Showing posts with label Songs of 1944. Show all posts
Showing posts with label Songs of 1944. Show all posts

Sunday, October 17, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો | પુરુષ - પુરુષ યુગલ ગીતો | ત્રિપુટી ગીતો (+)

 સ્ત્રી - સ્ત્રી યુગલ ગીતો (+)

પારૂલ ઘોષ, અમીરબાઈ કર્ણાટકી, કોરસ - પ્રભુ ચરણમેં દીપ જલાઓ, મનમંદિર ઉજિયાલા હો - જ્વાર ભાટા - ગીતકારનરેન્દ્ર શર્મા - સંગીતકારઅનિલ બિશ્વાસ

લીલા સાવંત, લલિતા પારૂલકર - ગૈયાં ઘર લાયે ગિરધારી - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

લીલા સાવંત, લલિતા પારૂલકર - સખી રી અબ કે સાવન આયે - કલિયાં  - ગીતકારકેદાર શર્મા - સંગીતકારજી એ ચિશ્તી

અમીરબાઈ કર્ણાટકીરાજકુમારી  - O I See, યે દેખો દુનિયા કે રંગ - મા બાપ - ગીતકારરૂપબાની - સંગીતકારઅલ્લા રખા

શીલા, રાજકુમારી - આઓ ચલેં ઉસ પાર સજની, કાહ કરૂં મન માને ના - પથ્થરોંકા સૌદાગર - ગીતકારગાફિલ હરિયાણવી - સંગીતકારમીર સાહબ

પુરુષ - પુરુષ યુગલ ગીતો

શ્યામ કુમાર, મોહમ્મદ રફી  -તુમ દિલ્લી મૈં આગરે, મેરે દિલ સે નીકલે હાયે રે (પહલે આપ - ડી એન મધોક - નૌશાદ અલી) Memorable Songs of 1944  માં આવરી લેવાયું છે. આ ગીત મોહમ્મદ રફી માટે નૌશાદે તક આપવાની સાથે ગોઠવેલી કસોટી પણ ગણવામાં આવે છે.

રેવાશંકર, ચિતળકર -ધીરે ધીરે ચલ ટાંગેવાલે, બૈઠી તેરે ટાંગેમેં બુલબુલ એક - લલકાર - ગીતકારપંડિત મધુર - સંગીતકારસી રામચંદ્ર

ત્રિપુટી ગીતો (+)

શ્યામ કુમાર, મોહમ્મદ રફી, અલ્લાઉ નવેદ, બી એમ વ્યાસ  - હિંદુસ્તાન કે હમ, હિંદુસ્તાન હમારા (પહલે આપ) પણ  Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. નૌશાદે મોહમ્મદ રફીની આપેલી પહ વહેલી તક આ કસોટીરૂપ ગીત ગણાય છે.

જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો - હમ આગે બઢતે હૈ, દુનિયા પીછે જારે - અનબન - ગીતકારપંડિત મધુર - સંગીતકારજ્ઞાન દત્ત


Thursday, October 14, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૨]

 ૧૯૪૪નાં  યુગલ ગીતોની એક બહુ જ આગવી જે લાક્ષણિકતા નજરે ચડે છે તે  છે સંગીતકારો, એક ગીતકાર અને એક માત્ર અભિનેતા તરીકે જ કદાચ જેમની ઓળખ કહી શકાય એવા પુરુષ અભિનેતા (ગોપ),ની ગાયકો તરીકે હાજરી. એ સમયનાં ફિલ્મ સંગીત વિશે જેને કંઈ જ ખબર ન હોત તેવા મારા જેવા શ્રોતાને આજે કેટલાય સવાલો મનમાં થઈ આવે  - અભિનેતા-ગાયકની શું એટલી બધી તંગી હશે કે અન્યથા ક્યારે પણ ગીત ગાતા ન સાંભળ્યા હોય એવા સંગીતકારે પોતાની વહારે ધાવું પડે? તો પછી, એ જ સંગીતકારોએ સૉલો ગીતો કેમ નહીં ગાયાં હોય?

ખેર, આ બધા સવાલોના જવાબ પણ ક્યારેક જાણવા મળશે એમ માનીને અત્યારે તો ૧૯૪૪નાં વર્ષમાટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગૉતોના બીજા, અને હાલ પુરતા આખરી, બૅચ તરફ ધ્યાન વાળીએ.

લીલા ચીટાણીસ, વી ભાટકર - સાજન પાસ બુલા લો….નયનન બીચ બસા લો  - કલીયાં - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: જી એ ચિશ્તી

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ભંવરા ના….તબ તક હંસના ના રે, જબ તક કલીયાં હંસ દે - લલકાર - ગીતકાર: પંડિત મધુર - સંગીતકાર: સી રામચંદ્ર

પહાડી સન્યાલ, સ્નેહપ્રભા - આજ ના ફૂલ સજાઓ સખી, લટ સુંદર લાગે - મહાકવિ કાલિદાસ - ગીતકાર: રામમૂર્તિ - સંગીતકાર: પલસેકર

મલકા અમીર જાન, ગુલશન સુફી -  મેરી ઊઠતી જવાની કી દેખો દેખો બહાર – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હમીદા બાનો, ગુલશન સુફી - ન્યુ ફેશન કા….આઓ પ્રેમ રચાયે – મૌજી જીવન - ગીતકાર: બાબા પાગલ - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશમાં માત્ર હમીદા બાનો જ ગાયિકા તરીકે દર્શાવાયાં છે.

જી એમ દુર્રાની, રાજકુમારી - ચલે પ્રેમ કે દેશ પુજારી - માયા નગરી -? – સંગીતકાર: વીર સિંહ

જી એમ દુર્રાની, રાજકુમારી - ખોલે રે કૌન….મેર મન કે દિવાર - માયા નગરી -? – સંગીતકાર:  વીર સિંહ

અનિમા દાસગુપ્તા, અજ્ઞાત પુરુષ સ્વર - ભટકે હુએ મુસાફીરોં, આગે બઢો - સબહ શામ - ગીતકાર: ફૈય્યાઝ હાશ્મી - સંગીતકાર: સુબલ દાસગુપ્તા

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકોનો ઉલ્લેખ નથી. તે ઉપરાંત ગીતના બીજા ભાગ - બહતી નહીં હૈ ખૂન કી નદી વહાં - નો પણ ઉલ્લેખ છે.

રાજકુમારી, અજ્ઞાત પુરુષ સ્વર  - સબ હાલ બતા દેંગેં, જો હમ પે ગુજરતી હૈ - પન્ના - ગીતકાર: વલી સાહબ - સંગીતકાર: અમીર અલી

બલવંત સિંગ, કૌશલ્યા - આએ દિન પ્યાર કે સજના, પીછલી બાતેં ભુલા - પરખ - ગીતકાર: ગાફીલ હરિયાનવી - સંગીતકાર: ખુર્શીદ અન્વર


Thursday, October 7, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી - પુરુષ યુગલ ગીતો [૧]

હવે આપણે Memorable Songs of 1944 માં જે નથી આવરી લેવાયાં એવાં ૧૯૪૪નાં વર્ષ માટેનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને ચર્ચાની એરણે લઈશું. અહીં પણ આપણે એ યુગલ ગીતોની જ વાત કરીશું, જેમનાં ગાયકો હિંદી ફિલ્મ ગીત કોશમાં ઓળખાયાં હોય અને જેમની જીવંત યુટ્યુબ લિંક ઉપલબ્ધ હોય.

ખાન મસ્તાના, અમીરબાઈ કર્ણાટકી  - બગીયા કરે સિંગાર, આ જા સજન મૈં ડાલું ગલેમેં હાર - બડી બાત - ગીતકાર: રૂપબાની  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

જીન્નત બેગમ, ગુલામ હૈદર - સાજન આ જા, ખેલેં દિલકા ખેલ - ભાઈ  - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

અમીરબાઈ કર્ણાટકી, અરૂણ કુમાર - મનકી બાજી હાર ચુકા હૈ, પ્રીતકી બાજી જીત - ભંવરા - ગીતકાર: કેદાર શર્મા - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ



નસીમ, અશોક કુમાર - મુજ઼ે મધુર લગતા હૈ ઉનસે પ્યાર છુપાના - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપ - ગુલામ હૈદર

નસીમ, અશોક કુમાર - ચમકો ચમકો બિજલીયાં હાં બિજલીયાં - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપ - સંગીતકાર: ગુલામ હૈદર

જીન્નત બેગમજી એમ દુર્રાની  - આયે હૈ બાલમવા પ્યારે પ્યારે અબ જાગે ભાગ હમારે - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી  સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

લીલા ચીટણીસ, પ્રતાપ - તુમ હારે મૈં જીતી, સાજન તુમ હારે મૈં જીતી - ચાર આંખેં - ગીતકાર: ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

વનમાલા, સી. રામચંદ્ર -મૈં કિસ સે કહું અપની કહાની, હૈ દર્દ ભરી મેરી કહાની  - દિલ કી બાત - ગીતકાર:  રામ મૂર્તિ - સંગીતકાર:  સી. રામચંદ્ર

પારૂલ ઘોષ, મન્ના ડે - ભુલા ભટકા પથ હારા મૈં શરણ તુમ્હારે આયા - જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

પારૂલ ઘોષ, અરૂણ કુમાર - સરસોં પીલે પીલે ધાન સુહાને, સાજન મોરા સાંવરીયા હો -  જ્વાર ભાટા - ગીતકાર: નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ



Sunday, September 26, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - યુગલ ગીતો

૧૯૪૪ના ગીતોની ચર્ચાની એરણે હવે આપણે ત્રીજાં પાસાં યુગલ ગીતોની ચર્ચા કરીશું. Best songs of 1944: And the winners are? ના પ્રવેશકમાં આપણે નોંધ્યું હતું કે ૧૯૪૪નાં વર્ષમાં જેનાં ગાયકોની ઓળખ થઈ શકી છે તેવાં ૧૧૦ યુગલ ગીતોની વિગતો મળે છે. એ પૈકી કેટલાં યુગલ ગીતો યુ ટ્યુબ પર મળી શકશે તેની ખબર તો આપણી ચર્ચા ઉઘડતી જશે તેમ થશે, પણ એ આંકડો બહુ મોટો નહી હોય તેમ તો કહી જ શકાય.

એવા સંજોગોમાં હિંદી ફિલ્મ ગીત કોશ પર નોંધાયેલાં ૧૯૪૪નાં યુગલ ગીતોને યુ ટ્યુબ પરથી ખોળીને સાંભળતાં પહેલાં Memorable Songs અને Special Songs   માં જે યુગલ ગીતોની યુટ્યુબ લિંક સાથે નોંધ આપણે લઈ ચુક્યાં છીએ તેમની અહીં એક વાર અહીં નોંધ લઈ લઈએ

ઝોહરાબાઈ અંબાલેવાલી, ગોપ - બાલમજી યે ક્યા જાદુ ડારા, જિયા નહીં જાયે…. - આઈના

કે એલ સાયગલ, અમીરબાઈ કર્ણાટકી  - ક્યા હમને બીગાડા હૈ ક્યું હમકો સતાતે હો - ભંવરા

સુરેન્દ્ર,અમીરબાઈ કર્ણાટકી - ભિક્ષા દે દે મૈયા, જોગી ખડા હૈ દ્વાર - ભર્તૃહરિ

સુરેન્દ્ર , નુરજહાં - મોહનિયા સુંદર મુખડા ખોલ - લાલ હવેલી

સુરેન્દ્ર, નુરજહાં - દિલ લે કે મુખર ન જાના - લાલ હવેલી

અલ્લા રખા, રાજકુમારી - મધુર સુરોંમેં ગાયે ચાંદની ચાંદ સો જા - મા બાપ

શ્યામ, ઝોહરાબાઈ અંબાલેવાલી - આજા કહીં દૂર ચલેં - પહલે આપ

કરણ દિવાન, ઝોહરાબાઈ અંબાલેવાલી - સાવનકે બાદલોં ઉનસે યે જા કહો - રતન

શ્યામકુમાર અને અમીરબાઈ કર્ણાટકી - ઓ જાનેવાલે બાલમવા લૌટ કે આ લૌટ કે આ - રતન

બુલો સી રાની, કુસુમ મંત્રી - તુઝકો કરૂં મૈં સલામ સિપહીયા - શહેનશાહ બાબર

મુકેશ, કુસુમ - જ઼રા બોલો જી, ક્યા લોગી ઈસ દિલકા કિરાયા - ઉસ પાર.

Thursday, September 23, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

 ૧૯૪૪નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ અમુક જ ગાયિકાઓનાં ગીતોની સંખ્યા વધારે છે. બહુ ઘણી સંખ્યામાં એવાં ગાયિકાઓ છે કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય.

તદુપરાંત સ્ત્રી ગાયિકાઓનાં કુલ સૉલો ગીતોમાંથી ૧૯૪૪નાં વર્ષ માટે લગભગ અડધાં જેટલાં ગીતોનાં તો ગાયિકાઓની જ ઓળખ નથી થઈ શકી.

વળી, એવાં પણ કેટલાંય ગીતો છે જેનાં ગાયિકાની ઓળખ બાબતે હિંદી ફિલ્મ ગીત કોશ અને યુ ટ્યુબ પર ગીત અપલોડ કરનારની માહિતીમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.

તે સાથે એ પણ હકીકત છે કે ૧૯૪૪નાં વર્ષ માટે ચર્ચાની એરણે સાંભળેલાં બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૪નાં ગીત કે ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની પસંદગી મારી અંગત મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.

આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક આધાર જ નથી.

એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનં એક જ વાર સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને પહેલી જ વાર ગમી ગયું, તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં એક જ ગીત મળ્યું છે, તેમનાં તે ગીતને જ અહીં સમાવેલ છે.

આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ ક્રમમાં ૧૯૪૪નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ છે.

અમીરબાઈ કર્ણાટકી - બાજ રહી કિસ ઔર મુરલીયા -પોલીસ – ગીતકાર:રમેશ ગુપ્તા – સંગીતકાર: પન્નાલાલ ઘોષ

ઝોહરાબાઈ અંબાલેવાલી - રાતકી મલકા બન ઠન કે મુઝે દુલ્હન બનાને આઈ હૈ - ઇસ્મત – ગીતકાર: શમ્સ લખનવી સંગીતકાર:પંડિત ગોવર્ધન પ્રસાદ

હમીદા બાનો - છેડ ગયા બેદર્દ મેરી દિલરૂબા કે તાર ક્યોં – શહેનશાહ બાબર – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર:ખેમચંદ પ્રકાશ

ઝીનત બેગમ - સુબહ હુઈ ઔર પંછી જાગે ચુગા ચુગન કો ભાગે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

રાજકુમારી - મેરા બાલમ બડા હરજાઈ રે, મૈં તો પ્રીત લગા પછતાઈ - બડી બાત – ગીતકાર: સ્વામી રામાનન્દ  સરસ્વતી - સંગીતકાર:  ફિરોઝ નિઝામી

સુશીલા રાની - સુહાગન કાહે આંસુ ડાલે …. લેખ ટલેના ટાલે - દ્રૌપદી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર:   હનુમાન પ્રસાદ

ખુર્શીદ - બુલબુલ આ તુ ભી ગા…. પ્યાર કે ગાને મૈં ગાઉં - શહેનશાહ બાબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: ખેમચંદ પ્રકાશ

શમશાદ બેગમ - સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

સીતારા - ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

લીલા ચીટણીસ - હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા ફાગુનકી - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

નિર્મલા દેવી - અખીયાં મિલાકે ભાગના ના - જીવન  - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

નસીમ અખ્તર - ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

મંજુ - અંગડાઈ હૈ તેરા બહાનારતન - જીવન  - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

કલ્યાણી - મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી

હુસ્ન બાનુ - ખુશી કે તરાને સુનાતા ચલા જા - આઈના  - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી

નુરજહાં - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

પારૂલ ઘોષ - મેરે આંગનમેં ચીટકી ચાંદની - જ્વાર ભાટા - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

કુસુમ મંત્રી - ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ સરસવતી  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

તારા - આંખેં યે કહ રહી હૈ કી….. રામ કરે કહીં નૈના ન ઉલઝે - ચાર આંખેં - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

લીલા સાવંત - લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા = કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી

શાન્તા આપ્ટે - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા પર સો જાયે = કાદંબરી - ગીતકાર: મિસ કમલ બી એ - એચ પી દાસ

ઉત્પલા સેન - જલ જાને દો ઇસ દુનિયા કો - મેરી બહેન -  પંડિત ભુષણ - સંગીતકાર:  પંકજ મલ્લિક

વિમલા - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - મેરી બહેન - ગીતકાર:  પંડિત ભુષણ - સંગીતકાર:  પંકજ મલ્લિક

૧૯૪૪નાં વર્ષ માટે શ્રેષ્ઠ સૉલો ગીત અને તેનાં ગાયિકાની વરણી માટેની સોંગ્સ ઑફ યોરની સર્વગ્રાહી સમીક્ષા, Best songs of 1944: Wrap UP 2 ,માં  ચંદા દેશ પિયા કે જા (ભર્તૃહરી – ગીતકાર: પંડિત ઈન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ) માટે અમીરબાઈ કર્ણાટકી પસંદ કરાયાં છે. 

Thursday, September 16, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નૂરજહાં, પારૂલ ઘોષ અને હજુ બીજાં અન્ય ગાયિકાઓ

 નૂરજહાંનાં સૉલો ગીતો

૧૯૪૪માં નુરજહાંની બે ફિલ્મો હતી. Memorable Songs of 1944  માં તે પૈકી 'દોસ્ત'નાં બે સૉલો ગીતો - બદનામ મોહબ્બત કૌન કરે ઔર ઈશ્ક઼ કો રુસવા કૌન કરે અને કોઈ પ્રેમકા દે દો સંદેસા હાયે લૂટ ગયા - અને 'લાલ હવેલી'નું - ભૈયા હમારોજી અને તેરી યાદ આયે સાંવરીયા - આવરી લેવાયાં છે.

અબ કૌન મેરા, અબ કૌન મેરા - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

અલમ પર અલમ સિતમ પર સિતમ હમ ઉઠાએ હુએ હૈ - દોસ્ત - ગીતકાર: શમ્સ લખનવી - સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન

બનતી નઝર નહીં આતી તદબીર હમારી - લાલ હવેલી - ગીતકાર: મુન્શી શમ્સ લખનવી -  સંગીતકાર: મીર સાહબ


પારૂલ ઘોષનાં સૉલો ગીતો

પારૂલ ઘોષનાં 'જ્વાર ભાટા'નાં બે સૉલો ગીતો - મેરે આંગનમેં ચીટકી ચાંદની અને ભુલ જાના ચાહતી હું ભુલ નહીં પાતી - Memorable Songs of 1944  માં આવરી લેવાયાં છે.

ભાભી રૂઠે ભાઈ મનાએ….તુ રૂઠે તો બોલ દિવાની - ઈન્સાન - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીતકાર: જ્ઞાન દત્ત

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનાં નામની નોંધ નથી.

જરા બંસી બજા ઓ ગીરધારી ક્રુષ્ણ મુરારી - રૌનક઼ - ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર - સંગીતકાર: સી. રામચંદ્ર

હિંદી ફિલ્મ ગીતકોશમાં ગાયિકાનું નામ શ્રીમતી ઘોષ તરીકે નોંધાયું છે.

કુસુમ મંત્રીનાં સૉલો ગીતો

ફિર આયી હૈ દિવાલી, ખુશી સે નાચ રહી નૈયાં - બડી બાત - સાથીઓ સાથે - ગીતકાર: સ્વામી રામાનન્દ સરસવતી  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

કૌશલ્યાનાં સૉલો ગીતો

માં, પ્યારી માં, ગોદમેં તેરી ખેલા બચપન મેરા - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન

કુછ બોલ બોલ પંછી, ઓ પર ખોલ ખોલ પંછી  - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ફતેહ અલી ખાન /ગુલશન સુફી

તારાનાં સૉલો ગીતો

આંખેં યે કહ રહી હૈ કી….. રામ કરે કહીં નૈના ન ઉલઝે - ચાર આંખેં - ગીતકાર:  નરેદ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

લીલા સાવંતનાં સૉલો ગીતો

લીલા સાવંતનાં 'કલીયાં'માં ત્રણ સૉલો ગીતો છે, પરંતુ યુ ટ્યુબ પર એક જ જોવા મળ્યું છે.

લે આતે બહારોં કો,રાજા લૂટ લીયા - કલીયાં - ગીતકાર: કિદાર શર્મા - સંગીતકાર: જી એ ચિસ્તી

૧૯૪૪ માટે સ્ત્રી સૉલો ગીતોમાં આ બધાં ઉપરાંત, 'કાદંબરી'માં શાન્તા આપ્ટેનાં ૬ સૉલો અને ૨ સાથીઓ સાથેનાં ગીતો હતાં. આ પૈકી યુ ટ્યુબ પર ઉપલબ્ધ ૧ માત્ર ગીત  - મેરે જનમ મરણકે સાથી ચલો ચિતા પર સો જાયે - Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે. તે જ રીતે ઉત્પલા સેનનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - જલ જાને દો ઇસ દુનિયા કો – અને વિમલાનું, 'મેરી બહેન'નું ૧ સૉલો ગીત - મૈં ફૂલોંકે સંગ ડોલું રે - પણ Memorable Songs of 1944 માં આવરી લેવાયું છે.

આ ઉપરાંત પણ હજુ કોઈ રડ્યાંખડ્યાં સ્ત્રી સૉલો ગીત મારી નજરમાં ન આવ્યાં હોય તેમ બનવાની શકયતા પણ છે. પરંતુ, ૧૯૪૪નાં વર્ષ માટેનાં મારાં સાવ નગણ્ય જ્ઞાનની તે મર્યાદા સ્વીકારીને ૧૯૪૪નાં સ્ત્રી સૉલો ગીતોની એરણે લીધેલી આ ચર્ચાને અહીં પુરી કરૂં છું.