Thursday, July 18, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - ઝોહરાબાઈ અંબાલેવાલી


ઝોહરાબાઈ અંબાલેવાલાનો સ્વર, તેમના સ્વરની રેન્જ અને ગાયકીની શૈલી વિન્ટેજ એરાની જ જાણે પેદાશ હોય એવું, '૬૦ અને તે પછીના દાયકાનાં ફિલ્મ સંગીત સાથે સંબંધ ધરાવતી પેઢીને લાગે તે સ્વાભાવિક કહી શકાય. એટલા પુરતું, તેમનાં ગીતોને સાંભળવા અને ગ્રહણ કરવા માટે આ પેઢીએ ખાસ ધ્યાન આપવું પડે તે પણ જરૂરી બની રહે છે. પરંતુ એક વાર તેમના સ્વરની પહેચાન થઈ જાય તો પછીથી તેમનાં ગીતો સાંભળવામાં મજા પણ આવે છે.
સારી દુનિયા કો ભુલાયા મેરે બાલ્મ હરજાઈં - દેવર – સંગીતકાર: ગુલશન સુફી 

કિસ બાત પે તુલે હો, રૂઠે હો મહેરબાં - ગ્વાલન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
 
નૈહર મેં નથની ગીર ગયી, કૈસે જાઉં સસુરાલ - ગ્વાલન – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર - 

ટૂટ ગયા મેરી માતાકા સપના ટૂટ ગયા - હમ એક હૈં – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: પી એલ સંતોષી

સપનોંમેં આનેવાલે ગલીયોંમેં આ એક બાર  - હમ એક હૈં – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: પી એલ સંતોષી

જીઓ મેરે જીમેં ગુજરનેવાલે - જીવનયાત્રા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: દિવાન શંકર

ઝિંદગી એક સફર હૈ, સફર કિજિયે - જીવનયાત્રા – સંગીતકાર: વસંત દેસાઈ – ગીતકાર: દિવાન શંકર

કુંવર થાને મુજ઼રો કર કરકે હારી,હારી હો હઠીલે - રાજપુતાની – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

આંખોંસે બહે જાતે હૈ અરમાન હમારે - સાથી – સંગીતકાર: ગુલશન સાફી – ગીતકાર: વલી સાહબ 

નહીં ચિરાગ-એ-મોહબ્બત જલાયે જાતે હૈં – સોહની મહિવાલ – સંગીતકાર:  લાલ મોહમ્મદ – ગીતકાર: મુન્શી દિલ

અનારોં કે બાગ મેં છુપ છુપ કે આના, પરદેસી ભુલ ન જાના – સોહની મહિવાલ – સંગીત્કાર:  લાલ મોહમ્મદ- ગીતકાર: સ્વામી રામાનન્દ

કોઈ આંખોંમેં આ કે સમા ગયા – સોહની મહિવાલ – સંગીત્કાર:  લાલ મોહમ્મદ- ગીતકાર: સ્વામી રામાનન્દ 

તેરી સોહની પુકાર કરે મહિવાલ દેખ – સોહની મહિવાલ – સંગીત્કાર:  લાલ મોહમ્મદ- ગીતકાર: સ્વામી રામાનન્દ

હવે પછીના અંકમાં મોહનતારા તલપડે તેમ જ રાજુકુમારીનાં ૧૯૪૬નાં સૉલો ગીતો આપણે ચર્ચાની એરણે સાંભળીશું.

Sunday, July 14, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૧૯

સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું પહેલું સૉલો ગીત : ૧૯૫૯-૧૯૬૦
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે તેમનાં સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી શરૂ કરી છે. આ માટે ૧૯૪૪થી શરૂ થતી તેમની કારકીર્દીનાં વર્ષોને આપણે પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે. અત્યાર સુધી આપણે ૧૯૪૪થી ૧૯૪૮ના પ્રથમ પંચવર્ષીય સમયખંડ, ૧૯૪૯થી ૧૯૫૪ના બીજા પંચવર્ષીય સમયખંડ અને ૧૯૫૪થી ૧૯૫૮ ના ત્રીજા પંચવર્ષીય સમયખંડના મળીને ૯૦ જેટલા સંગીતકારોએ રચેલાં મોહમ્મદ રફીનાં પહેલવહેલાં સોલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
જો કે જેમ જેમ વર્ષો આગળ વધતાં ગયં તેમ તેમ આપણે એ જ સંગીતકારોએ પછીનાં વર્ષોમાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવડાવેલ બહુ જાણીતાં, અને થોડાં ઓછાં જાણીતાં, પણ આજે પણ સાંભળવાં ગમે એવાં ગીતોની પણ નોંધ લેતા જવાનું શરૂ કરેલ છે. આવાં ગીતોની નોંધ લંબાઈ ન જાય એટલે ગીતના મુખડાના ત્રણ ચાર શબ્દોની જ નોંધ કરી છે, પણ મોટા ભાગના કિસ્સામાં એ આખાંગીતને આપણા મનમાં તાદશ કરી દેવા માટે એટલું જ પુરતું થઈ પડે છે. કેટલાંક ગીતો એવાં પણ છે કે યાદ આવી જવા છતાં ફરી એક વાર સંભળવાનું મન પણ થશે. મને થયું છે અને મેં એ ગીતોને ફરીથી સંભળવાની લ્હાણ લઈ પણ લીધી છે, આ લેખ વાંચતાં વાંચતાં તમે પણ એ લ્હાણ જરૂરથી લઈ લેજો.
મોહમદ રફીનાં સોલો ગીતોની આ સફરમાં આ વર્ષે આપણે ૧૯૫૯થી ૧૯૬૩નો ચોથો સમયખંડ આવરી લઈશું. આજના આપણા આ અંકમાં આપણે ૧૯૫૯ અને ૧૯૬૦ દરમ્યાન જૂદા જૂદા સંગીતકારોએ મોહમ્મદ રફી માટે રચેલાં પહેલ વહેલાં સોલો ગીત સાંભળીશું.
દસ્તાવેજીકરણની સરળતા માટે મેં ફિલ્મોને મેં કક્કાવારી મુજબ લીધેલ છે.
૧૯૫૯
૧૯૫૯નાં મોહમ્મદ રફીનાં યાદગાર ગીતો - સંગીતકાર – ફિલ્મ (ગીતના બોલ) ક્રમમાં -
ચિત્રગુપ્ત - બરખા (સુર બદલે બદલે કૈસે) / એન દત્તા - ધૂલ કા ફૂલ (તુ હિન્દુ બનેગા) / શંકર જયકિશન - છોટી બહેન (મૈં રીક્ષાવાલા), લવ મેરેજ (કહાં જા રહે થે), શરારત (અજબ હૈ દાસ્તાં તેરી) / વસંત દેસાઈ - ગૂંજ ઊઠી શહનાઇ (કહ દો કોઈ ન કરે) / એસ ડી બર્મન - ઈન્સાન જાગ ઊઠા (દેખો રે દેખો અજૂબા), કાગઝ કે ફૂલ (દેખી જમાનેકી)/ હંસ રાજ બહલ - સાવન (દેખો બિના સાવન)
૧૯૫૯માં તકનીકી દૃષ્ટિએ સાત (પણ ખરેખર તો છ) સંગીતકારો માટે મોહમ્મદ રફીએ પહેલવહેલું સોલો ગીત ગાયું. આ છમાંથી બે સંગીતકારોએ સારી એવી સફળતા પણ હાંસલ કરી છે.
કલ્યાણજી વીરજી શાહ
કલ્યાણજી વીરજી શાહે પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કામગીરી ૧૯૫૮ની ફિલ્મ 'સમ્રાટ ચંદ્રગુપ્ત'થી કરી હતી. એ ફિલ્મમાં રફી / લતાનાં ત્રણ યુગલ ગીતો છે. પરંતુ તેમણે રચેલાં રફી સાથેનાં સોલો ગીત તો પહેલી વાર ૧૯૫૯નાં વર્ષમાં આવ્યાં.

બેદર્દ જ઼માના ક્યા જાને - બેદર્દ જ઼્માના ક્યા જાને – ગીતકાર: ભરત વ્યાસ
મોહમ્મદ રફીનો સ્વર બેક્ગ્રાઉન્ડમાં ગવાતાં ગીત માટે પ્રયોજાયો છે.

ઉપરવાલેને જલદીમેં લિખ દી મેરી તક઼દીર - ઘર ઘર કી બાત – ગીતકાર: ગુલશન બાવરા
આ સાવ અલગ જ મૂડનું ગીત છે.

કલ્યાણજી - આણંદજી

કલ્યાણજી વીરજી શાહે પો બો. નં ૯૯૯, ચંદ્રસેના જેવી બીજી ત્રણેક ફિલ્મોમાં એકલા હાથે કામ કર્યા પછી 'સટ્ટા બાઝાર'થી તેમના નાના ભાઈ આણંદજી તેમની સાથે જોડાયા. ભાઈઓની આ સંગીતકાર બેલડીએ પોતાની આગવી શૈલી પણ વિકસાવી અને ફિલ્મ સંગીતના જગતમાં સન્માન્ય સફળતા મેળવી. તેમણે બનાવેલાં અનેક ગીતો તો સદા યાદગાર ક્ક્ષાનાં પણ બની રહ્યાં.

સુનો ભાઈ આંકડે કે ધંધા એક દિન તેજી - સટ્ટા બાઝાર – ગીતકાર: ગુલશન બાવરા
જ્હોની વૉકરની શૈલીનૂ અદ્દલ ગીત.

ઉષા ખન્ના
ઉષા ખન્નાએ પણ હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે સ્વતંત્રપણે કામ કરવાની દીશાનું પહેલવહેલું કદમ આ વર્ષે લીધું. તેમની પહેલી જ ફિલ્મ 'દિલ દેખે દેખો' જેટલી સફળતા તેમની સમગ્ર કારકીર્દીમાં ટકી નહીં, પણ દીર્ઘ કારકીર્દીમાં તેમનું પોતાનું ખાસ સ્થાન બનાવી રાખવામાં તેઓ જરૂર સફળ રહ્યાં.
તેમની પહેલવહેલી ફિલ્મમાં તેમણે મોહમ્મદ રફીના સ્વરનો (શમ્મી કપૂરના પાર્શ્વ ગાયક તરીકે) એ સમયના અનુભવી ગણાતા સંગીતકારો જેટલી સહજતાથી પ્રયોગ કર્યો. ટાઈટલ ગીત 'દિલ દેકે દેખો, બોલો બોલો કુછ તો બોલો અને હમ ઔર તુમ ઔર યે સમા જેવાં સોલો ગીતોની સાથે મેધા રે બોલે છનન છનનની સાથે સાથે જ બડે હૈ દિલકે કાલે જેવું તોફાની યુગલ ગીત પણ તેમણે સફળતાથી રચી આપ્યું.

રાહી મિલ ગયે રાહોંમેં બાતેં હુઈ નિગાહોંમેં - દિલ દેકે દેખો – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ઓપીનય્યરની શૈલીમાં ઢળેલું, 'જીપમાં ગવાતાં ગીતના પ્રકાર'નાં ગીતના પૂર્વાલાપમાં વ્હીસલીંગ સાથે મોહમ્મદ રફીના મોજીલા આલાપને વણી લઈને ગીત પર ઉષા ખન્નાએ પોતાની છાપ મારી આપી છે.

ગજાનન કર્નાડ
જે કંઈ આછી પાતળી માહિતી મળે છે તેનાથી એટલું જાણી શકાય છે કે ગજાનન કર્નાડ એ સમયના લગભગ બધા જ સંગીતકારોનાં વાદ્યવૃંદમાં ગાયનને સંગત કરનાર વાયોલિનવાદક તરીકેનું અચૂક સ્થાન સંભાળતા હતા. ગુગલ પર થોડી વિગતે શોધખોળ કરતાં તેમણે ફિંદી ફિલ્મ્નાં ગીતોની વાયોલિન તર્જની રેકોર્ડ્સની લિંક મળી આવે છે.

યે સચ હૈ અય જહાંવાલો હમેં જીના નહીં આયા - કલ હમારા હૈ – ગીતકાર: શૈલેન્દ્ર
ફિલ્મમાં આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું મુજરા શૈલીનું ગીત ઈરાદા કત્લ કા હૈ (ઐસે ન દેખો રસિયા) પણ ગજાન કર્નાડે સંગીતબધ્ધ કર્યું હોવાની નોંધ જોવા મળે છે. બીજાં બધાં ગીતો ચિત્રગુપ્તે સ્વરબધ્ધ કર્યાં છે.
પ્રસ્તુત ગીત તો મોહમ્મદ રફીના ચાહકો માટે એક બહુ યાદગાર નજરાણું બની રહે એ કક્ષાનું ગીત છે.

બિપિન દત્તા (દત્ત ?)
બાબુલ સાથે બિપિન દત્તાએ સંગીતકાર જોડી તરીકે હિંદી ફિલ્મોનાં કેટલાંક યાદગાર ગીતો સર્જ્યાં છે.તેઓએની બીજી એક મોટી ઓળખાણ તેમનાં મદન મોહનના સહાયક તરીકેની ભૂમિકાની છે. મળતી માહિતીના આધારે એવું કહી શકાય કે બિપિન દત્તાએ આ ફિલ્મમાં સ્વતંત્રપણે સંગીત આપ્યું છે. આ સિવાય તેમનાં નામે ડાયમન્ડ કિંગ (૧૯૬૧) અને બાગ઼ી શહજાદા (૧૯૬૪) એમ બીજી બે ફિલ્મો પણ બોલે છે.

યે બમ્બઈ શહર કા બડા નામ હૈ - ક્યા યે બમ્બઈ હૈ – ગીતકાર: નૂર દેવાસી
ફિલ્મમાં ગીત મારૂતિ પર ફિલ્માવાયું છે જે નિશી સાથે ફિલ્મનાં મુખ્ય પાત્રની ભૂમિકામાં છે. જોકે, ખરા અર્થમાં, આજે એ વાત મહત્ત્વની ન ગણવી જોઈએ.
મહત્ત્વનું તો છે આજથી અર્ધી સદી પહેલાનાં મુંબઈનાં દૃશ્યો અને ગીતના બોલમાં મુંબઈની જે ખાસીયતો વર્ણવી છે તેને માણવું.

નિર્મળ કુમાર
આ સંગીતકાર વિષે ખાસ કંઈ માહિતી નથી મળી શકી.

તેરી નઝરકી છબી ને ખોલા દિલકા તાલા - લાલ નિશાન – ગીતકાર: આનંદ બક્ષી
ગીતકાર અને ગાયક સિવાય આ ગીતની ફિલ્મ કે સંગીતકાર બન્ને અજાણ્યાં છે.

પ્રેમ
એમના વિષે પણ કંઈ ખાસ માહિતી નથી મળી શકી.

દુનિયા ચલા ચલીકા….દો દિનકી ઝિન્દગી હૈ ઈસ પર ન ફુલ પ્યારે - ઝિમ્બો કી બેટી – ગીતકાર: પ્રિતમ દહેલવી
હિંદી ફિલ્મોમાં એ સમયે સિંદબાદ અને ઝિમ્બોને આવરી લેતાં શીર્ષકો - … કા બેટા, … કી બેટી - પરની ફિલ્મો બનાવવાનું એક જબરૂ ચલણ ચાલી નીકળ્યું હતું.
જોકે મોહમ્મદ રફીએ તેમની આગવી શૈલીમાં આ બેકગ્રાઉન્ડ ગીતને પૂરી નિષ્ઠાથી ન્યાય આપ્યો છે.


૧૯૬૦
૧૦૯૬૦નાં વર્ષનાં મોહમ્મદ રફીનાં કેટલાંક યાદગાર, અને કેટલાંક પ્રમાણમાં ઓછાં જાણીતાં પણ ફરી ફરીને સાંભળવાં જરૂર ગમે એવાં, સોલો ગીતો -
એસ ડી બર્મન - બમ્બઈકા બાબુ (સાથી ન કોઈ મંઝિલ), કાલા બાઝાર (ઉપરવાલા જાન કે, ખોયા ખોયા ચાંદ) / રોશન - બાબર (તુમ્હેં એક બાર મુહબ્બતકા), બરસાતકી રાત (મૈને શાયદ પહેલે ભી, જિંદગી ભર નહીં ભૂલેગી, માયુસ તો હું વાદેસે) / રવિ - ચૌદહવીં કા ચાંદ - (ચૌદહવીંકા ચાંદ હો ), ઘુંઘટ (હાયે રે ઈન્સાનકી મજબુરિયાં) / કલ્યાણજી આણંદજી - છલીઆ (ગલી ગલી સિતા રોયે) / શંકર જયકિશન - દિલ અપના ઔર પ્રીત પરાઈ (જાને કહાં ગઈ), એક ફૂલ ચાર કાંટે (તીરછી નઝરસે ન દેખ) / ઉષા ખન્ના - હમ હિંદુસ્તાની (હમ જબ ચલે તો) / નૌશાદ - કોહિનૂર (મધુબનમેં રાધિકા), મુગ઼લ-એ-આઝમ (ઝિંદાબાદ, અય મોહબ્બત ઝિંદાબાદ)/ એસ એન ત્રિપાઠી - લાલ ક઼િલ્લા (લગતા નહીં હૈ, ન કિસીકી આંખકા)/ ચિત્રગુપ્ત - પતંગ (યે દુનિયા પતંગ).
જી એસ (ગુરુશરણ સિંધ) કોહલી

જી એસ કોહલી નિપુણ તબલાવાદક અને મ્યુઝિક અરેંજર હતા, તેને કારણે ઓ પી નય્યરના સહાયક તરીકે ઓ પી નય્યરનાં સંગીતને એક આગવી ઓળખ આપવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમણે કામ કરવાનું શરૂ કર્યું તે પછી પણ તેમણે ઓ પી નય્યરના સહાયક તરીકે કામ કરવાનું ચાલું રાખ્યું. તેમનાં સંગીતમાં પણ ઓ પી નય્યરની છાંટ દેખાતી રહી. તેમની પોતાની કારકીર્દી સફળતાની સફર શરૂ ન કરી શકી તે માટે આ એક બહુ નિર્ણાયક પરિબળ રહ્યું ગણી શકાય.

પ્યાર કી રાહ દિખા દુનિયા કો રોકે જો નફરતકી આંધી - લમ્બે હાથ – ગીતકાર: અન્જાન
દેશ પ્રેમનાં આ ગીતની બાંધણીમાં પણ જી એસ કોહલીની ક્ષમતા તરત જ દેખાઈ આવે છે.ફિલ્મમાં આ સિવાય મહેમૂદ પર ફિલ્માવાયેલાં બીજાં બે સોલો ગીત - અરે બસમેં નઝર ટકરાઈ અને સોને જૈસે પ્યારકો સમજ લિયા તામ્બા -માં તેમની સંભવિત રેન્જના પણ પુરાવા જોવા મળી શકે છે.

રામલાલ હીરા પન્ના
મળતી માહિતી અનુસાર આ સંગીતકાર એ જ વાંસળીવાદક અને શહનાઈવાદક છે જે એક સમયે પૂથ્વી થિયેટર્સમાં રામ ગાંગુલીની સાથે નાટકોનાં સંગીતની સજાવટનું કામ કરતા. હિંદી ફિલ્મ સંગીતની નિયતિની ચાલ એટલી વાંકી રહી શકે છે કે આવા પ્રતિભાવાન કલાકારને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સી ગ્રેડની ફિલ્મોમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

આજ યહાં ક્યોં અંધકાર….તેરા મેરા અમર પ્યાર હૈ - માયા મછિન્દર - ગીતકાર પંડિત મધુર
ધાર્મિક ફિલ્મોનાં બેકગ્રાઉન્ડ ગીતમાં પણ મોહમ્મદ રફી એટલી જ સહજતાથી ખીલી રહી શકે છે.

ટી જી (તિરૂચિરાપલ્લી ગોવિંદરાજુલુ) લિગપ્પા
ટી જી લિગપ્પા તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોના બહુખ્યાત સંગીતકાર છે.

છોડ ચલે...રામ અયોધ્યા છોડ ચલે - રામાયણ - ગીતકાર સરસ્વતી કુમાર 'દીપક'
ફિલ્મ દક્ષિણ ભારતની ફિલ્મની રીમેક હોવી જોઈએ. મોહમ્મદ રફીને ફાળે તો બેકગ્રાઉન્ડ ગીત જ આવ્યું છે.

આજના અંકને સમાપ્ત કરતાં 'બરસાતકી રાત'માં રજૂ થયેલ એક નઝ્મ પઠન અહીં યાદ કરવાની લાલચ નથી રોકી શકાતી
ક્યા ગ઼મ હૈ જો અંધેરી રાતેં, કુછ શમ્મ-એ-તમન્ના તો સાથ હૈ

તમને પણ મારી જેમ રોશન /સાહિર દ્વારા થોડાં વર્ષો પછી રચાયેલાં એક ગીતની યાદ આવે છે ને!

૧૯૫૯-૧૯૩ના ચોથા પંચમવર્ષીય ખડનાં બાકીનાં ત્રણ વર્ષો - ૧૯૬૧, ૧૯૬૨ અને ૧૯૬૩-માટેનાં મોહમ્મદ રફીનાં હજૂ બીજા કેટલાક સંગીતકારો દ્વારા રચાયેલાં પહેલવહેલાં સોલો ગીતો આપણી શ્રેણીના ડીસેમ્બર, ૨૦૧૯ના અંકંમાં સાંભળીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Thursday, July 11, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - અમીરબાઈ કર્ણાટકી


ગીતોની સંખ્યાની દૃષ્ટિએ, ૧૯૪૬નાં વર્ષમાં પણ, અમીરબાઈ કર્ણાટકીનાં સૉલો ગીતો ની સંખ્યા પણ ઘણી મોટી છે. હજૂ તો એવાં પણ ઘણાં ગીતો છે જે હિંદી ફિલ્મ ગીત કોષમાં તેમને નામે જોવા મળે છે, પણ યુટ્યુબ પરના ખૂબ ખંતીલા અપલોડરોને પણ અપલોડ કરવા લાયક મૂળ ગીતો મળ્યાં નથી જણાતાં
પિયા મિલને કો જાનેવાલી સમ્હલ સમ્હલ કે ચલ - દેવ કન્યા – સંગીતકાર: શ્યામ સુંદર 

ન્યાય યહી હૈ તુમ્હારા, પ્રેમકે દેવતા - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

જબ આનેવાલે આયેંગે, હમ ખૂબ ઉન્હેં કલપાયેંગે - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

સબ કહેનેકી બાતેં થીં, જો પ્યારકી બાતેં થીં - દુલ્હા – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: બી આર શર્મા

દર પે તેરે ઈક દુઃખકે ભરે દિલ ને પુકારા - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

દો દિલ કો એક દિલ મિલ કે બનાના યાદ હૈ - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

કોઈ પ્રાણો કે તાર ઝનકા ગયા રે - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

વાદા વફા કે કરકે કિસીને ભુલા દિયા - કમલા – સંગીતકાર: જ્ઞાન દત્ત

કાંટે સે છેડતે હૈ  મેરે જિગર કે છાલે - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી 

મન ડોલ રહા હૈ, મન ડોલ રહા હૈ - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફૂંક દે ભગવાન આ કે અપના જહાં - કિમત સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ઓ લાખ કરો ચતુરાઈ બાલમ મેં હાથ ના આઉંગી - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર 
હિદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં ગાયકનું નામ નથી દર્શાવાયું, પણ અપલોડ કરનાર અનુસાર તેનાં ગાયિકા અમીરબાઈ છે.

મેરે મૈના મધુબૈના, તૂ કહના સાજન સે સપનોંમેં આયે ના - મહારાણી મિનલ દેવી – સંગીતકાર: સરસ્વતી દેવી -
યુ ટ્યબ પર આ ગીતનાં ગાયિકા રાજકુમારી બતાવાયાં છે

આ આંખોંમેં આ, પલકોંમેં આ, આ કે છૂપ જા - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

મૈં કૈસે કહું ટૂતે હુએ દિલ કી કહાની - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

રોતી આંખોંમે તેરી યાદ આયી  - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

બૈરન નિંદીયાં ક્યોં નહીં આયે, દૂર ખડી મુસ્કાયે - પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ

હવે પછીના અંકમાં આપણે ૧૯૪૬નાં વર્ષનાં જોહરાબાઈ અંબાલેવાલીનાં સોલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.

Sunday, July 7, 2019

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૨]


'પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો'ની લેખમાળાના પહેલા મણકામાં આપણે મન્ના ડે એ દેવ આનંદ, રાજ કપૂર અને અશોક કુમાર માટે ગાયેલાં ગીતો સાંભળ્યાં છે.

'૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડેનું શાસ્ત્રીય ગાયકીના ગાયક તરીકે સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું. ૧૯૫૧
અને ૧૯૫૨માં આવેલી ફિલ્મોમાં તેમને જે ગીતો ગાવા મળ્યાં તે બધાં જ આ પ્રકારનાં ગીતો હતાં. ૧૯૫૧માં 'આવારા' દ્વારા તેમને આરકે ફિલ્મ્સ જેવાં માતબર નિર્માણગૃહ સાથે કામ કરવાની તક મળી. આ એક, બહુ જ મુશ્કેલ કહી શકાય એવાં, ગીતની સફળતાએ તેમની કારકીર્દીને બીજા જે કંઇ ફાયદા કરાવી (કે ન કરાવી) આપ્યા, તેની સાથે સાથે ફિલ્મના સંગીતકાર શંકર જયકિશન, અને તેના થકી રાજ કપૂર સાથે, એક અનોખો, લાંબા ગાળાનો સંબંધ જરૂર બાંધી આપ્યો. આ જ વર્ષોમાં તેમણે સ્વતંત્રપણે સંગીત નિર્દેશન પર પોતાનો હાથ અજમાવ્યો. '૪૦ના દાયકામાં તેમણે એસણે શ્રી ગણેશ જન્મ (૧૯૫૧) અને વિશ્વામિત્ર (૧૯૫૨)માં સંગીત આપ્યું. ૧૯૫૩માં 'દો બીઘા જમીન' આ ડી બર્મન કે એચ પી દાસ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કર્યું હતું. ખેમચંદ પ્રકાશ સાથે તેમવી, જેનાં ગીતોએ મન્ના ડેને હવે એક સફળ, લોકપ્રિય, ગાયક તરીકે પ્રસ્થાપિત કરી નાખ્યા. એ સારૂં જ થયું કેમકે મન્ના ડેએ હવે ગાયક તરીકેની કારકીર્દી પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનૂં નક્કી કરી લીધું.

બલરાજ સાહની માટે

બલરાજ સાહનીની ક્ષમતાની નોંધ તો તેમની પહેલી જ ફિલ્મ, કે એ અબ્બાસ ની 'ધરતી કે લાલ' (૧૯૪૬)થી લેવાઈ ચૂકી હતી. તેમની કળાકાર તરીકેની પ્રતિબધ્ધતા સાથે સાથે તેમની રાજકીય વિચારસરણીએ તેમને બિમલ રોયની ફિલ્મ 'દો બીઘા ઝમીન' (૧૯૬૩)નાં ગરીબ ખેડૂતના પાત્ર માટે લગભગ આદર્શ પસંદગી તરીકે મુકી આપ્યા હતા. ફિલ્મમાં સલીલ ચૌધરીએ મન્ના ડેના સ્વરમાં રચેલ બે યુગલ /કોરસ ગીતો – હરિયાલા સાવન ઢોલ બજાતા આયા અને ધરતી કહે પુકાર કે -એ મન્ના ડેને રાષ્ટ્રવ્યાપી લોકચાહના તો આપી, પણ તે સાથે બલરાજ સાહની સાથે ફિલ્મ જગતના સંબંધનો પાયો પણ નાખી આપ્યો.

બલરાજ સાહની પરંપરાગત હિંદી મસાલા ફિલ્મોના હીરોના ઢાળના કળાકાર નહોતા પણ '૫૦ના દાયકામાં એન્ટી-હીરો જેવા મુખ્ય પાત્ર ધરાવતી ફિલ્મો માટે તે આદર્શ પસંદગી હતા. આ પ્રકારની પહેલી ફિલ્મ હતી 'સીમા' (૧૯૫૫) જેમાં શંકર જયકિશને બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં તૂ પ્યાર કા સાગર હૈ ગીતની કોયર-આધારિત ધુનને મન્ના ડેના પાર્શ્વસ્વરમાં અમર કરી દીધી.

આડ વાત :

જો કે ફિલ્મનું બલરાજ સાહની પર ફિલ્માવાયેલૂ બીજું એટલું જ જાણીતું કહી શકાય તેવું ગીત 'કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે' મોહમ્મદ રફીના સ્વરમાં છે.
૧૯૫૭માં રશિયન સહકારથી બનેલ ફિલ્મ 'પરદેસી'માં બલરાજ સાહની સહ-મુખ્ય ભૂમિકામાં હતા. 'પરદેસી' ઍફનસી નિકિતિનની રશિયન પ્રવાસગાથા 'અ જર્ની બિયોન્ડ થ્રી સીઝ'પર આધારિત હતી. ફિલ્મમાં બલરાજ સાહની પર ફિલ્માવાયેલાં ગીતો માટે સંગીતકાર અનિલ બિશ્વાસે મન્ના ડેનો સ્વર પસંદ કર્યો હતો.

ફિર મિલેંગે જાનેવાલે અય યાર, દસ્વીદાનિયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ

ગીતનો ભાવ કરૂણાનો છે, પણ તેનો ઉદ્દેશ્ય વિદાય સંદેશો પાઠવવાનો છે એટલે સ્વરમાં કરૂણા અને બુલંદી બન્નેનું સંમિશ્ર્ણ આવશ્યક બની રહે છે. મન્ના ડેનો સ્વર આવાં ગીત માટે આદર્શ પસંદગી જ કહેવાય.

તુઝમેં રામ મુઝમેં રામ સબ મેં રામ સમાયા - પરદેસી (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

ફિલ્મનાં કથાવસ્તુમાં વણાયેલ સમાજવાદી સમાનાધિકારની ભાવનાને હિંદુ સંસ્કૃતિ સાથે સાંકળી લેવામાં આવી છે.

૧૯૬૧ની બલરાજ સાહની મુખ્ય ભૂમિકાવાળી બન્ને ફિલ્મોના સંગીતકાર સલીલ ચૌધરી હતા.

આ બે ફિલ્મોમાંની રવિન્દ્રનાથ ઠાકુરની વાર્તા પર આધરિત 'કાબુલીવાલા' ફિલ્મ, અભિનય અને સંગીત એમ બધી દૃષ્ટિએ 'ક્લાસિક' ગણાય છે.

અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન તુઝ પે દિલ ક઼ુરબાન - કાબુલીવાલા (૧૯૬૧) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: પ્રેમ ધવન

પરદા પર ગીત ગાયું છે ભલે વઝીર મોહમ્મદ ખાને, પણ ગીતના કેન્દ્રમાં તો બલરાજ સાહની જ છે.

આડ વાત :
વઝીર મોહમ્મદ ખાન પહેલી બોલતી હિંદી ફિલ્મ 'આલમઆરા (૧૯૩૧)ના હીરો હતા. ૧૯૫૬ અને ૧૯૭૩માં ફરીથી બનેલી આ જ ફિલ્મની 'રીમેક'માં પણ ભૂમિકા ભજવવાનો અનોખો રેકોર્ડ પણ તેમના નામે છે.
સોંગ્સ ઑફ યોરના શ્રી એકેજી બહુ મહત્ત્વની વધારાની માહિતી ઉમેરે છે. વઝીર મોહમ્મદ ખાનને ફાળે હિંદી ફિલ્મોનાં સૌથી પહેલાં રેકોર્ડ થયેલ ગીત - 'આલમઆરા' (૧૯૩૧)નું દે દે ખુદા કે નામ સે દે દે પ્યારે' માન પણ જાય છે. 
'કાબુલીવાલા' જેટલી ખ્યાતિ પામી હતી એટલી જ ગુમનામીમાં એ વર્ષની બીજી ફિલ્મ 'સપન સુહાને' રહી.

ઓ ગોરી આજા ગડી વિચ બૈઠ જા - સપન સુહાને (૧૯૬૧) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

પંજાબી શૈલીમાં રચાયેલું આ ગીત ભલે ગ્રામીણ પૃષ્ઠભૂમાં ગવાયું છે, પણ છેડછાડનો રોમાંસ તેમાંથી જરા પણ ઓછો નથી થતો.

દિલ કહેતા હૈ જ઼રા તો દમ લે લો, ડગર કહેતી હૈ ચલતે ચલો - સપન સુહાને (૧૯૬૧)- સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

ટ્રક ડ્રાઈવરની ઝિંદગીના મિજ઼ાજને વાચા આપતાં ગીતમાં મન્ના ડે પૂરેપુરા ખીલી ઊઠ્યા છે. 
ફિલ્મમાં મન્ના ડે, લતા મંગેશકર અને દ્વિજેન મુખર્જીના ત્રિપુટી સ્વરમાં ગવાયેલું ગીત નામ મેરા નિમ્મો, મુકામ લુધિયાના પણ છે, પરંતુ અહીં મન્ના ડેનો સ્વર પરદા પર માસ્ટર ભગવાન માટે પ્રયોજાયો છે.
બલરાજ સાહનીએ આ પ્રકારની મુખ્ય ભૂમિકાઓમાં અન્ય પણ કેટલાંક ગીતો ગાયાં છે, પણ તેના માટે મોહમ્મદ રફી (સોને કી ચિડીયા) કે સુબીર સેન (ક્ઠપુતલી) જેવા ગાયકોના સ્વર પ્રયોજાયા છે. એટલે હવે બલરાજ સાહની મુખ્ય ચરિત્ર ભૂમિકામાં પરદા પર ભજવેલાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં બે બહુ જ જાણીતાં ગીતોને યાદ કરીએ.

અય મેરી ઝોહરા જબીં તુઝે માલુમ નહીં - વક઼્ત (૧૯૬૫)- સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિત લુધ્યાનવી

મન્ના ડેનાં ગીતોની જ્યારે પણ વાત થાય ત્યારે આ ગીત યાદ ન કરાય એવું જ ભાગ્યે જ બનતું હશે.
તુઝે સુરજ કહું યા ચંદા - એક ફૂલ દો માલી (૧૯૬૯) – સંગીતકાર: રવિ – ગીતકાર: પ્રેમ ધવન

મન્ના ડેની ગાયકીને બધી જ દૃષ્ટિ બંધબેસતાં ગીતને મન્ના ડેએ પણ પૂરેપુરો ન્યાય કર્યો છે.



ડેવિડ અબ્રાહમ માટે
સુજ્ઞ વાચકો તો સમજી જ ગયાં હશે કે આપણે મન્ના ડેએ હિંદી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા ડેવિડ (અબ્રાહમ) માટે રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલિશ' (૧૯૫૪)નાં ગીતોની અહીં વાત કરવાનાં છીએ. સૈદ્ધાંતિક રીતે તો ડેવિડની ભૂમિકા આ ફિલ્મમાં પણ બે મુખ્ય બાળ કલાકારોના સહાયક ચરિત્ર પાત્ર જ્હોન ચાચાની છે, પણ વાસ્તવમાં તો બે અનાથ બાળકોને પોતાના પગ પર ગર્વથી ઊભાં રહેવાની ખુમારીની ફિલ્મની વાત કહેતાં કથાવસ્તુને મૂર્ત ડેવિડનાં પાત્ર દ્વારા જ કરાયેલ છે, એટલે 'મુખ્ય પાત્ર'ની કક્ષાએ ગણવામાં કોઈ ક્ષતિદોષ નહીં ગણીએ. ડેવિડે જીવનમાં એક વાર મળતી આવી ભૂમિકાને જે રીતે જીવી જાણી છે તેમાં મન્ના ડેના સ્વરમાં ગવાયેલાં ગીતોનો ફાળો પણ અમુલ્ય છે.

લપક ઝપક તુ આ રે બદરિયા, સરકી ખેતી સુખ રહી હૈ - બુટ પોલિશ (૧૯૫૪) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશન - શૈલેન્દ્રની જોડીએ મન્ના ડેકારકીર્દીની બાજીમાં એક્કાનાં પાનાં જેવું આ ગીત રચ્યું છે. જો કે મન્ના ડેની નિયતિએ આ ગીતની સફળતાને પણ તેમને શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીતોના પ્રકારનાં ચોખઠામાં ઢાળી દેવા માટે ઉપયોગ કરી નાખ્યો !

આડવાત :
રાજ કપૂર પોતાની ફિલ્મનાં નિર્માણની ઝીણી ઝીણી બાબતો માટે ઉત્કૃષ્ટતાનો કેટલો આગ્રહી હતો તેનો એક વધુ પુરાવો આ ગીતમાં શ્રી અરૂણકુમાર દેશમુખ નોંધે છે, જે અહીં વધારે વિગતે વાંચી શકાશે.
ઓ રાત ગયી, રાત ગયી ફિર દિન આતા હૈ ઈસી તરહ આતે જાતે સારા જીવન કટ જાતા હૈ - બુટ પોલિશ (૧૯૫૪) - આશા ભોસલે સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: સરસ્વતી કુમાર 'દીપક'

નિરાશાનાં કાળાં વાદળોમાં સકારાત્મકતાની રૂપેરી કોર જોવાની દિશા બતાવતાં આ ગીતનું એક અન્ય ઐતિહાસિક અગત્ય મન્ના ડે અને આશા ભોસલેનાં સર્વપ્રથમ યુગલ ગીત તરીકેનું છે.

ઠહેર જરા ઓ જાનેવાલે ઓ બાબુ મિસ્ટર ગોરે કાલે, કબ સે બૈઠે આસ લગાયે હમ મતવાલે પાલીસવાલે - બુટ પોલીશ (૧૯૫૪) - આશા ભોસલે અને મધુબાલા ઝવેરી સાથે - સંગીતકાર શંકર: જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

મુખડાના ઉપાડથી જ મન્નાડે ગીતના ભાવના જોશને જે અનોખી કક્ષામાં મૂકી આપે છે તે જ ભાવ અંતરાના ઉપાડમાં જીવંત રહે છે.
 
આડવાત :
મના ડેના ફાળે આવાં અવિસ્મરણીય ગીતો આવ્યાં છે તે સાથે ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં ડેવિડ અબ્રાહમ માટે ગવાયેલ 'નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ' ગીત પણ યાદ આવ્યા વિના ન રહે.

ભારત ભુષણ માટે
ભારત ભુષણદ્વારા મુખ્ય અભિનેતા તરીકે અભિનિત ફિલ્મોમાં ગવાયેલાં ગીતો મોહમ્મદ રફીનાં કંઠે જ ગવાયાં છે તેવું જો આપણને યાદ રહ્યું હોય તો તે મહદ અંશે સાચું છે. પરંતુ ૧૯૫૬ની ફિલ્મ 'બસંત બહાર'નો વિષય એવો હતો કે શંકર જયકિશને મન્ના ડેને ભારત ભુષણના કંઠ માટે પહેલી પસંદ તરીકે યાદ કર્યા. ફિલ્મમાં શાસ્ત્રીય રાગ પર આધારિત 'સુર ના સજે ક્યા ગાઉં મૈં', ‘ભય ભંજના વંદના સુન હમારી" કે પંડિત ભીમસેન જોશી સાથે સ્પર્ધાત્મક યુગલ ગીત 'કેતકી ગુલાબ જુહી ચંપક બન ફૂલે' જેવાં ગીતો મન્ના ડેનાં શ્રેષ્ઠ ગીતોની પંક્તિમાં સ્થાન મેળવી રહ્યાં. આ સફળતાનું એક આડ પરિણામ એ પણ કહી શકાય કે મન્ના ડેનું સ્થાન શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલાં ગીતો માટેનાં ચોકઠાંમાં વધારે જડબેસલાક બન્યું.

જોકે શંકર જયકિશને પોતાના પક્ષે મન્ના ડેને પૂરો ન્યાય કર્યો - લતા મંગેશકર સાથેનાં પ્રણય યુગલ ગીત નૈન મિલે ચૈન કહં દિલ હૈ વહી તૂ હૈ જહાં, યે કયા કિયા સૈંયાં સાંવરે પણ મન્ના ડેને આપીને..પહેલા અંતરાની શરૂઆતના આલાપથી માંડીને મન્ના ડે એ લતા મંગેશકરનાં નૈસર્ગિક માધુર્ય સાથે એકોએક સુર મેળવી આપ્યો છે.

૧૯૫૭ની ઐતિહાસિક ફિલ્મ, રાની રૂપમતી,માં પણ ભારત ભુષણ મુખ્ય પાત્રની ભૂમિકામાં હતા. તેમને ફાળે આવેલાં ફિલ્મનાં મોટા ભાગનાં અન્ય ગાયકોના સ્વરમાં હતાં, જેમકે આ લૌટ કે આ જા મેરે મીત (મુકેશ), શાસ્ત્રીય સ્પર્ધાત્મક યુગલ ગીત બાત ચલત નયી ચુનરી રંગ ડારી ( કૃષ્ણરાવ ચોનકર સાથે ભારત ભૂષણ માટે મોહમ્મદ રફી). એટલે સુધી કે ફિલ્મનાં ત્રણ પ્રણય યુગલ ગીતો - ફૂલ બગીયા મેં બુલબુલ બોલે, ઓ રાત અન્ધેરી ડર લાગે રસીયા અને જ઼નનન જ઼ન જ઼ન બાજે પાયલીયાં -માં પણ મોહમ્મદ રફીના કંઠનો જ પ્રયોગ કરાયો છે. પરંતુ થોડા ઊંચા સુરમાં ગવાયેલ શાસ્ત્રીય ઢાળ અપરનાં ગીત ઊડ જા ભંવર.. માયા કમલકા આજ બંધન તોડ કે માટે સંગીતકાર એસ એન ત્રિપાઠીને મન્ના ડે જ યાદ આવ્યા છે.

૧૯૫૯ની કવિ કાલિદાસમાં ફરીથી ભારત ભુષણ માટે એસ એન ત્રિપાઠીએ મન્ના ડેના સ્વરને પસંદ કર્યો.

જય સરસ્વતી - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

દેવી સરસ્વતી માટેની પ્રાર્થના માટે મન્ના ડેનો સ્વર તો 'આદર્શ' ગણાતો થઈ ગયો છે.

નયે નયે રંગ સે લીખતી ધરતી નયી કહાની - કવિ કાલિદાસ (૧૯૫૯) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

પ્રકૃતિનાં સૌંદર્યની મહિમા પણ મન્ના ડેના કંઠમાં વર્ણવવી સ્વાભાવિક જણાય છે. 

ઓ અષાઢ કે પહેલે બાદલ - કવિ કાલિદાસ (૧૯૫૯) - લતા મંગેશકર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: ભરત વ્યાસ

અષાઢનાં વાદળને પોતાનાં પ્રેમીજનનો સંદેશો પાઠવવામાં પણ મન્ના ડે કવિહૃદયના ભાવને સાક્ષાત કરી રહે છે.

આડવાત:
કદાચ કોઈક વાણિજ્યિક કારણોસર એસ એન ત્રિપાઠીએ ઉન પર કૌન કરે જી વિશ્વાસ જેવાં મસ્તીભરયાં યુગલ ગીત માં ભારત ભુષણ માટે મોહમ્મદ રફીના સ્વરને પ્રયોજ્યો.
૧૯૬૧ની ધાર્મિક ફિલ્મ 'અંગુલીમાલ'માં પણ ભારત ભુષણ મુખ્ય ભૂમિકામાં હતા. એ ફિલ્મનૂં સુવિખ્યાત ગીત અય માનવ તું મુખસે વોલ બુદ્ધમ્‍ શરણમ્‍ ગચ્છામિ તો બહુ જ સ્વાભાવિક છે કે સંગીતકાર અનિલ બિશ્વાસ મન્ના ડેના કંઠમાં જ રેકોર્ડ કરવાનું પસંદ કરે. ગીત બેકગ્રાઉન્ડમાંથી ગવાયું છે, પણ તેનું કેન્દ્ર અંગુલીમાલ (ભારત ભુષણ) છે.

ભારત ભુષણ અને મન્ના ડેનાં જોડાણની વાત કરીએ ત્યારે શાસ્ત્રીય રાગ પર આધારીત કોમેડી ગીતના પ્રકારમાં પ્રથમ હરોળનાં ગીત ફૂલ ગેંદવા ન મારો (સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી)ને તો જરૂર યાદ કરવું જોઈએ. ગીત જો કે પર્દા પર આગા પર ફિલ્માવાયું હતું. 

ભારત ભુષણ અને મન્ના ડે આમાં ક્યાં સાથે આવ્યા તે ગુંચવણ દૂર કરી દઈએ. આ ફિલ્મ 'દૂજ કા ચાંદ'ના નિર્માતા ભારત ભૂષણ હતા. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલાં ગીતો - સુન અય મહાજબીન મુઝે તુમસે પ્યાર નહીં, મહેફિલ સે ઊઠ જાને વાલો અને ચાંદ તકતા હૈ ઈધર (સુમન કલ્યાણપુર સાથે) મોહમ્મદ રફીના સ્વરમાં હતાં તે સહેજ.

શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો આ સફળ ગીતોની સાથે મન્ના ડેના સ્વરમાં શંકર જયકિશને રાજ કપુરા માટે રેકોર્ડ કરેલાં શ્રી ૪૨૦ (૧૯૫૫) અને ચોરી ચોરી (૧૯૫૬)એ સાવ અલગ જે કૅદી કોતરી. શ્રી ૪૨૦માં ભલે મના ડે 'સાતમી' પસંદ હતા પણ તેમનું સ્થાન મુખ્ય પાર્શ્વ ગાયક મુકેશને સમાંતર જ હતું. ચોરૉ ચોરીમાં તો મન્ના ડે જ મુખ્ય ગાયક હતા. (આ ગીતોની વિગતે વાત આપણે મન્ના ડેએ રાજ કપૂર માટે ગાયેલમ ગીતોના અલગ લેખમાં કરીશું.) આ ગીતોની અદ્‍ભૂત સફળતાને કારણે બીજા કોઈ ગાયકની કારકીર્દી તો સફળતાનાં સાતમા આસમાને હોત. મન્ના ડેની કારકીર્દીને પણ ચાર ચાંદ જરૂર લાગ્યા,પણ તે ચંદ્રકો તેમને 'આગવા' ગાયકમાંથી 'મુખ્ય ધારા'ના ગાયક તરીકે મુકી આપવામાં કામયાબ ન રહ્યા.

હવે પછીના અંકોમાં પણ આપણે જોઈશું કે '૬૦ના દાયકામાં સફળ હીરો ગણાયેલા 'સ્ટાર' ની કારકીર્દીની શરૂઆતમાં મન્ના ડેના સ્વરની મદદ લેવામાં આવી હતી. પણ જ્યારે એ 'સ્ટાર' અભિનેતાઓએ સફળ તારલાઓની પ્રથમ હરોળમાં પહોંચવા માટે તો મોહમ્મદ રફી જેવા ગાયકોને જ માધ્યમ તરીકે અપનાવવાનું મુનાસિબ માન્યું.

Thursday, July 4, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ [૨]

ગયા અંકમાં આપણે ૧૯૪૬નાં શમશાદ બેગમનાં સૉલો ગીતો ચર્ચાની એરણે લીધાં છે. સંખ્યાની દૃષ્ટિએ એક પૉસ્ટમાં બધાં ગીતો સમાવવાં ઉચિત ન હોઇ, શમશાદ બેગમનાં પહેલી જ વાર સાંભળવા મળેલ આ બાકીનાં ગીતોને અહીં સાંભળીશું.

આંખમેં આંસુ લબ પે આહેં, દિલમેં દર્દ બસાયા હૈ - રંગભૂમિ – સંગીતકાર: પ્રેમનાથ

કિતને બેદર્દ હૈ બેદર્દ જમાનેવાલે - રસીલી - = સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: ગ઼ાફિલ હરનાલ્વી 

દુનિયા કી ભી સુન લો ભગવાન તુમ્હી હો સાથી - સાથી – સંગીતકાર: ગુલશન સફી – ગીતકાર: વલી સાહબ

ઓ પરદેસી રાજા આ આ આ આ પરદેસી - સાથી – સંગીતકાર: ગુલશન સફી - ગીતકાર :વલી સાહબ  

સહારા કી હવાઓ, જાઓ જ અકર ઉન્હે મેરી ફરીયાદ સુનાઓ - સસ્સી પૂન્નુ – સંગીતકાર: પંડિત ગોવીંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

તુમને આગ લગા દી મન મેં - સસ્સી પૂન્નુ – સંગીતકાર: પંડિત ગોવીંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ઈક તેરા સહારા….દિલ તોડ કે દુનિયા ને - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: એહ્સાન રીઝ્વી  શમીમ (ભાગ ૧)

યું ખુન ગરીબોંકા બહાતી હૈ ખુદાઈ - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર:  એહસાન રીઝ્વી (ભાગ ૨)

હમ ગરીબોંકા ભૂ પુરા કભી અરમાન કર દે - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: શમ્સ લખનવી

ઉલ્ઝન દિલકી ક્યા સુલઝાએ - શમા – સંગીતકાર: ગુલામ હૈદર – ગીતકાર: એહસાન રીઝ્વી

હિંદી ગીતકોષ આનુસાર 'શમા'નાં કેટલાંક ગીતો સુરૈયાના સ્વરમાં કવર વર્ઝન તરીકે રેકોર્ડ થયાં હતાં, જોકે આ ગીતોની ઓડીયો / વિડીયો લિંક્સ મળી શકી નથી
બાલમ હરજાઈ રે, તેરે બીના નીંદ ન આયી રે - સોના ચાંદી - સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી - ગીતકાર: વલી સાહબ

હવે પછી ૧૯૪૬નાં અમીરબાઈ કર્ણાટકીનાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.