Saturday, January 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧_૨૦૧૫



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
હિંદી ફિલ્મ સંગીતનાં બ્લૉગ વિશ્વને લાગે વળગે છે ત્યાં સુધી વર્ષ ૨૦૧૫ની શરૂઆત પહેલા દિવસથી, Songs of Yore દ્વારા The Jewel in the Crown of Naushad: ‘Rattan’ (1944)ના પ્રકાશિત થવાથી, જ થઇ ચૂકી છે. નૌશાદનાં ફિલ્મ જગતનાં પદાર્પણનાં ૭૫ વર્ષની યાદમાં Songs of Yore ૨૦૧૫નાં વર્ષને 'નૌશાદનાં વર્ષ'તરીકે ઉજવશે.
Eight Instrumental Dance Numbers by Naushad (and a pic from a ninth)માં નૌશાદના (૨૫ ડીસેમ્બર) જન્મ દિવસની યાદમાં, ભલે કદાચ તેમનાં કંઠ્ય ગીતા જેટલાં જાણીતાં ન હોય, પણ બહુ જ મજા પડે તેવા સંગીતના ટુકડા રજૂ કરાયા છેઃ
'અનમોલ ઘડી'માં સુરૈયાનાં અર્ધ-શાસ્ત્રીય નૃત્યની એક તસવીર.
૧૨ જાન્યુઆરીના રોજ સી. રામચંદ્રની જન્મતિથિ માટે The Master of Musical Comedies C Ramchandra and his ‘Patanga’ (1949)ને રજૂ કરે છે, કારણ કે 'એ વર્ષમાં લતા મંગેશકરે એક વાવાઝોડાંની જેમ ત્રાટકીને ગતવર્ષોની અમીરબાઇ કર્ણાટકી, શમશાદ બેગમ જેવી ગાયિકાઓને ઉખેડી કાઢ્યાં હતાં'.  Ten of my favourite C Ramachandra songsમાં તેમણે ગાયેલાં જ નહીં, પણ સંગીતબદ્ધ કરેલાં ગીતોની વિસ્તૃત સ્તરેથી થયેલી પસંદગી રજૂ કરાઇ છે.
My favourite O.P. Nayyar songs - કેવી વક્રતા છે કે હિંદી સિનેમાના એક બહુ જ ખ્યાત એવા સંગીતકારને લોકો તેમણે શું શું કર્યું તેને બદલે એક ન કરેલ વાત (તેમણે લતા મંગેશકર પાસે એક પણ  ગીત ન ગવડાવ્યું) માટે યાદ કરે છે! આ લેખમાં પસંદ થયેલાં ગીતોમાંથી આપણે પૂછો ન હમેં (મિટ્ટીમેં સોના, ૧૯૬૦, આશા ભોસલે)ને અહીં રજૂ કરીશું....આ ગીતનો વિડિયો કે તેનું દીર્ઘ સ્વરૂપ ઇન્ટરનૅટ પર ઉપલબ્ધ નથી...એ જ ફિલ્મમાં આશા ભોસલેના અવાજમાં ગવાયેલું યે દુનિયા રહે ના રહે ક્યા પતા, મેરા પ્યાર રહેગા તુઝસે રહેગા સદા ઓ પી નય્યરનાં સંગીતનાં વૈવિધ્યનો મધુરો પુરાવો છે.
રેડિયો સિલોન પર ઓ પી નય્યર પરના કાર્યક્રમને Part 1, Part 2 અને Part 3 એમ ત્રણ ભાગ સાંભળવાની મજા પણ માણવા જેવી છે.
 Remembering N. Dutta (Datta Naik)  - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૪ એન. દત્તાની ૨૭મી મૃત્યુતિથિ હતી. (દત્તા નાયક)એન. દત્તા બહુ જ પ્રતિભાશાળી પણ એટલી જ ઓછી ખ્યાતિ અને સફળતા પ્રાપ્ત કરનારા સંગીતકારોમાંના એક છે. અહીં રજૂ થયેલાં તેમનાં યાદગાર ગીતોમાંથી ભુલાવે ચડવામાં આગળ કહી શકાય તેવાં આ ગીતોને માણીએઃ


તે ઉપરાંત, વેબ ગુર્જરી પરના સમયની ઝુલ્ફોની નીચે સંતાયેલાં કર્ણફૂલ લેખમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેએ પણ અશ્કોંને જો પાયા હૈ, વો ગીતોંને દિયા હૈ - ચાંદીકી દિવાર, ગાયક : તલત મહમૂદ -ને યાદ કરેલ છે.
My favourite Mahendra Kapoor songs ના અંતમાં આશા ભોસલે, ઉષા ખન્ના અને (અંતમાં બહુ થોડે ભાગે) મહેન્દ્ર કપુરે ગાયેલું, બી-ગ્રેડની ફિલ્મ કીલર્સ (૧૯૬૯) ગીત મેરે દિલ ઝીંદગી સફર હૈ યાદ કર્યું છે. બહુ મજાનું ગીત છે. દારા સિંગ અને હેલન પર ફિલ્માવાયેલું આ ગીત પણ ઓ પી નય્યરે સ્વરબધ્ધ કરેલ છે.
૮ જાન્યુઆરીના રોજ નંદાના ૭૬મા જન્મદિન નિમિત્તે લખાયેલા લેખ My favourite songs of Nandaમાંથી આપણે પ્રમાણમાં ઓછાં સાંભળવા મળતાં આ બે ગીતને અહીં યાદ કરીશું :


આપણા તરફથી આપણે ઠહરિયે હોશમેં આઉં તો ચલે જાઇએગા - મોહબ્બત ઇસકો કહતે હૈં, ગાયકઃ મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, સંગીતઃ ખય્યામ -ને યાદ કરીશું.
ગયે મહિને શૈલેન્દ્રની યાદમાં પ્રકાશિત થયેલા લેખો આપણે જોયા હતા. આ મહિને બહુ જ માહિતીપ્રદ અને સ-રસ એવાં બે વીડિયો - An Affair to Remember: Celebrating Shailendra, the lyrical genius અને રાજ્ય સભા ટીવી પર રાજેશ બાદલે રજૂ કરેલ દસ્તાવેજી ચિત્ર Lyricist 'Shailendra' -  મળી આવ્યા છે.
A thumri from different films માં બાત ચલત નહીં ચુનરી રંગ ડાલીનાં બે સ્વરૂપ, ગીતા દત્તના અવાજમાં  લડકી (૧૯૫૩- સી. રામચંદ્ર) અને મોહમ્મદ રફી અને કૃષ્ણરાવ ચોણકરના સ્વરમાં રાની રૂપમતિ (૧૯૫૯, એસ. એન. ત્રિપાઠી, તાદ કરાયાં છે.
આપણા મિત્રોએ મોકલેલાં ગીતોની યાદીમાં આ મહિને સમીર ધોળકિયાએ યાદ કરેલ હંસતે દેખા તો બોલે સિતારે (ચાલીસ બાબા એક ચોર, ૧૯૫૪)ને યાદ કરીએ  જે સચીન દેવ બર્મને સંગીતબદ્ધ તો કર્યું છે, પણ જણાય છે સી. રામચંદ્રની છાપવાળુ. તે સાથે ભગવાન થવરાનીએ યાદ કરેલ જાને કિતની બાર હૃદય સે મૈને ઉસે પુકારા (સપના, ૧૯૬૯, જયદેવ)ની પણ નોંધ લઇએ.
ફિલ્મ સંગીતની સાથે સંકળાયેલા સાજીંદાઓ અને ઑર્કેસ્ટ્રાની ગોઠવણી કરનારા, અને મુખ્યત્વે સંગીતકારની પાછળ નેપથ્યમાં રહેનારા વીરલાઓની વાત કર્યા વિના કોઈ પણ વાત અધૂરી જ રહે. આવા કેટલાક મહત્ત્વના કલાકારોમાં એન્થની ગોન્સાલ્વેઝ, ઍન્ટનીઓ વૅઝ (ચિક ચૉકલૅટ), સબાસ્ટીઅન ડી'સોઝા, ફ્રૅન્ક ફરનાન્ડ, એનૉખ ડૅનીઅલ્સ, વૅન શીપ્લે, મનોહરી સિંઘ, કેર્સી લૉર્ડ, મારૂતી રાવ કીરનાં નામો ફિલ્મ સંગીતના પ્રેમીઓની જાણમાં છે. આવા જ એક સંગીત ઍરેન્જર હતા, ભાવનગરના કિશોર દેસાઇ. એ સમયનાં જે કેટલાંક ગીતોમાં તેમણે મેન્ડલીન કે સરોદની સંગત કરી હતી તે ગીતો છે :
ગીત
ફિલ્મ
સંગીતકાર
યાસ્મીન (૧૯૫૫)     
સી. રામચંદ્ર
હલાકુ (૧૯૫૬)     
શંકર જયકિશન
દેખ કબીરા રોયા (૧૯૫૭) 
મદન મોહન
મધુમતી (૧૯૫૮)     
સલીલ ચૌધરી
ચિત્રલેખા (૧૯૬૪) 
રોશન
વક્ત (૧૯૬૫)        
રવિ
પ્યાર કા મૌસમ (૧૯૬૯) 
આર ડી બર્મન
કિશોર દેસાઇએ ઘણાં ગેરફિલ્મી ગીતો આપ્યાં છે. પ્રસ્તુત લેખમાં તેમનાં બહારોં સે કહ દો મેરે ઘર ના આયે (૧૯૬૫, મુકેશ, ગીતઃ શિવ કુમાર સરોજ)ને યાદ કરાયું છે. મજાની વાત એ છે કે કેપ્ટન નરેન્દ્ર ફણસેના આ પહેલાં યાદ કરાયેલા લેખ - સમયની ઝુલ્ફોની નીચે સંતાયેલાં કર્ણફૂલ- માં તેમનું આ જ ટીમ સાથેનું તેરે લબોં કે મુકાબિલ ગુલાબ ક્યા હોગા યાદ કરાયું છે.
આપણે ૨૦૦૭માં બોલતી ફિલ્મોની પ્લેટીનમ જયંતિ નિમિત્તે 'સ્ક્રીન'માં આવેલાં, આર્થિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને પાર કરતાં, મહા-લોકપ્રિય એવાં ૭૫ ગીતોની યાદની નોંધ લેતા લેખ, Text of 75 Cult Songs (1931-2006),ની પણ નોંધ લઈએ.
SoY પર એક ગીતનાં અન્ય સ્વરૂપોની રજૂઆત કરતી શ્રેણી, Multiple Version Songs,ને Multiple Versions Songs (20): Male Solo and Duet or Chorus વડે આગળ ચલાવાઇ છે.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
§  JIS RAAT KE KHAWB AAYE- મોહમ્મદ રફી- (રજૂ ન થયેલી) ફિલ્મ- હબ્બા ખાતૂન - નૌશાદ  
§  A Tribute to Mohd Rafiભાગ -૧, જેમાં રજૂ કરાયેલા ૨૫ સોલો ગીતોમાંથી આપણે બહુ ન સાંભળવા મળતું તૂમ પૂછતી હો ઈશ્ક બલા હૈ કે નહીં હૈ (નકલી નવાબ, ૧૯૬૨, સંગીત ઃ બિપીન-બાબુલ) ખાસ યાદ કરીશું.
§  A Tribute to Mohd Rafi – Part 2માં યુગલ ગીતોનાં વૈવિધ્યની રજૂઆત છે, જેમાંથી આપણે આ ગીતોને અહીં યાદ કર્યાં છેઃ
o   મત પૂછીયે દિલ હૈ કહાં, દિલકી મંઝિલ હૈ કહાં (હમ મતવાલે નૌજવાં,૧૯૬૧, મુકેશ સાથે, સંગીત : ચિત્રગુપ્ત)
o   તુમ્હે દિલ સે ચાહા તુમ્હેં દિલ દિયા હૈ (ચાંદ ઔર સૂરજ, ૧૯૬૫,સુમન કલ્યાણપુર સાથે, સંગીત : સલીલ ચૌધરી)
o   દિલ તો પહલે સે હી મદહોશ હૈ (બહારેં ફિર ભી આયેંગી, ૧૯૬૬, આશા ભોસલે સાથે, સંગીત : ઓ પી નય્યર)
§ અને મેરી આવાઝ સૂનો પર પ્રકાશિત થયેલ આ લેખો તો છે જ -
જાન્યુઆરી ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
         

Tuesday, January 27, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં વર્ષ માટે આપણે બ્લૉગોત્સવના આ માસિક સંસ્કરણની રજૂઆતમાં થોડા ફેરફારના પ્રયોગો કરીશું.

આ વર્ષમાં દરેક સંસ્કરણને ત્રણ ભાગમાં વહેંચી નાંખીશું:

પહેલો ભાગ (ગુણવત્તા, પ્રક્રિયા, કામગીરી, વ્યક્તિગત જેવી કોઇ પણ બાબતને લગતી) સુધારણા વિષેના લેખોની ખોજનાં પરિણામોને રજૂ કરશે.

બીજા ભાગમાં Influential Voices Blogroll Alumniના સભ્યોના બ્લૉગની મુલાકાત કરીશું.

અને ત્રીજો ભાગ હાલ પણ ચાલુ છે તેવા ASQ CEO, બિલ ટ્રોયના બ્લૉગ પરનો કોઇ એક વિષયની ચર્ચા છેડતો લેખ, તેના પરની વ્યાપક ચર્ચા, ASQ TVનાં વૃતાંત અને ASQ’s Influential Voice ની શ્રેણીના નિયમિત વિભાગો આવરી લેશે.

આ મહિનાનાં સંસ્કરણની શરૂઆત 'સુધારણા' પરના કેટલાક લેખોથી કરીશું. આ વિષય વિષે આપણે આખાં વર્ષ દરમ્યાન વિચારણા કરવાનાં છીએ એટલે,જીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં 'સુધારણા'ની કોઇ પણ ચર્ચા કદી પણ સિમિત ન જ કરી શકાય એ સત્યનો સ્વીકાર કરવાની સાથે સાથે દરેક મહિને ૩ થી ૫ લેખો પૂરતી શોધ સુધીની મર્યાદાનું સ્વૈચ્છીક બંધન રાખીશું.

Six Things to Keep in Mind Before Goal Setting- જેસ્સૅ લીન સ્ટૉનર

એક વાતનો તો પ્રામાણિકપણે જવાબ આપીએ - દર વર્ષે આપણે જે નક્કી કરતા ધ્યેય સિદ્ધ કરવાનું નક્કી કરતાં હોઇએ છીએ તેમાના કેટલા પાર પડે છે?

જો કે ધ્યેય એ સમસ્યા નથી. ધ્યેય તો આપણને એક ચોક્કસ દિશા સૂચવવામાં, ગતિમાન થવામાં અને રાહ ભટકી ન જવામાં મદદરૂપ થવા માટેનું મહત્ત્વ ધરાવે છે.

ખરી સમસ્યા તો યથોચિત ધ્યેય નક્કી કરવાની અને તેની સિદ્ધિના અમલ માટે જરૂરી પર્યાવરણતંત્ર ઊભું કરવાની પ્રક્રિયામાં જ છે.

૧. વર્તમાન ધ્યેયથી શરૂઆત કરવી જોઈએ. આ પહેલાનાં ધ્યેયને નજર સમક્ષ રાખવાથી સાતત્ય અનુભવી શકાતું રહે છે.

૨. ધ્યેયને બૃહદ હેતુ સાથે સાંકળી લેવા જોઇએ, જેથી તેમનું અગત્ય સ્પષ્ટ બની રહે અને એક વાર સિદ્ધ થયા પછી 'હવે શું' જેવા સવાલના સ્વાભાવિક જવાબ મળી રહે.

3. ધ્યેય નક્કી કરવાની પ્રક્રિયા હંમેશ તાર્કિક જ હોયે તેમ જરૂરી નથી. કોઇ કોઇ વાર આપણે કંઇ નિશ્ચિતપણે કરવું જે હોય તે પણ આ બાબતે મહત્વનું યોગદાન આપી રહી શકે છે, પછી ભલે ને તે કેમ સિદ્ધ થશે તે વિષે સ્પષ્ટ ચિત્ર અત્યારે આપણી સમક્ષ ન પણ હોય.

૪. ધ્યેયને લખી રાખી અને નજર સમક્ષ જ રહે તેમ વ્યવસ્થા કરો.

૫. આપણાં ધ્યેયને રહસ્યના પર્દામાં ઓઝલ ન થવા દઇએ.

૬. ધ્યેય સિદ્ધિના અમલમાં સીધી યા ઉદ્દીપક સ્વરૂપે મદદરૂપ બને તે રીતની જ પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ હંમેશાં ઘડી કાઢીએ.
The 90-day Performance Improvement Cycle

વાર્ષિક પદ્ધતિને બદલે દર ત્રણ મહિને સમીક્ષા કરતી કામગીરી સુધારણાની પદ્ધતિમાં કોઇ એક ચોક્કસ પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું રહે છે. એક વર્ષને બદલે ત્રણ મહિનાનો ગાળો નજરની સામે પણ વધારે રહી શકે છે. આટલા સમયગાળાને આપણે અનુભવી પણ શકીએ છીએ, જેથી તેના અંતની સમયરેખાને તાદૃશ્ય કરી શકાય છે. દર ત્રણ મહિને ધ્યેય સિદ્ધ કરવાથી વધારે મહત્ત્વનું છે કે નિયમિત અને સમજભેર પ્રગતિ થતી રહે... માત્ર વિચારો અને આયોજનથી જ નહીં પણ અમલનાં અસરકારક પગલાંઓથી વિકાસની આગેકૂચ થતી રહે છે.

The Hardest Part of Lean is to See the Waste - વિલિયમ એ. લૅવીન્સન, પ્રિન્સીપાલ, લૅવિન્સન પ્રોડક્ટીવીટી સીસ્ટમ્સ - ઉતરતી ગુણવત્તાની જેમ વ્યય પણ કોઇ પણ કામમાં એવો વણાઇ ગયો હોય છે કે આપણે તેને પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ માની લઇએ છીએ....

The Performance Improvement Blogમાં સંસ્થાના અગ્રણીઓ અને સંચાલકોની સમજણ અને અસરકારકતા વધારવાનો પ્રયાસ છે. વર્ષ ૨૦૧૪ની સમીક્ષા રૂપે, સ્ટીફન જે ગીલ એવા પાંચ લેખોને પસંદ કરે છે જેમાં વાચકોને સહુથી વધારે રસ પડ્યો હોય. એ પાંચ લેખો આ મુજબ છે:
Eight Leader Habits of a Learning Culture

The World is Fast...And Learning Must Be Faster

Cultural Barriers to Organizational Learning

Why Your Organization Needs a Learning Culture

Learning to Learn Collectively
International Society for Performance Improvement ® - ISPI - અને તેના સભ્યો પુરાવા આધારિત કામગીરી સુધારણા સંશોધન અને પદ્ધતિના ઉપયોગ વડે લાંબા સમય સુધી ટકી રહે તેવાં, માપી શકાય તેવાં પરિણામો લાવવા પર અને ખાનગી તેમ જ જાહેર ક્ષેત્રનાં હિતધારકો માટે મૂલ્યવૃદ્ધિ થતી રહે તેના પર ભાર મૂકે છે. ૧૯૬૨માં સ્થાપના થયેલ આ સંસ્થા કાર્યસ્થળે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સમગ્ર અમેરિકા, કેનેડા અને અન્ય ૪૪ દેશોના કામગીરી સુધારણા વ્યાવસાયિકોનું તે પ્રતિનિધિત્વ કરે છે.

Influential Voices Blogroll Alumni બ્લૉગના બીજા ભાગમાં આ મહિને આપણે Complexified's Blogની મુલાકાત કરીશું. બ્લૉગ પર સામગ્રીનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું, અને તેટલું, છે. આપણે તેમાંથી બે લેખ અહીં નમૂના રૂપે લીધા છે:
Do You Listen To Your Food?... ધ્યાનથી સાંભળીએ તો ઘણું શીખી શકીએ..સમજી શકીએ.. પરિવર્તન. એ સ્વાભાવિક છે.

Success Leaves Clues: The Core Principles of Government Improvement
“કામ સારૂં, ખર્ચ ઓછું”. ધ્યાનાકર્ષક શબ્દપ્રયોગ, સરસ સૂત્ર. સરકારનાં કામની વાત કરીએ, પછી તે કોઇ પણ પ્રકારના રાજકીય અભિગમ ધરાવતી હોય, બધાં એટલું જ તો ઇચ્છે જે કે શક્ય એટલું સારૂં કામ તો તે કરે જ.

સરકારની અંદર કે બહાર, રીત કોઇ પણ અખત્યાર કરી હોય, સુધારણાની બાબતે સફળ સંસ્થાઓમાં આટલું તો સામાન્યપણે જોવા મળશે:
૧) લોકો પર નહીં, પણ પ્રક્રિયા પર ધ્યાન આપવું. ડેમિંગ અને બીજાંઓએ શીખવાડ્યું છે કે પેદાવાર કે પરિણામોને લગતી ૮૦-૯૦% સમસ્યાઓનું અસંતોષપ્રદ પ્રક્રિયા જ હોય છે, તેમાં લોકોનો વાંક નથી હોતો.

૨) અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સંબંધિત દરેક વ્યક્તિએ પ્રવર્તમાન પ્રક્રિયાનું ઊંડાણથી જ્ઞાન મેળવેલ હોય.

3) નિર્ણયો આંકડા અને હકીકતોના આધારે લેવાતા હોય, નહીં કે કોઇની મુન્સફી પ્રમાણે.

૪) મતમતાંતરોની ચર્ચા, એકબીજાનાં આત્મસન્માનને અનુરૂપ સંવાદભર્યાં વાતાવરણમાં, મુકતપણે થતી હોય.

૫) નિષ્ફળતા એ નવું કંઈ શીખવાની તક ગણાતી હોય. બધાં જ પરિણામો ભવિષ્યની સુધારણા માટેનાં ચાલક બળ ગણી શકાય તેવી માહિતી પૂરી પાડતાં હોય.

૬) "વધારે સારું, વધારે ઝડપથી ,ઓછાં ખર્ચે" બનાવવું એટલું જ પૂરતું ન હોય. ગ્રાહકો, માલ-સેવાઓ પૂરી પાડનાર વેપારીઓ અને કર્મચારીઓના ચહેરા પર કામ કરવાની મજા અને સંતોષનો આનંદ દેખાય તે વધારે મહત્ત્વનું ગણાતું હોય.

આટલી બાબતો મહત્ત્વની ગણાય. ખાનગી ક્ષેત્રથી પણ વધારે મહત્ત્વની એક વાત સરકારી ક્ષેત્રને લાગૂ પડે છે -

૭) સતત પ્રક્રિયા સુધારણામાટેની પ્રતિબદ્ધતા ટકાવી રખાતી હોય. અગ્રણીઓ હળવા મળવા, કામ કરવા અને શીખવા માટેનાં જરૂરી સંસાધનો પૂરાં પડવાની સાથે લોકોને કામ માટે પૂરતો સમય આપતાં હોય.

જો સરકારની કામગીરીમાં સુધારણાનું ખતપત્ર બનાવાય તો આ પ્રકારની યાદીને તમે ટેકો આપશો? આ સિવાય કોઇ બીજા મુદ્દા તમને ધ્યાનમાં આવે છે? સરકારી તંત્ર આવાં ખતપત્રને સ્વીકારે તે માટે આપણે શું કરી શકીએ?
અને હવે આપણે અત્યાર સુધીના આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ:

ASQ CEO, Bill Troy આ વખતે ચર્ચા છેડવા માટે કંઇ જૂદો પ્રયોગ કરી રહ્યા છે. તેમના લેખ - Is Quality Ambitious Enough?/ ગુણવત્તા મહત્ત્વાકાંક્ષી છે? -માં તેઓએ બ્રૂક્સ કાર્ડરે રજૂ કરેલ કૂટ પ્રશ્નની વાત કરે છે. બ્રૂક્સ કાર્ડરનું કહેવું છે કે ASQના વિશિષ્ટ હેતુ - વિશ્વની અનેકવિધ જરૂરિયાતોના સંદર્ભમાં ગુણવત્તાનો ઉપયોગ અને અસર વધારવાં -માં પૂરતી મહત્ત્વાકાંક્ષા જણાય છે ખરી, ખાસ કરીને જ્યારે ગુણવત્તા જીવનનાં ઘણાં પાસાંઓને બહેતર બનાવવામાટે જવાબદાર છે.

Julia McIntosh, ASQ communications તેમના December Roundup: What Does Ambition Look Like in Quality?’માં નોંધે છે કે ખાસ કોઇ આશ્ચર્ય નથી કે આ વિષય અહીં થોડો વધારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.

આ માસનું ASQ TVવૃતાંત છે: The Lighter Side of Quality--Stop Saying That, Please, જે એક નાટ્યાંકરણ છે જેમાં તેમના સહ-કાર્યકરોએ શું ન કહેવું તે ગુણવત્તા વ્યાવસાયિકો આપણને સામાજિક માધ્યમો દ્વારા જણાવે છે.

આ મહિનાનાં ASQ’s Influential Voice છે– જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી.
જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી એ એવી વ્યક્તિઓમાંનાં છે જેમને પોતે જે કરે છે તે બહુ જ ગમે છે. તેમનું દિવાનાપન તેમને ગુણવત્તા પરિષદમાં પણ “Got Quality?” શર્ટ પહેરીને જવા પ્રેરે. તેઓ Pro QC Internationalનાં કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર અને હિલ્સબરો કમ્યુનિટી કૉલેજમાં સંલગ્ન પ્રશિક્ષક છે. Pro QC Internationalમાં તેમની મુખ્ય જવાબદારીઓ પુરવઠાકાર વિકાસ, પ્રક્રિયા આલેખન અને સ્થળ પરનાં પ્રશિક્ષણ સંસાધનોના વિકાસનો સમાવેશ થતો હતો.હાલમાં તેઓ સંસ્થાની માર્કેટીંગની વ્યૂહરચનાનું ઘડતર અને અમલ કરે છે. બજાર સંશોધન અને પ્રચાર તેમ જ વ્યાવસાયિક સમારંભોમાં હાજરી આપવાનું તેમને પસંદ છે. Quality Time એ તેમનો બ્લૉગ છે.

આપણા આ મહિનાના મુખ્ય વિષયને અનુરૂપ એવા તેમના લેખ, My Family Is SMART! New Year’s Resolution Success વડે આપણે તેમના બ્લૉગનો પરિચય કરીશું.

'ધ્યેય નક્કી કરવામાં SMART પદ્ધતિનો પ્રયોગ કરવા છતાં, તેને વળગી રહેવામાં અમને સફળતા નહોતી મળતી. શરૂ કરતાં પહેલાં જ નિષ્ફળ બની રહેવાતું હતું…અમારે જે સિદ્ધ કરવું હતું તે નજરની સામે જ દેખાયા કરે તેવાં સ્વરૂપે હોય તે જરૂરી જણાતું હતું…મને કૂંડામાં વાવેલા છોડ સાથે અમારી ધ્યેય સિદ્ધિને સાંકળી લેવાનો વિચાર આવ્યો…જેમ જેમ સમય જાય તેમ તેમ પેલા છોડ (અને આપણે જે બદલવા માગીએ છીએ તે ટેવો) ફૂલે ફાલે છે, બશર્તે આપણે તે વિષે સભાન રહીએ, તેની માવજત કરીએ અને તેના પ્રત્યે ધ્યાન આપતાં રહીએ….આને પણ આપણે SMART ગણીશું? હું એવું જરૂર ઇચ્છું, પણ નક્કી તો સમય જ કરી આપશે.'

તેમના અન્ય લેખો :
Quality Progress (ASQ Print Publication) § Blog Boom (7/14) § Quality in the 1st Person – Be the Change (12/13)
Pro QC Newsletter (Editor and Content Developer)
§ A Systematic Issue Management Process – Manufacturing Quality Application§ Classifying Quality Defects: Is it Major, Minor or Critical § Determining the Costs of Quality § ISO 26000: Introducing the New Social Responsibility Guideline § Marketing Quality: The Big Picture § Quality Tools for Successful New Year’s Resolutions § Understanding the Inspection Process
MasterControl
§ Four Common Quality Misconceptions § Grid Analysis for Simplified Supplier Selection § Quality Inspiration
Pro QC Blog (Editor and Content Development)
§ http://blog.proqc.com
આપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં આ નવાં સ્વરૂપ વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો……

Saturday, January 24, 2015

મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૪૦ના દાયકાનાં ગીતો


મુકેશનો ફિલ્મોમાં પ્રવેશ 'નિર્દોષ' દ્વારા થયો હતો, જેનું નિર્માણ 'નેશનલ સ્ટુડિયોઝ' અને દિગ્દર્શન વીરેન્‍દ્ર દેસાઈ દ્વારા કરવામાં આવેલું. મુકેશે કારકિર્દીનું પહેલું ગીત 'નિર્દોષ'માં અશોક ઘોષના સંગીત નિર્દેશનમાં ગાયેલું, જેના શબ્દો હતા 'દિલ હી બુઝા હુઆ હૈ તો..' આપણે બધાં જ એ તો જાણીએ જ છીએ કે ફિલ્મ સંગીતમાં પોતાનું એક આગવું સ્થાન ૧૯૪૫ની ફિલ્મ 'પહેલી નઝર'થી થયું.

આની સાથે જોડાયેલી કહાની૧ પણ બહુ રોચક છે. મોતીલાલ અને અનિલ બિશ્વાસનો પરિચય 'સાગર મુવીટોન'ના કાળથી હતો. મોતીલાલ, મુકેશ અને મોતી સાગર (પ્રિતી સાગરના પિતા) પિતરાઈ ભાઈઓ હતા. મોતીલાલ તેને પોતાના મિત્ર અનિલ બિશ્વાસને મળવા લઇ ગયા, અને ફિલ્મોમાં ચાન્સ આપવા સિફારીસ કરી. અનિલ બિશ્વાસને મુકેશના અવાજમાં રસ પડ્યો, એટલે એમણે મોતીલાલને કહ્યું કે તેની આગામી ફિલ્મ "પહેલી નઝર'માં આ છોકરાને અજમાવીશું. પણ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક મઝહર ખાન તો આ વાત સાંભળીને છેડાઇ જ પડ્યા. વાત પડતી મુકાઇ ગઇ. અનિલ બિશ્વાસે કહ્યું કે ગીતો તે પોતે ગાઇ લેશે. આ સાંભળીને મુકેશ ચારે બાજુ બબડતા કે સંગીતકારો જ પોતે ગીતો ગાઇ લેવાનાં કામ કરશે તો ગાયકોએ તો ભૂખ્યા મરવાના જ વારા આવશે. વાત ઊડતી ઊડતી અનિલ બિશ્વાસના કાન પર પડી. તેમના દિલમાં રામ વસ્યા અને તેમણે મઝહર ખાનને મનાવી લીધા.

વાતમાં ટ્વીસ્ટ હવે આવે છે. ગીતના રેકોર્ડીંગના દિવસે મુકેશ ભાઇના તો ટાંટીયા પાણી પાણી થઇ ગયા. કોઇ બારમાં શરાબના જામ હેઠળ પોતાની ભાવિ ભવ્યતાની શોધમાં તેઓ ખોવાઇ ગયા. ગુસ્સાથી રાતા પીળા અનિલ બિશ્વાસ એ પીઠામાંથી મુકેશને ઢસરડી ગયા અને ઠંડા પાણીના શાવર નીચે ઊભાડી નશો વહેવરાવી દીધો. મુકેશે માફી માગી અને બીજે દિવસે પૂરા હોશોહવાશમાં આવવાનું વચન આપી જાન છોડાવવા મથ્યા. અનિલ બિશ્વાસ હવે એમ માને તેમ નહોતા - ગા તો અત્યારે જ, નહીં તો વહેતો થા.

બસ, આ સંજોગોમાં મુકેશે ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરીનું તેમનું પહેલું ગીત "દિલ જલતા હૈ તો જલને દે" (પહેલી નઝર- ૧૯૪૫) ગાયું.


અનિલ બિશ્વાસ અને તલત મહમુદ વિષેના લેખમાં આપણે જોયું એમ અનિલ બિશ્વાસના હાથના જાદુએ મુકેશને પણ પોતાની આગવી ગાયકીની શૈલી ઘડી આપી. મુકેશે પણ અનિલ બિશ્વાસનાં રોકડાં ૨૪ જ ગીતો ગાયાં છે. બધું મળીને ૧૨ ફિલ્મોમાં ૧૨ સોલો, ૯ યુગલ ગીતો, બે ત્રિપુટી ગીતો અને એક ચતુષ્કોણી ગીત, એટલો નાનકડો હિસાબ. ગીતો ભલે દેખાય આટલાં જ, તો પણ મુકેશ પણ અનિલ બિશ્વાસની ઓળખાણ એમ જ આપતા કે,"મુકેશ આજે જે છે તે અનિલ બિશ્વાસની બદૌલત છે."૨

તય કર કે બડી દૂર કી પૂર-પેંછ ડગરીયા - પહલી નઝર (૧૯૪૫) – ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

'દિલ જલતા હૈ'માં મુકેશની કરૂણ ગીતના ગાયક તરીકે છાપ સ્થપાઇ એમ કહેવું હોય, તો આ ગીત માટે એમ કહી શકાય કે મુકેશ હલ્કાં ફુલ્કાં ગીતો પણ ભવિષ્યમાં સારી રીતે ગાઇ શકવા માટેની કેડી કંડારી આ ગીતે આપી.


પહેલી નઝરકા તીર લગા પહેલી નઝર કા - પહલી નઝર (૧૯૪૫) - ગીતકાર : ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નસીમ અખ્તરની સાથેના આ યુગલ ગીતને લોક ગીતની લઢણનો સ્પર્શ છે. દેખીતી રીતે, મુકેશના ભાગે બહુ થોડું જ ગાવાનું થયું છે, પણ નવા જ પ્રકારનું ગીત ગાવાનું થયું, અને તેમાં પણ પહેલી નઝરની તીર નિશાને બેઠું છે.


જવાની યે ભરપૂર દિલકશ અદાયેં - નસીમ અખ્તર સાથે - ગીતકાર ડૉ. સફદર ‘આહ’ સીતાપુરી

નાટ્ય સંગીતની આછી અસરવાળાં આ ગીતમાં મુકેશ યુગલ ગીત ગાવાની હથોટી હસ્તગત કરી ચુક્યા છે.


જીવન સપના ટૂટ ગયા - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર ઝીઆ સરહદી

બે વર્ષમાં જ હવે મુકેશ દિલીપકુમારના અવાજ તરીકે પ્રસ્થાપિત થઇ જાય તે કક્ષાનાં, લોકપ્રિય, ગીત ગાતા થઇ ગયા.


અબ યાદ ના કર, ભૂલ જા અય દિલ વો ફસાના - મીના કપુર સાથે - અનોખા પ્યાર (૧૯૪૮) - ગીતકાર : શમ્સ અઝીમાબાદી


ફિલ્મમાં જે ગીતોમાં મીના કપૂરનો અવાજ છે તેને કોઇ અગમ્ય કારણોસર રેકોર્ડ પર લતા મંગેશકરના સ્વરમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે.
વો તીખી નઝરોંસે મેરે દિલ કૈસી બીજલી ગીરા રહે હૈં - વીણા (૧૯૪૮) - ગીતકાર પ્રેમ દહલવી

મુકેશનાં ટ્રેડ માર્કનાં પાયામાંનું ગીત, મુકેશના દિલિ ચાહકોની યાદની ટોચ પર રમતું રહે છે.


મેરે સપનોંકી રાની રે - વીણા (૧૯૪૮) – ગીતકાર : નરેન્દ્ર શર્મા

મલપતી ચાલનાં ગીતમાંથી રવાલ ચાલમાં પણ મુકેશના અવાજની કોમળતાની સંવાળપ રતિ ભાર પણ ઓછી નથી થઇ!


ગોકુલકી એક નાર છબીલી, જમુનાકે તટ પર - વીણા (૧૯૪૮) – ગીતકાર : સ્વામી રામાનંદ

નાયિકાનાં રૂપને યાદ કરતાં કરતાં ખોવાઇ ગયેલા નાયકનાં સ્વપ્નોને રુમઝુમ વાચા આપતું રમતિયાળ ગીત


૧૯૪૦ના દાયકાની ફિલ્મોનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતો પૂરાં થવાની સાથે આપણે પણ વિરામ લઇએ. હવે પછીના લેખના બાકીના ભાગમાં, ૨૮-૦૩-૨૦૧૫ના રોજ, ૧૯૫૦ના દાયકાનાં, અને છેલ્લે ૧૯૬૫ની ફિલ્મનાં અનિલ બિશ્વાસ-મુકેશનાં ગીતોને સફર માણીશું. સંદર્ભઃ
શીખા બિશ્વાસ વોહરા અને સુધીર કપુરનો ઇન્ટરવ્યુ
"Mukesh My Mukesh !"

સાભાર : The Maker of Mukesh: Anil Biswas
  • વેબ ગુર્જરી પર ૨૪-૦૧-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ લેખ

Monday, January 12, 2015

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમની 'કચ્છમિત્ર'ની કારકિર્દીને 'સાતત્યપૂર્ણ સર્જનયાત્રા'ના સ્વરૂપમાં પોતાના સ્વાભાવિક્પણાંથી જ સંકોરી છે. એટલે આ સમય દરમિયાન તેમની સામેથી પસાર થયેલા કચ્છના પ્રાણપ્રશ્નોને તેમણે જાગૃત અને નિર્ભીક પત્રકારની જ હેસિયતથી વાચા તો આપી જ છે, પણ મૂળભૂત વિશ્લેષણો,ઉકેલોનાં વિવિધ પાસાંઓની અપેક્ષિત અને અનપેક્ષિત અસરો અંગેનાં તારણો અને મંતવ્યોને પૂર્ણતયા વિધેયાત્મક ભાવથી એક અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટિવંત કચ્છી માડુના લાગણીશીલ અભિગમથી પ્રતિબિંબીત પણ કર્યાં છે. 'તેઓનું આ સર્જન માત્ર પ્રાસંગિક પૂરતું જ સીમિત નથી (રહ્યું), પણ કચ્છને સાચી રીતે ઓળખવા...માટેનું.. ભાથું..તેમાં સમાયેલું છે.'

હાલ પૂરતું, આ સમગ્ર સાગરમાંથી મંથન કરીને શ્રી માણેકલાલ પટેલે ૮+૧ એમ ૯ પુસ્તકોના સ્વરૂપે કરેલ સંપાદન 'કલમ કાંતે કચ્છ' શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે. ગ્રંથ શ્રેણીના પહેલાં પુસ્તક 'માણસવલો કચ્છી માડૂ : કીર્તિ ખત્રી' એ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલા અનેક લોકોએ રજૂ કરેલાં શબ્દચિત્રો છે. કીર્તિભાઇની ક્ચ્છ બહારની થયેલી સફર દરમ્યાન કીર્તિભાઇની એક જિજ્ઞાસુ અને બીજી અભ્યાસુ આંખે જે 'જોયું, જાણ્યું ને લખ્યું' , તે શ્રેણીનાં બીજાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થયેલ છે. જ્યારે કચ્છના પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રશ્નો છ વિષયવાર વહેંચાયેલ પુસ્તકોમાં આવરી લેવાયા છે. આજે આપણે 'કલમ કાંતે કચ્છ' ગ્રંથશ્રેણીના નવમા પુસ્તક "વાહ કચ્છીયતને"નો પરિચય મેળવીશું.

પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી માણેકલાલ પટેલ પુસ્તકનાં થીમ વિષે લખે છે :'અભાવની સંસ્કૃતિની દેન સમી કચ્છીયતને ઉજાગર કરતા અનેક લેખ કીર્તિભાઇએ તેમની સાડા ત્રણ દાયકાની કારકીર્દિ દરમ્યાન સતત લખ્યા છે. આ પુસ્તકમાં કચ્છીયતનાં ઓવારણાંની સાથે સાથે સમયાંતરે કચ્છી નેતાઓ તેમ જ અન્ય સામાજિક શ્રેષ્ઠીઓને અંજલિ આપતી ટૂંકી નોંધ સમા અગ્રલેખો અને લેખોનોયે સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.'

પુસ્તકમાં ૨૨૪ પાનાંઓમાં ૭૭ લેખોમાં વિવિધ પાસાંઓની નોંધ લેવાઇ છે. આ પૈકી ૨૨ લેખો -"ભારતના આર્થિક આયોજનના કચ્છી પ્રણેતા" કે ટી શાહ, "કચ્છના પર્યાવરણના સાચા હામી મ.કુ.હિંમતસિંહજી “, “પત્રકારિત્વ અને સાહિત્યસર્જનમાં સિદ્ધિને શિખરે પહોંચનાર હરીન્દ્ર દવે, ‘વાસવાણી' શૈલીના અનોખા કટારલેખક ડૉ. હરીશ વાસવાણી, “કચ્છીયતને પિછાણનાર અધિકારી” માહેશ્વર શાહુ,(પૂર્વાશ્રમના ભરત ત્રિપાઠી "ખારા" સાહેબ)'માનવતાવાદી સ્વામી' તદ્રૂપાનંદ સરસ્વતીજી, “મારા 'અધા' જયંત ખત્રી”,''કચ્છમિત્ર'ના સ્વપ્નદૃષ્ટા "પ્રવીણચંદ્ર ગાંધી',હરિભાઇ કોઠારી, “કચ્છના હામી, ડૉ. મહિપત મહેતા”, “'પ્રખર વક્તા અને જિંદાદીલ રાજકારણી : ધીરુભાઇ શાહ”, શાકભાજી વેચીને પેટિયું રળતાં રતનબેન સોરઠિયા,ડૉ. મનુભાઇ ભીમરાવ પાંધી, “કચ્છ સંસ્કૃતિના મોભ : દુલેરાય કારાણી”, “પત્રકારિત્વ ક્ષેત્રના પ્રારંભકાળના યોદ્ધા : ફૂલશંકર પટ્ટણી”', “કચ્છીયતના સંન્નિષ્ઠ પૂજારી : રામસિંહજી રાઠોડ”, “જેમની 'ક્લિક'થી તસવીર બોલી ઊઠતી” (એવા ) દિનેશ છત્રાળા, ''મુડ઼્સ માડુ”પ્રાણલાલ શાહ, “કચ્છના મોભી”કાંતિપ્રસાદ અંતાણી, જેમના જવાથી “કચ્છ ક્રિકેટ રાંક બને છે”એવા ડૉ. એમ એમ રાજારામ, “માંડવીના 'જગડુશા”' ગોકુલદાસ ખીમજી મસ્કતવાલા, “ શાહ સોદાગર કલ્યાણજી ધનજી શાહ, “ મૃત્યુના ઓછાયા વચ્ચે જિંદગીની વાત “'કરતા કુંદનલાલ ધોળકિયા, “કચ્છનું ગૌરવ કાન્તિસેન (શ્રોફ) 'કાકા' જેવા - વિવિધ ક્ષ્રેત્રોની વ્યક્તિઓના સંદર્ભમાં લખાયા છે. અહીં એ વ્યક્તિઓનાં કચ્છ માટેના વિશિષ્ટ યોગદાનની વાત કરવાની સાથે તેમનાં વ્યક્તિત્વમાં રહેલાં કચ્છીપણાને પણ બહુ જ સૂક્ષ્મપણે ઉજાગર કરાયેલ છે.

આ સિવાયના બાકી રહેતા લગભગ ૫૪ લેખોમાંથી આપણે કેટલાક લેખોનો ટૂંક પરિચય અહીં કરીશું.

"પંખી સેવે ઈંડું, કચ્છી સેવે વતન" (પૃ. ૨૭ -૩૦) ૧૭-૧૧-૨૦૧૩
'..લાંબા સમયથી કુદરતી આફતોએ સર્જેલી અનેક પ્રતિકૂળતાઓ અને અભાવો વચ્ચેય સ્વસ્થતાથી અસ્તિત્વ ટકાવી રાખવાની જીવનશૈલી કચ્છી માડુએ વિકસાવી છે એ જ છે એની કચ્છીયત અને એમાંથી જ ઉદ્‍ભવી છે એની ભાતીગળ સંસ્કૃતિ અને એ જ છે એની અસ્મિતા...કચ્છી માડુની સરખામણી ફિનિક્સ પંખીની સાથે થતી રહી છે. આ લખનાર કચ્છીમાડુની તુલના..કાદવવાળી દરિયાઇ ખાડીઓમાં ઊગતા ચેર (મૅન્ગ્રુવ્ઝ /Mangroves )વૃક્ષ સાથે કરે છે... તાજેતરમાં કચ્છી માડુની તુલના કુંજ પક્ષી સાથે થઇ..કુંજ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અને પછી દેશમાં ઊડતી હોય તોયે એનું મન તો (સ્થળાંતર વખતે પાછળ મૂકી દીધેલાં) ઈંડાંમાં જ (શાબ્દિક રીતે)લાગેલું હોય છે.. કુંજની જેમ કચ્છીઓ વતનથી હિજરત-સ્થળાંતર કરીને ભલે ગમે ત્યાં વસતા હોય, પણ માનસિક રીતે વતનને સતત સેવ્યા કરે છે....દર વર્ષે અષાઢી બીજની ઊજવણી નિમિત્તે નવું કચ્છી (ભાષાનું) નાટક પેશ કરવાની પરંપરા ૨૧ વર્ષથી સતત ચાલુ રહી છે..મુંબઇ પછી ભારતનાં જુદાં જુદાં શહેરો અને કચ્છનાં પત્રી, રામપર કે વડાલા જેવાં નાનાં ગામોમાં પણ ક્ચ્છ યુવક સંઘના નેજા હેઠળ ક્ચ્છી ભાષાના પ્રસારના પ્રયોગો થાય છે તે વતનપ્રેમ અને ભાષાપ્રેમનું એક સીમાચિહ્ન છે.'
કચ્છનો શરદોત્સવ: ભાતીગળ સંસ્કૃતિની અનોખી પીછાણ" (પૃ. ૫૮ -૫૯) ૧૭-૧૦-૨૦૦૫
'કચ્છ, જેસલમેર, લડાખ કે તિબેટ, દરેક પ્રદેશ પોતાની એક આગવી પિછાણ - અનોખી સંસ્કૃતિ - ધરાવે છે. એમાં ડોકિયું કરીએ તો સામ્યતા એ નજરે પડે છે કે દરેક પ્રજા કુદરતના એક યા બીજા પ્રકારના જુલમોનો સતત સામનો કરતી રહી છે, એના પ્રભાવ હેઠળ જીવતાં-જીવતાં જ એની ભાતીગળ જીવનશૈલી ઘડાઇ છે, જે આગળ જતાં પરંપરા અને આખરે સંસ્કૃતિના રૂપમાં ઉભરી આવી છે....'
"કાશ્મીરની પાનખરમાં કચ્છની મહેક" (પૃ. ૬૦- ૬૪)
'.. તંગધાર વિસ્તાર ત્રણ બાજુ પાક કબજાગ્રસ્ત ગામોથી ઘેરાયેલો છે, અહીં ૨૦૦૫માં ધરતીકંપે તબાહી સર્જી ત્યારે કાતિલ ઠંડીમાં બરફવર્ષા થાય એ પહેલાં જ એક મહિનાની અંદર ૭૦૦૦ હંગામી નિવાસ ઊભા કરવામાં કચ્છની સંસ્થા નિમિત્ત બની ...’
"જાયકા કચ્છ કા" (પૃ.૭૦ - ૭૪) ૨૭-૫-૨૦૧૨
'રણોત્સવને પગલે બાજરાના રોટલા, ખીચડી, ડુંગળીનું શાક, છાશ અને લસણની તીખી ચટણીવાળું કચ્છી ફૂડ લોકપ્રિય બનવાની સાથે સાથે મેસૂક, ગુલાબપાક, પકવાન, અડદિયા અને મીઠો માવો જેવા મિઠાઇ-ફરસાણ ચોમેર મશહૂર થવા લાગ્યાં છે.. માંડવીની દાબેલીએ તો દેશ વિદેશમાં જમાવટ કરીને ઇતિહાસ સર્જી દીધો છે...ઓછા રોકાણે માત્ર રેંકડીના આધારે (દાબેલીનો) ધંધો શરૂ કરી શકાય છે... એના થકી રોજી રળતા લોકોની સંખ્યા લાખોમાં હશે..'
"અનોખી માલધારી સંસ્કૃતિ" (પૃ. ૮૯ -૯૨) ૦૨-૧૨-૨૦૦૯
રણ ઉત્સવ જો કચ્છના પર્યટનનો પ્રાણ હોય તો રણોત્સવનો પ્રાણ બન્ની છે, અને બન્નીનો પ્રાણ એની માલધારી સંસ્કૃતિમાં ધબકે છે. આ વિખ્યાત લોક્સંસ્કૃતિ એના વિશાળ ઘાસિયા મેદાનો અને એની આસપાસ સર્જાયેલા પર્યાવરણની દેન માત્ર છે....માલધારી સંસ્કૃતિનાં અનેક પાસાં છે, ત્યાંની ખાનાબદોશ ભાતીગળ જાતિઓની જીવનશૈલી, એમનો અનોખો પહેરવેશ, ચકિત કરી દે તેવી હસ્તકલા, ગરમ વાતાવરણ સામે રક્ષણ આપતા ભૂંગા, અનોખું સંગીત, માલધારીઓની મહેમાનગતિ અને પોતાના માલ (પશુ) પ્રત્યેનો ભાગ્યે જ જોવા મળે તેવો લગાવ. આવા અનેક પાસાંઓના એકીકરણથી બન્નીની સંસ્કૃતિનો ઉદ્‍ભવ થયો છે....આજે બન્નીની સ્થિતિ બદલાઇ ગઇ છે. એના પર્યાવરણને જફા પહોંચી છે અને તેને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં માલધારીઓના પહેરવેશ , જીવનશૈલી અને સ્વભાવ પણ બદલાય છે. તોયે હજુ માલધારી સંસ્કૃતિનો ધબકાર તો મોજૂદ છે જ...શું આ રહીસહી સંસ્કૃતિ ટકશે ખરી એવો પ્રશ્ન પુછાય છે ત્યારે એમ લાગે છે કે જો આપણે બન્નીના ઘાસિયા મેદાન બચાવી શકીશું તો સંસ્કૃતિ બચવાની શક્યતાઓ વધી જશે...બન્નીની સંસ્કૃતિ અને પરંપરા બચે એ અત્યંત જરૂરી છે.'
"ગુજરાતની તસવીરકલાની સુવર્ણ સફરમાં કચ્છનો દબદબો" (પૃ.૧૨૫ -૧૨૯) ૦૬-૦૩-૨૦૧૧
‘તસવીરકાર વિવેક દેસાઇએ ગુજરાતની સ્વર્ણિમ તસવીરી ઝલક પેશ કરતાં પુસ્તકમાં ગુજરાતની ગરવી તસવીર કલાની અડધા દાયકાની સફરનું અજોડ દસ્તાવેજીકરણ કર્યું છે... ગુજરાતના લોકજીવન, સંસ્કૃતિ અને દરિયા,રણ, નદીની પ્રાકૃતિક વિશિષ્ટતા અને વિવિધ ઉત્સવોની ઝલક પેશ કરતી ૨૩૦ લાજવાબ તસવીરો પૈકી ૪૦ તો એકલા કચ્છની છે...કુલ ૧૪ જેટલા ગુજરાતી તસવીરકારોની કચ્છ વિષયક અદ્‍ભૂત તસવીરોમાં કચ્છના આહીર, ઢેબરિયા રબારી, બન્નીના જત, હરિજન-મેઘવાળ છોકરાં, બાળાઓ અને સ્ત્રીઓ ઉપરાંત લોકજીવનને સ્પર્શતી તસવીરો છે...ખાસ ધ્યાન ખેંચે છે એલ એમ પોમલની સુરખાબનગરની ..(અને).. વિવેક દેસાઇની લૈયારી નદીની તસવીરો...'
"બાટિક કલાનો અદ્‍ભૂત ખજાનો: જાવા" (પૃ. ૧૫૩ - ૧૫૬) ૦૫-૦૨-૨૦૦૬
ક્ચ્છમાં થાય છે એ રીતે સાદું તેમ જ બ્લૉકથી બાટિક પ્રિન્ટ તો થાય જ છેપણ જેમાં વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તાંબાના નળાકારમાં મીણ નાખીને કલાકારોને કામ કરતા જોઇએ તો આફ્રીન થઇ જવાય છે...ઇતિહાસકારો બાટિકના આરંભ બાબતે ભલે સર્વસંમત તારણ કાઢી ન શકતા હોય પણ બાટિક વિકાસનો ચંદ્ર સોળેકળાએ ખીલ્યો હોય તે માત્ર ઇંડોનેશિયાના જાવા ટાપુમાં જ છે...જેમ અજરખના છાપકામની વિશેષતા ચોક્કસ ખનિજવાળા પાણીને આભારી છે, તેમ બાટિકની વિશેષતા એમાં વપરાતા મીણના પ્રકારને આભારી છે...કચ્છના કારીગરોને જાકાર્તા અને જાવાના બાટિક ઉત્પાદન કેન્દ્રોની મુલાકાતે લઈ જવાય તો કચ્છની બાટિકકલાને નવી દિશા મળશે.'
"હસ્ત-હુન્નર કસબને ઉદ્યોગોનું છોગું" (પ્રુ.૧૬૧ -૧૬૫) ૮-૧-૨૦૧૪
'કચ્છમાં બાંધણી, અજરખ, બાટિક, ધડકીકામ, પેચવર્ક, કબીરાવર્કને સેવામૂટી, રોગાનકામ, હાથવણાત, ઊની નામદા, મશરૂઇલાયચો, જરદોસી કામ, કાપડ અને ચામડા પર ભરતકામ, રંગીન સંઘાડા કામ, માટીકામ, લીંપણકામ, સૂડી-ચપ્પુ, તાળાં અને ખરકી કસબ,લાકડાં પર કોતરકામ, ચાંદીકામ વગેરે... જેવા કેટલા બધા કસબ વિકસ્યા છે...'
"કોઇ તો સાંભળો આ યુવાન ખંડેરોની ચીસ" (પૃ.૧૭૨)
'..ઉનાળાના સમયમાં માંડવી તાલુકાના એક ગ્રામ્ય માર્ગ પરથી પસાર થતાં પ્રથમ વાર ખંડેરનગર જોયું હતું...અમે ગામમાં પ્રવેશ્યા તો છતવિહોણા મકાન,પથ્થરોના ઢગલા વચ્ચે અડીખમ ઊભેલા વીજળીના થાંભલા, કોઇક મકાનની દિવાલમાં પ્લાસ્ટિક પેઇન્ટ, કોઇક દિવાલમાં ઓઇલ પેઇન્ટ તો કોઇક દિવાલો માટીથી લીપેલી..(બધી નિશાનીઓ) માનવસર્જિત ખડેર(છે તેમ બતાવતાં હતાં)..(દસેક વર્ષ પહેલાં) ગામના હરિજનોને કેટલાક માથાભારે તત્ત્વો સામે રક્ષણ આપવામાં સરકારી તંત્રોની નિષ્ફળતાને પરિણામે થયેલ સમૂહ હિજરતની સાક્ષી આ યુવાન ખંડેર પૂરી રહ્યાં હતાં...'
સમગ્ર દૃષ્ટિએ જોઇએ તો પ્રસ્તુત પુસ્તક કચ્છના મિજાજની બાહ્ય જગતને પિછાન કરવામાં સફળ રહે છે એમ કહી શકાય.અને તેમ છતાં 'કચ્છમિત્ર'ના તંત્રીપદેથી નિવૃત્ત થયા બાદ લખાયેલા લેખનું શીર્ષક જ "કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી' એ ક્ચ્છીયતને બહુ જ અતિવાસ્તવની કક્ષાએ પણ એટલી જ સ્વાભાવિકતાથી મૂકી આપે છે



કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  ૨૪ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

Saturday, January 3, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૧)


imageએક સમય હતો જ્યારે સ્વરોજગાર કરતાં લોકો પોતાનો વેપાર પણ કરતાં જાય અને સાથે સાથે કળાત્મક રીતે જાહેરાત પણ કરતાં જાય. કમસે કમ, લગભગ બધા જ ફેરીયા ફેરી કરવા નીકળે ત્યારે જે ટહેલ કરે તેનો આગવો લહેકો કે કોઇને કોઇ એક આગવી ખાસીયત તો હોય જ. ફેરીવાળાઓની ટહેલ તેની, અને તેના થકી તેના વ્યવસાયની, ઓળખ બની જતી, અને મોટે ભાગે તેને એક ચોક્કસ ગ્રાહક વર્ગ પણ આકર્ષી આપતી... મૉલ અને ટીવી પર 'લાઇવ' જાહેરાતના યુગમાં ઉછરેલ આજની પેઢીને આ વાત પ્રાગૈતિહાસિક લાગશે. તેમનાથી પહેલી પેઢીને પણ કદાચ તેમનાં વડીલો પાસેથે આ વાતો સાંભળ્યું હોવાનુ આછું પાતળુ યાદ હશે..

સામાજિક કે લોકજીવનની કોઇ પણ વ્યાપક ઘટનાની જેમ આ પ્રથાનું સહુથી પ્રબળ પ્રતિબિંબ જે તે સમયની ફિલ્મોનાં ગીતોમાં ઝીલાવું એ બહુ જ નૈસર્ગીક ઘટના તો છે જ, પણ તે સાથે સાથે તે આ પ્રણાલિકાની લોકપ્રિયતાનો માપદંડ પણ છે..

આજના આ લેખમાં ગીત ગાતાં ગાતાં વેપાર કરતાં જવાની (કે વેપાર કરતાં કરતાં ગીત ગાતાં જવાની) એ લોકપ્રણાલિકાનાં પ્રતિબિંબોની રજૂઆત ને માણીશું છે. અહીં મૂળ લેખમાં રજૂ થયેલાં ગીતોની સાથે વાચકોએ પણ ખોળી ખોળીને આ વિષયની રજૂઆતને સમૃદ્ધ કરતાં ગીતો પણ સમાવી લીધાં છે.

૧. લે લો ચુડીયાં લે લો - અછૂત કન્યા (૧૯૩૬)| ગાયક સુનીતા દેવી - મુમતાઝ અલી | સંગીતકાર – સરસ્વતીદેવી | ગીતકાર - જે એસ કશ્યપ
નાટકમાં ચુડીયાં વેંચવાવાળાનો પાઠ ભજવાવાનો હોય ત્યારે પ્રેક્ષકોની ભીડમાં ચુડીયાં ખરીદવાવાળીઓ ભીડમાં વધારો કરે…!


૨. કોઇ લે લો .. મૈં મીઠા દૂધ લાઇ - બ્રાંડી કી બોટલ (૧૯૩૯) | સંગીતકાર -દાદા ચંદેકર
ફિલ્મનું નામ બ્રાંડીની બૉટલ અને ગીતમાં કૃષ્ણની શોભાયાત્રામાં ગોપીઓના વેશમાં દૂધનું વેંચવુ ! હા, બૉસના દીકરાને સાજો કરવા એક બોટલ બ્રાંડીની શોધમાં નીકળી પડતા નાયકની દાસ્તાનની કહાણી છે



૩. તેરા ખિલોના ટૂટા બાલક- અનમોલ ઘડી (૧૯૪૬) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - નૌશાદ
ગીતમાં ફીલોસોફી ભારોભાર ભરી છે: ઉપર બેઠેલાના હાથની,કોડી કોડીમાં મળતી, કઠપુતળીઓ છીએ આપણે.
ઉપરવાળાના ખેલમાં મોહમ્મદ રફીનું આ ગીત સહુ પ્રથમ હીટ ગીત તરીકે લખાયું હશે, તે તો નક્કી જ હતું.



૪. લેલો લેલો દો ફૂલ જાની લેલો - જાદૂ (૧૯૫૧) |ગાયક : શમશાદ બેગમ , જોહરાબાઇ અંબાલાવાલી, મોહમ્મદ રફી | સંગીતકાર : નૌશાદ | ગીતકાર : શકીલ બદાયુની

આ ગીત પ્રકારની લોકપ્રિયતા તો જૂઓ - સ્ટેજ શૉ માટેની નૃત્ય નાટિકા માટે પણ વિષય તરીકે પસંદ પામે છે. અને ગીતની સીચ્યુએશન શકીલ બદાયુની જેવા 'ગંભીર' કવિ પાસેથી પણ કેવા હળવા શબ્દોમાં ભાવ રજૂ કરાવડાવે છે !



૫. ચુડીયાં લે લે ગોરી - પાપી (૧૯૫૩) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - એસ. મોહિન્દર
રાજ કપુર જેવો બંગડી વેંચવાવાળો હોય અને ખરીદવા માટે નરગીસ કે મીના કુમારી કે ગીતાબાલી જેવાં દેખાવાનું આકર્ષણ હોય તો પછી માલ તો ચુટકી વગાડતાં જ વેંચાઇ જવો જોઇએ



૬. લે લો જી હમારે ગુબ્બારે - બંદીશ (૧૯૫૫) |ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : હેમંત કુમાર | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન
હવામાં છોડી મૂકેલા ફુગ્ગાઓને ધરતી પરનાં ફુલોને આકાશમાં વીખેરી મૂકેલા તારાઓ સાથે સરખાવી દીધા છે



૭. ઠહર જરા ઓ જાનેવાલે, બાબુ મિસ્ટર ગોરે કાલે, હમ મતવાલે પાલિસવાલે - બુટપોલિસ (૧૯૫૪) |ગાયક : આશા ભોસલે, મધુબાલા ઝવેરી, મન્ના ડે | સંગીતકાર : શંકર જયકિશન
રાજકપુરે તો ક્યારનાં આશા રાખીને બેઠેલાં બાળકોની આંખમાં ભવિષ્યનાં સ્વપ્નાંઓની વ્યથાને વાચા આપી દીધી હતી. સીધી નજરે આ બધી ફિલ્મો રાજ કપુરે ખુદ નિર્દેશીત નહોતી કરી, પણ તેનો આગવો સ્પર્શ છૂપો પણ નથી રહેતો



૮. અંધેરી નગરી ચૌપટ રાજા - અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫) | ગાયક શમશાદ બેગમ | સંગીતકાર: અવિનાશ વ્યાસ | ગીતકાર: ભરત વ્યાસ
અંધારી નગરી હોય અને ચૌપટ રાજા હોય તો ટકે શેર (પુરી)ભાજી અને ટકે શેર ખાજાંની બોલબાલા હોય તેમાં નવાઇ શેની..



૯. ચણા જોર ગરમ બાબુ - નયા અંદાજ (૧૯૫૬) | ગાયક : શમશાદ બેગમ અને કિશોર કુમાર |સંગીતકાર: ઓ પી નય્યર | ગીતકાર જાન્નિસાર અખ્તર
ચણા જોર ગરમ પણ લારીમાં શેરીએ શેરીએ વેંચાતી વસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સાથે ગરમ ગરમ મુંગફળી પણ લારીઓ ભરી ભરીને વેંચાઇ જાય…..

અને ગામે ગામની ખાસ વાનગીઓની લહાણ પણ એક જ ગીતમાં માણવા મળશે
"જિસને ખાયા એક ભી દાના, આયા ઉસકો દિલ લગાના" પરથી જ આજની જાહેરાતોના કૉપીરાઈટરોને "અબકડ" બ્રાંડનાં બનયાન ચડાવી લેવાથી ગુંડાઓનાં ટોળાંને પાડી દઇ પ્રેમિકાનું દિલ જીતી લેવાવાળા આઈડીયા મળતા લાગે છે !



૧૦. આયા રે આયા ભાજીવાલા - તૂફાન ઔર દિયા (૧૯૫૬) | ગાયિકા ગીતા રોય | સંગીતકાર : વસંત દેસાઇ | ગીતકાર: ભરત વ્યાસ
નાનકડો ભાજીવાળો બહુજ ખુમારી અને આવડતથી શાકને ફેરી કરે છે



૧૧. ફુલોંકે હાર લે લો - ઇન્સ્પેક્ટર (૧૯૫૬) | ગાયક અને સંગીતકાર હેમંત કુમાર
અહીં અશોકકુમાર છદ્મવેશમાં ફુલો વેંચે છે



૧૨. સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે, કાહે ગભરાયે.. તેલ માલિશ..ચં....પ્પીઇઇઇ- પ્યાસા (૧૯૫૭) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગીતકાર સાહિત લુધ્યાનવી

ફિલ્મમાં જ્હૉની વૉકરની હાજરીની તકિયા કલામ સાહેદીનું આ ગીત લખવા કે રચવા ગીતકાર કે સંગીતકાર તૈયાર નહોતો એટલો ફિલ્મનો વિષય ગંભીર છે. પણ જ્હૉનૉ વૉકરનાં પાત્રને યથાર્થતા બક્ષવા તેને તેલ માલિશનો વ્યવસાયી બતાવવો એ દિગ્દર્શકની સૂઝની કમાલ તો છે જ. મુંબઇની ચોપાટીની જેટલી આજે ભેળ મશહૂર છે એટલી જ એક જમાનામાં 'તે..લ..માલિશ..ચં..પ્પીઇઇઇ'ની મધુર પુકાર પણ મશહૂર હતી.
નૌકર હો યા માલિક, લીડર હો યા પબ્લીક,
અપને આગે સભી ઝૂકે હૈ, ક્યા રાજા ક્યા સૈનિક
                                                                   માં સાહીર લુધ્યાનવીનાં તળ સામ્યવાદી દિલની ઉંડાઇઓમાં કૂટ કૂટ ભરેલી ભાવનાઓને પણ તેલ માલિશની ચંપીએ હળવી કરીને બહાર નીખરાવી નાખી છે.



નાના નાના રોજગાર કરતાં કરતાં મોટા મોટા આઈડીયાઓ રજૂ કરી નાખતાં ગીતોનો પ્રકાર ફિલ્મી સંગીતમાં એટલી હદે પ્રચલિત હતો કે આપણી પાસે આ વિષય પર ત્રણ પૉસ્ટ થઇ શકે તેટલી સામગ્રી તો છે.
આપ સહુ પણ હવે પછીના લેખ પૂરા થઇ જાય ત્યારે હજૂ પણ જો આવાં ગીત અહીં મૂકવાનાં બાકી રહી ગયાં હોય તો જરૂરથી જાણ કરજો.

ભાગ ૨ માટે ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ મળીશું.

[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]