Tuesday, June 30, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૬_૨૦૧૫

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ - ૬_૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણ’માં આપનું સ્વાગત છે.

આ મહિનાનાં આ સંસ્કરણની શરૂઆત સોંગ્સ ઑફ યૉરનાં પાંચ વર્ષની પુર્ણાહુતિના અવસરને બીરદાવતા લેખ Songs of Yore completing quite a trail-blazing journey of 5 yearsથી કરવામાં ફિલ્મ સંગીતના સુવર્ણકાળની યાદોને બહુ જ આગવી રીતે કંડારતા બ્લૉગનાં પાછ જ્વલંત વર્ષો પુરાં થાય તેની સાથે આ લેખમાં હેમંતકુમારના રવિ, ત્રણ દાયકા પછીની ખોજ, સ્વતઃપ્રેરણા કે આળસ, મજેનો જૌનપુરી , દરબારીની મધુરી પળો અને મુખ્તાર બેગમ જેવા વિવિધ વિષયોની રસભરી રજૂઆતનોબેવડો આનંદ માણી શકાય છે. લેખ પરની વાચકોની ટિપ્પણીઓ પણ એટલી જ રસાળ અર્હી છે. ચિત્રપટસંગીત જૌનપુરીનાં બે ઉદાહરણોનો સૂર પુરાવે છે - જેમાંના ફિલ્મ 'બેદાગ'નાંગીતને આપણે આપણા બ્લૉગોત્સ્વનાં દરેક સંસ્કરણના પરંપરાગત અંતમાં રજૂ કરાતાં મોહમ્મદ રફીનાં ગીતોમાં સમાવેલ છે, જ્યારે બીજું ઉદાહરણ છે ફિલ્મ 'મદહોશ' (૧૯૫૪)નું મદન મોહનનાં સંગીતમાં ગવાયેલું તલત મહમુદનું ગીતઃ મેરી યાદમેં ન તુમ આંસુ બહાના.

Naushad’s “The Singing Girl Next Door”: Suraiyaમાં નૌશાદે સ્વરબધ્ધ કરેલાં સુરૈયાનાં કેટલાંક જાણીતાં અને કેટલાંક ઓછાં જાણીતાં, પણ બધાં જ બહુ મધુર ગીતો વડે સુરૈયાના ૮૬મા જન્મદિવસ (૧૫ જુન ૧૯૨૯ - ૩૧ જાન્યુઆરી ૨૦૦૪)ને યાદ કરાયો છે.

રસપ્રદ યોગાનુયોગ છે કે સજ્જદ હુસૈનનો જન્મદિવસ પણ એ જ તારીખના છે. એટલે Happy Birthday, Suraiya and Sajjad!માં સુરૈયાનાં સજ્જદ હુસૈનના સ્વરબધ્ધ કરેલા< ફિલ્મ '૧૮૫૭'નાં ગીતો રજૂ કરાયાં છે.સુરૈયા અને સજ્જાદ હુસૈને ફરીથી 'રૂસ્તમ સોહરાબ'માં પણ સાથે કામ કરેલ છે.

My favourite Hemant Kumar Songs ગાયક હેમંતકુમારને તેમના ૯૫મા જન્મ દિવસની અંજલિ છે. હેમંત કુમારે લગભગ બધાજ સંગીતકારો સાથે ગીત ગાયાં છે. એવાં કેટલાંક સૉલો ગીતોને આપણે પણ યાદ કરીએ:
સી રામચંદ્ર:
મદન મોહન :
શંકર જયકિશન :
ચિત્રગુપ્ત :
એન દત્તા :
આર ડી બર્મન :
હેમંત કુમાર (મુખર્જી)ના જન્મદિવસે Upperstall on hemanta kumar માં તેમણે સ્વરબધ્ધ કરેલ- સાક઼િયા આજ મોહે નીંદ નહીં આયેગી (આશા ભોસલે - સાહિબ બીબી ઔર ગુલામ - ૧૯૬૨) અને સી રામચંદ્ર્નાં સ્વરનિયોજનમાં નિબધ્ધ યુગલ ગીત જાગ દર્દ-એ-ઈશક જાગ, દિલકો બેક઼રાર કર (અનારકલી - ૧૯૫૫) યાદ કરાયાં છે.

તો વળી, Two songs by Hemanta kumarમાં ઓ નદી રે એકતી કોથાઈ અને ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે યાદ કરેલ છે.

ચોથી જૂનના નુતનના ૭૯મા જન્મ દિવસે, My favourite Nutan songsમાં તેમને રોતાં ન બતાવાયાં તેવાં સોલો ગીતોને યાદ કરાયાં છે. આ ઉપરાંત આપણને સીમા (૧૯૫૫)નું મન મોહના બડે જૂઠે યાદ આવી જાય.

નુતનની વાત નીકળી જ છે તો આપણે Let’s talk About Bollywood પર નુતન પરના લેખોનું આગવું પૃષ્ઠ, Nutan બનાવાયું છે તેની અચૂક નોંધ લેવી જોઇએ. અહીં મૂકાયેલ છેલ્લા લેખ Nutan's intelligenceમાં નુતનને એક કળાકાર તરીકે રજૂ કરતી તેમની સર્વતોમુખી પ્રતિભાની વાત કરાઈ છે. Nutan-bollymusings.com/ માં એસ બાસુએ, મોટા ભાગે નુતનનાં કામની વાત કરવા માટે શરૂ કરેલ બ્લૉગ, MUSINGSની શરૂઆતની જાહેરાત છે.

Musings પર અત્યાર સુધી નુતનની આગોશ (૧૯૫૩) અને હીર (૧૯૫૬)ની પરિચયાત્નક સમીક્ષા રજૂ કરાઈ છે.

હવે આપણે અન્ય બ્લૉગ પૉસ્ટ તરફ વળીએ :

The video leads to other Geeta Dutt songs : જાઉંગી મૈકે જાઉંગી - જી એમ દુર્રાની સાથે - પાતાલ ભૈરવી (૧૯૫૨)- ઘંટશાલા. આ વિડિયો ક્લિપમાં ગીતને મૂળ તેલુગુ ફિલ્મનાં દૃશ્ય પર મછી લેવામાં આવેલ છે.

Two Geeta Dutt Duets : તા થૈયા કરકે આનો ઓ જાદુગર મોરે સૈયાં - લતા મંગેશકર સાથે - પંચાયત (૧૯૫૮) - ઈક઼બાલ ક઼ુરેશી અને જાનું જાનું રે કાહે ખનકે હૈ તોરા કંગના - આશા ભોસલે સાથે - ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) - એસ ડી બર્મન

Anil Biswas and Meena Kapoor (via Arun Kumar Deshmukh) - તેમનાં સહકાર્યનાં કેટલાક મોતી
My Favourite Cycle songsમાંથી આપણી આ બે ગીતને પસંદ કર્યાં છે
Ten Ganga songs from classic Hindi cinema માં એક અપવાદ સિવાય ૧૯૭૦ પહેલાંની ફિલ્મોમાંનાં ગંગા પરના જૂદા જૂદા સંદર્ભમાં અને સાવ જ જૂદા અંદાજમાં રજૂ કરાયાં છે. વાચકોએ ઉમેરેલાં ગીતો પૈકી ગંગાકી રેતીમેં બંગલા છ્વાઇ દે (સુધા મલ્હોત્રા, મિર્ઝા ગ઼ાલિબ, ૧૯૫૪, ગુલામ મોહમ્મદ) અને ગંગા કી ભરી ગોદ મેં (મન્ના ડે, મેરે અપને (૧૯૭૧), સલીલ ચૌધરી)ને આપણે અહીં પસંદ કર્યાં છે.

"Cricket Se Cinema Tak"- Mac Mohan માં હિંદિ ફિલ્મોના ચરિત્ર અભિનેતા મૅક મોહન (મૂળ નામ - મોહન મખીજાની)ની ક્રિકેટમાંથી ફિલ્મો તરફની અકસ્માત સફરની દાસ્તાન યાદ કરાઈ છે. અહીં રજૂ કરેલ ગીતમાં મૅક મોહનની ભૂમિકાનું મહત્ત્વ પણ ઘણું છે.:
યે ઝુકી ઝુકી નિગાહેં તેરી દિલકા રાઝ કહ ગઈ - મોહમ્મદ રફી - આઓ પ્યાર કરેં (૧૯૬૪) - ઉષા ખન્ના
[એક બહુ જ રસપ્રદ આડ વાતઃ આ ક્લિપમાં ત્રણ અન્ય પુરુષ કળાકારોમાં એક સંજીવ કુમાર છે, જેને ભાગે મુછમાં હસતા રહેવાનું, અને છેલ્લે બધા સાથે નૃત્યમાં ભળી જવાનું, 'સાવ એક્સટ્રા' કામ મળ્યું છે !!!]
Johnnie Walker in Bollywoodમાં જોહ્ની વૉકરની બૉટલ જોવા મળતી હોય તેવાં ફિલમી દૃશ્યો ઉમેરાતાં જ રહે છે.

Talat Mahmood: singer, actor, gentleman – તલત મહમૂદની માંગ ગીતમુદ્રણ સ્ટુડિયોમાં જ નહીં પણ રૂપેરી પર્દા પણ રહી. - Manek Premchand– પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય.

Listen to virtuosos of an instrument once banned on All India Radio - મીશનરીઓ 'વાજાં-પેટી'ને ભારત ઉપખંડમાં લઇ આવ્યા તે પછીથી તે અહીંની સંસ્કૃતિનો જ એક ભાગ બની રહેલ છે - Aneesh Pradhan - મીંડ(સુરો પર સરકવું) અને ગમક (સુરોના ત્વરિત ઉતાર ચડાવ)ના શણગાર આ વાજીંત્ર પર લાવવા શકય નથી. આ કારણસર તેને આકાશવાણી પરથી પ્રતિબંધિત પણ કરેલ. અહીં હાર્મોનિયમનાં કેટલાંક સોલો અવતરણો રજૂ કરાયાં છે
Three pioneering musicians who helped turn the harmonium into a solo instrument - બશીર ખાન, શંકરરાવ કલ્પેશ્વરી, અને પી મધુકરે બતાવી આપ્યું કે વાજાં-પેટી માત્ર સંગત માટે જ બની નથી - Aneesh Pradhan
આ સાથે આપણને રાત ભી હૈ કુછ ભીગી ભીગીનાં પ્રીલ્યુડ અને અંતરામાં હાર્મોનિયમના સૂરની રમતનો જાદૂ યાદ આવી રહે.

A tribute to Guide in its 50th year – વિજય આનંદની 'ગાઈડ' ૫૦ વર્ષ પૂરાં કરી ચૂકી, પણ તે હજૂય હિંદી ફિલ્મોનાં સમયાતિત સીમાચિહ્નો પોતાનું સ્થાન અવિચળ રાખી રહેલ છે. વાણિજ્યિક તંત્રમાં કળા સાથે જોડાણની સંભાવનાઓનું એ ખતપત્ર બની રહેલ છે.['તેરે મેરે સપને' અને આર કે નારાયણની "Misguided Guide" વાંચવાનું પણ ગમશે.]

હવે આપણા મિત્રોએ આ મહિને યાદ કરેલાં ગીતોની મજા માણીએ……

સમીર ધોળકિયા :
આવી રસિલી ચાંદની, વન વગડો રેલાવતી,
છાયા બની એ ચંદ્રની, એને પગલે પગલાં પાડતી
                      સત્યવાન સાવિત્રી (૧૯૬૩) - મોહમ્મદ રફી, લતા મંગેશકર - દિલીપ ધોળકિયા
ભગવાન થાવરાની :
  • કિસીકો યૂં તમન્નાઓં મેં ઉલઝાયા નહીં કરતે - મીના કપુર - રીટર્ન ઑફ સુપરમૅન (૧૯૬૦) - અનિલ બિશ્વાસ - કોઈને જ નામ યાદ ન હોય તેવી મારધાડ ફિલ્મનું મીના કપુરના સ્વરમાં ગવાયેલું, પર્દા પર જયરાજ અને ('ટેક્ષી ડ્રાઈવર' 'રેલ્વે પ્લેટફોર્મ' ખ્યાત)શીલા રામાની પર ફિલ્માવાયેલું આ ગીત ...(અનિલ બિશ્વાસની) બુઝતી શમાનો છેલ્લો ચમકારો કહી શકાય. ફિલ્મમાં મુબારક બેગમનું પણ એક ગીત છે જે અનિલ બિશ્વાસનાં દીકરી શીખા (બિશ્વાસ) વ્હોરાએ એક સમારંભમાં યાદ કરાવ્યું હતું.
  • ન ફૂલોંકી દુનિયા - લતા મંગેશકર - સાઝ ઔર આવાઝ (૧૯૬૬) - નૌશાદ અલી - પાલકી, લીડર અને સાઝ ઔર આવાઝ નૌશાદના સાયંકાળની ફિલ્મો છે એટલે સંગીતનું પોત ક્યાંક નબળું દેખાય...લતા મંગેશકરની સાથે સાથીઓનો સ્વર ગીતને એક ગૂઢ, રહસ્યમયી, વાતાવરણ ખડું કરી આપે છે...મોટે ભાગે આ ગીત રાગ સોહિણી પર આધારીત છે.
[આડ વાતઃ આ ફિલ્મનાં બીજાં ગીતો સાંભળતાં સાંભળતાં સુમન કલ્યાણપુરના સ્વરમાં ગવાયેલું પુનમકી રાત આયી સાંભળવા મળી ગયું. ગીતની ધુન બહુ સાંભળેલી લાગે છે, પણ આ ગીત સાંભળ્યું ત્યારે તો પહેલી વાર જ સાંભળવાની લાગણી થઇ હતી.]
  • અય સબા ઉનસે કહ જરા - મોહમ્મદ રફી અને આશા ભોસલે - અલીબાબા ઔર ચાલીસ ચોર - ફિલ્મ સંગીત એસ એન ત્રિપાઠી અને ચિત્રગુપ્તના નામે છે, જો કે સંગીતમાં ચિત્રગુપ્તનો સ્પર્શ ક્યાંય જોવા નથી મળતો (ચિત્રગુપ્ત આમ તો એસ એન ત્રિપાઠીના મદદનીશની ભૂમિકા ભજવતા, કદાચ એટલે હશે?!). મજાની વાત એ છે કે ૧૯૫૪ના એ જ વર્ષમાં એસ ડી બર્મનનાં સંગીત હેઠળ '૪૦ બાબા એક ચોર' પણ આવી હતી, જેનાં ગીતો ઠીક ઠાક કહી શકાય તેવાં હતાં..ખેર, અત્યારે તો આ ગીતમાંનું એરેબીયન વાતાવરણ માણીએ......

મે ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં –
આયે તુમ યાદ મુઝે… ૧

પિન-અપ ગર્લ: નિગાર સુલતાના

રેતીના કણમાં વસતું વિશ્વ
અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૪ :
                                                                                                                      પ્રકાશિત થયેલ છે.

અંતમાં, આજના સંસ્કરણમાં આવરી લેવાયેલા લેખોમાંથી સંદર્ભ લઇને મળેલાં મોહમ્મદ રફીનાં કેટલાક બહુ જ અનોખાં ગીતોને યાદ કરીએ –

તેના પરથી આપણને એ જ ફિલ્મનાં ઝીંદગી કે મોડ પર અકેલે થે હમ, મિલ ગયે તુમ તો સહારા મિલા અને આંખોંમેં ન જાને (આશા ભોસલે સાથે) ગીતો યાદ આવી જાય.
  • તે જ રીતે ‘સાઝ ઔર આવાઝ’માં, લાંબા સમય બાદ સાંભળવા મળતું આશા ભોસલે સાથેનું ઘોડાગાડી ધુનનું યુગલ ગીત પ્યારકી રાહ બહારકી મંઝિલ, અને રહસ્ય પેદા કરતાં ગીતોની આગવી શૃંખલામાં પુરુષ અવાજની ઓછી ખેડાયેલી કેડી પરનાં ગીત, 'કિસને મુઝે સદા દી'નો પહેલો અને બીજો ભાગ પણ આપણી યાદને તાજી કરી રહે છે.

આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જુન ૨૦૧૫

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુન ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics વિષે આપણી શોધખોળ આગળ ધપાવી. આ મહિને આપણી શોધખોળનું હજૂ એક આગળનું પગલું ભરીશું. આ મહિને આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા' વિષે પ્રાથમિક માહિતીની તપાસ કરીશું.

Processes, Products & Services - ધ યુરોપીયન ફાઉન્ડેશન ફૉર ક્વૉલિટી મૅનેજમૅન્ટ, EFQM, તેમનાં સર્વગ્રાહી ઉત્કૃષ્ટતા મૉડેલનાં પહેલાં જ પગલાં તરીકે સુધારણાના પ્રયાસોને, પરંપરાગત અલગ અલગ ટુકડાઓની પધ્ધતિના પરંઅપરાગત દૃષ્ટિકોણને બદલે પ્રક્રિયાના દૃષ્ટિકોણથી સંગઠિત કરવાનું કહે છે.

Providing structure to continuous process improvement - ખ્વાજા મોઈનુદ્દીન – Value Stream Mapping, Six Sigma DMAIC, Lean Methodology અને સુધારણા સાથે સુસંગત સંસ્થાગત માળખાં જેવા વિકલ્પોની ચર્ચા કરે છે.
જુદી જુદી અધિશ્રેણી મુજબ ગઠિત થતી સુધારણા પ્રક્રિયા
Structure for success with business process improvement – જેફ્ફ ફીલ્ડિંગ – પ્રકલ્પ સંચાલન અને પરિવર્તન સંચાલનને પ્રક્રિયા સુધારણા સંચાલનનો આધાર બનાવવાનું કહે છે. આ માટે પ્રક્લ્પ સંચાલન ટીમ, પ્રક્રિયા માલિક, પ્રક્રિયા સુધારણા ટીમ, પ્રકલ્પ અગ્રણી કે ફીલ્ડ ટેસ્ટ ગ્રુપ જેવાં સંસ્થાગત સ્થાન મહત્ત્વની ભૂમિકા ભજવી રહે છે તેમ તેઓનું કહેવું છે.

Driving business process excellence: structure initiatives to get quick results – દેવ ભટ્ટાચાર્ય - સુ-ગઠિત માળખું વ્યૂહાત્મક પહેલની સફળતાની શક્યતા અનેક ગણી વધારી દઈ શકે છે. સુવ્યવસ્થિત રીતે ઘડાયેલ માળખામાં કેટલી બાબતો જાણીતી છે ત્યાંથી માંડીને કેટલી બાબતો સાવ જ નવી છે જેવાં અને પહેલની સંકુલતાનાં સ્તર મુજબ પરિવર્તન કે પ્રકલ્પ સંચાલનની યોગ્ય પધ્ધતિઓને આવરી લેવાતી હોય  છે. 



Applying the DMAIC Steps to Process Improvement Projects - હૅરી રૅવર-માં પ્રક્રિયા સુધારણા પ્રકલ્પના અધારરૂપ માળખાં તરીકે DMAICના ઉપયોગની વિગતે ચર્ચા કરાઈ છે.


ટકાઉ સુધારણા પ્રક્રિયા માટે કરીને કોઇ એક માળખાંગત વ્યવસ્થા વધારે પ્રચલિત ન હોય તે બહુ સમજી શકાય તેવી બાબત છે. આજે વિચારણા માટે લીધેલા લેખ દ્વારા એમ પણ ચોક્કસ ફલિત થાય છે કે સુધારણા પ્રક્રિયા લાંબા સમય સુધી અસરકારક રહે તે માટે સમયની માંગ મુજબ ફેરફારો કરી શકાય તેવી માળખાંકીય વ્યવસ્થા હોવી જોઈએ. આજના વિષય બાબતે આપણે આટલેથી જ અટકીશું. સુધારણા પ્રક્રિયાનાં હવે પછીનાં સોપાનોની આપણી સફર હજૂ પણ થોડા હપ્તા સુધી ચાલુ રહેશે.

આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ માટે સમીર ચૌગુલેના બ્લૉગ, Maverick SAM, ની મુલાકાત લઈશું.

સમીર ચૌગુલેનો પુસ્તક વાંચનનો શોખને પ્રતિબિંબિત કરતાં એંધાણ :
The Godfather by Mario Puzo

Quality Management in Construction Projects by Abdul Razzak Rumane

Emotional Intelligence: Why It Can Matter More Than IQ by Daniel Goleman

The Great Indian Dream by Arindam Chaudhuri Malay Chaudhuri

The Count of Monte Cristo by Alexandre Dumas
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy આપણા આ મહિનાના ASQ’s Influential Voice સુનિલ કૌશિકના લેખ, How Lean Helped Me Travel To Egypt With Just $500,ને રજૂ કરે છે.

Julia McIntosh, ASQ communications તેમનાRoundup: How Should the Quality Field Prepare For the Future?’માં ગુણવત્તા વ્યાવસાયિકો એ ભવિષ્ય - અને ભૂતકાળ - માટે શું તૈયારીઓ રાખવી પડશે તે વિષે ઘણા the ASQ Influential Voices બ્લૉગર્સે તેમનાં મંતવ્યો આપ્યાં છે. આ આખી ચર્ચાનો આધાર 2015 Future of Quality research report છે. વર્ષ ૨૦૦૬થી ASQ આ અહેવાલ તૈયાર કરે છે. આ વર્ષના અહેવાલની ખાસ વાત એ છે કે પરંપરાગત અર્થમાં આવરી લેવાતા ગુણવત્તા વ્યાવસાયિકો સિવાયના નિષ્ણાતો અને લેખકોનાં મંતવ્યો આ અહેવાલમાં આવરી લેવાયાં છે.

આ માસનું ASQ TVવૃતાંત છે : Introducing Quality Into Your Workplace - આપણાં કાર્યસ્થળે કામ કરતાં બહાં જ લોકો ગુણવત્તા સિધ્ધાંતો અને કાર્યપધ્ધતિઓથી અવગત ન પણ હોય. ગુણવતા અભિગમના અભાવનાં કેવાં ભારે પરિણામો આવી શકે છે જેવા મુદ્દઓની સામે આંગળી ચીંધવાની સાથે આજનું આ વૃતાંત ગુણવત્તા વિષેની પાયાની બાબતો પણ જાણ્કારી કેમ પૂરી પાડી શકાય તેની વાત કરે છે.

સંબંધિત વિડિયો ક્લિપ્સ:
Durham

The ASQ Audit Division site
આ મહિનાનાં ASQ’s Influential Voice છે – સુનિલ કૌશિક
સુનીલ કૌશિક ASQ-SSBB, PMP, and SPSM પ્રમાણિત છે.૧૦૦ ફોરયુન કંપનીઓ કક્ષાની કંપનીઓમાં પ્રકલ્પ અને ગુણવત્તા સંચાલનનો તેમને દસથી વધારે વર્ષનો અનુભવ છે. ઓરિગેમી અને ખોરાકની ચખણી જેવા નવીન પ્રયોગોની મદદથી તેઓ શાળાઓ, યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં ગુણવત્તાના વિષયો પર પ્રશિક્ષણ પૂરૂં પાડે છે.તેમનાં પત્ની સાથે આખી દુનિયાની સાયકલ પર સફરની તેઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. રસ્તે આવતી શાળાઓ, યુનિવર્સિટીઓમાં ગુણવત્તા પ્રશિક્ષણ આપવાની સાથે દરેક જગ્યાના ઉચ્ચ ગુણવત્તાના શેરીઓમાં મળતાં ખાવાપીવાનાં વિષે પણ તેઓ ખોજ કરવાનો આશય ધરાવે છે. Train and Trot તેમનો બ્લૉગ છે.

તેમની કેટલીક છેલ્લી પોસ્ટ્સઃ
· 100 Places to visit before I kick the bucket

· Toilets in Japan – An Inspiration for Quality Professionals

· Predicting the Voice of the Customer is a Million Dollar Question

· Quality Lesson from a 400 year old Mughal town

· Shillong and Cherrapunji through the Lens
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

Saturday, June 27, 2015

અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં, ગીતો : ૪ :



વર્ષ ૧૯૫૧ - આરામ, બડી બહુ, દો સિતારે, તરાના
 
  ૧૯૫૧નાં વર્ષમાં અનિલ બિશ્વાસનાં સંગીત નિદર્શનવાળી ૪ ફિલ્મો રજૂ થઇ હતી.

આરામ (દેવ આનંદ, મધુબાલા, પ્રેમનાથ),
બડી બહુ (શેખર, નિમ્મી, સુલોચના ચેટર્જી)
દો સિતારે (દેવ આનંદ, સુરૈયા, પ્રેમનાથ), અને 
દિલીપ કુમાર, મધુબાલાની સીમાચિહ્ન રુપ ફિલ્મ 'તરાના'.

આ ચાર ફિલ્મો મળીને પુરૂષ પાર્શ્વગાયકો સાથે ચાર અને સ્ત્રી પાર્શ્વગાયિકા સાથે બે એમ છ યુગલ ગીતો તેમ જ ૧૪ સોલો ગીતો લતા મંગેશકરને અંકે રહ્યાં.
આરામ (૧૯૫૧)
મનમેં કિસીકી પ્રીત બસા લે, ઓ મતવાલે - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
લતા મંગેશકરનાં સદાબહાર ગીતોમાં અગ્રસ્થાન મેળવતું રહેલ ગીત. ગીતના આરંભમાં કે અંતરા સમયે પિયાનો પર વગાડાયેલી ધૂન કર્ણપ્રિય તો છે જ, પણ સાથે સાથે સંગીતકારની એ વાદ્ય પરની હથોટીને પણ દાદ આપે છે.
મિલ મિલ કે બીછડ ગયે નૈન - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
આ ફિલ્મનાં અન્ય ગીતોની લોકપ્રિયતામાં આ ગીતની આંટીઘૂંટીઓ કદાચ ખોવાઇ જતી હોય તેવું જણાય.
 રુઠા હૈ ચંદા રુઠી હૈ ચાંદની, તુમ્હીં કહો કૌન મનાયે જી - ગીતકાર પ્રેમ ધવન
બહુ જ રમતિયાળ ભાવને હળવાશથી રજૂ કરતું ગીત
બલમવા નાદાન .. બલમા જા જા રે - ગીતકાર પ્રેમ ધવન
મુખડાની શરૂઆતમાં 'બલમવા નાદાન' ગવાય ત્યારે પરદા પર નર્તકીની મરોડની અંગભંગી ને ચરિતાર્થ કર્યા પછીથી ગીત વાણિજ્યિક નૂત્યની લય પકડી લે છે.
 બીગડ બીગડ કે બની  - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
મુખડામાં આલાપ નાયિકાનાં મનની કરૂણાને વ્યકત કરે છે.

બડી બહુ (૧૯૫૧)

મુન્શી ડોગરા હાંજી, અરજી એક લીખો - ચંદન બાળા સાથે - ગીતકાર - સફદર આહ સીતાપુરી
ચિતચોરનું નામ લખાવવું પડે તેવી અરજી લખાવવા જતાં દિલની ધડકનો કંપી ઉઠે તે સ્પંદનોને વાચા આપતું એક હળવું યુગલ ગીત
સીતારોં ચાંદ સે કહ દો - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
દરેક અંતરાના અંતમાં ચાંદસે કહ દો કહ દો કહ દો એમ 'કહ દો' ને બેવડાવીને નાયિકા પોતાનો સંદેશ ભૂલાઇ ન જાય તેની ભારપૂર્વકની યાદ સિતારાઓને કરાવી દે છે.
બદલી તેરી નજર તો નઝારે બદલ ગયે - ગીતકાર પ્રેમ ધવન
કુદરતનાં દરેક અંગની નજર પ્રિયતમની નજર બદલતાંની સાથે જ બદલી ગઇ છે, તેવી શિકાયતના સૂરને ઘુંટતું ગીત..
મુકેશ સાથેનાં યુગલ ગીતો - કાહે નજરોંમેં કજરા ભરે (પ્રેમ ધવન) અને પ્યારકી રાહમેં ભટકનેકા ડર (પી એન રંગીન) - આપણે મુકેશના ઘડવૈયા : અનિલ બિશ્વાસ - ૧૯૫૦ના દાયકાનાં ગીતો માં સાંભળી ચૂક્યાં છીએ.
દો સિતારે (૧૯૫૧)
ફિલ્મમાં સુરૈયા નાયિકાની ભૂમિકામાં છે એટલે વધારે ગીતો તેને ફાળે જ ગયાં હોય એ  સ્વાભાવિક છે. (એ ગીતો અહીં સાંભળી શકાશે : દુર પપીહા બોલા...અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલાં  સુરૈયાનાં અનેરાં ગીતો - ઉત્તરાર્ધ)
ઇધર ખો ગયા યા ઉધર ખો ગયા - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
નવપલ્લવિત પ્રેમમાં દિલ ખોઈ ચૂકેલી મુગ્ધાની ભાવનાની ઉછળકૂદને ઢોલકની થાપ, વાંસળીના સૂર અને વાયોલીનની લયમાં ઝીલતું ગીત
મેરી આસમાની ઘોડી - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
ઘોડીની રવાલ ચાલના ટપ્પા અને તેની સાથે વહેતા પવનની સેરનો આભાસ કરાવતું સંગીત.

તરાના (૧૯૫૧)

બોલ પપીહે બોલ - સંધ્યા મુખર્જી સાથે -
એક નાયિકા મુક્ત વાતાવરણમાં પપીહાના બોલ સાઅથે તાલ મેળવે છે તો બીજી નાયિકા શહેરનાં વાતાવરણમાં એ લાગણીઓને અનુભવે છે. સ્ત્રી-યુગલ ગીતોમાં આજે પણ અગ્રસ્થાને આ ગીત રહ્યું છે, અને આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.
મોસે રુઠ ગયો મેરા સાંવરીયા કિસકી લગી હાય હાય કિસકી લગી જૂલ્મી નજરીયાં - ગીતકાર ડી એન મધોક
મુખડામાંના શબ્દો - કિસકી લગી હાય હાય કિસકી લગી જૂલ્મી નજરીયાં -ને ફેરવી ફેરવીને નાયિકાનાં મનની તડપને વ્યકત કરી છે.
યું છૂપ છૂપ કે સબ સે છૂપ છપ કે મેરા આના - ગીતકાર ડી એન મધોક
છૂટાં પડતાં પહેલાં પ્રેમિકા પ્રિયતમને યાદ કરાવે છે કે તે જ્યાં પણ જશે ત્યાં આમ છૂપાઈ છૂપાઈને મળવા આવું ભૂલાય નહીં...
બેઈમાન તોરે નૈનવા નિંદીયા ન આયે - ગીતકાર ડી એન મધોક
પ્રેમિકા તેના પ્રિયતમને એક ઝલપભર નીંદર ખેંચી  લેવા માટે 'હાલરડું' ગાઇ રહી છે. લતા મંગેશકરનાં શિરમોર ગીતોમાંનાં સિમાચિહ્ન ગીતો પૈકીનું ગીત . ગીતની શરુઆતમાં અને અંતમાં  વાદ્યવૄંદમાં વાંસળીનો બહુ જ અનોખી રીતે પ્રયોગ કરાયો છે.
વો દિન ગયે કહાં બતા – ગીતકાર ડી એન મધોક
દિલનાં ઊંડાણોમાંથી વિરહની પીડાને મૂર્ત કરતું ગીત
વાપસ લે લે યે જવાની - ગીતકાર કૈફ ઈરાની
સ્વાભાવિકપણે વિકસતી પ્રેમની  કુંપળોને જે જવાનીમાં ફૂલવા ફાલવાની જગ્યા ન હોય તેવી જવાની તો પાછી જ લઇ લે તો શું ખોટું......
તલત મહમૂદ સાથેનાં બે યુગલ ગીતો - નૈન મિલે નૈન હુએ બાવરે અને સીનેમેં સુલગતે હૈ અરમાં - હિંદી ફિલ્મોનાં સમગ્ર યુગલ ગીતોમાં અગ્ર સ્થાન મેળવતાં રહ્યાં છે. આ બંને ગીતો આપણે અનિલ બિશ્વાસ અને તલત મહમુદ - એક અનોખું સંયોજન - સોંગ્સ ઑફ યૉરમાં પણ સાંભળી ચૂક્યાં છીએ.


હવે પછીના ૨૬ સપ્ટેમ્બર,૨૦૧૫ના અંકમાં અનિલ બિશ્વાસનાં બેટન હેઠળ લતા મંગેશકરની સવારીની આગેકૂચમાં આપણે પણ સામેલ થશું......

Wednesday, June 24, 2015

અદૃશ્ય પાત્રો

નવલિકાસ્વરૂપે ઇતિહાસનું અત્તર :‘અદૃશ્ય પાત્રો'

લેખક:હરેશ ધોળકિયા | ઈ-સંપર્ક સરનામું: dholakiahc@gmail.com
પ્રથમ આવૃતિ, ૨૦૧૫ | ISBN : 978-93-5162-168-3 | પૃષ્ઠ: ૧૬+૧૪૪ |કિંમત : રૂ. ૧૨૫/-
પ્રકાશક:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ । ફોન :+૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩| ઈ-સંપર્ક સરનામું: goorjar@yahoo.com


 હરેશ ધોળકિયા 'અદૃશ્ય પાત્રો'નાં સર્જનને એક સુખદ અકસ્માત ગણે છે. ૨૦૦૯માં કચ્છનો બૃહદ્‍ ઇતિહાસ લખવાના એક પ્રકલ્પમાં તેઓ પણ જોડાયા હતા. એ કામ માટેની સામગ્રીનો અભ્યાસ કરતાં કરતાં એ સમયનાં કેટલાંક પ્રધાન પાત્રો અને ઘટનાઓ તરફ તો ધ્યાન ખેંચાય તે તો સ્વાભાવિક ઘટનાક્રમ ગણાય. પરંતુ કેટલાંક તદ્દન ગૌણ કહી શકાય એવાં પાત્રો પણ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરતાં રહ્યાં હતાં. આ પાત્રોનો ઉલ્લેખ ભલે એકાદ લીટીથી વધારે થતો જોવા ન મળે, પણ ભાગ્યે જ કોઈ ઓળખતું હોય કે તેના વિષે જાણતું હોય એવાં આ 'અદૃશ્ય પાત્રો'એ ઇતિહાસની તવારીખને તેમની અદૃશ્ય હાજરીથી એક નિશ્ચિત દિશા આપી છે.

આ પાત્રો તેમના મનમાં ઘુમરાતાં રહ્યાં, 'મારી વાત કરો' - એમ સતત કહેતાં રહ્યાં. તે સમયની ઘટનાઓ સાથેના સંદર્ભો વડે આ પાત્રો ધીમે ધીમે ટૂંકી વાર્તાઓના સ્વરૂપે સાકાર થતાં ગયાં. લેખક કહે છે કે, "જેમ જેમ લખતો ગયો, તેમ તેમ એ દરેક પાત્ર જાણે સામેથી લખાવતું હતું. આવાં દસ પાત્રોની વાતોને વાચા આપતી નવલિકાઓ આ સંગ્રહમાં સમાવી લેવાઈ છે.

પહેલી વાર્તા 'જીકડી' દસમી સદીમાં કચ્છના લાખા ધુરારાના વંશજ જામ સાડના સમયની વાત છે. જામ સાડનો સાળો જ દગાથી રાજાને મારી નાખે છે, તેની સામે થયેલી રાણી પણ ખપી જાય છે. એવા સમયે રાજગાદીના વંશજ ફૂલ કુમારને રાણીની વફાદાર દાસી જીકડી – ફરાક- પોતાના પંડના દીકરાના જીવના ભોગે પણ બચાવી લે છે, યોગ્ય ઉછેર કરે છે અને સમય આવ્યે રાજ્ય પાછું અપાવે છે.

બીજી વાર્તા 'ચોકીદાર'માં અંધ ચોકીદારની આંતરસૂઝ અને પોતાની ફરજ પ્રત્યેની અખૂટ વફાદારીની રોમાંચક કહાની કહેવાઈ છે. સામાન્ય કહી શકાય એવા ચોકીદારની ખુદ્દારી આપણા હૃદયમાં માનભર્યું સ્થાન અપાવી દે છે.

ત્રીજી વાર્તા 'લંઘો' પણ સેવકની શુદ્ધ વફાદારીની ચરમ સીમાની હદયસ્પર્શી વાત છે. જામ રાવળને હંમેશ એવો વહેમ રહ્યો છે કે તેના પિતા લાખાજીનાં ખૂનમાં મહારાવ ખેંગારજી પહેલાના પિતા રાજા હમીરજીના કુટુંબનો હાથ છે. હમીરજીના ઘણું ય સમજાવ્યા છતાં જામ રાવળ માનવા તૈયાર નથી. જામ રાવળ કુળદેવી આશાપુરા માતા સામે છાતી પર હાથ રાખી શપથ લઈને કહે છે કે હવે તેનું વેર નથી અને હમીરજીને હૃદયપૂર્વક પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે છે. રાજા હમીરજી જામ રાવળનાં આમંત્રણથી ભોળવાઈને તેના ગામ, બારા, આવે છે. તેમના વફાદાર અંગરક્ષકોની સાવચેતી છતાં જામ રાવળ દગાથી હમીરજીની હત્યા કરવામાં સફળ થાય છે. લોહીલુહાણ હમીરજીની નજીક પડેલો અને એ ઝપાઝપીમાં મરણતોલ જખ્મી થયેલ વફાદાર નોકર, લંઘો, પોતાના માલિકની જાન તો બચાવી ન શક્યો, પણ રાજવી શુદ્ધતાને અક્ષુણ્ણ રાખવા, બન્નેનાં ભળી જવા લાગેલાં લોહીને પોતાની તલવારથી રોકી લે છે. એક અદના વ્યક્તિમાં પાયાનાં મૂલ્યોનાં મૂળિયાં કેટલાં ઊંડાં હોય છે તે આ વાર્તા આપણને સમજાવી જાય છે.

ચોથી વાર્તા 'સમગ્ર વંશની માતા' એ સાવ અલૌકિક લાગે તેવી ઘટના છે. રાવ ખેંગારજી પહેલા અને તેમના મોટા ભાઈ, જામ રાવળના મારાઓથી બચતા બચતા, અમદાવાદ ભણી નાસતા હોય છે. માર્ગમાં ભીયાં કકલ અને તેમની પત્નીના ઝૂંપડે આશરો લે છે. જામ રાવળના માણસો પગેરૂં દબાવતાં ભીયાં કકલને બારણે પહોંચી આવે છે. ભીયાંને ડરાવીને સાચી માહિતી કઢાવવા માતાપિતાની સામે એક પછી એક એમ છ છ પુત્રોનાં માથાં ધડથી અલગ કરતા જાય છે. તે સમયે ભીયાં અને ખાસ કરીને છ છ પુત્રોની માની બહાદુરીનાં જે દર્શન થાય છે તે આજે પણ આપણાં હૃદયને હચમચાવી નાખે છે. એ કારમી પળે એક માએ પોતાનાં હૃદય પરના ઘા ઝીલીને પણ દાખવેલ બહાદુરી અને વફાદારીને કારણે જ કચ્છમાં જાડેજા વંશ ચાલુ રહી શક્યો. એ નારીની મહાનતા હજી પણ ઘણી ઊંચાઇઓ સર કરે છે - પોતાના જીવનના અંત સુધી તે રાજા પાસેથી પ્રેમ સિવાય કશું જ વળતર નથી જ લેતી.

"ઘુંઘરિયાળો પાળિયો" રાવ લખપતજી સાથે સંકળાયેલી વાર્તા છે. કલાકાર, કવિ, સંગીતકાર, પંડિત, કલ્પનાશીલ, ચતુર અને જ્ઞાની રાવની એક બહુ મોટી નબળાઈ હતી. નવી સુંદર છોકરી જૂએ અને તેમની બાકીની બધી જ વિદ્યાઓ ઓગળી જતી. તેમણે રચેલો અદ્‍ભૂત આયના મહેલ, નૃત્ય અને કાવ્યો સાથે અનેક તરુણ અને યુવાન નિસાસાઓનો પણ સાક્ષી હતો. લખપતજી મૃત્યુ પામે છે ત્યારે તેમની સોળ રખાતોને ડર છે કે મહારાણી હવે તેમનું જીવતર મૃત્યુથી પણ વધારે અકારૂં કરી નાખશે.એટલે એ બધી રખાતોમાંથી રાવને સહુથી વધારે પ્રિય એવી સામુના નેતૃત્વમાં બધીય રખાતો રાવની સાથે 'સતી' થઈ જાય છે. રાવ લખપતજીની છેલ્લી ઇચ્છા મુજબ તેમના સ્થપતિ સરખા મિત્ર રામસિંહ માલમે રાવના દેહવિલયની જગ્યાએ, ખૂણેખૂણે નક્શીકામના બેનમૂન સૌંદર્યથી છલકાતી, છતરડીનું સર્જન કર્યું. તેમાં રાવના પાળીયા સાથે તેમણે એ સોળ યુવતીઓના પણ પાળિયા પણ એ છતરડીમાં મૂક્યા છે.

(સંપાદકીય નોંધ :૨૦૦૧ના ભૂકંપમાં આ છતરડીઓ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તે પછીથી તેમને પુનઃસ્થાપિત પણ કરાઈ છે. છતરડીનો અહીં મૂકેલો ફાઈલ ફોટો ઇન્ટરનેટ પરથી સાભાર લીધેલ છે.)

"હોલી" એક એવી અજ્ઞાત પત્નીની સત્યઘટના છે જેની ઈર્ષાળુ સાસુ તેને ક્યારેય પણ પોતાના દીકરા સાથે સંસાર જ માંડવા નથી દેતી. એક કાચી પળે પતિ સાથે માણવા મળેla દાંપત્ય સુખના પરિપાક રૂપે તે જ્યારે બેજીવી થાય છે, ત્યારે તેની સાસુ વાટેલો કાચ ભેળવેલ લાડુ ખવડાવી મારી નાખવાનો પેંતરો પણ રચી કાઢે છે. આ બહાદુર અને હિંમતવાન નારી ત્યારે ક્ચ્છના મહારાવ સામે જાહેરમાં જઈને આ કારસ્તાન ઉઘાડું પાડે છે. તેના મૃત્યુ સમયે તેના (માવડીયા, કાયર) પતિને કાંધ દેવાની સ્પષ્ટ મનાઈ તે પોતાના દીકરાને જણાવી ગઈ હોય છે.

"ગાયિકા" મુખોપમુખ જ કહેવાતી રહેલી કહાની છે. સ્વામી વિવેકાનંદ અજ્ઞાત સાધુ તરીકે કચ્છની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફરતાં ફરતાં માંડવી પણ ગયેલા. ત્યાં તેમને જાણવા મળ્યું કે અહીં એક છોકરી ધ્રુપદગાયન જાણે છે. બન્ને જણ મંદિરની નિશ્રામાં ધ્રુપદગાયનની સંગતની અલૌકિક અનુભૂતિને સાક્ષાત કરે છે.

કચ્છના મહાન ક્રાન્તિકારી શ્યામજી કૃષ્ણજી વર્માના જીવનમાં તેમનાં નાનીનો અને પત્ની ભાનુમતીનો જે અબોલ ફાળો રહ્યો છે તેને, અનુક્રમે, "નાની" અને “ભાનુમતી"માં અક્ષરદેહ અપાયો છે. બંને વાર્તાઓમાં તેનાં મુખ્ય પાત્રો 'નાની' અને 'ભાનુમતી'નાં વ્યક્તિત્વોનાં સુક્ષ્મ પાસાંઓ ઝીલી લેવાયાં છે.

"સૂર્યના વારસદાર'માં ૧૯૨૫માં ગાંધીજીના કચ્છના પ્રવાસના સમયની સામાજિક માન્યતાઓનું ચિત્રણ રજૂ થાય છે. એ સમયે જે અનુભવો થયા એ અનુભવો કોઈ બીજા કાચાપોચા યુવાનને તેના આદર્શની શોધના માર્ગમાંથી વિચલિત કરી મૂકે તો નવાઈ ન કહેવાય. પણ આ વાર્તામાં વણી લેવાયેલા ત્રેવીસ જ વર્ષના યુવાન કાંતિપ્રસાદના મનોબળનાં મૂળિયાં વધારે મજબૂત થયાં હોય એમ ફલિત થાય છે.

"સૂર્યના વારસદાર" પર ક્લિક કરવાથી વાર્તા વાંચી શકાશે.


વાસ્તવિક જીવનમાં પણ આ પ્રકારની વ્યક્તિઓની કોઈ જ ખાસ ઓળખ નથી હોતી. પોતાને માથે જે જવાબદારી આવી પડી છે તેને પોતાથી બનવી પૂરી નિષ્ઠાથી નિભાવવી એ તેમની પ્રકૃતિ છે. ક્યારેક તેઓ તેમની વફાદારીની ભાવનાના ઊંડે સુધી વહેતા પ્રવાહો તેને પોતાની શક્તિ બહાર, પરિસ્થિતિ સામે, ઝઝૂમવા પ્રેરે છે. પણ એક વાત તો નક્કી જ છે કે તેઓ જે કંઈ કરે છે તેમાં વર્તમાન કે ભાવિ નામનાની ખેવનાનો તો જરા સરખો પણ અંશ નથી જ. ઇતિહાસનાં પાનાઓમાં ધરબાઈને કહેવાયેલી એકાદ પંક્તિમાં તેઓ અચૂકપણે ધ્યાન આકર્ષી જ લે છે.

આ વાર્તાસંગ્રહની દરેક વાર્તામાં મુખ્ય પાત્ર આ જ રીતે પોતપોતાની વાત આપણાં ચિત્ત પર ચોંટાડી જવામાં સફળ રહે છે. કચ્છના ઇતિહાસ સાથે પરિચિત ન હોય તેવા વાચકને પણ આ દરેક વાર્તા આપમેળે જ ગમે તે રીતે રજૂ કરવામાં આવી છે.

Saturday, June 20, 2015

સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો (૨)


clip_image002


આની પહેલાંના અંકમાં આપણે વિરામ લીધો ત્યારે જોયું હતું કે 'કાલા બાઝાર'માં પણ બર્મનદાએ દેવ આનંદ માટે એક યુગલ ગીતમાં મન્નાડેનો સ્વર જરૂર વાપર્યો હતો, પણ મોહમ્મદ રફીનાં ગીતોની સફળતાએ લટકાવેલાં 'હાઉસફુલ'નાં પાટિયાંઓમાં એ 'કાળા બાઝારી' કરામત શ્રોતાઓએ સાંભળી નસાંભળી કરી નાખી એમ જણાય છે.
આ અદ્‍ભૂત સંયોજનમાંથી નીપજેલ આગળ ઉપરનાં મોતીઓનાં ઝળાંહળાં પ્રકાશને આપણે આજે અનુભવીએ.
બાત એક રાત કી (૧૯૬૨) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
અકેલા હૂં મૈં ઈસ દુનિયા મેં
સચીન દેવ બર્મનની હલકી ફુલકી ધૂનને આડી અવળી ઊંચી નીચી ચડાવ ઉતરાવથી મધુર ગતિમય બક્ષવામાં મોહમ્મદ રફીની ગાયકીની હરકતો કામયાબ રહે છે.

આ ફિલ્મમાં સચીન દેવ બર્મને મોહમ્મદ રફીના અવાજને નાયક તેમ જ કોમેડીયન એમ બંનેનાં પાર્શ્વગાયનમાં આગવી અસરકારકતાથી કામે લીધેલ છે, જેને આપણે જૂદા લેખમાં જોઇશું.

આ ફિલ્મમાં પણ જેને દેવ આનંદનું સિગ્નેચર ગીત કહી શકાય તેવું ગીત - ન તુમ હમે જાનો, ન હમ તુમ જાને - ફરી એક વાર હેમંત કુમારના સ્વરમાં વણી લેવાયું છે. ફિલ્મમાં બીજાં યુગલ ગીતોમાં આશા ભોસલેના સ્વરના ઉપયોગ કરાયો છે, પણ આ ગીતનાં જોડીદાર ગીતમાં સુમન કલ્યાણપુરના સ્વરનો પ્રયોગ કરાયો છે.
તેરે ઘર કે સામને (૧૯૬૩) - ગીતકાર : હસરત જયપુરી
દિલકા ભંવર કરે પુકાર, પ્યારકા રાગ સુ…નો રે
કુતુબ મિનારની સીડીઓ પર દિલનો ભ્રમર તો પ્રેમિકાને પ્રેમાલાપની ગુંજારવ જ સંભળાવતો રહે છે...


તુ કહાં યે બતા ઈસ નશીલી રાતમેં
મોહમ્મદ રફીના નશીલા અવાજની પુકાર શેરીએ શેરીએ ગૂંજે તો ઠંડી રાતનાં ધુમ્મસની ગમે એટલી જાડી દિવાલમાંથી એકલી પ્રેમિકા જ નહીં પણ ગામની દરેક વ્યક્તિ બારી ખોલીને ગીત સાંભળવા કાન તો માંડી જ દે....

સૂન લે તુ દિલકી સદા, પ્યાર સે પ્યાર સજા
ગીતનાં પહેલાં સ્વરૂપમાં પ્રેમિકાને પ્રેમના સંદેશની સદા પહોંચાડવાની રોમાંચક કસ્મકશને ઉજાગર કરાઇ છે, તો બીજાં સ્વરૂપમાં બે વડીલોની જીદને પ્રેમની સદાથી ઓગાળવાની અરજ છે.


ગાઈડ (૧૯૬૫) - ગીતકાર : શૈલેન્દ્ર
તેરે મેરે સપને એક રંગ હૈ
પ્રેમીના દિલની ઊંડાઇમાંથી ઉઠતા અવાજની સહૃદયતાને મોહમ્મદ રફી બહુ જ સહજતાથી રજૂ કરી રહ્યા છે.

દિન ઢલ જાયે હાયે રાત ન જાય

‘ઐસી હી રિમઝીમ ઐસી ફૂહારે, ઐસી હી થી બરસાત’ની યાદોમાં સાથે સાથે હોવા છતાં આટઆટલાં અંતર પડી જાય એવા દિવસ તો કાઢી કઢાય, પણ રાતની એકલતાને કેમ સહન કરવી... આ દર્દની ઘુટનની તડપને મોહમ્મદ રફીનો સ્વર ઘૂંટતો જ રહે છે….

ક્યા સે ક્યા હો ગયા, બેવફા તેરે પ્યારમેં

પ્રેમમાં મળેલી બેવફાઈની શિકાયતમાં ફરિયાદના આક્રોશને પ્રેમની મજબુરીની આહટમાં ગુંજતી કરવાનું દર્દ જે સંગીતકારે કલ્પ્યું હશે તેને મોહમ્મદ રફી સિવાય આટલું વધારે જીવંત કોણ કરી આપી શકે??

તીન દેવિયાં (૧૯૬૫) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાયે
કામિની નજરના નશામાં હમણાં જ કોઇ ખુબસુરત ખતા થઇ બેસશે તેવી ઉત્કટતાની શાયરાના અંદાઝમાં પેશકશ

કહીં બેખયાલ હો કર કહી છૂ લિયા કિસીને

કોઇની બેખયાલી જ્યારે સ્પર્શી જાય ત્યારે કેવાં કેવાં ખ્વાબ આંખોની સામે તરી ઊઠે...

ગૅમ્બલર (૧૯૭૧) - ગીતકાર : નીરજ
મેરા મન તેરા પ્યાસા
સચીન દેવ બર્મન - મોહમ્મદ રફી - દેવ આનંદનાં ત્રિકોણીય સંયોજનનું આખરી સોલો ગીત આપણને પણ તરસ્યા મૂકી દે છે………………………

સચીન દેવ બર્મને મોહમ્મદ રફીના અવાજનો દેવ આનંદ માટેનાં યુગલ ગીતોમાટે, અને અન્ય અભિનેતાઓ માટે, કેવો અને કેટલો ઉપયોગ કર્યો તે હવે પછી...





Saturday, June 6, 2015

સચીન દેવ બર્મન અને મોહમ્મદ રફી : દેવ આનંદ માટે ગવાયેલાં સોલો ગીતો (૧)


clip_image002clip_image004clip_image006

હિંદી ફિલ્મના સમયના સુવર્ણ કાળની ત્રિમુર્તિ તરીકે દિલીપ કુમાર, રાજ કપુર અને દેવ આનંદની કારકીર્દી દરમ્યાન ફિલ્મ સંગીત પણ હિમાલયની ઊંચાઇઓ સર કરતું રહ્યું. દિલીપ કુમાર સાથે સંગીતકાર તરીકે નૌશાદ અને ગાયક તરીકે મોહમ્મદ રફીનાં આગવાં સમીકરણની જેમ રાજ કપુર સાથે શંકર જયકિશન અને મુકેશનાં નામ લેવાય તો દેવ આનંદ સાથે સચીન દેવ બર્મનની સાથે જેટલું કિશોર કુમારનું નામ લેવાય એટલું જ આદરથી મોહમ્મદ રફીનું પણ નામ લેવાતું રહ્યું છે. જો કે સુવર્ણ કાળની ખૂબી એ છે કે આ ત્રિમુર્તિનાં અન્ય સંગીતકારો કે ગાયકો સાથેનાં ગીતો સંખ્યામાં આછાં પાતળાં જરૂર રહ્યાં હશે, પણ ગીતોની ગુણવત્તા કે લોકચાહનામાં આ ગીતો તસુ ભાર પણ ઊણાં નથી ઉતર્યાં. વેબ ગુર્જરી પરની ફિલ્મ સંગીતની સફરમાં આપણે આવી અલગ અલગ મેળવણીની લુત્ફ માણવાના જલસા કરીશું.

અનિલ બિશ્વાસનાં રચાયેલાં ગીતોની સફર આપણે ખેડી જ રહ્યાં છીએ. તેની સમાંતરે જ આપણે હિંદી ફિલ્મ સંગીત જગતના એક બહુ જ ખ્યાત, બહુ આયામી એવા સચીન દેવ બર્મનનાં ગીતોની પણ કેડીઓ કંડારવાનું, આ સાથે, શરૂ કરી છીએ. સચીન દેવ બર્મને રચેલાં ગીતોમાંથી આપણે તેમનાં રચેલાં પુરુષ સોલો અને યુગલ ગીતોથી આપણી સફરની શરૂઆત કરીશું.

સચીન દેવ બર્મને બધું મળીને લગભગ ૧૬૯ જેટલાં પુરુષ સોલો ગીતો હિંદી ફિલ્મો માટે રચ્યાં છે , જે પૈકી કિશોર કુમાર માટે કુલ ૧૧૫માંથી ૫૩ અને મોહમ્મદ રફી માટ કુલ ૯૦માંથી ૪૫ સોલો ગીતોની રચનાઓ કરી. આ સિવાય સચીન દેવ બર્મને એ સમયના અન્ય અગ્રણી પુરુષ ગાયકોમાં મન્નાડે (કુલ ૩૯માંથી ૨૪ સોલો ગીતો), તલત મહમુદ (૧૪માંથી ૧૦), હેમંત કુમાર (૧૪માં ૧૦), મુકેશ (૧૨માંથી ૪)નો પણ એટલી જ સહજતાથી ઉપયોગ કરવાની સાથે પોતાના જ અવાજમાં કુલ ૧૪માંથી ૧૦ સોલો ગીતો પણ હિંદી ફિલ્મ જગતને આપ્યાં છે.

આજે આપણે સચીન દેવ બર્મને દેવ આનંદ માટે રચેલાં મોહમ્મદ રફીનાં સોલો ગીતોની વાત કરીશું.

મોહમ્મ્દ રફી પાસે પહેલું (સોલો) ગીત ૧૯૪૭માં ગવડાવ્યા બાદ, જેને નિયમને બદલે અપવાદ વધારે ગણી શકાય એ રીતે સચીન દેવ બર્મન મોહમ્મદ રફીનો સોલો ગીતો માટે જ બહુ અલપ ઝલપ ઉપયોગ કરતા રહ્યા હતા, તેમાં પણ દેવ આનંદ માટે તેમની પસંદ તલત મહમુદ કે હેમંત કુમાર કે પછી કિશોર કુમારની જ રહી હતી. મોહમ્મદ રફીનો કદા ક્વચિત તેઓ ઉપયોગ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં યુગલ ગીતોમાં બખુબી કરતા રહ્યા, પણ દેવ આનંદ પર ફિલ્માવાયેલાં સોલો ગીત માટે આપણે છેક ૧૯૫૮ સુધી રાહ જોવી પડશે.
કાલા પાની (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
હમ બેખુદીમેં તુમકો પુકારે ચલે ગયે
સચીન દેવ બર્મને પોતાના જ અવાજમાં ગાયેલાં બંગાળી ગીત - ગમ ભુલેચી
-ને અહીં સાવ જ નવા અંદાજમાં રજૂ કર્યું.

આ ગીત દેવ આનંદ માટેનાં પાર્શ્વ ગાયનની દૃષ્ટિએ તો એક અનોખું પ્રકરણ રચી જ રહ્યું, પણ તે સાથે સચીન દેવ બર્મનનાં સ્વર નિયોજનમાં મોહમ્મદ રફીનાં સ્થાનને એક નવી ઊંચાઇએ લઇ જનારું પણ બની રહ્યું.
સોલવા સાલ (૧૯૫૮) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
યહી તો હૈ વોહ
રફીની ગાયકીમાં યુવાનોની તોફાની મસ્તીની છાંટ દેવ આનંદની રોમેન્ટીક નાયકની છાપને વધારે રોમાંચક કરી મૂકે છે

આ ફિલ્મમાં પણ જેને ફિલ્મનું મુખ્ય ગીત કહી શકાય તેવું ગીત - હૈ અપના દિલ તો આવારા (જે ફિલ્મમાં બે અલગ અલગ સિચ્યુએશનમાં ઉપયોગમાં લેવાયું છે) - હજૂ પણ દેવ આનંદના (એક સમયના) પાર્શ્વઅવાજ હેમંત કુમારના સ્વરમાં જ છે. આ ગીત ત્યારે પણ બહુ જ લોકપ્રિય થયું હતું, અને આજે પણ યાદ કરાય છે, તેથી જે કંઇ વ્યવસ્થા થઇ તે યોગ્ય પણ હતી જ એટલું તો સ્વીકારવું પડે !
બમ્બઇકા બાબુ (૧૯૬૦) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
સાથી ન કોઇ મંઝિલ
હિંદી ફિલ્મ સંગીતનાં સીમા ચિહ્ન રૂપ ગીતોમાં સ્થાન પામતાં ગીતો હવે સચીન દેવ બર્મન - મોહમ્મદ રફીનાં સંયોજન માટે સ્વાભાવિક ઘટના બનવા લાગ્યાં હતાં.

સચીન દેવ બર્મનની પ્રયોગલક્ષીતા પણ અચરજ પમાડે તેવી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ધારાનાં કહી શકાય તેવાં ગીતોમાં મોહમ્મદ રફીના અવાજની લાક્ષણિકતાઓનો બહુ જ અસરકારક ઉપયોગ કરવા ઉપરાંત થોડી અલગ સિચ્યુએશનનાં દેવ આનંદ પરનાં ગીત તક ધૂમ તક ધૂમ બાજેમાં મન્ના ડેનો અને બેકગ્રાઉંડ ગીતની - ચલ રી સજની અબ ક્યા સોચે - સિચ્યુએશનમાં મુકેશનો પણ તેમણે ઉપયોગ કર્યો છે.
એક કે બાદ એક (૧૯૬૦) - ગીતકાર : કૈફી આઝમી
ઠુમક ઠુમક ઠુમક હાયે ચલી તૂ કીધર
એક વાર ફરીથી દેવ આનંદની રોમેન્ટીક ઇમેજને બરકરાર કરતું ચુલબુલું ગીત, જેમાં રફીને પણ તેમની ગાયકીની અદાઓને રજૂ કરવા માટેનું પૂરતું ખુલ્લું મેદાન મળી ગયું છે.

ચલી યે ફૌજ હમારી રે
બાળ સહજ મસ્તીની હરકતો કરવામાં પણ મોહમ્મદ રફી કંઇ ક્મ નહોતા...

કાલા બાઝાર (૧૯૬૦) - ગીતકાર : શૈલેન્દ્ર
ખોયા ખોયા ચાંદ ખુલા આસમાં
મોહમ્મદ રફીએ તેમના અવાજની લયને સહારે આપણને પણ ખુલ્લાં આકાશની નીચે વિહરવાના અનુભવની મજા માણતાં કરી મૂક્યાં છે.

અપની તો હર આહ એક તૂફાન હૈ
અહીં તો મોહમ્મદ રફીના અવાજની મખમલી શરારતોએ તોફાન મચાવી દીધાં છે..

સુરજકે જૈસી ગોલાઇ.... તેરી ધૂમ હર કહીં

એ સમયે ફિલ્મોનાં પ્રિમિયરની કેવી ધમાકેદાર રજૂઆત થતી, તે યાદ કરાવી આપે છે આ ગીત. ગીતની શરૂઆતની ક્લિપમાં ફિલમ જગતની બડી બડી હસ્તીઓને તેમની યુવાનીમાં જોવાનો એક આ વધારાનો લ્હાવો છે.

ફિલ્મ સંગીતના ઇતિહાસકારો નોંધે છે કે આ ફિલ્મથી દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની 'નવકેતન'ની આ ફિલ્મમાં દેવ આનંદના મુખ્ય પાર્શ્વ અવાજ રૂપે મોહમ્મદ રફી આરૂઢ થઈ ચૂક્યા ગણાય. સચીન દેવ બર્મન કોઇ અકળ કારણોસર પ્રયોગો તો કરતા જ રહે છે. અહીં પણ તેમણે યુગલ ગીતમાં મન્ના ડેના સ્વરનો (બખૂબી) ઉપયોગ કર્યો.
જો કે આપણે એ સુવર્ણ ભૂતકાળનાં આટલાં વર્ષો પછીના આજના તબક્કે કોઇ સમીક્ષાત્મક કે તુલનાત્મક પરિક્ષણમાં ઉતરવાને બદલે સંગીતની ખૂબીઓને માણવા પ્રત્યે જ વધારે ધ્યાન આપવાનું પસંદ કરીશું. સચીન દેવ બર્મન હવે પછી મોહમ્મદ રફીના સ્વરનો દેવ આનંદ માટે ઉપયોગની આ રસપ્રદ અને અતિ કર્ણપ્રિય સફરનો સંગાથ ૨૦-૬-૨૦૧૫ના રોજના ભાગ (૨)માં ચાલુ રાખીશું.
આ લેખ માટે મૂળ ભૂત વિચારમાટે Rafi’s best songs by SD Burmanનો સહૃદય આભાર.....