હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૮_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.
ઓગસ્ટ ૨૦૧૫ના આ આપણા બ્લૉગોત્સવના આ અંકની શરૂઆત નવી ભાતની અંજલિઓથી કરીશું.
આ મહિને 'શોલે'ની રજૂઆતને ૪૦ વર્ષ થયાં. આ નિમિત્તે લગભગ દરેક માધ્યમમાં તેના પર કંઇને કંઇ પ્રકાશિત થયું. આપણે તે પૈકી થોડા પ્રતિનિધિ લેખની નોંધ અહીં લઈશું.
‘Sholay’ is 40 – but so are a bunch of other classic Hindi movies - રમેશ સિપ્પીનાં બ્લૉકબસ્ટર ઉપરાંત 'નિશાંત', 'દીવાર', ચુપકે ચુપકે', 'છોટી સી બાત', 'રફૂ ચક્કર' , 'ખેલ ખેલમેં' અને 'મૌસમ' જેવી ફિલ્મો પણ આજથી ચાલીસમા વર્ષ પહેલાં રજૂ થઈ હતી, અને પોતપોતાની રીતે ટિકિટ બારી પર વિક્રમો પણ નોંધાવ્યા હતા.હવે, હંમેશની મુજબ અંજલિઓને લગતા કેટલાક અન્ય લેખ પણ જોઈએ-
Shatrughan Sinha as Jai, Pran as Thakur and Danny as Gabbar? What ‘Sholay’ could have been - Anupama Chopraનાં પેંગ્વીન બુક્સ દ્વારા પ્રકાશિત પુસ્તક Sholay : The Making of a Classicમાં 'શોલે'ની સ્ક્રિપ્ટ અને પાત્રોની ગુંથણીની પડદા પાછળની વાતો વણી લેવાઈ છે.
'Jai Santoshi Ma': Also marking its 40th anniversary with ‘Sholay’ is the mother of all moviesમાં 'શોલે' અને 'દીવાર'ની પૂરે પૂરી બરાબરી કરે તેવી સફળતા વરેલ 'જય સંતોષી મા'ને Paromita Vohra યાદ કરે છે.
Happy Birthday, Vyjayantimala ji – વૈજયંતિ માલાના ૮૩મા જન્મ દિવસે તેમના પર ફિલ્માવાયેલાં ૧૦ સૉલો ગીતોને યાદ કરાયાં છે.
Naushad’s Long-distance Duets of Separation : સોંગ્સ ઑફ યૉર પર ૨૦૧૫નાં વર્ષને નૌશાદના વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એ શ્રેણીમાં અહીં વિરહની વેદનાને લાંબા અંતરેથી પણ એક સાથે અનુભવતાં નૌશાદનાં ૧૦ ગીતોને રજૂ કરાયાં છે.
The Master of Masters Khemchand Prakashમાં ખેમચંદ પ્રકાશની ૬૫મી મૃત્યુ તિથિ નિમિત્તે તેમનાં કેટલાંક યાદગાર ગીતોને રજૂ કરાયાં છે.
C Ramchandra-Naushad comparison and contrast with Rafi મોહમ્મદ રફીની ૩૫મી મૃત્યુતિથિ નિમિત્તે સી રામચંદ્ર અને નૌશાદનાં મોહમ્મદ રફીનાં ગીતોની વિધેયાત્મક ચર્ચા રજૂ કરે છે. નૌશાદ સાથે મોહમ્મદ રફીની સફર ૧૯૪૪ની ફિલ્મ 'પહલે આપ'ની સાથે શરૂ થઈ. તેનાં બે વર્ષ પછી 'સફર'માં સી રામચંદ્ર અને રફીએ પહેલી વાર સાથે કામ કર્યું. ૧૯૪૯ સુધીમાં સી રામચંદ્રનાં રચેલાં ૨૦ ગીતની સામે નૌશાદે રફી પાસે ૧૫ ગીતો જ ગવડાવ્યાં. જો કે નૌશાદે તેમની સમગ્ર કારકીર્દીમાં રફી સાથે ૧૫૦ જેટલાં ગીતો રચ્યાં છે, તો સી. રામચંદ્રએ ૬૫ (કેટલાક અન્ય સંદર્ભ મુજબ ૭૭) ગીતો રફી સાથે કર્યાં છે.
Akhiyon Ke Jharokhon Ke Se ૧૬મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ હેમલતાના ૬૧મા જન્મ દિવસની યાદગીરીમાં રજૂ કરાયેલ છે.હવે આપણે આપણા નિયમિત મુલાકાત લેવાતા બ્લૉગ્સ પરના અન્ય લેખો તરફ નજર કરીશું.
Tahir Faridi Qawwal and Aminah Chishti – covering some of our favorite classics, તેમની વિશિષ્ઠ રચનાઓ રજૂ કરવાની સાથે નવો ચીલો પણ પાડે છે :
- તેઓ એક ફિલ્મ સાથે રજૂ કરવાનું કરી રહ્યા છે performance by Tahir Faridi Qawwal (on vocals, etc.) and Aminah Chhshti (on tabla),
- ૨૦૧૦ની એક પૉસ્ટમાંથી યાદ કરાયેલું તાહીર કવ્વાલ અને બૉબી સિંઘનું આ ગીત - Chandani Raatein
- સૂફી શૈલીનું ઉર્દુ ગીત - તાહીર કવ્વાલ અને ભૈરવી સિંઘ - Chalte Chalte
- Piya Ghar Aya- ફન્ના-ફી-અલ્લાહ કવ્વાલી
આ પહેલાં રજૂ થયેલ car songsની શૃંખલામાં કહી શકાય તેવી Ten of My Favorite Jeep Songsમાં જીપમાં ગવાયેલાં ગીતો જ રજૂ કરાયાં છે. એ પૈકી ઓછાં સાંભળવા મળતાં એવાં આ ગીતોની નોંધ આપણે પણ અહીં લઈશું :
- સોચ રહી કી કહું ના કહું - લતા મંગેશકર - એક ફૂલ ચાર કાંટે (૧૯૬૦ – શંકર જયકિશન, જે અન્તોનીઓ અને ગીઆની ફેરીઓનાં Piccolissima Serenata પર ખાસો આધાર લઇ રહેલ જણાય છે.
- રાહ બની ખુદ મંઝિલ પીછે રહ ગઈ મુશ્કીલ, સાથ જો આયે તૂ – હેમંત કુમાર – કોહરા
- અને મારૂં સદાપ્રિય એવું મસ્તીમેં છેડ કે તરાના કોઈ દિલકા આજ લૂટાયેગા ખજાના કોઈ દિલ કા - મોહમ્મદ રફી - હક઼ીક઼ત (૧૯૬૪) - મદન મોહન
Short Notes : The Beautiful Shivaને જુન ૨૦૧૫ના આ બ્લૉગોત્સવના હપ્તામાં સમાવી લેવાનું આપણે ચૂકી ગયાં હતાં. અહીં રજૂ કરાયેલાં દૃશ્યો કળાના એ સર્જકોને વિનમ્ર અંજલિ છે. આ રચનાઓ ખુદબખુદ જ બોલી ઊઠે તેમ જણાય છે, એટલે તેને વિષે બીજી કોઈ વાત નથી કરાઈ.
હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……
ભગવાન થાવરાની :
- હૈ યે દુનિયા કૌન સી યે ક્યા મુઝે હો ગયા – ગીતા રોય – શૈલાબ (૧૯૫૬)– મુકુલ રોય
- આ જા છાયે કારે બદરા - ગીતા દત્ત અને સાથીઓ - લાજવંતી (૧૯૫૮) - એસ ડી બર્મન
- તુ હમકો દેખ ઔર હમારી નઝર સે દેખ - લતા મંગેશકર - ઝીંદગી ઔર હમ (૧૯૬૨) - રોશન
- દિલ ઉનકો ઊઠા કે દે દિયા, કુછ શરમાકે કુછ ગભરા કે, અબ સોચતે હૈં કે યે ક્યા કિયા - લતા મંગેશકર - બાપ બેટે (૧૯૫૯) - મદન મોહન
- યે તન્હાઈ હાયે રે હાયે ફિર ન આયે - લતા મંગેશકર - તેરે ઘરકે સામને (૧૯૬૩)- એસ ડી બર્મન
- હાયે ઝીલમીલ ઝીલમીલ યે શામ કે સાયે - લતા મંગેશકર - લાલ બત્તી (૧૯૫૭) - સલીલ ચૌધરી
- બડી મુશ્કીલ હૈ અજબ મેરા દિલ હૈ - લતા મંગેશકર - ચિનગારી (૧૯૫૫) - મનોહર
[મનોહરે 'રઈશ' (૧૯૪૮), ‘ઉષા કિરન’ (૧૯૫૨),'પાસીંગ શૉ' (૧૯૫૬) અને 'ડૉક્ટર ઝેડ' (૧૯૫૯) જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.] 'ચિનગારી'માં તલત મહમૂદનું એક બહુ જ કર્ણપ્રિય ગીત - જિયુંગા જબ તલક તેરે ફસાને યાદ આયેંગે - પણ સાંભળવું ગમશે.
- દિલ મતવાલા લાખ સંભાલા ફિર ભી કિસી પે આ હી ગયા - તલત મહમૂદ - બેવફા - એ આર ક઼ુરેશી (જેમને આપણે ઉસ્તાદ અલ્લા રખા તરીકે પણ ઓળખીએ છે) અને તેનું લતા મંગેશકરના સ્વરમાંનું જોડીદાર ગીત
- તુને સમજ઼ા હી નહીં ક્યા હૈ હક઼ીક઼ત મેરી - વિજયા મઝુમદાર - આસમાન મહલ - જે પી કૌશિક અને તેનું મહેન્દ્ર કપુરના સ્વરમાંનું જોડીદાર ગીત - ખૂબસુરત હૈ તેરી તરાહ શિક઼ાયત તેરી
- તુ ક્યું મુઝકો પુકારે - લતા મંગેશકર - મયુરપંખ (૧૯૫૪) - શંકર જયકિશન
- બડી મુશ્કીલ સે દિલકી બેક઼રારીકો ક઼રાર આયા - શમશાદ બેગમ - નગ઼મા (૧૯૫૩) - નાશાદ
- હમ તો લવ કર કે - મીનલ વાઘ - તીતલી (૧૯૫૧) - વિનોદ
- બદનામ મહોબ્બત કૌન કરે - નૂર જહાન - દોસ્ત (૧૯૪૪) સજ્જાદ હુસૈન
- ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૩) : અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો
- ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૪) : અન્ય ગાયિકાઓ : સુરૈયાનાં યાદગાર ગીત
- ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૫) : અન્ય ગાયિકાઓ : શમશાદ બેગમનાં યાદગાર ગીતો
- ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૬) : અન્ય ગાયિકાઓ : રાજ કુમારીનાં યાદગાર ગીતો
- ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૭) : અન્ય ગાયિકાઓ : ગીતા દત્તનાં તેમ જ અન્ય કેટલાંક ગાયિકાઓનાં યાદગાર ગીતો
ઓગસ્ટ ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
આયે તુમ યાદ મુઝે….૨પ્રકાશિત થયેલ છે.
પ્રેમ અદીબ: રૂપેરી પડદાના રામ
બંદિશ એક, રૂપ અનેક (૧૦) : સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા
સંગીત….. તારૂં વિશ્વ…!
અનિલ બિશ્વાસ અને ‘મુંબઈના સાયગલ’ સુરેન્દ્ર(નાથ) – સોલો ગીતો – ઉત્તરાર્ધ
આપણા બ્લૉગોત્સવના વિષય - ફિલ્મ સંગીત - સાથે સીધો સંબંધ નથી છતાં, Age cannot wither them (or can it?) - thoughts on actors "playing" old તરફ પણ નજર કરી લઈએ. લેખમાં 'પિકુ'માં અમિતાભ બચ્ચનના પોતે છે તે ઉમરના પણ દેખાતા હોય હજૂ વધારે મોટી ઉમરના એવા 'ભાસ્કોર બેનર્જી'ના પાત્રના અભિનય પરથી જ્યારે તે ઉમરમાં ખરેખર નાના હતા ત્યારે તેમણે કરેલા 'મહાન' કે 'આખરી રાસ્તા' જેવી ૧૯૮૦ના દાયકાની ફિલ્મોના અભિનયને યાદ કરી લેવાયા છે. તે સાથે ડેની કોલીન્સમાં અલ પૅસિનો કે ક્રિસ્ટૉફર પ્લમરના આ જ પ્રકારના અભિનયને પણ યાદ કરી લેવાનું લેખક ચૂક્યા નથી. આ લેખની સાથે સંલગ્ન કહી શકાય તેવો લેખ To Rome with Love and Death: thoughts on aging stars પણ વાંચવાની મજા આવશે.
અંતમાં, સમીર ધોળકિયા ની પસંદનાં ગીતો પરથી સંદર્ભ લઇને મળેલાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને આજના સંસ્કરણમાં યાદ કરીએ –
Dil Ki Baazi Jeet Ke Bhi Haare માં સુધીરનું કહેવું છે કે તેમણે આ ગીત સરદાર મલીકનાં સ્વરનિયોજનમાં મોહમ્મદ રફીએ ગાયેલું 'મદન મંજરી'(૧૯૬૧)નું દિલ કી બાજી જિત કે ભી હારે પહેલી જ વાર સાંભળ્યું હતું, પણ એક વાર સાંભળ્યા પછી અનેક વાર પણ સાંભળ્યું છે.સમીરે આ સિવાય પણ બીજાં કેટલાંક ગીતો યાદ કરાવેલ છેઃ
- ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર, યે નઝર છીન કર લે ગઈ ક઼રાર - આશા ભોસલે સાથે - હાતીમતાઈ (૧૯૬૫)- એસ એન ત્રિપાઠી
- તેમને વળી આ ગીત પરથી માના મેરે હસીં સનમ તો રસકે મહતાબ હૈ,પર તુ હૈ લાજવાબ તુ [એડવેન્ચર્સ ઑફ રોબીનહુડ - જી એસ કોહલી] યાદ આવી ગયું.
એડવેન્ચર્સ ઑફ રોબીનહુડ અને જી એસ કોહલીની વાત નીકળી જ છે તો એક સાવ હળવું સવર દે જો પ્યાર સે અને પછી એ કલાકારને ફાંસીને ગાળિયે લટકાવતી વખતે થતી યાદોની પીડાનું તેનું જોડીદાર ગીત પણ યાદ કરી લ ઈએ.
સમીરે સ્ટ્રીટ સીંગર - સુરજ (જે શંકર-જયકિશનના શંકરે તખ્ખલુસ તરીકે વાપર્યું હોવાનું કહેવાય છે)-નું બીના તુમ્હારે મજા કયા હૈ ઐસે જીને મેં પણ યાદ કરાવ્યું છે. આ ગીત સાથેની એ સમયની યાદો તાજી થઈ આવતાં, ઘરકી મુર્ગી દાલ બરાબર, આ આ આ આ આજા આજા આ ગલે લગ જા અને તેનું શારદાએ ગાયેલું જોડીદાર ગીત પણ યાદ આવી ગયાં.
આ વિષેના ઈ-પત્રવ્યવહારની આપલે દરમ્યાન નરેશ માંકડને શંકર - જયકિશનનું સ્વરબદ્ધ કરેલ લતા મંગેશકરનું નૈનો સે નૈન હુએ ચાર - ઔરત (૧૯૫૩)યાદ આવી ગયું હતું.આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
નોંધ:
ઈન્ટરનેટ સુવિધામાં પડેલ વિક્ષેપ ને કારણે વાસ્તવમાં આ લેખ ૨-૯-૨૦૧૫ના રોજ અપલૉડ કરી શકાયો છે.
No comments:
Post a Comment