હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - '૧૨ /૨૦૧૪' બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
દર વખતની જેમ આપણે બ્લૉગોત્સવના આ મહિનાના અંકની સફર પણ તિથિઓની યાદમાં લખાયેલ પોસ્ટ્સ વડે કરીશું.
સુક્ષ્મ હાસ્યને પરદા પર આગવું સ્થાન બક્ષનારા કચ્છી માડુ દેવેન વર્માએ બીજી ડીસેમ્બરે તેમના જીવનના ખેલનો પરદો કાયમ માટે પાડી દીધો.
ટીવી ચેનલોનાં માધ્યમ પર તેમને અપાયેલ બે અંજલિઓ -Tribute to Great Actor Deven Verma અને Tribute to Deven Verma - તેમની કારકીર્દીને ન્યાય આપી રહે છે.
Remembering Deven Varma બહુ જ લાગણીથી તેમને હિંદી સિનેમાના બહુ જ અચ્છા કલાકાર અને અનોખા ટીખળી વ્યક્તિ તરીકે તેમને યાદ કરે છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં હૃષીકેશ મુખરજી, બાસુ ભટ્ટાચાર્ય અને ગુલઝારની ફિલ્મોમાં સ્થૂળ હાસ્યની સામે સૂક્ષ્મ રમૂજને તેમણે પરદા પર ખીલવી. આ ફિલ્મોમાં તેમણે સૂત્રધાર, વિદુષક, નાટક-રચિતા જેવા અનેક પાઠ એક સાથે સફળતાપૂર્વક (અને લોકભાગ્ય શૈલીમાં, પણ) ભજવ્યા હતા.
લોકોને છીછરાપણું શા માટે વધુ આકર્ષે છે? માં દીપક સોલિયા લખે છે કે “દેવેન વર્મા સૂક્ષ્મ અને ગરિમાપૂર્ણ કોમેડીના માણસ હતા. એમણે ૧૯૬૦ના દાયકામાં ફિલ્મજગતમાં પ્રવેશ મેળવ્યો ત્યારે પણ લાઉડ અભિનયની બોલબાલા હતી જ. એ જમાનામાં રાજેન્દ્રનાથ ચટાપટાવાળો ચડ્ડો પહેરીને કોમેડી કરતા અને ટુનટુન સ્થૂળ કાયાથી લોકોને હસાવતાં. ખુદ દેવેન વર્માને પણ જે ત્રણ ફિલ્મફેર એવોર્ડ્ઝ મળ્યા એમાંના બે તો ‘ચોર કે ઘર ચોર‘ અને ‘ચોરી મેરા કામ’ જેવી એવરેજ ફિલ્મોમાંની એમની પ્રમાણમાં સ્થૂળ કોમેડી માટે મળેલા. આવાં ચીલાચાલુ પાત્રોને પણ દેવેન વર્મા પોતાના સૂક્ષ્મ અભિનયના જોરે જરા ઊંચી કક્ષાએ લઈ જતા. છેવટે એમને બેસ્ટ કોમેડિયન માટેનો જે ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો એ ‘અંગૂર’ માટે હતો. ‘અંગૂર’ એક એવી ફિલ્મ છે કે જે પ્રત્યેક સાચા હિન્દી ફિલ્મરસિકે જોયેલી હોવી જોઈએ (પછી ભલે તેનો જન્મ અંગૂરની રિલીઝ -૧૯૮૩- પછી થયો હોય). શોલે, ગર્મ હવા, પ્યાસા, ગાઈડ અને જાને ભી દો યારોની જેમ ચુપકે ચુપકે – ગોલમાલ - અંગૂર પણ હિન્દી ફિલ્મજગતની ટોચની સિદ્ધિ ગણાવી શકાય એવી ફિલ્મો છે.”
દેવેન વર્માએ ફિલ્મના પર્દા પર ગાયેલાં અનેક ગીતોમાંથી આપણે આજ ઔર કલ(૧૯૬૩ - રવિ)નું બા અદબ બા મુલાઇઝા તેમના કસબના નમુના સ્વરૂપે માણીશું.
શર્મીલા ટાગોરના ૭૦મા અને આજે ૭૯ વર્ષે પણ સૌષ્ઠવપુર્ણ દેખાતા ધર્મેન્દ્રના જ્ન્મદિવસે બંનેનાં ચાર ચાર અલગ ફિલ્મોનાં અને ચાર ગીતો તેમણે સાથે કરેલી ફિલ્મોનાં ગીતો Happy Birthday, Sharmila Tagore and Dharmendra! માં રજૂ કરાયાં છે.
Ten of my favourite Dharmendra songs માં લેખિકાએ જોઇ હોય તેવી ૧૯૭૦ પહેલાંની ધર્મેન્દ્રની ફિલ્મોમાંથી તેના પર જ ફિલ્માવાયેલાં માત્ર સોલો ગીતો (યુગલ ગીતો નહીં!) રજૂ કરાયાં છે.
Ten of my favourite Geeta Dutt solos અને તેના અનુગામી Ten of my favourite Geeta Dutt duetsની જેમ અનુક્રમે The Unforgettable Geeta Dutt અને Unforgettable Geeta Dutt – Part 2ગીતા દત્તની યાદ તાજા કરે છે. અહીં રજૂઅ થયેલાં ગીતોમાંથી આપણે છબીલી (૧૯૬૦ - સ્નેહલ ભાટકર)નું નુતન સાથેનું યુગલ ગીત યારોં કિસીસે ન કહેના અહીં ખાસ યાદ કરીશું.
Happy Birthday, Dilip Saab દિલિપ કુમારના ૯૨મા જ્ન્મ દિવસની ખુશી મનાવે છે.
The joker and his disguises - Raj Kapoor as innocent and masochist માં રાજ કપૂરનાં અલગ અલગ પાસાઓની બહુ સૂક્ષ્મ છણાવટ કરાઇ છે. આ અવસર પર સંગમ (૧૯૬૪)નાં યે મેરા પ્રેમ પત્ર પઢકરનાં ફિલ્માંકન અને તેની સાથે વણાયેલાં પ્રતિકાર્થ સંદેશાઓની વાત કરતાં ક્રવાની સાથે લેખક એ ગીત માટે પોતાની ખાસ પસંદ પણ નોંધાવી દે છે.
જિયો તો ઐસે જિયો જૈસે સબ કુછ તુમ્હારા હૈ (બહુ બેટી ૧૯૬૫, મોહમ્મદ રફી, રવિ)એ આવાંજ ગીતોના રચયિતા શૈલેન્દ્રની હાદ કરાવી દીધી, જેના પરિપાક સ્વરૂપે My favourite Shailendra songs લખાયો. આ બ્લૉગોત્સવ શ્રેણીએ પણ ડીસેમ્બર ૨૦૧૩માં શૈલેન્દ્રને યાદ કરતા કેટલાક માહિતીપૂર્ણ લેખોની નોંધ લીધી હતી.
અને હવે આપણે અન્ય બ્લૉગ / લેખોની મુલાકાત લઈશું
SoY પરની વર્ષવાર ગીતોની અલગ અલગ પાસાંઓથી પુનઃસમીક્ષા કરતી શ્રેણીમાં Best Songs of 1951 ૧૯૫૧નાં ગીતો પરની લેખમાળાની પૂર્ણાહુતિ થઇ. લેખકની આગવી શૈલી અને વાંચકોની ઊંડાણભરી સક્રિય ચર્ચાએ આ સમગ્ર લેખમાળાને અત્યંત રસપ્રદ બનાવી રાખી છે.
Best songs of 1951: Wrap-Up 4 માં ૧૯૫૧નાં યુગલ ગીતોપર ખાસ ચર્ચા થઇ છે. લેખકે જે ૧૪૪ યાદગાર ગીતો તારવ્યાં હતાં તેમા ૩૮ તો યુગલી ગીતો જ છે. આ બધાં જ ગીતો ફિલ્મ સંગીતનાં સદાબહાર યુગલ ગીતોમાં સ્થાન મેળવવાની ક્ક્ષાનાં છે તે ખાસ મહત્ત્વની ઘટના ગણી શકાય. તરાનાનું તલત મહમૂદ અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સીનેમેં સુલગતે હૈ અરમાં અને આવારાનું મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત દમ ભર જો ઈધર મૂંહ ફેરે સંયુક્ત પણે વિજેતા પદ માટે પસંદ થયાં છે.
Best songs of 1951: Final Wrap-Up 5માં ૧૯૫૧ના વર્ષ માટે શ્રેષ્ઠ સંગીતકારની પસંદગી વિષે ચર્ચા બહુ જ ઉત્તેજનાપૂર્ણ રહી છે. લેખકે વિશેષણમાટે આંકડાકીય પદ્ધતિઓને પણ કામે લગાડવી પડી છે. સમ્ગ્ર ચર્ચાને અંતે ૧૯૫૧ના શ્રેષ્ઠ સંગીતકારનો તાજ અનિલ બિશ્વાસને ફાળે ગયો છે.
Item songs આપણને મધરરલૅન્ડ સામયિકના ખાસ અંકની "આઈટમ" તરફ દોરી જઇને આ વિષય પરનાં પરંપરાગત ગીતોની યાદ કરાવી આપતા કેટલાક લેખોની મુલાકાત કરાવી આપે છે.
12 must-have Hindi songs for your travel playlist! એ કોઈપણ મુસાફરે પોતાનાં ભાથામાં સાથે રાખવા લાયક ગીતોનું શીરામણ છે.
કેટકેટલા નિયમો કે બાંધણીના પ્રકારો 'પ્રાર્થના'ગીત હેઠળ આવરી શકાય તેવાં ગીતોને લાગુ પડી શકે. આવાં બંધનોમાંથી જે ગીતો રર્વસંમતિને એરણે પસાર થયાં તે Ten memorable prayer songs from Hindi filmsમાં સમાવાયાં છે.
Discussion, Info and Great Pics Related to the Earliest Appearances of Cuckooo (thanks to Mel!)માં હિંદી ફિલ્મનાં એક બહુ નૃત્યકાર, કકુ,ના શરૂઆતના સમયની માહિતી અને ફોટોગ્રાફ્સ માટે મેલના ફ્રેંચમાં લખાયેલા લેખમાં બહુ જ સર્વગ્રાહી સ્વરૂપે રજૂ કરાયેલ છે. પ્રસ્તુત લેખમાં ૧૯૪૩ની ફિલ્મ 'પૃથ્વીવલ્લભ'નાં એક દૃશ્યમાં એક બાલિકાને બતાવાઇ છે અને સવાલ એ પૂછાયો છે કે શું તે કકુ છે? આ છે એ ઈમેજઃ
તે સાથે 'પૃથ્વીવલ્લભ'નું એક બહુ જ યાદગાર ગીત - તૈલપકી નગરીમે ગાના નહીં બજાના નહીં હૈ - યાદ કરીએ
આ મહિને આપણે નવી શોધમાં મળેલા અને જેઓ બહુ નિયમિતપણે ફિલ્મ સંગીત પર ન લખતા હોય એવા કેટલાક એવા મિત્રોના બ્લૉગની મુલાકાત પણ લઇશું.
સંગીતની કેડીએ.. સમયના પેટાળમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યાં... લતા મંગેશકરના કેટલાં યાદગાર, પણ લોકપ્રિયતાની એરણ પર ક્યાં ભૂલાવા લાગેલાં (અને કેટલાંક આજે પણ હજૂ એટલાં જ લોકપ્રિય) ગીતો ની સાથે જ્યુથિકા રૉય અને સુરૈયાનાં એક એક ગીતને કાવ્યમય ભાષામાં યાદ કરાયાં છે.
Old Hindi Songs Collection એ '૫૦થી '૯૦ના દાયકાનાં હિંદી ફિલ્મનાં ગીતોનો બ્લૉગ છે.
શ્રીકાંત તલાગેરીએ બહુ જ મહેનત લઇને 'પાકીઝા'માં જે ગીતો નથી સમાવાયાં તેની યાદી બનાવી છે. ગીતોની શૈલી ફિલ્મનાં ગીતો કરતાં કેટલી જૂદી પડે છે ! બ્લૉગોત્સવના મોહમ્મદ રફી પરના લેખથી સમાપન કરતાં પહેલાં આપણે હજૂ થોડા બીજા લેખોની મુલાકાત લેવાની રહે છે :
આપણા મિત્ર ભગવાન થરવાનીએ બોમ્બે ટુ ગોઆમાં ન સમાવાયેલાં ગીત Tum Meri Jindagi Mein Kuchh ને યાદ કર્યું છે. મૂળે આ ધુન ગુરૂદત્તની રીલીઝ ન થયેલી ૧૯૫૭ની ફિલ્મમાં પહેલી વાર સંગીત આપતી વખતે રાહુલ દેવ બર્મને હેમંત કુમાર અને ગીતા દત્તના યુગલ ગીત માટે વાપરી હતી. '૧૯૪૨- એ લવ સ્ટોરી'નાં કુમાર શાનુએ ગાયેલાં ગીત કુછ ના કહો સાથે પણ આ ધુનમાં સામ્યતા જણાશે ! કુછ ના કહો લતા મંગેશકરના સ્વરમાં પણ રાહુલ દેવ બર્મને ગવડાવ્યું છે.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...

Mohammed Rafi and Super Star Rajesh Khanna માં રાજેશ ખન્નાની ફિલ્મો માટે જૂદા જૂદા સંગીતકારોએ મોહમ્મદ રફીના સ્વરના કરેલા ઉપયોગની ચર્ચા કરી છે.
ડીસેમ્બર ૨૦૧૪માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
ટેલીફોન પરની વાતચીતમાં, ઉષા તિમોથી કહે છે કે મોહમ્મદ રફી અને લતા મંગેશકરની અંટસમાં રોયલ્ટી મૂળ મુદ્દો નહોતો.ખેર, આપણા માટે તો તેમણે અહીં યાદ કરેલાં ગીતો મહત્ત્વનાં છે. ઘણા ટુંકા સમયની કારકીર્દીમાં તેમણે ટોચનાં લગભગ બધાં ગાયકો સાથે કામ કર્યું હતું તેઓ બહુ ગર્વથી કહે છે કે ગાયકીની શૈલીમાં તેમનો આદર્શ લતા મગેશકર કે આશા ભોસલે નહીં, પણ મોહમ્મદ રફી હતા. આપણે તેમનાં સહુ પ્રથમ ગીત - તૂ રાત ખડી થી છત પે કે ચાંદ નીકલા (હિમાલયકી ગોદમેં -૧૯૬૫- કલ્યાણજી આણંદજી)ને અહીં યાદ કરીશું.
બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૨)
‘બંદિશ એક, રૂપ અનેક’ – (૪) : મુઝસે પહેલીસી મહોબત મેરે મહેબૂબ ના માંગ
સુરૈયા : સિનેસૃષ્ટિની પહેલી મલિકા-એ- તરન્નૂમ
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો :૧:
પ્રકાશિત થયેલ છે.૨૦૧૫નું વર્ષ આપ સહુને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદમય રહો, જીવનભર યાદગાર રહે તેવી સુફળદાયી ઘટનાઓ આ વર્ષે પણ બનતી રહે તેવી શુભેચ્છાઓ ...
No comments:
Post a Comment