Tuesday, September 8, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૧) : મુકેશનાં યાદગાર ગીતો



Best songs of 1950: And the winners are?ની આપણી સફરનો યાદગાર સ્ત્રી (સૉલો)ગીતોની ફેરમુલાકાતનો તબક્કો આપણે પૂરો કરી ચૂક્યાં છીએ. હવે બીજા તબક્કામાં યાદગાર પુરુષ (સૉલો)ગીતોની ફેરમુલાકાત કરીશું.
સ્ત્રી-સૉલો ગીતોની સરખામણીમાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા ઓછી જ રહી છે. એટલે આપણા મૂળ લેખની યાદી -Best Songs of 1950 - Memorable Songs and  Special Songs-માં પણ આ ગીતોનું પ્રતિનિધિત્વ પાંખું કહી શકાય તેવું રહ્યું છે. આ કારણે ૧૯૫૦નાં વર્ષમાં પુરુષ સૉલો ગીતોનાં વૈવિધ્યનો ન તો પૂરો અંદાજ આવે કે ન તો અલગ અલગ ગાયકોની એ સમયે શૈલી કેવી રહી હતી તેનો પણ પૂરો ખયાલ આવે. તેથી , આપણે Best Songs of 1950 - Memorable Songs and  Special Songs  ઉપરાંત હરમિન્દર સિંધ 'હમરાઝ'ના હિંદી ફિલ્મ ગીત કોશ'ની પણ મદદ લઈને આપણી પ્રસ્તુતિને થોડી વધારે વિશદ અને વિગત પ્રચુર બનાવેલ છે.
૧૯૫૦નાં યાદગાર પુરુષ સૉલો ગીતોની સફરની શરૂઆત મુકેશનાં યાદગાર ગીતોથી કરીશું.
પ્રીત લગાકે મૈંને યે ફલ પાયા - આંખેં - રાજા મહેંદી અલી ખાન - મદન મોહન
તેરી દુનિયામેં દિલ લગતા નહીં - બાવરે નૈન - કેદાર શર્મા - રોશન
મોહબ્બત ભી ઝૂઠી ઝમાના ભી ઝૂઠા - હમારી બેટી - પંડિત ફાની - સ્નેહલ ભાટકર
બેરૂખી બસ હો ચૂકી - હમારી બેટી - સ્નેહલ ભાટકર
તુમ જબ મિલ કર છૂટ ગયે - બેબસ - જલાલ મલીહાબાદી - ગણપત રાવ
મૈં તુમસે પ્યાર કરતા  - બેબસ - જલાલ મલીહાબાદી - એસ કે પાલ
વોહ દિખલા લે હમ કો પોલીસ યે થાના.. કિસ્મત મેં યહી લિખા થા - હંસતે આંસૂ - મજરૂહ સુલ્તાનપુરી - ગુલામ મોહમ્મદ 


સખી રી મેરે મન કે આંગન આના - પ્રીત કે ગીત - પ્રેમી - શ્યામ બાબુ પાઠક


જિસે હમ યાદ કરતેં હૈ - પ્રીત કે ગીત - પ્રેમી - શ્યામ બાબુ પાઠક 

દો દિલોંકે મિલનેકા યે બહાના હોગા - રાજ મુકુટ - ભરત વ્યાસ - પંડિત ગોબિંદ રામ 
હે પ્રિયે તુમ્હારે સ્વાગત કો - રામ દર્શન - રમેશ ગુપ્તા - ડી સી દત


          ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર પુરુષ-ગીતો (૨) : તલત મહમૂદનાં યાદગાર ગીતો

Saturday, September 5, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૫)

'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા' લેતાં રહેવાની અવધિને ભાઈશ્રી બીરેન કોઠારીએ ખાસ્સી જહેમત લઇને લંબાવી આપતી વખતે આપણને ૧૯૬૦ પહેલાંના ગીતોની પહેચાન ૧૯ મે, ૨૦૧૫ના રોજ કરાવી. આજે હવે ૧૯૭૦ના દસકામાં નજર કરીએ.............

૪૯.કહતા હૈ જોકર સારા જમાના(મેરા નામ જોકર-૧૯૭૦ | સંગીતકાર - શંકર જયકિશન | ગાયક – મુકેશ
રાજ ક્પુરનો 'શાશ્વત' જોકર, શેરીએ શેરીએ, બયોસ્કૉપમાં આરકેની જૂની ફિલ્મોના સદાબહાર ટુકડા બાયોસ્કૉપ પર બતાવે અને જીવનની ફિલોસોફીને ગાઇ બજાવીને વહેંચે...
 ૫૦.(ક) પૈસા ફેંકો તમાશા દેખો(દુશ્મન - ૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક લતા મંગેશકર)
આજના મલ્ટીપ્લેક્ષ થીયેટરના કન્સેપ્ટને ટક્કર મારે એવો મોબાઇલ થીયેટરનો આ પ્રયોગ છે!


 
૫૦.(ખ) –દેખો દેખો દેખો, બાઈસ્કોપ દેખો (દુશ્મન–૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ| ગાયક લતા મંગેશકર)
ચાલતાંફરતાં થિયેટરથી માત્ર લોકોનું મનોરંજન કે પોતાનો ગુજારો જ નહીં પણ જેને સંભળાવવું છે તેને સંદેશો પણ પહોંચાડવાની કળા પણ અહીં જોવા મળે છે. આમ એક જ માધ્યમનો એકથી વધારે ઉપયોગ પણ કરવાની આવડત પણ સફળ રીતે કામે લગાડાવની કોઠાસૂઝની પણ દાદ તો દેવી જ રહી !


૫૧.દુનિયામેં રહના હો તો કામ કર પ્યારે (હાથી મેરે સાથી- ૧૯૭૧| સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક: કિશોર કુમાર
આ ગીતમાં કશું વેચવાનું નથી, પણ હુન્નરના કરતબ બતાવીને નાણાં કમાય છે. તે સાથે 'ઉપયોગી' ન બની રહીએ – There is no free lunch -, તો દુનિયામાં ટકવું મુશ્કેલ બની રહેશે તેવો સણસણતો સંદેશ પણ કહી જાય છે.
 
૫૨.જીવન ચલને કા નામ(શોર-૧૯૭૨ | સંગીતકાર - લક્ષ્મીકાંત પ્યારેલાલ ગાયક - મહેન્દ્ર કપુર, મન્ના ડે, શ્યામા ચિત્તર)
સાયકલ ચલાવવાનો વિક્રમ સ્થાપી અને પોતાનાં પરિવારજન માટે નાણાં એકઠાં કરવાનો સામૂહિક પ્રયાસ
 
૫૩.લે લોચંપા, ચમેલી, ગુલાબ લઈ લો (સોને કે હાથ – ૧૯૭૩| સંગીતકાર : રવિ | ગાયક : આશા ભોસલે)
માત્ર ફુલો જ નહીં આ માલણ તો ખુશી અને આશાની પણ વહેંચણી કરે છે…
 
૫૪.ઉપરવાલે તેરી દુનિયામેં, કભી જેબ કિસી કી ના ખાલી મિલે (હાથ કી સફાઈ -૧૯૭૪ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ કોચિંગ ક્લાસમાં ગ્રાહકોનાં ખીસ્સાં સદા ગરમ રહે તેવી (ખિસ્સાકાતરુઓની)પ્રાર્થના કરાતી રહે છે !


 
૫૫.ક્યા હુઆ યારોં ગરીબીકે હમ પાલે હૈ (બંડલબાઝ – ૧૯૭૬ | સંગીતકાર : આર ડી બર્મન | ગાયક : કિશોર કુમાર અને આશા ભોસલે)
'બંડલબાઝ'તો ભરી મહેફિલમાં પણ ખાલી ડબ્બાની લેવેચ કરી લે


 
૫૬.રાખી લે લો જી લે લો (હત્યારા-૧૯૭૭ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ ગીત આખું નહીં, સાવ નાનું છે, પણ ખેલ કંઇક બહુ પક્કો જણાય છે


અને બોનસમાં :
 
૫૭.મારો મામો મેહોણાનો ને હું છું અમદાવાદી (સંતુ રંગીલી -૧૯૭૬|સંગીતકાર :અવિનાશવ્યાસ |ગાયક : આશાભોસલે
મેહાણાના મામાની આ અમદાવાદી 'માય ફેર લેડી' ભાણી ગજરા વેચવા નીકળી છે.


 
૫૮.હું અમદાવાદનો રીક્ષાવાળો (મા બાપ – ૧૯૭૭ | સંગીતકાર : અવિનાશ વ્યાસ| ગાયક : કિશોર કુમાર)
અમદાવાદની સફરની માણવા માટે રીક્ષા પણ વપરાય...


'૭૦ના દાયકા સુધીની સ્વરોજગારને ફિલ્મનાં ગીતોમાં ઢાળતાં રહેવાની, અને તે રીતે સ્વરોજગારકારને પણ સમાજમાં મુઠ્ઠી ઉંચેરૂં સ્થાન બક્ષવાની એક આગવી રીત પછીના સમયની ફિલ્મોમાં આગળ ચાલતી રહી છે કે તે તો જોયું નથી, કારણકે આપણે 'ફિલ્મ સંગીતની સફર' ૧૯૬૦ /૭૦ના દાયકા સુધી જ કરવી તેમ નક્કી કર્યું હતું.પણ જો એ સફર ચાલુ રહી હોય, તો બદલતા જતા સમયની સાથે સ્વરોજગારના પ્રકાર અને તેની રજૂઆતમાં કોઇ ફેરફાર આવ્યા કે નહીં તે જાણવું રસપ્રદ તો બની રહે..........
'૮૦ પછીના દાયકાનાં આ પ્રકારનાં ગીતોની જાણ કરવાનું આ સાથે ઈજન પાઠવીએ છીએ, જો એક લેખ જેટલાં ગીતો મળશે, તો આ લેખમાળાના હપ્તા વધારીશું....

[આ પૉસ્ટમાટે This Singing Businessને  ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ વેગુ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.

Monday, August 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૮_૨૦૧૫


હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૮_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

ઓગસ્ટ ૨૦૧૫ના આ આપણા બ્લૉગોત્સવના આ અંકની શરૂઆત નવી ભાતની અંજલિઓથી કરીશું.

આ મહિને 'શોલે'ની રજૂઆતને ૪૦ વર્ષ થયાં. આ નિમિત્તે લગભગ દરેક માધ્યમમાં તેના પર કંઇને કંઇ પ્રકાશિત થયું. આપણે તે પૈકી થોડા પ્રતિનિધિ લેખની નોંધ અહીં લઈશું.
‘Sholay’ is 40 – but so are a bunch of other classic Hindi movies - રમેશ સિપ્પીનાં બ્લૉકબસ્ટર ઉપરાંત 'નિશાંત', 'દીવાર', ચુપકે ચુપકે', 'છોટી સી બાત', 'રફૂ ચક્કર' , 'ખેલ ખેલમેં' અને 'મૌસમ' જેવી ફિલ્મો પણ આજથી ચાલીસમા વર્ષ પહેલાં રજૂ થઈ હતી, અને પોતપોતાની રીતે ટિકિટ બારી પર વિક્રમો પણ નોંધાવ્યા હતા.

Shatrughan Sinha as Jai, Pran as Thakur and Danny as Gabbar? What ‘Sholay’ could have been - Anupama Chopraનાં પેંગ્વીન બુક્સ દ્વારા પ્રકાશિત પુસ્તક Sholay : The Making of a Classicમાં 'શોલે'ની સ્ક્રિપ્ટ અને પાત્રોની ગુંથણીની પડદા પાછળની વાતો વણી લેવાઈ છે.

'Jai Santoshi Ma': Also marking its 40th anniversary with ‘Sholay’ is the mother of all moviesમાં 'શોલે' અને 'દીવાર'ની પૂરે પૂરી બરાબરી કરે તેવી સફળતા વરેલ 'જય સંતોષી મા'ને Paromita Vohra યાદ કરે છે.
હવે, હંમેશની મુજબ અંજલિઓને લગતા કેટલાક અન્ય લેખ પણ જોઈએ-
Happy Birthday, Vyjayantimala ji – વૈજયંતિ માલાના ૮૩મા જન્મ દિવસે તેમના પર ફિલ્માવાયેલાં ૧૦ સૉલો ગીતોને યાદ કરાયાં છે.

Naushad’s Long-distance Duets of Separation : સોંગ્સ ઑફ યૉર પર ૨૦૧૫નાં વર્ષને નૌશાદના વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એ શ્રેણીમાં અહીં વિરહની વેદનાને લાંબા અંતરેથી પણ એક સાથે અનુભવતાં નૌશાદનાં ૧૦ ગીતોને રજૂ કરાયાં છે.

The Master of Masters Khemchand Prakashમાં ખેમચંદ પ્રકાશની ૬૫મી મૃત્યુ તિથિ નિમિત્તે તેમનાં કેટલાંક યાદગાર ગીતોને રજૂ કરાયાં છે.

C Ramchandra-Naushad comparison and contrast with Rafi મોહમ્મદ રફીની ૩૫મી મૃત્યુતિથિ નિમિત્તે સી રામચંદ્ર અને નૌશાદનાં મોહમ્મદ રફીનાં ગીતોની વિધેયાત્મક ચર્ચા રજૂ કરે છે. નૌશાદ સાથે મોહમ્મદ રફીની સફર ૧૯૪૪ની ફિલ્મ 'પહલે આપ'ની સાથે શરૂ થઈ. તેનાં બે વર્ષ પછી 'સફર'માં સી રામચંદ્ર અને રફીએ પહેલી વાર સાથે કામ કર્યું. ૧૯૪૯ સુધીમાં સી રામચંદ્રનાં રચેલાં ૨૦ ગીતની સામે નૌશાદે રફી પાસે ૧૫ ગીતો જ ગવડાવ્યાં. જો કે નૌશાદે તેમની સમગ્ર કારકીર્દીમાં રફી સાથે ૧૫૦ જેટલાં ગીતો રચ્યાં છે, તો સી. રામચંદ્રએ ૬૫ (કેટલાક અન્ય સંદર્ભ મુજબ ૭૭) ગીતો રફી સાથે કર્યાં છે.

Akhiyon Ke Jharokhon Ke Se ૧૬મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ હેમલતાના ૬૧મા જન્મ દિવસની યાદગીરીમાં રજૂ કરાયેલ છે.
હવે આપણે આપણા નિયમિત મુલાકાત લેવાતા બ્લૉગ્સ પરના અન્ય લેખો તરફ નજર કરીશું.

Tahir Faridi Qawwal and Aminah Chishti – covering some of our favorite classics, તેમની વિશિષ્ઠ રચનાઓ રજૂ કરવાની સાથે નવો ચીલો પણ પાડે છે :
  • તેઓ એક ફિલ્મ સાથે રજૂ કરવાનું કરી રહ્યા છે performance by Tahir Faridi Qawwal (on vocals, etc.) and Aminah Chhshti (on tabla),
  • ૨૦૧૦ની એક પૉસ્ટમાંથી યાદ કરાયેલું તાહીર કવ્વાલ અને બૉબી સિંઘનું આ ગીત - Chandani Raatein
  • સૂફી શૈલીનું ઉર્દુ ગીત - તાહીર કવ્વાલ અને ભૈરવી સિંઘ - Chalte Chalte
  • Piya Ghar Aya- ફન્ના-ફી-અલ્લાહ કવ્વાલી
Roop ki Rani Choron ko Raja (1961)ની સમીક્ષામાંથી આપણે ચાંદ ગયા તારે ગયે... જાઓ ના સતાઓ રસીયા અને અર્ધ-શાસ્ત્રીય શિવ નૃત્યને અહીં રજૂ કરીશું. શિવ નૃત્યની ધુન પરથી પછીથી રંગોલી (૧૯૬૨)નું આ ગીત પણ બન્યું છે !

આ પહેલાં રજૂ થયેલ car songsની શૃંખલામાં કહી શકાય તેવી Ten of My Favorite Jeep Songsમાં જીપમાં ગવાયેલાં ગીતો જ રજૂ કરાયાં છે. એ પૈકી ઓછાં સાંભળવા મળતાં એવાં આ ગીતોની નોંધ આપણે પણ અહીં લઈશું :
MUSINGSમાં નુતનની કારકીર્દીના સમય કાળના Men in Her Life શ્રેણીના લેખો તરફ આજે નજર કરીશું. Men in Her Lifeમાં નુતનની ફિલ્મોમાં આવેલાં પુરુષ પાત્રોનાં વિવિધ પાસાંઓની ચર્ચાઓમાં નુતનનાં અભિનય કૌશલ્યને પણ આવરી લેવાયેલ છે. તેમની ફિલ્મ કારકીર્દીમાં કુલ મળીને આવા ૪૩ સંબંધોની નોંધ કરી શકાય તેમ છે. આંકડાઓની દૃષ્ટિએ, Romancing માં ૪૭ ફિલ્મોમાં ૨૩ પુરુષ (અભિનેતાઓ)ની સાથે હૃદયની ૫૦ આપલે જોવા મળે છે. તે પછીના લેખ, Jocasta?, માં સામાન્યતઃ નીમ્ન કોટિના ગણાય તેવા અનૈતિક સંબંધોની ચર્ચા કરાઇ છે. Jocasta?માં કુટુંબમાં સગપણોની અધિશ્રેણીમાં ઉપરનું કે નીચેનું સ્થાન ધરાવતા પુરુષો સાથે રચાતા સંબંધોની વાતની જેમ Awanમાં (કૅનની બહેન કે પત્નીના સંબંધો જેવા) સમાંતર સંબંધોની ઉલટ તપાસ છે. આમ, ભાઈ, પતિ કે પિતા જેવા બધા જ પ્રકારના સંબંધો આવરી લીધા બાદ progenitor Daddy’s Girl જ બાકી રહી જાય છે.

Short Notes : The Beautiful Shivaને જુન ૨૦૧૫ના આ બ્લૉગોત્સવના હપ્તામાં સમાવી લેવાનું આપણે ચૂકી ગયાં હતાં. અહીં રજૂ કરાયેલાં દૃશ્યો કળાના એ સર્જકોને વિનમ્ર અંજલિ છે. આ રચનાઓ ખુદબખુદ જ બોલી ઊઠે તેમ જણાય છે, એટલે તેને વિષે બીજી કોઈ વાત નથી કરાઈ.

હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……

ભગવાન થાવરાની :


[મનોહરે 'રઈશ' (૧૯૪૮), ‘ઉષા કિરન’ (૧૯૫૨),'પાસીંગ શૉ' (૧૯૫૬) અને 'ડૉક્ટર ઝેડ' (૧૯૫૯) જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.] 'ચિનગારી'માં તલત મહમૂદનું એક બહુ જ કર્ણપ્રિય ગીત - જિયુંગા જબ તલક તેરે ફસાને યાદ આયેંગે - પણ સાંભળવું ગમશે.
સુમનભાઈ (દાદુ)એ, શિકાગો, અમેરિકાથી આ ગીતો (ઑડીયો) મોકલ્યાં હતાં :
સોંગ્સ ઑફ યૉરની વાર્ષિક સમીક્ષા શૄંખલાના લેખ Best songs of 1950: And the winners are? પરની ચર્ચા આપણે ૧૯૫૦નાં યાદગાર ગીતોને ચર્ચાની એરણે ની શૃંખલાનાં સ્વરૂપે કરી રહ્યાં છીએ. આ ચર્ચાના પહેલાં ચરણમાં યાદગાર સ્ત્રી ગીતો અંતર્ગત આપણે લતા મંગેશકરનાં સી. રામચંદ્ર તેમ જ હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદ રચયિત ગીતોની વાત જુલાઈ ૨૦૧૫ના અંકમાં કરી ચૂક્યાં છીએ. હવે આગળઃ –
આ ચર્ચા આપણે આગળના મહિનાઓમાં પણ ચાલુ રાખીશું.
ઓગસ્ટ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
આયે તુમ યાદ મુઝે….૨
પ્રેમ અદીબ: રૂપેરી પડદાના રામ
બંદિશ એક, રૂપ અનેક (૧૦) : સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા
સંગીત….. તારૂં વિશ્વ…!
અનિલ બિશ્વાસ અને ‘મુંબઈના સાયગલ’ સુરેન્દ્ર(નાથ) – સોલો ગીતો – ઉત્તરાર્ધ
                                                                                                                પ્રકાશિત થયેલ છે.
આપણા બ્લૉગોત્સવના વિષય - ફિલ્મ સંગીત - સાથે સીધો સંબંધ નથી છતાં, Age cannot wither them (or can it?) - thoughts on actors "playing" old તરફ પણ નજર કરી લઈએ. લેખમાં 'પિકુ'માં અમિતાભ બચ્ચનના પોતે છે તે ઉમરના પણ દેખાતા હોય હજૂ વધારે મોટી ઉમરના એવા 'ભાસ્કોર બેનર્જી'ના પાત્રના અભિનય પરથી જ્યારે તે ઉમરમાં ખરેખર નાના હતા ત્યારે તેમણે કરેલા 'મહાન' કે 'આખરી રાસ્તા' જેવી ૧૯૮૦ના દાયકાની ફિલ્મોના અભિનયને યાદ કરી લેવાયા છે. તે સાથે ડેની કોલીન્સમાં અલ પૅસિનો કે ક્રિસ્ટૉફર પ્લમરના આ જ પ્રકારના અભિનયને પણ યાદ કરી લેવાનું લેખક ચૂક્યા નથી. આ લેખની સાથે સંલગ્ન કહી શકાય તેવો લેખ To Rome with Love and Death: thoughts on aging stars પણ વાંચવાની મજા આવશે.

અંતમાં, સમીર ધોળકિયા ની પસંદનાં ગીતો પરથી સંદર્ભ લઇને મળેલાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને આજના સંસ્કરણમાં યાદ કરીએ –
Dil Ki Baazi Jeet Ke Bhi Haare માં સુધીરનું કહેવું છે કે તેમણે આ ગીત સરદાર મલીકનાં સ્વરનિયોજનમાં મોહમ્મદ રફીએ ગાયેલું 'મદન મંજરી'(૧૯૬૧)નું દિલ કી બાજી જિત કે ભી હારે પહેલી જ વાર સાંભળ્યું હતું, પણ એક વાર સાંભળ્યા પછી અનેક વાર પણ સાંભળ્યું છે.
     સમીરે આ સિવાય પણ બીજાં કેટલાંક ગીતો યાદ કરાવેલ છેઃ

એડવેન્ચર્સ ઑફ રોબીનહુડ અને જી એસ કોહલીની વાત નીકળી જ છે તો એક સાવ હળવું સવર દે જો પ્યાર સે અને પછી એ કલાકારને ફાંસીને ગાળિયે લટકાવતી વખતે થતી યાદોની પીડાનું તેનું જોડીદાર ગીત પણ યાદ કરી લ ઈએ.

સમીરે સ્ટ્રીટ સીંગર - સુરજ (જે શંકર-જયકિશનના શંકરે તખ્ખલુસ તરીકે વાપર્યું હોવાનું કહેવાય છે)-નું બીના તુમ્હારે મજા કયા હૈ ઐસે જીને મેં પણ યાદ કરાવ્યું છે. આ ગીત સાથેની એ સમયની યાદો તાજી થઈ આવતાં, ઘરકી મુર્ગી દાલ બરાબર, આ આ આ આ આજા આજા આ ગલે લગ જા અને તેનું શારદાએ ગાયેલું જોડીદાર ગીત પણ યાદ આવી ગયાં.

આ વિષેના ઈ-પત્રવ્યવહારની આપલે દરમ્યાન નરેશ માંકડને શંકર - જયકિશનનું સ્વરબદ્ધ કરેલ લતા મંગેશકરનું નૈનો સે નૈન હુએ ચાર - ઔરત (૧૯૫૩)યાદ આવી ગયું હતું.
આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

નોંધ:

ઈન્ટરનેટ સુવિધામાં પડેલ વિક્ષેપ ને કારણે વાસ્તવમાં આ લેખ ૨-૯-૨૦૧૫ના રોજ અપલૉડ કરી શકાયો છે.