાં ભાગ લે છે તેઓ સતત સુધારણા પદ્ધતિઓ વિષે શીખે છે અને પછીથી તેમનાં સહયોગીઓનાં પ્રશિક્ષણનાં સત્ર પણ ચલાવે છે. | ઓગસ્ટ ૨૦૦૯.
- Quality Engrained in Culture at Iowa Hospital (PDF, 250 KB) The plan-do-study-act (PDSA) ચક્ર, માહિતી-આધારીત નિર્ણય પ્રક્રિયા અને લીન પદ્ધતિઓ જેવી ગુણવત્તા સંસ્કૃતિ Guttenberg Municipal Hospitalનો હિસ્સો છે. ૨૦૦૮માં ઇસ્પિતાલને Iowa Recognition for Performance Excellenceકાર્યક્રમ હેઠળ રજત પુરસ્કાર પણ મળ્યો છે. | જુન ૨૦૦૯.
- Rural Hospital Thrives With Continuous Improvement and Innovation (PDF, 210 KB) સંસ્કૃતિમાં પરિવર્તનને કારણે Wright Medical Centerમાં દર્દીઓની ઉત્કૃટ કક્ષાની સંતૃપ્તિ શક્ય બની. ઉત્તર મધ્ય આયોવામાં હવે ઇસ્પિતાલ આરોગ્ય સંભાળ માટેનું ખાસ પસંદનું કેન્દ્ર બની રહેલ છે. દર્દીઓનાં સંતોષના આંકડાનું સ્તર રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉ્ચ્ચ કક્ષાની માત્રા જાળવી રહેલ છે. | એપ્રિલ ૨૦૦૯.
- Medical Device Manufacturer's Continuous Improvement Approach Reduces Errors in Records (PDF, 236 KB) ટેક્નૉલોજી, પ્રક્રિયા અને લોકોભિમુખી ઉકેલોના ત્રિસ્તરીય અભિગમ વડે MEDRADએ ઉત્પાદન ઇતિહાસની નોંધમાંની ત્રૂટીઓમાં ૨૬ % જેટલો ઘટાડો શક્ય બનાવ્યો. | ફેબ્રુઆરી ૨૦૦૯.
- Match the Change Vehicle and Method To the Job (PDF, 260 KB) પ્રક્રિયા સુધારણા ટીમોએ તેમની પાસે ઉપલબ્ધ કાર્યપ્રણાલિઓ,સાધનો અને પરિવર્તન વાહનોની વ્યાખ્યા સમજી લેવી જોઇએ , નહી તો ગુણવત્તા સુધારણા કાર્યક્રમ સાથે તે બંધ ન બેસે તો તેનાં પરિણામ્પ ઘાતક નીવડી શકે છે.
- From Continuous Improvement to Continuous Innovation (PDF, 95 KB) સતત સુધારણા, સતત નાવીન્યકરણ, બિનસતત નાવીન્યકરણ, ક્રમાનુસાર વૃદ્ધિશીલતા, પૂરેપૂરો કશ કાઢી લેતો ઉપયોગ અને સમન્વેષણની એક્દમ નજદીકથી તપાસ.
- Continuous Improvement: Methods and Madness (PDF, 28 KB) કર્મચારીઓની ભાગીદારી, દરરોજનાં અને ક્રમિક સત્રે થતી સુધારણા અને ઉત્પાદનની લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું એ બધાં સતત સુધારણાનાં લક્ષણો છે.
ASQના મુખ્ય સંચાલક બિલ ટ્રૉય ‘Is Every Quality Professional a Leader?’ દ્વારા બહુ જ સમયસરની ચર્ચા ઉપાડે છે, જે વ્યવસાયનાં ભવિષ્યનાં ઘડતર વિષે પણ મહત્ત્વની ભૂમિકા ભજવનાર બની રહી શકે છે. “કેટલાંક લોકોનું કહેવું છે કે ગુણવત્તા વ્યાવસાયિકોમાં ટોચનાં સંચાલન સાથે તાલ કદમ મેળવા માટે જરૂરી કૌશલ્યોનો અભાવ જ રહેતો હોય છે.તો વળી એક અન્ય અભિપ્રાય એમ પણ છે કે ગુણવત્તા વ્યાવસાયિકોમાં પોતાનાં ક્ષેત્રની બહાર ગુણવત્તા ક્ષેત્રનાં મહત્ત્વને અસરકારક રજૂઆત કરવા માટે જરૂરી કળા ખૂટતી હોય છે. નેતૃત્ત્વ એટલે આ બધું જ. આજના યુગમાં ધાર્યાં પરિણામ લાવવા કુશાગ્ર વ્યાપારી કુનેહ, લોકો સાથે કામ પાડવાની આવડત અને નિર્ણાયત્મકતાની તો ડગલે ને પગલે જરૂર પડશે.”
‘November Roundup: What Does Leadership Mean to Quality?’માં ASQ communicationsનાં જુલીઆ મૅકીન્તોશ ASQ bloggers દ્વારા રજૂ થયેલા વિભિન્ન વિચારોને રજૂ કરી આપે છે. કેટલાકનું કહેવું છે કે ઉચિત ગુણવત્તાસભર પ્રશિક્ષણ મળવું જોઇએ, તો વળી કેટલાંક અન્યનું કહેવું છે કે બધાંમાં નેતૃત્વના ગુણો સ્વાભાવિકપણે હોય તે જરૂરી નથી.
તે પછી ASQ TV Episodes તરફ મુલાકાત લઇએ:
• Quality Goes to School વૃતાંતમાં ગુણવત્તાની વર્ગખંડમાં ભૂમિકા વિષે જોવા મળશે.ઓરીગામીની મદદથી "લીન" અને lotus flower diagram જેવાં વિચારમંથનનાં સાધન વિષે કેમ શીખી શકાય છે તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
• Improving Healthcare With Quality: આરોગ્યસંભાળ વ્યવસાયમાં ગુણવત્તા સાધનોના વપરાશના પડકારોની વાત કરવાની સાથે એક ઇસ્પિતાલે સિક્ષ સીગ્માના ઉપયોગથી દર્દીઓને રજા આપવા માટેના સમયમાં ઘટાડો કેમ કરી શકાયોની પણ ચર્ચા જોઇ શકાશે.આ પ્રયોગમાં design of experimentsજેવાં સાધનનો પણ ઉપયોગ કરાયો છે. પૂરી case study પણ વાંચી શકાશે.
આ મહિનાના ASQ’s Influential Voice છે - રાજન થીયાગરાજન
ચેન્નાઇ સ્થિત, રાજન થિયાગરાજન ટીસીએસમાં ડીલીવરી હેડ છે અને ASQના વરિષ્ઠ સભ્ય છે. તેઓ ASQપરની ચર્ચાઓ પર પોતાના વિચારો અને અભિપ્રાયો તેમના બ્લૉગ Quality Matters પર લખતા રહે છે. જેમ કે, ગયા વર્ષનો તેમના લેખ Remembering the Great Leaders of Qualityમાં તેઓએ ગુણવત્તા ક્ષેત્રના ૧૦ સહુથી જાણીતા અગ્રણીઓનાં મહત્ત્વનાં યોગદાનને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરે છે.
આ મહિને પણ આપણી પાસે Curious Cat Management Improvement Carnival શ્રેણીમાં કોઇ નવો લેખ નથી. તેથી આપણે બ્લૉગની વધારે વિગતે મુલાકાત કરીને ત્યાંના India વિભાગમાં પરના લેખ Frugal Innovationમાં મૂલ લેખ First break all the rulesની સંક્ષિપ્ત ચર્ચા કરાઈ છે. લેખ આગળ ઉપર ખર્ચ ઘટાડા દ્વારા નફો વધારવાની દેખીતી રીતે ભૂલ ભરી લાગતી પદ્ધતિઓની પણ વાત કરે છે. અહીં વાત પરંપરાગત ઉકેલની ઊંચી કિંમત જ્યારે ગ્રાહક્ને પોષાય ન હોય ત્યારે કરકસરયુક્ત નાવીન્યકરણ કેવું કામ આવે છે તે ઉદાહરણોથી સમજાવે છે.
જેફ બેઝૉસનું એક બહુ જ સરસ કથન છે જેમાં કરકસરયુક્ત નાવીન્યકરણનો ફાયદો ઊઠાવવામાં કેમ થાપ ખવાઇ જાય છે તેનું હાર્દ સમાયેલું જોઇ શકાય છે : “બે પ્રકારની કંપનીઓ હોય છે, એક જે વધારે કિંમત વસુલવામાં માને છે અને બીજી એ કે જે ખર્ચ ઘટાડી ઓછી કિંમત લગાડવામાં માને છે."આપણા બ્લૉગોત્સ્વને વધારે રસપ્રદ, ઉપયોગી અને માહિતીપ્રદ બનાવવા માટે આપનાં સૂચનોનો ઈંતઝાર રહેશે....
૨૦૧૪ આપ સહુ માટે બહુ જ ફળદાયી રહ્યું હશે તેમ માનવાની સાથે સાથે ૨૦૧૫નું વર્ષ પણ હજૂ વધારે સિદ્ધિનાં શિખરો સર કરનારૂં રહે તેવી શુભેચ્છાઓ..........
No comments:
Post a Comment